825
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''ઘર મારામાં ધબકે છે'''}} ---- {{Poem2Open}} મારા જ ઘરમાં મારે જાતે તાળું ખોલીન...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|ઘર મારામાં ધબકે છે | પ્રફુલ રાવલ}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મારા જ ઘરમાં મારે જાતે તાળું ખોલીને દાખલ થવાનું ભાગ્યે જ બને છે – માંડ બે-પાંચ વર્ષે. પણ જ્યારે હું તાળું ખોલું છું ને બારણું ધકેલીને પ્રવેશ કરવા જાઉં છું ત્યારે હું ઝટ દઈને દાખલ થઈ શકતો નથી. કોઈક જાણે મારું બારણું રોકીને બેઠું હોય છે! કોઈ જ દેખાતું નથી, છતાંય મને ભ્રમ થયા કરે છે – કોઈક છે, કોઈક છે, મારું કોઈક છે. આંખ મીંચકારીને હું પુનઃ જોવા મથું છું. છતાંય કશું જ જોઈ શકતો નથી ને દાખલ થવાનું પણ ક્ષણભર ભૂલી જાઉં છું. ખૂલેલાં બારણાંમાંથી એક પ્રકારની ખુશ્બૂ આવે છે. હું એ ખુશ્બૂના આકર્ષણે ઘરમાં પ્રવેશી જાઉં છું. અત્યારે એમ જ ઘરમાં દાખલ થયો છું. આજુબાજુથી ઊડીને આવેલી ધૂળ પડી છે. ભોંયતળિયા પર પડેલી ધૂળમાં મારા પગની છાપ પડી છે. હું એ છાપ જોઉં છું ને શોધું છું એમાં મારી ગઈ કાલ. હું તાળું ખીંટીએ લટકાવીને પાટ પર પડેલા કપડાં વડે પાટને સાફ કરું છું. હવામાં ધૂળ ઊડે છે. હું ઊડતી ધૂળ જોઉં છું. એમાંથી સ્મૃતિની સુવાસ પામું છું. ઘરમાં એકલો છું. જરાય ઘોંઘાટ નથી છતાંય અનેક વાર કાને અથડાય છે. જાણે મારું ઘર મારી સાથે વાતે વળગ્યું છે! એ જ મને કહ્યા કરે છે અતીતની વાતો. | મારા જ ઘરમાં મારે જાતે તાળું ખોલીને દાખલ થવાનું ભાગ્યે જ બને છે – માંડ બે-પાંચ વર્ષે. પણ જ્યારે હું તાળું ખોલું છું ને બારણું ધકેલીને પ્રવેશ કરવા જાઉં છું ત્યારે હું ઝટ દઈને દાખલ થઈ શકતો નથી. કોઈક જાણે મારું બારણું રોકીને બેઠું હોય છે! કોઈ જ દેખાતું નથી, છતાંય મને ભ્રમ થયા કરે છે – કોઈક છે, કોઈક છે, મારું કોઈક છે. આંખ મીંચકારીને હું પુનઃ જોવા મથું છું. છતાંય કશું જ જોઈ શકતો નથી ને દાખલ થવાનું પણ ક્ષણભર ભૂલી જાઉં છું. ખૂલેલાં બારણાંમાંથી એક પ્રકારની ખુશ્બૂ આવે છે. હું એ ખુશ્બૂના આકર્ષણે ઘરમાં પ્રવેશી જાઉં છું. અત્યારે એમ જ ઘરમાં દાખલ થયો છું. આજુબાજુથી ઊડીને આવેલી ધૂળ પડી છે. ભોંયતળિયા પર પડેલી ધૂળમાં મારા પગની છાપ પડી છે. હું એ છાપ જોઉં છું ને શોધું છું એમાં મારી ગઈ કાલ. હું તાળું ખીંટીએ લટકાવીને પાટ પર પડેલા કપડાં વડે પાટને સાફ કરું છું. હવામાં ધૂળ ઊડે છે. હું ઊડતી ધૂળ જોઉં છું. એમાંથી સ્મૃતિની સુવાસ પામું છું. ઘરમાં એકલો છું. જરાય ઘોંઘાટ નથી છતાંય અનેક વાર કાને અથડાય છે. જાણે મારું ઘર મારી સાથે વાતે વળગ્યું છે! એ જ મને કહ્યા કરે છે અતીતની વાતો. |