17,603
edits
(→) |
(→) |
||
Line 579: | Line 579: | ||
=== રેખાચિત્ર === | === રેખાચિત્ર === | ||
<big><big>{{color|red|॥ રેખાચિત્ર ॥}}</big></big> | |||
<big><big>✍</big></big><br> | |||
<big>{{color|red|મૂળ સોતાં ઊખડેલાંનાં હમદર્દ કમળાબહેન પટેલ}}</big><br> | |||
<big>{{color|Orange|~ મોસમ ત્રિવેદી}}</big><br> | |||
{{poem2Open}} | |||
હિન્દુસ્તાને લાંબી લડત પછી સ્વતંત્રતા તો મેળવી પરંતુ ભારત-પાકિસ્તાન ભાગલા રૂપે તેની આકરી કિંમત પણ ચૂકવી. બંને પ્રદેશમાં વસતાં લાખો નાગરિકોએ પોતાની માલમિલકત છોડીને વતનમાંથી હિજરત કરવી પડી. આ દરમિયાન થયેલાં કોમી રમખાણોનો સૌથી વધુ ભોગ નિર્દોષ લોકો બન્યા. તેમાંય સ્ત્રીઓ અને બાળકો પરના અત્યાચારો અમાનુષી હતા. સ્ત્રીઓનું અપહરણ કરવું, વેચી મારવી કે બળજબરીથી તેની સાથે લગ્ન કરવાં, અમુક અંગો કાપી નાખવાં.... આવી ઘટનાઓ પણ બની હતી. આવા તંગ માહોલમાં ખોવાઈ ગયેલી કે અપહરણ કરાયેલી સ્ત્રીઓને શોધીને તેનાં કુટુંબીજન સુધી પહોંચાડવાનું પડકારજનક કામ ગુજરાતની એક બહેન પાકિસ્તાન જઈને કરે છે. કુટુંબીજનોથી વિખુટી પડી ગયેલી બહેનોને કુટુંબ સાથે મેળવી આપનાર આ ગુર્જર મહિલા એટલે કમળાબહેન પટેલ. | |||
૧૯૧૨માં નડિયાદમાં તેમનો જન્મ થયો હતો. તેઓ ચરોતરના છ ગામ પાડીદારોના મૂળ સોજીત્રા ગામની પાટીદાર જ્ઞાતિમાંથી આવતાં હતાં. આ સમયે કુલીન ગણાતા પાટીદારોમાં યોગ્ય વર શોધવાની મુશ્કેલી રહેતી હોવાથી અનેક બાળકીઓને દૂધપીતી કરવામાં આવતી. આવા સમયે કમળાબહેનના માતાપિતાને ચાર પુત્રીઓ જન્મી હતી. પણ માતા-પિતા પ્રગતિશીલ વિચારના હતાં. એમને મન દીકરા-દીકરી સમાન હતાં. કમળાબહેને માતાની છત્રછાયા ગુમાવી. ક્ષય રોગથી તેમનું અવસાન થયું. ત્રણ નાની બહેનોની જવાબદારી કમળાબહેન પર આવી પડી. તેમના પિતા શંકરભાઈ પર કોલેજકાળથી જ ગાંધીજીના વિચારોનો પ્રભાવ. તેણે બીજું લગ્ન ન કર્યું. વિસનગરનું ખાદી ઉત્પાદન કેન્દ્ર સંભાળતા શંકરભાઈને બાપુએ જ આશ્રમ આવવા આમંત્રણ આપ્યું અને તેઓ પરિવાર સમેત ૧૯૨૫માં સત્યાગ્રહ આશ્રમ-સાબરમતીમાં રહેવા આવ્યા. | |||
બાળપણમાં જ આશ્રમમાં જોડાતાં કમળાબહેન પર પણ ગાંધીવિચારનો પ્રભાવ રહ્યો. અઢાર વર્ષની વય થતાં કમળાબહેનનાં લગ્ન કરવામાં આવ્યાં. જોકે, લગ્નના એક જ વર્ષ બાદ તેઓ વિધવા થયાં અને બે ઓરમાન પુત્રીઓની જવાબદારી કમળાબહેન પર આવી પડી. આવા કૌટુંબિક સંઘર્ષમય વાતાવરણ વચ્ચે કમળાબહેન નસીબને દોષ આપીને બેસી ન રહ્યાં. પ્રવૃત્તિમય રહ્યાં અને પોતાની સાંસરિક જવાબદારીઓ પણ નિભાવતાં રહ્યાં. | |||
આઝાદી મળતાં જ ભાગલાના કારણે બંને દેશોમાં અનેક કુટુંબોનું જીવન રાતોરાત બદલાઈ ગયું હતું. કમળાબહેનનું જીવન પણ એક જ સૂચનાથી બદલાઈ ગયું. મૃદુલાબહેન સારાભાઈનો સંદેશો મળતાં ૩૦ નવેમ્બર, ૧૯૪૭ના રોજ કમળાબહેન દિલ્હી પહોંચ્યાં. ત્યારે તેમને શું કામ કરવાનું તેનો કોઈ અંદાજ ન હતો. મુદુલાબહેને તેમને બીજે જ દિવસે લાહોર પહોંચવા જણાવ્યું. આવા તંગ વાતાવરણ વચ્ચે તેમણે એકલા લાહોર પહોંચીને શું કામ કરવાનું હતું તેનાથી કમળાબહેન અજાણ હતાં. જવાહરલાલ નહેરુનાં પિતરાઈ બહેન રામેશ્વરી નહેરુએ પાંત્રીસ વર્ષનાં કમળાબહેન વિશે આ વાત જાણી ત્યારે તેઓ ચિંતિત થઈને બોલ્યાં કે “સાવ છોકરી જેવી દેખાય છે! આને મુદુલા લાહોર મોકલે છે તે ઠીક નથી લાગતું.” બીજે દિવસે કમળાબહેન લાહોર પહોંચ્યાં. | |||
લાહોર પહોંચતાની સાથે જ કમળાબહેનને ત્યાંના તંગ વાતાવરણ અને એકાએક પરદેશી ભૂમિ બનેલા પાકિસ્તાનમાં એકલા જવાની ગંભીરતાનો ખ્યાલ આવી ગયો. તેમાંય એક હિંદુ સ્ત્રી આ અજાણ્યા પ્રદેશમાં અજાણ્યાં લોકોની વચ્ચે ભાષાની મર્યાદા સાથે એકલા હાથે કાર્ય કરવાનું હતું. મૃદુલાબહેનની સૂચના પ્રમાણે તેમણે લાહોરમાં રહીને ગંગારામ હોસ્પિટલમાં રાહત છાવણી શરૂ કરવાની હતી. જેમાં વિખૂટી પડી ગયેલી બહેનોને રાખવાની હતી તથા ત્યાંથી ભારતની છાવણીઓમાં રહેલાં તેમનાં કુટુંબીજનો સુધી પહોંચાડવાની હતી. આ કામ માટે તેમણે ભારત અને પાકિસ્તાનના લાગતાવળગતા અધિકારીઓ સાથે સંપર્કમાં રહેવાનું હતું. થોડાક જ સમયમાં તેમના કાર્યમાં મદદરૂપ થવા માટે ભારતમાંથી કેટલીક કાર્યકર મહિલાઓ લાહોરમાં આવી પહોંચી. તેમાંની મોટાભાગની મહિલાઓ સમાજકાર્યનો અભ્યાસ કરેલી તાજી જ સ્નાતક થયેલી યુવતીઓ હતી. તેમને આવા પ્રકારના કાર્યનો અનુભવ નહોતો. આ બહેનો પાસેથી કમળાબહેને કામ લેવાનું હતું. | |||
પાકિસ્તાનમાંથી પાછાં લવાયેલાઓમાં સ્ત્રીઓ અને બાળકો બંને હતાં. રાહત છાવણીમાં આવેલ સ્ત્રીઓ અને બાળકો માટે ખોરાક, કપડાં, રહેવાની, ઓઢવા-પાથરવાની વગેરેની વ્યવસ્થા કરવાની હતી. વળી, જો કોઈ બીમાર હોય તો સારવાર અને દવાની પણ વ્યવસ્થા કરવાની રહેતી. બહેનોની મનઃસ્થિતિ તો એટલી ગંભીર હોય કે તેઓનાં કુટુંબીજનો વિશેની માહિતી મેળવવી પણ મુશ્કેલ બનતી. મોટા ભાગની બહેનો જાણે પોતાનાથી જ કંઈ ખોટું થઈ ગયું હોય તેવો ભાવ ધરાવતી હોવાથી સૌથી પહેલાં તો તેમની સાથે જે કંઈ પણ બની ગયું તેમાં તેમનો કોઈ ગુનો નથી તેવું સમજાવવું જરૂરી હતું. ધીમે ધીમે તેમની મનઃસ્થિતિમાં સુધાર આવતા આવી મહિલાઓની કૌટુંબિંક વિગતો મેળવીને તેમને ભારતની નિર્વાસિત છાવણીઓમાં મોકલવામાં આવતી. આ કામ કરતાં કમળાબહેનને પણ કેટલીક વખત મુશ્કેલીમાં મુકાવું પડતું હતું. અજાણ્યા પ્રદેશમાં કોમી તંગદીલીના વાતાવરણમાં આ કાર્ય કરતી વખતે જીવનું જોખમ ખેડ્યું હોય તેવા અનેક પ્રસંગોનું વર્ણન તેમણે પોતાના પુસ્તક ‘મૂળ સોતાં ઊખડેલાં’માં કર્યું છે. આ બધા અનુભવો વચ્ચે કમળાબહેન લાહોરમાં રહીને તેમના સંપર્કમાં આવતાં અનેક મુસ્લિમ લાહોરવાસીઓનાં પણ વિશ્વાસ અને સન્માન મેળવી શક્યાં હતાં. | |||
આ સમગ્ર કાર્ય દરમિયાન સ્ત્રીઓને એક ચીજવસ્તુની જેમ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવતી. તેમાં સ્ત્રીઓની પોતાની મરજી ગૌણ રહેતી. ત્યારે બાળકોની સ્થિતિ તો અત્યંત કરુણ હતી. કુંવારી માતા બનેલ સ્ત્રીઓ પોતાના બાળકને છોડીને ભારત આવવા તૈયાર થતી નહિ. આ અપહરણ કરાયેલ સ્ત્રીઓનાં બાળકો ‘વૉર બેબી’માં બે માસથી લઈને એક વર્ષ સુધીના બાળકોનો સમાવેશ થતો હતો. આવાં બાળકોના ઉછેરનો પ્રશ્ન પણ સામે આવતો. કુંવારી માતા પોતાના બાળકને છોડી ન શકે અને બાળકને કુટુંબીજનોની સામે લઈ જઈ પણ ન શકે. ત્યારે તેમને સમજાવીને કુટુંબીજનો પાસે મોકલવી પડતી. આવી કરુણ અને હૃદયદ્રાવક સ્થિતિમાં કમળાબહેને કરેલું કામ કેટલું મુશ્કેલ હતું તેની કલ્પના જ કરવી રહી. આવાં અનાથ બાળકો માટે મૃદુલાબહેનના માર્ગદર્શનથી અલ્હાબાદમાં એક સંસ્થા શરૂ કરવામાં આવી. | |||
લાહોરમાં કામ પૂરું થયા પછી કમળાબહેન અમૃતસરમાં નિર્વાસિતોની છાવણીમાં જોડાયાં. આ પછી તેમણે કાશ્મીરમાં પુનઃપ્રાપ્ત મહિલાઓની છાવણીમાં પણ કામ કર્યું. કમળાબહેનની સૂઝ અને વ્યવહાર-કુશળતાને લીધે તેઓ પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાંથી અનેક મહિલાઓને તેમનાં કુટુંબીજન સાથે મેળાપ કરાવી શક્યાં. તેમણે કરેલ આ કાર્ય થકી ૯૦૦૦ ઉપરાંત સ્ત્રીઓ અને બાળકો ભારત પરત આવી શક્યાં. કમળાબહેનનું આ કામ એકલા હાથે શક્ય નહોતું જ. તેમના પ્રયત્નોમાં અનેક પાકિસ્તાની નાગરિકો અને અધિકારીઓનો સહકાર પણ મેળવી શક્યાં હતાં. આ સહકાર મેળવવો માત્ર કમળાબહેનની સૂઝ પર જ નિર્ભર હતું. | |||
પુનઃપ્રાપ્તિનું કામ પુરું થયા પછી કમળાબહેનને ખાદીહૂંડીના વેચાણનું કાર્ય સોંપવામાં આવ્યું. ૧૯૫૦ થી ૧૯૬૮ સુધી તેમણે ખાદી અને ગ્રામોદ્યોગ કમિશનમાં સેવા આપી. તે પણ તેમણે એટલું જ દિલથી અને સૂઝબૂઝપૂર્વક કર્યું. પુનઃપ્રાપ્તિના કાર્યમાં કમળાબહેન અનેક નિર્વાસિત લોકોનાં દિલ જીતી શક્યાં. આ કામ કરતાં કરતાં અનેક પ્રસંગોએ કમળાબહેને માનવતા મરી જતાં અને માનવતાને જીવાડનારાં લોકોના અનુભવો થયા. આવા ભગીરથ કાર્યને પાર પાડનારાં ગૂર્જરનારી કમળાબહેન પટેલને સલામી આપીએ તેટલી ઓછી છે. | |||
‘ગાંધીવારસાનાં નારી રત્નો’ : મોસમ ત્રિવેદી | |||
સંપાદન : કેતન રૂપેરા | |||
કમળાબહેન પટેલ | |||
જન્મ : ઈ.સ. ૧૯૧૨, નડિયાદ | |||
અવસાન : ઈ.સ. ૧૯૯૨ | |||
કાર્યક્ષેત્ર : વતન-વાપસીમાં અગ્રણી ભૂમિકા, ખાદી ઉત્પાદન-સંશોધન-પ્રચાર-પ્રસાર | |||
વિશેષ : સઘળા ભયનો ત્યાગ કરી ભરજુવાનીમાં શ્રીમતી કમળાબહેને તેમની જિંદગીનાં ઉત્તમ વર્ષો આ મહાન કાર્યને પાર પાડવામાં ખર્ચ્યાં. ઘર ગુમાવી દેનારને તેમનાં ઘેર પહોંચાડી પરિવાર ભેગા કરી આપનાર કમળાબહેન તેમનાં અહેસાનનાં અધિકારી બની ચૂક્યાં છે. પોતાને થયેલા અનુભવોને તેમણે શબ્દદેહ આપવો પડે તે સ્વાભાવિક જ છે. આપણા માટે તેઓ તે દિવસોને પુનઃજાગતા કરે છે. તે દિવસો દરમિયાન મુઠીભર લોકોએ જે ઉમદા દૃષ્ટાંત પુરું પાડ્યું હતું અને અનેકોએ જે પાશવતા દર્શાવી હતી - આ સઘળું શ્રીમતી કમળાબહેન આપણી સામે પ્રત્યક્ષ કરે છે. | |||
- આલાબહેન દસ્તૂર | |||
યુદ્ધનીતિના ઘડનારાઓ અને તેનું સંચાલન કરનારા રાજદ્રારીઓ તથા તેમનાં કુટુંબની સલામતી માટે અનેક પ્રકારની સાવચેતી લેવામાં આવે છે. યુદ્ધ ખેલતાં જવાનોનાં બહાદુરીભર્યા કૃત્યોની અનેક યશગાથાઓ રચાય છે. જ્યારે બીજી બાજુ પર યુદ્ધનાં ઉદ્દેશો અને કારણોની સાથે જેમને પ્રત્યક્ષ રીતે કંઈ જ સંબંધ ન હોય તેવા જીતેલા અને જિતાયેલી દેશની સામાન્ય પ્રજાને યુદ્ધની અનેક યાતનાઓ વેઠવી પડતી હોય છે. બંને પ્રકારના દેશોની સ્ત્રીઓને યુદ્ધની સર્વવ્યાપી અસરો વેઠવી પડે છે. તે ઉપરાંત, તેમને તેમનાં શિયળ અને શિશુને સંભાળવાની જવાબદારીઓનો બોજો પણ ઉઠાવવો પડે છે. પતિ અને પુત્રને હસતે મોંએ રણમાં વળાવતી લાખો સ્ત્રીઓ યુદ્ધમાંથી ઊભી થતી અનેક પ્રકારની યાતનાઓ સહન કરતી હોય છે. આ માટે નથી તો તેમને કોઈ ઈલકાબ કે ચંદ્રક મળતાં કે નથી તેમની મૂંગી યાતનાઓની સહનશીલતાની કોઈ યશગાથાઓ રચાતી. | |||
{{right|(સાભાર સંદર્ભ : લેખિકાના ‘પ્રાસ્તાવિક’માંથી,<br> | |||
પુસ્તક : મૂળ સોતાં ઊખડેલાં, લે. કમળાબહેન પટેલ, પ્ર. નવજીવન)}} | |||
=== એકત્ર-વૃત્ત === | === એકત્ર-વૃત્ત === | ||
edits