17,546
edits
(+created chapter) |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મનુભાઈ રાજારામ પંચોળી, ‘દર્શક’ (૧૫-૧૦-૧૯૧૪) : નવલ કથાકાર, નાટ્યકાર, નિબંધકાર. જન્મસ્થળ પંચાશિયા (જિ. સુરેન્દ્રનગર). પ્રાથમિક શિક્ષણ તીથવા-૯ગુણસરમાં. માધ્યમિક શિક્ષણ વાંકાનેરમાં. તત્કાલીન રાષ્ટ્રીય આંદોલનથી પ્રેરાઈને અભ્યાસત્યાગ. સ્વાતંત્રયલડતમાં સક્રિયતા અને તેથી જેલવાસ. ૧૯૩૨માં ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થામાં ગૃહપતિ તરીકે કારકિર્દીનો આરંભ. ૧૯૩૮ થી આંબલામાં ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં અધ્યાપક અને ત્યારબાદ ૧૯૫૩થી સણોસરામાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં અધ્યાપક, નિયામક અને મૅનેજિંગ ટ્રસ્ટી. ૧૯૪૮માં ભાવનગર રાજયની જવાબદાર પ્રજાતંત્રમાં શિક્ષણપ્રધાન. ૧૯૬૭ થી ૧૯૭૧ સુધી ગુજરાત વિધાનસભાના સભ્ય અને એ દરમિયાન ૧૯૭૦માં ગુજરાત રાજયના શિક્ષણમંત્રી. ૧૯૮૦ સુધી રાજ્ય શિક્ષણ સમિતિના સભ્ય. ઇતિહાસ અને સંસ્કૃતિના ચાહક. ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્ય, ઇતિહાસ, દર્શન, રાજનીતિ અને ધર્મવિષયક ગ્રંથનું વાંચનમનન અને પરિશીલન. ટાગોરના સૌંદર્યબાધ અને ગાંધીજીના આચારબોધની ઊંડી અસર, પ્રકૃતિએ ચિંતક હોવાની સાથે જાગૃત કેળવણીકાર. નિર્ભીક પત્રકાર અને પીઢ સમાજસેવક. ૧૯૬૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૭૫માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. ૧૯૮૭માં ઝેર તો પીધાં ને ભારતીય જ્ઞાનપીઠને મૂર્તિદેવી પુરસ્કાર. ૧૯૮૨માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. | |||
નવલકથા, નાટક અને નિબંધ જેવાં સાહિત્યસ્વરૂપમાં પ્રદાન દ્વારા લબ્ધપ્રતિક ‘દર્શક’ની સર્જકપ્રતિભાનો સર્વોત્તમ આવિષ્કાર એમની નવલકથાઓમાં જોવા મળે છે. વિશાળ વાચનના અધ્યાસથી, અને ગાંધીપ્રેરિત માનવતાવાદી અભિગમથી પ્રેરાયેલી એમની સર્જકચેતના એમની નવલક્થાઓમાં વિશેષભાવે અભિવ્યક્તિ પામી છે. જેલજીવનનાં વિવિધ પાસાંઓને અનુલક્ષીને રચાયેલી. પ્રથમ નવલકથા ‘બંદીઘર' (૧૯૩૫)માં ૧૯૩૦-૩૧ના રાષ્ટ્રીય વાતાવરણના નિરૂપણમાં લેખકના નિજી અનુભવનો સંપર્શ છે. જલના નિષ્ઠર અમલદારોને દમનને તેડવા માટેના સત્યાગ્રહી કેદીઓના સંઘર્ષનું એમાં આલેખન છે. ભાવવાહી કથનશૈલીને કારણે નવલકથા રસપ્રદ કૃતિ બની શકી છે. | નવલકથા, નાટક અને નિબંધ જેવાં સાહિત્યસ્વરૂપમાં પ્રદાન દ્વારા લબ્ધપ્રતિક ‘દર્શક’ની સર્જકપ્રતિભાનો સર્વોત્તમ આવિષ્કાર એમની નવલકથાઓમાં જોવા મળે છે. વિશાળ વાચનના અધ્યાસથી, અને ગાંધીપ્રેરિત માનવતાવાદી અભિગમથી પ્રેરાયેલી એમની સર્જકચેતના એમની નવલક્થાઓમાં વિશેષભાવે અભિવ્યક્તિ પામી છે. જેલજીવનનાં વિવિધ પાસાંઓને અનુલક્ષીને રચાયેલી. પ્રથમ નવલકથા ‘બંદીઘર' (૧૯૩૫)માં ૧૯૩૦-૩૧ના રાષ્ટ્રીય વાતાવરણના નિરૂપણમાં લેખકના નિજી અનુભવનો સંપર્શ છે. જલના નિષ્ઠર અમલદારોને દમનને તેડવા માટેના સત્યાગ્રહી કેદીઓના સંઘર્ષનું એમાં આલેખન છે. ભાવવાહી કથનશૈલીને કારણે નવલકથા રસપ્રદ કૃતિ બની શકી છે. | ||
૧૮૫૭ના મુક્તિસંગ્રામની પશ્ચાદ્ભૂમાં સર્જાયેલી નવલકથા. ‘બંધન અને મુકિત' (૧૯૩૯)માં ગાંધીયુગીન વાતાવરણ અને વિચારપ્રણાલીને સ્પષ્ટ પ્રતિભાવ જોવાય છે. દેશની પરાધીનતાના સંદર્ભમાં હિંસા અને અહિંસા, યુદ્ધ અને પ્રેમ, બંધન અને મુકિતની વાત સ્થળ-સૂક્ષ્મ સ્તરે અભિવ્યક્તિ પામી છે. અવિરત રાષ્ટ્રપ્રેમને પ્રેરતી સમગ્ર કથા માનવજીવનનાં નૈતિક મૂલ્યોના વિજયની અને એ વિજય માટે અપાતાં બલિદાનોની ગૌરવગાથા છે. | ૧૮૫૭ના મુક્તિસંગ્રામની પશ્ચાદ્ભૂમાં સર્જાયેલી નવલકથા. ‘બંધન અને મુકિત' (૧૯૩૯)માં ગાંધીયુગીન વાતાવરણ અને વિચારપ્રણાલીને સ્પષ્ટ પ્રતિભાવ જોવાય છે. દેશની પરાધીનતાના સંદર્ભમાં હિંસા અને અહિંસા, યુદ્ધ અને પ્રેમ, બંધન અને મુકિતની વાત સ્થળ-સૂક્ષ્મ સ્તરે અભિવ્યક્તિ પામી છે. અવિરત રાષ્ટ્રપ્રેમને પ્રેરતી સમગ્ર કથા માનવજીવનનાં નૈતિક મૂલ્યોના વિજયની અને એ વિજય માટે અપાતાં બલિદાનોની ગૌરવગાથા છે. |
edits