મનીષા જોષીની કવિતા/મનીષા જોષીની કવિતા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કવિ-પરિચય|}} {{Poem2Open}} મનીષા જોષીનો જન્મ ૬ એપ્રિલ, ૧૯૭૧ ગુજરાતમાં કચ્છ જિલ્લાના માંડવી ખાતે થયો. કચ્છમાં પ્રાથમિક શિક્ષણ લીધા બાદ કૉલેજ અભ્યાસ વડોદરામાં. ૧૯૯૫માં વડોદરાની એમ. એસ...")
 
No edit summary
Line 31: Line 31:
ઓળખી લે છે ,
ઓળખી લે છે ,
દરેક લીલુછમ વૃક્ષ...’
દરેક લીલુછમ વૃક્ષ...’
‘સામ્રાજ્ય’ કાવ્યમાં તે કહે છે : ‘મને ઝરૂખામાં બેસાડો / મને વીંઝણો નાંખો / મને અત્તરના હોજમાં નવડાવો...’ પણ વાસ્તવિકતા એ છે કે આ એક એવી રાણીનું સામ્રાજ્ય છે જેની પાસે હવે દાસીઓ નથી, ગુપ્તચરો પીછેહઠના સંદેશા લાવી રહ્યા છે અને આ સ્ત્રી પોતાનું આખું સામ્રાજ્ય હારી ચૂકી છે પણ સૂક્ષ્મ રૂપે જુઓ તો આ હારેલી સ્ત્રીનાં ઉદ્‌ગાર જ ધારદાર વાર કરવા સક્ષમ છે. તે કહે છે : ‘... પણ એ પહેલાં, રેશમી પરદાઓથી સજાવેલા આ અગણિત ખંડો / જે મેં ક્યારેય પૂરા જોયા નથી / એ જોઈ લેવા છે’... પરંપરાએ જેને શૌર્યના પ્રતીકો ગણ્યા છે, જંગલના સહુથી મોટા શિકારી ગણ્યા છે તેને ચીરીને મસાલા ભરીને વળી ચીરીને ખાલી કરી નાંખવાની એક પ્રબળ ઇચ્છા છે. આ ઇચ્છા શેમાંથી જન્મી છે? કારણ કે સ્ત્રી જાણે છે આ સામ્રાજ્યના પાયા તો કેવળ દંભ અને પોકળતા પર ઊભેલા છે. આ સામ્રાજ્ય સ્વયં એક ભ્રાંતિ છે, છળ છે. ‘કાંચળી’ કાવ્યમાં વિશ્વાસઘાતની, દ્રોહની વાત કેન્દ્રમાં છે. એક સાપની જેમ પ્રેમી પણ કાંચળી ઉતારી બીજી જાળ ફેલાવવા ચાલ્યો જાય છે અને પ્રેમિકાના હાથમાં રહી જાય છે છદ્મ કાંચળી. તો ‘વાળની ગૂંચ’ કાવ્યમાં સોનાની વેણીથી વાળ સજાવતા સુંદર અને શાશ્વત વાળ ધરાવતા નરેશ- પુરુષમાં રક્તપીતિયા કે રોગી હોય તો ય સ્ત્રી પાસે ‘સ્ત્રીધર્મ’ અપેક્ષા રહે છે અકબંધ. આ સ્ત્રી એવા ‘સ્ત્રીધર્મ’માંથી ઝંખે છે મુક્તિ. ‘હોવાપણા’થી ઝંખે છે મુક્તિ. આ જ ભાવની પરાકાષ્ઠા તો પમાય છે ‘ત્રિતાલ’ કાવ્યમાં. સ્ત્રીની સ્વયં પૂર્ણતાની કલ્પના જ કેવી અલાયદી! આ કલ્પના પ્રતિકાર માટે શિંગડા ધરાવતી માળા સુધી વિસ્તરે છે. સ્ત્રી ઉત્ક્રાંતિની પ્રક્રિયા જ આખી રસપ્રદ છે. તે સ્ત્રી જે સ્વયં પૂર્ણ હોય. એક પ્રશ્ન પણ મૂકે છે : ડાયનાસોરની માફક લુપ્ત થઈ જવાશે? ખવીસ-ડાકણ-ડોશીના સૂચક રૂપોની સૃષ્ટિ સુધીની યાત્રામાં વિહરે છે. છેવટે એક કડીરૂપ રૂપની કલ્પના પ્રાપ્તિ કરે છે. વાસ્તવ-અવાસ્તવમાંથી જન્મેલું રૂપ નર હશે કે માદા? એક એવી માદાની ઝંખના જેની પુત્રી રૂપે ચક્ર નિરંતર ચાલતું રહે અવિરત. ખપે તો બસ કેવળ સ્ત્રીની સ્વતંત્ર પૂર્ણતા! ‘હાથ’ કાવ્યમાં કવયિત્રીની ઝંખનાનું રૂપ પણ અનેરું છે. આ કવયિત્રી દેવી પાસે સોનામહોર, ત્રિશૂળ, શંખ કે માળા નથી ઝંખતી તે તો ઝંખે છે કમળ પકડેલો હાથ. એ હાથ જે કમળને સદા યુવાન રાખે છે. હજાર હાથમાંથી આ એક જ હાથની ઝંખના જેથી એ પકડી રાખી શકે એ એક સમગ્ર આયુષ્યને. તેમના કેટલાંક કાવ્યોમાં સ્ત્રી-પુરુષ સંબંધ જગત આલેખિત થયું છે. સ્ત્રી-પુરુષ વચ્ચે રચાતા સંબંધમાં ક્રિયાઓનું આલેખન નવું નથી પણ પુરુષ રોજ રોજ જાણે કે એક નવો અનુભવ આપે છે. જે અવાંછિત જગત તરફ ખેંચી જાય છે. મરવા અને સૂવાની અનિચ્છાએ થતી આ ક્રિયામાં વાસ્તવમાં કોણ મરે છે? કદાચ એક સંબંધ ધીમે ધીમે મરતો જાય અને અને એથી વધુ કારુણ્ય તો એ કે તેના મરણને કોઈ સંવેદનશીલ આંખ નિહાળતી નથી. કોઈ કાન તેની મરણપોક સાંભળતા નથી. ‘કંસારા બજાર’ જેવી રચનામાં વાસણ સમી સ્ત્રીનું એક ભાવવિશ્વ આકર્ષે છે. દુન્યવી એવા ‘કંસારા બજાર’ વચ્ચે ગોબાતી, પડતી, આખડતી, કોતરાતી, એંઠી થતી, વખારમાં પડી રહેતી સ્ત્રીના સંવેદન રૂપો વેધક બની રહે છે. આ કાવ્ય સૂક્ષ્મ રૂપે જુઓ તો એક રીતે સ્ત્રી અને તેના સમયની યાત્રા છે. ‘ડોશીનાં વાળ’ કાવ્યમાં એક એવી વૃદ્ધા કેન્દ્રમાં છે જેના યુવાનીના વાળ આમળાં-અરીઠાંથી ધોવાઈ ધોવાઈને હવે સુકાઈ ગયા છે, લીખીયાના દાંતામાં ભરાઈ ભરાઈને તૂટી જાય છે. આપણે અસંખ્ય વાર કોઈ સ્ત્રીઓને વાળ ઓળીને તૂટેલા વાળને અંગૂઠે વીંટતા જોઈ હશે. આ સાવ સાધારણ ક્રિયાને લઈને કવયિત્રીએ કેવું અસાધારણ સંવેદન ઘડ્યું છે! બે-ત્રણ જ પંક્તિઓમાં વૃદ્ધાની શૈશવથી લઈને યુવાનીની અને હવે પછીની પેઢીના ભવિષ્યને પણ પુનરાવર્તનને મૂકી આપે છે. ક્યારેક શૈશવમાં તેના વાળ ઉતરાવ્યા હશે, યુવાનીમાં ક્યારેક ચમકતા આ જ કેશ લહેરાતા હશે. પણ એ જ વાળ હવે વૃદ્ધ થઈ ગયા છે. આ જ સફેદ વાળ રસોડામાં ઊડીને ગયો છે અને વહુનો કર્કશ અવાજ સંભળાય છે. એ રીતે આ વૃદ્ધા વહુના આવનારા સમયનું પણ સાંકેતિક સૂચક આપે છે. શિશુ ઝંખના અને માતૃત્વની તીવ્ર ઝંખના ‘અતિપ્રિય અતિથિ’ તથા ‘જન્મ અને પુનઃજન્મ’ જેવી રચનાઓમાં પમાય છે. ‘શીતળા સાતમ’ કાવ્યમાં રૂઢ પરંપરા વચ્ચે અસ્તિત્વ ઉત્સવ મનાવતી એક એવી સ્ત્રી છે જે પોતે આચરેલા ‘પાપ’નો નિજાનંદ માણે છે. ‘રજોસ્રાવ’ કાવ્યમાં નારીદેહમાં થતાં ફેરફારની સમાંતરે અતીત બની ગયેલા સમય સ્મરણનું અંકન અને તેનું ગૌરવ પણ ધ્યાનપાત્ર બને છે. ‘હું રજસ્વલા બની એ દિવસથી/ વર્ષોનાં વર્ષો/ મારી પાછળ ટપકતાં રહ્યાં છે/ લોહીનાં ટીપાં/ ને હું સતત લૂછતી રહી એ ટીપાં/ મારી પીઠ પાછળ બાંધેલી સાવરણીથી...’ ‘ખારવાની વહુ’ કાવ્યમાં સ્ત્રી દરિયાની નજીક ઊભેલી છે. જેના મોમાંથી કરચલા ફૂટી રહ્યા છે. તે દરિયા તરફ જાય છે પણ તે ઓગળી શકતી નથી અને પાછી ફરે છે. કારણ કે તેના ગર્ભમાં હવે દરિયામાં ડૂબી ગયેલા પોતાના માછીમાર ધણીનું બાળક છે. આખા સમાજમાં ખારવાની વહુનાં મોંમાંથી કરચલા ખરવાની વાત ફેલાઈ ગઈ છે. આ કરચલા અહીં સ્ત્રીની દમિત અતૃપ્તિ, આવેગ કે રતિ ઝંખનાનું પ્રતીક બનીને આવે છે. સમાજની ભીતર પણ આવી સ્ત્રીઓને જોઈને કરચલા ફૂટે અને આવી અનૈતિક વૃત્તિઓથી સમાજ પણ ભયભીત થાય અને સ્ત્રી પણ. સ્ત્રીનું જાણે કે દેવીમાં રૂપાંતર કરી દેવાય છે. દર્શનના ઓથા હેઠળ તેની ‘પવિત્રતા’ને સાચવી રાખવાની, અકબંધ રાખવાની વાત પરોક્ષ રૂપે છે. એક ધારદાર વ્યંગ્ય પણ નિહિત છે. સ્ત્રી પોતે પણ પાળ બાધી રહી છે કારણ કે દરિયો તેનું ઘર ભાળી ગયો છે. આ ‘પાળ’ પણ અહીં અનેકાર્થ રૂપે રજૂ થાય છે.

નારીવાદે સ્ત્રીના મનોભાવ અને મનોરાગની અભિવ્યક્તિને સ્વાતંત્ર્ય આપ્યું. સ્ત્રી પોતાના સર્જનમાં જાતીય ચેતના અને આવેગોને આલેખતી થઈ. અલબત્ત એ અધિકતમ માત્રામાં નથી આલેખાયું એ પણ સાચું. પણ આ કવયિત્રીની કલમ આ વિષય અનુષંગે પણ નિર્દંભ સાહસ દાખવે છે. નારીવાદની કવિતાઓમાં ક્યાંક ક્યાંક મુખર સ્વરે પુરુષ વિરોધ તારસ્વરે ગુંજે છે જ્યારે મનીષા જોષીની કવિતાઓમાં પુરુષ વિરોધ કરતાં હિંસા વિરોધ વધુ દેખાય છે. એ સાથે જ અહીં સ્ત્રીની દૈહિક ઓળખ પરત્વેની સભાનતા પણ કેન્દ્રસ્થાને અનુભવાય છે જે અનેક રચનાઓમાં નિહાળી શકાય છે. તેમની અતિ જાણીતી રચના ‘ગોઝારી વાવ’ પણ આ સંદર્ભ તપાસવા જેવી છે. આ કાવ્યમાં પુરુષ દ્વેષીણીનું રૂપ જે રૂપે પ્રગટ્યું છે એવું ભાગ્યે જ ગુજરાતી સ્ત્રી કલમે લખાયું હશે.

હા હા એ માણસ જીવે છે હજી
હા હા એ માણસ જીવે છે હજી
Line 62: Line 62:
આ કવયિત્રી કાવ્યોના શીર્ષકો પણ એક વિશેષ ચર્ચા માંગી લે તેવાં અદ્વિતીય તથા આકર્ષક છે. ‘અથાણું અને અંધકાર’, ‘ગોઝારી વાવ’, ‘કંસારા બજાર’, ‘એક હાથનો સમુદ્ર’, ‘પાલર પાણી’, ‘ભાડૂતી ભાષા’, ‘રાત સાથે રતિ’ કે ‘વહાણના સઢ’ આ સંદર્ભે તપાસવા ચોક્કસ ગમે. મનીષા જોષીને આ ધારામાં નોખું પાડતું તત્ત્વ છે એ છે તાજગીસભર, નવીન અને અરૂઢ એવા કલ્પન તથા રૂપકોના વિનિયોગનું. આ કવયિત્રીને મન અન્ય જેટલું જ મહત્ત્વ ‘મારાપણા’નું પણ છે. તેમનાં કાવ્યોમાં આ સ્વર તારસ્વરે ગુંજ્યા કરે છે. ‘મારે હવે જોવા છે..’, ‘મારે હવે મરવું છે...’ કચ્છનું રણ, દરિયો, મીઠાના અગરનું જગત નિરંતર ખળભળતું રહે છે. જેનો નાદ નિરંતર સંભળાતો રહે છે. સમાંતરે સાંપ્રત જગત તેમ જ આંતરિક સૃષ્ટિ પણ એ જ લયે આંદોલિત થતી અનુભવાય છે. કહેવું જોઈએ કે અછાંદસ રચનાઓમાં જીવનના નવ્ય છંદ-કુછંદને આલેખતી આ કવયિત્રીની કાવ્યયાત્રાને અંતે આપણે પણ પહોંચીએ છીએ મુક્તિશોધના ઉત્તુંગ શિખર સુધી. એ જ આપણી પણ ઉપલબ્ધિ.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = પ્રકાશન માહિતી
}}
18,450

edits