17,546
edits
No edit summary |
No edit summary |
||
Line 40: | Line 40: | ||
'''પ્રશ્ન: તમે દિલ્હીમાં સેન્ટર ફોર મીડિયા એન્ડ ઓલ્ટરનેટીવ કોમ્યુનિકેશન નામની સંસ્થાની સ્થાપના કરી. એની પાછળની ભૂમિકાની અને એના કાર્યક્ષેત્રની વાત કરશો?અને બીજું આ ઓલ્ટરનેટીવ કોમ્યુનિકેશન એટલે શું એવો પ્રશ્ન પણ કદાચ ઘણાને થાય, તો એ પણ સમજાવો.''' | '''પ્રશ્ન: તમે દિલ્હીમાં સેન્ટર ફોર મીડિયા એન્ડ ઓલ્ટરનેટીવ કોમ્યુનિકેશન નામની સંસ્થાની સ્થાપના કરી. એની પાછળની ભૂમિકાની અને એના કાર્યક્ષેત્રની વાત કરશો?અને બીજું આ ઓલ્ટરનેટીવ કોમ્યુનિકેશન એટલે શું એવો પ્રશ્ન પણ કદાચ ઘણાને થાય, તો એ પણ સમજાવો.''' | ||
૧૯૯૮માં મને ચાર્લ્સ વોલેસ એવોર્ડ મળ્યો હતો, જેને કારણે મને ઇંગ્લેન્ડ જવાનું થયું અને ત્યાં હું સ્કુલ | ૧૯૯૮માં મને ચાર્લ્સ વોલેસ એવોર્ડ મળ્યો હતો, જેને કારણે મને ઇંગ્લેન્ડ જવાનું થયું અને ત્યાં હું સ્કુલ ઓફ ઓરિએન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડીઝમાં વીઝીટીંગ સ્કોલર હતો, એ લંડન યુનિવર્સિટીની કોલેજ છે. ત્યાં વિઝુઅલ એન્થ્રોપોલોજીનો વિભાગ છે એમાં હું હતો. અને ત્યાં આ જ બધી ચર્ચાઓ થતી હતી. ત્યાં હું છ-આઠ મહિના માટે હતો અને ત્યાં મને એમ કહેવામાં આવ્યું કે અમારે ભારતમાં પણ આવું સંશોધન કરવું છે. એટલે ભારત પાછા આવીને સમાન વિચારવાળા પાંચ-છ જણા સાથે મેં વાત કરી અને એ રીતે આ સંસ્થાનો જન્મ થયો. જે ટેલિવીઝન છે, અખબારો છે, રેડિયો અને સિનેમા છે એ પ્રત્યાયનનાં મુખ્ય માધ્યમો છે. ઓલ્ટરનેટીવ કોમ્યુનિકેશન એટલે એ સિવાયનાં અન્ય માધ્યમોનો ઉપયોગ કઈ રીતે કરવો એની વ્યવસ્થા- દાખલા તરીકે કઠપૂતળી છે, શેરી નાટક છે કે પછી ભારતની પરંપરાગત લોકસંસ્કૃતિઓની પ્રત્યાયનની પદ્ધતિઓ છે, જેમ કે ગુજરાતમાં માણ ભટ્ટ છે. એ માણ ભટ્ટ પારંપરિક વાર્તાઓ કરતા, પણ આજના જમાનામાં મારે કોરોના વિશે કંઈક કહેવું હોય તો એ પણ હું માણ ભટ્ટની વાર્તા મારફત કહી શકું. એ જ રીતે પશ્ચિમ બંગાળમાં પટચિત્ર હોય છે. એમાં એક ચિત્ર બનાવેલું હોય અને પછી એ વિશે ગાયન દ્વારા એવી આખી વાર્તા કરે. એમાં એ લોકો સ્થાનિક લોકકથાઓ ઉપરાંત આપણા પુરાણ-ગ્રંથોમાંની વાર્તાઓ હોય. આવી જ રીતે રાજસ્થાનમાં પાબુજીનો પડ છે. તો એ લોકકથામાં એક ભોપો અને ભોપી એક-એક ચિત્ર બતાવતાં જાય, ગાતાં જાય અને એ વાત કહેતાં જાય. તો એ આખો પડ હું જૂદો ચીતરી શકું અને એના દ્વારા કોઈ વાત મૂકી શકું- કોઈ શિક્ષણ વિશેની વાત હોય કે પર્યાવરણ વિશેની વાત હોય. આવો પડ આપીને હું એ જ લોકોને કહી શકું કે તમે ત્યાં જઈને પાબુજીની વાર્તા કરો પછી જંગલ કાપી નાંખીએ તો શું થાય એની આ વાર્તા પણ એમને કરજો. તો એ લોકો ત્યાંથી એક સંદેશ લઈને જશે. આને હું ઓલ્ટરનેટીવ કોમ્યુનિકેશન કહું છું. એટલે અમે ઘણાં કામો કરીએ છીએ, જેન્ડર ઈશ્યુ પર, પર્યાવરણ ઉપર, સંસ્કૃતિક બાબતો પર, એચ.આઈ.વી, કોરોના જેવા આરોગ્યલક્ષી મુદ્દાઓ ઉપર. અત્યારે અમારો એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જે છે‘એસ.આર.એચ એન્ડ ઇન્ક્લુઝન’. એટલે કે ‘સેક્સ્યુઅલ એન્ડ રીપ્રોડક્ટીવ હેલ્થ એન્ડ ઈન્ક્લુઝન’. એટલે એવું નથી કે અમે મુખ્ય ધારાનાં પ્રસાર માધ્યમોનો ઉપયોગ નથી કરતા. અમે એ પણ કરીએ છીએ, પરંતુ એમાં પણ અમે મુદ્દાની રજૂઆત કેવી રીતે કરીએ એનું આયોજન કરીએ છીએ. સંદેશનાપ્રસાર માટે એક વ્યૂહરચના જરૂરી છે, કોને એ સંદેશ પહોંચાડવાનો છે એ નક્કી કરીને એના આધારે એનો પ્રસાર કેવી રીતે કરવો એ નક્કી થાય. | ||
'''પ્રશ્ન:આગળ | |||
હું ૧૯૮૯માં અમદાવાદથી દિલ્હી આવીને વસ્યો. તે પહેલા હું અમેરિકા હતો, ત્યાં એક વૈજ્ઞાનિક છે ફિલિપ મોરિસન જે એમ.આઈ.ટીમાં પ્રોફેસર પણ હતા, એમની સાથે હું એક ટેલીવિઝન સિરીઝ બનાવતો હતો. એ ફિલિપ મોરિસન અત્યારે પાછા પ્રકાશમાં આવ્યા છે, ઓપેનહાઈમર ફિલ્મથી, કારણકે એ ઓપેનહાઈમર સાથે મેનહેટન પ્રોજેક્ટમાં કામ કરતા હતા. ત્યાર પછી હું જાપાનનાં એક બહુ મોટા ફેશન ડિઝાઈનર ઇસે મીયાકી, જેમનું હમણાં થોડા સમય પહેલાં અવસાન થયું, | '''પ્રશ્ન:આગળ જતાં તમારા જીવનમાં દૃશ્ય કલાઓ સાથે સંગીત ઉમેરાયું, તમારાં પત્ની વિદ્યાબેન શાસ્ત્રીય સંગીતનાં ગાયિકા છે. તમારું વિદ્યાબહેન સાથેનું મિલન અને સહજીવન એ પણ શું આ ફોટોગ્રાફીની નીપજ છે?''' | ||
હું ૧૯૮૯માં અમદાવાદથી દિલ્હી આવીને વસ્યો. તે પહેલા હું અમેરિકા હતો, ત્યાં એક વૈજ્ઞાનિક છે ફિલિપ મોરિસન જે એમ.આઈ.ટીમાં પ્રોફેસર પણ હતા, એમની સાથે હું એક ટેલીવિઝન સિરીઝ બનાવતો હતો. એ ફિલિપ મોરિસન અત્યારે પાછા પ્રકાશમાં આવ્યા છે, ઓપેનહાઈમર ફિલ્મથી, કારણકે એ ઓપેનહાઈમર સાથે મેનહેટન પ્રોજેક્ટમાં કામ કરતા હતા. ત્યાર પછી હું જાપાનનાં એક બહુ મોટા ફેશન ડિઝાઈનર ઇસે મીયાકી, જેમનું હમણાં થોડા સમય પહેલાં અવસાન થયું, એમની સાથે એક વર્ષ કામ કરતો હતો. ત્યાંથી હું ભારત પાછો આવ્યો અને અમદાવાદમાં નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ડિઝાઈનમાં કન્સલ્ટન્ટ હતો. પછી ૧૯૮૯માં હું દિલ્હી આવ્યો એ વખતે જાતજાતના નવા લોકો મળ્યા, ત્યાં બધી યુનિવર્સિટીઓના પ્રોફેસર મળ્યા, સ્થપતિઓ, ફિલ્મ બનાવનાર, સંગીતકારો વગેરે મળ્યા. એ બધામાં મારે વિદ્યાને પણ મળવાનું થયું. એ વખતે એ મધ્યપ્રદેશનાં આદિવાસી વિસ્તારમાં કામ કરતી હતી, ત્યાંના આદિવાસી લોકોના હક માટેની લડાઈ એ લડતી હતી, એમનાં ગીત-સંગીત, એમના ઇતિહાસ વિશે એ સંશોધન પણ કરતી હતી, એ નિમિત્તે અમે મળતાં અને એમ અમે ભેગાં થયાં. | |||
'''પ્રશ્ન: પાર્થિવભાઈ, તમે બંને કલાકારો છો, બંને વ્યસ્ત છો, પ્રવાસો પણ ઘણા કરો છો. બે કલાકારોનું સહજીવન કેવું હોય?''' | '''પ્રશ્ન: પાર્થિવભાઈ, તમે બંને કલાકારો છો, બંને વ્યસ્ત છો, પ્રવાસો પણ ઘણા કરો છો. બે કલાકારોનું સહજીવન કેવું હોય?''' | ||
હા, તમે કહ્યું એમ ફરવાનું ઘણું થાય છે. પહેલાં મારા પ્રવાસો બહુ થતા, હવે ઓછા થયા છે. પણ હવે મને ભણાવવામાં બહુ રસ પડ્યો છે, | હા, તમે કહ્યું એમ ફરવાનું ઘણું થાય છે. પહેલાં મારા પ્રવાસો બહુ થતા, હવે ઓછા થયા છે. પણ હવે મને ભણાવવામાં બહુ રસ પડ્યો છે, એટલે છેલ્લા દસ-બાર વર્ષથી હું ઘણી યુનિવર્સીટીઓમાં વીઝીટીંગ ફેકલ્ટી તરીકે ભણાવું છું. એટલે વર્ષમાં મારા ૩-૪ મહિના ભણાવવામાં જાય છે. એ યુવાનોને મળવાથી મને એક નવી ઊર્જા મળતી હોય છે, નવા વિચારો મળે છે.આપણે અત્યારે વાત કરીએ છીએ ત્યારે વિદ્યા ચેન્નાઈથી દિલ્હીની ફ્લાઈટમાં છે. એ ચેન્નાઈમાં સંગીત ઉપર કોઈક રિસર્ચનું કામ કરે છે. મારા કરતાં વિદ્યાના ખૂબ પ્રવાસો થાય છે, એના કાર્યક્રમો હોય એટલે એને ફરવાનું વધુ થાય છે. | ||
'''પ્રશ્ન: પાર્થિવભાઈ, હવે એક રેપિડ ફાયર રાઉન્ડ કરીએ. પાંચ પ્રશ્નોના જવાબ એક જ વાક્ય અથવા એક જ શબ્દમાં આપશો?''' | '''પ્રશ્ન: પાર્થિવભાઈ, હવે એક રેપિડ ફાયર રાઉન્ડ કરીએ. પાંચ પ્રશ્નોના જવાબ એક જ વાક્ય અથવા એક જ શબ્દમાં આપશો?''' | ||
પહેલો પ્રશ્ન: જીવનએટલે? જીવન એટલે આનંદ. | |||
બીજો પ્રશ્ન: જો બીજું જીવન પસંદ કરવાનું મળે તો કોણ બનવાનું પસંદ કરો? મને તો હું જે છું એ જ બનવાનું ગમે, કદાચ થોડુંક જુદી રીતે જીવું. | |||
ત્રીજો સવાલ: કોઈ અફસોસ છે? ના, અફસોસ નથી, પણ સતત એવું લાગે કે હજુ વધુ કરી શકાય. | |||
ચોથો સવાલ: તમારા આદર્શ અથવા પ્રેરણામૂર્તિ એક વ્યક્તિ? એક વ્યક્તિ પસંદ કરવી મુશ્કેલ છે, પણ હું કહીશ કે ગાંધીજી. | |||
અને પાંચમો સવાલ: તમે જો ફોટોગ્રાફર અથવા વિઝ્યુઅલ કોમ્યુનિકેટર ન બન્યા હોતો તો શું કરતા હોત? તો કદાચ હું સંગીતકાર હોત! | અને પાંચમો સવાલ: તમે જો ફોટોગ્રાફર અથવા વિઝ્યુઅલ કોમ્યુનિકેટર ન બન્યા હોતો તો શું કરતા હોત? તો કદાચ હું સંગીતકાર હોત! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits