ગુજરાતી નિબંધ-સંપદા/શિરીષ પંચાલ/આ રહ્યું નરક: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''આ રહ્યું નરક'''}} ---- {{Poem2Open}} જેમણે ગરુડપુરાણ વાંચ્યું છે તે બધા તેના...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''આ રહ્યું નરક'''}}
{{SetTitle}}
----
{{Heading|આ રહ્યું નરક | શિરીષ પંચાલ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જેમણે ગરુડપુરાણ વાંચ્યું છે તે બધા તેનાં વર્ણનોથી, મરણ પછી જીવની થતી અવદશાથી કંપી ઊઠે છે. નરકનું અતિશયોક્તિભર્યું વર્ણન પુણ્યશાળી – જો મ્યુઝિયમમાં સાચવવા જેટલા પણ વધ્યા હોય તો-જીવોને પણ કમકમાં ઉપજાવે છે. પણ હવે આપણામાંથી કોઈએ નરક માટે મરણની રાહ જોવાની જરૂર નથી. જહાંગીર જેલમનું મૂળ જોઈને બોલી ઊઠ્યો હતો કે દુનિયામાં જે કોઈ જન્નત હોય તો તે અહીં જ છે, અહીં જ છે. આપણી આ દિવ્યરત્ના વસુંધરા પરના કોઈ પણ શહેર માટે કહી શકાય કે દુનિયામાં જો ક્યાંય જહન્નમ હોય તો તે અહીં જ છે. દુનિયાની વાત બાજુ પર રાખીએ અને ભારતની જ વાત કરીએ તે તો ભાગ્યે જ કોઈ શહેર હવે આમાં અપવાદરૂપ હશે. ગરીબી, બેકારી, ભૂખમરો, જુગારખાનાં, વ્યભિચાર, ગુંડાગીરી, સ્ત્રીઓની છેડતી, ચીજવસ્તુઓની અછત, સવારના પહોરથી તેલ, કેરોસીન માટે લાગતી કતારો, જ્યાંત્યાં માણસોના રાફડા, ઘોંઘાટના ઉત્સવો, અરાજકતામાં ફેરવાઈ ગયેલો વાહનવ્યવહાર, બિહામણી-કદરૂપી તોતિંગ ઇમારતો, વૃક્ષો વિનાના માર્ગ, હવામાં કાર્બન મોનૉક્સાઇડ અને રસાયણોની ઉત્કટ દુર્ગંંધ; નાળાંઓમાં વહેતાં લાલ, કેસરી, ભૂરા, લીલાં, જાંબલી વિષ; સંપૂર્ણપણે અદર્શનીય બની ચૂકેલી નદી, રસ્તાની રેલિંગ આગળ કોઈપણ પ્રયોજન વિના ટોળે વળેલા, વાતચીત કરવામાંથી પૂરેપૂરા મોક્ષ મેળવી બેઠેલા, ભારતના નવનિર્માણની જવાબદારી જેમને સોંપવામાં આવી છે તે યુવાનો, અકાળે શરીરનું પ્રદર્શન કરવા નીકળી પડેલી કિશોરીઓ – નરકમાં હવે ખૂટે છે શું? આ કોઈના અભિશાપથી આપણને મળ્યું કે આપણે જ ઊભું કર્યું છે? શું પામવા માટે આ માયાજાળ ઊભી કરી?