18,450
edits
MeghaBhavsar (talk | contribs) m (MeghaBhavsar moved page અષ્ટમોઅધ્યાય/આઇઝાક બાશેવિસ સિંગર to અષ્ટમોઅધ્યાય/આઇઝાક બાશેવિસ સિંગર) |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|આઇઝાક બાશેવિસ સિંગર| સુરેશ જોષી}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આઇઝાક બાશેવિસ સંગિરને આ વખતનું નોબેલ પારિતોષિક મળ્યું તેથી ઘણાને આશ્ચર્ય થયું હશે. ઘણાં વર્ષ પહેલાં યિદ્દીશ લેખકોની કૃતિઓનું એક સંકલન મેં ખરીદેલું. એમાં એમની વાર્તાઓ પણ હતી અને તે મને ગમેલી. ‘ગિમ્પેલ ધ ફૂલ’નો અનુવાદ ‘ક્ષિતિજ’માં છપાયેલો. જાણીતા અમેરિકી નવલકથાકાર ફિલિપ રોથે ‘ધ અધર યુરપ સિરિઝ’ નામે પૂર્વ યુરપમાં વસતા લેખકોની કૃતિઓની શ્રેણીનું સમ્પાદન પેન્ગ્વીન તરફથી શરૂ કર્યું. તેમાં બ્રુનો શુલ્ઝ અને આઇઝાક બાશેવિસ સિંગરની કૃતિઓ પણ પ્રકટ થઈ. સિંગરે બ્રુનો શુલ્ઝની કૃતિ ‘ધ સ્ટ્રીટ ઓવ્ ક્રોકોડાઇલ્સ’ને વખાણેલી. એ બન્ને લેખકો પોલેંડમાં જ જન્મેલા. શુલ્ઝ બાર વર્ષ મોટા. પોલેંડમાં જન્મેલા યહૂદીઓ પૈકીના કેટલાક પોલિશ ભાષામાં લખતા પણ સિંગર અને એમના મોટા ભાઈ યિદ્દીશ ભાષામાં જ પહેલેથી લખતા. પોલિશ ભાષામાં લખનારા આ લેખકો એમણે જાણે કશે મૂળ નહિ નાંખ્યાં હોય એવા અને આગવી સંસ્કૃતિ વિનાના લાગતા. જ્યારે પોલિશ ભાષામાં લખનારા લેખકો એમ માનતા કે યિદ્દીશ ભાષામાં લખનારા અભણ લોકો માટે, ગરીબો માટે લખે છે. આમ બન્ને એકબીજાને ધિક્કારતા. પોલિશ ભાષામાં લખનારા મોટે ભાગે સામ્યવાદ તરફ ઢળેલા હતા. એમાંના કોઈક સિંગરની ટીકા કરતાં કહેતા, ‘તમે યહૂદી ચોરો અને વેશ્યાઓ વિશે કેમ લખ્યા કરો છો?’ સિંગર જવાબ આપતા. ‘હું જેમને ઓળખું તેમને વિશે જ લખું.’ જેમને ક્યાંય મૂળ નથી હોતાં તેવા લેખકોને કટુ ઉપહાસ કે વ્યંગનો આશ્ચય લેવો પડે છે. સિંગર કાફકા વિશે એવું જ માને છે. પણ કાફકામાં ઊંચી કોટિની કળા છે માટે એ વ્યંગ પ્રચ્છન્ન છે. સિંગરને પોતાને એવી ‘નેગેટિવ’ અને ‘કટુ ઉપહાસ’વાળી શૈલી પ્રત્યે પક્ષપાત નથી. પણ કાફકામાં કપોલકલ્પિત દ્વારા કટુ વાસ્તવિકતાનો પ્રતિકાર થયો છે એમ એઓ સ્વીકારે છે. કાફકાએ તો એક સ્થળે બહુ સ્પષ્ટ રીતે કહ્યું છે, ‘યહૂદીઓમાં અને મારામાં ક્યાં કશું સરખાપણું છે? અરે મારું તો મારી પોતાની જ જોડે ક્યાં કશું સરખાપણું છે? મને તો એક ખૂણામાં, કશા વિશેષ વિના ઊભા રહીને કોઈ શ્વાસ લેવા દે તોય ઘણું!’ | આઇઝાક બાશેવિસ સંગિરને આ વખતનું નોબેલ પારિતોષિક મળ્યું તેથી ઘણાને આશ્ચર્ય થયું હશે. ઘણાં વર્ષ પહેલાં યિદ્દીશ લેખકોની કૃતિઓનું એક સંકલન મેં ખરીદેલું. એમાં એમની વાર્તાઓ પણ હતી અને તે મને ગમેલી. ‘ગિમ્પેલ ધ ફૂલ’નો અનુવાદ ‘ક્ષિતિજ’માં છપાયેલો. જાણીતા અમેરિકી નવલકથાકાર ફિલિપ રોથે ‘ધ અધર યુરપ સિરિઝ’ નામે પૂર્વ યુરપમાં વસતા લેખકોની કૃતિઓની શ્રેણીનું સમ્પાદન પેન્ગ્વીન તરફથી શરૂ કર્યું. તેમાં બ્રુનો શુલ્ઝ અને આઇઝાક બાશેવિસ સિંગરની કૃતિઓ પણ પ્રકટ થઈ. સિંગરે બ્રુનો શુલ્ઝની કૃતિ ‘ધ સ્ટ્રીટ ઓવ્ ક્રોકોડાઇલ્સ’ને વખાણેલી. એ બન્ને લેખકો પોલેંડમાં જ જન્મેલા. શુલ્ઝ બાર વર્ષ મોટા. પોલેંડમાં જન્મેલા યહૂદીઓ પૈકીના કેટલાક પોલિશ ભાષામાં લખતા પણ સિંગર અને એમના મોટા ભાઈ યિદ્દીશ ભાષામાં જ પહેલેથી લખતા. પોલિશ ભાષામાં લખનારા આ લેખકો એમણે જાણે કશે મૂળ નહિ નાંખ્યાં હોય એવા અને આગવી સંસ્કૃતિ વિનાના લાગતા. જ્યારે પોલિશ ભાષામાં લખનારા લેખકો એમ માનતા કે યિદ્દીશ ભાષામાં લખનારા અભણ લોકો માટે, ગરીબો માટે લખે છે. આમ બન્ને એકબીજાને ધિક્કારતા. પોલિશ ભાષામાં લખનારા મોટે ભાગે સામ્યવાદ તરફ ઢળેલા હતા. એમાંના કોઈક સિંગરની ટીકા કરતાં કહેતા, ‘તમે યહૂદી ચોરો અને વેશ્યાઓ વિશે કેમ લખ્યા કરો છો?’ સિંગર જવાબ આપતા. ‘હું જેમને ઓળખું તેમને વિશે જ લખું.’ જેમને ક્યાંય મૂળ નથી હોતાં તેવા લેખકોને કટુ ઉપહાસ કે વ્યંગનો આશ્ચય લેવો પડે છે. સિંગર કાફકા વિશે એવું જ માને છે. પણ કાફકામાં ઊંચી કોટિની કળા છે માટે એ વ્યંગ પ્રચ્છન્ન છે. સિંગરને પોતાને એવી ‘નેગેટિવ’ અને ‘કટુ ઉપહાસ’વાળી શૈલી પ્રત્યે પક્ષપાત નથી. પણ કાફકામાં કપોલકલ્પિત દ્વારા કટુ વાસ્તવિકતાનો પ્રતિકાર થયો છે એમ એઓ સ્વીકારે છે. કાફકાએ તો એક સ્થળે બહુ સ્પષ્ટ રીતે કહ્યું છે, ‘યહૂદીઓમાં અને મારામાં ક્યાં કશું સરખાપણું છે? અરે મારું તો મારી પોતાની જ જોડે ક્યાં કશું સરખાપણું છે? મને તો એક ખૂણામાં, કશા વિશેષ વિના ઊભા રહીને કોઈ શ્વાસ લેવા દે તોય ઘણું!’ |
edits