સૌરાષ્ટ્રની રસધાર ભાગ-2/રા’ નવઘણ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 206: Line 206:
એ દુઃખી બહેનના ભાઈનું ગીત જાણે ઝપડો ઘોડો ભજવી રહ્યો છે. વિમાસણના ઊંડા ઊંડા દરિયામાં ઊતરી ગયેલ નવઘણ બહેનની અવધે પહોંચાશે કે નહિ તેની ફિકર કરે છે અને ઝપડો ઘોડો પણ જાણે કે ધણીની એ ચિંતાને સમજે છે. એકલવાયો ચાલે છે. માર્ગે પાણી પણ પીતો નથી.

એવામાં એક દિવસ બપોરની વેળાએ એક નેસડાનું ઘટાદાર શીળું પાદર આવ્યું. મોરલા અને ઢેલડીઓ ઢૂંગે ઢૂંગે ચણે છે. આસપાસથી ગાયોનાં ગળાંની ટોકરીઓના રણકાર સંભળાય છે. સહુને અચંબો થાય છે કે આ શું! આખી સોરઠ સળગી ઊઠી છે તેમાં આ શીતળ લીલું સ્થાન ક્યાંથી? આસપાસ બીજું કોઈ માનવી નથી. તાજી નાહીને નીતરતી લટો ઝુલાવતી સાત નાની નાની બહેનો વડને થડે ‘ઘોલકી ઘોલકી’ની રમત રમી રહી છે. સાતેય અંગે કાળી લોબડીઓ ઓઢી છે.

{{Poem2close}}
{{Poem2Close}}
<poem>
<poem>
<center>
<center>
Line 325: Line 325:
‘જે જગદંબા!’ એવી હાકલ કરીને જુવાન નવઘણે ઝપડાને જળમાં ઝીંક્યો. પહાડનો તોખાર જાણે કે હણહણાટી મારતો જળઘોડલીઓની સાથે રમવા ચાલ્યો. પાછળ આખી ફોજનાં ઘોડાં ખાબક્યાં. મોજાં બેય બાજુ ખસીને ઊભાં. વચ્ચે કેડી પડી ગઈ. પાણીનાં ઘોડલાં ડાબાં ને જમણાં ઘણે દૂર દૂર દોડ્યાં ગયાં. (આજ એ કોરી ખાડીને કચ્છનું રણ કહેવામાં આવે છે.)

કચ્છ વળોટીને ગરવોરાજ સૂમરાની ધરા ઉપર ઊતર્યો : “સંસતિયા! હવે ઝટ મને લઈ જા, ક્યાં છે તમારા નેસ? ક્યાં બેઠી છે દુખિયારી બહેન? તું આગળ થા! બહેનનાં આંસુડે ખદબદી રહેલી એ ધરતી મને દેખાડ.” એમ તડપતો અધીર નવઘણ સિંધનો વેકરો ખૂંદતો ધસી રહ્યો છે.

— અને બહેન જાહલ પણ ફફડતી નેસમાં ઊભી છે. ઊંચે ટીંબે ચડીને સોરઠની દિશા ઉપર આંખો તાણે છે : ક્યાંય ભાઈ આવે છે? વીર મારાનો ક્યાંય નેજો કળાય છે? આજ સાંજ સુધીમાં નહિ આવે, તો પછી રાત તો સૂમરાની થવાની છે. સૂમરો સોયરે આંખો આંજીને, લીલી અતલસનો કસકસતો કસબી કબજો અંગે ધરીને, ડોલર-મોગરાના અર્ક ભભરાવતો આજે રાતે તો આવી પહોંચશે અને સૂમરાને ઢોલિયે આજ અધરાતે તો મારું મડદું સૂતું હશે. ઓહોહો! ભાઈ શું નહિ જ આવે? ભાઈ શું બોલકૉલ ભૂલ્યો? ભોજાઈના ફૂલહૈયા માથે શું એનું માથું મીઠી નીંદરમાં પડી ગયું? જીવવાની મમતા ન મુકાઈ? મરવું શું મારા વીરને વસમું લાગ્યું?

સાંજ પડી. તારોડિયા ઊગવા લાગ્યા. આખો નેસ નજીવા નગર જેવો સૂનસાન બન્યો. આહીરોએ માન્યું કે આજ રાતે આપણો જણેજણ ખપી જશે. એ ટાણે ઉત્તર ને દક્ષિણ બેય બાજુના સીમાડા ઉપર આભધરતી એકાકાર બની રહ્યાં હતાં. ડમરીઓ ચડતી હતી. દિશાઓ ધૂંધળી બની હતી.

ડમરીઓ ઢૂંકડી આવી. ઘોડાના ડાબલા બોલ્યા. ધરતી થરથરી. મશાલોની ભૂતાવળ મચી. એક દિશામાંથી સોરઠિયાણીનાં શિયળ લૂંટનારો આવે છે, ને સામી દિશામાંથી બહેનને કાપડું કરવા ધર્મનો ભાઈ ચાલ્યો આવે છે. બેયના નેજા ઝળેળ્યા. ભાઈને ભાલે બહેનને દેવાનું કાપડું ફરુકી ઊઠ્યું. સૂમરાને નેજે શાદીના કિનખાબ લહેરાતા હતા.  

26,604

edits