18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સૂરજ–પાંદડું વ્રત|}} {{Poem2Open}} આષાઢની અજવાળી અગિયારશે શરૂ થાય. સૌભાગ્યવતી હંમેશ સૂરજની પૂજા કરે : સાડા ચાર મહિને એક ટંક જમે : પિત્તળનાં થાળી વાટકામાં ન જમે : પતરાવળામાં જમે : વરસાદ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
વરસાદને લઈને સૂરજ ન ઊગે એટલા દિવસના અપવાસ પડે. | વરસાદને લઈને સૂરજ ન ઊગે એટલા દિવસના અપવાસ પડે. | ||
ઊજવણામાં કાંસાનું પદ આપે, રૂપાનો સૂરજનો રથ ને સોનાની સૂરજની મૂર્તિ ને રૂપાનો ચાંદો બ્રાહ્મણને આપે. | ઊજવણામાં કાંસાનું પદ આપે, રૂપાનો સૂરજનો રથ ને સોનાની સૂરજની મૂર્તિ ને રૂપાનો ચાંદો બ્રાહ્મણને આપે. | ||
વ્રતની કથા આમ કહેવાય છે. | |||
[આ વાર્તા ગુજરાત તરફ કહેવાય છે.] | |||
સૂર્યનારાયણ હતા. | |||
સૂર્યનારાયણની માએ સૂર્યનારાયણને કહેવા માંડ્યું, | |||
ભાઈ, ભાઈ, તમે પરણોને. | |||
મા, મારે પરણ્યે ઘણું સંકટ થશે ને, | |||
ભાઈ, મારે વૃદ્ધપણું થયું છે ને | |||
મારાથી કાંઈ કામ નીપજતાં નથી ને | |||
માટે તમે પરણો ને. | |||
ત્યારે કહે : વારુસ્તોને. | |||
આપણા જોડેના વનમાં એક રન્નાદે છે ને; | |||
એક ડોસી છે ને, | |||
તમે ત્યાં જઈ કહી આવોને, | |||
‘તમારી રન્નાદેને સૂર્યનારાયણ જોડે પરણાવશો ને?’ | |||
માએ તો જઈને કહ્યું છે ને | |||
ડોશીએ તો જવાબ દીધો છે ને કે — | |||
“ત્યારે તમારા સૂર્યનારાયણ | |||
પૃથ્વી પરક્મા કરવા જાય ને મારી રન્નાદે | |||
ઊગતાં ને આથમતાં સુધી ભૂખી મરે ને.” | |||
ત્યારે કહે છે, સારું ને. | |||
સૂર્યનારાયણ ઊગીને આવ્યા. | |||
પોતાની માને પૂછવા લાગ્યા. | |||
“ભાઈ, મને તો ના કહીને, | |||
એ ને એમ કહેવા લાગ્યાં કે, | |||
ઊગતાં ને આથમતાં ભૂખે મરે ને?” | |||
સૂર્યનારાયણે કહેવા માંડ્યું ને | |||
આપણાં માગાં પાછાં ઠેલ્યાં ને, | |||
આપોઆપ હા કે’વડાવું ને! | |||
એમણે તો તડકા ને તાપ મેલ્યા ને, | |||
માણસ આકળવીકળ કર્યાં ને. | |||
કોઠીઓ કલાડાં ભાંગી ગયાં ને | |||
તાવડીઓ તૂટી ગઈ ને | |||
રન્નાદેની માની તાવડી ભાંગી ગઈ ને | |||
રન્નાદેને એમની માએ પૂછવા માંડ્યું ને, | |||
બોન, આપણે કોઈની તાવડી ખપે નહિ ને, | |||
ભાખરી સારુ તાવડી માટે | |||
સૂર્યનારાયણની માને ઘેર જાવ ને! | |||
રન્નાદે તો સૂર્યનારાયણને ઘેર ગયાં ને, | |||
અમને તમારી તાવડી આલો ને! | |||
બાંન, બાંન, તારે મોઢે વાત કરીએ તો તું શું જાણું રે! | |||
તારી માને મોકલ ને! | |||
રન્નાદે તો ઘેર પાછાં ગયાં ને, | |||
મા, મા, મને ના કહીને, | |||
બાંન, તું શરત ઓઢમાં શું જાણું ને | |||
રન્નાદેની મા સૂર્યનારાયણને ઘેર ગયાં ને, | |||
‘તમારી તાવડી આલો ને.’ | |||
‘ત્યારે ભાંગી ઠીંકરી. લઉં દીકરી.’ | |||
ત્યારે કહે, ‘વારુસ્તો ને.’ | |||
હું રન્નાદેને મોકલું છું ને, | |||
રન્નાદે તો તાવડી લેવા ગયાં છે ને, | |||
રોટલા ઘડી તાવડી પાછી મોકલે છે ને, | |||
આકાશમાંથી બે સાંઢિયા સૂર્યનારાયણે મોકલ્યા ને, | |||
બીક લાગીને હાથમાંથી તાવડી સરી પડી ને, | |||
ત્યારે રન્નાદે વીલે મોઢે ગયાં ને, | |||
‘મા, મા, તાવડી ભાંગી ગઈ ને.’ | |||
‘ત્યારે, બાંન કશી ફિકર નહીં ને, | |||
શરતે પઠીશું ને!’ | |||
ડોશી તો ડોશીને કહેવા ગયાં ને | |||
‘તમારી તાવડી ભાંગી ગઈ ને.’ | |||
‘ત્યારે બોલ્યાં હો તે કબૂલજો ને.’ | |||
સૂર્યનારાયણ ઊગીને આવ્યા ને, | |||
ભાઈ, તાવડી તો ભાંગી ગઈ ને, | |||
તમારા તો વિવાહ થયા ને, | |||
પૈઠણ થઈ ને, | |||
વિવાહ નક્કી કર્યો ને, | |||
સૂર્યનારાયણની મા તો કહેવા ગયાં ને, | |||
“મારા સૂર્યનારાયણ તો પરણવા આવશે ને.’ | |||
“તમારી જાદવ કુળની જાન, | |||
મારે કશી સગવડ છે નહિ ને.” | |||
“વડીઓ પાપડની સોરામણ રાખવી નહિ ને, | |||
પીરસાં રાંધવાની સોરામણ રાખવી નહિ ને, | |||
સૂર્યનારાયણ પાસે અક્ષેપાતર છે ને; | |||
પાંચે પકવાન ઊભરાશે ને | |||
નાતજાતો જમી રહેશે ને. | |||
સૂર્યનારાયણ લગ્ન નિરધારી પરણવા આવ્યા ને, | |||
એમને ઘેર તો તેત્રીસ કરોડ દેવ લઈને આવ્યા ને, | |||
રન્નાદેને મંડપમાં પધરાવ્યાં છે ને; | |||
ચારે મંગળ પરિપૂર્ણ થઈ રહ્યાં ને, | |||
જાન તો ભાવતાં ને ફાવતાં જમે છે ને, | |||
તેને કશી ન્યૂન નથી ને, | |||
રન્નાદેની માએ મળી એવી યથાશક્તિ પહેરામણી આપી ને, | |||
રન્નાદેને વિદાય કર્યાં ને. | |||
ત્યારે સૂર્યનારાયણ ઘેર આવ્યા ને, | |||
ત્યારે તેમણે જ ઊગવા જવા માંડ્યું ને, | |||
રન્નાદેએ કહ્યું : “સાકરનું પાણી પીતા જાવ ને. | |||
મારે જમવાની છૂટી થાય ને.’ | |||
‘હું તો જગતનો પિતા કહેવાઉં ને | |||
‘મારે તો કીડીથી કુંજર સુધી પૂરું કરવાનું ને | |||
‘મારાથી જમાય નહિ ને.’ | |||
સૂર્યનારાયણ તેમ કરી ઊગવા ગયા ને, | |||
ત્યારે રન્નાદેએ વિચાર કર્યો ને | |||
એ કીડી કુંજરનું પૂરું કરે છે ને | |||
આજે આપણે નેટુ જોઈએ ને. | |||
એક કીડી હશે ને, | |||
જતી’તી ડાબલીમાં નાખી ને. | |||
રન્નાદેએ નાહી ધોઈ ને ચોખાનો કપાળમાં ચાંલ્લો કર્યો હતો ને, | |||
જેવી ડાબલી અડકાવા જાય છે | |||
તેમ ચોખાનો દાણો ડાબલીમાં પડી ગયો ને, | |||
તેમણે તો કોઠીમાં ડાબલી સંતાડી દીધી ને. | |||
સૂર્યનારાયણ તો આથમીને ઘેર આવ્યા ને | |||
ત્યારે એમણે તો પૂછવા માંડ્યું : | |||
‘તમે બધાનું પૂરું કર્યું?” | |||
‘હા, હું તો બધાનું પૂરું કરીને આવ્યો ને.’ | |||
‘કીડીથી કુંજર સુધી કર્યું છે ને?’ | |||
‘તમારી જાણમાં હોય તો લાવો ને!’ | |||
ત્યારે પેલાં તો ધાયાં ધાયાં ડાબલી લઈને આવ્યાં ને, | |||
ઓળ છપે ડાબલી ઉઘાડી જોઈ ને | |||
કીડી ચોખાનો દાણો ખાતી’તી ને | |||
ધીમી રહીને ચોખાનો દાણો વેગળો મેલ્યો ને, | |||
ત્યારે સૂર્યનારાયણને ડાબલી બતાવી, | |||
તેમણે તો ઉઘાડી ને જુએ તો કીડી મહીં ભૂખી છે ને | |||
ત્યારે સૂર્યનારાયણે કહેવા માંડ્યું, | |||
“એ તો કીડી ચોખાનો દાણો ખાતી’તી તે તમે આઘો મેલ્યો ને” | |||
“ત્યારે જે થાય તે તમે બધું જાણો છો?” | |||
“હું તો બધુંયે જાણું ને.” | |||
“આપણી પાડોશણમાં છાણાં કોણે લીધાં છે ને?” | |||
“થોડાબોલી થઈ જાય છે ને, | |||
વત્તાબોલીને માથે પડે છે ને.” | |||
સૂર્યનારાયણ તો ઊગવા ગયા ને, | |||
ત્યારે પેલી તો સહિયરો પાણી ગયાં ને, | |||
તેમની જોડે રન્નાદે પાણી ગયાં છે ને, | |||
“અલી ઓ, આમ આવ, તને વાત કહું ને, | |||
તારાં છાણાં તો પેલી વત્તાબોલી નથી લઈ જતી | |||
પણ થોડાબોલી લઈ જાય ને, | |||
તું વત્તાબોલીને ગાળો ભાંડીશ નહીં ને.’ | |||
“તને કોણ કહ્યું ને?” | |||
“મને મારા સૂર્યનારાયણે કહ્યું છે ને.” | |||
પેલાં તો કટમકટા લડવા માંડ્યું ને | |||
સામાસામી ગાળો ભાંડે છે ને, | |||
પાંચ પચાસ ગાળો સૂર્યનારાયણને ભાંડી છે ને. | |||
સૂર્યનારાયણ ઊગીને ઘેર આવ્યા ને, | |||
તમે ચાડી ખાધી ને, | |||
મને ગાળો ભંડાવી ને, | |||
માટે તમને શાપ દઉં છું ને, | |||
તમે બૈરાંના પેટમાં વાત નહિ ટકે ને, | |||
તમે ભભડતાં ભભડતાં રહેશો ને, | |||
સંતોષ ને સબૂરી નહિ વળે ને.’ | |||
એક દહાડો સૂર્યનારાયણ જમ્યા, | |||
ને બે ગ્રાસ રહ્યા છે ને; | |||
એક ગ્રાસ સાસુ ખાય છે, | |||
એક ગ્રાસ રન્નાદે ખાય છે; | |||
સૂર્યનારાયણે માને પૂછવા માંડ્યું ને, | |||
મા, મા, કેમ સુકાયાં છો ને, | |||
‘ભાઈ, ઘરની વાત જાણો છો ને, | |||
તમારે કશું અજાણ્યું નથી ને.’ | |||
‘જુઓ, મારે પરણ્યે બહુ દુઃખ આવ્યું ને.’ | |||
‘ભાઈ, કશીયે ફિકર નહિ ને.’ | |||
રન્નાદે એક દહાડો કરગરીને કહેવા લાગી ને, | |||
‘હવે ભાઈશા’બ, શાપના અનુગ્રહ કરો ને, | |||
બધુંય દુઃખ વેઠાય પણ ભૂખનું દુઃખ વેઠાતું નથી ને, | |||
એક ગ્રાસ તમારી મા ખાય છે, | |||
ને એક ગ્રાસ હું ખાઉં છું ને, | |||
માટે હવે મને અનુગ્રહ કરો ને.’ | |||
‘તમે મારું વ્રત કરો ને.’ | |||
‘તમારું વ્રત હું જાણતી નથી ને?’ | |||
‘સવાત્રણ શેર ચોખાનો લોટ, | |||
સવાશેર ઘી, | |||
સવાશેર ખાંડ. | |||
એના ફીણીને લાડુ કરો, | |||
રૂપાનો રથ કરાવો, | |||
સૂર્યનારાયણની મૂર્તિ કરાવો, | |||
એક પાત્રમાં ફદિયું મેલી ને, | |||
મંદિરમાં અર્પણ કરો ને, | |||
તો તમને સંતોષ વળશે ને.’ | |||
પછી રન્નાદેએ વ્રત કર્યું ને | |||
છ મહિના વ્રત, વાત સાંભળીને ખાવાનું ને. | |||
એમને તો એક દિવસ વાત સાંભળનાર મળે નહિ ને, | |||
વનમાં ગૌતમ ઋષિ બેઠા’તા ને, | |||
ઋષિના શાપે અહલ્યા શલ્યા હતાં ને, | |||
તે શલ્યા અગાડી ઋષિ બેઠેલા છે ને, | |||
ત્યાં આગળ રન્નાદે વાત કહેવા ગયાં ને, | |||
શલ્યા હતાં તે અહલ્યા થઈ ગયાં ને. | |||
બીજે વને ગયાં ને, | |||
સીતારામ બેઠાં’તાં ને | |||
ત્યાં આગળ સીતારામને વાત કરી ને, | |||
સીતામાતાએ વ્રત કર્યાં ને, | |||
વનવાસ છોડી અયોધ્યા ગયાં ને; | |||
અયોધ્યાની ગાદીએ બેઠાં ને. | |||
દુઃખના માર્યાં તારામતી પાણી ભરતાં’તાં ને, | |||
હરિશ્ચંદ્ર રાજા પરઘેર મજૂરી કરતા’તા ને, | |||
હરિશ્ચંદ્ર રાજા, તારામતી અને રન્નાદે ત્રણે બેઠાં છે ને | |||
રન્નાદેએ વાત કહી ને, | |||
એમના દુઃખના દહાડા નિવારણ થઈ ગયા ને, | |||
સૂર્યનારાયણની સહાયતાએ, | |||
એમને એમનાં અમર રાજ મળ્યાં ને. | |||
રન્નાદે ઘેર આવ્યાં ને. | |||
સૂર્યનારાયણે અખેપાત્ર સામું જોયું ને; | |||
એમને મનમાં વિચાર થયો ને; | |||
રન્નાદેને નગર જમાડ્યાની વરતી છે ને, | |||
એની કૃપાદૃષ્ટિથી અખેપાત્રમાં અન્ન ઊભરાયાં ને, | |||
રિદ્ધિસિદ્ધિ બે બારણે થઈ રહીને, | |||
સૂર્યનારાયણનાં કરેલાં વ્રત પરિપૂર્ણ થયાં ને, | |||
જય સૂર્યનારાયણ! | |||
દેવને ફળ્યાં. | |||
એવાં માનવીને ફળજો. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Line 15: | Line 230: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = વાર્તા | ||
|next = | |next = ખિલકોડી વહુ | ||
}} | }} |
edits