17,546
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ) |
||
Line 8: | Line 8: | ||
આ વખત તો લખુડાને ઊઠીને ચાલતા જવાનું મન થયુંઃ ‘જે વાણિયો આટલા વખતથી સામું પણ નથી જોતો એ શું તને ઉધાર આલવાનો છે! જોતો નથી શાહુકાર લોકોનેય ઉધાર માંડતાં માંડતાં દાંતિયા કરે છે એ? ને તેય મારે ચાર-આઠ આનાની વસ લેવી હોત તો ઠીક, પણ આ તો તું ભલે ન માને, બાકી સાચી ગજિયાણીના કાપડાના ઓછામાં ઓછા ત્રણેક રૂપિયા તો લાગવાના જ…’ | આ વખત તો લખુડાને ઊઠીને ચાલતા જવાનું મન થયુંઃ ‘જે વાણિયો આટલા વખતથી સામું પણ નથી જોતો એ શું તને ઉધાર આલવાનો છે! જોતો નથી શાહુકાર લોકોનેય ઉધાર માંડતાં માંડતાં દાંતિયા કરે છે એ? ને તેય મારે ચાર-આઠ આનાની વસ લેવી હોત તો ઠીક, પણ આ તો તું ભલે ન માને, બાકી સાચી ગજિયાણીના કાપડાના ઓછામાં ઓછા ત્રણેક રૂપિયા તો લાગવાના જ…’ | ||
ત્યાં તો પોતાની વાત ઉપર પોતે જ આંખો ફાડી બેઠો: ‘ઓ બાપ, એક કાપડાના | ત્યાં તો પોતાની વાત ઉપર પોતે જ આંખો ફાડી બેઠો: ‘ઓ બાપ, એક કાપડાના ત્રણ રૂપિયા?’ ને પોતે જ પાછો મલકાઈ રહ્યો: ‘ત્યારે એ તો ભાઈ, સાચી ગજિયાણીનું કાપડું!’ | ||
આ સાથે જ એની નજર સામે વાતવાતમાં ભડકતી ને અમથી અમથી હણહણ્યા કરતી બાજુના ડેલામાં બાંધેલી શેઠની વણપલોટેલી પેલી વછેરી સરખી જુવાન છોકરી જાણે ખડી થઈ ગઈ. લખુડો, કપડું તો હજુ શેઠના કબાટમાં પડ્યું છે એ પહેલાં તો પેલા દરજીએય જાણે સીવી નાખ્યું હોય તેમ, એ જુવાનડીની છાતી ઉપર તસતસતું ને તકતકતું બસ જોઈ જ રહ્યો. | આ સાથે જ એની નજર સામે વાતવાતમાં ભડકતી ને અમથી અમથી હણહણ્યા કરતી બાજુના ડેલામાં બાંધેલી શેઠની વણપલોટેલી પેલી વછેરી સરખી જુવાન છોકરી જાણે ખડી થઈ ગઈ. લખુડો, કપડું તો હજુ શેઠના કબાટમાં પડ્યું છે એ પહેલાં તો પેલા દરજીએય જાણે સીવી નાખ્યું હોય તેમ, એ જુવાનડીની છાતી ઉપર તસતસતું ને તકતકતું બસ જોઈ જ રહ્યો. | ||
Line 16: | Line 16: | ||
પણ આ વખતે તો એ, શેઠે શો જવાબ આપ્યો એય પૂરું સાંભળવા ન રહ્યો. પોતાનામાં જ પાછો પુરાઈ ગયો: ‘પણ ભલા માણસ, તારી પાસે પૈસા તો છે નંઈ ને શાનો સાડલો ને કાપડું કરી રહ્યો છે!… જોતો નથી આ શેઠ તારી સામે પૂરું જોતોય નથી એ? ત્યારે એના કરતાં – એ ભડાક દઈને ઉધાર માંડવાની ના પાડશે પછી કેમ તું ખાસિયાણું મોટું કરીને પાછો જઈશ? ત્યારે એ પે’લાં લીધી લાજે જ – તારે ને આ છોડીને એવું છે શું કે તું પાછો સાચી ગજિયાણીનું કાપડું વો’રવા નીકળી પડ્યો છે? અરે, આ શેઠ જ તને આટલાં મનેખમાં – ઉધાર આપવાની તો મા મરી ગઈ ને ઉપરથી તને બનાવશે! કે’શે ન મળે સગું ન મળે વા’લું ને તારે એને કાપડું — ને તેય પાછું સાચી ગજિયાણીનું લેવાનું કાંઈ કારણ?’ | પણ આ વખતે તો એ, શેઠે શો જવાબ આપ્યો એય પૂરું સાંભળવા ન રહ્યો. પોતાનામાં જ પાછો પુરાઈ ગયો: ‘પણ ભલા માણસ, તારી પાસે પૈસા તો છે નંઈ ને શાનો સાડલો ને કાપડું કરી રહ્યો છે!… જોતો નથી આ શેઠ તારી સામે પૂરું જોતોય નથી એ? ત્યારે એના કરતાં – એ ભડાક દઈને ઉધાર માંડવાની ના પાડશે પછી કેમ તું ખાસિયાણું મોટું કરીને પાછો જઈશ? ત્યારે એ પે’લાં લીધી લાજે જ – તારે ને આ છોડીને એવું છે શું કે તું પાછો સાચી ગજિયાણીનું કાપડું વો’રવા નીકળી પડ્યો છે? અરે, આ શેઠ જ તને આટલાં મનેખમાં – ઉધાર આપવાની તો મા મરી ગઈ ને ઉપરથી તને બનાવશે! કે’શે ન મળે સગું ન મળે વા’લું ને તારે એને કાપડું — ને તેય પાછું સાચી ગજિયાણીનું લેવાનું કાંઈ કારણ?’ | ||
પણ લખુડો અહીં | પણ લખુડો અહીં શેઠ કરતાંય વધારે ડાહ્યલા આ મન ઉપર ખિજાઈ ઊઠ્યો: ‘એમાં કારણ શું વળી! નાનપણમાં ઘણા દન ભેગાં રમ્યાં છીએ ને ઘણાં દન ભેગી ગોવાળીય કરી છે, તો સમજણાં થયાં પછીય ઘણી વાર હસીમશ્કરી કરી છે. ભેગાં ગાણાં ગાયાં છે ને આમ આટલી ઉંમર ભેગાં ભેગાં ઊછર્યાં છીએ. આજે તો એ સાસરે જાય છે ત્યારે હું કટકાના એક કપડામાંથીય જાઉં?…’ | ||
અલબત્ત મનને તો આ વાત ઠીક લાગી, પણ તોય એણે આ અલ્લડ લખુડાને શિખામણ તો આપી જ. ‘એક રીતે તો તારી વાત ખરી છે પણ જોજે પાછો, આ શેઠ કે બીજું કોઈ પૂછે તો કાપડું આલવાનું આવું કારણ જણાવતો, કેજે કે માબાપ વગરની આ છોડીને કાકાએ સાસરવાસો કર્યો ને વાસમાંથીય વત્તાઓછા સગપણવાળાંએ ઘટતું લીધું છે ત્યારે મીકું લાવ હુંય એને લટકાનું એક કાપડું લઉં. એમ કરીને… ને તોય આ વાણિયા જેવું કોઈ ચીકણું પાછળ પડે તો કહી નાખવુંઃ ‘એક જ વાસમાં રહ્યાં એટલે ગણવા બેસીએ તો ભાઈબુનેય ગણાઈએ જ ને!’ બાકી ઘરમાં તો તારે વહુ હજુ સાસરે નથી આવી, ને ભાઈ તો હજુ બેય નાના છે. પછી કોણ તને પૂછનાર જ છે?…’ | અલબત્ત મનને તો આ વાત ઠીક લાગી, પણ તોય એણે આ અલ્લડ લખુડાને શિખામણ તો આપી જ. ‘એક રીતે તો તારી વાત ખરી છે પણ જોજે પાછો, આ શેઠ કે બીજું કોઈ પૂછે તો કાપડું આલવાનું આવું કારણ જણાવતો, કેજે કે માબાપ વગરની આ છોડીને કાકાએ સાસરવાસો કર્યો ને વાસમાંથીય વત્તાઓછા સગપણવાળાંએ ઘટતું લીધું છે ત્યારે મીકું લાવ હુંય એને લટકાનું એક કાપડું લઉં. એમ કરીને… ને તોય આ વાણિયા જેવું કોઈ ચીકણું પાછળ પડે તો કહી નાખવુંઃ ‘એક જ વાસમાં રહ્યાં એટલે ગણવા બેસીએ તો ભાઈબુનેય ગણાઈએ જ ને!’ બાકી ઘરમાં તો તારે વહુ હજુ સાસરે નથી આવી, ને ભાઈ તો હજુ બેય નાના છે. પછી કોણ તને પૂછનાર જ છે?…’ | ||
Line 24: | Line 24: | ||
શેઠે પણ આ વખતે તો આંખથી આંખ માડીને સવાલ કર્યોઃ ‘શિવલાલકાકા, શિવલાલકાકા કર્યા વગર શું લેવું છે એ ભસી મર ને!’ | શેઠે પણ આ વખતે તો આંખથી આંખ માડીને સવાલ કર્યોઃ ‘શિવલાલકાકા, શિવલાલકાકા કર્યા વગર શું લેવું છે એ ભસી મર ને!’ | ||
પણ હાય રે લખુડા! ભસવાનું આવ્યું ત્યારે જ એ મૂંગો થઈ ગયો. શરમાતાં ને સંકોચ પામતાં શેઠને કે’ છેઃ ‘પણ તમે જરા બા’ર | પણ હાય રે લખુડા! ભસવાનું આવ્યું ત્યારે જ એ મૂંગો થઈ ગયો. શરમાતાં ને સંકોચ પામતાં શેઠને કે’ છેઃ ‘પણ તમે જરા બા’ર આવોને કાકા?’ | ||
‘તો બાંધ ત્યારે ઘોડું જરા વાર.’ કહી વળી પાછા શેઠ ઘરાકોમાં ને ચોપડામાં ડૂબી ગયા. | ‘તો બાંધ ત્યારે ઘોડું જરા વાર.’ કહી વળી પાછા શેઠ ઘરાકોમાં ને ચોપડામાં ડૂબી ગયા. | ||
Line 36: | Line 36: | ||
ને શેઠ, રાત સુધીની હવે જામે રિસેસ પડી હોય એમ નિરાંત અનુભવતા માટીની ચલમમાં સૂકો (તમાકુ) ભરી ઉપર દીવાસળી ચાંપી, ‘બચ, બચ’ કરી તાણતા ને ધુમાડો કાઢતા ઉંબર પર આવી બેઠાઃ ‘બોલ હેંડ, હવે શાની બૂમો પાડ્યા કરે છે?’ | ને શેઠ, રાત સુધીની હવે જામે રિસેસ પડી હોય એમ નિરાંત અનુભવતા માટીની ચલમમાં સૂકો (તમાકુ) ભરી ઉપર દીવાસળી ચાંપી, ‘બચ, બચ’ કરી તાણતા ને ધુમાડો કાઢતા ઉંબર પર આવી બેઠાઃ ‘બોલ હેંડ, હવે શાની બૂમો પાડ્યા કરે છે?’ | ||
‘બૂમો તો કાકા, આ બધા શાહુકારોને તો ધાન | ‘બૂમો તો કાકા, આ બધા શાહુકારોને તો ધાન વાઢવાનું ને અમારે ચમારોને ચાર વાધવાની એટલે જ છેવટનો વારો ને?’ શેઠને ખુશ જોઈને લખુડાએ જરા રમૂજ કરી. | ||
પણ ખરી તો શેઠને પેલી હરિજન ચળવળની બલ્કે અસ્પૃશ્યતા નિવારણની હવા બોલતી હોય એમ જ લાગ્યું હતું. પણ જાણે લખુડાની ફરિયાદ વાજબી હોય એ રીતે જ બોલ્યાઃ ‘હા, પણ તું બોલ ને હવે, અબ ઘડી તનેય રવાના કરી દઉં.’ ને પૈસા લેવા માટે હાથ લંબાવતાં પૂછ્યુંઃ ‘લાવ હેંડ, શું લેવું છે?’ | પણ ખરી તો શેઠને પેલી હરિજન ચળવળની બલ્કે અસ્પૃશ્યતા નિવારણની હવા બોલતી હોય એમ જ લાગ્યું હતું. પણ જાણે લખુડાની ફરિયાદ વાજબી હોય એ રીતે જ બોલ્યાઃ ‘હા, પણ તું બોલ ને હવે, અબ ઘડી તનેય રવાના કરી દઉં.’ ને પૈસા લેવા માટે હાથ લંબાવતાં પૂછ્યુંઃ ‘લાવ હેંડ, શું લેવું છે?’ | ||
Line 52: | Line 52: | ||
એમ તો જોકે લખુડો બા’ર જેવો વીસનો હતો એવો વીસનો બીજો ભોંયમાં હતો! હાસ્તો! દશ વર્ષનો મૂકીને બાપની પાછળ મા પણ પેલા કોગળિયામાં મરી ગઈ ત્યારથી આ બીજાં દશ વર્ષ દરમિયાન જગતમાં એના ઉપર કંઈ કંઈ ટપલાં નો’તાં પડ્યાં! એટલે જ તો શેઠનો પેલો ક્રોધ અને વેણ ગળી જતો હોય તેમ હસીને બોલ્યો: ‘શું બોલું મારું કપાળ! હું જાણું કે હેંડો હવે તો પાક્યું છે તે ભરશું શેઠને એમ કરીને હરખીને લેવા આવ્યા હોઈએ ને તમે તો વરસ પાકેય દાંતિયું કરીને ઊઠો છો પછી બોલે તેય શું બોલે!’ | એમ તો જોકે લખુડો બા’ર જેવો વીસનો હતો એવો વીસનો બીજો ભોંયમાં હતો! હાસ્તો! દશ વર્ષનો મૂકીને બાપની પાછળ મા પણ પેલા કોગળિયામાં મરી ગઈ ત્યારથી આ બીજાં દશ વર્ષ દરમિયાન જગતમાં એના ઉપર કંઈ કંઈ ટપલાં નો’તાં પડ્યાં! એટલે જ તો શેઠનો પેલો ક્રોધ અને વેણ ગળી જતો હોય તેમ હસીને બોલ્યો: ‘શું બોલું મારું કપાળ! હું જાણું કે હેંડો હવે તો પાક્યું છે તે ભરશું શેઠને એમ કરીને હરખીને લેવા આવ્યા હોઈએ ને તમે તો વરસ પાકેય દાંતિયું કરીને ઊઠો છો પછી બોલે તેય શું બોલે!’ | ||
શેઠ પણ આમ તો પાછો ડાહી માનો | શેઠ પણ આમ તો પાછો ડાહી માનો દીકરોને? જાણે કશું બોલ્યા જ ન હોય એમ હળવી હલકે કહ્યું: ‘હા, પણ તો તું પાછો – અરે હરખથી લેવા આવ્યા હોઈએ તો થોડી વાર ખોટીય થવું પડે, ગાંડા! લે બોલ હેંડ-‘ હસીને ઉમેર્યું: ‘હરખાઈને આવ્યો છે તે કાંઈ વિવા કે શું વો’રવો છે?’ | ||
‘વિવાય વો’રશું એની વખત આવે, પણ અત્યારે તો – ગજિયાણીનું એક કાપડું લેવું છે, કાકા! જો સારું જોઈને—’ | ‘વિવાય વો’રશું એની વખત આવે, પણ અત્યારે તો – ગજિયાણીનું એક કાપડું લેવું છે, કાકા! જો સારું જોઈને—’ | ||
Line 90: | Line 90: | ||
‘મરી તો નથી ગઈ કાકા, પણ કર્યું મોટું લઈને એ દીકરીને વળાવવા આવે!’ | ‘મરી તો નથી ગઈ કાકા, પણ કર્યું મોટું લઈને એ દીકરીને વળાવવા આવે!’ | ||
‘એમ ત્યારે તો…’ કહી શિવલાલે તરઘટ ઉપર કંતાન નાંખી એ ઉપર તાકો નાંખ્યોઃ ‘જોઈ લે | ‘એમ ત્યારે તો…’ કહી શિવલાલે તરઘટ ઉપર કંતાન નાંખી એ ઉપર તાકો નાંખ્યોઃ ‘જોઈ લે હેંડ’ | ||
લખુડાએ પણ હાથ ફેરવતાં ગલગલિયાં થાય એવી સુંવાળપ માણતાં વાત ચાલુ રાખવામાં લાભ જોયો, ને ચલાવે રાખ્યું: ‘એમ જ ને કાકા! આખા વાસમાં ઘો (કજિયો) ઘાલી ગઈ એ તો ખરું ને?’ | લખુડાએ પણ હાથ ફેરવતાં ગલગલિયાં થાય એવી સુંવાળપ માણતાં વાત ચાલુ રાખવામાં લાભ જોયો, ને ચલાવે રાખ્યું: ‘એમ જ ને કાકા! આખા વાસમાં ઘો (કજિયો) ઘાલી ગઈ એ તો ખરું ને?’ | ||
Line 116: | Line 116: | ||
લખુડો અવાક બની સોનેરી બુટ્ટાવાળા એ લાલભડક કાપડને ને તેમાંય પેલી મરક મરક હસ્યા કરતી કટોરીઓ તરફ બસ તાકી જ રહ્યો. મન સાથે બબડ્યોય ખરો: ‘જોયો મારો બેટો વાણિયો! સાચી ગજિયાણી અત્યાર લગી ભાળતોય હતો?’ ને ખુશ થતાં બોલી ઊઠ્યો: ‘હાં કાકા! મનેય એવું તો ખરું કે જો લેવું તો તો શોભતું જ લેવું.’ | લખુડો અવાક બની સોનેરી બુટ્ટાવાળા એ લાલભડક કાપડને ને તેમાંય પેલી મરક મરક હસ્યા કરતી કટોરીઓ તરફ બસ તાકી જ રહ્યો. મન સાથે બબડ્યોય ખરો: ‘જોયો મારો બેટો વાણિયો! સાચી ગજિયાણી અત્યાર લગી ભાળતોય હતો?’ ને ખુશ થતાં બોલી ઊઠ્યો: ‘હાં કાકા! મનેય એવું તો ખરું કે જો લેવું તો તો શોભતું જ લેવું.’ | ||
કોણ જાણે કે એ તો કાપડનો પેલો જાતજાતનો ને ભાતભાતનો શણગાર જોઈને કે ગમે તેમ પણ પિસ્તાળીસેક વર્ષનો શિવલાલનો જીવ અત્યારે જરા રોનકમાં તો આવી જ ગયો હતો. કહેવાય જતા હતા: ‘અલ્યા, પે’રનારી ને શોભે એવું કે પે’રાવનારને?’ પણ એમને પોતાની ઠાવકાઈનો જ નહિ, લખુડાના જવાબનો ખ્યાલ આવી ગયો – ‘અરે રે! તમેય શું | કોણ જાણે કે એ તો કાપડનો પેલો જાતજાતનો ને ભાતભાતનો શણગાર જોઈને કે ગમે તેમ પણ પિસ્તાળીસેક વર્ષનો શિવલાલનો જીવ અત્યારે જરા રોનકમાં તો આવી જ ગયો હતો. કહેવાય જતા હતા: ‘અલ્યા, પે’રનારી ને શોભે એવું કે પે’રાવનારને?’ પણ એમને પોતાની ઠાવકાઈનો જ નહિ, લખુડાના જવાબનો ખ્યાલ આવી ગયો – ‘અરે રે! તમેય શું અમારા જેવા છોરા આગળ આવું બોલો છો, કાકા?’ ને આને સાટે – ભગવાન જાણે કે એ તો ખુશ થવા કે ખુશ કરવા પણ ફટ દઈને એમણે ભરત ભરેલી બીજી કટોરીઓ બહાર કાઢી, ઉકેલીને લખુડા તરફ ધરતાં બોલ્યા: ‘ને એથીય જો વધારે શોભાવવું હોય તો જો આ કટોરીઓ ઉપર ભરત ભરેલો જાણે જીવતોજાગતો મોર!… બોલ, આપું આમાંનું?’ | ||
ગમે તેમ પણ લખુડાને શેઠનો જીવ આજે બદલાયેલો તો લાગતો જ હતો, નહિ તો જે માણસ દશ વાર માંગો ત્યારે એકાદ વાર માંડ ભારે કીમતી ચીજ દેખાડે તે સામેથી આમ ઊંચી જાતનો માલ ઉઘાડી ઉઘાડીને ઘરાકનું જાણે મન પલાળવા માંગતો હોય તે રીતે ભાળેય ખરો? અરે, હાથમાં પૈસા હોય તોય આમ જ કહે, ‘તમારે | ગમે તેમ પણ લખુડાને શેઠનો જીવ આજે બદલાયેલો તો લાગતો જ હતો, નહિ તો જે માણસ દશ વાર માંગો ત્યારે એકાદ વાર માંડ ભારે કીમતી ચીજ દેખાડે તે સામેથી આમ ઊંચી જાતનો માલ ઉઘાડી ઉઘાડીને ઘરાકનું જાણે મન પલાળવા માંગતો હોય તે રીતે ભાળેય ખરો? અરે, હાથમાં પૈસા હોય તોય આમ જ કહે, ‘તમારે હલકા વરણને તો શોભતું હોય એ જ શોભે!… આની કિંમત તારાથી નહિ ઊંચકાય! અરે, એક દન પેર્યું-પેરાવ્યું એમાં શું ન્યાલ થઈ ગયા ગાંડા! માટે ઠેઠ લગી પોસાય એવું જ વોરિયે કે લોકો પછી પાછળની મશ્કરીઓ ન કરે….’ | ||
આના સાટે શિવલાલ શેઠ તો જાતજાતના ભરતવાળી કટોરીઓ ને બાંહો વગેરે લઈ ઊભા જ થઈ ગયા. લખુડા સામે આવી એ | આના સાટે શિવલાલ શેઠ તો જાતજાતના ભરતવાળી કટોરીઓ ને બાંહો વગેરે લઈ ઊભા જ થઈ ગયા. લખુડા સામે આવી એ ભરત ઉપર પ્રકાશ પાડતાં ને ખુશખુશાલ થતા આ અવળે પાટે જ બોલવા લાગ્યા: ‘જો શોભવાની જ વાત કરતો હોય તો મરવા દે ગજિયાણીને લઈ જા પોપટ ને મોર ભરેલું ભરતનું રેશમી કાપડું.’ ઉમેરવા જતા હતા: ‘પે’રનારીય જિંદગીમાં યાદ કરશે વળી!’ પણ ભાન આવતાં લખુડા સામે આંખો ઉલાળી રહ્યા: ‘હાં.. છે વિચાર?’ | ||
તો લખુડાનેય જાણે કલ્પનાની પાંખો ફૂટી હોય તેમ પેલાં અલ્લડ અંગોમાં થનગની રહેલી જોવનાઈનાં તાન ભેગાં સુંવાળાં એ બાવડાં પરના આ પોપટ અને હૈયે ટાંકેલા મોર પણ જાણે તાલ પુરાવતા આબેહૂબ લાગવા | તો લખુડાનેય જાણે કલ્પનાની પાંખો ફૂટી હોય તેમ પેલાં અલ્લડ અંગોમાં થનગની રહેલી જોવનાઈનાં તાન ભેગાં સુંવાળાં એ બાવડાં પરના આ પોપટ અને હૈયે ટાંકેલા મોર પણ જાણે તાલ પુરાવતા આબેહૂબ લાગવા માંડ્યા… | ||
પણ એણે ખરીદવાનો વિચાર કરતા પહેલાં, પાણી પાણી થઈ ઊઠેલા જીવને કિંમતનો ભારે આંકડો સાંભળી ભડકાવવા હોય તેમ શેઠને સવાલ કર્યો: ‘પણ એની કિંમત તો કો’ એક ફરા!’ | પણ એણે ખરીદવાનો વિચાર કરતા પહેલાં, પાણી પાણી થઈ ઊઠેલા જીવને કિંમતનો ભારે આંકડો સાંભળી ભડકાવવા હોય તેમ શેઠને સવાલ કર્યો: ‘પણ એની કિંમત તો કો’ એક ફરા!’ | ||
Line 134: | Line 134: | ||
‘ફાડો, કાકા!’ કહેતાં લાગલું જ લખુડાએ ઉમેર્યુંઃ ‘પણ એટલું કે એક તો એ નમાઈ છે ને એને પાછું આગળ પાછળેય કોઈ નથી કે પાછળથી (મામેરા સરખા) સારા અવસરેય મોંઘું લૂગડું પેરવા મળે! એટલે મન ભરીને પે’રે એવું આલો, આ મેં તો કહ્યું, પછી તો—’ને છેવટનો આખોય ભાર એણે શેઠ ઉપર જ ભરી દીધો: ‘તમને જે ગમ પડે એ.’ | ‘ફાડો, કાકા!’ કહેતાં લાગલું જ લખુડાએ ઉમેર્યુંઃ ‘પણ એટલું કે એક તો એ નમાઈ છે ને એને પાછું આગળ પાછળેય કોઈ નથી કે પાછળથી (મામેરા સરખા) સારા અવસરેય મોંઘું લૂગડું પેરવા મળે! એટલે મન ભરીને પે’રે એવું આલો, આ મેં તો કહ્યું, પછી તો—’ને છેવટનો આખોય ભાર એણે શેઠ ઉપર જ ભરી દીધો: ‘તમને જે ગમ પડે એ.’ | ||
વળી પાછા શેઠ અહીં મૂંઝવણમાં મુકાઈ ગયા. બોલ્યા તે પણ આછી આછી અકળામણ સાથે: ‘અરે, પણ એ બધી લાહ્ય તું શું કામ કરે છે ભલા માણસ!’ ને ઉમેર્યું: ‘આ વખતે એની મા કદાચ નથી આવી પણ પાછળના અવસરોમાં કેમ જાણ્યું કે | વળી પાછા શેઠ અહીં મૂંઝવણમાં મુકાઈ ગયા. બોલ્યા તે પણ આછી આછી અકળામણ સાથે: ‘અરે, પણ એ બધી લાહ્ય તું શું કામ કરે છે ભલા માણસ!’ ને ઉમેર્યું: ‘આ વખતે એની મા કદાચ નથી આવી પણ પાછળના અવસરોમાં કેમ જાણ્યું કે... | ||
લખુડો વચ્ચે જ બોલી ઊઠ્યો: ‘એ વાત તો ત્યારેય ભૂલી જ જજો, કાકા! માને ને આ છોડીને તો એ નાતરે ગઈ ત્યારના અવતારભરના રામ રામ સમજી લેવા! | લખુડો વચ્ચે જ બોલી ઊઠ્યો: ‘એ વાત તો ત્યારેય ભૂલી જ જજો, કાકા! માને ને આ છોડીને તો એ નાતરે ગઈ ત્યારના અવતારભરના રામ રામ સમજી લેવા! | ||
Line 170: | Line 170: | ||
પણ શેઠે અહીં ધૂંધવાટને મહામહેનતે દબાવી રાખતાં માત્ર ડોળા કાઢીને જ આ છોકરાને આગળ બોલતો અટકાવી દીધો. બે-પાંચ ક્ષણ તાકી જ રહ્યા પછી બોલ્યા તે ઠંડા અવાજે ને મક્કમ એવા વલણે: ‘જો, હવે ચુંય કર્યું તો ’ ને ભરત ભરેલું પેલું કાપડ કાઢતાં ઉમેર્યું: ‘જે આપું એ છાનોમાનો લેતોક ને હેંડતો થા!’ | પણ શેઠે અહીં ધૂંધવાટને મહામહેનતે દબાવી રાખતાં માત્ર ડોળા કાઢીને જ આ છોકરાને આગળ બોલતો અટકાવી દીધો. બે-પાંચ ક્ષણ તાકી જ રહ્યા પછી બોલ્યા તે ઠંડા અવાજે ને મક્કમ એવા વલણે: ‘જો, હવે ચુંય કર્યું તો ’ ને ભરત ભરેલું પેલું કાપડ કાઢતાં ઉમેર્યું: ‘જે આપું એ છાનોમાનો લેતોક ને હેંડતો થા!’ | ||
પણ લખુડો અહીં ભરત ભરેલું કાપડું શેઠના હાથમાં રમતું જોઈને એવો તો અકળાઈ રહ્યો કે એને સમજ ન પડી. આ સારું થઈ રહ્યું છે કે ખોટું? રાજી થવું કે દુઃખ લગાડવું? ને એવો એ અકળાઈ રહ્યો! જો બોલે છે તો શેઠ એને ધુતકારી કાઢે છે. ને નથી બોલતો તો— મન સાથે બબડી પડ્યો: ‘ઓ બાપ! એક કાપડાના | પણ લખુડો અહીં ભરત ભરેલું કાપડું શેઠના હાથમાં રમતું જોઈને એવો તો અકળાઈ રહ્યો કે એને સમજ ન પડી. આ સારું થઈ રહ્યું છે કે ખોટું? રાજી થવું કે દુઃખ લગાડવું? ને એવો એ અકળાઈ રહ્યો! જો બોલે છે તો શેઠ એને ધુતકારી કાઢે છે. ને નથી બોલતો તો— મન સાથે બબડી પડ્યો: ‘ઓ બાપ! એક કાપડાના વીસ રૂપિયા!’ | ||
પણ એમને એ બધો ભરત ભરેલો સરંજામ બીડામાં વાળતા જોઈને એનાથી જાણે ચીસ જ નંખાઈ ગઈ: ‘ના રે ના, કાકા! આલો તો સાચી ગજિયાણીનું—’ | પણ એમને એ બધો ભરત ભરેલો સરંજામ બીડામાં વાળતા જોઈને એનાથી જાણે ચીસ જ નંખાઈ ગઈ: ‘ના રે ના, કાકા! આલો તો સાચી ગજિયાણીનું—’ |
edits