21,367
edits
(+1) |
No edit summary |
||
Line 30: | Line 30: | ||
પુસ્તકનો ઉપસંહાર એની કલગી સમાન છે. મલાલા હવે જાણે છે કે તે જગપ્રસિદ્ધ છે. તેણે દુનિયાના અનેક દેશોની સફર કરી લીધી છે. તેને અનેક પારિતોષકો મળી ચૂક્યાં છે, તેનું નામ નોબેલ પારિતોષક માટે મુકાઈ ચૂક્યું છે. પણ તે કહે છે કે મિંગોરામાં જ્યારે ઇનામ મળતાં ત્યારે થતી એવી ઉત્તેજના હવે થતી નથી. દરેક પારિતોષક એક જવાબદારીનો અહેસાસ કરાવે છે કે હજી કેટલું કામ બાકી છે. 2014માં મલાલાએ યુ.એન.માં આપેલા ભાષણમાં આખાય પુસ્તકનો નિચોડ, એનો સંદેશ છે. મલાલા જણાવે છે કે આ પ્રવચન તેણે માત્ર યુ.એન.માં હાજર લોકો માટે નહીં પણ સમગ્ર વિશ્વ માટે લખ્યું હતું. એ કહે છે: ‘ચાલો આપણે આપણાં પુસ્તક અને કલમ ઉઠાવીએ. એ આપણાં સૌથી શકિતશાળી હથિયારો છે. એક બાળક, એક શિક્ષક, એક પુસ્તક, અને એક કલમ દુનિયા બદલી શકે છે.’ જગતના અગ્રગણ્ય લોકોની તાળીઓના ગડગડાટ વચ્ચે તેના પિતાના કહેવા મુજબ જ તે ક્ષણમાં તે આખા વિશ્વની દીકરી બની ગઈ. પુસ્તકનો અંત અલ્લાહ માટે પ્રેમ અને એમની કૃપા માટે કૃૃતજ્ઞતાની અભિવ્યકિતથી થાય છે. હવે ‘મલાલા કોણ છે?’ તે પ્રશ્નના જવાબ અનેક છે. મલાલા જાણે છે કે એની નાની જિંદગીમાં ઘણું ઘણું બદલાઈ ચૂક્યું છે. તેમ છતાં તેનું અંતરમન એ જ છે. અંતમાં એ કહે છે: ‘હું મલાલા છું. મારું જગત બદલાઈ ચૂક્યું છે, પણ હું નહીં.’ | પુસ્તકનો ઉપસંહાર એની કલગી સમાન છે. મલાલા હવે જાણે છે કે તે જગપ્રસિદ્ધ છે. તેણે દુનિયાના અનેક દેશોની સફર કરી લીધી છે. તેને અનેક પારિતોષકો મળી ચૂક્યાં છે, તેનું નામ નોબેલ પારિતોષક માટે મુકાઈ ચૂક્યું છે. પણ તે કહે છે કે મિંગોરામાં જ્યારે ઇનામ મળતાં ત્યારે થતી એવી ઉત્તેજના હવે થતી નથી. દરેક પારિતોષક એક જવાબદારીનો અહેસાસ કરાવે છે કે હજી કેટલું કામ બાકી છે. 2014માં મલાલાએ યુ.એન.માં આપેલા ભાષણમાં આખાય પુસ્તકનો નિચોડ, એનો સંદેશ છે. મલાલા જણાવે છે કે આ પ્રવચન તેણે માત્ર યુ.એન.માં હાજર લોકો માટે નહીં પણ સમગ્ર વિશ્વ માટે લખ્યું હતું. એ કહે છે: ‘ચાલો આપણે આપણાં પુસ્તક અને કલમ ઉઠાવીએ. એ આપણાં સૌથી શકિતશાળી હથિયારો છે. એક બાળક, એક શિક્ષક, એક પુસ્તક, અને એક કલમ દુનિયા બદલી શકે છે.’ જગતના અગ્રગણ્ય લોકોની તાળીઓના ગડગડાટ વચ્ચે તેના પિતાના કહેવા મુજબ જ તે ક્ષણમાં તે આખા વિશ્વની દીકરી બની ગઈ. પુસ્તકનો અંત અલ્લાહ માટે પ્રેમ અને એમની કૃપા માટે કૃૃતજ્ઞતાની અભિવ્યકિતથી થાય છે. હવે ‘મલાલા કોણ છે?’ તે પ્રશ્નના જવાબ અનેક છે. મલાલા જાણે છે કે એની નાની જિંદગીમાં ઘણું ઘણું બદલાઈ ચૂક્યું છે. તેમ છતાં તેનું અંતરમન એ જ છે. અંતમાં એ કહે છે: ‘હું મલાલા છું. મારું જગત બદલાઈ ચૂક્યું છે, પણ હું નહીં.’ | ||
<center>*</center> | |||
આ પુસ્તકને અનેક પારિતોષકો મળ્યાં અને ક્યાંક ટીકા પણ થઈ છે, ખાસ કરીને મલાલા પર તેના સહલેખકની અસર માટે. એમ કહેવાયું છે કે પુસ્તકમાં ધાર્મિક ઉગ્રવાદ, ભ્રષ્ટાચાર કે પશ્ચિમની ટીકામાં જોશીલાપણું ઓછું છે. પરંતુ આ પુસ્તકનું મૂલ્ય તેની નિર્દોષતા અને સૌમ્યતામાં જ જણાય છે. માતા-પિતા પ્રત્યેના અહોભાવ, ભાઈઓ માટેનું વહાલ, સહેલીઓ સાથેના સ્નેહ અને બાલિશ ઇચ્છાઓની અભિવ્યકિત ક્યાંક મુખ્ય વિષયથી દૂર જરૂર લઈ જાય છે. પણ એ પુસ્તકને એક તાજગી ય બક્ષે છે. તાલીબાન સામે લડવાની હિમ્મત માટેની અને બે ઈંચ વધુ ઊંચાઈ માટેની અલ્લાહને પ્રાર્થના મલાલા માટે એકસરખી સહજ છે. એની અભિવ્યકિતમાં ક્યાંય કૃત્રિમતા નથી. આ કારણે એ હૃદયમાં સોંસરી ઊતરી જાય છે. તરુણો પર સાચે જ તે ઊંડી અસર કરે છે. દરેક તરુણી-તરુણને, તેમનાં માતા-પિતાને, તથા શિક્ષણ-ચાહક દરેક વ્યકિતને આ પુસ્તક ભેટ આપવા જેવું છે. | આ પુસ્તકને અનેક પારિતોષકો મળ્યાં અને ક્યાંક ટીકા પણ થઈ છે, ખાસ કરીને મલાલા પર તેના સહલેખકની અસર માટે. એમ કહેવાયું છે કે પુસ્તકમાં ધાર્મિક ઉગ્રવાદ, ભ્રષ્ટાચાર કે પશ્ચિમની ટીકામાં જોશીલાપણું ઓછું છે. પરંતુ આ પુસ્તકનું મૂલ્ય તેની નિર્દોષતા અને સૌમ્યતામાં જ જણાય છે. માતા-પિતા પ્રત્યેના અહોભાવ, ભાઈઓ માટેનું વહાલ, સહેલીઓ સાથેના સ્નેહ અને બાલિશ ઇચ્છાઓની અભિવ્યકિત ક્યાંક મુખ્ય વિષયથી દૂર જરૂર લઈ જાય છે. પણ એ પુસ્તકને એક તાજગી ય બક્ષે છે. તાલીબાન સામે લડવાની હિમ્મત માટેની અને બે ઈંચ વધુ ઊંચાઈ માટેની અલ્લાહને પ્રાર્થના મલાલા માટે એકસરખી સહજ છે. એની અભિવ્યકિતમાં ક્યાંય કૃત્રિમતા નથી. આ કારણે એ હૃદયમાં સોંસરી ઊતરી જાય છે. તરુણો પર સાચે જ તે ઊંડી અસર કરે છે. દરેક તરુણી-તરુણને, તેમનાં માતા-પિતાને, તથા શિક્ષણ-ચાહક દરેક વ્યકિતને આ પુસ્તક ભેટ આપવા જેવું છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||