ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/સત્ય: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''સત્ય'''}} ---- {{Poem2Open}} ના, હું કોઈ ભૂતાવળની વાત નથી કરતો. આ નરી કલ્પના નથ...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''સત્ય'''}}
{{SetTitle}}
----
{{Heading|સત્ય | સુરેશ જોશી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ના, હું કોઈ ભૂતાવળની વાત નથી કરતો. આ નરી કલ્પના નથી કે મનની અસ્વસ્થતાને કારણે થતી ભ્રાન્તિ નથી. આજ સુધી મેં પોતે પણ આવું જ કંઈક હશે અને દૂર થઈ જશે એવું આશ્વાસન લેવાનો પ્રયત્ન કરી જોયો છે. પણ સત્યને ભ્રાન્તિની અવસ્થામાં ક્યાં સુધી રાખી શકાય? આથી એ પરિસ્થિતિનો સામનો કર્યે જ છૂટકો! તમે પણ વિચાર કરી જોશો તો લાગશે કે મારી વાતમાં તથ્ય છે. પણ આપણા જમાનાની વિલક્ષણતા એ છે કે મહાયત્ને ઉપલબ્ધ થયેલાં સત્યોને એ સહેજમાં ભ્રાન્તિ ગણીને હડસેલી મૂકે છે. બધી જ બુદ્ધિશક્તિ ખરચીને આપણે સત્યને ભ્રાન્તિ સાથે ગૂંચવી દેવાનો પ્રયત્ન કરીએ છીએ. આથી જ તો ‘બૌદ્ધિકો’ એ ગાળનો શબ્દ બની રહ્યો છે. કોઠાસૂઝથી જે દીવા જેવું ચોખ્ખું દેખાય છે તેને વિશે અનેક પ્રશ્નો ઊભા કરીને ધુમાડામાં એને ઝાંખું કરી દેવાનો પુરુષાર્થ થતો રહે છે. આ પ્રવૃત્તિ એવી તો જોરશોરથી ચાલે છે કે ‘સત્ય’ શબ્દ વાપરવાનું આપણે ટાળતા રહીએ છીએ. ‘સત્ય’ વિશે એમ મનાતું કે એ સર્વસ્વીકૃત હોય, સૌ કોઈનું હોય, એને બદલે એમ કહેવાતું સાંભળીએ છીએ : ‘એ તમારું સત્ય હશે, અમારે મન એ સત્ય નથી.’ હેમિંગ્વેએ તો ઘણાં વર્ષો પહેલાં એની એક વાર્તામાં કહ્યું જ હતું કે દયા, પ્રેમ, માનવતા જેવાં ભાવવાચક નામો તો ઠાલાં છે એના કરતાં મને આ શેરીનાં નામનાં પાટિયાં વધારે અર્થભર્યાં લાગે છે! પોતાને જે અભિમત છે તે સર્વસ્વીકૃત બને એ માટે એને સત્યને નામે રજૂ કરવાનો પ્રયત્ન નીતિના આગ્રહીઓ કરતા રહ્યા છે. સત્ય કાંઈ તર્કથી નથી નક્કી થતું. એની પ્રમાણભૂતતા તો વ્યક્તિના અપરોક્ષ અનુભવમાંથી જ પ્રાપ્ત થાય છે, બહુમતીથી પસાર કરવામાં આવે તે સત્ય જ હોય એવું નથી. માટે તો સત્યને ખાતર બહુમતીની સામે થઈને ઘણાંને શહીદી વહોરી લેવી પડી. વ્યક્તિ પોતાની સ્વતન્ત્રતાને સત્ય તરીકે સિદ્ધ કરે પછી જ અન્ય મૂલ્યોના સાક્ષાત્કારની ભૂમિકા રચાય એમ કહેવું સહેલું છે, પણ વ્યવહારમાં એનો અર્થ શો? માનવી ઘણી વાર સ્વતન્ત્રતાના ભારને ઉતારી નાખીને હાશ નથી અનુભવતો? અથવા તો બહારથી સ્વતન્ત્રતાનો દેખાવ ચાલુ રાખીને એમાંથી છૂટવાની અનેક તરકીબો કામે નથી લગાડતો? સમૂહને ખાતર પોતે પોતાની સ્વતન્ત્રતાનો ભોગ આપીને ગૌરવ અનુભવતો નથી? સ્વતન્ત્રતા સાથે છે જવાબદારી અને જવાબદારી. માનવી એકલો પોતાને માથે નથી લેવા ઇચ્છતો. આથી સહેજસાજમાં સમિતિ નિમાયાની વાત આપણે સાંભળીએ છીએ. તપાસ સમિતિ કરે, ચુકાદો સમિતિ આપે.