18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઓળીપો}} {{Poem2Open}} પરણીને આવી છે તે ઘડીથી રૂપીને જંપ નથી. એને તો, બસ, એક જ રઢ લાગી ગઈ છે. બાપોદર ગામના આઘા આઘા ઓરિયામાંથી જ્યારે રૂપી માટીના થર ખોદી રહી હોય છે, ત્યારે એને ભાન નથી રહેત...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 28: | Line 28: | ||
એમ કહીને રૂપી બચકું ઉપાડીને બહાર નીકળી — કેમ જાણે ફરી કોઈ દિવસ પાછું આવવાનું જ ન હોય એવી આંસુડેભરી આંખે ખોરડા સામે ટાંપી રહી. ખડકીમાંથી નીકળતા પગ ભારે થઈ ગયા, છાનોમાનો નથુ પાદર સુધી વળાવવા ગયો. છલંગો મારતી મૃગલી જાણે પાછું વાળીને જોતી, લાકડીના છેડા ઉપર ટેકવેલા નથુના ગરીબડા મોં સામે તાકતી ગઈ. એનો છેલ્લો બોલ એક જ હતો : “નથુડા, આવજે હો! નીકર મારી સાતમ નૈ સુધરે.” | એમ કહીને રૂપી બચકું ઉપાડીને બહાર નીકળી — કેમ જાણે ફરી કોઈ દિવસ પાછું આવવાનું જ ન હોય એવી આંસુડેભરી આંખે ખોરડા સામે ટાંપી રહી. ખડકીમાંથી નીકળતા પગ ભારે થઈ ગયા, છાનોમાનો નથુ પાદર સુધી વળાવવા ગયો. છલંગો મારતી મૃગલી જાણે પાછું વાળીને જોતી, લાકડીના છેડા ઉપર ટેકવેલા નથુના ગરીબડા મોં સામે તાકતી ગઈ. એનો છેલ્લો બોલ એક જ હતો : “નથુડા, આવજે હો! નીકર મારી સાતમ નૈ સુધરે.” | ||
આઘે આઘે રૂપીના ઓઢણાનો છેડો પણ ઊડતો અલોપ થયો, ત્યારે એક નિસાસો મેલીને નથુ ગામમાં ગયો, કામકાજમાં એનું ચિત્ત પરોવાઈ ગયું. | આઘે આઘે રૂપીના ઓઢણાનો છેડો પણ ઊડતો અલોપ થયો, ત્યારે એક નિસાસો મેલીને નથુ ગામમાં ગયો, કામકાજમાં એનું ચિત્ત પરોવાઈ ગયું. | ||
<center>*</center> | |||
“અરર! માડી! દીકરીને પીટ્યાંઓએ કામ કરાવેં કરાવેંને અધમૂઈ કરે નાખી, માથેથી મોડિયો ઉતાર્યા પહેલાં તો મૂવાં રાખહ જેવાંએ પાણીની હેલ્યું ખેંચાવવા માંડી.” | “અરર! માડી! દીકરીને પીટ્યાંઓએ કામ કરાવેં કરાવેંને અધમૂઈ કરે નાખી, માથેથી મોડિયો ઉતાર્યા પહેલાં તો મૂવાં રાખહ જેવાંએ પાણીની હેલ્યું ખેંચાવવા માંડી.” | ||
“પણ, માડી. તને કહ્યું કુણે?” | “પણ, માડી. તને કહ્યું કુણે?” | ||
Line 36: | Line 36: | ||
દડ! દડ! દડ! રૂપીની કાળીકાળી બે મોટી આંખોમાંથી પાણી દડી પડ્યાં. એના હૈયામાં ધ્રાસકો પડી ગયો. એનું બોલવું માવતરને ગળે ઊતરતું જ નથી. અદેખી પાડોશણોએ પિયરિયાંના કાનમાં નિંદાનું ઝેર રેડી દીધું હતું. રૂપી શું બોલે, કોને સમજાવે? સાસરિયાંનું સારું બોલનારી એ છોકરીને સહુએ શરમાળ, ગુણિયલ અને આબરૂરખી ગણી હસી કાઢી. જેમ જેમ એ બોલતી ગઈ, તેમ તેમ સહુને એને માટે વધુ ને વધુ અનુકંપા ઊપજતી ગઈ. અબોલ બનીને એ છાનીમાની ઓરડામાં બેસી ગઈ. રોવા જેટલું તો ત્યાં એકાંત પણ ક્યાંથી હોય? | દડ! દડ! દડ! રૂપીની કાળીકાળી બે મોટી આંખોમાંથી પાણી દડી પડ્યાં. એના હૈયામાં ધ્રાસકો પડી ગયો. એનું બોલવું માવતરને ગળે ઊતરતું જ નથી. અદેખી પાડોશણોએ પિયરિયાંના કાનમાં નિંદાનું ઝેર રેડી દીધું હતું. રૂપી શું બોલે, કોને સમજાવે? સાસરિયાંનું સારું બોલનારી એ છોકરીને સહુએ શરમાળ, ગુણિયલ અને આબરૂરખી ગણી હસી કાઢી. જેમ જેમ એ બોલતી ગઈ, તેમ તેમ સહુને એને માટે વધુ ને વધુ અનુકંપા ઊપજતી ગઈ. અબોલ બનીને એ છાનીમાની ઓરડામાં બેસી ગઈ. રોવા જેટલું તો ત્યાં એકાંત પણ ક્યાંથી હોય? | ||
રૂપીનો બાપ બાપોદર ગયો. વેવાઈઓને વસમાં વેણ સંભળાવ્યાં. બિચારાં બુઢ્ઢા માવતર અને નથુ — એ ત્રણેય જણાંને તો ધરતી માર્ગ આપે તો સમાઈ જવા જેવું થઈ ગયું. ત્રણેયને એમ લાગ્યું કે રૂપીએ માવતરની આગળ દુઃખ ગાયું હશે. રૂપીના બાપે નથુને ગૂંજે થોડા રૂપિયા ઘાલ્યા અને છૂટાછેડાનું લખણું કરાવી લીધું. તે દિવસના નથુના ઘરબારમાંથી રામ ઊડી ગયા. ધાનનો કોળિયો કોઈને ભાવતો નથી. નથુને મનસૂબા ઊપડે છે. | રૂપીનો બાપ બાપોદર ગયો. વેવાઈઓને વસમાં વેણ સંભળાવ્યાં. બિચારાં બુઢ્ઢા માવતર અને નથુ — એ ત્રણેય જણાંને તો ધરતી માર્ગ આપે તો સમાઈ જવા જેવું થઈ ગયું. ત્રણેયને એમ લાગ્યું કે રૂપીએ માવતરની આગળ દુઃખ ગાયું હશે. રૂપીના બાપે નથુને ગૂંજે થોડા રૂપિયા ઘાલ્યા અને છૂટાછેડાનું લખણું કરાવી લીધું. તે દિવસના નથુના ઘરબારમાંથી રામ ઊડી ગયા. ધાનનો કોળિયો કોઈને ભાવતો નથી. નથુને મનસૂબા ઊપડે છે. | ||
<center>*</center> | |||
સારા સુખી ઘરનો એક જુવાન મેર ગોતીને માબાપે રૂપીનું નાતરું કર્યું. રૂપીને રૂંવે રૂંવે આગ ઊપડી, પણ ગભરૂડી દીકરી માવતરની ધાક અને શરમમાં દબાઈ ગઈ. એની છાતી ઉપર કોઈ મોટી શિલા જાણે ચંપાઈ ગઈ. | સારા સુખી ઘરનો એક જુવાન મેર ગોતીને માબાપે રૂપીનું નાતરું કર્યું. રૂપીને રૂંવે રૂંવે આગ ઊપડી, પણ ગભરૂડી દીકરી માવતરની ધાક અને શરમમાં દબાઈ ગઈ. એની છાતી ઉપર કોઈ મોટી શિલા જાણે ચંપાઈ ગઈ. | ||
પિંજરમાં પુરાતી સારિકા થોડી વાર જે ચિચિયારી કરે તેમ રૂપીએ વિલાપ કર્યો કે “મને નથુ પાસે જાવા દિયો. મારે નાતરે નથ જાવું.” | પિંજરમાં પુરાતી સારિકા થોડી વાર જે ચિચિયારી કરે તેમ રૂપીએ વિલાપ કર્યો કે “મને નથુ પાસે જાવા દિયો. મારે નાતરે નથ જાવું.” |
edits