26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1,839: | Line 1,839: | ||
<br> | <br> | ||
{{Right|[કંચન, અનંત, અને ઉમા, મૃતદેહો-શાં સ્તબ્ધ ઊભાં છે. સહુનાં મોં પછવાડે છે. પીઠ પ્રક્ષકો તરફ છે. ભોળાનાથ અંદર ચાલ્યા જાય છે.]}} | {{Right|[કંચન, અનંત, અને ઉમા, મૃતદેહો-શાં સ્તબ્ધ ઊભાં છે. સહુનાં મોં પછવાડે છે. પીઠ પ્રક્ષકો તરફ છે. ભોળાનાથ અંદર ચાલ્યા જાય છે.]}} | ||
<center>'''પ્રવેશ નવમો'''</center> | |||
[અનંતના શયનખંડની મેડી. રાત્રિના દસ બજ્યા છે. અનંત અને કંચન અગરબત્તી પેટાવે છે. એક ધૂપદાનમાં દેવતા છે. તેમાં ધૂપનો ભૂકો નાખીને અનંત કંચનના મોં ઉપર ધુમાડાનાં ગૂંચળાં ફૂંક મારી મારીને પસારે છે. કંચન અકળામણ અનુભવે છે.] | |||
{{Ps | |||
|કંચન : | |||
|[હસતી હસતી આડા હાથ ધરતી] રહેવા દો, સાચે જ હું ગૂંગળાઉં છું. તમારી પુરુષોની તો સુગંધ પણ અકળાવનારી. કેમકે મહીં ધુમાડાના ગોટેગોટ. | |||
}} | |||
{{Ps | |||
|અનંત : | |||
|સળગી સળગીને અમે તમને સુવાસિત કરીએ; ને તમારાથી થોડો ધુમાડો ય ન સ્હેવાય, કેમ? | |||
}} | |||
{{Right|[નીચે વીંગમાંથી એક અવાજ આવે છે]}} | |||
{{Ps | |||
|અવાજ : | |||
|કંચન! આજથી તું અમારી દીકરી નથી. | |||
}} | |||
{{Right|[અનંત અને કંચન ચમકીને ઊભાં રહે છે. નીચે નિહાળે છે. વીંગમાંથી બે મોઢાં દેખાય છે.]}} | |||
{{Ps | |||
|બીજો અવાજ : | |||
|અમને તું મુવેલાં માનજે. તું ય અમારે મનથી હવે મરી જ ગયેલી છે. | |||
}} | |||
{{Right|[બન્ને મોઢાં અંદર ચાલ્યાં જાય છે. અનંત અને કંચન પરસ્પર જોઈ રહે છે.]}} | |||
{{Ps | |||
|અનંત : | |||
|તારાં બા અને બાપાનો અવાજ! | |||
}} | |||
{{Right|[કંચન ડોકું ધુણાવે છે.]}} | |||
{{Ps | |||
|અનંત : | |||
|રસ્ટીકેટ! તું પણ મારી માફક જ સર્વ સ્થાનેથી રસ્ટીકેટ! આપણે બેઉ સરખાં [ગાવા લાગે છે.] રસ્ટીકેટ! રસ્ટીકેટ! રસ્ટીકેટ! [સીસોટીમાંથી અવાજ કાઢે છે.] આજે તો આ પવન પણ આકાશના કોઈ વિદ્યામંદિરમાંથી ‘રસ્ટીકેટ’ થયો લાગે છે. ચંદ્ર અને વાદળીઓ પણ કોઈક કુટુંબની ઓરડીમાંથી છૂટીને મંડ્યાં છે તોફાન કરવા. ડાહ્યાડમરા છે માત્ર આ તારાઓ. આજ્ઞાંકિત નિશાળિયાઓ જેવા, બસ, બાંકડા પર બેસી જ રહ્યા છે! જાણે છાનામાના ‘લેસન’ ગોખતા હોયને, એવી રીતે એ તમામનાં મોં પટ પટ થાય છે. જો ને પવિત્ર પણ કેવા! એટલા બધા ઉચ્ચાશયી કે વાદળીઓની મોહિની એને પહોંચે જ નહિ. બાપડાને ‘રસ્ટીકેટ’ થવાની લજ્જત જ ન રહી જીવનમાં. મોજ તો છે આ ઉખડેલ પવનને. | |||
}} | |||
{{Right|[કંચન બહાર જોઈને શૂન્ય મને ઊભી છે. અનંત એની પાસે આવે છે. એનો ખભો ઝાલે છે.]}} | |||
{{Ps | |||
|અનંત : | |||
|કેમ આમ? ઉંબરમાં જ હાંફી ગઈ? | |||
}} | |||
{{Ps | |||
|કંચન : | |||
|માબાપે મને મુઈ વાંચ્છી! [શૂન્યમાં જોઈ રહે છે.] | |||
}} | |||
{{Ps | |||
|અનંત : | |||
|બહારના જગતમાં જેટલું આપણું અવસાન, તેટલું અંદરનું જીવન વધુ ઉજ્જ્વળ. ગાંડી, નથી સમજતી? | |||
}} | |||
{{Ps | |||
|કંચન : | |||
|[જે દિશામાંથી માબાપનો અવાજ આવેલો તે જ દિશામાં ટાંપી રહેતી] એ મોં પણ ફરી ન જોવાનાં. એ સૂર પણ કદી નહિ સાંભળવાના? | |||
}} | |||
{{Ps | |||
|અનંત : | |||
|[એને ઢંઢોળીને] તું મને પણ ભાંગી નાખીશ, કંચન! | |||
}} | |||
{{Right|[નીચે ઉમા ઊભી ઊભી ધીરે સ્વરે કહે છે.]}} | |||
{{Ps | |||
|ઉમા : | |||
|ભાભી! ઓ ભાભી! આ વેણી ને આ ફૂલહાર. આ લે. | |||
}} | |||
{{Right|[ઊંચે હાથ લંબાવે છે.]}} | |||
<br> | |||
{{Right|[મકાન પાસે કોલાહલ મચે છે. લોકોનું ટોળું પછવાડે ઊભું છે.]}} | |||
{{Ps | |||
|ટોળામાંથી એક અવાજ : | |||
|નાટક, ભાઈઓ, નાટક! લક્ષ્મીધરની છોકરીનું નાટક! બહુ ભણેલીનું નાટક! બોલો : [લ્હેકાથી] લક્ષ્મીધર તો જીવતે મુવો! | |||
}} | |||
{{Ps | |||
|ટોળાનો સામો અવાજ : | |||
|[તાલબંધ લ્હેકાથી] જીવતે મુવો! | |||
}} | |||
{{Ps | |||
|એક અવાજ : | |||
|[લ્હેકાથી] દીકરી તો થઈ બાપનો કૂવો! | |||
}} | |||
{{Ps | |||
|સામો અવાજ : | |||
|[લ્હેકાથી] બાપનો કૂવો! | |||
}} | |||
{{Right|[અનંત ને કંચન ઊંચે સ્તબ્ધ બની રહે છે : ઉમા પગથિયાં પર વેણી અને હાર લઈ નિઃસ્તબ્ધ બની ગયેલી છે.]}} | |||
<br> | |||
{{Right|[ટોળામાં કોઈ નવો અવાજ ભળે છે.]}} | |||
નવો અવાજ : | |||
અલ્યા, પેલીએ પણ નાટક માંડ્યું છે રામતળાવની પાળે. | |||
{{Ps | |||
|ટોળામાંથી એક જણ : | |||
|કોણ પેલી! | |||
}} | |||
{{Ps | |||
|અવાજ : | |||
|પેલી ભદ્રમુખની વંઠેલી બાયડી સૂરજ. | |||
}} | |||
{{Ps | |||
|બીજો જણ : | |||
|શું નાટક માંડ્યું છે એણે? | |||
}} | |||
{{Ps | |||
|અવાજ : | |||
|રામતળાવની પાળે ઊભી ઊભી પાણીનાં લ્હેરિયાં સામે હાથ લંબાવે છે ગાંડી. ને હાલરડાં ગાય છે. | |||
}} | |||
{{Ps | |||
|બીજો જણ : | |||
|હાલરડાં શાનાં વળી? | |||
}} | |||
{{Ps | |||
|અવાજ : | |||
|એ તો કોણ જાણે. વાતો થાય છે કે જાત્રામાં ગઈ ત્યાં એને બાળક જન્મેલું ને એને ઠેકાણે કરેલું. અત્યારે હવે ‘મારું બાળક! મારું બાળક! મારા બાળકને દાટી ન દ્યો! એક વાર મને ધવરાવવા દ્યો!’ એમ કરતે કરતે એ તો ઠેઠ પાળની કિનારી સુધી ચાલી ગઈ છે. માણસોની ઠઠ મળી છે. રાંડ પડશે ક્યાંક! | |||
}} | |||
{{Ps | |||
|બીજો જણ : | |||
|પાપ ટળશે તો તો. ગામના જુવાનિયા હેઠા બેસશે! કાંઈ ઉપાડો લીધો છે, કાંઈ ઉપાડો! | |||
}} | |||
{{Ps | |||
|અનંત : | |||
|કંચન! ઉમા! સાંભળ્યું? સૂરજની જળસમાધિ... [અવાજ આવે છે.] અનંતભાઈ! ઓ અનંતભાઈ! ઝટ દોડો. દોડો ઝટ! મારી સૂરજ તળાવમાં ગઈ. ઝટ દોડો! | |||
}} | |||
{{Ps | |||
|ઉમા : | |||
|સાવિત્રીભાભુનો અવાજ. | |||
}} | |||
{{Ps | |||
|અનંત : | |||
|સાવિત્રીભાભુ! હું આવ્યો, હો કે! [દોડે છે.] | |||
}} | |||
{{Ps | |||
|કંચન : | |||
|હું પણ આવું છું, બેન! વેણી ને હાર સાચવી રાખજો હો! હમણાં આવતી રહું છું. [બેઉ જાય છે. ઉમા હાથમાં વેણી અને હાર લઈને સ્તબ્ધ ઊભી રહી છે. પડદો પડે છે.] | |||
}} | |||
{{Right|[પડદાની પાછળની સીસોટીઓ : અવાજો :]}} | |||
{{Ps | |||
|પહેલો અવાજ : | |||
|અલ્યા ભાગો! ભાગો! ભાગો. | |||
}} | |||
{{Ps | |||
|બીજો અવાજ : | |||
|છેટા રહો! પાળથી દૂર રહો! ડાકણ થઈ. | |||
}} | |||
{{Ps | |||
|ત્રીજો અવાજ : | |||
|દોરડાં લાવો! મીંદડીઓ લાવો! | |||
}} | |||
{{Ps | |||
|અનંતનો અવાજ : | |||
|હટો, રસ્તો આપો મને, હિચકારાઓ! | |||
}} | |||
{{Ps | |||
|પહેલો અવાજ : | |||
|કોણ, એ અલ્યા! પેલો અનંતિયો! | |||
}} | |||
{{Ps | |||
|બીજો અવાજ : | |||
|ઓ પેલીએ ઝાલ્યો! ઓ બેઉ તળિયે જાય. ગયાં, ગયાં, ગયાં! રામ! | |||
}} |
edits