વાર્તાવિશેષ/૫. જયંતિ દલાલની વાર્તાઓ: Difference between revisions

+1
(+1)
 
(+1)
Line 10: Line 10:
ઠરેલા જ્વાળામુખીની શાંતિવાળો, મહોરા વિનાનો એક પ્રતાપી ચહેરો ગુજરાતી સાહિત્યમાં અને અમદાવાદમાં એક તો શ્રી જયંતિ દલાલનો છે. સજર્નમાં છતી થતી આ પુરુષના વ્યક્તિત્વની બુલંદ નિર્ભિકતાને યુવકો નવાજે છે. સહુને જે તુરત ન દેખાય તે, વસ્તુની બીજી બાજુને શ્રી જયંતિ દલાલ જાણે છે. એમના વ્યક્તિત્વમાં ને એમના સાહિત્યમાં અગ્રતા ભોગવતું લક્ષણ છે  અનૌપચારિકતા. કર્મથી તો સાદ્યંત સમાજ બની ચૂકેલા આ માણસને પુસ્તકમાં કે પૃથ્વી પર મળતાં એ સાવ વ્યક્તિ લાગે છે. એક બીજો વિરોધાભાસ પણ જણાશે. બહુજન સમાજને ઉપયોગી થવા મથતા આ સમાજસેવકનું સાહિત્ય પ્રચલિત અર્થમાં ભાગ્યે જ લોકભોગ્ય કહી શકાય. પણ વાસ્તવમાં આ વિરોધાભાસ છે, વિરોધ નથી, કારણ કે સાહિત્યક્ષેત્રે લોકશાહીની પરિભાષા ભિન્ન અર્થ ધરાવે છે.

શ્રી જયંતિ દલાલની વાર્તાઓમાં વ્યક્તિઓના મનનાં ઊંડાં ઊંડાણ તાગવાનો પ્રયત્ન સફળતા પામ્યો છે. મનઃસ્થિતિઓના અંકનમાં શ્રી જયંતિભાઈ ગુજરાતી વાર્તા પૂરતા અદ્વિતીય લાગ્યા છે. એમની વાર્તાઓમાં વ્યક્તિઓના પારસ્પરિક વ્યવહાર અને એ વ્યવહારમાં જાગતા માનસિક પ્રતિભાવોનું સૂક્ષ્મતાભર્યું અંકન હેરાન કરી મૂકે તેવું જોવા મળ્યું છે. એક માણસનું ચિત્ત અને તેનું વર્તન અન્ય માણસોના સંદર્ભમાં મુકાય છે કે સમાજ જન્મે છે. આ સમાજને શ્રી દલાલ જાણતા રહે છે. વ્યક્તિ અને સમાજ બંનેના યથાર્થને પામવાનો પ્રયત્ન જયંતિભાઈની વાર્તાઓમાં અનેક રૂપે જોવા મળે છે. ‘અડખે પડખે’ની વાર્તાઓના ભાવજગત અંગે પહેલી છાપ આ પડે.

{{Poem2Close}}
'''અનુભવનું બળ'''
'''અનુભવનું બળ'''
{{Poem2Open}}
બીજી છાપ એ પડે કે આ સંગ્રહની વાર્તાઓ રચનાપ્રક્રિયાના રીતિનિયમોની દૃષ્ટિએ એકબીજીથી દૂર ઊભેલી છે. લેખકમાં બીબાંઢાળ વૃત્તિ ક્યાંય દેખાતી નથી. વાર્તાકાર માટે સહુથી અઘરું કંઈ હોય તો તે આ. સજર્નની એક-બે પ્રક્રિયાઓ હસ્તગત થઈ જાય પછી નક્કી થઈ ગયેલી પદ્ધતિઓના ચીલે કલમ યાત્રા કરતી રહે. અનેક લેખકોમાં આવું થતું જોઈને આશ્ચર્ય થયું નથી. આ લેખકને વાંચીને આશ્ચર્ય થાય છે કે દરેક વાર્તાને અલાયદી પ્રક્રિયા એ બક્ષી શકે છે. કારણ સ્પષ્ટ છે. અનુભૂતિને જયંતિભાઈ સ્વરૂપ આપીને સ્વતંત્ર રીતે વિસ્તરવા દે છે. વાર્તા સિદ્ધ કરવાના આટલા બધા પ્રયોગો એક સજર્કને હાથે થતા જોઈને એમ લાગે છે કે લેખનકાર્ય માટે એક જિંદગી પણ પૂરતી છે.

આ સંગ્રહની વાર્તાઓમાં અનુભવનું બળ જાણે કે પ્રાણ પૂરે છે. જાહેરજીવનના અનુભવમાંથી જડેલી કેટલીક વાર્તાઓ નિર્દંશ કટાક્ષ કરે છે. ‘ન ભૂતો...’ વાર્તા આપણા રાજકીય સૌભાગ્ય પર સમીક્ષાત્મક વ્યંગ છે. આપણી સાથે જીવતા કેટલાક લોકો કહે છે કે જયંતિભાઈ રાજકારણમાં અડધા ખર્ચાયા છે તેથી એમનો પૂરતો લાભ સાહિત્યને મળ્યો નથી. બીજી રીતે કોઈ એમ પણ કહે કે ‘ન ભૂતો’ અને ‘દર્શન’ જેવી વાર્તાઓમાં જગાવેલી વ્યંગની તીવ્રતામાં એમનો વ્યક્તિગત અવાજ છે. એમ હોય તોપણ કંઈ વાંધો નહીં. પ્રશ્ન એટલો જ છે કે આપણને એ સાહિત્યની રીતે મળે છે કે નહીં? અત્યાર સુધી તો એમ જ લાગતું રહ્યું છે કે જે અનુભવ્યું નહીં હોય તેનું બળ પણ નહીં હોય. એનો અર્થ એવો નથી કે અનુભવ્યું હોય તેટલું જ અને તે જ રૂપે વ્યક્ત થાય. અનુભવ્યું હોય તે રૂપાંતરિત થઈને વ્યક્ત થાય. લેખકની સર્ગશક્તિ દ્વારા, ભાષા પાસેથી અપૂર્વ કામ લેવાની આવડત દ્વારા અનુભવેલું અભિનવ રૂપે વ્યક્ત થાય તે તો સાવ સ્પષ્ટ વાત છે. પણ મૂળ વિના વૃક્ષો ઉગાડનાર ‘સજર્કો’ને નવાજી શકાતા નથી. શ્રી જયંતિ દલાલને વાંચીને આ વિચાર ભારપૂર્વક કહી શકાય તેમ છે કે અનુભવનું બળ સજર્નમાં પ્રાણ પૂરે છે.

Line 38: Line 40:
(૧૦) માનવીને નામે ઓળખાતી રકમથી કદાચ નાટક અને નવલકથા પહેલાં વાર્તા ચેતી હતી. પણ વાર્તાનો અખિલ માણસને જોવાનો દાવો નથી. એની રીત તો અંશને યોગ્ય સ્વરૂપે રજૂ કરવાની, જોવા, પેખવાની છે. અંશના વજૂદનો સ્વીકાર કરાવવાની જ એકમાત્ર નેમ વાર્તા રાખે છે.

૪૦ પાનાના નિબંધમાંથી અહીં થોડા મુદ્દા તારવવાનો પ્રયત્ન કર્યો. એટલા માટે કે આ લખાણ સમૃદ્ધ લાગ્યું. આ સમૃદ્ધિ આયાત કરેલી ન લાગી. અનુભવજન્ય લાગી. જે લોકો વધારે સારું વાંચવાની આકાંક્ષામાં ગુજરાતી વાંચી શકતા ન હોય તેમને પણ ‘અડખે પડખે’ની વાર્તાઓ વાંચવા સૂચવી શકાય  ‘જડ્યાં, પડ્યાં’, ‘ટપુભાઈ રાતડિયા’ અને ‘બે બંગડી’.

'''૧૯૬૫'''
'''૧૯૬૫'''
<center><big>'''૨. ‘યુધિષ્ઠિર?’'''</big></center>
<center><big>'''૨. ‘યુધિષ્ઠિર?’'''</big></center>
 
{{Poem2Open}}
અહીં વાર્તારીતિનું, વાર્તાઓના સ્તરનું પણ વૈવિધ્ય છે. વૈવિધ્ય ન હોય તો કથયિતવ્યનું; બલ્કે કહો કે અનુભવનું  વાર્તા વાંચતાં જાગતી આનંદની અવસ્થામાં સાંપડતા અનુભવનું. વળી, ‘આનંદની અવસ્થા’ આ વાર્તાઓ વાંચતાં ભાવકના સંવેદનમાં જાગશે જ એમ પણ ભાવક માટે શ્રદ્ધા રાખીને જ કહેવું પડે.

આ વાર્તાસંગ્રહમાં જોયું કે આ સમર્થ લેખક જેવા પ્રાસાદિક બનવા જાય છે કે તરત અસાહિત્યિક બની જાય છે. કટાક્ષથી વાસ્તવિકતા ઉપસાવવા જાય છે, (કટાક્ષનું સુધારક- મૂલ્ય છે જ) ત્યાં પણ વાર્તા-સૂત્ર તુક્કાઓથી સંધાયેલું લાગે છે. આ કારણે ૫, ૬, ૭, ૮ નંબરની વાર્તાઓ વાર્તા તરીકે સ્પર્શતી નથી.

Line 53: Line 54:
સંગ્રહમાંની વાર્તાઓમાં મનનો કબજો લે એવી વાર્તા છે  ‘જીવનો ફેર’. અનલ અને શુભા એક નિજર્ન નદીકાંઠે ફરવા જાય છે. એ એમનો ‘સ્પોટ’ છે. જુએ છે  ઓછાં પાંદડાંવાળા ઝાડની ડાળે શબ લટકે છે. ચીસ પાડી ઊઠેલી શુભા ખસી જવા માગે છે. અનલ ખસી શકતો નથી. ઠૂંઠવાઈને મરી ગયેલા એક ભીખારીને એ બાળપણમાં જોઈ ન શકેલો. એના પિતાએ એને રોકેલો. આજે એ જોયા જ કરે છે. આમ તો જીવનો જ ફેર છે. પેલું શબ હતું, આ પણ શબ છે. અનલને પ્રશ્ન થયો છે  ‘માણસ પાસે કલ્પી ન શકાય એવું કરાવે છે એ શું છે?’

નિજર્ન નદીકાંઠાનું, લટકતા શબનું, ખસી જવા માગતું ભયવિહ્‌વળ શુભાનું અને અટકી ગયેલા અનલનું ચિત્ર એક બને છે. રંગની જરૂર ન હતી, માત્ર રેખાચિત્ર જ દોર્યું છે. પણ એમાં ગતિ છે, સંકુલતા છે. વાંચતાં વાંચતાં તંગદિલી વધે છે. વાર્તામાં વિક્ષિપ્ત કરવાની શક્તિ છે અને એ જ એનું સૌંદર્ય છે, વાર્તા તરીકેનું ગજું છે. વાર્તા વાંચ્યા પછી પણ ભય અને જિજ્ઞાસા વચ્ચે જાગતા ભાવ-પ્રતિભાવ અને દરમિયાન લટકતું એક શબ.

'''૧૯૬૮'''
'''૧૯૬૮'''
{{Poem2Close}}
<br>
<br>
{{right|◆}}
{{right|◆}}