18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 91: | Line 91: | ||
ગાજે ગઢ મોઝાર. | ગાજે ગઢ મોઝાર. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | |||
અપદ્યાગદ્યમાં આડમ્બરી વિસ્તાર કરીને શબ્દાળુતામાં સરી પડનાર નાનાલાલ ધારે ત્યારે સંક્ષેપમાં ઘણું સિદ્ધ કરી શકે છે, એની કાંઈ ના થોડી જ કહેવાશે! | |||
પછીની બે પંક્તિઓમાં પણ નાયિકા યુદ્ધની દિશામાં, ઘરની બહાર મીટ માંડીને કલ્પનાથી જોતી જોતી વીરત્વનો મહિમા ભાવાવેશથી ઉચ્ચારે છે. કેટલાંય યુદ્ધો થયાં ને થશે, કેટલાંય નગરો ભાંગ્યાં ને દેશ સુધ્ધાં ડૂલી ગયા. પણ આ બધાં ખંડેરની વચ્ચે અખણ્ડિત એવી એક વસ્તુ છે ને તે વીરના વીરત્વનો મહિમા. એ કારમી કીતિર્ની ભાત અખણ્ડ છે. એ કારમી છે કારણ કે એને માથા સાટે પામવાની હોય છે. | |||
ને અત્યન્ત ઉચિત રીતે, આ વીરની અખણ્ડ કીતિર્ની વાત આવતાંની સાથે જ એની દૃષ્ટિ હવે એના કંથ પર આવીને ઠરે છે. ને પછીની પંક્તિઓ એના કંથને સીધી સમ્બોધેલી છે: ‘નાથ! ચઢો રણઘોડલે…’ | |||
પ્રિયતમ રણક્ષેત્રમાં જાય ને પોતે ઘરમાં રહે તો વિયોગ તો થવાનો જ. આ વિયોગ જાણે થવાનો જ નથી એમ પોતાને અને પોતાના પ્રિયતમને મનાવવાનો એ સૌથી પ્રથમ પ્રયત્ન કરે છે. જો પ્રિયતમ યુદ્ધમાં ઝૂઝશે તો એ પણ ઘરમાં બેઠી બેઠી વજ્રની સાંકળીથી બખતર ગૂંથશે. આ કાર્યની એકતા વિયોગને દૂર કરશે. પોતાના પતિને માટેનો એનો પ્રેમ એ જ રક્ષાકવચ જેવો છે, તે આ બખતર ગૂંથવાની વાત કહીને સૂચવી દીધું છે. | |||
પણ એટલેથી એનું મન માનતું નથી. આથી પેલી ઉત્તરાની જેમ આ નાયિકા પણ પ્રિયતમની સાથે યુદ્ધક્ષેત્રમાં જવાની અનુજ્ઞા માગે છે ને એ કહેવામાં એ કેવી તો ઉત્સાહઘેલી બની જાય છે! એને ખરેખર પોતાનો લગ્નદિવસ યાદ આવી જાય છે ને તરત જ સ્ત્રીસહજ રીતે એ શણગારની વાત યાદ કરે છે. | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
સંગ લિયો તો સાજ સજું રાજ! | |||
માથે ધરું રણમોડ, | |||
ખડ્ગને માંડવ ખેલવા હો! | |||
મારે રણલીલાના કોડ. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
પ્રણયલીલા તો સાથે રહીને માણી છે તો હવે પતિના સહચારમાં રણલીલા માણવાના કોડ પણ શા માટે અધૂરા રહે? ને કોડ પૂરા કરે તે કંથ. આ પંક્તિમાં ‘ખડ્ગને માંડવ’ એ અત્યન્ત સમર્થ શબ્દપ્રયોગ છે. એથી પેલો ‘લગ્નમણ્ડપ’ તો સૂચવાય જ છે પણ સાથે સાથે યુદ્ધની ભીષણતા ને વીરત્વનો ઉત્સાહ પણ પ્રકટ થાય છે. | |||
યુદ્ધમાં પણ એ સહચારિણી બનીને રહેશે. યુદ્ધ શા માટે છે, દુશ્મનો કેવા દુષ્ટ છે એ બધી જંજાળમાં આ પિયુઘેલી નારીને પડવું નથી. ચારે બાજુના યુદ્ધના ઘમસાણ વચ્ચે એની દૃષ્ટિનું કેન્દ્ર તો છે એનો કંથ. એના તરફ તાકેલાં તીર એ પોતાના હાથમાં ઝાલી લેશે, ઢાલથી ઘા પાછા વાળશે ને ઢાલ નહિ રહે તો પોતે ઢાલ રૂપ બનીને ખપી જશે. પતિપ્રેમની આ કેવી બુલંદ ઉચ્ચારણા છે! યુદ્ધના તુમુલ ધ્વનિને ભેદીને આપણા કાનમાં તો આ પ્રેમની બુલંદ ઘોષણાના પડઘા જ ગાજ્યા કરે છે: | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
આવતાં ઝાલીશ બાણને રાજ! | |||
ઢાલે વાળીશ ઘાવ, | |||
ઢાલ ફૂટ્યે મારા ઉરમાં હો! | |||
ઝીલીશ દુશ્મનદાવ. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
ને પછી ક્ષાત્ર ધર્મની સંક્ષિપ્ત પણ સચોટ વ્યાખ્યા એ આપી દે છે. સોરઠી દુહાની વેધક સચોટતા આ પંક્તિમાં છે. અત્યન્ત ગર્વપૂર્વક નાયિકા અહીં કહી દે છે કે ક્ષત્રિયની પહેલી વાટ તો રણવાસની, અન્ત:પુરની જ. પછી બાહુપાશમાંથી મુક્તિ મળે ત્યારે પ્રિયતમના ખોળાનું આસન છોડીને સિંહાસન પર બેસવાનું. ને જ્યારે યુદ્ધ આવે ત્યારે તો શોણિતની સરિતા જે ‘શૂરાનો સ્નાનઘાટ’ છે એમાં ઝંપલાવવાનું. યુદ્ધને ‘શૂરાનો સ્નાનઘાટ’ નાનાલાલ જ કહી શકે. આવા કેટલાક સુભગ શબ્દપ્રયોગ માટે ગુજરાતી ભાષા નાનાલાલની સદા ઋણી રહેશે. | |||
પ્રિયતમના વીરત્વમાં નાયિકાને પૂરેપૂરી શ્રદ્ધા છે. આથી એ વિજયલક્ષ્મીને વરીને જયકલગીએ પાછો વળશે જ એમ એ માને છે; ને ત્યારે ફરીથી હોળી ખેલવાના, ફાગથી ચીર ભીંજવવાના એને કોડ છે. પણ તે પહેલાં શોણિતથી હોળી ખેલી લેવાની છે ને કદાચ યુદ્ધમાં જ જો એ ખપી જાય, તો વિયોગ તો રહેવાનો જ નથી, ને ત્યારે ઘડીનો પણ વિલમ્બ કર્યા વિના નાયિકા સ્વર્ગમાં વીરોના આશ્રમમાં પતિને જઈ મળશે: | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
નહીં તો વીરને આશ્રમ મળશું હો! | |||
સુરગંગાને તીર. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
પૂરી સ્વસ્થતાથી અને દૃઢ નિશ્ચયથી ઉચ્ચારાયેલી આ ઉક્તિનું બળ વરતાયા વગર રહેતું નથી. | |||
રણાંગણમાં જવાની ઘડી આવી ગઈ છે, હવે ઝાઝું બોલવાકરવાનો અવકાશ નથી; છેલ્લી બે પંક્તિમાં આથી સહેજ આવેગથી સ્ખલિત અને કંઈક અસમ્બદ્ધ એવી વાણી નાયિકા ઉચ્ચારે છે. અહીં કવિ ‘ર’કારની રમઝટ મચાવે છે ને અધીરા થનગનતા ઘોડાનું છેલ્લું ચિત્ર આપણી સમક્ષ આંકીને કાવ્ય પૂરું કરે છે: | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
રાજમુગટ! રણરાજવી રાજ! | |||
રણઘેલા! રણધીર! | |||
અધીરો ઘોડલો થનગને નાથ! | |||
વાધો રણે મહાવીર. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
નાનાલાલ લોકગત (horizontal)ભાવોને સારી રીતે પ્રકટ કરી શકે છે. આ કાવ્યની ભાવના એ લોકસિદ્ધ ભાવના છે ને આ કાવ્યની નાયિકા તે લોકસિદ્ધ પાત્ર છે. અપદ્યાગદ્ય કે છન્દોબદ્ધ રચનાને બદલે લોકગીતોના પ્રચલિત ઢાળમાં તળપદી ભાષામાં આવા ભાવોને આલેખવાનું કવિને વધારે ફાવે છે. કવિએ તળપદી ભાષાની શક્તિ અજબ રીતે ખપમાં લીધી છે. એની મીઠાશને એ બરાબર પારખે છે. માતા જેમ બાળક નજરાઈ ન જાય તે માટે વહાલનાં ટપકાં કરે છે તેમ નાનાલાલ પણ શબ્દોને વહાલનાં ટપકાં કરીને જાણે વધારે પોતીકા બનાવી લે છે. ‘કાન્ત’ શબ્દ આપણાથી જરા છેટો પડી જાય છે, ‘કંથ’ વધારે પોતીકો લાગે છે. આવો હૃદ્ય વિવેક કાવ્યને વધુ આસ્વાદ્ય બનાવે છે. | |||
સમર્પણની ભાવનાના આવિષ્કારનો પ્રકાર બદલાયો હોવા છતાં મધ્યકાલીન રાજપુત પરિવેશમાં રજૂ થતી આ ભાવના કવિના વિશિષ્ટ રચનાકૌશલના બળે આજેય એટલી જ આસ્વાદ્ય બની રહે છે. | |||
{{Poem2Close}} |
edits