18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વરજાંગ ધાધલ}} {{Poem2Open}} અમરાપરીની અપ્સરાઓ મખમલના ગાલીચા ઉપર નાટારંભ કરતી ઇંદ્રનો શાપ પામીને મૃત્યુલોકમાં આવી પડી હોય એવી પચીસ જાતવંત ઘોડીઓ જેતપુરમાં દેવા વાળાની ડેલી બહાર પો...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
અમરાપરીની અપ્સરાઓ મખમલના ગાલીચા ઉપર નાટારંભ કરતી ઇંદ્રનો શાપ પામીને મૃત્યુલોકમાં આવી પડી હોય એવી પચીસ જાતવંત ઘોડીઓ જેતપુરમાં દેવા વાળાની ડેલી બહાર પોચી ધૂળમાં રુમઝુમાટ કરે છે. પડછંદ કાઠી અસવારોના પંજામાં લગામો કસકસે છે. પ્રભાતને પહેલે પહોરે પચીસ બરછીદાર કાઠીઓ, પૂળા પૂળા જેવડી મૂછો પર હાથ નાખતા ઘોડીઓને રાંગમાં રમાડે છે. ગોપીઓમાં કા’ન ખેલતો હોય તેવા દેવા વાળાનો પાણીદાર ઘોડો જાણે કે પોતે એકલો જ અડવો રહેલ હોવાથી અદેખાઈ આવતી હોય તેમ પોતાના ધણીને હાવળ દેવા લાગ્યો કે ‘હાલો! હાલો! હાલો!’ | અમરાપરીની અપ્સરાઓ મખમલના ગાલીચા ઉપર નાટારંભ કરતી ઇંદ્રનો શાપ પામીને મૃત્યુલોકમાં આવી પડી હોય એવી પચીસ જાતવંત ઘોડીઓ જેતપુરમાં દેવા વાળાની ડેલી બહાર પોચી ધૂળમાં રુમઝુમાટ કરે છે. પડછંદ કાઠી અસવારોના પંજામાં લગામો કસકસે છે. પ્રભાતને પહેલે પહોરે પચીસ બરછીદાર કાઠીઓ, પૂળા પૂળા જેવડી મૂછો પર હાથ નાખતા ઘોડીઓને રાંગમાં રમાડે છે. ગોપીઓમાં કા’ન ખેલતો હોય તેવા દેવા વાળાનો પાણીદાર ઘોડો જાણે કે પોતે એકલો જ અડવો રહેલ હોવાથી અદેખાઈ આવતી હોય તેમ પોતાના ધણીને હાવળ દેવા લાગ્યો કે ‘હાલો! હાલો! હાલો!’ | ||
આપો દેવો વાળા આવ્યા. દાઢીના થોભિયા ખભા પર ઢળકતા આવે છે, હાથમાં ભાલો અને ભેટમાં તરવાર છે, લોહીનો છાંટોયે કાઢ્યા વિના આરપાર વીંધી નાખે એવાં એનાં નેત્રો છે. ‘જે દેવળ વાળા!’ કહીને જેમ દેવો વાળો પેંગડામાં એક પગ પરોવવા જાય છે, તેમ સામેથી ચાલ્યા આવતા ચારણે ઊંચો હાથ કરીને લલકાર લીધો કે “ખમા, ખમા તુંને, બાપ!” | આપો દેવો વાળા આવ્યા. દાઢીના થોભિયા ખભા પર ઢળકતા આવે છે, હાથમાં ભાલો અને ભેટમાં તરવાર છે, લોહીનો છાંટોયે કાઢ્યા વિના આરપાર વીંધી નાખે એવાં એનાં નેત્રો છે. ‘જે દેવળ વાળા!’ કહીને જેમ દેવો વાળો પેંગડામાં એક પગ પરોવવા જાય છે, તેમ સામેથી ચાલ્યા આવતા ચારણે ઊંચો હાથ કરીને લલકાર લીધો કે “ખમા, ખમા તુંને, બાપ!” | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
કમર બાંધ્ય ભાલાં ભમર ઊઠિયો બળાક્રમ, | કમર બાંધ્ય ભાલાં ભમર ઊઠિયો બળાક્રમ, | ||
::: ધરા ચારે દશ્યે જાણ્ય ધસિયા, | |||
દેવક્રણ, માન્ય રે માન્ય હલવણ દળાં, | દેવક્રણ, માન્ય રે માન્ય હલવણ દળાં, | ||
::: કણીસર હેમરે જિયણ કસિયાં? | |||
[યુદ્ધને કાજે ભેટ બાંધી, ભમ્મરે ભાલાં ઉપાડી, ઓ કરણ-શા શૂર દેવા વાળા, બોલ રે બોલ, એ સૈન્ય ચલાવનારા, આજ તેં કયા શત્રુને માથે હલ્લો કરવા માટે ઘોડા ઉપર જીન કસકસ્યાં છે?] | |||
'''[યુદ્ધને કાજે ભેટ બાંધી, ભમ્મરે ભાલાં ઉપાડી, ઓ કરણ-શા શૂર દેવા વાળા, બોલ રે બોલ, એ સૈન્ય ચલાવનારા, આજ તેં કયા શત્રુને માથે હલ્લો કરવા માટે ઘોડા ઉપર જીન કસકસ્યાં છે?]''' | |||
જરદ સાપ્યાં નરા, પાખરાં જાગમેં, | જરદ સાપ્યાં નરા, પાખરાં જાગમેં, | ||
::: સજસ ઉકરસ વધે વ્યોમ છબિયા, | |||
તુંહારા આજ પ્રજમાજ કાંથડ તણા! | તુંહારા આજ પ્રજમાજ કાંથડ તણા! | ||
::: હમસકી ઉપરે ધમસ હબિયા. | |||
[આજ તેં તારા જોદ્ધાઓને બખતરો પહેરાવ્યાં છે અને અશ્વોને પાખર સજાવ્યાં છે, તારો સુયશ અને ઉત્કર્ષ ઊછળી ઊછળીને આભમાં અડકે છે; કાઠીઓની ત્રણ પરજોની માઝારૂપ હે કાંથડ વાળાના પુત્ર, આજ કોના ઉપર તારો હુમલો થવાનો છે?] | '''[આજ તેં તારા જોદ્ધાઓને બખતરો પહેરાવ્યાં છે અને અશ્વોને પાખર સજાવ્યાં છે, તારો સુયશ અને ઉત્કર્ષ ઊછળી ઊછળીને આભમાં અડકે છે; કાઠીઓની ત્રણ પરજોની માઝારૂપ હે કાંથડ વાળાના પુત્ર, આજ કોના ઉપર તારો હુમલો થવાનો છે?]''' | ||
સાથિયા ભાથિયા થકી દળ સાજિયા, | સાથિયા ભાથિયા થકી દળ સાજિયા, | ||
::: વાગિયાં ઘોર પંચશબદ વાજાં, | |||
આજ તું હારા કિયા કણી દશ ઉપરાં, | આજ તું હારા કિયા કણી દશ ઉપરાં, | ||
::: તોર કટકા હુવા બિયા નાજા? | |||
[આજ તારા સંગાથીઓનું આ સૈન્ય સજ્યું છે. પાંચ સૂરે ઘોર વાજિંત્રો વાગી રહ્યાં છે. આજ કઈ દિશા ઉપર, હે (ભીમોરાના ધણી પછીના) બીજા નાજા વાળા, તારું કટક પડવાનું છે?] | '''[આજ તારા સંગાથીઓનું આ સૈન્ય સજ્યું છે. પાંચ સૂરે ઘોર વાજિંત્રો વાગી રહ્યાં છે. આજ કઈ દિશા ઉપર, હે (ભીમોરાના ધણી પછીના) બીજા નાજા વાળા, તારું કટક પડવાનું છે?]''' | ||
સાયલા, મોરબી, લીંબડી તણે સર, | સાયલા, મોરબી, લીંબડી તણે સર, | ||
::: સિયોરો જગાડછ વેર સૂતો? | |||
(કે) કોટ, સરધારરો ઘાણ રણ કાઢવા, | (કે) કોટ, સરધારરો ઘાણ રણ કાઢવા, | ||
::: રાણ વખતાસરે ફરછ રૂઠો? | |||
[તું તે સાયલા, મોરબી, લીંબડી કે સિહોર સાથેના તારા સૂતેલાં વેરને જગાડી રહ્યો છે, અથવા તો શું સરધારના કોટનો નાશ કરવા કે ભાવનગરવાળા ભોપાળ વખતસિંહજી પર રૂઠ્યો ફરી રહ્યો છે?] | </poem> | ||
'''[તું તે સાયલા, મોરબી, લીંબડી કે સિહોર સાથેના તારા સૂતેલાં વેરને જગાડી રહ્યો છે, અથવા તો શું સરધારના કોટનો નાશ કરવા કે ભાવનગરવાળા ભોપાળ વખતસિંહજી પર રૂઠ્યો ફરી રહ્યો છે?]''' | |||
{{Poem2Open}} | |||
એ સનાળીના ચારણ કસિયા નીલાએ પ્રભાતને પહોર આપા દેવાને રાતીચોળ આંખે ઘોડે ચડતો દીઠો. લાગ્યું કે નક્કી કોઈ જોરાવર વેરીના પ્રાણ લેવા દેવો વાળો જાય છે. મનમાં થયું કે હું દેવીપુત્ર સામો મળું અને શું આજ બાપડા કોઈક વીરનરની હત્યા થશે? તો તો મારાં લોહીના શુકન લેખાય, દેવાને એક વાર હેઠો ઉતારું. પણ ‘ક્યાં’કારો તો અપશુકન લેખાય છે. એટલે ચારણે બિરદાવળીનું આ સપાખરું ગીત બાંધ્યું. | એ સનાળીના ચારણ કસિયા નીલાએ પ્રભાતને પહોર આપા દેવાને રાતીચોળ આંખે ઘોડે ચડતો દીઠો. લાગ્યું કે નક્કી કોઈ જોરાવર વેરીના પ્રાણ લેવા દેવો વાળો જાય છે. મનમાં થયું કે હું દેવીપુત્ર સામો મળું અને શું આજ બાપડા કોઈક વીરનરની હત્યા થશે? તો તો મારાં લોહીના શુકન લેખાય, દેવાને એક વાર હેઠો ઉતારું. પણ ‘ક્યાં’કારો તો અપશુકન લેખાય છે. એટલે ચારણે બિરદાવળીનું આ સપાખરું ગીત બાંધ્યું. | ||
એ ચારણી વાણી સાંભળતાં સાંભળતાં આપો દેવો વાળો પેંગડા પર એક પગભર થંભી ગયા. ગીત પૂરું થયે દેવા વાળાએ પગ કાઢીને અતિથિ સામે ડગલાં ભર્યાં. ચારણને હાથ લંબાવી રામ રામ દીધા-લીધા. કસિયોભાઈ પૂછે છે : “બાપ! આવડી બધી તૈયારી આજે કોને માથે કરી?” | એ ચારણી વાણી સાંભળતાં સાંભળતાં આપો દેવો વાળો પેંગડા પર એક પગભર થંભી ગયા. ગીત પૂરું થયે દેવા વાળાએ પગ કાઢીને અતિથિ સામે ડગલાં ભર્યાં. ચારણને હાથ લંબાવી રામ રામ દીધા-લીધા. કસિયોભાઈ પૂછે છે : “બાપ! આવડી બધી તૈયારી આજે કોને માથે કરી?” | ||
“કસિયાભાઈ! વરજાંગડો આજ ઢોળવામાં રાત છે. ઘરમાં ભરાણો છે. વરજાંગને ઝાટકો દેવા જાઉં છું.” | “કસિયાભાઈ! વરજાંગડો આજ ઢોળવામાં રાત છે. ઘરમાં ભરાણો છે. વરજાંગને ઝાટકો દેવા જાઉં છું.” | ||
“વાહ! વાહ! વાહ! વાહ! કાઠી!” એમ ભલકારા દઈને કસિયા નીલાએ દુહો કહ્યો : | “વાહ! વાહ! વાહ! વાહ! કાઠી!” એમ ભલકારા દઈને કસિયા નીલાએ દુહો કહ્યો : | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
ગાજે વ્રેહમંડ ઘોર, ભોંયવડાને લાગો ભડક, | ગાજે વ્રેહમંડ ઘોર, ભોંયવડાને લાગો ભડક, | ||
જેતાણે સિંહ જોર, દેવો ઝરડકિયું દિયે. | જેતાણે સિંહ જોર, દેવો ઝરડકિયું દિયે. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
“હાલો, આપા, હુંય હાર્યે આવું છું.” | “હાલો, આપા, હુંય હાર્યે આવું છું.” | ||
“બહુ સારું. પણ હવે તો કસુંબો લઈને પછી ચડીએ.” | “બહુ સારું. પણ હવે તો કસુંબો લઈને પછી ચડીએ.” | ||
ઊભાં ઊભાં એક અંજલિ કસુંબો લઈ કસિયાભાઈને લેવરાવીને પચીસ ઘોડે દેવો વાળો ચડી નીકળ્યા. ઝાકળ એવી વરસવા માંડી છે કે ઝાડવુંય સૂઝતું નથી. ધીરે ધીરે ઘોડાં વાટ કાપતાં જાય છે. | ઊભાં ઊભાં એક અંજલિ કસુંબો લઈ કસિયાભાઈને લેવરાવીને પચીસ ઘોડે દેવો વાળો ચડી નીકળ્યા. ઝાકળ એવી વરસવા માંડી છે કે ઝાડવુંય સૂઝતું નથી. ધીરે ધીરે ઘોડાં વાટ કાપતાં જાય છે. | ||
ચારણની હિંમત | <center>ચારણની હિંમત</center> | ||
“થોડીક વાર તો જંપી જાઓ! થાક નથી લાગતો?” સૂતેલા પુરુષના લાંબા કેશની ગૂંચો ઉકેલતી ઉકેલતી સ્ત્રી બોલી. | “થોડીક વાર તો જંપી જાઓ! થાક નથી લાગતો?” સૂતેલા પુરુષના લાંબા કેશની ગૂંચો ઉકેલતી ઉકેલતી સ્ત્રી બોલી. | ||
“તારી છાતીએ માથું મૂકતાં તો તરવારના ઘા સોત ગળી જાય છે. પછી વળી થાક કેવા? અને આજ તો જંપવું કેમ ગમે? પલક વારેય આંખ મળતી નથી. આટલે દિવસે આવીનેય ઊંઘવા બેસાય, ગાંડી?” સ્ત્રીના ખોળામાં સૂતો સૂતો બહારવટિયો બોલ્યો. | “તારી છાતીએ માથું મૂકતાં તો તરવારના ઘા સોત ગળી જાય છે. પછી વળી થાક કેવા? અને આજ તો જંપવું કેમ ગમે? પલક વારેય આંખ મળતી નથી. આટલે દિવસે આવીનેય ઊંઘવા બેસાય, ગાંડી?” સ્ત્રીના ખોળામાં સૂતો સૂતો બહારવટિયો બોલ્યો. | ||
Line 60: | Line 69: | ||
“આપા દેવા વાળા! કસિયો ભાળે, ને તું વીરા વાળાનો પોતરો ઊઠીને વરજાંગ જેવા ખાનદાન કાઠીને દગાથી માર — એ વાત બ્રહ્માંડેય બને કદી? આપા દેવા, જરા વિચાર કર, વરજાંગડો એકલે હાથે તારાં અનોધા જોર સામે ઝૂઝે છે, હક્કને કારણે માથું હાથમાં લઈને ફરે છે. એના ખડિયામાં ખાંપણ ને મોંમાં તુલસીનાં પાંદડાં તેં લેવરાવ્યાં, તોય કાળ ઊતરતો નથી, આપા!” | “આપા દેવા વાળા! કસિયો ભાળે, ને તું વીરા વાળાનો પોતરો ઊઠીને વરજાંગ જેવા ખાનદાન કાઠીને દગાથી માર — એ વાત બ્રહ્માંડેય બને કદી? આપા દેવા, જરા વિચાર કર, વરજાંગડો એકલે હાથે તારાં અનોધા જોર સામે ઝૂઝે છે, હક્કને કારણે માથું હાથમાં લઈને ફરે છે. એના ખડિયામાં ખાંપણ ને મોંમાં તુલસીનાં પાંદડાં તેં લેવરાવ્યાં, તોય કાળ ઊતરતો નથી, આપા!” | ||
દેવો વાળો ધગી ગયા, પણ કસિયાભાઈને જોઈને અબોલ બની ગયા. કાળમાં ને કાળમાં એણે ઘોડાં ઉપાડ્યાં. ભૂખ્યા ને તરસ્યા અંજલિ કસુંબો લીધા વગર ઠેઠ જાતાં ઘોડાં ગોહિલવાડમાં લાખણકાને માથે કાઢ્યાં જઈને૰ — | દેવો વાળો ધગી ગયા, પણ કસિયાભાઈને જોઈને અબોલ બની ગયા. કાળમાં ને કાળમાં એણે ઘોડાં ઉપાડ્યાં. ભૂખ્યા ને તરસ્યા અંજલિ કસુંબો લીધા વગર ઠેઠ જાતાં ઘોડાં ગોહિલવાડમાં લાખણકાને માથે કાઢ્યાં જઈને૰ — | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
બાળ્યું લાખણકું બધું, કટકે કાંથડકા, | બાળ્યું લાખણકું બધું, કટકે કાંથડકા, | ||
(તેના) ભાવાણે ભડકા, દીઠા વખતે દેવડા. | (તેના) ભાવાણે ભડકા, દીઠા વખતે દેવડા. | ||
[કાંથડના કુંવર દેવાએ લાખણકું ગામ સળગાવ્યું અને એના ભડકા ભાવેણાના ધણી વખતસંગજીએ પોતાની અટારીમાં બેઠાં બેઠાં દેખ્યા. પણ શી જાતની આગ લગાડી?] | </poem> | ||
{{Poem2Open}} | |||
'''[કાંથડના કુંવર દેવાએ લાખણકું ગામ સળગાવ્યું અને એના ભડકા ભાવેણાના ધણી વખતસંગજીએ પોતાની અટારીમાં બેઠાં બેઠાં દેખ્યા. પણ શી જાતની આગ લગાડી?]''' | |||
“આપા દેવા! આગ લગાડીશ? સૂરજ સાંખશે?” કસિયાભાઈએ પૂછ્યું. | “આપા દેવા! આગ લગાડીશ? સૂરજ સાંખશે?” કસિયાભાઈએ પૂછ્યું. | ||
“કસિયાભાઈ, હું દેવો વાળો. સળગાવું નહિ. એલા, ચાર વાંસડા ખોડો. ચારેયના છેડા સળગાવો.” | “કસિયાભાઈ, હું દેવો વાળો. સળગાવું નહિ. એલા, ચાર વાંસડા ખોડો. ચારેયના છેડા સળગાવો.” | ||
Line 71: | Line 84: | ||
વરજાંગની દાઝ ભાવનગર પર ઉતારીને દેવો વાળો જેતપુર આવ્યા. કાંયાભાઈને હાથની હથેળીમાં રાખ્યા. દેવો વાળો કહે છે કે “કાંયાભાઈ આતાભાઈના કાકા, એટલે અમારેયે કાકા. એનાં અપમાન ન હોય.” | વરજાંગની દાઝ ભાવનગર પર ઉતારીને દેવો વાળો જેતપુર આવ્યા. કાંયાભાઈને હાથની હથેળીમાં રાખ્યા. દેવો વાળો કહે છે કે “કાંયાભાઈ આતાભાઈના કાકા, એટલે અમારેયે કાકા. એનાં અપમાન ન હોય.” | ||
આઠ દિવસ રોકીને કાકાને અસવારોની સાથે માનપાનથી પાછા લાખણકે પહોંચાડ્યા. | આઠ દિવસ રોકીને કાકાને અસવારોની સાથે માનપાનથી પાછા લાખણકે પહોંચાડ્યા. | ||
આશ્રયદાતાને માટે | {{Poem2Close}} | ||
<center>આશ્રયદાતાને માટે</center> | |||
<poem> | |||
વરજાંગડો વેરી તણો, સુબાને માથે સાલ, | વરજાંગડો વેરી તણો, સુબાને માથે સાલ, | ||
બરછી કાઢે બાલ, ધાધલ વાળે ઢોળવે. | બરછી કાઢે બાલ, ધાધલ વાળે ઢોળવે. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
છ મહિનાની વસમી રાતો રાણપુરમાં વિતાવી વરજાંગ વળી પાછો એક રાતે ઢોળવામાં લપાયો છે. બરાબર ભળકડે પછીતેથી કોઈ વટેમાર્ગુ બોલતું ગયું કે “વરજાંગ! ઘરમાં બેઠો હો તો ઊભો થાજે, ઊભો હો તો હાલી નીકળજે! આજ લુંઘિયેથી રાણિંગ વાળો રાણપુર માથે ત્રાટક્યો છે. આજ તારા અન્નદાતા રાણપુરના ખાં સાહેબ રઝળી પડશે ને તું પાછળથી માથું પટકીશ.” | છ મહિનાની વસમી રાતો રાણપુરમાં વિતાવી વરજાંગ વળી પાછો એક રાતે ઢોળવામાં લપાયો છે. બરાબર ભળકડે પછીતેથી કોઈ વટેમાર્ગુ બોલતું ગયું કે “વરજાંગ! ઘરમાં બેઠો હો તો ઊભો થાજે, ઊભો હો તો હાલી નીકળજે! આજ લુંઘિયેથી રાણિંગ વાળો રાણપુર માથે ત્રાટક્યો છે. આજ તારા અન્નદાતા રાણપુરના ખાં સાહેબ રઝળી પડશે ને તું પાછળથી માથું પટકીશ.” | ||
“હેં, રાણપુર માથે રાણિંગ વાળો!” ફાળ દેતો વરજાંગ બેઠો થયો; તરવાર અને બરછી લઈને તાજણને માથે કૂદ્યો. | “હેં, રાણપુર માથે રાણિંગ વાળો!” ફાળ દેતો વરજાંગ બેઠો થયો; તરવાર અને બરછી લઈને તાજણને માથે કૂદ્યો. | ||
Line 80: | Line 97: | ||
“ખબરદાર, કોઈ ખાંસાહેબને મારશો નહિ,” એવી લુંઘિયાના રાણિંગ વાળાની આજ્ઞાને વશ બની કાઠીઓ ખોટેખોટી બરછીઓ ઉગામતા જાય છે. ખાંસાહેબ ચકરાવે ચડી ગયો છે. ખાં કાઠીઓને ખસવા દેતો નથી, પણ ખાંને વીંધાવાનીયે વાર નથી. ત્યાં તો આઘેથી હાકલો થયો : “રાણિંગ વાળા! રંગ છે. એક શત્રુને પચાસ જણે ઘેર્યો!” | “ખબરદાર, કોઈ ખાંસાહેબને મારશો નહિ,” એવી લુંઘિયાના રાણિંગ વાળાની આજ્ઞાને વશ બની કાઠીઓ ખોટેખોટી બરછીઓ ઉગામતા જાય છે. ખાંસાહેબ ચકરાવે ચડી ગયો છે. ખાં કાઠીઓને ખસવા દેતો નથી, પણ ખાંને વીંધાવાનીયે વાર નથી. ત્યાં તો આઘેથી હાકલો થયો : “રાણિંગ વાળા! રંગ છે. એક શત્રુને પચાસ જણે ઘેર્યો!” | ||
એવા પડકાર કરતો એ દોડ્યો. કાઠીઓનું મંડળ વીંખી નાખ્યું. રાણિંગ વાળાની ઘોડીની અવળી જગ્યા ઉપર બરછી ઠઠાડી. પોતાના અન્નદાતા ખાંસાહેબને પોતાની જ ઘોડી પર બેલાડ્યે બેસાડીને વરજાંગ વહેતો થયો. કોની મગદૂર છે કે વરજાંગની ઘોડીને આંબે? રાણપુરના ગઢમાં પહોંચીને પોતાના ધણીને ઉતારી મેલ્યો. ખાંનું રૂંવાડુંય ખાંડું થયું નહોતું. | એવા પડકાર કરતો એ દોડ્યો. કાઠીઓનું મંડળ વીંખી નાખ્યું. રાણિંગ વાળાની ઘોડીની અવળી જગ્યા ઉપર બરછી ઠઠાડી. પોતાના અન્નદાતા ખાંસાહેબને પોતાની જ ઘોડી પર બેલાડ્યે બેસાડીને વરજાંગ વહેતો થયો. કોની મગદૂર છે કે વરજાંગની ઘોડીને આંબે? રાણપુરના ગઢમાં પહોંચીને પોતાના ધણીને ઉતારી મેલ્યો. ખાંનું રૂંવાડુંય ખાંડું થયું નહોતું. | ||
પારકરની ચડાઈમાં | {{Poem2Close}} | ||
<center>પારકરની ચડાઈમાં</center> | |||
<poem> | |||
સાકર ચોખાં ભાતલાં. દાઢાં વચ દળવા, | સાકર ચોખાં ભાતલાં. દાઢાં વચ દળવા, | ||
મન હાલે મળવા, ધાધલ વાળે ઢોળવે. | મન હાલે મળવા, ધાધલ વાળે ઢોળવે. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
લુંઘિયાનો દરબાર રાણિંગ વાળો સિંધમાં થરપારકરને માથે ચડવાની તૈયારીઓ કરી રહ્યો છે. પોતાના સગા ભાઈ ઓઘડને પારકરના ઠાકોરે જીવથી મારી નાખ્યો છે. ભાઈના વેરનો હિસાબ ચૂકવવા આજ રાણિંગવાળો કાઠીનું કટક ભેળું કરે છે. | લુંઘિયાનો દરબાર રાણિંગ વાળો સિંધમાં થરપારકરને માથે ચડવાની તૈયારીઓ કરી રહ્યો છે. પોતાના સગા ભાઈ ઓઘડને પારકરના ઠાકોરે જીવથી મારી નાખ્યો છે. ભાઈના વેરનો હિસાબ ચૂકવવા આજ રાણિંગવાળો કાઠીનું કટક ભેળું કરે છે. | ||
“આપા રાણિંગ,” સાથીઓએ કહ્યું : “તારા આટલા કાઠીને સિંધના જોદ્ધાઓ બૂકડો કરી જાશે, જાણ છ કે?” | “આપા રાણિંગ,” સાથીઓએ કહ્યું : “તારા આટલા કાઠીને સિંધના જોદ્ધાઓ બૂકડો કરી જાશે, જાણ છ કે?” | ||
Line 104: | Line 126: | ||
“જા, કાઠી, જા! મારી ચૂડલી કડકડે છે.” | “જા, કાઠી, જા! મારી ચૂડલી કડકડે છે.” | ||
નિસાસો મૂકીને વરજાંગ પાછો વળી ગયો. પારકરના શૂરાતનની વધામણી થાવાનું એકનું એક થાનક હતું, ત્યાં પણ એણે કાળા નાગની ચોકી દીઠી. | નિસાસો મૂકીને વરજાંગ પાછો વળી ગયો. પારકરના શૂરાતનની વધામણી થાવાનું એકનું એક થાનક હતું, ત્યાં પણ એણે કાળા નાગની ચોકી દીઠી. | ||
ઊજળું મૉત | <center>ઊજળું મૉત</center> | ||
દેવા વાળાની ભીંસ વધી છે. એનો તાપ સહેવાતો નથી. ઢોળવાની સીમના શેઢા ઉપર વરજાંગના ઢોરને ચારવાની મના થઈ છે. એનાં છોકરાં પળી દૂધ પણ પામતાં બંધ થયાં છે. થાકીને વરજાંગે કુટુંબને રાણપર તેડાવી લીધું છે. પોતે દેવા વાળાનાં ગામડાં ભાંગતો ભાંગતો માંડણકુંડલાના સંધીઓની સાથે ભળ્યો છે. દેવા વાળાને હંફાવવાની વેતરણ કરી રહ્યો છે. | દેવા વાળાની ભીંસ વધી છે. એનો તાપ સહેવાતો નથી. ઢોળવાની સીમના શેઢા ઉપર વરજાંગના ઢોરને ચારવાની મના થઈ છે. એનાં છોકરાં પળી દૂધ પણ પામતાં બંધ થયાં છે. થાકીને વરજાંગે કુટુંબને રાણપર તેડાવી લીધું છે. પોતે દેવા વાળાનાં ગામડાં ભાંગતો ભાંગતો માંડણકુંડલાના સંધીઓની સાથે ભળ્યો છે. દેવા વાળાને હંફાવવાની વેતરણ કરી રહ્યો છે. | ||
એમ કરતાં તો બાર મહિના વીત્યા. પારકરથી આવ્યા પછી વરજાંગે ઘરનું સુખ જાણ્યું નથી. આજે એને અધીરાઈ આવી ગઈ. કહેણ મોકલી દીધું કે “કાઠિયાણી, કાલે રાતે આવું છું.” | એમ કરતાં તો બાર મહિના વીત્યા. પારકરથી આવ્યા પછી વરજાંગે ઘરનું સુખ જાણ્યું નથી. આજે એને અધીરાઈ આવી ગઈ. કહેણ મોકલી દીધું કે “કાઠિયાણી, કાલે રાતે આવું છું.” | ||
Line 126: | Line 148: | ||
એટલું કહીને દરબારે છોકરાને પોતાના ખોળામાં બેસાડી લીધો. વરજાંગનાં હથિયાર મંગાવી એના અંગ ઉપર બંધાવ્યાં, અને માથે હાથ મેલીને ઊભરાતે હૈયે આશીર્વાદ દીધા કે “બહાદર, મારા ભાણેજ! તારા બાપના જેવો જ સાવજ બનજે, અને એના જેવું જ મરી જાણજે.” | એટલું કહીને દરબારે છોકરાને પોતાના ખોળામાં બેસાડી લીધો. વરજાંગનાં હથિયાર મંગાવી એના અંગ ઉપર બંધાવ્યાં, અને માથે હાથ મેલીને ઊભરાતે હૈયે આશીર્વાદ દીધા કે “બહાદર, મારા ભાણેજ! તારા બાપના જેવો જ સાવજ બનજે, અને એના જેવું જ મરી જાણજે.” | ||
આખોયે ગરાસ વરજાંગના પુત્રને સોંપી, બાર દિવસ રોકાઈ, પોતાના વેરીનું કારજ ઉકેલી દેવા વાળા જેતપુર સિધાવ્યા ને તે દિવસથી કસુંબા લેતી વખતે વરજાંગને રંગ દેવાનું નીમ લીધું. | આખોયે ગરાસ વરજાંગના પુત્રને સોંપી, બાર દિવસ રોકાઈ, પોતાના વેરીનું કારજ ઉકેલી દેવા વાળા જેતપુર સિધાવ્યા ને તે દિવસથી કસુંબા લેતી વખતે વરજાંગને રંગ દેવાનું નીમ લીધું. | ||
[માંડણકુંડલાના ઝાંપામાં વરજાંગની ખાંભી ઊભી છે.] | '''[માંડણકુંડલાના ઝાંપામાં વરજાંગની ખાંભી ઊભી છે.]''' | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
edits