ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/રૂપપ્રપંચ: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''રૂપપ્રપંચ'''}} ---- {{Poem2Open}} બારી પાસે બેસીને જોઉં છું: ઝરમર ઝરમર તડકો વ...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''રૂપપ્રપંચ'''}}
{{SetTitle}}
----
{{Heading|રૂપપ્રપંચ | સુરેશ જોશી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
બારી પાસે બેસીને જોઉં છું: ઝરમર ઝરમર તડકો વરસે છે. પાસેની મધુમાલતીની ઘટાએ શીતળતાનો નાનો શો દ્વીપ રચ્યો છે. ત્યાં મધમાખીઓએ આશ્રય લીધો છે, અને મધપૂડાની રચના કરવા માંડી છે… ભારે ધમાલ છે. આમ જુઓ તો નરી નિસ્તબ્ધતા બધે છવાઈ ગઈ છે. બપોરની અલસમન્થર વેળા સાપે ઉતારી નાખેલી કાંચળીની જેમ પડી રહી છે. એમાં ક્યાંય કશો સંચાર નથી. ફૂલ તરફ જોઉં છું. કશુંક આનન્દના દ્રુત લયથી એકીશ્વાસે બોલી નાખ્યા પછી બાળકનું મોઢું શ્વાસ લેવા ખુલ્લું રહી ગયું હોય તેવી એ ફૂલોની મુદ્રા છે. એ હમણાં જાણે કશુંક કહેશે એવી ભ્રાન્તિથી કાન સરવા રાખીને સાંભળવાને ઊભા રહી જવાય છે… ત્યાં એકાએક મધુમાલતીની બાજુમાંથી જ અવાજ આવે છે – બજરની દાબડી ખૂલીને બંધ થતી હોય તેવો – ને જોઉં છું તો પાંદડાંના ગુચ્છની આડશે એક કાચીંડો સ્થિર દૃષ્ટિએ અવિક્ષુબ્ધ અચલાસને બેઠો છે. કૂટસ્થ, નિર્લિપ્ત. એને જાણે કશી ખબર નથી. એક મધમાખી મધપૂડા પરથી ઊડે છે, ને તરત ‘ડબ’ દઈને અવાજ આવે છે, વળી આંખો સ્થિર થઈ જાય છે. અચલાસને પ્રતિષ્ઠિત થઈને દૂરની ક્ષિતિજના રહસ્યને તાગતો કાચીંડો, પાંદડાંના ગુચ્છની આડશે, યથાવત્ બેસી રહે છે. મધના સ્વાદની એને ખબર છે કે નહીં તે તો કોણ જાણે! ગીતામાંની ભગવાનની વાણી યાદ આવે છે: કાલોઅસ્મિ લોકક્ષયકૃત્પ્રવૃદ્ધો…