એકોત્તરશતી/૨૮. દેવતાર ગ્રાસ: Difference between revisions

Added Years + Footer
(Created page with "{{SetTitle}} {{Heading|દેવતાર ગ્રાસ (દેવતાર ગ્રાસ)}} {{Poem2Open}} ગામે ગામ એ વાત ધીમે ધીમે ફેલાઈ ગઈ કે મૈત્ર મહાશય તીર્થસ્નાન માટે સાગરસંગમે જવાના છે. સાથીઓ મળી ગયા, કેટલાંય બાળકો અને વૃદ્ધો, સ્ત્રીઓ અને પ...")
 
(Added Years + Footer)
Line 2: Line 2:

{{Heading|દેવતાર ગ્રાસ (દેવતાર ગ્રાસ)}}
{{Heading|દેવતાર ગ્રાસ (દેવતાર ગ્રાસ)}}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 19: Line 18:
બોલતાં બોલતાંમાં બધા ખલાસીએ અને હલેસાં મારનારાઓએ મળીને જોર કરીને રાખાલને માની છાતીએથી છીનવી લીધો. મૈત્ર બે આંખો બંધ કરીને, કાને હાથ ઢાંકી દઈને, દાંતેદાંત દબાવીને મોં ફેરવીને બેસી રહ્યો. કોઈકે તેને એકાએક મર્મસ્થાનોમાં વીજળીના ચાબખા માર્યાં—વીછીના ડંખ દીધા, ‘માસી, માસી, માસી' એવા નિરુપાય અનાથના અંતિમ પાકારે આવીને તેના બંધ કાનોને અગ્નિની સળીની પેઠે વીંધી નાખ્યા. બ્રાહ્મણ બૂમ પાડી ઊઠયો, ‘થોભો! થોભો! થોભો!’ ક્ષણમાં જુએ છે તો મોક્ષદા તેને ચરણે મૂર્છા ખાઈને પડેલી છે. ક્ષણને માટે ફૂટતાં મોજામાં આર્ત આંખો ખોલીને ‘માસી’ કહીને પુકાર કરીને બાળક અનંતતિમિરને તળિયે અલોપ થઈ ગયો. કેવળ ક્ષીણ મૂઠી એક વાર વ્યાકુળ બળથી ઊંચી થઈ આકાશમાં આશ્રય શોધી હતાશ થઈને ડૂબી ગઈ.

‘તને પાછો લાવીશ’ —એમ ઊંચે શ્વાસે કહીને બ્રાહ્મણે એક ક્ષણમાં પાણીમાં ઝંપલાવ્યું. પાછો ઉપર ન આવ્યો. સૂર્ય અસ્ત થયો.

<br>
૨૯ ઑક્ટોબર, ૧૮૯૭
{{સ-મ|||'''(અનુ. નગીનદાસ પારેખ)'''}} <br>
‘કથા ઓ કાહિની’
{{સ-મ|||'''(અનુ. નગીનદાસ પારેખ)'''}}  
{{Poem2Close}} {{HeaderNav2 |previous =૨૭. મદન ભસ્મેર પર |next =૨૯. અભિસાર  }}
17,546

edits