સૌરાષ્ટ્રની રસધાર ભાગ-1/રંગ છે રવાભાઈને!: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 27: Line 27:
પણ વાણિયાઓ બોલ્યા : “એક કરતાં બે ભલા; માટે, રવાભાઈ બાપુ, ભલેને ઈયે સાથે આવે.”

રવાભાઈએ વધુ આગ્રહ ન કર્યો અને સૌ રસાલાએ આગળ ચાલવા માંડ્યું.

<center></center>
રવાભાઈ કાઠિયાવાડમાં આવેલા પચ્છેગામના દેવાણી ભાયાત વડોદ(દેવાણી)ના ભાગીદાર હતા. સૌ ભાવનગરથી આવતાં કાળિયા આંબા આગળ સાથે થયા હતા.

રોંઢો ઢળ્યો અને સાંજ નમવા માંડી હતી ત્યારે ચોગઠ અને ડભાળિયા ગામ વચ્ચે કાળીસર નદી ઊતરીને સૌ સામે કાંઠે ચડ્યા. તે જ સમયે રવાભાઈની ચકોર અને વહેમીલી આંખોએ બીજા બે શસ્ત્રધારી પુરુષોને રસ્તા વચ્ચે બેઠેલા જોયા. પ્રથમથી જ આ રજપૂત ચારેય તરફ નજર ફેરવતો હોશિયારીથી ચાલતો હતો, એમાં પોતે માર્ગમાં બેઠેલા શસ્ત્રધારી પુરુષોને જોઈ આડીઅવળી નજર ફેરવી. ત્યાં તો દૂરથી આડે માર્ગે બીજા બે શસ્ત્રધારી પુરુષોને પણ પોતાની તરફ આવતા જોયા. એક તો પ્રથમથી જ સાથે ચાલતા બે હથિયારબંધ માણસો વિષે એને વહેમ હતો, અને તેમાં આ બધો મેળ જોઈને એને ખાતરી થઈ કે આ સાથે ચાલનાર શસ્ત્રધારીઓ જુંબેદાર નથી પણ આ વાણિયાઓ ઉપર હેરુ છે. ધીંગાણું કરવાનો વખત આવી પહોંચ્યો છે એમ ધારીને પોતાની ભેટ કસી, તરવારની કોંટી છોડી, હોશિયાર થઈ, શું થાય છે તે જોતા રવાભાઈ ચુપચાપ આગળ ચાલ્યા.

Line 37: Line 37:
વાણિયા તો સૌ બીકથી દૂર ખસી ગયા, સાથેના રજપૂતોમાંથીય રજપૂતાઈની રજ ઊડી ગઈ. પણ જગો કોળી હાથમાં મોટું આડું લઈને દુશ્મનના ઘા ઝીલવા રવાભાઈની પીઠ પાછળ આવી ઊભો. આ બધું એક પળમાં બની ગયું.

ધોકાનો ઘા ખાલી જવાથી લૂંટારાઓ વધારે ખિજાયા; અને રવાભાઈ હજી તૈયારીમાં હતા ત્યાં તો દુશ્મનોમાંથી એકે જોરથી રવાભાઈ ઉપર તરવારનો ઘા કર્યો. રવાભાઈ જરા પાછળ હઠી ઘા ચૂકવવા ગયા ત્યાં તો હાથના જમણા કાંડા ઉપર બીજો સખત ઘા પડ્યો.

એક તો પોતાને નકોરડો ઉપવાસ હતો, તેમાં પાછા હઠતાં ઠેસ આવી અને ઉપરથી ઘા પડ્યો; એટલે રજપૂતનું શરીર લથડ્યું અને લથડતા શરીર ઉપર દુશ્મને તરત જ લાગ જોઈ બીજો ઘા કર્યો. પરંતુ ઘણી જ ચપળતાથી એ ઘા ચુકાવી, પડતાં પડતાં, રવાભાઈએ જોરથી તરવારનો લેખણવઢ ઘા કરીને એકને જમીનદોસ્ત કર્યો અને પોતે પાછા ઊભા થઈ ગયા. એટલામાં બીજા દુશ્મને માથા ઉપર તરવારનો ઘા કર્યો, તે પોતાના માથામાં વાગ્યો; પરંતુ તરવારના એક જ ઘાથી એ દુશ્મનને તો પોતે ઠાર કર્યો. આમ એક ઠાર થયો અને એક સખત જોખમાયો; એટલે બાકીના દુશ્મનો નાહિંમત થઈ ગયા અને બન્ને લાશો ઉપાડી જીવ લઈ નાઠા.  
એક તો પોતાને નકોરડો ઉપવાસ હતો, તેમાં પાછા હઠતાં ઠેસ આવી અને ઉપરથી ઘા પડ્યો; એટલે રજપૂતનું શરીર લથડ્યું અને લથડતા શરીર ઉપર દુશ્મને તરત જ લાગ જોઈ બીજો ઘા કર્યો. પરંતુ ઘણી જ ચપળતાથી એ ઘા ચુકાવી, પડતાં પડતાં, રવાભાઈએ જોરથી તરવારનો લેખણવઢ ઘા કરીને એકને જમીનદોસ્ત કર્યો અને પોતે પાછા ઊભા થઈ ગયા. એટલામાં બીજા દુશ્મને માથા ઉપર તરવારનો ઘા કર્યો, તે પોતાના માથામાં વાગ્યો; પરંતુ તરવારના એક જ ઘાથી એ દુશ્મનને તો પોતે ઠાર કર્યો. આમ એક ઠાર થયો અને એક સખત જોખમાયો; એટલે બાકીના દુશ્મનો નાહિંમત થઈ ગયા અને બન્ને લાશો ઉપાડી જીવ લઈ નાઠા. <ref>ચોર-લૂંટારાઓને, પોતે કોણ હતા તે ઓળખાઈ ન જાય એટલા માટે પોતાના મરનાર સાથીઓનાં મુડદાં ઉપાડીને જ ભાગવું પડે, માટે જ તેઓ પોતાનાં વધુ માણસો મરવા ન દેતાં ભાગી નીકળે છે.</ref>
રવાભાઈની પીઠના કેટલાક ઘા તો જગા કોળીએ ‘આડા’ ઉપર ઝીલી લીધા હતા. તોય વાંસામાં તથા હાથે એમ બે-ત્રણ ઘા અને માથામાં એક સખત ઘા લાગેલા જ; છતાં રણે ચડેલો રજપૂત હાથમાં ખુલ્લી તરવારે દુશ્મનોની પાછળ દોડ્યો. ત્યાં તો વાણિયાઓ વગેરેએ દોડીને દરબારને પકડી લીધા. કેટલીય વારે માંડમાંડ શૂરવીરતાનો ઊભરો શાંત થયો, ત્યારે જ માથાના ઘા વાગ્યાની ખબર રવાભાઈને પડી.

રવાભાઈ સ્વામીનારાયણના પાકા ભક્ત હતા. પોતે જાણ્યું કે હું હમણાં જ બેભાન થઈ જઈશ, એટલે તરત જ સૌને કહી દીધેલું કે ‘મારા પ્રાણ જાય તો ભલે, પણ મને મારા ભાઈઓ દવા તરીકે દારૂ પાય તો પાવા દેશો નહિ.’

26,604

edits