સોરઠી બહારવટિયા ભાગ-2/ઇણાજનો નાશ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 34: Line 34:
“મેં કહ્યું કે ‘સાહેબ, એવું કાંઈ જ નથી.’ ”

ડાહ્યા, ધીરા અને ગરવા મોંવાળા કાદરબક્ષે અદબથી કહ્યું, “બડાભાઈ! એ વાત તો સાચી છે. તે દિવસે આપણા બનેવી લશ્કરાન સાથે કજિયો થયો. તેની તપાસ કરવા આસિસ્ટંટ પોલીસ ઉપરી હોરમસજી કોઠાવાળા આવ્યા. તેને આપણે ઇણાજમાં ક્યાં આવવા દીધા હતા? ગામને ઝાંપે આપણે ભરીબંદૂકે વિલાયતીઓનો પહેરો બેસાર્યો હતો.”

અલીમહમદે ખામોશીથી કહ્યું, “તમારી એ વાત સાચી છે, ભાઈ કાદરબક્ષ! આપણી એ કસૂર થઈ કહેવાય. પણ મારા ગામમાં વળી પોલીસ કેવી, એ જીદ ઉપર હું દોરાઈ ગયો હતો. ખેર! પણ હવે તો મને દીવાને હુકમ દીધો છે કે ‘કાલ સવાર સુધીમાં હથિયાર છોડી દ્યો, અને ઇણાજ ગામ ખાલી કરો. તમને સરકાર બીજું ગામ ખાવા આપશે.’ હું જવાબ દઈને આવતો રહ્યો છું કે ‘મારા ભાઈઓને પૂછીને કહેવા આવીશ.’ મને ચેતવણી આપેલી છે કે ‘કાલ સવાર સુધીમાં હા-નાનો જવાબ લઈ વેરાવળ નહિ આવી પહોંચો તો ઇણાજને ફૂંકી દેવા ફોજ મોકલશું’. હવે બોલો ભાઈ, હથિયાર અને ઇણાજ છોડવાની હા કહેતા હો તો હજી વખત છે. તમે વેરાવળ જઈ પહોંચો.”
અલીમહમદે ખામોશીથી કહ્યું, “તમારી એ વાત સાચી છે, ભાઈ કાદરબક્ષ! આપણી એ કસૂર થઈ કહેવાય. પણ મારા ગામમાં વળી પોલીસ કેવી, એ જીદ ઉપર હું દોરાઈ ગયો હતો. ખેર! પણ હવે તો મને દીવાને હુકમ દીધો છે કે ‘કાલ સવાર સુધીમાં હથિયાર છોડી દ્યો, અને ઇણાજ ગામ ખાલી કરો. તમને સરકાર બીજું ગામ ખાવા આપશે.’ હું જવાબ દઈને આવતો રહ્યો છું કે ‘મારા ભાઈઓને પૂછીને કહેવા આવીશ.’<ref>કહેવાય છે કે અલીમહમદ વેરાવળ અને પ્રભાસપાટણમાં પોતાનાં સગાંસાંઈ અને દોસ્ત આશનાને છેલ્લી વાર ભેટી લઈને જ ઇણાજ આવેલ હતો ને ત્યાં રાતે દાલ-પુલાવ રાંધી, દીકરા-દીકરીઓનાં લગ્ન કર્યાં હતાં અને જાફરાન (કેસર) છાંટી લીધું હતું.</ref> મને ચેતવણી આપેલી છે કે ‘કાલ સવાર સુધીમાં હા-નાનો જવાબ લઈ વેરાવળ નહિ આવી પહોંચો તો ઇણાજને ફૂંકી દેવા ફોજ મોકલશું’. હવે બોલો ભાઈ, હથિયાર અને ઇણાજ છોડવાની હા કહેતા હો તો હજી વખત છે. તમે વેરાવળ જઈ પહોંચો.”
“તમારી ખુદની શી મતલબ છે, બડા ભાઈ?”
“તમારી ખુદની શી મતલબ છે, બડા ભાઈ?”
“હું તો હથિયાર નહિ છોડી શકું. હથિયાર તો મને મારા જાનથી જ્યાદે પ્યારાં છે. એટલે હું આંહીં ઘરઆંગણે બેઠો બેઠો મારી ઇજ્જત માટે મરીશ.”

Line 70: Line 70:
સાંજ પડવા માંડી હતી ત્યાં જ બધું પૂરું થઈ ગયું. મરેલાંઓની લાશો ગોતાવા લાગી. લાશો ગોતતાં ગોતતાં કોઈનું ધ્યાન આંબલીના ઝાડ માથે ગયું. ત્યાં ઊંચી ઊંચી ડાળ્યે એક લોથ લટકતી હતી. લોથ નીચે ઉતરાવી. ઓળખાયો : આ તો ઇણાજનો મકરાણી જુવાન દીનાર : ઓલ્યો આંબલીની ઘટામાંથી સવારથી સાંજ સુધી ગોળીઓના મે વરસાવનારો : આંબલીની ડાળ સાથે ફેંટાથી પોતાનું શરીર બાંધીને એ લડેલો લાગ્યો.એના પેટ, પેડુ અને છાતીમાં આવા જખ્મો હતા. અને દરેક જખ્મના ખાડામાં લૂગડાંના કકડાના ગાભા ખોસેલા નીકળ્યા. એ ચીથરાં એના પોતાના જ કપડામાંથી ફાડેલાં હતાં. શું એ શૂરો જુવાન ગોળીઓ ખાતો ખાતો જખ્મોમાં ગાભા ભરી ભરી તે ઉપર ભેટ કસકસાવીને આંબલીને ઝાડેથી દી આથમ્યા સુધી લડતો હતો! શું છેલ્લી ગોળી અને છેલ્લો દમ ખૂટ્યાં ત્યાં સુધી આ જુવાન ઝૂઝ્યો હતો! દેસાઈ હરભાઈ કહેતા કે “મેં જ્યારે એની કમર છોડાવી ત્યારે તૂર્ત જ એના આંતરડાં બહાર નીકળી પડ્યાં હતાં ને અમલદારો ‘આફરીન! આફરીન!’ કરતા ખુરશી પરથી ઊભા થઈ ગયા હતા.”

આ દીનાર એકલો આંહીં આંબલી ઉપર ક્યાંથી? વહેલો ઊઠીને એ તો સીમમાં આંટો દેવા ગયેલો. પણ પાછો વળે તે પહેલાં તો ફોજ આવી પહોંચેલી. દીનાર ગામમાં ન જઈ શક્યો એટલે આંબલી પર ચડીને એકલે હાથે લડ્યો.

ઘાયલ થઈને ઘરમાં પડેલા જુવાન અબ્દરહેમાનની લોંઠકાઈ પણ ક્યાં ઓછી હતી? એનું કાંડું લબડી પડ્યું હતું. દાક્તર એને તપાસવા આવ્યા. તપાસીને દાક્તરે કહ્યું કે “ધોરી નસો કપાઈને સામસામેની ચામડીનાં પડોમાં પેસી ગઈ છે. તેથી શીશી સુંઘાડવી પડશે.” બાળકે હાથ લાંબો કર્યો અને કહ્યું, “મલમપટ્ટા બાંધના યાદ હૈ, તો બાંધો, ખટખટ મત કરો! શીશી નહિ મંગતા!” ને જ્યારે દાક્તરે એ તૂટેલી નસોના છેડા ચીપિયાથી ખેંચીને બાંધ્યા ત્યારે આ ચૌદ વરસના બાળકે સિસકારોય નહોતો કર્યો.  
ઘાયલ થઈને ઘરમાં પડેલા જુવાન અબ્દરહેમાનની લોંઠકાઈ પણ ક્યાં ઓછી હતી? એનું કાંડું લબડી પડ્યું હતું. દાક્તર એને તપાસવા આવ્યા. તપાસીને દાક્તરે કહ્યું કે “ધોરી નસો કપાઈને સામસામેની ચામડીનાં પડોમાં પેસી ગઈ છે. તેથી શીશી સુંઘાડવી પડશે.” બાળકે હાથ લાંબો કર્યો અને કહ્યું, “મલમપટ્ટા બાંધના યાદ હૈ, તો બાંધો, ખટખટ મત કરો! શીશી નહિ મંગતા!” ને જ્યારે દાક્તરે એ તૂટેલી નસોના છેડા ચીપિયાથી ખેંચીને બાંધ્યા ત્યારે આ ચૌદ વરસના બાળકે સિસકારોય નહોતો કર્યો.<ref>ઇણાજની લડાઈમાં અવલથી આખર સુધી હાજર રહેનાર દેસાઈ હરભાઈ પોતાનાં છોકરાં ગૂમડાં ફોડાવતાં પણ રુએ ત્યારે આ કથા કહી તેઓને છાનાં રાખતાં.</ref>
આજે એ અબ્દરહેમાન અંગ્રેજી ભાષા જાણે છે. ગામડામાં બેસી ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામનાં ગૂઢ તત્ત્વોનો અભ્યાસ કરે છે. જુઓ તો જણાય જ નહીં કે આ એ જ અબ્દરહેમાન. તેની સાથેનો બીજો વીર બાલક ગુલમહમદ સનવાવવાળો. એણે આ ધીંગાણામાં શો ભાગ ભજવ્યો તે તો ખબર પડતી નથી, પણ એ બન્નેએ જેલમાં બેસી જન્મકેદ રહ્યો રહ્યો અનેક કેદીઓને સુધાર્યા, માર્ગે ચડાવ્યા, ને આખરે જે દિવસ તેઓની પણ બેડીઓ તૂટી, તે દિવસ આખી કાઠિયાવાડ રાજી થયેલ.

રાત પડી, પણ ગામનો કબજો સાચવવા કોઈ કબૂલ થતું નથી. આખરે જગતસિંહ કરીને એક શીખ સિપાઈ અને એની હિમ્મતે બે બીજા મળીને રાત રહ્યા. ઇણાજ ગામ પર લશ્કરી પહેરો બેઠો. કાદુ, અલાદાદ, દીનમહમદ, ફકીરમહમદ અને કાજી વિલાયતી, એમ પાંચ જણા રાતના અંધારામાં પાછા આવ્યા અને ઓરડામાં પૂરેલાં બીબી અમનને બાળબચ્ચાં સાથે બહાર કાઢી ચાલ્યા ગયા.

18,450

edits