17,546
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ) |
||
Line 12: | Line 12: | ||
તરડાયેલા અવાજવાળો ટપુડો. ગધેડાં હકાલીને જતો હતો. દરેકની માથે શણિયાના ખોલમાં નદીના પટમાંથી સારેલી ભીની ટપકતી રેતી ઠાંસોઠાંસ. | તરડાયેલા અવાજવાળો ટપુડો. ગધેડાં હકાલીને જતો હતો. દરેકની માથે શણિયાના ખોલમાં નદીના પટમાંથી સારેલી ભીની ટપકતી રેતી ઠાંસોઠાંસ. | ||
મેં જરી ખિજવાઈને કહ્યું, ‘ગધેડાં હકાલ ગધેડાં… રસ્તે પડ. જા.’ ‘હી… હી… હી…’ એ ધીરે ધીરે આગળ નીકળી ગયો. મેં ચાલ ધીમી કરી. આજની વાત ગજરાને એવી કરવાની હતી કે સમજે તો સાર નહીંતર ફોફાં. આજે જો હું | મેં જરી ખિજવાઈને કહ્યું, ‘ગધેડાં હકાલ ગધેડાં… રસ્તે પડ. જા.’ ‘હી… હી… હી…’ એ ધીરે ધીરે આગળ નીકળી ગયો. મેં ચાલ ધીમી કરી. આજની વાત ગજરાને એવી કરવાની હતી કે સમજે તો સાર નહીંતર ફોફાં. આજે જો હું સિંહેન્દ્રનો દુનિયાની નજર બાપ હોત, ગજરાનો ધણી હોત તો તો ધોકો મારીને ધાર્યું કરાવત. પણ ગજરા લોભણી છે. સિંહેન્દ્રે શરીર ધારી જાણ્યું છે. મીઠું નથી. ગજરાનો ઘરવાળો તો હવે છે જ ક્યાં કે એની આશા કરવી? | ||
લમણાં તપ્યાં. વિચારો કર્યા કર્યા. ડામરની સડક ઊતરીને એને ઘેર જઈને પાણીના બે ગ્લાસ ખાલી કરી નાખ્યા, ‘સિંહેન્દ્ર?’ મેં પૂછ્યું. | લમણાં તપ્યાં. વિચારો કર્યા કર્યા. ડામરની સડક ઊતરીને એને ઘેર જઈને પાણીના બે ગ્લાસ ખાલી કરી નાખ્યા, ‘સિંહેન્દ્ર?’ મેં પૂછ્યું. | ||
‘હમણાં જ નીકળી ગયો.’ ગજરા બોલીઃ ‘તમને સામે | ‘હમણાં જ નીકળી ગયો.’ ગજરા બોલીઃ ‘તમને સામે ના — ભટકાણો?’ | ||
‘આવા તાપમાં જમવા ઘેર ના આવતો હોય તો?’ મેં કહ્યું, ‘એને સવારે જ ડબ્બો સંગાથે દઈ દેવો જોઈએ.’ | ‘આવા તાપમાં જમવા ઘેર ના આવતો હોય તો?’ મેં કહ્યું, ‘એને સવારે જ ડબ્બો સંગાથે દઈ દેવો જોઈએ.’ | ||
ઇશ્ક-બિશ્કની વાત હવે પતી ગઈ. નહીં તો કંઈ ગજરાએ મને પૂછવાનું હોય? ‘શું | ઇશ્ક-બિશ્કની વાત હવે પતી ગઈ. નહીં તો કંઈ ગજરાએ મને પૂછવાનું હોય? ‘શું ધક્કો ખાધો વકીલ?’ | ||
એક પળ મારી આંખમાં સાપોલિયું રમી ગયું. ગજરા હવે કરચલિયાળી થઈ ગઈ. છોકરો પરણવા જેવડો થઈ ગયો; એટલે એવી રંગીલી બોલી બંધ. મારી આંખ પાછી હતી તેવી. ગજરા સમજીને નીચું જોઈ ગઈ. સૂપડેથી ચોખા | એક પળ મારી આંખમાં સાપોલિયું રમી ગયું. ગજરા હવે કરચલિયાળી થઈ ગઈ. છોકરો પરણવા જેવડો થઈ ગયો; એટલે એવી રંગીલી બોલી બંધ. મારી આંખ પાછી હતી તેવી. ગજરા સમજીને નીચું જોઈ ગઈ. સૂપડેથી ચોખા ઝાટકવા માંડી. | ||
‘તારા ભલાની વાત લઈને આવ્યો છું.’ સાંભળીને ગજરાએ સૂપડું કોરાણે મૂક્યું. બોલીઃ ‘વધારે પાણી લાવું?’ | ‘તારા ભલાની વાત લઈને આવ્યો છું.’ સાંભળીને ગજરાએ સૂપડું કોરાણે મૂક્યું. બોલીઃ ‘વધારે પાણી લાવું?’ | ||
Line 34: | Line 34: | ||
‘તી કરોની!’ એ બોલી. | ‘તી કરોની!’ એ બોલી. | ||
લમણાં બહુ તપી | લમણાં બહુ તપી ગયાં હતાં તે રૂમાલ પલાળીને મેં કપાળે મૂક્યો. ‘મારી વાત પાછી નહીં કઢાય.’ પછી લાગ્યું કે વાક્યમાં કાંઈક ઉમેરવાનું રહી ગયું. એટલે બોલ્યાની સાથે સાંધો કરીને વળી બોલ્યોઃ ‘શું?’ | ||
‘હમજ્યા હવે.’ એ બોલી. ‘બોલો તો ખરા…?’ | ‘હમજ્યા હવે.’ એ બોલી. ‘બોલો તો ખરા…?’ | ||
Line 52: | Line 52: | ||
‘જાણું.’ મેં કહ્યું, ‘છોડ એ વાત. બધું જાણું.’ | ‘જાણું.’ મેં કહ્યું, ‘છોડ એ વાત. બધું જાણું.’ | ||
સામેની ભીંતે | સામેની ભીંતે સિંહેન્દ્રનો ફોટો મઢાવીને લટકાડેલો. મને એમ કે મારો જ ફોટો જોઉં છું. ચોખંડું ચોકઠું. ગરદન સુધી ઊતરતાં ઓડિયાં જાણે કે સિંહની જ કેશવાળી. ચોડો સીનો. ઉપર મારે બેટે વગર વકીલાતનો કાળો કોટ ચડાવેલો. જોનારાની તો છાતી જ ફાટે, ને જોનારી કોઈ હોય તો તો… | ||
મેં ખોંખારો ખાધો. | મેં ખોંખારો ખાધો. | ||
Line 122: | Line 122: | ||
‘હકીકત છે.’ હું બોલ્યોઃ ‘વાંકડો કાં લેવાનો હતો?’ પછી હળવેથી પેલા છોકરાવાળી લુચ્ચાઈ મારી આંખમાં પેદા કરી બતાવીને બોલ્યોઃ | ‘હકીકત છે.’ હું બોલ્યોઃ ‘વાંકડો કાં લેવાનો હતો?’ પછી હળવેથી પેલા છોકરાવાળી લુચ્ચાઈ મારી આંખમાં પેદા કરી બતાવીને બોલ્યોઃ | ||
‘વાંકડો નહીં, ને વાંકડાનો બાપ! છેલ્લી ઘડીએ નાક દબાવ્યું એટલે પછી છોકરીનાં મા-બાપ બિચારાં જાય ક્યાં? માણસ પહોંચતાં. ધારે તો આપીય શકે. પણ આ રીતે? બંદૂકની અણીએ? બહુ કાલાવાલા | ‘વાંકડો નહીં, ને વાંકડાનો બાપ! છેલ્લી ઘડીએ નાક દબાવ્યું એટલે પછી છોકરીનાં મા-બાપ બિચારાં જાય ક્યાં? માણસ પહોંચતાં. ધારે તો આપીય શકે. પણ આ રીતે? બંદૂકની અણીએ? બહુ કાલાવાલા કર્યા, બહુ કાલાવાલા કર્યા, પણ પેલો તો ઊઠીને ચાલતો જ થયો. વળી ધમકી આપતો ગયો. પાસપૉર્ટ-વિસાના કાગળોમાં તમારી છોકરીએ મારી પરણેતર તરીકે સહીઓ કરી છે. કપલ ફોટો બી આવ્યો છે… હવે જો ના પાડશો તો વિચારી જોજો કે પરિણામ શું આવશે?’ | ||
‘હાય… હાય…’ ગજરા બોલીને સામેની બારીમાંથી ગરમ ગરમ લૂ આવતી હતી તે ઊભી થઈને બારી બંધ કરી આવી. ઓરડામાં વધારે અંધારું થયું તેની અસરથી મારી હથેલીઓમાં ફરી જૂનું લોહી ગરમ થઈને ધસી આવ્યું. ઊભા થઈને મેં એનું કાંડું પકડી લીધું. પણ ગજરા જાણે પહેલાંની ગજરા જ નહીં. મારા મોટા સીનામાં આમ કરું ત્યારે સમાઈ જતી એ જાણે આ નહીં. આણે તો પટ્ટ દઈને ઝાટકો મારીને કાંડું છોડાવ્યું. ને દૂર હટીને ઊભી રહી — કહે, ‘વાંદરો ઘરડો થયો તોય ગુલાંટ ની ભૂલ્યો…’ પછી મારા તરફ સાચોસાચ ખીજની કપાલ કરચલી પાડીને બોલીઃ ‘દેહના ઉફાનમાંથી હવે છૂટો… હવે છૂટો… નથી સારા લાગતા…’ | ‘હાય… હાય…’ ગજરા બોલીને સામેની બારીમાંથી ગરમ ગરમ લૂ આવતી હતી તે ઊભી થઈને બારી બંધ કરી આવી. ઓરડામાં વધારે અંધારું થયું તેની અસરથી મારી હથેલીઓમાં ફરી જૂનું લોહી ગરમ થઈને ધસી આવ્યું. ઊભા થઈને મેં એનું કાંડું પકડી લીધું. પણ ગજરા જાણે પહેલાંની ગજરા જ નહીં. મારા મોટા સીનામાં આમ કરું ત્યારે સમાઈ જતી એ જાણે આ નહીં. આણે તો પટ્ટ દઈને ઝાટકો મારીને કાંડું છોડાવ્યું. ને દૂર હટીને ઊભી રહી — કહે, ‘વાંદરો ઘરડો થયો તોય ગુલાંટ ની ભૂલ્યો…’ પછી મારા તરફ સાચોસાચ ખીજની કપાલ કરચલી પાડીને બોલીઃ ‘દેહના ઉફાનમાંથી હવે છૂટો… હવે છૂટો… નથી સારા લાગતા…’ | ||
Line 138: | Line 138: | ||
‘પણ વાંકડો?’ | ‘પણ વાંકડો?’ | ||
‘પાછી વાત કરી?’ મેં કહ્યું, ‘વાંકડાને નામે રાતી પાઈ છોકરીનાં મા-બાપ આપવા માગશે | ‘પાછી વાત કરી?’ મેં કહ્યું, ‘વાંકડાને નામે રાતી પાઈ છોકરીનાં મા-બાપ આપવા માગશે તો પણ છોકરી આપવા નહીં દે. હા, લગન પછી છોકરાને અમેરિકા મોકલે… મોટર-ગાડી-બંગલો આપે… ત્યારે છોકરી થોડી જ ના પાડવાની છે? અત્યારે તો તને ખબર છે ને? માન ખાટી જવાનો વખત છે. અનાવલામાં ચારેકોર સન્માન થાય… છાપાંઓમાં આવે. સમાજસુધારકો હારતોરા લઈને પાછળ પડી જાય… અરે, રિસેપ્શનમાં ભેટને નામે લાખ રૂપિયાની જણસ આવે. તું સમજતી કેમ નથી? પૈહા, પ્રેમ અને પ્રસિદ્ધિ ત્રણેય મળે…’ | ||
ગજરાની આંખની કીકી ચળકી, ‘મારા સિંહેન્દ્રને એવું બહુ ગમે હો…’ મેં કહ્યું, ‘બસ ત્યારે…’ છોકરી અપસરા જેવી છે. સમજી લે. ઘરમાં ફરતી હોય ત્યારે માની લે કે આરસની પૂતળી ફરે છે ને હેં! મેં માંચીની ઈસ પર હાથ ટેકાવતાં આંખ મીંચકારી… ‘જોજેને, સિંહેન્દ્રેય મારા જેવો હશે ને! અગત જેવાં એનાં છોકરાં થાય એ પણ જોજે… ત્રણ વરસમાં તો…’ | ગજરાની આંખની કીકી ચળકી, ‘મારા સિંહેન્દ્રને એવું બહુ ગમે હો…’ મેં કહ્યું, ‘બસ ત્યારે…’ છોકરી અપસરા જેવી છે. સમજી લે. ઘરમાં ફરતી હોય ત્યારે માની લે કે આરસની પૂતળી ફરે છે ને હેં! મેં માંચીની ઈસ પર હાથ ટેકાવતાં આંખ મીંચકારી… ‘જોજેને, સિંહેન્દ્રેય મારા જેવો હશે ને! અગત જેવાં એનાં છોકરાં થાય એ પણ જોજે… ત્રણ વરસમાં તો…’ | ||
Line 146: | Line 146: | ||
ત્યાંથી પાછા ફરતાં ફરી પેલા ચરક ચરક બાંકડે જરા ચોખવાંડું કરીને શ્વાસ ખાવા બેઠો. થોડો થોડો પવન ઢળવા માંડેલો. લૂ ઓછી થયેલી છતાં પવનનો ઝપાટો આવ્યો તે સૂકાં પાંદડાં અને ડાળખાં મારી નજર સામે ચક્કર ચક્કર ફરીને ઊંચે ચડ્યાં. | ત્યાંથી પાછા ફરતાં ફરી પેલા ચરક ચરક બાંકડે જરા ચોખવાંડું કરીને શ્વાસ ખાવા બેઠો. થોડો થોડો પવન ઢળવા માંડેલો. લૂ ઓછી થયેલી છતાં પવનનો ઝપાટો આવ્યો તે સૂકાં પાંદડાં અને ડાળખાં મારી નજર સામે ચક્કર ચક્કર ફરીને ઊંચે ચડ્યાં. | ||
* | <center>*</center> | ||
‘રૂપાળી. રૂપાળી જ નહીં, પણ રૂપ રૂપનો અંબાર. પાતળી સાગના સોટા જેવી. ડબલ ગ્રૅજ્યુએટ. સ્વભાવે સાચક, તેજી છતાં સંસ્કારી. ભરત-ગૂંથણ, રસોઈ-પાણી, બોલી-ચાલી બધું ઉત્તમ-ચારિત્ર્યમાં તો આ જમાનામાં બીજી એવી મળવી મુશ્કેલ. વાંકડાની વિરોધી; પણ એનો બાપ અવળે હાથે આપે તો વાંકડા કરતાં વીસ ગણું. બાકી અમેરિકા જવાનો ચાન્સ. આ તો તારા બાપનો હું મિત્ર અને મરતી વખતે મને તારી ભાળવણી કરી ગયેલા એટલે તારી આટલી ચિંતા કરું છું. બાકી છોકરી એવી કે એને તો એક કરતાં એકવીસ મળશે. એની આગલી સગાઈ તૂટ્યાની હિસ્ટરી બી તારાથી છુપાવતો નથી. મારું માન તો કર. ન્યાલ થઈ જઈશ. ને આપણા અનાવલાઓમાં ઊપડ્યો નહીં ઊપડ.’ | ‘રૂપાળી. રૂપાળી જ નહીં, પણ રૂપ રૂપનો અંબાર. પાતળી સાગના સોટા જેવી. ડબલ ગ્રૅજ્યુએટ. સ્વભાવે સાચક, તેજી છતાં સંસ્કારી. ભરત-ગૂંથણ, રસોઈ-પાણી, બોલી-ચાલી બધું ઉત્તમ-ચારિત્ર્યમાં તો આ જમાનામાં બીજી એવી મળવી મુશ્કેલ. વાંકડાની વિરોધી; પણ એનો બાપ અવળે હાથે આપે તો વાંકડા કરતાં વીસ ગણું. બાકી અમેરિકા જવાનો ચાન્સ. આ તો તારા બાપનો હું મિત્ર અને મરતી વખતે મને તારી ભાળવણી કરી ગયેલા એટલે તારી આટલી ચિંતા કરું છું. બાકી છોકરી એવી કે એને તો એક કરતાં એકવીસ મળશે. એની આગલી સગાઈ તૂટ્યાની હિસ્ટરી બી તારાથી છુપાવતો નથી. મારું માન તો કર. ન્યાલ થઈ જઈશ. ને આપણા અનાવલાઓમાં ઊપડ્યો નહીં ઊપડ.’ | ||
Line 164: | Line 164: | ||
એ ગયો ત્યારે હું ક્યાંય સુધી એની પીઠ પર જ નજર તાકી રહ્યો. મહીંમહીં એક જાતનો ઠારકો થતો હતો. | એ ગયો ત્યારે હું ક્યાંય સુધી એની પીઠ પર જ નજર તાકી રહ્યો. મહીંમહીં એક જાતનો ઠારકો થતો હતો. | ||
* | <center>*</center> | ||
ઉનાળામાં ધગધગતી હતી તે જમીન ઑગસ્ટમાં તો સાવ પચકાણ થઈ ગયેલી. મારા ચંપલનું ચપચપ થાય ને મને જાત પર ખીજ ચડે. ઉતાવળી ચાલે ચાલું તે પેલો ચરકવાળો બાંકડો આવ્યો અને સહેજસાજ શ્વાસ ચડેલો | ઉનાળામાં ધગધગતી હતી તે જમીન ઑગસ્ટમાં તો સાવ પચકાણ થઈ ગયેલી. મારા ચંપલનું ચપચપ થાય ને મને જાત પર ખીજ ચડે. ઉતાવળી ચાલે ચાલું તે પેલો ચરકવાળો બાંકડો આવ્યો અને સહેજસાજ શ્વાસ ચડેલો તો પણ બેસવાનું મન ના થયું. ‘તારી તો જાતનો…’ કોણ જાણે કોને મેં ગાળ આપી… બાંકડાને? કે સૂકેલા પાંદડાં-ડાળી પલળીને લોચો થઈને એક તરફ પડેલાં ને ખિસકોલાં એની ઉપર દોડાદોડ કરતાં હતાં એને! લીલા ઊગેલા ઘાસ પર મછરાં ઝુંડ ઝુંડ થઈને ઊડતાં હતાં. આ હું બે મહિના સિંહેન્દ્રનાં લગન કરાવીને દુબઈ ચાલ્યો ગયો એમાં દુનિયા પલટાઈ ગઈ! સાલ્લી મારા મનમાં ગાળ ખાનારીનું નામ ધુમ્મસમાંથી તાડ નીકળી આવે એમ સ્પષ્ટ નીકળી આવ્યું… સાલ્લી… ગજરા તારી જાતની… | ||
ડામરની સડક પર સાવ રાબડ, તે લપસતાં માંડ બચ્યો. મોઢા ઉપર ઝીણી ઝરમર ઝીંકાણી તે રૂમાલથી લૂછી કાઢી… સાલ્લી મને વાત કરતી નથી… મને… મને છેતર્યો? | ડામરની સડક પર સાવ રાબડ, તે લપસતાં માંડ બચ્યો. મોઢા ઉપર ઝીણી ઝરમર ઝીંકાણી તે રૂમાલથી લૂછી કાઢી… સાલ્લી મને વાત કરતી નથી… મને… મને છેતર્યો? | ||
Line 184: | Line 184: | ||
‘એમ ગાળ ના દો.’ એ બોલી, પણ બળ વગરનું. થોડું બરડ ખરું. | ‘એમ ગાળ ના દો.’ એ બોલી, પણ બળ વગરનું. થોડું બરડ ખરું. | ||
‘ગાળ ના દઉં તો શું પૂજા કરું? મેં મારા ભીના વાળને આંગળાંથી કપાળ પરથી ઊંચા કર્યાંઃ ‘કોઈ કુંવારી છોકરીનો | ‘ગાળ ના દઉં તો શું પૂજા કરું? મેં મારા ભીના વાળને આંગળાંથી કપાળ પરથી ઊંચા કર્યાંઃ ‘કોઈ કુંવારી છોકરીનો ભવ બગાડતાં શરમ ના આવી?’ | ||
‘હું કાંઈ સામે ચાલીને | ‘હું કાંઈ સામે ચાલીને બોલાવવા ની આવેલી.’ એ બોલીઃ ‘તમે જ કાળા ઉનાળામાં મારો ઉંબરો ટોચતા આવેલા…’ | ||
‘તે?’ મારાથી ત્રાડ જેવો અવાજ થઈ ગયો. ‘તે શું થઈ ગયું?’ | ‘તે?’ મારાથી ત્રાડ જેવો અવાજ થઈ ગયો. ‘તે શું થઈ ગયું?’ |
edits