18,450
edits
m (NileshValanki moved page કાવ્યચર્ચા – સુરેશ હ. જોષી/પરિશિષ્ટ - રસમીમાંસાની કેટલીક સમસ્યાઓ to કાવ્યચર્ચા/પરિશિષ્ટ - રસમીમાંસાની કેટલીક સમસ્યાઓ without leaving a redirect) |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|પરિશિષ્ટ| સુરેશ જોષી}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પાષાણયુગના ગુફાવાસી આદિ માનવે જે પશુનો શિકાર કર્યો, ને જેનું ભક્ષણ કર્યું તેનું ચિત્ર શા માટે આંક્યું હશે? આ પ્રશ્નથી જ કળામીમાંસાનો પ્રારમ્ભ થઈ ગયો. મનુષ્યે પૃથ્વી પર જન્મીને પોતાની ચારે બાજુ વિસ્તરેલા વિશ્વને જોયું. એના અપરિમેય વિસ્તાર વચ્ચે એ ઊભો ને એની જોડે પોતાનો મેળ બેસાડવા એ મથ્યો. ક્ષુધાતૃષાદિ જૈવિક આવશ્યકતાઓ સંતોષવા એને વિશ્વની અમુક વસ્તુઓનો સામગ્રી તરીકે ઉપયોગ કરવો પડ્યો. નદીમાંથી એણે પાણી પીધું, પણ નદી એની તરસ છિપાવવાને સરજાઈ હોય એમ એ માની શક્યો નહિ. એની તટરેખા, આવર્તબુદ્બુદોવાળો એનો પ્રવાહ, એની બંકિમતા, એના પાણીમાં પડતાં વૃક્ષોનાં પ્રતિબિમ્બ, એની સપાટી પર ઊછળીને ફરી પાણીમાં સરી જતી માછલીની રૌપ્ય ચટુલતા આ બધું જોયું ને અને લાગ્યું કે નદી એની તૃષાની તૃપ્તિના સાધનથી કંઈક વિશેષ છે. વૃક્ષોની છાયામાં એ તાપથી બચવા ઊભો, એનાં ફળ ખાધાં, એની શાખા પર આશ્રય લીધો; છતાં જ્યારે પાનખરમાં એનાં પાંદડાંને એણે ખરતાં જોયાં ત્યારે એ ઘડી જોતો ઊભો રહી ગયો. વસન્તમાં એના પર તામ્રવર્ણી કૂંપળ બેઠી ત્યારે એને વિસ્મયથી જોઈ રહ્યો. દૂર નિર્જન વેરાનમાં એકલા ઊભેલા વૃક્ષનો મહિમા જોઈને એ અવાક્ થઈ ગયો. ખરેલાં પાંદડાંમાંથી સરી જતા સાપને જોઈને એને નદીનો બંકિમ પ્રવાહ યાદ આવ્યો, એના મનમાં ઉપમા જન્મી, એ બેનો મનમાં એણે સમ્બન્ધ જોડ્યો. એ સાપ એના સાથીને ડંખ્યો ને એના ઝેરથી એ સાથીનું મરણ થયું ત્યારે એને સાપથી ભય થયો. હાથમાં ન આવતા સાપનું એણે ગુફાના પથ્થર પર ખડીથી ચિત્ર આંક્યું. મનુષ્યોની બીજી ટોળીની સાથે અથડામણ થતાં એ સાપના ચિત્રને પોતાના નિશાન તરીકે વાપરીને પ્રતિપક્ષીને ભય પમાડવાની એણે તરકીબ શોધી. જે એની પૂરી પકડમાં નહિ આવ્યું હોય તેના એક અંગને કે અંશને પામીને એમાં એ સમગ્રતા જોઈ. આ રીતે એણે વિધિઓની જટાજાળ ઊભી કરી, પ્રતીકો ઉપજાવ્યાં. વિશાળ અવકાશમાંના પ્રખર સૂર્યને એણે થોડી રેખાથી ગુફામાં આણી દીધો. આ રીતે આદિમાનવે અપરિમેય વિશ્વને આત્મસાત્ કરી એની સાથે પોતાનો મેળ બેસાડવાનો પ્રયત્ન કર્યો. | પાષાણયુગના ગુફાવાસી આદિ માનવે જે પશુનો શિકાર કર્યો, ને જેનું ભક્ષણ કર્યું તેનું ચિત્ર શા માટે આંક્યું હશે? આ પ્રશ્નથી જ કળામીમાંસાનો પ્રારમ્ભ થઈ ગયો. મનુષ્યે પૃથ્વી પર જન્મીને પોતાની ચારે બાજુ વિસ્તરેલા વિશ્વને જોયું. એના અપરિમેય વિસ્તાર વચ્ચે એ ઊભો ને એની જોડે પોતાનો મેળ બેસાડવા એ મથ્યો. ક્ષુધાતૃષાદિ જૈવિક આવશ્યકતાઓ સંતોષવા એને વિશ્વની અમુક વસ્તુઓનો સામગ્રી તરીકે ઉપયોગ કરવો પડ્યો. નદીમાંથી એણે પાણી પીધું, પણ નદી એની તરસ છિપાવવાને સરજાઈ હોય એમ એ માની શક્યો નહિ. એની તટરેખા, આવર્તબુદ્બુદોવાળો એનો પ્રવાહ, એની બંકિમતા, એના પાણીમાં પડતાં વૃક્ષોનાં પ્રતિબિમ્બ, એની સપાટી પર ઊછળીને ફરી પાણીમાં સરી જતી માછલીની રૌપ્ય ચટુલતા આ બધું જોયું ને અને લાગ્યું કે નદી એની તૃષાની તૃપ્તિના સાધનથી કંઈક વિશેષ છે. વૃક્ષોની છાયામાં એ તાપથી બચવા ઊભો, એનાં ફળ ખાધાં, એની શાખા પર આશ્રય લીધો; છતાં જ્યારે પાનખરમાં એનાં પાંદડાંને એણે ખરતાં જોયાં ત્યારે એ ઘડી જોતો ઊભો રહી ગયો. વસન્તમાં એના પર તામ્રવર્ણી કૂંપળ બેઠી ત્યારે એને વિસ્મયથી જોઈ રહ્યો. દૂર નિર્જન વેરાનમાં એકલા ઊભેલા વૃક્ષનો મહિમા જોઈને એ અવાક્ થઈ ગયો. ખરેલાં પાંદડાંમાંથી સરી જતા સાપને જોઈને એને નદીનો બંકિમ પ્રવાહ યાદ આવ્યો, એના મનમાં ઉપમા જન્મી, એ બેનો મનમાં એણે સમ્બન્ધ જોડ્યો. એ સાપ એના સાથીને ડંખ્યો ને એના ઝેરથી એ સાથીનું મરણ થયું ત્યારે એને સાપથી ભય થયો. હાથમાં ન આવતા સાપનું એણે ગુફાના પથ્થર પર ખડીથી ચિત્ર આંક્યું. મનુષ્યોની બીજી ટોળીની સાથે અથડામણ થતાં એ સાપના ચિત્રને પોતાના નિશાન તરીકે વાપરીને પ્રતિપક્ષીને ભય પમાડવાની એણે તરકીબ શોધી. જે એની પૂરી પકડમાં નહિ આવ્યું હોય તેના એક અંગને કે અંશને પામીને એમાં એ સમગ્રતા જોઈ. આ રીતે એણે વિધિઓની જટાજાળ ઊભી કરી, પ્રતીકો ઉપજાવ્યાં. વિશાળ અવકાશમાંના પ્રખર સૂર્યને એણે થોડી રેખાથી ગુફામાં આણી દીધો. આ રીતે આદિમાનવે અપરિમેય વિશ્વને આત્મસાત્ કરી એની સાથે પોતાનો મેળ બેસાડવાનો પ્રયત્ન કર્યો. |
edits