એકોત્તરશતી/૬૬. શા-જાહાન: Difference between revisions

Added Years + Footer
(Created page with "{{SetTitle}} {{Heading|શાહજહાન (શા-જાહાન)}} {{Poem2Open}} કાળના સ્રોતમાં જીવન યૌવન ધનમાન—બધું જ વહી જાય છે એ વાત, હે ભારત-ઈશ્વર શાહજહાન, તમે જાણતા હતા. માત્ર તમારી અંતરવેદના ચિરંતન થઈ ને રહે, એ જ સમ્રાટ, તમારી...")
 
(Added Years + Footer)
Line 11: Line 11:
ખોટી વાત! કોણ કહે છે જે ભૂલ્યા નથી? સ્મૃતિના પિંજરના દ્વારને ખોલ્યાં નથી એમ કોણ કહે છે? ભૂતકાળના એ ચિર અસ્ત-અન્ધકારે આજેય શું તમારા હૃદયને બાંધી રાખ્યું છે? વિસ્મૃતિના છીંડામાંથી આજેય શું એ બહાર નીકળી નાઠું નથી? સમાધિમંદિર એક સ્થાને સદાકાળ સ્થિર રહે છે, ધરતીની ધૂળમાં સ્મરણના આવરણથી મરણને એ જતન રીતે ઢાંકી રાખે છે. પણ જીવનને કોણ રોકી રાખી શકે? આકાશનો પ્રત્યેક તારો એને સાદ દે છે? લોકેલોકમાંથી નવ નવ પૂર્વાચળના પ્રકાશમાંથી એને નિમંત્રણ મળે છે. સ્મરણની ગાંઠ તોડી બંધવિહીન બનીને એ વિશ્વને રસ્તે દોડી જાય છે. મહારાજ, કોઈ પણ મહારાજ્ય ક્યારેય તમને પકડી રાખી શક્યું નહિ. સમુદ્રથી ગાજતી પૃથ્વી, હે વિરાટ, તમને ભરી શકી નહિ—તેથી આ ધરતીને, જીવનના ઉત્સવને અંતે, માટીના પાત્રની જેમ અને પગે ઠેલી દઈને ફેંકીને તમે ચાલ્યા ગયા. તમારી કીર્તિના કરતાં તમે મહાન, તેથી તમારા જીવનનો રથ તમારી કીર્તિને વારંવાર પાછળ પાડી દે છે.  

તેથી તમારાં  ચિહ્ન અહીં પડ્યાં રહ્યાં છે, તમે અહીં નથી. જે પ્રેમ આગળની દિશામાં ચાલવાનું કે ચલાવવાનું જાણતો નથી, જે પ્રેમે રસ્તાની વચ્ચે પોતાનું સિંહાસન માંડ્યું હતું. તેના વિલાસનું સંભાષણ રસ્તાની ધૂળની જેમ તમારા પગને વળગીને રહ્યું હતું.—એ ધૂળને તમે પાછી વાળી છે. તમારી પાછળની એ પદરજ પર તમારા ચિત્તમાંથી વાયુની સાથે એકાએક ક્યારેક જીવનની માળામાંથી ખરેલું બીજ ઊડીને પડ્યું હતું. તમે દૂર ચાલી ગયા છો. એ બીજ અમર અંકુરે આકાશ ભણી નીકળ્યું છે, ગંભીર ગાને એ કહે છે: ‘ગમે તેટલે દૂર નજર નાંખું છું, પણ નથી, નથી, એ પથિક નથી. પ્રિયાએ એને રોકી રાખ્યો નહીં, રાજ્યે એનો રસ્તો મોકળો કરી દીધો, સમુદ્ર કે પર્વતે એને રોક્યો નહિં. આજે એનો રથ રાત્રિના આહ્વાને નક્ષત્રના ગાને પ્રભાતના સિંહદ્વાર ભણી જઈ રહ્યો છે. તેથી સ્મૃતિના ભારથી હું અહીં પડી રહ્યું છું, ભારમુક્ત એ અહીં નથી.’

<br>
૩૧ ઑક્ટોબર, ૧૯૧૪
{{સ-મ|||'''(અનુ. સુરેશ જોશી)'''}} <br>
‘બલાકા’
{{સ-મ|||'''(અનુ. સુરેશ જોશી)'''}}  
{{Poem2Close}} {{HeaderNav2 |previous = ૬૫. છબિ  |next =૬૭. ચંચલા }}
17,546

edits