સંચયન: Difference between revisions

18,522 bytes added ,  15:54, 22 August 2023
()
()
Line 557: Line 557:


=== નિબંધ ===
=== નિબંધ ===
<big><big>{{color|red|॥ નિબંધ ॥}}</big></big>
<big><big>✍</big></big><br>
<big>{{color|red|ન ઓલવાતું અજવાળું}}</big><br>
<big>{{color|Orange|~ દક્ષા પટેલ}}</big><br>
{{poem2Open}}
નવું ઘર લીધું. નવા ઘરે જવાનો અદમ્ય ઉત્સાહ એવો કે જૂના ઘરનો કોઈ સામાન નવા ઘરે નહીં લઈ જવાનું નક્કી કરી લીધું. નજરે દેખાતો સામાન તો છોડી દીધો પણ માળિયાં જોઈ લેવાની લાલચ રોકી ના શકી. ઉંદરની જેમ બધું ફેંદી, ફંફોસી જોયું. આ કામનું નથી, આ કામનું નથી કરતાં છેક અંદર ખૂપી ગઈ. માળિયાની ડીમ લાઈટનું અજવાળું ત્યાં માંડ પહોંચતું હતું. એટલે હાથ ફેરવી વસ્તુઓ ઓળખવાનો પ્રયત્ન કર્યો. એક ગોળાકાર હેન્ડલ હાથમાં આવતાં ખેચ્યું કે તરત વસ્તુ ખેંચાઈ આવી. લાઈટ બાજુ ઊંચું કરીને જોતાં જ ઓળખાઈ ગયું. અરે! આ તો ફાનસ, મનમાં ફાનસની વાટ મોટી થઈ ગઈ, પ્રકાશવા લાગી, આસપાસ વર્તુળ રચાવા લાગ્યુ. મને સમજાઈ ગયું, મારું શૈશવ હજી ઓલવાયું નથી. ફાનસ સાથે મારો સંબંધ બાળપણમાં બંધાયો અને જાદુઈ ચિરાગ જેવી તેની છાપ આજ સુધી મનમાં અકબંધ છે.
મારો જન્મ, ઉછેર, ભણતર ને નોકરી શહેરમાં થયાં. કૉલેજમાં આવી ત્યાં સુધી દર ઉનાળું રજાઓ મોસાળમાં જ ગાળેલી. વીજળીથી ઝગારા મારતું ઘર, ગલી ને રસ્તાઓવાળું શહેર છોડી આખો ઉનાળો ગામડે પસાર થતો. ગામ પણ અરવલ્લીના પહાડોની છેવાડાની ડુંગરમાળાની તળેટીમાં, વીજળી-પાણીની સુવિધા વગરનું, છતાં ગામ જવાનું મુખ્ય આકર્ષણ ફાનસ જ!
મામાનું ઘર મોટું એટલે છ-સાત ફાનસ સળગાવવાં પડતાં. સાંજ પડતાં જ ફાનસની બોલબાલા રહેતી. આખા ઘરની જુદી જુદી ખીંટી પર લટકતાં ફાનસ લાવીને આંગણામાં મુકાતાં. રાતે સળગી, અજવાળું આપી કાળામેશ થયેલા કાચના ગોળા તેની ઓળખ ગુમાવી દેતા.  તેને ધોઈને ચોખ્ખા કરવા પડતા. બા ફાનસના ગોળા સંભાળીને કાઢતી. હાથમાં લઈ અંદરની બાજુ ગાભો ફેરવતી. તે સાથે કાળાં વાદળોમાં ક્ષણાર્ધ ઝબૂકતી વીજરેખા જેવી રેખા ગોળામાં ઝબૂકતી અને હું બાનો હાથ પકડી લઈ તેને જોતી. ફરી ગાભો ફરવા લાગતો, નવા નવા આકારો ઉપસવા લાગતા. હું આંગળી ફેરવી આકારો ચીતરતી. ધીમે ધીમે મેશ લુછાતી જતી, કાચ ઊઘડતો જતો ને અચાનક પારદર્શક ગોળો પ્રગટતો. મેશમાંથી સ્વચ્છ પારદર્શક ગોળાના પ્રગટીકરણનો જાદુ જોવાની ઉત્સુકતા મોટા થયા પછીય અકબંધ રહેલી. ગોળાની મેશ પર આકારો બનાવતાં સારું ચિત્રકામ શીખી ગઈ, તે તો ચિત્રશિક્ષક તરફથી મળેલા અભિનંદન પછી ખબર પડેલી.
ગોખલામાં પધરાવેલાં દેવલાંની જેમ જ રોજ ફાનસના ગોળાઓને કાળજીથી ધોઈને સાફ કરતી બાને જોતાં ધીરજ, કાળજી, નિયમિતતા ને સફાઈ ક્યારે મારા સ્વભાવમાં સ્થાયી બની ગયાં તેની જાણ ના રહી. ગોળા કોરાકટ્ટ લૂછીને તૈયાર કર્યા પછી ફાનસની નાનકડી ટાંકીમાં ગ્યાસતેલ ભરવામાં આવતું. આછા મોરપિચ્છ રંગનું, આછી ગંધવાળું ગ્યાસતેલ ચોખ્ખો પીળાશ પડતો પ્રકાશ કેવી રીતે આપે છે તે સમજવાનું નાની ઉંમરે કોયડા જેવું અઘરું હતું. કાચની બેઠા ઘાટની ભોટવા જેવી પારદર્શક ડિઝાઈનવાળી ચીમની અને તેનો તાડના થડ આકારનો ગોળો પણ રોજ સાફ કરાતો. પારદર્શક ચીમનીમાં ભરેલા આછા ભૂરા રંગનું ગ્યાસતેલ તેની શોભામાં ચાર ચાંદ લગાવતું. બધાં ફાનસ અને ત્રણ ચીમની ગોળા લગાવી તૈયાર કરાય ત્યાં સુધીમાં ડુંગરાઓ પરથી અંધારું લસરીને આંગણામાં ફેલાવા લાગતું. બા દરેક ફાનસની વાટના મોગરા આંગળીથી મસળી નાંખી, ચૂલામાંથી બોયું સળગાવી દરેક ફાનસ પ્રગટાવતી. મોટી બહેન સળગાવેલું દરેક ફાનસ ઘરની ખીંટીઓને આપી આવતી. જો ખોટી ખીંટી પર ફાનસ લટકાવ્યું તો બુમરાણ મચી જતી, ફાનસની ખીંટી પર લટકાવેલા કપડામાં તથા તેના પહેરનારના મનમાં ગ્યાસતેલની વાસ બેસી જતી. તે કેમેય કરીને જટ જતી નહીં. આથી ફાનસને તેની ખાસ વાસને આધારે ખાસ ખીંટી આપેલી.
ફાનસથી ઘર અજવાળા-અંધારા વચ્ચે વહેંચાઈ જતું. કેલિડોસ્કોપની જેમ ફાનસની જગા બદલવાથી ઘરની ડિઝાઈન બદલાઈ જતી. તેના અજવાળે ઘર જાદુઈ અને અજાણ્યું લાગતું. એક ફાનસ ઘરના ઊમરા પાસે મુકાતું. તે જરૂરિયાત પ્રમાણે આંગણાથી વાડા સુધી હરતુંફરતું રહેતું. કોઈના હાથે વળગીને ફાનસ ચાલતું હોય તો તેની સાથે આખું ઘર હાલકડોલક થતું. એવું લાગે જાણે હોડકામાં બેઠા હોઈએ. ઘરના માણસોના પડછાયા નાના-મોટા, મોટા-નાના થતા અને ભીંત પરથી ઊતરીને જમીન પર ફેલાઈ જતા, તો ઘડીક ભીંત પર જડાઈ જતા. ઘરનાં માણસો કરતાં વધુ તેમના મોટા મોટા કાળા પડછાયાઓથી ઘર ભરાઈ જતું. શરૂમાં ઘણો ડર લાગતો. પછી ડર ભગાડવા પડછાયા પરથી કોણ વ્યક્તિ છે તે ઓળખવાની રમત ચાલુ થયેલી. પોતાના જ પડછાયાને નાટકીય રીતે દીવાલ પર પાડતાં, તો ઘણીવાર બે-ચાર જણ સાથે મળી વિવિધ આકારો ભીંત પર રજૂ થતાં અમારી કલ્પનાશક્તિની ધાર કાઢવાનું, તેને પાંખો પહેરાવવાનું કામ ફાનસનું.
રાત પડે અમે આંગણામાં રમતાં, ફાનસ વગર. ઈશ્વરે આભમાં લટકાવેલા ચાંદા-ફાનસમાંથી આછો અજવાશ ચારેકોર ફેલાયેલો રહેતો. સાથે ટમટમતાં કોડિયાં જેવા તારાઓનો ધીમો પ્રકાશ. આ પ્રકાશમાં રમતો જામતી. પૂનમ અને તેની આગળ-પાછળના ચાર ચાર દહાડામાં ચાંદ ફાનસનું અજવાળું છેક ઓરડા સુધી રેલાઈ અમારી પંગતમાં બેસતું.
અમારે રોજ રાતે રબારીવાસમાં તાજું દોહેલું દૂધ લેવા જવું પડતું. પૂનમ અને તેની આસપાસના દિવસોમાં ચાંદાના અજવાળે જતાં-આવતાં. પણ અમાસ અને તેની આગળ-પાછળના દિવસોમાં આખું ગામ કાળી ચાદરમાં લપેટાઈ જતું. ભેંકાર લાગતું. દૂર ક્યાંક ફાનસ દેખાય તો રાની પશુની તગતગતી આંખ જેવું ડરામણું લાગતું. અંધારે કૂતરાં પાછળ પડતાં, એટલે આ દિવસોમાં ફાનસની રાત્રિચર્યા થતી. ફાનસ પ્રકાશની સાંકડી કેડી બનાવતું જાય તેમ અમે અનુસરતાં જઈએ. આગળ વધતાં જઈએ તેમ પ્રકાશ-કેડી ભૂંસાતી જાય, ભૂલમાં પાછળ જોવાઈ જાય તો છળી મરતાં.
ફાનસ વીજળીની જેમ ઝળાંહળાં ના કરે પણ પોતાની આસપાસની નાનકડી જગાને અજવાળે. તેનો ગુણ અર્જુનની આંખ જેવો, જોવાનું હોય તેટલું જ દેખાડે બાકી છોડી દે. તેનું અજવાળું સ્વભાવે નરમ, કહો ત્યાં, ઇચ્છો ત્યાં જ પથરાય. દેખાવે ભગવાનના દીવા જેવું પીળું. વીજળીના ગોળાની જેમ જરૂરી-બીનજરૂરી બધું જ ના દેખાડે. વીજળીનો ગોળો મોભાદાર, રૂઆબદાર, કડક વકીલ જેવો લાગતો પણ ફાનસ હંમેશા દોસ્ત જેવું. જરૂર પ્રમાણે વાટ ઊંચીનીચી કરી પ્રકાશ વધારી-ઘટાડી શકાતો, ઘરમાં ને ઘર બહાર લઈ જવાતું અને ખપ ના હોય ત્યારે ખીંટીએ વગળાડી શકાતું.. ઓચિંતી માંદગી આવે. ડુંગરે જવાનું થાય ત્યારે એક હાથમાં ડંડો ને બીજા હાથમાં ફાનસ લઈ નીકળતાં.
ગામના દરેક ઘરના આંગણાની ઝાંપલી પર આખી રાત ફાનસ ધીમું ધીમું ચાલું રહેતું. તેને જોઈ હું ગાતી, ‘મામાનું ઘર કેટલે, દીવો બળે એટલે.’ અંધારી રાતે ઝાંપલી પાસે ઊભા રહી જોતી તો ગામનાં ઘરો ફાનસમાં અલૌકિક લાગતાં. જાણે બ્રહ્માંડ તેના તારા-નક્ષત્રોને લઈ જમીન પર ઊતર્યું હોય તેવું લાગતું. હું ઘડીક આકાશમાં તારા જોતી તો ઘડીક ધરતી પરના જોતી. અંધારામાં બધું એકાકાર અવર્ણનીય અનુભવાતું.
ફાનસથી વાંચ્યું છે તેના કરતાં વધુ નાચ્યું છે. દર ઉનાળે ગામમાં છ-સાત લગ્ન થતાં. દરેક લગ્નની આગલી રાતે વર કે કન્યા ઘોડે ચઢી આખા ગામમાં ફૂલેકું ફરતાં. અંધારિયું ગામ, ઊબડખાબડ રસ્તા, ગાય-ભેંસ-બળદના જ્યાં ત્યાં પડેલા પોદળા ને કૂવાની આસપાસના કીચડથી બચવા ફાનસની ફોજ ફુલેકામાં સાથે જ રહેતી. મોટા સૌ ઘોડાની પાછળ ચાલતા અને તેમની આજુબાજુ માથા પર ફાનસ મૂકી હારબંધ મજૂરો ચાલતા. ઘોડાની આગળ અમે છોકરા-છોકરીઓ બેન્ડ પર નાચતાં. અમારી આસપાસ પણ ફાનસ રહેતાં. અમારાં જોશીલાં નાચગાન જોઈ જાણે ફાનસને તાન ચઢતું હોય એમ તેની વાટ ઘડીક વધતી, કદીક ઘટતી તો ક્યારેક ભભૂકતી પણ ખરી. જાન બીજે દિવસે સાંજે ગામથી નીકળતી અને રાત પડે બીજા ગામ પહોંચતી. સામૈયું કરવા જેટલાં સગાં આવતાં તેથી વધારે ફાનસ આવતાં. જાનૈયાઓને જમાડવા દરેક ઘરની પરસાળમાં પતરાળાની પગંત પડતી. દીવાલે કહેવા પૂરતું ઝીણું ફાનસ લટકતું રહેતું. અમે અંધારે પિરસાતા ભોજનના રૂપરંગને જોયા વગર પહેલાં સ્પર્શથી ને પછી સુંગંધ-સ્વાદ પરથી વાનગી નક્કી કરતાં.
૧૮૯૮માં જન્મેલા મારા દાદા ફાનસના અજવાળે ભણીગણીને તૈયાર થયેલા. ગામથી શહેરમાં આવ્યા ને સ્થાયી થયા. જન્મથી લઈને યુવાની સુધી ફાનસનો સંગાથ રહેલો. તેમના મનમાં ફાનસનું આછું કૂંડાળાવાળું અજવાળું એવું તો વસી ગયેલું કે રોજ રાતે વાંચવા ટેબલલેમ્પ વાપરતા. લંબગોળાકાર ઊંડા લેમ્પશેડના અંતે લગાડેલા ગોળાનું અજવાળું કેવળ પુસ્તક પરજ પથરાતું, બાકી અંધારુ રહેતું. ફાનસના સહોદર જેવો ટેબલલેમ્પ જીવ્યા ત્યાં સુધી રોજ વાપર્યો. કદાચ એના અજવાળે રોજ રાતે પોતીકું અજવાળું પામતા હશે! દાદાએ તો પોતાની અંદર એક બીજું અજવાળું પણ વસાવેલું. ખાદી, ગાંધી અને હિન્દીના અજવાળે સ્વયં અજવાળું થઈ ગયેલા. આજે ફાનસનાં ન ઓલવાતાં અજવાળાથી ફરી એક વાર મારી અંદર બધું ઝળહળે છે, તે ત્યાં સુધી કે સમી સાંજે શહેરમાં જ્યારે દીવાબત્તીનાં પીળાં અજવાળાં ઝગી ઊઠે છે ત્યારે હંમેશા શૈશવનું પેલું ફાનસ જીવતું થઈ જાય છે.
{{Poem2Close}}
{{right|(ગુર્જરી ડાયજેસ્ટ : જાન્યુઆરી, ૨૦૨૩)}}
=== રેખાચિત્ર ===
=== રેખાચિત્ર ===
=== એકત્ર-વૃત્ત ===
=== એકત્ર-વૃત્ત ===
17,602

edits