સૌરાષ્ટ્રની રસધાર ભાગ-3/વેર: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|વેર|}} {{Poem2Open}} કુંડલાના થડમાં અરઠીલા ગામ છે. તેમાં સોનરા બાટી નામનો એક ચારણ રહે, અને ક્રાંકચ ગામમાં વેસૂર ગેલવો નામે સોનરા બાટીનો સાળો રહે. બન્નેનો સારો ગરાસ હતો. સાળા-બનેવીને હ...")
 
No edit summary
 
Line 47: Line 47:
નાગાજણ જવાબ વાળે છે :
નાગાજણ જવાબ વાળે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
 
<poem>
 
ચૂડી ચિત્રોડા, મૂલવતાં મોંઘી પડી,
(હવે) નાખીશ નિત્રોડા, પેલા ભવની પીઠવા!
</poem>
{{Poem2Open}}
'''[હે ચિતોડના વાસી બનેલા પીઠાશ, ચૂડી તો તને બહુ મોંઘી પડી ગઈ. હવે તો આવતા અવતારનાં સૌભાગ્ય સાચવવા જ એ પહેરી શકાશે.]'''
પીઠાશ ચોંક્યો. આ મર્મવાણીમાં જાણે કંઈક ભણકારા તો વાગ્યા... પણ સમજ્યો નહિ; પૂછ્યું : “દેવ, મરશિયા જેવો દુહો કાં કહ્યો?”
હમીરે ઉત્તર દીધો : “લ્યો, બાપ, રૂડો દુહો કહીએ.”
{{Poem2Close}}
<poem>
મેળવતાં મળિયાં નહિ, જળ જાંખીર તણાં,
અંગ અરૂડ થયાં, પારે રિયાં પીઠવા!
</poem>
{{Poem2Open}}
'''[હે પીઠવા, ઝાંઝવાનાં જળ મેળવવા તેં બહુ મહેનત કરી, પણ તે મળ્યાં નહિ. અંગ થાકી ગયાં, અને પાણી પીધા વિનાના તમે કાંઠે જ રહી ગયા.]'''
પીઠાશનું લોહી જાણે થંભવા લાગ્યું : કોઈ ઓળખીતો સૂર લાગે છે; કાંઈક ઝાંખું ઝાંખું હૈયે ચડે છે. ત્યાં તો ત્રીજો દુહો કહ્યો :
{{Poem2Close}}
<poem>
પથારી પાનંગ તણે, જી છીનકું ચડાય,
(એને) જાય તો ઘડિયું જાય, (પણ) પો’ર નો જાય પીઠવા!
</poem>
{{Poem2Open}}
'''[હે પીઠાશ, સર્પની પથારી ઉપર જે દેડકું ચડે એને પછી મરતાં બહુ તો એકાદ-બે ઘડીની વાર લાગે. પછી કાંઈ પહોર સુધી એને જીવવાનું ન હોય.]'''
પીઠાશ સમજ્યો કે આ સાદ તો કાળનો. ત્યાં ચોથો દુહો ચાલ્યો :
{{Poem2Close}}
<poem>
સખ, પાલવ, કુંજું સરસ, વેલ્યું, રથ ને વાજ,
રેઢાં મેલીને રાજ, (તારે) પાળું જાવું પીઠવા!
</poem>
{{Poem2Open}}
'''[હે પીઠાશ, આ સંસારનાં સુખ, વસ્ત્રાભૂષણ, બાગબગીચા, ગાડીઓ અને ઘોડાંઓ, અરે, આખું રાજ — આ બધાંને સૂનાં મેલીને તારે પગે ચાલતાં નીકળવું પડશે.]'''
{{Poem2Close}}
<poem>
જી છીનકું ચારાય, પાનલ પથારી તણાં,
જાય તો ઘડિયું જાય, પો’ર નો જાય પીઠવા!
</poem>
{{Poem2Open}}
'''[ખાટકી લોકો બકરાંને પાંદડાંની પથારી કરી આપે છે. એ પાંદડાં ચરનારાં બકરાંને બહુ તો ઘડી-બે ઘડી જીવવાનું હોય, પહોર સુધી એના પ્રાણ ન રહે.]'''
ચોંકીને પીઠાશ બોલ્યો : “તમે કોણ?”
બનાવટી દાઢી ઉતારીને બે ભાઈઓ બોલ્યા : “ભેરુ!”
પીઠાશે ઓળખ્યા; હેતને સ્વરે પૂછ્યું : “પહોંચ્યા, તમે!”
બેય જણાએ કટારો કાઢી; પીઠાશને તો કાંઈ ડરવાનું રહ્યું નથી. એ તો સ્થિર ઊભો રહ્યો, ફક્ત એટલું જ બોલ્યો : “ભાઈ, ચારણ્ય ચૂડીની વાટ જોતી બેસશે; ઝૂરી ઝૂરીને પ્રાણ દેશે. ભરોસો પડતો હોય તો ચૂડી દઈને ચાલ્યો આવું.”
હમીરે નાગાજણની સામે નજર નોંધી. નાગાજણ કહે : “હવે રામરામ! અમે તને ઓળખીએ છીએ.”
હમીર બોલ્યો : “ના, ના, નાગાજણ, તું પીઠાશને નથી ઓળખતો; જાવા દે.”
“અરે! હવે જાવા દઈએ? અને ગયો પીઠાશ પાછો આવે?”
“હા, હા, પાછો આવે. જાવા દે.”
“ભાઈ, ચીંથરિયા મહાદેવ પાસે તમે ઊભા રહેજો. ત્યાં એકાંત છે. આંહીં તમે પકડાઈ જશો. જાઓ, હું હમણાં જ પહોંચું છું.” એમ બોલીને પીઠાશ ઝપાટાભેર ઘેર ગયો, ચારણીના હાથમાં ચૂડી મૂકીને મોં મલકાવતો બોલ્યો : “લે આ ચૂડી — સવાર સુધી જ તારે પહેરવી પડશે.”
“કેમ?”
“ભાઈબંધ પહોંચી ગયા છે. એ રાવળ નથી — હમીર અને નાગાજણ છે. તને મળવા જેટલી રજા લઈને જ આવ્યો છું. લ્યો, રામરામ! ઓલ્યા અવતારે મળશું!”
પીઠાશ ચાલ્યો કે તરત ચારણી નીચે ઊતરી. ઘોડારમાંથી બે પાણીપંથા ઘોડા ઉપર સામાન માંડ્યો. બે હાથમાં ઘોડા દોરીને પીઠાશની પાછળ ચાલી. ચીંથરિયા મહાદેવ ઉપર વાટ જોવાતી હતી. આઘેથી પીઠાશ દેખાયો. હમીરે કહ્યું : “નાગાજણ, પીઠાશ આવ્યો. મરદનાં વચન!”
નાગાજણે હસીને કહ્યું : “પણ જરા આઘેરો તો જો! પીઠાશ મૂરખો નથી તે એકલો આવે. બીજો આદમી અને બે ઘોડાં! તારા ને મારા કટકા.”
પીઠાશને ખબર નથી કે પછવાડે કોણ ચાલ્યું આવે છે. આવીને એણે તો કહ્યું : “લ્યો, ભાઈ, હવે સુખેથી કામ પતાવી લ્યો.”
“પીઠાશ! વિશ્વાસઘાતી! આ પછવાડે કોણ?” હમીર બોલ્યો.
ત્યાં તો ચારણી લગોલગ આવી પહોંચી. પીઠાશે પછવાડે જોયું. દંગ થઈને બોલી ઊઠ્યો : “ચારણ્ય, આ શું સૂઝ્યું?”
ચારણી મરક મરક મુખડે બોલી : “ચારણ, આનું નામ કાંઈ વેર કહેવાય? સાંભરે છે, ચારણ? તું એના બાપાને મારવા ગ્યો ત્યારે ભેળાં ત્રણ-ત્રણ ઘોડાં હતાં; અને ફુઈએ તને ભાગવા દીધો’તો. ને આંહીં! આ બાપડા તારા પ્રાણ લઈને કેટલેક ભાગશે? હમણાં ખબર પડતાં જ રાણાની સાંઢ્યું છૂટશે. દુશ્મનને આમ કમૉતે મરવા નથી દેવા. તને ભાગવાનો સમો મળ્યો હતો તેમ એમનેય મળવો જોઈએ; માટે આ બે ઘોડાં આણ્યાં છે. લ્યો બાપ, કામ પતાવીને ચડી જાઓ. વીજળી જેવી ચિતોડની સાંઢ્યુંનેય આ ઘોડા નહિ આંબવા દે.”
પીઠાશ, હમીર અને નાગાજણ : ત્રણેય પથ્થરનાં પૂતળાં જેવા સજ્જડ બની ગયા. બોલવાની શક્તિ ન રહી. શું બોલે? આવી જોગમાયાની પાસે શું બોલે? અધરાતનાં ચાંદરડાંનાં અજવાળાં ચારણીના મુખને પખાળી રહ્યાં છે. સદેહે સ્વર્ગમાં વિચરવાની જાણે કે એને વેળા થઈ છે.
બેય જણ કટાર મૂકીને ચારણીનાં ચરણમાં પડી ગયા. પીઠાશને બાથમાં ઘાલીને છાતીએ ભીંસ્યો.
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આખરી ગાન
|previous = કલોજી લૂણસરિયો
|next = સમશેર તારી ભોંઠી પડી રે
|next = પાદપૂર્તિ
}}
}}
18,450

edits