ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/જયંતી દલાલ/આ ઘેર પેલે ઘેર: Difference between revisions

પ્રૂફ
No edit summary
(પ્રૂફ)
Line 39: Line 39:
‘પેલું બોરસલીનું ઝાડ જોયું? પાંદડે પાંદડે લાખ લાખ ફૂલ હશે, પણ એ રાહ જોઈ રહ્યાં છે પવનની આછી ફૂંકની…’ પવનની આછી ફૂંક! પથ્થરમાં પ્રાણ પૂરે એવી જિંદગીની, ચેતનની આછી ફૂંક….
‘પેલું બોરસલીનું ઝાડ જોયું? પાંદડે પાંદડે લાખ લાખ ફૂલ હશે, પણ એ રાહ જોઈ રહ્યાં છે પવનની આછી ફૂંકની…’ પવનની આછી ફૂંક! પથ્થરમાં પ્રાણ પૂરે એવી જિંદગીની, ચેતનની આછી ફૂંક….

પણ આ જીવ બાળવાનો ધંધો શું કામ માંડીને બેઠી છે? વીતેલાં સુખનું સ્મરણ મીઠું છે એવું તો કો’ક કાચો, શબ્દનો અર્થ ન જાણનાર બિનઅનુભવી, જોડકણાં જોડનાર જ કહી શકે. સો સો રાજવંશી કાળા નાગના ડંખનું ઝેર, સુખે ગાળેલી એક જ પળની સ્મૃતિમાં ભર્યું છે, એ કડવા સત્યને ન જાણનાર ગપોડી જ એમ કહી શકે!
પણ આ જીવ બાળવાનો ધંધો શું કામ માંડીને બેઠી છે? વીતેલા સુખનું સ્મરણ મીઠું છે એવું તો કો’ક કાચો, શબ્દનો અર્થ ન જાણનાર બિનઅનુભવી, જોડકણાં જોડનાર જ કહી શકે. સો સો રાજવંશી કાળા નાગના ડંખનું ઝેર, સુખે ગાળેલી એક જ પળની સ્મૃતિમાં ભર્યું છે, એ કડવા સત્યને ન જાણનાર ગપોડી જ એમ કહી શકે!

વીતી ગઈ એ વાત. બદનામ થઈને ઘેર બેઠેલો અમલદાર શું ઘરની દીવાલ પર અમલદારી કાળની છબીઓ લટકાવી રાખશે? ઊતરી ગઈ તું. ઘેર બેઠી તું, બદનામ થઈને. પુલિને તને ફારગતી આપી. તારા પરનું હેત ઊતરી ગયું. લાખ લાખ ફૂલને ઝુલાવતી ડાળી એમ ને એમ જ રહી, પણ પવનની ફૂંક ન લાગી. એ તો બીજા ઝાડની ડાળીને ફૂંક મારવા, એ ફૂલ ખેરવવા જતો રહ્યો.

Line 91: Line 91:
મને ગમે તે ઘર. ઘર! ટાઢ, તાપ અને વરસાદમાં માથે ધરે, એવું ઘર.
મને ગમે તે ઘર. ઘર! ટાઢ, તાપ અને વરસાદમાં માથે ધરે, એવું ઘર.

‘પણ આમ શા સાર?’ હા, મેં કળકળતા હૈયે પૂછ્યું હતું. મારો કશો દોષ થયો હતો? વાંક હતો મારો? મારું મન બગડ્યું હતું? કોઈનાય સામે મેં નજર સરખી પણ નાખી હતી? હીરામાણેક માગ્યાં હતાં? હઠ લીધી હતી? આપ ને મને જવાબ?
‘પણ આમાં શા સાર?’ હા, મેં કળકળતા હૈયે પૂછ્યું હતું. મારો કશો દોષ થયો હતો? વાંક હતો મારો? મારું મન બગડ્યું હતું? કોઈનાય સામે મેં નજર સરખી પણ નાખી હતી? હીરામાણેક માગ્યાં હતાં? હઠ લીધી હતી? આપ ને મને જવાબ?

સાવ નઠોર રીતે એણે મને જવાબ આપ્યો: ‘સવિતા, મારું મન ઊઠી ગયું છે.
સાવ નઠોર રીતે એણે મને જવાબ આપ્યો: ‘સવિતા, મારું મન ઊઠી ગયું છે.
17,546

edits