17,546
edits
No edit summary |
No edit summary |
||
Line 68: | Line 68: | ||
ગાળી નાંખે હલાવી રસિક હૃદયને, વૃત્તિથી દાબ જાય.'</poem>}} | ગાળી નાંખે હલાવી રસિક હૃદયને, વૃત્તિથી દાબ જાય.'</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઉપરની કડીમાં છંદ અને પંક્તિઓમાંના શબ્દો જે વર્ણમાધુર્યને જન્માવે છે તેની વાત આગળ કરી છે. ‘વાય-થાય-ગાય–જાય'નો અંત્યાનુપ્રાસ જે લયમાધુર્ય જન્માવે છે તે પણ જાણીતું છે પણ એ માધુર્યમાં તાલ પુરાવવાનું કામ આ દરેક પંક્તિનું સમાપન (‘ડોલતો વાયુ વાય' ‘નેત્રને તૃપ્તિ થાય' ‘ગાન સ્વર્ગીય ગાય’ અને ‘વૃત્તિથી દાબ જાય’) કરતા વાક્યખંડો છે તે બાબત ઘણી નોંધપાત્ર છે કારણકે એ ન હોત તો આ કડી તાલ વિનાના નૃત્ય જેવી બની ગઈ હોત. પહેલી અને ત્રીજીનું માળખું તપાસીએ. ‘ડોલતો વાયુ વાય' અને ‘ ગાન સ્વર્ગીય ગાય,’ એક નામ વાયુ અને ગાન, એક વિશેષણ ડેાલતો અને સ્વર્ગીય, એક સાદું વિધાન કરતું ક્રિયાપદ વાય અને ગાય. પહેલી અને ત્રીજીમાં કારણ (નિમિત્ત) આપ્યાં છે, બીજી અને ચોથીમાં તેના પરિણામનું વર્ણન છે. ‘કુસુમરજ લઈ ડેાલતા વાયુએ પ્રસરાવેલા પરિમલથી’ બીજી કડીના ઉત્તરાર્ધમાં ‘રસિકહૃદય'વાળા પાંડુના ‘નેત્રને તૃપ્તિ થાય' છે. એ જ ‘રસિકહૃદય’ને પેલું સ્વર્ગીય ગાન હલાવી ગાળી નાખે છે અને પરિણામે ચોથી કડીના ઉત્તરાર્ધમાં ‘વૃત્તિથી દાબ' જાય છે. બીજી કડીના ઉત્તરાર્ધનું અને ચોથી કડીના ઉત્તરાર્ધનું એકસરખું વ્યાકરણી માળખું સંવાદી વર્ણનથી જે ચિત્ર આંકે છે તે નોંધવું પડશે. આ વસ્તુની બીજી રીતે તપાસ કરતાં આ બાબત વધારે સ્પષ્ટ થાય છે. ‘ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય’ છે જેને કારણે ‘ચોપાસે વલ્લિઓથી પરિમલ પ્રસરે છે’ જેથી ‘નેત્રને તૃપ્તિ થાય'છે. કડીના પૂર્વાર્ધ જેટલી જ સફાઈથી-કડીના ઉત્તરાર્ધમાં પણ કવિ એ જ ભાષાકીય માળખાનું પુનરાવર્તન કરે છે. (ભાષાકીય માળખાનો એ રીતે પ્રાસ સાધે છે.) ‘બેસીને કોણ જાણે હું પરભૃતિકા ગાન સ્વર્ગીય ગાય’ છે જે ‘ગાળી નાંખે હલાવી રસિકહૃદયને ' અને જેથી ‘વૃત્તિથી દાબ જાય’ છે. આ કડીના વર્ણન ઉપર વિવેચકો વારી ગયા છે તેનું કારણ એનું મધુર રેખાંકન છે જેમાં છંદ, વર્ણ અને શબ્દની યથોચિત ગોઠવણીની સાથે સાથે વ્યાકરણી માળખાનું આવું અદ્ભુત સમતુલન મહત્ત્વનો ભાગ ભજવે છે તે તરફ કોઈનું ધ્યાન જ હજી સુધી ગયું નથી. આ કાવ્યની લગભગ બધી જ કડીઓને આ રીતે તપાસીને એ કડીઓનું સંવિધાન<ref> | ઉપરની કડીમાં છંદ અને પંક્તિઓમાંના શબ્દો જે વર્ણમાધુર્યને જન્માવે છે તેની વાત આગળ કરી છે. ‘વાય-થાય-ગાય–જાય'નો અંત્યાનુપ્રાસ જે લયમાધુર્ય જન્માવે છે તે પણ જાણીતું છે પણ એ માધુર્યમાં તાલ પુરાવવાનું કામ આ દરેક પંક્તિનું સમાપન (‘ડોલતો વાયુ વાય' ‘નેત્રને તૃપ્તિ થાય' ‘ગાન સ્વર્ગીય ગાય’ અને ‘વૃત્તિથી દાબ જાય’) કરતા વાક્યખંડો છે તે બાબત ઘણી નોંધપાત્ર છે કારણકે એ ન હોત તો આ કડી તાલ વિનાના નૃત્ય જેવી બની ગઈ હોત. પહેલી અને ત્રીજીનું માળખું તપાસીએ. ‘ડોલતો વાયુ વાય' અને ‘ ગાન સ્વર્ગીય ગાય,’ એક નામ વાયુ અને ગાન, એક વિશેષણ ડેાલતો અને સ્વર્ગીય, એક સાદું વિધાન કરતું ક્રિયાપદ વાય અને ગાય. પહેલી અને ત્રીજીમાં કારણ (નિમિત્ત) આપ્યાં છે, બીજી અને ચોથીમાં તેના પરિણામનું વર્ણન છે. ‘કુસુમરજ લઈ ડેાલતા વાયુએ પ્રસરાવેલા પરિમલથી’ બીજી કડીના ઉત્તરાર્ધમાં ‘રસિકહૃદય'વાળા પાંડુના ‘નેત્રને તૃપ્તિ થાય' છે. એ જ ‘રસિકહૃદય’ને પેલું સ્વર્ગીય ગાન હલાવી ગાળી નાખે છે અને પરિણામે ચોથી કડીના ઉત્તરાર્ધમાં ‘વૃત્તિથી દાબ' જાય છે. બીજી કડીના ઉત્તરાર્ધનું અને ચોથી કડીના ઉત્તરાર્ધનું એકસરખું વ્યાકરણી માળખું સંવાદી વર્ણનથી જે ચિત્ર આંકે છે તે નોંધવું પડશે. આ વસ્તુની બીજી રીતે તપાસ કરતાં આ બાબત વધારે સ્પષ્ટ થાય છે. ‘ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય’ છે જેને કારણે ‘ચોપાસે વલ્લિઓથી પરિમલ પ્રસરે છે’ જેથી ‘નેત્રને તૃપ્તિ થાય'છે. કડીના પૂર્વાર્ધ જેટલી જ સફાઈથી-કડીના ઉત્તરાર્ધમાં પણ કવિ એ જ ભાષાકીય માળખાનું પુનરાવર્તન કરે છે. (ભાષાકીય માળખાનો એ રીતે પ્રાસ સાધે છે.) ‘બેસીને કોણ જાણે હું પરભૃતિકા ગાન સ્વર્ગીય ગાય’ છે જે ‘ગાળી નાંખે હલાવી રસિકહૃદયને ' અને જેથી ‘વૃત્તિથી દાબ જાય’ છે. આ કડીના વર્ણન ઉપર વિવેચકો વારી ગયા છે તેનું કારણ એનું મધુર રેખાંકન છે જેમાં છંદ, વર્ણ અને શબ્દની યથોચિત ગોઠવણીની સાથે સાથે વ્યાકરણી માળખાનું આવું અદ્ભુત સમતુલન મહત્ત્વનો ભાગ ભજવે છે તે તરફ કોઈનું ધ્યાન જ હજી સુધી ગયું નથી. આ કાવ્યની લગભગ બધી જ કડીઓને આ રીતે તપાસીને એ કડીઓનું સંવિધાન<ref>7 ’વસંતવિજય'ના કેવળ કાવ્યવસ્તુની આકૃતિને ડો. હ. ચૂ. ભાયાણીએ તપાસી છે. કડીઓનું સંવિધાન એમાં તપાસાયું છે. જુઓ પરબ: ૫૮ : ૨, પાનું ૨૭ થી ૩૨.</ref> તપાસતાં આકારસૌષ્ઠવની પ્રતીતિ વધુ સ્પષ્ટતાથી થઈ શકે. વર્ણ અને ભાષાકીય માળખાના પ્રાસમાંથી માધુર્ય જન્માવવાની સાથે સાથે કવિ કેટલેક તો અર્થનો પ્રાસ સાધે છે જે પુનરાવર્તનના માધુર્ય ઉપરાંત ભાવની ઉત્કટતા સાધવાનું કામ કરે છે. કવિએ એક જ કડીમાં, બે પક્તિઓમાં એક જ અર્થની સહોપસ્થિતિ નિરૂપીને એ કાર્ય સાધ્યું છે. | ||
‘વડે થંડો વાયુ’ પંક્તિથી તેણે વનમાં કરેલી શાંતિને સૂચવી છે. એ પછીની ત્રીજી પંક્તિમાં ‘હજી એકે પ્રાણી ગિરિ મહી નહીં જાગ્રત દીસે' એમ કહ્યું છે તે અર્થની દૃષ્ટિએ ‘વહે થંડો’નું પુનરાવર્તન છે. ‘વહે થંડો વાયુ કરી દઈ બધે શાંતિ વનમાં,' એમાં જ ત્રીજી પંક્તિનો અર્થ કવિત્વમય રીતે વર્ણવાયો છે તે દૃષ્ટિએ ત્રીજી પંક્તિ પુનરાવર્તન છે. એ જ રીતે આ કડીની બીજી પંક્તિ ‘ઘણા થોડા આજે ઉડુગણ પ્રકાશે ગગનમાં' પંક્તિથી જ અંધારાનું ગાઢપણું સૂચવાયું છે અને આવા ગાઢ અંધારામાં નરવર આગળ વધે છે તેવું ચોથી પંક્તિનું વર્ણન બીજીના અર્થની દૃષ્ટિએ પુનરાવર્તન છે. આ પંક્તિઓ ૧-૩ અને ૨-૪ એ ક્રમમાં નથી પણ ૧-૨-૩-૪ એ ક્રમમાં છે. જે ૧-૩ અને ૨-૪ ના અર્થ-સામ્યને (અર્થના પ્રાસને) કવિત્વમય રીતે નિરૂપે છે. | ‘વડે થંડો વાયુ’ પંક્તિથી તેણે વનમાં કરેલી શાંતિને સૂચવી છે. એ પછીની ત્રીજી પંક્તિમાં ‘હજી એકે પ્રાણી ગિરિ મહી નહીં જાગ્રત દીસે' એમ કહ્યું છે તે અર્થની દૃષ્ટિએ ‘વહે થંડો’નું પુનરાવર્તન છે. ‘વહે થંડો વાયુ કરી દઈ બધે શાંતિ વનમાં,' એમાં જ ત્રીજી પંક્તિનો અર્થ કવિત્વમય રીતે વર્ણવાયો છે તે દૃષ્ટિએ ત્રીજી પંક્તિ પુનરાવર્તન છે. એ જ રીતે આ કડીની બીજી પંક્તિ ‘ઘણા થોડા આજે ઉડુગણ પ્રકાશે ગગનમાં' પંક્તિથી જ અંધારાનું ગાઢપણું સૂચવાયું છે અને આવા ગાઢ અંધારામાં નરવર આગળ વધે છે તેવું ચોથી પંક્તિનું વર્ણન બીજીના અર્થની દૃષ્ટિએ પુનરાવર્તન છે. આ પંક્તિઓ ૧-૩ અને ૨-૪ એ ક્રમમાં નથી પણ ૧-૨-૩-૪ એ ક્રમમાં છે. જે ૧-૩ અને ૨-૪ ના અર્થ-સામ્યને (અર્થના પ્રાસને) કવિત્વમય રીતે નિરૂપે છે. | ||
edits