17,022
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ) |
||
Line 2: | Line 2: | ||
{{Heading|પોસ્ટ-મૉર્ટમ | સરોજ પાઠક}} | {{Heading|પોસ્ટ-મૉર્ટમ | સરોજ પાઠક}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કોર્ટ બેસી ગઈ હતી : પોલીસ, ડૉક્ટર, વકીલ, | કોર્ટ બેસી ગઈ હતી : પોલીસ, ડૉક્ટર, વકીલ, બધા પૂછે? | ||
અવાજ વિચિત્ર હતો. પૃચ્છા એક પછી એક સવાલરૂપે બહુ વારે આકાર ધારણ કરતી, અને જવાબ રૂપે વિચારો સુશ્રીના મગજમાંથી પૃથક્ પૃથક્ કીડી-મંકોડાની હાર મોંમાં ખાંડનો કણ ઉઠાવી દર તરફ ગતિ કરે, તેમ ફેલાતા અને હારબંધ પાછળ પાછળ નિરાંતે ચાલતા હતા. | અવાજ વિચિત્ર હતો. પૃચ્છા એક પછી એક સવાલરૂપે બહુ વારે આકાર ધારણ કરતી, અને જવાબ રૂપે વિચારો સુશ્રીના મગજમાંથી પૃથક્ પૃથક્ કીડી-મંકોડાની હાર મોંમાં ખાંડનો કણ ઉઠાવી દર તરફ ગતિ કરે, તેમ ફેલાતા અને હારબંધ પાછળ પાછળ નિરાંતે ચાલતા હતા. | ||
Line 14: | Line 14: | ||
‘બોલો ઝેરની કેટલી માત્રા?’ | ‘બોલો ઝેરની કેટલી માત્રા?’ | ||
સુશ્રીએ જાણે જાણકારી બતાવવાની હતી. કેવા કેવા પ્રકારનાં ઝેર હોઈ શકે? કયા ઝેરથી | સુશ્રીએ જાણે જાણકારી બતાવવાની હતી. કેવા કેવા પ્રકારનાં ઝેર હોઈ શકે? કયા ઝેરથી કેટલી માત્રા મરવા માટે ઉપકારક નીવડે? કયું ઝેર ઓછું કષ્ટદાયક હોઈ શકે? કશુંક ખાઈને મરવું હોય, તો તમે કયું ઝેર પસંદ કરો? જે જે દવાની બાટલી, ગોળી, પૅકેટ વગેરે પર ‘પોઇઝન’ લખ્યું હોય…’ | ||
‘ઊંઘવાની ગોળી બાટલીમાં કેટલી હતી?’ | ‘ઊંઘવાની ગોળી બાટલીમાં કેટલી હતી?’ | ||
Line 44: | Line 44: | ||
છટ્, જરા જેટલી ટપાલ! | છટ્, જરા જેટલી ટપાલ! | ||
હવે જરા વધુ ચચરે છે. શ્વાસમાં વાંધો નથી આવતો, પણ ઉચ્છ્વાસ જરા તકલીફ આપે છે. ઑક્સિજન સિલિન્ડર ગોઠવવો પડશે કે શું? બ્લડ બૅંકનું કયા વર્ગનું લોહી વહે છે. જોયું? જરા મને હવે માંસમજ્જા, હાડકાંપાંસળાં ગોઠવી લેવા દો. નસો ગૂંચવાઈ ન જાય! શ્વાસનળી, અન્નનળી, જઠર, પેઢું, ગર્ભાશય… ઓહ! ડૉક્ટર, ઉતાવળ ન કરો! તમારે તો બસ ઝટઝટ ટાંકા | હવે જરા વધુ ચચરે છે. શ્વાસમાં વાંધો નથી આવતો, પણ ઉચ્છ્વાસ જરા તકલીફ આપે છે. ઑક્સિજન સિલિન્ડર ગોઠવવો પડશે કે શું? બ્લડ બૅંકનું કયા વર્ગનું લોહી વહે છે. જોયું? જરા મને હવે માંસમજ્જા, હાડકાંપાંસળાં ગોઠવી લેવા દો. નસો ગૂંચવાઈ ન જાય! શ્વાસનળી, અન્નનળી, જઠર, પેઢું, ગર્ભાશય… ઓહ! ડૉક્ટર, ઉતાવળ ન કરો! તમારે તો બસ ઝટઝટ ટાંકા મારી ચામડી સીવી દેવાની ઉતાવળ છે! જોજો બખિયો બરાબર લેજો! તમને પુરુષહાથને વવળી સરસ બખિયો…? તમે તો રોંચા જેવા ટેભા લઈને બેસી જાઓ! લાવો, હું સરસ બખિયો મારી લઉં? એકદમ ઇસ્ત્રીબંધ ચામડી જોઈએ. ઉપર ને અંદર બધે વ્યવસ્થા કરી લેવા દો! | ||
‘તમે લવારા કરો છો! મારા સવાલનો જવાબ બરાબર આપો.’ | ‘તમે લવારા કરો છો! મારા સવાલનો જવાબ બરાબર આપો.’ | ||
Line 50: | Line 50: | ||
હા આપું છું. આ જરા બખિયો લેતાં લેતાં જ વાત કરીએ તો કેવું? સોયની અણી કટાઈ તો નથી ગઈ ને? બીજું કંઈ નહિ, કાટનો ડાઘ પડે અથવા તો ધનુર થઈ જવાનો સંભવ! ધનુર એટલે લોહીમાં ઝેર થઈ જાય. | હા આપું છું. આ જરા બખિયો લેતાં લેતાં જ વાત કરીએ તો કેવું? સોયની અણી કટાઈ તો નથી ગઈ ને? બીજું કંઈ નહિ, કાટનો ડાઘ પડે અથવા તો ધનુર થઈ જવાનો સંભવ! ધનુર એટલે લોહીમાં ઝેર થઈ જાય. | ||
લોહીમાં ઝેર! સાહેબ, મને તો… આ હું તો સ્કૂલમાં સીવણકામ શીખવું છું, પાર્ટટાઇમ જવાનું. ઘરનું ઘર બી સચવાય ને ઉપરથી કમાઈ થાય ને વખત જાય! ઘરમાં સાસુ-બાસુ નહિ ને બાળકોની લંગાર નહિ, એટલે… એક જ બાળક હોય તો નોકરી થાય! તમે કંઈ સાસુની વાત પૂછી હતી? સાસુ ને ઝેર! લોહીમાં ઝેર નહિ ને સંસારમાં સાસુ નહિ. આ રહ્યો ફોટો! એ વખતના વળી ફોટા ક્યાં | લોહીમાં ઝેર! સાહેબ, મને તો… આ હું તો સ્કૂલમાં સીવણકામ શીખવું છું, પાર્ટટાઇમ જવાનું. ઘરનું ઘર બી સચવાય ને ઉપરથી કમાઈ થાય ને વખત જાય! ઘરમાં સાસુ-બાસુ નહિ ને બાળકોની લંગાર નહિ, એટલે… એક જ બાળક હોય તો નોકરી થાય! તમે કંઈ સાસુની વાત પૂછી હતી? સાસુ ને ઝેર! લોહીમાં ઝેર નહિ ને સંસારમાં સાસુ નહિ. આ રહ્યો ફોટો! એ વખતના વળી ફોટા ક્યાં હશે કોણ જાણે! માળિયા પર પતરાની પેટીમાં હશેસ્તો! બિચારી દેવની દીધેલને રમાડનારી ક્યાંય જાતે જન્મી ચૂકી હશે! જીવતી હોત તો છપ્પરપગી કહી ભાંડતી હોત! ‘નખ્ખોદ’ જેવો શબ્દ! | ||
‘તો તમે ડૂબી જવાનો ગુનો કર્યો?’ | ‘તો તમે ડૂબી જવાનો ગુનો કર્યો?’ | ||
Line 110: | Line 110: | ||
‘ના, મને પાઠવવામાં આવ્યું હતું ઍરલેટરમાં! પણ હું ખાવાની નહોતી, મારે ખાવું નહોતું. હું ખાઉં એવી કાચી નથી. મને કાગળ ઉઘાડતાં જ વાસ આવી ગઈ. ઘ્રાણેન્દ્રિય સતેજ હતી. શ્વાસ એવો ધસારાબંધ કે તમે તો જાણો છો કે શ્વાસ લેવામાં વાંધો ઓછો, પણ ઉચ્છ્વાસ તકલીફ આપે! શ્વાસનો વારો પૂરો થયો. પણ ઉપવાસ કર્યો હોય ને ખાવાની વાનગીની તીવ્ર સુગંધ ઘ્રાણેન્દ્રિય દ્વારા લો, તો ઉપવાસ ભાંગી જાય! એટલે ઉઘાડતાં જ શ્વાસ સાથે ધસારાબંધ ઝેર…! બાકી મારે ખાવું નહોતું! એથી તો ઉપવાસ કરતી હતી. અને પછી ઉચ્છ્વાસનો વારો શરૂ થયો. આંતરડાં અમળાવા લાગ્યાં, જાણે પેટની ગાંઠ… ફાટી જશે! | ‘ના, મને પાઠવવામાં આવ્યું હતું ઍરલેટરમાં! પણ હું ખાવાની નહોતી, મારે ખાવું નહોતું. હું ખાઉં એવી કાચી નથી. મને કાગળ ઉઘાડતાં જ વાસ આવી ગઈ. ઘ્રાણેન્દ્રિય સતેજ હતી. શ્વાસ એવો ધસારાબંધ કે તમે તો જાણો છો કે શ્વાસ લેવામાં વાંધો ઓછો, પણ ઉચ્છ્વાસ તકલીફ આપે! શ્વાસનો વારો પૂરો થયો. પણ ઉપવાસ કર્યો હોય ને ખાવાની વાનગીની તીવ્ર સુગંધ ઘ્રાણેન્દ્રિય દ્વારા લો, તો ઉપવાસ ભાંગી જાય! એટલે ઉઘાડતાં જ શ્વાસ સાથે ધસારાબંધ ઝેર…! બાકી મારે ખાવું નહોતું! એથી તો ઉપવાસ કરતી હતી. અને પછી ઉચ્છ્વાસનો વારો શરૂ થયો. આંતરડાં અમળાવા લાગ્યાં, જાણે પેટની ગાંઠ… ફાટી જશે! | ||
‘હા બોલો બોલો, પ્રયાસ કરો, બી બોલ્ડ!! ઈમોશનલ ન થાઓ!’ | |||
તમે તો જાણો છો મારા ઘરમાં ટેલિફોન નથી. પણ હું તો રસ્તામાં હતી. ભોંપી, ટ્રીં, ટીનીનીની, ખટ્ ખટ્, તબડાક તબડાક, ભર્ર્ ખડખડખડ…ડડડ… ટેલિફોન, તાર… ક્યાં સગાને બોલાવું? કોની મદદ માગું? બચાવો! મને કોઈ પકડો! એલાવ હા, એલાવ! આખરે… એમ થયું! આખરે ટપાલ આવી ગઈ. મરોડદાર અક્ષરો સાક્ષાત્ મારી સામે ઊભા રહ્યા. સ્વચ્છ કપડાં, એકેય ક્રીઝ નહિ. તારીખ, સ્થળ, સમય, શુભ-લાભ, ગણેશનું ચિત્ર, લાલ ચૂંદડી ‘રૂબરૂ મળ્યા તુલ્ય’ એમાં છે. એ મારા નામનું સરનામું, સીવણ. શિક્ષિકા… બિચારીને સ્કૂલે જવાનું મોડું થતું હતું. બસ પકડવાની હતી. ત્રીજી વાર મોડું થવાની ચોકડી જો રજિસ્ટરમાં લાગે તો એક દિવસનો પગાર કપાઈ જાય! | તમે તો જાણો છો મારા ઘરમાં ટેલિફોન નથી. પણ હું તો રસ્તામાં હતી. ભોંપી, ટ્રીં, ટીનીનીની, ખટ્ ખટ્, તબડાક તબડાક, ભર્ર્ ખડખડખડ…ડડડ… ટેલિફોન, તાર… ક્યાં સગાને બોલાવું? કોની મદદ માગું? બચાવો! મને કોઈ પકડો! એલાવ હા, એલાવ! આખરે… એમ થયું! આખરે ટપાલ આવી ગઈ. મરોડદાર અક્ષરો સાક્ષાત્ મારી સામે ઊભા રહ્યા. સ્વચ્છ કપડાં, એકેય ક્રીઝ નહિ. તારીખ, સ્થળ, સમય, શુભ-લાભ, ગણેશનું ચિત્ર, લાલ ચૂંદડી ‘રૂબરૂ મળ્યા તુલ્ય’ એમાં છે. એ મારા નામનું સરનામું, સીવણ. શિક્ષિકા… બિચારીને સ્કૂલે જવાનું મોડું થતું હતું. બસ પકડવાની હતી. ત્રીજી વાર મોડું થવાની ચોકડી જો રજિસ્ટરમાં લાગે તો એક દિવસનો પગાર કપાઈ જાય! |