26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(3 intermediate revisions by the same user not shown) | |||
Line 38: | Line 38: | ||
</center> | </center> | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | |||
'''[હે રાજા! ચારણી એટલે બહેન : ને તું ક્ષત્રિય એટલે ભાઈ : ચારણ-રજપૂતો વચ્ચેનો આદિથી ચાલ્યો આવતો આ સંબંધ : છતાં, હે કચ્છમાંથી આવેલ જાડેજા રાજા (કાછેલા)! તેં ‘ભાભી’ એવું કુવચન મારા કયા અપરાધે કાઢ્યું?]''' | |||
સાંભળીને રાજા ભાગ્યો. પાછળ થાળી સોતી ચારણીએ દોટ દીધી. ‘લેતો જા! બાપ, લેતો જા!’ એવા સાદ કરતી કામબાઈ પાછળ પડી અને ફરી દુહો કહ્યો : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<center> | |||
સંચેલ ધન ચારણ તણાં, જરશે નહિ જસા, | |||
અજરો રે અસા, લોઢું લાખણશિયડા! [2] | |||
</center> | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
'''[હે જામ લાખા! આ તો ચારણનાં રૂપ-રૂપી ધન : એ તને નહિ પચે. આ તો લોઢું કહેવાય, એનો તને અપચો થશે.]''' | |||
જામ ઘોડો દોડાવ્યે જાય છે. નગરમાં પેસી જાય છે. પાછળ ચારણી પડી છે. એના મોંમાંથી દુહો ગાજે છે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<center> | |||
ચમકપાણ લોહ ઓખદી, પાનંગ વખ પરાં, | |||
અમરત ખાધે ન ઊતરે, ચારણ-લોઈ બરાં! [3] | |||
</center> | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
'''[લોઢું ન જરે તો તેની ઔષધિ ચમકપાણ નામનો પથ્થર છે. સાપના વિષનું ઔષધ અમૃત છે, પરંતુ અમૃત ખાવાથી પણ જેનું ઝેર ન ઊતરે તેવાં બૂરાં તો ચારણનાં લોહી છે.]''' | |||
નગરના મહેલમાં જામે સાંભળ્યું કે ચંડિકા સમી ચારણી હજુ તો શરીરના ટુકડા કરતી ને સીમાડે લોહી છાંટતી ચાલી આવે છે. રાજા સામા ગયા. મોંમાં તરણું લઈને બોલ્યા : “માતાજી, મને પારકાએ ભુલાવ્યો. હવે ક્ષમા કરો.” | |||
“હું તને માફ કરું છું, પણ એક વાત યાદ રાખજે : આ તારા મહેલની ઓતરાદી બારી કદી ઉઘાડીશ નહિ.” | |||
<center></center> | |||
બાર વરસ વીતી ગયાં. જામે બીજી વાર લગ્ન કર્યાં. નવાં રાણીની સાથે પોતે એક દિવસ મહેલમાં બેઠેલા છે. | |||
રાણીએ પૂછ્યું : “દરબાર, ઓતરાદી દશ્યેથી દરિયાના પવનની લહેરો આવે, રળિયામણા દેખાવો જોવાય; છતાં એ જ બારી શા માટે બંધ કરાવી છે?” | |||
“ત્યાં એક ચારણી બળી મૂઆં છે, એની મના છે!” | |||
“કેટલો વખત થયો?” | |||
“બાર વરસ.” | |||
હસીને રાણી બોલ્યાં : “ઓહોહોહો! આજ બાર-બાર વરસે કાંઈ એની મનાઈને ગણકારવાની હોય?” | |||
રાણીના આગ્રહથી એ બંધ બારીની ઇંટો કાઢવામાં આવી. સામે જ દરિયાનો વિશાળ ખારોપાટ વરસાદના જળમાં ડૂબેલો પડ્યો હતો. ચોમાસા સિવાયની ઋતુમાં એ ખારાપાટ વચ્ચે પરગામનો કેડો પડતો. બરાબર જાંબુડાથી જે કેડો આવતો હતો તે જ એ કેડો : પણ અત્યારે એ પાણીમાં ડૂબેલો હતો. આઘે આઘે જાણે એ પાણી ઉપર આગ બળતી હતી. | |||
જામ લાખાએ રાણીને બોલાવ્યાં. આંગળી ચીંધી જામે રાણીને કહ્યું : “જુઓ રાણીજી, ઓલી જગ્યાએ પાણીની સપાટી ઉપર ભડકા બળે; ત્યાં એ ચારણ્ય બળી મરેલી.” | |||
પણ રાજા જ્યાં આંગળી ચીંધાડવા જાય, ત્યાં તો એ દૂર બળતી જ્વાળા આંગળીને ચોંટી. ઝડ! ઝડ! ઝડ! અંગ આખું સળગી ગયું. રાજા બળીને ખાખ થયો. ચારણોએ ગાયું : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<center> | |||
ચારણ ને ચકમક તણી, ઓછી મ ગણ્યે આગ! | |||
ટાઢી હોયે તાગ, (તોયે) લાગે લાખણશિયડા! [4] | |||
</center> | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
'''[હે લાખાજી જામ! ચારણની અંદર અને ચકમકની અંદર બેસુમાર અગ્નિ છુપાઈ રહ્યો છે. દેખાવમાં તો ચકમક ઠંડો છે, પણ એની સાથે ઘર્ષણ થાય ત્યારે બાળીને ખાખ કરે તેવા તણખા ઝરે છે. તેવી જ રીતે આ વૃત્તાંતમાં પણ અબોલ અને ઠંડી કામબાઈની અંદર ઊંડાણે આગ બળતી હતી. કોઈ ન સમજે કે એ બાળી શકશે. છતાં ત્યાંથી છૂટીને એ તને વળગી, તને બાળીને ભસ્મ કર્યો.]''' | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<center> | |||
જૂનો રાફ ન છેડીએ; જાગે કોક જડાગ, | |||
જાગી જાડેજા સરે; કામઈ કાળો નાગ. [5] | |||
</center> | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
'''[કોઈ રાફડાને જૂનો અને ખાલી સમજીને ઉખેળવો નહિ, કારણ કે એમાંથી કોઈક દિવસ ઝેરી સર્પ નીકળી પડે. જેવી રીતે ચારણ જ્ઞાતિરૂપી જૂના રાફડામાંથી જાડેજાને માથે કામબાઈ કાળા નાગ-શી જાગી.]''' | |||
{{Poem2Close}} | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ચાંપરાજ વાળો | |||
|next = કટારીનું કીર્તન | |||
}} |
edits