26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૬૮. હોરી|}} <poem> </poem> <br> {{HeaderNav2 |previous = |next = }}") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
ઘેર આવો વસંત વિલાસી; વિલાસી, ઘેર. ટેક | |||
આવે સમે કેમ આપ થયા છો, પિયુ પરદેશ પ્રવાસી; | |||
અવધ ઉપર દિન અધિક ગયા છે, ફાગણની ગુણ રાશી; | |||
પ્રિયા આવી પૂરણ માસી, ઘેર આવો વસંત વિલાસી. | |||
લખી લખી કાગળ લખવાની લેખણ, ઘણું લખતાં ગઈ ઘાસી; | |||
આપનો ઉત્તર એકે ન આવ્યો, એ થકી થઈ છું ઉદાસી; | |||
નકી બેઠી થઈને નિરાશી, ઘેર આવો વસંત વિલાસી. | |||
કંથ કથનથકી કોલ કર્યો હતો, એક દિન બેસી અગાશી; | |||
પ્યારી તને નહિ પલક વિસારું, તે નથી જોતા તપાસી; | |||
સ્વામી કેમ મળશે શાબાશી, ઘેર આવો વસંત વિલાસી. | |||
પિયુ તમ અરથે પલંગ બિછાવું, ખાટ બાંધું ખૂબ ખાસી; | |||
ચંપા ચંબેલી ગુલાબના ગજરા, હાર પહેરાવું હુલાસી; | |||
વંદન જોઉં નેણ વિકાસી, ઘેર આવો વસંત વિલાસી. | |||
આ ઋતુમાં રમે પિયુ સંગ પ્રેમદા, હેતે કરી કરી હાંસી; | |||
દલપતરામના દેવે દીધી હોય, જોડ જો રામ સીતાશી; | |||
કશી કેમ રાખે કચાશી, ઘેર આવો વસંત વિલાસી. | |||
</poem> | </poem> | ||
edits