અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રદ્યુમ્ન તન્ના/છોળ: Difference between revisions

Blanked the page
(Created page with "<poem> થાય છે આખે આખો અસબાબ આપી દઉં ભૂંસી નાખું હથેળી પરની રેખાઓ જેમ બા...")
 
(Blanked the page)
Tag: Blanking
 
Line 1: Line 1:
<poem>
 
થાય છે આખે આખો અસબાબ આપી દઉં
ભૂંસી નાખું હથેળી પરની રેખાઓ
જેમ બાળપણમાં ભૂંસતો’તો કાળી પાટી પરના અક્ષરો!
વાસી દઉં સ્મૃતિમંજૂષાને તાળું,
ને ફાડી નાખું સ્નેહતરસ્યા કાગળો
ઓલવાયેલી અપેક્ષામાં
નથી રાખવું મારે કશું જ
મારું ન કહી શકાય તેવું!
ભલે ફાટતાં રહે, નથી સાંધવાં વસ્ત્રો,
ભલે ઊખડ્યા કરે ભીંત પરથી પોપડા એક પછી એક,
હવે નથી સમારવી દીવાલ!
નથી સંચારવું ચૂતું છાપરું!
ભલે પછડાઈ પછડાઈને ગોબાઈ જાય વાસણો,
મારે નથી ઉપાડવો કોઈનોય ગોબો!
</poem>
887

edits