મધુસૂદન ઢાંકી સાથે એક દીર્ઘ મુલાકાત/ગદ્ય સ્થપતિ ઢાંકીસાહેબ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{center|<big><big><big>'''ગદ્ય સ્થપતિ ઢાંકીસાહેબ'''</big></big></big>}}

{{Poem2Open}}
ઢાંકીસાહેબ ગામમાં હોય ત્યારે રોજ રોટલી ખાતા હોઈએ પણ કોઈ દિવસ ભાવતું ભોજન મિષ્ટાન્ન મળે તેવું લાગે. મિષ્ટાન્ન મિષ્ટ તો ખરું જ પણ પૌષ્ટિક પણ. કહે છે કે ગુરુદત્તાત્રયને ઘણા ગુરુઓ હતા એ અર્થમાં તેઓ મારા ગુરુ છે પણ ગુરુ અને શિષ્યનો જે પ્રાચીન સંદર્ભ છે તે અર્થમાં નહીં. કારણ કે તેમનું શિષ્યત્વ ગ્રહણ કરી તેમના જ્ઞાનને પામી તેમના ક્ષેત્રમાં આગળ વધતો નથી. તે ત્રેવડ પણ નથી. પણ તેમની જ્ઞાનસરિતાને તીરે બેસી જે કાંઈ ચાંગળું ઝીલાય છે તેનો લાભ અવશ્ય લઉં છું.

ઢાંકીસાહેબને ગુજરાતમાં પ્રાચ્યવિદ્યામાં તેમના ક્ષેત્રના ગણતર માણસો અને તેમના સગાસ્નેહીઓ સિવાય વધારે માણસો ઓળખતા નથી. ઓળખવા જેવા છે. જાણવા જેવા છે. દેશવિદેશમાં તો તેમને ઘણા જાણે છે. ગુજરાતને કોઈએ ગાંડી ગુજરાત અમસ્તી જ થોડી કહી છે. એ ગાંડી એટલા માટે છે કે તેના રતનની વાત તો જવા દઈએ પણ તે પોતાને જ ક્યાં પૂરેપૂરી ઓળખે છે.

Line 17: Line 17:
‘ગિરિદુર્ગ, જલદુર્ગ અને રણદુર્ગ એમનાં રોમાંચક પરિમંડલને આશ્રર્ય, પ્રભાવે રમણીય જરૂ૨ બની ઊઠે છે; પણ ત્યાંયે દૂર્ગનો બાંધો પ્રોન્નત, બળ અને દૃઢતાની પ્રતીતિ કરાવનાર અને એના પાસાં પડખલાં અને કોઠીઓનો લીલાવિલાસ, છન્દોલય રચી દેતાં ચોકોરના ભંગ, પ્રતિભંગ પણ વૈવિધ્યપૂર્ણ ચારિચારુ હોય. એની ઊંચાઈ, ચોડાઈ, બુરજોના ઢાળ અને કોઠી પરના કાંગરાઓનાં છાયાચિત્રોના ખેલ-પ્રતિખેલ આમોદકારી હોય તો જ તે પરિસરની ભૂ-લીલા તેમજ વ્યોમરેખાના લયમાં એકરસ થઈ સ્વત્વ નિજાકર ખોઈ બેઠા સિવાય એકકાર બની - અનોખી ચિત્રાત્મકતા પ્રગટાવી શકે છે.'  

દુઃખની વાત છે કે ઢાંકીસાહેબ હવે ગુજરાતીમાં લખતા નથી અને છપાયેલાં લેખો પણ વેરવિખેર પડ્યા છે. એ લેખો ગ્રંથસ્થ થાય તો તે વિષયના જ્ઞાન સાથે શૈલીનો પણ સ્વાદ આપણને જરૂર મળે. આવા માણસો પ્રાચીન સ્થાપત્ય જેવા હોય છે. તેમને જાણવા જ નહીં, જાળવવા જોઈએ. એમના માટે નહીં પણ આપણા સ્વાર્થ માટે કે જેથી આપણે થોડો વધુ વખત તેમાં રહી શકીએ.

{{Poem2Close}}
{{center|<nowiki>***</nowiki>}}
{{center|<nowiki>***</nowiki>}}
<br>
{{HeaderNav2
|previous = વિરલ ગોષ્ઠિવિદ્ ઢાંકીસાહેબ
|next =
}}
17,398

edits