શૃણ્વન્તુ/છેલ્લા દાયકાનું ગુજરાતી સાહિત્ય: Difference between revisions

no edit summary
No edit summary
Line 1: Line 1:
{{Center|'''છેલ્લા દાયકાનું ગુજરાતી સાહિત્ય'''}}
{{SetTitle}}
----
 
{{Heading|છેલ્લા દાયકાનું ગુજરાતી સાહિત્ય| સુરેશ જોષી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સાહિત્યની પ્રગતિનું સરવૈયું કાઢવા માટે એક દાયકાનો ગાળો કદાચ ટૂંકો લાગે. આમ છતાં અનેક નિમિત્તે, જે થઈ ચૂક્યું છે કે થતું આવે છે તેને વિશે જ નહીં પણ ભવિષ્યમાં શું થશે તે વિશે પણ વિચારણા થયા કરતી હોય છે. કેટલાકના મતે ગાંધીયુગ હજી સાહિત્યમાં ચાલુ છે. એ યુગથી જુદા પડવા જેવાં લક્ષણો સ્વાતન્ત્ર્યોત્તર સાહિત્યે ઝાઝાં બતાવ્યાં હોય એવું એમને લાગતું નથી. તો કેટલાકને મતે આ છેલ્લા દાયકામાં ઘણાં નવાં પ્રસ્થાનો થયાં છે. હવે નવી દિશાઓ ખૂલી છે. ઘણી અક્ષુણ્ણ કેડીએ પગલાં મંડાયાં છે. સાહિત્યમાં નવી ચળવળો શરૂ થાય છે અને તરત જ સમેટાઈ જાય છે, હવે બધું તેજ રફતારથી બની રહ્યું છે. આ વિશે, કેવળ સાહિત્યને જ નહીં પણ સવિશેષ તો સંસ્કૃતિને ચાહનારા, કેટલીક ચિન્તા પણ સેવે છે. નવાં વલણો અનુકરણાત્મક છે, એમાં મૌલિકતા ઝાઝી નથી, એમાં અશ્રદ્ધા વિશેષ છે, સભાનપણે મૂલ્યવિધ્વંસક બનવાનો ધખારો છે. આવાં વલણોનાં મૂળ ભારતીય સંસ્કૃતિમાં નથી એટલું જ નહીં, એ સંસ્કૃતિને વિઘાતક નીવડે એવો પણ એમને ભય રહે છે. આથી કોઈ દુ:સ્વપ્નની જેમ આ બધું ભુંસાઈ જશે એવી એઓ આશા સેવે છે.

18,450

edits