26,604
edits
(Created page with "{{Poem2Open}} {{space}} આફ્રિકાનાજંગલમાંદીનદુખિયાંનીસેવાકાજેજિંદગીગુજારનાર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આફ્રિકાના જંગલમાં દીનદુખિયાંની સેવા કાજે જિંદગી ગુજારનાર આલ્બર્ટ શ્વાઈત્ઝરની હૉસ્પિટલની મુલાકાતે એ આફ્રિકન સંસ્થાનના યુરોપીઅન ગવર્નર જનરલ એક વાર આવવાના હતા. તે વખતે એક સાથીએ હિંમત કરીને કહ્યું, “ડૉક્ટર સાહેબ, આપ આ કાળી નેકટાઈ પહેરો છો તે હવે સાવ જરી ગઈ છે, હોં!” | |||
“હા,” ડૉક્ટર બોલ્યા, “પણ તેનું કારણ મને સમજાતું નથી. એને લીધાને હજી તો માંડ અઢાર વરસ થયાં હશે, ને તે ય હું તો મરણપરણનો કોઈ અવસર હોય ત્યારે જ ડોકમાં ઘાલું છું!” | |||
“શું — અઢાર વરસથી!” સાથીએ આભા બનીને સવાલ કર્યો. “તે શું તમારી પાસે બીજી એક નેકટાઈ પણ નથી?” | |||
“એ તો હું એટલો ભાગ્યશાળી કે બીજી નથી,” ડૉક્ટરે સમજાવ્યું. “મારા પિતા પાસે બે-બે નેકટાઈ હતી, અને મને બરાબર સાંભરે છે કે — બેમાંથી કઈ સારી લાગે છે તેની કાશ અમારા ઘરમાં કાયમ ચાલતી!” | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits