ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કિરીટ દૂધાત/લીલ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{Center|'''લીલ'''}}
{{SetTitle}}
----
{{Heading|લીલ | કિરીટ દૂધાત}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સવારથી આમ ખુરશીમાં બેઠી છું. મારાં ભાભી અને બા આવીને બે-ત્રણ વાર કહી ગયાં કે આ અવસ્થામાં આમ ને આમ બેઠાં રહેવું સારું નહીં. હું તમારા ઘરમાં ચાલતી ધમાલ જોયા કરું છું. બધાં વાતો કરે છે કે તમે પણ આટલામાં ક્યાંક હશો. બધી વિધિ જોતા હશો. મારા તરફ કોઈનું ધ્યાન નથી. હા, તમારી કાકાનો દીકરો રસિક વીસ-પચીસ મિનિટે હું બેઠી છું કે નહીં તે જોઈ લે છે. તમે હોત તો બધાંનું ધ્યાન ચુકાવીને મારી પાસે આવ્યા હોત. ગુસ્સો આવે એવી કશીક મશ્કરી કરીને ચાલતા થયા હોત. રસિક આંખોથી પૂછી લેત, ‘જઈ આવ્યો?’ તમે આંખોથી જ ‘હા’ કહીને મારી સામે કશોક ઇશારો કર્યો હોત.