ગુજરાતી નિબંધ-સંપદા/ભરત નાયક/આંબાવાડિયું: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''આંબાવાડિયું'''}} ---- {{Poem2Open}} પાછલે બારણે વાડામાં કુવેડિયાની ગીચ ઝાડ...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''આંબાવાડિયું'''}}
{{SetTitle}}
----
{{Heading|આંબાવાડિયું | ભરત નાયક}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પાછલે બારણે વાડામાં કુવેડિયાની ગીચ ઝાડી. ત્યાં રાતાં – જાંબલી – લીંબોઈ પતંગિયાં ઊડાઊડ કરે. જંદાનાં ઝૂમખાં પવનમાં ઝોલાં ખાયા કરે. કેસરી પૂદવાળા ને સૂકા પીપળ પાનની રેષા જેવી પાંખવાળા વાણિયા ઠેકાઠેક કરે, અંદર હરડા ને ઉદરડા ફરે, ઉકરડે નોળિયો ગામના સરપંચની જેમ ડોક ઊંચી કરે. વાડે વાડે હારબંધ મારાણી, ઉપરથી તણખલાં લટકે, એને સુગરી આવી આવીને તાણી જાય. લટકતાં તણખલાંને ગાય ડોક ઊંચી કરી જીભથી સેરવી લે – તાનમાં આવી ડોક ધુણાવે, એવી એની ટોકરી રણકે. એવી જ અમારે ઘરને પાછલે બારણે કૂવાની ગરગડી બોલે – કેવી બોલે? બલિયા કોશ તાણતા હોય ત્યારે ઊંચકાઈ આવેલાં હીંચતાં ડબલાં ચીંચવાય કની, એવું બોલે, વાડામાં કૉ’લું કરે ત્યારે શેરડી પીલાય ને સાગનાં પિલાણિયાં બોલે કની, એવું બોલે. પાડોશી બેનપણી કૂવેથી પાણી ભરી ચોકમાંથી ઘરમાં ને ઘરમાંથી ચોકમાં – ખિસકોલીની જેમ અલપઝલપ ઝબક્યા કરે તે એની કેડમાં ઘડો, એમાંથી છલકાતું પાણી બોલે કની, એવું બોલે. આ બેનપણી ને બેચાર ભિલ્લુ લઈને કુવેડિયાની ઝાડી વચોવચ અડીખમ તોતિંગ આમલી આગળ – રાવટી તાણી બાંધી હોય એવી આમલી આગળ – અમે ઘર ઘર રમીએ. અમારી આ આમલી મરખે કલબલ કલબલ, બપોરે એમાં ડેરાકો, પછી ભંજાતુ થતામાં પાછી જીવતીઃ કાબર ને કાગડા ને બગલા સૌનો માળો પકડી લે, હરડા ને ખિસકોલા એનાં બાકોરાં પકડી લે, ભોજલાં ઉપરના કૂંપારામાં ઠરીઠામ થઈ જાય. ટીહલાણીએ ઝિલાયેલો ગુલાબી તડકો ધીમે ધીમે નંજવાતો જાય, એમાંથી સૂડા પસાર થઈ જાય, રતાશ પર ઓળો પથરાઈ જાય એટલે માથે વાગરાંની પાંખ વીંઝાવા માંડે, રાતની ગોદડીમાં આભલાં ચમકતાં હોય એમ કંસારી ત્રમત્રમી ઊઠે. તડાકા ને ચાંદરણાં ને વીજળી આગિયાના ઝબકારા પી પી માતીને લઠ્ઠ થઈ ગયેલી અમારી આ આમલીની ઝીણી ઝીણી કૂંણી, અડધી ધોળી મંજરીની ખાટીતમ પમરી ભોંય પર પથરાયેલી રહેતી, ત્યાં –