સ્વરૂપસન્નિધાન/આત્મકથા-સતીશ વ્યાસ: Difference between revisions

replaced with proofread text
No edit summary
(replaced with proofread text)
 
Line 2: Line 2:
{{Heading|આત્મકથા|સતીશ વ્યાસ}}
{{Heading|આત્મકથા|સતીશ વ્યાસ}}

{{Poem2Open}}
{{Poem2Open}}જ્યાં સ્ટારોબિન્સી તો આત્મકથાનાં કોઈ ચોક્કસ લક્ષણો હોઈ જ ન શકે એમ માનતાં જણાવે છે, કે
જ્યાં સ્ટારોબિન્સી તો આત્મકથાનાં કોઈ ચોક્કસ લક્ષણો હોઈ જ ન શકે એમ માનતાં જણાવે છે, કે
‘Autobiography is certainly not a genre with regorous rules. It only requires that certain possible conditions be realized, con-ditions which are mainly ideological (or cultural); that the person-al experience be important, that it offers an opportunity for a sincere relation with someone else. These presuppositons estab-lish the legitimacy of ‘I’ and authorize the subject of the dis-course to take his past existence as theme.
‘Autobiography is certainly not a genre with regorous rules. It only requires that certain possible conditions be realized, conditions which are mainly ideological (or cultural); that the personal experience be important, that it offers an opportunity for a sincere relation with someone else. These presuppositons establish the legitimacy of ‘I’ and authorize the subject of the discourse to take his past existence as theme.  
આત્મકથા માટે થોડી શરતો જ નક્કી કરી શકાય એવો મત સ્ટારોબિન્સ્કી દર્શાવે છે. આમ છતાં સર્જાયેલી આત્મકથાઓને આધારે આપણે એનાં લક્ષણોની એક આછીપાતળી રૂપરેખા અવશ્ય બાંધી શકીએ.  
આત્મકથા માટે થોડી શરતો જ નક્કી કરી શકાય એવો મત સ્ટારોબિન્જી દર્શાવે છે. આમ છતાં સર્જાયેલી આત્મકથાઓને આધારે આપણે એનાં લક્ષણોની એક આછીપાતળી રૂપરેખા અવશ્ય બાંધી શકીએ.  
ડૉ. સેમ્યુઅલ જ્હોન્સને કહ્યું છે, કે—
ડૉ. સેમ્યુઅલ જહોન્સને કહ્યું છે, કે—
‘Every man's life should be best written by himself.’  
‘Every man's life should be best written by himself.’  
પોતાની જીવનકથા વ્યક્તિ જાતે જ સારી લખી શકે. પ્રસ્તુત વિધાન વિવાદાસ્પદ હોવા છતાં આપણે એટલું તો કહી શકીએ કે વ્યક્તિ જાતે પોતાના આંતરમનની વાત જેટલી જાણે એટલી ભાગ્યે જ કોઈ અન્ય વ્યક્તિ જાણી શકે. જીવનકથામાં લેખક અને નાયક વચ્ચે ભિન્નતા છે, જ્યારે આત્મકથામાં તે બંને એક જ છે. આત્મકથામાં વ્યક્તિના જન્મથી માંડીને પાંચેક વર્ષ સુધીની હકીક્તો અન્યાધારિત હોઈ એની પ્રમાણભૂતતા અંગે શંકા રહે. વળી આત્મકથાકારના મૃત્યુ સુધીની વિગતો એમાં ન જ આવી શકે. શૈશવનું નિરૂપણ સ્મૃતિને સારે થતું હોઈ એમાં પણ શ્રદ્ધેયતા અને સંકલનાના પ્રશ્નો ઊભા થાય. ખુદવફાઈનું તત્ત્વ પણ કસોટી કરે. દુર્ગણોને છુપાવવાની અને સદ્ગુણોને અતિ રંજવાની વૃત્તિ પણ થાય. પ્રામાણિકતા ન હોય તો લેખક અને નાયક વચ્ચે આંતરસંઘર્ષ સર્જાય. પ્રામાણિકતા હોય તોયે આવો સંઘર્ષ સર્જાવાની શક્યતા પૂરેપૂરી રહે. આમ છતાં વ્યક્તિ ખુદ પોતાનું ચિત્ર આપતી હોય ત્યારે ભીતરી સંકુલતાનું આલેખન વધારે સક્ષમતાથી કરી શકે. જીવનકથાકાર નાયકના વ્યક્તિત્વની આંતરિક સંકુલતાને વ્યક્ત કરવામાં આત્મકથાકાર જેટલો સફળ થઈ શકે નહીં. જો કે એ પોતાની તટસ્થતાનો લાભ લઈ શકે ખરો. વ્યક્તિનું અંતરંગ, વિશ્વસનીયતા સાથે, આત્મકથામાં ઊતરી શકે છે.
પોતાની જીવનકથા વ્યક્તિ જાતે જ સારી લખી શકે. પ્રસ્તુત વિધાન વિવાદાસ્પદ હોવા છતાં આપણે એટલું તો કહી શકીએ કે વ્યક્તિ જાતે પોતાના આંતરમનની વાત જેટલી જાણે એટલી ભાગ્યે જ કોઈ અન્ય વ્યક્તિ જાણી શકે. જીવનકથામાં લેખક અને નાયક વચ્ચે ભિન્નતા છે, જ્યારે આત્મકથામાં તે બંને એક જ છે. આત્મકથામાં વ્યક્તિના જન્મથી માંડીને પાંચેક વર્ષ સુધીની હકીક્તો અન્યાધારિત હોઈ એની પ્રમાણભૂતતા અંગે શંકા રહે. વળી આત્મકથાકારના મૃત્યુ સુધીની વિગતો એમાં ન જ આવી શકે. શૈશવનું નિરૂપણ સ્મૃતિને આધારે થતું હોઈ એમાં પણ શ્રદ્ધેયતા અને સંકલનાના પ્રશ્નો ઊભા થાય. ખુદવફાઈનું તત્ત્વ પણ કસોટી કરે. દુર્ગણોને છુપાવવાની અને સદ્ગુણોને અતિ રંજવાની વૃત્તિ પણ થાય. પ્રામાણિકતા ન હોય તો લેખક અને નાયક વચ્ચે આંતરસંઘર્ષ સર્જાય. પ્રામાણિકતા હોય તોયે આવો સંઘર્ષ સર્જાવાની શક્યતા પૂરેપૂરી રહે. આમ છતાં વ્યક્તિ ખુદ પોતાનું ચિત્ર આપતી હોય ત્યારે ભીતરી સંકુલતાનું આલેખન વધારે સક્ષમતાથી કરી શકે. જીવનકથાકાર નાયકના વ્યક્તિત્વની આંતરિક સંકુલતાને વ્યક્ત કરવામાં આત્મકથાકાર જેટલો સફળ થઈ શકે નહીં. જો કે એ પોતાની તટસ્થતાનો લાભ લઈ શકે ખરો. વ્યક્તિનું અંતરંગ, વિશ્વસનીયતા સાથે, આત્મકથામાં ઊતરી શકે છે.
આમ છતાં લેખક અને નાયકમાં ભિન્નતા રહે છે. જીવનકથાકારને તાદાત્મ્યનો લાભ નથી. જ્યારે આત્મકથાકારને તાટસ્થ્યનો લાભ નથી. બંનેએ બંને સિદ્ધ કરી લેવાનાં હોય છે. આત્મકથાનો લેખક તટસ્થ હોવો જરૂરી છે. એ દૂરથી પોતાની જાતનું અવલોકન કરી શકે એટલું અંતર એણે રાખવું જોઈએ. વ્યક્તિત્વ જોડેનું અતિ તાદાત્મ્ય અવગુણોની અવગણના કરી બેસે એવો સંભવ રહે છે. એનો અહંભાવ એને સ્વગુણાનુરાગી બનાવી ન દે એની એણે કાળજી લેવી ઘટે. આંતરછબિ આલેખતાં કેવળ આત્મલક્ષી ન થઈ જવાય એનું પણ ધ્યાન રાખવું પડે. આ દૃષ્ટિએ આત્મકથાનું સ્વરૂપ વ્યક્તિવિવેકની કસોટી કરે એવું છે.  

ધૂમકેતુએ ‘જીવનપંથ'ના પ્રવેશકમાં આથી જ કહ્યું છે, કે—  
ધૂમકેતુએ ‘જીવનપંથ'ના પ્રવેશકમાં આથી જ કહ્યું છે, કે—  
‘સાહિત્યનો આ પ્રકાર ઘણો જ અટપટો અને વિકટ ગણાય છે.’<ref>જીવનપથ' પૃ. ૪</ref> ડબલ્યુ. એચ. ઑડન પણ કંઈક આ મતલબનું જ વિધાન કરે છે : ‘The true autobiography, however, is but a torso.’<ref>ઈંગ્લીશ બાયોગ્રાફી પૃ. ૨૦૦</ref>
‘સાહિત્યનો આ પ્રકાર ઘણો જ અટપટો અને વિકટ ગણાય છે.’૩ ડબલ્યુ. એચ. ઑડન પણ કંઈક આ મતલબનું જ વિધાન કરે છે ‘The true autobiography, however, is but a torso.’૪
આત્મકથાને ડન પગ-માથા વિનાની એક આકૃતિ સાથે સરખાવે છે. એમાં જન્મ-મૃત્યુ-ક્ષણોની વિગતો આવતી ન હોઈ ડન આમ કહે છે. આનો અર્થ એવો નથી કે આત્મકથામાં લેખક અને નાયકના એક્યથી સુરેખતા ન જ આવી શકે. બલકે આવું હોય તોયે અખંડિતતા તો જળવાવી જ જોઈએ અને ત્યારે જ આત્મકથા તરીકે એવી કૃતિ સુશ્લિષ્ટ બની શકે.
આત્મકથાને ડન પગ-માથા વિનાની એક આકૃતિ સાથે સરખાવે છે. એમાં જન્મ-મૃત્યુ-ક્ષણોની વિગતો આવતી ન હોઈ ડન આમ કહે છે. આનો અર્થ એવો નથી કે આત્મકથામાં લેખક અને નાયકના ઐક્યની સુરેખતા ન જ આવી શકે. બલકે આવું હોય તોયે અખંડિતતા તો જળવાવી જ જોઈએ અને ત્યારે જ આત્મકથા તરીકે એવી કૃતિ સુશ્લિષ્ટ બની શકે.
આત્મકથા અઘરું સાહિત્યસ્વરૂપ છે એ સાચું. ટાગોરે પણ ‘સંસ્મરણોમાં કહ્યું છે, કે—
આત્મકથા અઘરું સાહિત્યસ્વરૂપ છે એ સાચું. ટાગોરે પણ ‘સંસ્મરણો’માં કહ્યું છે, કે—
‘સ્મરણશક્તિના ભંડારમાંથી સત્ય ઇતિહાસ વાંચી જીવનકથા ઉપજાવી કાઢવી એ કાર્ય કદાચ અશક્ય અને વ્યર્થ પણ હશે.’<ref>સંસ્મરણો (અનુ. એ. બા. પુરાણી) પૃ. ૨</ref>
‘સ્મરણશક્તિના ભંડારમાંથી સત્ય ઇતિહાસ વાંચી જીવનકથા ઉપજાવી કાઢવી એ કાર્ય કદાચ અશક્ય અને વ્યર્થ પણ હશે.’૫
છતાં અશકયને શક્ય બનાવવાની, અગોચરને ગોચર બનાવવાની, અરૂપને રૂપબદ્ધ કરવાની પ્રવૃત્તિનું જ બીજું નામ કલા છે. શ્રી મોહનભાઈ પટેલ કહે છે, કે–
છતાં અશકયને શક્ય બનાવવાની, અગોચરને ગોચર બનાવવાની, અરૂપને રૂપબદ્ધ કરવાની પ્રવૃત્તિનું જ બીજું નામ કલા છે. શ્રી મોહનભાઈ પટેલ કહે છે, કે–
‘કથા, કાવ્ય, નાટક આદિના સર્જકોની જેમ જ ચરિત્રસાહિત્યનો લેખક પણ સજીક જ છે. એનું કામ કંઈક વધારે કા છે. સત્યને જરાય ચાતર્યા વિના, સત્ય કેવળ કોરી અને અધૂરી માહિતી રહે નહીં પણ એક સેન્દ્રિય પદાર્થ બને તે રીતે એનું નિરૂપણ કરવાનું દુર્ઘટ અને દુસાધ્ય કામ ચરિત્રલેખકને કરવાનું હોય છે.’<ref>‘ધૃતિ’ પૃ. ૨૦</ref>
‘કથા, કાવ્ય, નાટક આદિના સર્જકોની જેમ જ ચરિત્રસાહિત્યનો લેખક પણ સર્જક જ છે. એનું કામ કંઈક વધારે કઠણ છે. સત્યને જરાય ચાતર્યા વિના, સત્ય કેવળ કોરી અને અધૂરી માહિતી રહે નહીં પણ એક સેન્દ્રિય પદાર્થ બને તે રીતે એનું નિરૂપણ કરવાનું દુર્ઘટ અને દુસાધ્ય કામ ચરિત્રલેખકને કરવાનું હોય છે.’૬
‘તથ્ય’ અને ‘સત્ય' શબ્દ વચ્ચે ભેદ છે. એકને સ્થળ ઘટનાઓમાંના યથાર્થ સાથે અને બીજાને અમૂર્ત એવા યથાર્થ સાથે સંબંધ છે. સ્થળ ઘટનાઓમાંથી પણ ઘણી વાર સત્ય સારવી શકાતું હોય છે. ‘સત્ય’ સંજ્ઞા સાપેક્ષ છે. આત્મકથાકાર સત્યશોધન કરે છે એમ કહેવાય છે ત્યારે એ સત્ય પણ લેખકના યુગદર્શનની જેમ લેખક સાપેક્ષ છે એમ માનવાનું છે. અહીં સત્ય શબ્દનો સંબંધ વ્યક્તિના જીવનમાં બની ગયેલી ઘટનાઓ અને એણે રજૂ કરેલી યુગછબિ સાથે યુગપતુ રીતે રહેલો છે. આત્મકથાકાર પોતાના શૈશવથી માંડીને લેખનકાળ સુધીનાં તથ્યોને (બને ત્યાં સુધી) સત્યને વફાદાર રહીને નિરૂપે છે પણ સત્યની ભૂમિ લપસણી છે. એમાંથી સહજ રીતે જ અસત્ય કે અર્ધસત્યની સીમામાં સરી જવાય છે. આત્મકથામાં સત્યનો નિભાવ પણ પડકારરૂપ પરિબળ છે. વર્જિનિયા વુલ્ફ આવા ‘સત્યના સંદર્ભમાં કહે છે, કે  
‘તથ્ય’ અને ‘સત્ય' શબ્દ વચ્ચે ભેદ છે. એકને સ્થળ ઘટનાઓમાંના યથાર્થ સાથે અને બીજાને અમૂર્ત એવા યથાર્થ સાથે સંબંધ છે. સ્થળ ઘટનાઓમાંથી પણ ઘણી વાર સત્ય સારવી શકાતું હોય છે. ‘સત્ય’ સંજ્ઞા સાપેક્ષ છે. આત્મકથાકાર સત્યશોધન કરે છે એમ કહેવાય છે ત્યારે એ સત્ય પણ લેખકના યુગદર્શનની જેમ લેખક સાપેક્ષ છે એમ માનવાનું છે. અહીં સત્ય શબ્દનો સંબંધ વ્યક્તિના જીવનમાં બની ગયેલી ઘટનાઓ અને એણે રજૂ કરેલી યુગછબિ સાથે યુગપત્ રીતે રહેલો છે. આત્મકથાકાર પોતાના શૈશવથી માંડીને લેખનકાળ સુધીનાં તથ્યોને (બને ત્યાં સુધી) સત્યને વફાદાર રહીને નિરૂપે છે પણ સત્યની ભૂમિ લપસણી છે. એમાંથી સહજ રીતે જ અસત્ય કે અર્ધસત્યની સીમામાં સરી જવાય છે. આત્મકથામાં સત્યનો નિભાવ પણ પડકારરૂપ પરિબળ છે. વર્જિનિયા વુલ્ફ આવા ‘સત્ય’ના સંદર્ભમાં કહે છે, કે  
‘Truth of fact and truth of fiction are imcompatible. Yet he is more than ever urged to combine them.... yet if he carries the use of fiction too far, so that he disregards the truth, or can only introduce it with incongruity, he loses both worlds: he has neither the freedon of fiction nor the substance of fact.’<ref>કલેકટેડ એસેઝ-ભા. ૪ પૃ. ૨૯-૩૫</ref>
‘Truth of fact and truth of fiction are imcompatible. Yet he is more than ever urged to combine them.... yet if he carries the use of fiction too far, so that he disregards the truth, or can only introduce it with incongruity, he loses both worlds: he has neither the freedon of fiction nor the substance of fact.’૭
કેવળ પ્રસંગોની આનુપૂર્વી અને એથી યથાર્થતામાં સત્ય – સમાવિષ્ટ થઈ જતું નથી. શ્રી મોહનભાઈ પટેલ કહે છે, કે –
કેવળ પ્રસંગોની આનુપૂર્વી અને એથી યથાર્થતામાં સત્ય – સમાવિષ્ટ થઈ જતું નથી. શ્રી મોહનભાઈ પટેલ કહે છે, કે –
કેવળ કાળક્રમ, હકીકતોનો ક્રમબદ્ધ હૂંડો એ કાંઈ આ સત્ય નથી. એ ચલિત સત્ય છે, ને એને પણ આપણે પ્રમાણીએ તે પહેલાં તો એ આપણી પહોંચ બહાર ચાલ્યું જાય છે.’<ref>સત્યના પ્રયોગો પૃ. ૪</ref>
કેવળ કાળક્રમ, હકીકતોનો ક્રમબદ્ધ હૂંડો એ કાંઈ આ સત્ય નથી. એ ચલિત સત્ય છે, ને એને પણ આપણે પ્રમાણીએ તે પહેલાં તો એ આપણી પહોંચ બહાર ચાલ્યું જાય છે.’૮
ખુદ ગાંધીજી જેવા સત્યશોધક પણ આ સત્યનું રૂપ કેવું માયાવી છે એની વાત કરતાં કહે છે, કે—
ખુદ ગાંધીજી જેવા સત્યશોધક પણ આ સત્યનું રૂપ કેવું માયાવી છે એની વાત કરતાં કહે છે, કે—
‘મારી સત્યની ઝંખી હજારો સૂરજને એકઠા કરીએ તો પણ જે સત્યરૂપી સૂરજના તેજનું પૂરું માપ ન મળી શકે એવાં સૂરજના કિરણમાત્રનાં દર્શનરૂપ છે’<ref>ધૃતિ પૃ. ૩૨</ref>
‘મારી સત્યની ઝાંખી હજારો સૂરજને એકઠા કરીએ તો પણ જે સત્યરૂપી સૂરજના તેજનું પૂરું માપ ન મળી શકે એવાં સૂરજના કિરણમાત્રનાં દર્શનરૂપ છે’૯
ત્યારે આત્મકથામાં નિરૂપિત સત્યની તપાસનો માપદંડ શો? નાયક પ્રત્યેનો પ્રજાનો કે વાચકનો કેવળ વિશ્વાસ? શું એ શકય નથી કે આત્મકથાનો નાયક પોતાના કોઈક દુર્ગુણ અંગે અ-કથન કે અલ્પકથન કરે? રસેલ, નર્મદ, મણિલાલ, ગાંધીજી જેવા પોતાના જાતીય જીવન અંગે જે નિખાલસ એકરારો કરે છે એને કંઈ બધા જ આત્મકથાકારો અનુસરતા નથી! ત્યારે એવા સત્યસ્થાપન અંગે કોઈ શરત આત્મકથાકાર ઉપર લાદી શકાય ખરી? અશક્ય છે. છતાં લેખક પ્રામાણિક હોય તો પોતાની અસદુ વૃત્તિઓનું પણ નિર્ભીક રીતે આલેખન કરી શકે. નિખાલસ એકરારથી આત્મશુદ્ધિનો અનુભવ શક્ય બને છે અને આ ઘણી મોટી વસ્તુ છે. આત્મકથાકાર પોતાને ઓળખવા પૂરતો નિર્ભીક નહીં હોય તો આવી આત્મશુદ્ધિની પ્રક્રિયા એ પ્રગટ કરી શકવાનો નહીં અને એટલે અંશે એની આત્મકથા અધૂરી રહેવાની. મોર્વાએ આવા સાહિત્ય માટે આથી જ,  
ત્યારે આત્મકથામાં નિરૂપિત સત્યની તપાસનો માપદંડ શો? નાયક પ્રત્યેનો પ્રજાનો કે વાચકનો કેવળ વિશ્વાસ? શું એ શકય નથી કે આત્મકથાનો નાયક પોતાના કોઈક દુર્ગુણ અંગે અ-કથન કે અલ્પકથન કરે? રસેલ, નર્મદ, મણિલાલ, ગાંધીજી જેવા પોતાના જાતીય જીવન અંગે જે નિખાલસ એકરારો કરે છે એને કંઈ બધા જ આત્મકથાકારો અનુસરતા નથી! ત્યારે એવા સત્યસ્થાપન અંગે કોઈ શરત આત્મકથાકાર ઉપર લાદી શકાય ખરી? અશક્ય છે. છતાં લેખક પ્રામાણિક હોય તો પોતાની અસદ વૃત્તિઓનું પણ નિર્ભીક રીતે આલેખન કરી શકે. નિખાલસ એકરારથી આત્મશુદ્ધિનો અનુભવ શક્ય બને છે અને આ ઘણી મોટી વસ્તુ છે. આત્મકથાકાર પોતાને ઓળખવા પૂરતો નિર્ભીક નહીં હોય તો આવી આત્મશુદ્ધિની પ્રક્રિયા એ પ્રગટ કરી શકવાનો નહીં અને એટલે અંશે એની આત્મકથા અધૂરી રહેવાની. મોર્વાએ આવા સાહિત્ય માટે આથી જ,  
‘The courageous search for truth.’<ref>‘આસ્પેકટ્સ ઑવ બાયોગ્રાફી’ પૃ. ૨૪</ref>
‘The courageous search for truth.’૧૦
એવા શબ્દો વાપર્યા છે
એવા શબ્દો વાપર્યા છે
એચ. એચ. એસ્કવીથ કહે છે, કે –  
એચ. એચ. એસ્કવીથ કહે છે, કે –  
‘No picture of a man, however, whether by himself or by others is either true or adequate which does not give us also his environment.’<ref>ઓકેઝનલ એડ્રેસીસ પૃ. ૩૮</ref>
‘No picture of a man, however, whether by himself or by others is either true or adequate which does not give us also his environment.’૧૧
કોઈપણ વ્યક્તિનું જીવન એના જમાનાથી નિરપેક્ષ હોતું નથી. એના વ્યક્તિત્વઘડતરમાં એનાં સ્વજનો, મિત્રો, હિતેચ્છુઓ, શિક્ષકો, વડીલો, કુટુંબ, સંસ્થાઓ, અરે વિરોધીઓ સુદ્ધાંનો ફાળો હોય છે. એના જમાનાના સંજોગોએ એના વ્યક્તિત્વને મોડ આપ્યો હોઈ એ જમાનાને પણ આત્મકથાકારે નિરૂપવો પડે. પોતાના સંપર્કમાં આવેલી વ્યક્તિઓના ચરિત્રનિરૂપણમાં લેખકે ઘણી સાવધતા રાખવી પડે. લેખકના અભિગ્રહો-પૂર્વગ્રહો પણ બાધક બને. ક્યાંક કોઈકનું પ્રતિભાહનન પણ થવાનો ભય રહે. નર્મદે તો આથી જ કહ્યું હતું,  

કેટલીક વાત મારા સંબંધમાં આવેલા એવા લોકનાં મન દુખવવાને અને મારા કુટુંબ સંબંધીઓને નુકસાન પહોંચાડવાને હાલ લખવી હું ઘટિત ધારતો નથી’<ref>‘મારી હકીકત’ પૃ. ૨</ref>
‘કેટલીક વાત મારા સંબંધમાં આવેલા એવા લોકનાં મન દુખવવાને અને મારા કુટુંબ સંબંધીઓને નુકસાન પહોંચાડવાને હાલ લખવી હું ઘટિત ધારતો નથી’૧૨
નર્મદનો આ અભિગમ ભલે વિવાદાસ્પદ હોય પણ એમાં વિવેક છે. નર્મદ તો આ કહીને નથી લખતો પણ ઘણા લેખકો આવું કબૂલ્યા વગર આવું કરતા હોવાનો સંભવ છે. આત્મકથાકાર અહીં કંઈક અંશે જીવનકથાકારની શિસ્ત અપનાવતો હોય છે. જીવનકથાના લેખકને મુખ્યત્વે કથાનાયકના જીવનમાં જ વિશેષ રસ લેવાનો હોય છે જ્યારે આત્મકથાકારને પોતાની સાથે સંકળાયેલી ઘણી વ્યક્તિઓના જીવનને નિરૂપવાનાં હોય છે. આ દૃષ્ટિએ આત્મકથાકારનું કામ પ્રમાણમાં વધારે વિસ્તારવાળું બને છે. નમ્ર કોટિનો આત્મકથાકાર તો પોતાના વ્યક્તિત્વને બદલે અન્ય વ્યક્તિઓનાં ચરિત્રો વધારે આલેખતો હોય છે. એ વ્યક્તિઓએ પોતાના ચરિત્રવિકાસમાં કેવો ફાળો આપ્યો એની એ ઋણભાવે નોંધ લેતો હોય છે. આમ કરવામાં શરત એ રાખવાની કે પોતાનું વ્યક્તિત્વ ગૌણ ન બની જાય, છેવટે તો લેખક ‘આત્મચરિત્ર' સર્જે છે એ એણે ભૂલવું ન જોઈએ. એ અન્ય વ્યક્તિઓનાં ‘સ્મરણચિત્રો’ નથી સર્જતો. એમાં અહંભાવની માત્રા ન હોય એ ઇષ્ટ; પણ એ ઢાંકવા-છુપાવવા જતાં ખુદનું ચરિત્રાલેખન તિરોહત ન બની જાય એનું ધ્યાન રાખવું જ રહ્યું. નહીંતર તો આત્મકથાસ્વરૂપની સમગ્ર વિભાવનાને હાનિ પહોંચવાનો સંભવ રહે.

‘ચરિત્રલેખનનો આદર્શ’ નામક એક લેખમાં શ્રી અનંતરાય રાવળ લખે છે, કે—
‘ચરિત્રલેખનનો આદર્શ’ નામક એક લેખમાં શ્રી અનંતરાય રાવળ લખે છે, કે—
‘જે દેશકાળ કે સંજોગોમાં એ વ્યક્તિ આવી ગઈ અથવા પ્રો. ઠાકોરની ભાષામાં બોલીએ તો જે જળની એ માછલી હતી, તેના યોગ્ય પરિચય વિના વાચકોને એના જીવનની વિશિષ્ટતા કે મહત્તા સમજાવાની નહીં. દરેક મહાપુરપ પોતાના જમાનાનું સંતાન હોય છે.’<ref>‘ગંધાક્ષત’ પૃ. ૧૧</ref>
‘જે દેશકાળ કે સંજોગોમાં એ વ્યક્તિ આવી ગઈ અથવા પ્રો. ઠાકોરની ભાષામાં બોલીએ તો જે જળની એ માછલી હતી, તેના યોગ્ય પરિચય વિના વાચકોને એના જીવનની વિશિષ્ટતા કે મહત્તા સમજાવાની નહીં. દરેક મહાપુરુષ પોતાના જમાનાનું સંતાન હોય છે.’૧૩
જેમ વ્યક્તિનું જીવન યુગસાપેક્ષ હોય છે એમ વ્યક્તિનું યુગદર્શન પણ સાપેક્ષ હોય છે. યુગનિરૂપણ અને યુગદર્શન દ્વારા પણ વ્યક્તિનું અંતરંગ પામી શકાય છે. કેટલીક વ્યક્તિઓનો જીવનપુરુષાર્થ તો યુગ૫રિવર્તનકારી પણ હોય છે અને એવી વ્યક્તિઓનું યુગદર્શન સાપેક્ષ હોવા છતાં મૂલ્યવાન હોય છે. આત્મકથાના નાયક જેવી વ્યક્તિઓનો આવો પરષાર્થ આત્મકથા માટેની એક મહત્ત્વની સામગ્રી બની રહે છે. એવું દર્શન સાપેક્ષ હોય તોય એ તો એક અનિવાર્યતા છે. આત્મકથાને આથી જ ‘અર્થઘટન’ ગણવામાં આવે છે :
જેમ વ્યક્તિનું જીવન યુગસાપેક્ષ હોય છે એમ વ્યક્તિનું યુગદર્શન પણ સાપેક્ષ હોય છે. યુગનિરૂપણ અને યુગદર્શન દ્વારા પણ વ્યક્તિનું અંતરંગ પામી શકાય છે. કેટલીક વ્યક્તિઓનો જીવનપુરુષાર્થ તો યુગ૫રિવર્તનકારી પણ હોય છે અને એવી વ્યક્તિઓનું યુગદર્શન સાપેક્ષ હોવા છતાં મૂલ્યવાન હોય છે. આત્મકથાના નાયક જેવી વ્યક્તિઓનો આવો પુરુષાર્થ આત્મકથા માટેની એક મહત્ત્વની સામગ્રી બની રહે છે. એવું દર્શન સાપેક્ષ હોય તોય એ તો એક અનિવાર્યતા છે. આત્મકથાને આથી જ ‘અર્થઘટન’ ગણવામાં આવે છે
‘Every autobiography-even when it limits itself to pure narrative – is a self-interpretation.’<ref>‘લિટરરી સ્ટાઈલ-એ સિમ્પોઝિયમ’ (સં. ચેટમેન) પૃ. ૨૮૬</ref> (સ્ટારોબિન્સ્કી) એના પ્રમાણમાં વધઘટ થાય પણ દર્શન પાછળનો વ્યક્તિનો અભિગમ તો સાપેક્ષ રહેવાનો જ. આ સાપેક્ષતા જેટલી ઓગળે એટલી માત્રામાં તત્કાલીન યુગબોધ વધારે નક્કર બને. ખુદ જવાહરલાલ નહેરુએ પણ પોતાની આત્મકથામાંના આવા દર્શનને એકાંગી જ ગણાવ્યું છે ને?  
‘Every autobiography-even when it limits itself to pure nar-rative – is a self-interpretation.’૧૪ (સ્ટારોબિન્સ્કી) એના પ્રમાણમાં વધઘટ થાય પણ દર્શન પાછળનો વ્યક્તિનો અભિગમ તો સાપેક્ષ રહેવાનો જ. આ સાપેક્ષતા જેટલી ઓગળે એટલી માત્રામાં તત્કાલીન યુગબોધ વધારે નક્કર બને. ખુદ જવાહરલાલ નહેરુએ પણ પોતાની આત્મકથામાંના આવા દર્શનને એકાંગી જ ગણાવ્યું છે ને?  
‘I must warn...that this account is wholly one sided.’<ref>‘ઓટોબાયોગ્રાફી’ (નહેરુ) પૃ. ૧૨</ref>
‘I must warn...that this account is wholly one sided.’૧૫
કેટલીક વ્યક્તિઓ પોતાના જમાનાને ઓળખવા-માપવા મથતી હોય છે. મહાન ગણાતી વ્યક્તિઓના જીવનદર્શનમાં વ્યાપ અને ઊંડાણ હોય છે. એની ઊંડળમાં યુગની અનેક ગતિવિધિઓ ઝિલાતી હોય છે. આથી એની આંખે થતું એ યુગદર્શન ઇતિહાસ કરતાં કશુંક વિશિષ્ટ સર્જે છે. સારી આત્મકથા આથી જ એક સારો દસ્તાવેજ પણ બને છે. ટૉલ્સ્ટૉય, ગાંધીજી, નેહરુની આત્મકથાઓમાંથી એમના જમાનાનો જે સમ્યગ્ અને વ્યાપક ચિતાર મળે છે એવો તો ભાગ્યે જ કોઈ ઇતિહાસગ્રંથમાંથી મળશે. નર્મદની ‘મારી હકીકત'માંથી થતું તત્કાલીન સમાજદર્શન, ગાંધીજીની આત્મકથામાંથી થતું ભારતદર્શન, ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથામાંથી થતું બૃહદ્ ગુજરાતનું દર્શન કે બર્ટ્રાન્ડ રસેલની આત્મકથામાંથી થતું વીસમી સદીના રૂઢિચુસ્ત ઇગ્લેંડનું દર્શન માત્ર સ્થૂળ દસ્તાવેજ ન રહેતાં ગતિશીલ વિવિધપરિમાણી ચિત્ર બની રહે છે.  

આત્મકથામાં નાયકના જીવનની, એની સાથે સંકળાયેલી વ્યક્તિઓનાં જીવનની તથા તત્કાલીન પરિસ્થિતિની હકીકતોનું નિરૂપણ હોવાથી કલ્પનાતત્ત્વને દાખલ થવાનો અવકાશ ઓછો રહે છે છતાં આત્મકથાલેખક આત્મશોધની દિશામાં ઘણું ખોદકામ કરી શકે. આ રીતે એ મનુષ્યની અને આ સંસારની મૂળભૂત સ્થિતિ વિશે ઘણો પ્રકાશ પાડી શકે. પોતાની સિદ્ધિ-મર્યાદાનું સમર્થન કે સમીક્ષા પણ એ કરતો રહેતો હોય છે. જીવનમાં બનેલા પ્રસંગોમાં, એના સંવેદનમાં, અન્ય પ્રત્યેના એના અભિગમમાં ભાવનાનું, લાગણીનું તત્ત્વ તો આવી શકતું હોય છે. કલામાત્રને મનુષ્યના આ સંવેદનવિશ્વની ગરજ છે. સંવેદનનિષ્ઠ અનુભૂતિઓથી સર્જાતી આકૃતિ કલાપદાર્થ તરીકે ઓળખાય છે. વ્યક્તિઓ મહાન થવાનું કારણ આ સંવેદનના વ્યાપ અને ઊંડાણ સાથે સંબંધ રાખે છે. આવું સંવેદન જ મહાન વ્યક્તિઓને જીવનને અખિલાઈથી જોઈ શકવાની ક્ષમતા બક્ષે છે. એમાં જો કલ્પના દાખલ થાય તો સૌંદર્યની માત્રાઓ પણ વધે. ગાંધીજી કાલેલકર, ઈન્દુલાલ યાજ્ઞિક કે ટૉલ્સ્ટૉય જેવી વ્યક્તિઓ એમના સંવેદનવિશ્વની વિશાળતાને કારણે મહાન બની છે. એ વ્યક્તિઓની આત્મકથાઓમાં આવું ભાવજગત સ્થાન પામતું હોઈ એ આસ્વાદ્ય બને છે.

આત્મકથામાં કલ્પનાને ઓછો અવકાશ છે એ સાચું પણ હકીકતોને સાંકળવામાં કલ્પનાની જરૂર પડે છે. વાસ્તવના તથ્યનું કલાના સત્યમાં રૂપાન્તર કરવામાં આ કલ્પના જ વિશેષ સહાયભૂત થાય છે. સર્જકના જીવન પ્રત્યેના દૃષ્ટિકોણમાં આ કલ્પના અને સર્જક્તા અનુસૂત હોય છે. આવા સત્યને વાર્જિનિયા વુલ્ફ ‘Creative fact' તરીકે ઓળખાવે છે.  
આત્મકથામાં કલ્પનાને ઓછો અવકાશ છે એ સાચું પણ હકીકતોને સાંકળવામાં કલ્પનાની જરૂર પડે છે. વાસ્તવના તથ્યનું કલાના સત્યમાં રૂપાન્તર કરવામાં આ કલ્પના જ વિશેષ સહાયભૂત થાય છે. સર્જકના જીવન પ્રત્યેના દૃષ્ટિકોણમાં આ કલ્પના અને સર્જકતા અનુસ્યુત હોય છે. આવા સત્યને વાર્જિનિયા વુલ્ફ ‘Creative fact' તરીકે ઓળખાવે છે.  
‘He can give us the creative fact, the fertile fact, the fact that suggests and engenders.’<ref>.‘કલેક્ટેડ એસેઝ' પૃ. ૧૨</ref>
‘He can give us the creative fact, the fertile fact, the fact that suggests and engenders.’૧૬
ક્યારેક અતીતની વિગતોને, શૈશવનાં સ્મરણોને આલેખવાં દુષ્કર હોય ત્યારે આ કલ્પનાતત્ત્વ અને સર્જકતા એને સુકર બનાવી આપે છે. ‘વર્ડ્ઝ' (સાર્ત્ર), ‘સ્મરણયાત્રા’ (કાલેલકર) કે ‘વનાંચલ' (જયન્ત પાઠક) આદિમાં આવી સર્જકતાને સારો એવો અવકાશ પ્રાપ્ત થયો છે. કૃતિની વચ્ચે વચ્ચે આવતી કલ્પનાઓ, ભાવનામય પરિસ્થિતિઓ કૃતિની રસાત્મકતામાં વધારો કરી આપતી હોય છે. હકીકતોની શુષ્ક વિગતોના ખડકલામાં આવું કલ્પનાતત્ત્વ હળવાશ સર્જી શકે. વાસ્તવના સત્યને આ કલ્પનાના તત્ત્વથી જ ટકાઉપણું પ્રાપ્ત થાય છે.  

શ્રી મોહનભાઈ પટેલ આત્મકથા માટેની ભાષાનો વિચાર કરતાં ‘ધૃતિ’માં લખે છે, કે–
શ્રી મોહનભાઈ પટેલ આત્મકથા માટેની ભાષાનો વિચાર કરતાં ‘ધૃતિ’માં લખે છે, કે–
‘જેમ સત્ ભાષાના માધ્યમ દ્વારા મળે છે, તેમજ અસત્ પણ તે જ માધ્યમ દ્વારા મળે છે. સત્ય પણ ભાષાના માધ્યમ દ્વારા પમાય છે. તેથી ભાષા બને તેટલી ઓછી અનલકુંત હોય એ ઇષ્ટ ગણાય. (અહીં ‘અલંકૃત’ અપેક્ષિત હશે? – લે.) અલંકાર જ આપણી દૃષ્ટિ માટે મરીચિકારૂપ ન બનવા જોઈએ. સાદી ભાષાને વળગણો ઓછાં હોય છે તેથી હકીકતો નિર્ભેળ મળવાનો સંભવ વધારે, આ સાદી ભાષા અર્થગૌરવશાળી હોય.’<ref>‘ધૃતિ' પૃ. ૩૩</ref>
‘જેમ સત્ ભાષાના માધ્યમ દ્વારા મળે છે, તેમજ અસત્ પણ તે જ માધ્યમ દ્વારા મળે છે. સત્ય પણ ભાષાના માધ્યમ દ્વારા પમાય છે. તેથી ભાષા બને તેટલી ઓછી અનલંકૃત હોય એ ઇષ્ટ ગણાય. (અહીં ‘અલંકૃત’ અપેક્ષિત હશે? – લે.) અલંકાર જ આપણી દૃષ્ટિ માટે મરીચિકારૂપ ન બનવા જોઈએ. સાદી ભાષાને વળગણો ઓછાં હોય છે તેથી હકીકતો નિર્ભેળ મળવાનો સંભવ વધારે, આ સાદી ભાષા અર્થગૌરવશાળી હોય.’૧૭
કોઈપણ કલાકૃતિ માટે ભાષાની આવી આચારસંહિતા બાંધી શકાય કે કેમ એ ચિંત્ય છે. ભાષાનો સંબંધ સર્જકચિત્તના સંવેદન સાથે છે એટલે એને માટે આવાં ધોરણો નક્કી કરવાં ટીક નથી. શું અલંકૃત વાણી સત્યને ઢાંકે જ? સાદી ભાષામાંનાં ઓછાં વળગણોથી હકીકતો હંમેશાં નિર્ભેળ જ મળે? સાદી ભાષા અલંકૃત ભાષા કરતાં વધારે ગૌરવશાળી હોય?
કોઈપણ કલાકૃતિ માટે ભાષાની આવી આચારસંહિતા બાંધી શકાય કે કેમ એ ચિંત્ય છે. ભાષાનો સંબંધ સર્જકચિત્તના સંવેદન સાથે છે એટલે એને માટે આવાં ધોરણો નક્કી કરવાં ઠીક નથી. શું અલંકૃત વાણી સત્યને ઢાંકે જ? સાદી ભાષામાંનાં ઓછાં વળગણોથી હકીકતો હંમેશાં નિર્ભેળ જ મળે? સાદી ભાષા અલંકૃત ભાષા કરતાં વધારે ગૌરવશાળી હોય?
ભાષાનો સંબંધ કોઈ સ્વરૂપની વિભાવના સાથે સાંકળવા કરતાં એના સર્જક સાથે સાંકળવો વધારે ઇષ્ટ છે, કેમ કે સ્વરૂપના માધ્યમમાં વ્યક્ત થયેલા ભાવજગત સાથે ભાષાનો સંબંધ વધારે છે. હા, કૃતિના વસ્તુ સાથે ભાષાનો સંબંધ જોડી શકાય ખરો. સાહિત્યભાષાનાં તમામ લક્ષણો સાહિત્યના જ એક સ્વરૂપ આત્મકથાની ભાષામાં પણ ઊતરવાનાં. આત્મકથાનો લેખક સાહિત્યિક રીતે ઘણી વાર, સજ્જ નથી હોતો. એની સાહિત્યવિષયક સમજ પણ, સંભવ છે કે, કાચી રહેવાની. કલાનાં રહસ્યોથી અલ્પજ્ઞાત કે અજ્ઞાત વ્યક્તિ પણ આત્મકથા લખે એ શક્ય છે. હીટલર, રસેલ કે ગાંધીજી સાહિત્યકાર નહોતા ને છતાં એમની પાસેથી આત્મકથાઓ મળે છે. સાહિત્યસૂઝના અભાવયુક્ત વ્યક્તિ આત્મકથા લખી જ ન શકે એમ કહેવું યોગ્ય નહીં બને. ક્યારેક આત્મકથાકારના સંવેદનનો તકાદો જ એને સર્જનાત્મક ભાષા પ્રયોજવા-સર્જવા મજબૂર કરે. સાહિત્યની સૂઝ ન હોય પણ ભાષાજ્ઞાનનું ઊંડાણ વ્યક્તિમાં હોય પણ ખરું, એવી વ્યક્તિની આત્મકથામાંથી ‘સાર્થ’ ભાષા જરૂર મળે. અભિવ્યક્તિને અનુરૂપ ભાષામાળખું નીપજાવી લેવાની ત્રેવડથી આવો લેખક એના કવયિતવ્યને નક્કર બનાવી શકતો હોય છે. ગાંધીજીની સાહિત્યિક સૂઝ અંગે મતમતાંતર હોઈ શકે પણ એમણે આત્મકથામાં પ્રયોજેલી કથનાનુરૂપ ભાષાની સાર્થકતા, સચોટતા અને સાદગીની વિરુદ્ધમાં ઝાઝું નહીં કહી શકાય. એ ભાષા કલાત્મક અભિવ્યક્તિ કરવા – કરાવવામાં કે સૌંદર્યદર્શન કરાવવામાં ઊણી ઊતરે, વર્ણનો કરવામાં કદાચ ઝાઝી સફળ ન નીવડે પણ સર્જકનાં દર્શન-ચિંતનને એ સંપૂર્ણ રીતે અનાવૃત કરી શકે એવી પારદર્શક ક્ષમતા ધરાવી શકે.  

આવાં ભાષાજ્ઞાન કે ભાષાસૂઝ વિના આત્મકથાના સર્જકને ચાલે નહીં. કેટલીકવાર આવા લોકનાયકોમાં વક્તૃત્વની, લોકોને અનુનય કરી સમજાવવાની શક્તિ વધારે હોય છે અને એમની ભાષામાં એ બળ ઊતરે છે. અભિવ્યક્તિનું અણિયાળાપણું આવા લેખકો સિદ્ધ કરી શકે છે. વ્યક્તિત્વની નિખાલસતા વાણીને પણ સરળ બનાવે છે. આવી ચોક્કસ, કશી આળપંપાળ વિનાની ભાષાનું પણ આત્મકથાના સ્વરૂપમાં આગવું સ્થાન છે. આવી ભાષામાં વ્યવહારના રૂઢિપ્રયોગો, કહેવતોનું બળ ભળે છે. એની સાર્થકતાથી મિથ્યા વાગાડંબર દૂર રહે છે. એટલે અંશે એ ભાષા અર્થધન બને છે.

આનાથી ઊલટું સાહિત્યકારને હાથે સર્જાતી આત્મકથાની ભાષામાં સાહિત્યનાં ધોરણો વણાતાં જાય છે. પ્રતીક, પ્રતિરૂપ, અલંકાર, પરાકલ્પન આદિનો આવો સર્જક વિનિયોગ કરી લે છે. વ્યવહારના સત્યનું આનાથી રૂપાન્તર થાય છે. જે સત્ય કદાચ ઇતિહાસમાં આટલું રોચક ન લાગ્યું હોત એ ભાષાના આવા જીવંત સ્પર્શથી રોચક બને છે. લક્ષ્યાર્થ, વ્યંગ્યાર્થ આદિ શબ્દની શક્તિઓની સહાયથી સર્જક પોતાના ભીતરને વધારે સૂચકતાથી અનાવૃત્ત કરી શકતો હોય છે.
આનાથી ઊલટું સાહિત્યકારને હાથે સર્જાતી આત્મકથાની ભાષામાં સાહિત્યનાં ધોરણો વણાતાં જાય છે. પ્રતીક, પ્રતિરૂપ, અલંકાર, પુરાકલ્પન આદિનો આવો સર્જક વિનિયોગ કરી લે છે. વ્યવહારના સત્યનું આનાથી રૂપાન્તર થાય છે. જે સત્ય કદાચ ઇતિહાસમાં આટલું રોચક ન લાગ્યું હોત એ ભાષાના આવા જીવંત સ્પર્શથી રોચક બને છે. લક્ષ્યાર્થ, વ્યંગ્યાર્થ આદિ શબ્દની શક્તિઓની સહાયથી સર્જક પોતાના ભીતરને વધારે સૂચકતાથી અનાવૃત્ત કરી શકતો હોય છે.
આત્મકથા એના લેખકના સંકુલ અંતરંગનો આવિષ્કાર છે. આ અંતરંગને ઓળખવું-આલેખવું અતિ કઠિન છે. એમાંના વિરોધાભાસોને અભિવ્યક્ત કરવા ભાષાનું સાધન ટાંચું પણ પડે. એ સંકુલ અનુભવજગતને એ અટપટા સંવેદનપર્યાવરણને ઝીલવા માટે ભાષાનું માધ્યમ કસોટી કરે. જીવનકથાકારને ભાષાનો આ પ્રશ્ન સીધો જ નડતો નથી કેમ કે એને જેનું ચરિત્ર આલેખવાનું છે એના ભીતરના પૂરેપૂરા રૂપથી તો કદી જ્ઞાત થવાનો નથી. ભાષામાં જ્યારે એ બહાર આવે ત્યારે ખુદ સર્જક પણ આશ્ચર્યચકિત થઈ જાય એવો સંભવ છે. આપણે જ્યારે આપણી છબિ પણ જોઈએ છીએ ત્યારે ઘણી વાર આપણને આશ્ચર્ય થાય છે અને એને વારંવાર તાકી રહેવાની ઈચ્છા થાય છે. જ્યારે ભીતરની છબિ બહાર આવે ત્યારે તો એ કેટલી નવી, કેટલી અપરિચિત લાગે? એ ચલિત આંતરછબિને રૂપબદ્ધ કરવા ભાષાની વિશેષ સજ્જતાની અપેક્ષા રહે. જે સર્જક આ બે વચ્ચે અદ્વૈત રચી શકે એની આત્મકથા વધારે કલાત્મક બને એ નિઃશંક.

અહીં તારવેલાં લક્ષણો તો આત્મકથાનામક સંયોજનપદાર્થને સમજવાના દિશાસૂચન રૂપ જ છે. એટલાં જ લક્ષણો પૂરતાં ન પણ હોય. આનાથી યે વિશેષ લક્ષણો શોધી-તારવી શકાય. કોઈ પણ વિલક્ષણ કૃતિ આમાંનાં લક્ષણોને ન પણ ગાંઠે. એવી કૃતિમાંથી જ પછી તો આત્મકથાનાં નવાં લક્ષણો બાંધવાં પડે. આત્મકથા નથી તો આ બધાં લક્ષણોનો સરવાળો કે નથી તો આ બધાં લક્ષણોનો કશો સ્થૂળ સમુચ્ચય. કોઈ એકાદ લક્ષણને છૂટું પાડીને જોવા જતા કૃતિની સમગ્રતાને આંચ આવવાનો અને અન્યાય થવાનો સંભવ રહે. કૃતિમાં તો આ બધાં લક્ષણો વચ્ચે અવયવાવીનો સંબંધ હોય છે. એકમાંથી બીજું ને બીજામાંથી ત્રીજે, એમ લક્ષણોની ગૂંથણી થતી હોય છે. ક્યાંય આંગળી મૂકીને એકને ઓળખાવી શકાતું નથી.
અહીં તારવેલાં લક્ષણો તો આત્મકથાનામક સંયોજનપદાર્થને સમજવાના દિશાસૂચન રૂપ જ છે. એટલાં જ લક્ષણો પૂરતાં ન પણ હોય. આનાથી યે વિશેષ લક્ષણો શોધી-તારવી શકાય. કોઈ પણ વિલક્ષણ કૃતિ આમાંનાં લક્ષણોને ન પણ ગાંઠે. એવી કૃતિમાંથી જ પછી તો આત્મકથાનાં નવાં લક્ષણો બાંધવાં પડે. આત્મકથા નથી તો આ બધાં લક્ષણોનો સરવાળો કે નથી તો આ બધાં લક્ષણોનો કશો સ્થૂળ સમુચ્ચય. કોઈ એકાદ લક્ષણને છૂટું પાડીને જોવા જતા કૃતિની સમગ્રતાને આંચ આવવાનો અને અન્યાય થવાનો સંભવ રહે. કૃતિમાં તો આ બધાં લક્ષણો વચ્ચે અવયવાવીનો સંબંધ હોય છે. એકમાંથી બીજું ને બીજામાંથી ત્રીજું, એમ લક્ષણોની ગૂંથણી થતી હોય છે. ક્યાંય આંગળી મૂકીને એકને ઓળખાવી શકાતું નથી.
ગુજરાતી સાહિત્યવિવેચને આત્મકથાના સ્વરૂપને સર્વસાધારણ રીતે સત્યની શોધ સાથે સાંકળ્યું છે. આ સત્ય વૈયક્તિક છે અને ઘણી વાર તો સમષ્ટિના હિતથી વિરુદ્ધ જનાર હોય છે. મહાપુરુષોનું મૂલ્ય તેના વૈયક્તિક સત્યમાં છે. જ્યારે આપણે ત્યાં કોઈ હેતુલક્ષી સત્યને ધ્યાનમાં રાખીને આત્મકથા અંગે વાત થઈ છે. ટૉલ્સ્ટૉયે Truthને પોતાની આત્મકથાનો નાયક કહ્યો ત્યારથી એકમાત્ર સત્યનિરૂપણે જ આત્મકથાલેખનની ઈતિશ્રી હોય એમ માનતા રહ્યાં છે. પશ્ચિમમાં પણ વિક્ટોરીઅન યુગની આત્મકથાઓ માટે સત્યશોધનનો આદર્શ જ કેન્દ્રસ્થાને હતો. સ્ટ્રેચીએ લખેલી સુખ્યાત જીવનકથા ‘એમિનન્ટ વિક્ટોરીઅન્સ’થી આ મૂલ્યમાં પરિવર્તન આવ્યું. માત્ર સત્યને ધ્યાનમાં રાખીને આત્મકથાનું સાચું મૂલ્યાંકન નહીં થઈ શકે. આત્મકથા માત્ર કોઈ વ્યક્તિના જીવનની હકીકતોનો દસ્તાવેજ નથી. જો એ એટલામાં સીમિત થઈ જાય તો તો સાહિત્યમાં એનો સમાવેશ થઈ શકે નહીં. તથ્ય ઇતિહાસ સાથે અને સત્ય દર્શનશાસ્ત્ર સાથે સંબંધ રાખે છે. આત્મકથાના મૂલ્યાંકનમાં માત્ર સત્યને જ ધોરણ તરીકે રાખવા જતાં આંખનું કાજળ ગાલે ઘસવા જેવું થશે. અહીં સત્યપદાર્થનું મૂલ્ય ઓછું આંકવાનો ઇરાદો નથી પણ કેવળ એને જ આત્મકથાના માપદંડ તરીકે સ્વીકારવામાં રહેલા ભય તરફ ધ્યાન દોરવાનો છે. સાહિત્યિકતા અને સર્જકતાને, કૃતિની રસાવહતાને, એક સંયોજન પદાર્થ તરીકેની એની અખિલાઈને, વિશેષ તો, ધ્યાનમાં રાખવી જોઈએ.

આ જ રીતે આત્મકથાકારે પોતાના જીવનનિરૂપણને બદલે અન્ય વ્યક્તિઓનાં જીવનનું, તત્કાલીન પરિવેશનું આલેખન કરવામાં જ વધારે ધ્યાન રાખવાનું નથી. એ માત્ર ગુજરેલી ઘટનાઓનો સાક્ષી હરગીઝ નથી. ‘આત્મકથા’ સંજ્ઞા અંગે જ પ્રશ્નો ઉપસ્થિત થાય. આત્મકથાના ભાવકને એના લેખકના બહિરંતર વ્યક્તિત્વમાં રસ છે, એના ચરિત્રમાં છુપાયેલી સંકુલતામાં રસ છે. એનું નિરૂપણ કરવામાં સર્જક ગાફેલ રહે કે નમ્રતાના ઓઠા હેઠળ એ પ્રત્યે દુર્લક્ષ સેવે તો આત્મકથાની વિભાવનાને ક્ષતિ પહોંચે.

આત્મકથાલેખકને પ્રારંભનો ઇતિહાસ અન્ય વ્યક્તિઓ પાસેથી મેળવવો પડે છે. એટલે અંશે એમાં સર્વેક્ષણનું તત્ત્વ પ્રવેશે છે. જો કે લેખકને પોતાના જન્મથી માંડીને એ પછીનાં પાંચેક વર્ષોની સ્મૃતિ ન હોય તો, એ એ વિગતો ન આપે તો પણ ચાલે. તવારીખને વળગી રહેવાની જડતા ઘણી વાર શુષ્કતાને માર્ગ આપી બેસે છે. પુત્રનાં લક્ષણ પારણામાંથી કહેવતને મૂલ્ય તરીકે પકડી રાખી કેટલાય સર્જકો અન્ય પાસેથી પણ પોતાના શૈશવની વિગતો મેળવી કૃતિમાં આલેખવા મથે છે પણ માનવજીવન એટલું સુરેખસૂથરું છે કે શિશુવ્યક્તિ અને વયસ્ક વ્યક્તિ એક સરખી રીતે જ વર્તે? ને કદાચ એવું શક્ય હોય તોયે એ થોડી વિગતોને આધારે પણ એવું આલેખન તો થઈ શકે. શૈશવરાગ એક બહુમૂલ્ય ક્ષેત્ર છે. એનો નોસ્ટ્રેલ્જિયા અને આપણો એમ તુલના ચાલતાં વાચનઆનંદ જરૂર મળતો હોય છે, પણ ભાષાની સૂચનની શક્તિનો ઉપયોગ કરીને એ થોડી વિગતોને સાંકળી શકાય. એ સાચું છે કે સાહિત્ય ભૂતકાળને પામવા માટેનું એક મહત્ત્વનું પરિબળ છે. સમયસમસ્તને સાહિત્ય રૂપબદ્ધ કરી, ચિરંજીવ બનાવી શકે છે, પણ ખૂટતી વિગતોને સાંકળવાનું કામ સ્મૃતિને સહારે કરવા કરતાં, કલ્પનાને સહારે કરવાથી કૃતિનું સાહિત્યિક ગૌરવ વધી શકે. કલામાં તો હેય-ઉપાદેયવિવેકની આવશ્યકતા હોય જ છે. એ હશે તો જ આત્મકથા Torso બનતી અટકશે. માત્ર જન્મ અને મૃત્યુનાં બે અંતિમોની વિગતો ન હોવાથી આત્મકથા ખંડિત-કબંધ બનતી નથી. અખિલાઈનો આવો શૂળ, જડ અર્થ કરવાની જરૂર પણ નથી. લેખકની સર્જતા જ કૃતિને અખંડિત પદુગલ બનાવી શકે છે. ભલે એમાં કડીબદ્ધ વૃત્તાતો ન હોય પણ સર્જકની પાછળ રહેલો સંયોજક એને રૂપનિર્માણ પ્રક્રિયા દ્વારા અખિલાઈ અને એકત્વ આપી શકે અને એ દૃષ્ટિએ આત્મકથા સામે રહેલો Torso બની રહેવાનો ભય ટળે છે.

આત્મકથાને માત્ર દસ્તાવેજ બનાવવામાં અનેક ભયસ્થાનો રહેલાં છે. આન્દ્ર મોર્વા જીવનકથા વિશે વાત કરતાં કહે છે, કે –  
આત્મકથાને માત્ર દસ્તાવેજ બનાવવામાં અનેક ભયસ્થાનો રહેલાં છે. આન્દ્રે મોર્વા જીવનકથા વિશે વાત કરતાં કહે છે, કે –  
“The biographer, who is also an artist, must, above all things, relieve his reader of the burden of useless material.<ref>‘આસ્પેકટ્સ ઑવ બાયોગ્રાફી’ પૃ. ૫૫</ref>
“The biographer, who is also an artist, must, above all things, relieve his reader of the burden of useless material.૧૮
આ વિધાન આત્મકથાકારને પણ એટલું જ લાગુ પડે છે. આનો અર્થ એ પણ નથી કે ઐતિહાસિક વિગતો જોડે આત્મકથાકારે નવલકથાકાર જેવી અને જેટલી છટ લેવી. પણ સર્જકચિત્તની આંતરછબિને ઝીલીને વ્યક્ત કરવા લેખક જે સર્જકતા અને ભાવનાતત્ત્વનો, જે રસજ્ઞતાનો આશ્રય લે છે એને લીધે આત્મકથા ઇતિહાસ બનવાથી દૂર રહે છે. યથાર્થના તથ્ય-સત્યને અવહેલ્યા વિના એ કલાકૃતિ બની શકતી હોય છે એ બહુ મોટી વાત છે.
આ વિધાન આત્મકથાકારને પણ એટલું જ લાગુ પડે છે. આનો અર્થ એ પણ નથી કે ઐતિહાસિક વિગતો જોડે આત્મકથાકારે નવલકથાકાર જેવી અને જેટલી છૂટ લેવી. પણ સર્જકચિત્તની આંતરછબિને ઝીલીને વ્યક્ત કરવા લેખક જે સર્જકતા અને ભાવનાતત્ત્વનો, જે રસજ્ઞતાનો આશ્રય લે છે એને લીધે આત્મકથા ઇતિહાસ બનવાથી દૂર રહે છે. યથાર્થના તથ્ય-સત્યને અવહેલ્યા વિના એ કલાકૃતિ બની શકતી હોય છે એ બહુ મોટી વાત છે.
આમ આત્મકથા એક સ્વાયત્ત સાહિત્યસ્વરૂપ છે. આ સ્વરૂપ માટે વિવિધ સંજ્ઞાઓ પ્રયોજાય છે : ‘આત્મકથા’, ‘આત્મચરિત્ર’ અને ‘આત્મચિત્ર’ એ ત્રણ સંજ્ઞાઓ વધારે પ્રચલિત છે. ત્રણેય સંજ્ઞાઓનો સ્વતંત્ર વિચાર કરવા જેવો છે. ‘આત્મકથા’માં વ્યક્તિના જીવનની ઘટનાઓને કથાના, વૃત્તના સ્વરૂપમાં મૂકવાની અપેક્ષા રહેલી છે. એમાંના કથાતત્ત્વને, પ્રસંગપ્રપંચને ગોઠવવાથી આત્મકથાલેખનની ઈતિશ્રી આવી જાય એવું બને. કથાનાયકનું ભીતર એનાથી કદાચ ન યે પામી શકાય. ‘કથા’ શબ્દ કંઈક અંશે સ્થૂળતાનો વાચક છે. પણ ‘કથા’ યે સર્જકતાનું પરિણામ વિકસાવવામાં મદદ કરે છે એ ભૂલવું ન જોઈએ. ‘ચરિત્ર' સંજ્ઞાનો સંબંધ વ્યક્તિની આંતરિક સંકુલતા સાથે છે. આત્મકથામાં, કોઈ નવલકથાની જેમ, કોઈ વિશિષ્ટ ચરિત્રનિર્માણ કરવાનું હોતું નથી, પણ સર્જકની ભીતરી શ્રી બહાર આવે એટલું જ અપેક્ષિત હોય છે. એ પોતાના વ્યક્તિત્વના ક્ષુદ્રભદ્ર અંશોને, સારાનરસાં પાસાંને એકસાથે નિરૂપતો હોય એ ઇષ્ટ, નબળાઈઓની પણ એણે નોંધ લેવી જોઈએ. લોકનજરે ઊંચી ગણાતી વ્યક્તિઓમાં પણ કયાંક કોઈ અવગુણ પડેલો હોય છે. એનો નિખાલસતાપૂર્ણ એકરાર કરવાથી વ્યક્તિનું ગૌરવ ઘટતું નથી, બલકે વધે છે. આત્મકથા દ્વારા સર્જકે પોતાને પામવાનો એક સભ્ય યોગ રચતો હોય છે. ચિત્ર' સંજ્ઞા અંગ્રેજી શબ્દ ‘portrait’ સાથે સામ્ય ધરાવે છે. portraitમાં છાયાપ્રકાશની શ્વેતશ્યામ રંગરેખાઓ હોય છે. વ્યક્તિચિત્ર પણ આવા છાયાપ્રકાશને, શ્વેત અને શ્યામ બન્ને પાસાંઓને આવરી લેતું હોય એવી એમાં અપેક્ષા છે. સ્ટ્રેચીએ ‘એમિનન્ટ વિક્ટોરીઅન્સ'માં ચિત્રશૈલીનો વિનિયોગ કર્યો અને એનાથી ચરિત્રસાહિત્યની વિભાવના જ સમુળગી બદલાઈ ગઈ. આત્મચિત્ર પણ આજ પદ્ધતિએ self portrait બની શકે. તાદૃશતા અને જીવંતતા એને વધારે અદકું રૂપ આપી શકે. આર્ને મોર્વાએ જીવનકથાકારના સંદર્ભમાં કહ્યાં છે, કે–
આમ આત્મકથા એક સ્વાયત્ત સાહિત્યસ્વરૂપ છે. આ સ્વરૂપ માટે વિવિધ સંજ્ઞાઓ પ્રયોજાય છે ‘આત્મકથા’, ‘આત્મચરિત્ર’ અને ‘આત્મચિત્ર’ એ ત્રણ સંજ્ઞાઓ વધારે પ્રચલિત છે. ત્રણેય સંજ્ઞાઓનો સ્વતંત્ર વિચાર કરવા જેવો છે. ‘આત્મકથા’માં વ્યક્તિના જીવનની ઘટનાઓને કથાના, વૃત્તના સ્વરૂપમાં મૂકવાની અપેક્ષા રહેલી છે. એમાંના કથાતત્ત્વને, પ્રસંગપ્રપંચને ગોઠવવાથી આત્મકથાલેખનની ઈતિશ્રી આવી જાય એવું બને. કથાનાયકનું ભીતર એનાથી કદાચ ન યે પામી શકાય. ‘કથા’ શબ્દ કંઈક અંશે સ્થૂળતાનો વાચક છે. પણ ‘કથા’ યે સર્જકતાનું પરિણામ વિકસાવવામાં મદદ કરે છે એ ભૂલવું ન જોઈએ. ‘ચરિત્ર' સંજ્ઞાનો સંબંધ વ્યક્તિની આંતરિક સંકુલતા સાથે છે. આત્મકથામાં, કોઈ નવલકથાની જેમ, કોઈ વિશિષ્ટ ચરિત્રનિર્માણ કરવાનું હોતું નથી, પણ સર્જકની ભીતરી શ્રી બહાર આવે એટલું જ અપેક્ષિત હોય છે. એ પોતાના વ્યક્તિત્વના ક્ષુદ્રભદ્ર અંશોને, સારાનરસાં પાસાંને એકસાથે નિરૂપતો હોય એ ઇષ્ટ, નબળાઈઓની પણ એણે નોંધ લેવી જોઈએ. લોકનજરે ઊંચી ગણાતી વ્યક્તિઓમાં પણ કયાંક કોઈ અવગુણ પડેલો હોય છે. એનો નિખાલસતાપૂર્ણ એકરાર કરવાથી વ્યક્તિનું ગૌરવ ઘટતું નથી, બલકે વધે છે. આત્મકથા દ્વારા સર્જકે પોતાને પામવાનો એક સભ્ય યોગ રચતો હોય છે. ‘ચિત્ર' સંજ્ઞા અંગ્રેજી શબ્દ ‘portrait’ સાથે સામ્ય ધરાવે છે. portraitમાં છાયાપ્રકાશની શ્વેતશ્યામ રંગરેખાઓ હોય છે. વ્યક્તિચિત્ર પણ આવા છાયાપ્રકાશને, શ્વેત અને શ્યામ બન્ને પાસાંઓને આવરી લેતું હોય એવી એમાં અપેક્ષા છે. સ્ટ્રેચીએ ‘એમિનન્ટ વિક્ટોરીઅન્સ'માં ચિત્રશૈલીનો વિનિયોગ કર્યો અને એનાથી ચરિત્રસાહિત્યની વિભાવના જ સમુળગી બદલાઈ ગઈ. આત્મચિત્ર પણ આજ પદ્ધતિએ self portrait બની શકે. તાદૃશતા અને જીવંતતા એને વધારે અદકું રૂપ આપી શકે. આન્દ્રે મોર્વાએ જીવનકથાકારના સંદર્ભમાં કહ્યાં છે, કે–
“The biographer, like the portraitpainter and the landscapepainter, must pickout the essential qualities in the whole subject which he is contemplating.”<ref>એજન પૃ. ૪૪</ref>
“The biographer, like the portraitpainter and the land-scapepainter, must pickout the essential qualities in the whole subject which he is contemplating.”૧૯
આ વિધાન આત્મકથાકારને પણ સહેલાઈથી લાગુ પાડી શકાય. આવા ચિત્રમાં પછી ભૂતકાળ અને વર્તમાનકાળનું સંધાન પણ થતું હોય છે. ક્યારેક તો વર્તમાનની પોતાની છાપને ભૂતકાળમાંના પ્રસંગોની પસંદગી દ્વારા વધારે મજબૂત કરવાના પ્રયાસો પણ આત્મકથાકાર કરતા હોવાનો સંભવ છે. એ ચિત્રમાં ગતિનું તત્ત્વ પણ ઉમેરાય છે. સ્ટારોબિન્સી કહે છે, તેમ–

“Biography is not portrait or if it is a kind of portrait it adds time and movement.”
“Biography is not portrait or if it is a kind of portrait it adds time and movement.”
આત્મકથામાં સત્યસ્થાપન અને જીવનદર્શનને નામે, બોધાત્મકતાના હેતુથી, ઘણી વાર ચિંતન દાખલ થાય છે. ક્યારેક એની કક્ષા અત્યન્ત સામાન્ય હોય છે. ચિંતનને નામે સ્સિો વ્યવહારબોધ એમાં આપવામાં આવે છે. આત્મવૃત્તાન્તને થંભાવીને અપાતો આવો બોધ ક્યારેક તો બાલિશ હોય છે. એ આપતી વખતે જાણે આત્મકથાનાયક કંઈક ચઢિયાતી કોટિનો છે એવી ગુરતાગ્રંથિથી પીડાતો હોય છે. આવી આત્મકથાઓ દરિદ્ર કોટિની હોય છે. જેનો સંબંધ લેખકના સંવેદન-દર્શન સાથે ન હોય એવા વિચારખંડો આત્મકથાની કલાગત આકૃતિને વણસાડે છે. આત્મકથા Torso બનતી હોય તો આવાં વલણોને કારણે.
આત્મકથામાં સત્યસ્થાપન અને જીવનદર્શનને નામે, બોધાત્મકતાના હેતુથી, ઘણી વાર ચિંતન દાખલ થાય છે. ક્યારેક એની કક્ષા અત્યન્ત સામાન્ય હોય છે. ચિંતનને નામે ફિસ્સો વ્યવહારબોધ એમાં આપવામાં આવે છે. આત્મવૃત્તાન્તને થંભાવીને અપાતો આવો બોધ ક્યારેક તો બાલિશ હોય છે. એ આપતી વખતે જાણે આત્મકથાનાયક કંઈક ચઢિયાતી કોટિનો છે એવી ગુરતાગ્રંથિથી પીડાતો હોય છે. આવી આત્મકથાઓ દરિદ્ર કોટિની હોય છે. જેનો સંબંધ લેખકના સંવેદન-દર્શન સાથે ન હોય એવા વિચારખંડો આત્મકથાની કલાગત આકૃતિને વણસાડે છે. આત્મકથા Torso બનતી હોય તો આવાં વલણોને કારણે.
આત્મકથામાં નાયકના જીવનનો ક્રમબધ ઇતિહાસ આલેખાતો હોવાથી એમાં કથનરીતિ લગભગ ‘એક હતો રાજા'થી શરૂ થતી વાર્તા જેવી જ એકધારી હોય છે. આવું નિવેદનપ્રધાન, વર્ણનપ્રધાન કથન હમેશાં ઝાઝું રોમાંચક લાગતું નથી. કોઈ કુશળ સર્જક ફ્લેશબૅક જેવી પદ્ધતિનો આશ્રય લઈને અવળસવળ ક્રમમાં ઘટનાઓને મૂકી આયોજનનાવીન્ય સર્જી શકે. આમ તો આત્મકથા ફ્લેશબૅક જ હોય છે. એ અર્થમાં અહીં ફ્લેશબૅક સંજ્ઞા અભિપ્રેત નથી. માત્ર ફ્લેશબૅક જ શા માટે? કોઈપણ નવીન આલેખનરીતિ, અભિવ્યક્તિછટા આત્મકથાને શુષ્ક બનતી અટકાવવામાં ઉપયોગમાં લઈ શકાય. એમ. સી. ચાગલાએ 'રોઝીઝ ઈન ડિસેમ્બર’માં જે ફ્લેશબૅક પદ્ધતિ અપનાવી છે એનો આ સંદર્ભમાં અભ્યાસ કરવા જેવો છે.
આત્મકથામાં નાયકના જીવનનો ક્રમબદ્ધ ઇતિહાસ આલેખાતો હોવાથી એમાં કથનરીતિ લગભગ ‘એક હતો રાજા'થી શરૂ થતી વાર્તા જેવી જ એકધારી હોય છે. આવું નિવેદનપ્રધાન, વર્ણનપ્રધાન કથન હમેશાં ઝાઝું રોમાંચક લાગતું નથી. કોઈ કુશળ સર્જક ફ્લેશબૅક જેવી પદ્ધતિનો આશ્રય લઈને અવળસવળ ક્રમમાં ઘટનાઓને મૂકી આયોજનનાવીન્ય સર્જી શકે. આમ તો આત્મકથા ફ્લેશબૅક જ હોય છે. એ અર્થમાં અહીં ફ્લેશબૅક સંજ્ઞા અભિપ્રેત નથી. માત્ર ફ્લેશબૅક જ શા માટે? કોઈપણ નવીન આલેખનરીતિ, અભિવ્યક્તિછટા આત્મકથાને શુષ્ક બનતી અટકાવવામાં ઉપયોગમાં લઈ શકાય. એમ. સી. ચાગલાએ 'રોઝીઝ ઈન ડિસેમ્બર’માં જે ફ્લેશબૅક પદ્ધતિ અપનાવી છે એનો આ સંદર્ભમાં અભ્યાસ કરવા જેવો છે.
સામાન્ય રીતે પ્રથમ પરમ એકવચનની પદ્ધતિએ આત્મકથા ચાલે છે. આમાં પણ પરિવર્તન કરી, અન્ય પાત્રો દ્વારા પોતાના ચરિત્રને લેખક વિકસાવી શકે. મોના શબ્દો અહીં યાદ આવશે :
સામાન્ય રીતે પ્રથમ પરમ એકવચનની પદ્ધતિએ આત્મકથા ચાલે છે. આમાં પણ પરિવર્તન કરી, અન્ય પાત્રો દ્વારા પોતાના ચરિત્રને લેખક વિકસાવી શકે. મોર્વાના શબ્દો અહીં યાદ આવશે
“He must ‘expose' and not ‘impose'.<ref>આસ્પેકટ્સ ઑવ બાયોગ્રાફી’ પૃ. ૩૭</ref>
“He must ‘expose' and not ‘impose'.૨૧
આત્મકથા પ્રથમ પુરુષ એકવચન ઉપરાંત ત્રીજા પુરુષ એકવચનમાં પણ સર્જાઈ શકે. ‘ગઠરિયાં’માં ચન્દ્રવદન મહેતાએ આ રીતિનો ઘણો સ-રસ વિનિયોગ કર્યો છે. પરંપરાગત આત્મકથાની બે જાણીતી પદ્ધતિઓ રહી છે : એક ત્રીજા પુરુષ એકવચનની અને એક એકોક્તિની. સ્ટોરોબિસ્કી આ વાત નોંધતાં જણાવે છે, કે–
આત્મકથા પ્રથમ પુરુષ એકવચન ઉપરાંત ત્રીજા પુરુષ એકવચનમાં પણ સર્જાઈ શકે. ‘ગઠરિયાં’માં ચન્દ્રવદન મહેતાએ આ રીતિનો ઘણો સ-રસ વિનિયોગ કર્યો છે. પરંપરાગત આત્મકથાની બે જાણીતી પદ્ધતિઓ રહી છે એક ત્રીજા પુરુષ એકવચનની અને એક એકોક્તિની. સ્ટોરોબિન્સ્કી આ વાત નોંધતાં જણાવે છે, કે–
“The traditional form of autobiography accupies a position between two extremes : narrative in the third person and pure monologue.”<ref>લિટરરી સ્ટાઈલ-એ સિમ્પોઝિયમ (સં. ચેટમેન) પૃ. ૨૮૮</ref>
“The traditional form of autobiography accupies a position between two extremes narrative in the third person and pure monologue.”૨૨
આ બંને પદ્ધતિઓના લાભાલાભ છે. પહેલી પદ્ધતિમાં પ્રસંગોની ભરમાર વધારે આવે છે તો બીજીમાં પ્રસંગો કરતાં વ્યક્તિનાં સંવેદનો મહત્ત્વનાં બને છે. સ્ટારોબિન્સ્કીના પેપર ઉપર થયેલી ચર્ચાનો ઉલ્લેખ કરતાં ચેટમેન નોંધે છે, કે  
આ બંને પદ્ધતિઓના લાભાલાભ છે. પહેલી પદ્ધતિમાં પ્રસંગોની ભરમાર વધારે આવે છે તો બીજીમાં પ્રસંગો કરતાં વ્યક્તિનાં સંવેદનો મહત્ત્વનાં બને છે. સ્ટોરોબિન્સ્કીના પેપર ઉપર થયેલી ચર્ચાનો ઉલ્લેખ કરતાં ચેટમેન નોંધે છે, કે  
“Autobiography is dialogue in which the l' does not wait for a response.”<ref></ref>
“Autobiography is dialogue in which the l' does not wait for a response.”૨૩
આત્મકથા એક એવો સંવાદ છે જેમાં હું કોઈ પ્રતિભાવની રાહ જોવા થોભતો નથી.
આત્મકથા એક એવો સંવાદ છે જેમાં હું કોઈ પ્રતિભાવની રાહ જોવા થોભતો નથી.
આત્મકથા એના લેખકના ભૂતકાળના જીવનથી વર્તમાનના જીવન સુધીનું કલાપૂર્ણ ગતિશીલ ચરિત્રચિત્રણ છે. એ માત્ર ભૂતકાળનું નિરૂપણ નથી પણ જે ભૂતકાળે વર્તમાનના લેખકને ઘડ્યો એનો પુરાવો છે. આ કાલાનુસંધાનમાં વ્યક્તિની ઘડતરકથામાં ઉપયોગી ન હોય એ વસ્તુઓ, પ્રસંગો, ઘટનાઓ કે વ્યક્તિઓની સામગ્રી અંદર લાવવી જરૂરી નથી. પાદનોંધ :
આત્મકથા એના લેખકના ભૂતકાળના જીવનથી વર્તમાનના જીવન સુધીનું કલાપૂર્ણ ગતિશીલ ચરિત્રચિત્રણ છે. એ માત્ર ભૂતકાળનું નિરૂપણ નથી પણ જે ભૂતકાળે વર્તમાનના લેખકને ઘડ્યો એનો પુરાવો છે. આ કાલાનુસંધાનમાં વ્યક્તિની ઘડતરકથામાં ઉપયોગી ન હોય એ વસ્તુઓ, પ્રસંગો, ઘટનાઓ કે વ્યક્તિઓની સામગ્રી અંદર લાવવી જરૂરી નથી. પાદનોંધ  
૧. ‘લિટરરી સ્ટાઈલ-એ સિમ્પોઝિયમ' (સં. ચેટમેન) પૃ. ૨૮૮
૨. ‘આસ્પેકટ્સ ઑવ બાયોગ્રાફી' પૃ. ૧૩૬
૩. જીવનપથ' પૃ. ૪
૪. ઈંગ્લીશ બાયોગ્રાફી પૃ. ૨૦૦
૫. સંસ્મરણો (અનુ. એ. બા. પુરાણી) પૃ. ૨
૬. ‘ધૃતિ’ પૃ. ૨૦
૭. કલેકટેડ એસેઝ-ભા. ૪ પૃ. ૨૯-૩૫
૮. સત્યના પ્રયોગો પૃ. ૪
૯. ધૃતિ પૃ. ૩૨
૧૦. ‘આસ્પેકટ્સ ઑવ બાયોગ્રાફી’ પૃ. ૨૪
૧૧. ઓકેઝનલ એડ્રેસીસ પૃ. ૩૮
૧૨. ‘મારી હકીકત’ પૃ. ૨
૧૩. ‘ગંધાક્ષત’ પૃ. ૧૧
૧૪. ‘લિટરરી સ્ટાઈલ-એ સિમ્પોઝિયમ’ (સં. ચેટમેન) પૃ. ૨૮૬
૧૫. ‘ઓટોબાયોગ્રાફી’ (નહેરુ) પૃ. ૧૨
૧૬. ‘કલેક્ટેડ એસેઝ' પૃ. ૧૨
૧૭. ‘ધૃતિ' પૃ. ૩૩
૧૮. ‘આસ્પેકટ્સ ઑવ બાયોગ્રાફી’ પૃ. ૫૫
૧૯. એજન પૃ. ૪૪
૨૦. લિટરરી સ્ટાઈલ-એ સિમ્પોઝિયમ' (સં. ચેટમેન) પૃ. ૨૮૫
ર૧. ‘આસ્પેકટ્સ ઑવ બાયોગ્રાફી’ પૃ. ૩૭
રર. લિટરરી સ્ટાઈલ-એ સિમ્પોઝિયમ (સં. ચેટમેન) પૃ. ૨૮૮
૨૩. એજન પૃ. ૨૯૫
 
<center>'''=આત્મકથા વિશેની અન્ય સામગ્રી='''</center>  
<center>'''=આત્મકથા વિશેની અન્ય સામગ્રી='''</center>  
<center>'''(આત્મકથા વિશે સ્ટીફન ઝિ્વગ)'''</center>
<center>'''(આત્મકથા વિશે સ્ટીફન ઝિ્વગ)'''</center>
આત્મકથા એ તો જીવનલીલાનું. નવે રસની છોળોથી છલકાતું મહાકાવ્ય છે. નવલકથાકાર કે કવિ. અસંપ્રજ્ઞાતપણે પણ, આખરે તો આ જ સાહિત્યસ્વરૂપની સાધના કરતા હોય છે; પરંતુ સંપૂર્ણ સિદ્ધિ તો કોઈ વિરલાને જ વરે છે. સાહિત્યનાં સઘળાં સ્વરૂપોની અપેક્ષાએ આ સ્વરૂપમાં આલેખકનું ઉત્તરદાયિત્વ સવિશેષ હોવાને કારણે સાફલ્ય પણ પ્રાંશુલભ્ય જ બની રહે છે. વિશ્વસાહિત્યમાં, આમે ય, આત્મકથાઓ તો થોડી જ લખાઈ છે. ને તેમાંથી પણ આંગળીને વેઢે ગણી શકાય એટલી જ સ્મરણીય બની રહે તેવી છે. તલાવગાહી માનસવિશ્લેષણનું રૂપ ધારણ કરતી તો, વળી, વિરલતમ છે. સીધાસાદા સાહિત્યનાં અતિપરિચિત સ્તરોને અતિક્રમીને આત્માનાં ગહનતમ ગહ્વરોમાં નિવિષ્ટ સ્વનો સાક્ષાત્કાર કરવો એ સાધારણ વાઙ્મયસેવીને માટે દુષ્કર છે.
આત્મકથા એ તો જીવનલીલાનું. નવે રસની છોળોથી છલકાતું મહાકાવ્ય છે. નવલકથાકાર કે કવિ અસંપ્રજ્ઞાતપણે પણ, આખરે તો આ જ સાહિત્યસ્વરૂપની સાધના કરતા હોય છે; પરંતુ સંપૂર્ણ સિદ્ધિ તો કોઈ વિરલાને જ વરે છે. સાહિત્યનાં સઘળાં સ્વરૂપોની અપેક્ષાએ આ સ્વરૂપમાં આલેખકનું ઉત્તરદાયિત્વ સવિશેષ હોવાને કારણે સાફલ્ય પણ પ્રાંશુલભ્ય જ બની રહે છે. વિશ્વસાહિત્યમાં, આમે ય, આત્મકથાઓ તો થોડી જ લખાઈ છે. ને તેમાંથી પણ આંગળીને વેઢે ગણી શકાય એટલી જ સ્મરણીય બની રહે તેવી છે. તલાવગાહી માનસવિશ્લેષણનું રૂપ ધારણ કરતી તો, વળી, વિરલતમ છે. સીધાસાદા સાહિત્યનાં અતિપરિચિત સ્તરોને અતિક્રમીને આત્માનાં ગહનતમ ગહ્વરોમાં નિવિષ્ટ સ્વનો સાક્ષાત્કાર કરવો એ સાધારણ વાઙ્‌મયસેવીને માટે દુષ્કર છે.
પ્રથમ દૃષ્ટિએ તો કલાકારને આત્મરેખાંકન સહજ અને સુસાધ્ય લાગે. કલ્પક કલાકાર પોતાના સિવાય બીજા કોને વધારે સારી રીતે ઓળખે? અહીં જે સ્વ છે તેનો તો એકે એક અનુભવ નિરાવરણ બની ચૂક્યો હોય છે. તેનાં સર્વ ગૂઢ રહસ્યોની આડેનો અંતરપટ ખસી ગયો હોય છે, તેના અંતઃપુરનાં બધાં બારીબારણાં ખૂલી ગયાં હોય છે. માત્ર સ્મૃતિને ઢંઢોળીને જીવનની ઘટનાઓનો તાદૃશ ચિતાર આપીને જ સત્યને પ્રગટ કર્યાનો આત્મસંતોષ લેવામાં, જનસમુદાય સમક્ષ પોતાના ચિત્ત આડેની જવનિકા ખસેડી લેવામાં જ જાણે કે એ કલાકાર ચરિતાર્થ થતો હોય એમ માનવામાં આવે છે. જેમ કલ્પના વ્યાપારશૂન્ય અને પૂર્વનિયત વાસ્તવિક ઘટનાની યાંત્રિક અનુકૃતિ સરખી ફોટોગ્રાફીમાં ચિત્રકળાને અનિવાર્ય એવી નિસર્ગદત્ત શક્તિની જરૂરિયાત રહેતી નથી, તેમ આત્મરેખાંકનની કલાના નિર્માણને માટે કલાકારની આવશ્યકતા નથી. માત્ર કાળજીવાળા નોંધણીકામદારથી નભી જાય એમ ઘણી વાર લાગે. તો તો પછી ગમે તે મગનછગન સફળ આત્મકથાકાર થઈ શકે.  

ના, ના, સાહિત્યનો ઇતિહાસ તો બતાવે છે કે, મોટા ભાગના આત્મકથાકારો આકસ્મિક જ એમની નજરે ચઢી જતી ઘટનાઓના માત્ર સાક્ષી રૂપ જ બની રહે છે. આત્માનાં ગંભીરતમ તલોમાં ચાલી રહેલા વ્યાપારોને કળવાને માટે લબ્ધદૃષ્ટિ સિદ્ધહસ્ત કલાસ્વામીની જ અપેક્ષા રહે છે. એવા દક્ષ કલાકારોમાં પણ થોડા જ આત્મકથાલેખન જેવા દુસાધ્ય અને ગંભીર કાર્યમાં સિદ્ધિને વરે છે. સપાટી પરથી ગભીરાં ઊંડાણમાં થતાં અવતરણની કેડી સ્પન્દાયમાન વર્તમાનમાંથી ભૂતની અડાબીડ ઝાડીમાં જવાનો અશ્રુણ્ણ માર્ગ ધૂસર આભાવાળો અને દુર્ગમ છે. પોતાની વ્યક્તિતાનાં ગહ્વરો ખૂંદવાં, આત્મપ્રતારણા અને સહેતુક વિસ્મૃતિના લપસણા ઢાળો, ખલિત થયા વિના, ઓળંગવા; વાસ્તવિક જગતના સંગ્રહિત પૂર્વકાલીન સંસ્કારો પાછા જ્યાં એના કેવળ સંકેતરૂપ જ બની રહે એવાં એકલતાનાં પાતાળોમાં જવું; આ બધું તો કોઈ સાહસવીર જ કરી શકે. મેં મને ઓળખ્યો છે એવી પ્રતીતિને દૃઢતાથી ઉચ્ચારતાં પહેલાં આત્મકથાકારમાં અણખૂટ ધૈર્ય અને ધ્રુવ આત્મવિશ્વાસ હોવાં જોઈએ. આત્મમંદિરની વેદીની પ્રશાન્તિમાંથી સંઘર્ષભર્યા સાહિત્યિક સર્જનના વ્યાપારમાં પ્રવૃત્ત થવું, આત્મનિદિધ્યાસનમાંથી આત્મરેખાંકન તરફ વળવું એ કેટલું ક્લેશપૂર્ણ છે! વિરલોને જ સાંપડતી સિદ્ધિ એ આવા પ્રયત્નની દુસાધ્યતાની સૂચક છે. સિદ્ધિના ગૌરીશંકરને આંબતી જણાતી આત્મકથાઓમાં પણ કેટલી કરચલ ગર્તાઓને ઠેકી જવી પડી હોય છે! જે હસ્તામલકવત લાગે છે તે કલામાં તો પ્રાંશુલભ્ય જ હોય છે, જે અતિતુચ્છ લાગે છે તે જ કલાકારના સત્ત્વની આકરી કસોટી કરનારું નીવડે છે.
ના, ના, સાહિત્યનો ઇતિહાસ તો બતાવે છે કે, મોટા ભાગના આત્મકથાકારો આકસ્મિક જ એમની નજરે ચઢી જતી ઘટનાઓના માત્ર સાક્ષી રૂપ જ બની રહે છે. આત્માનાં ગંભીરતમ તલોમાં ચાલી રહેલા વ્યાપારોને કળવાને માટે લબ્ધદૃષ્ટિ સિદ્ધહસ્ત કલાસ્વામીની જ અપેક્ષા રહે છે. એવા દક્ષ કલાકારોમાં પણ થોડા જ આત્મકથાલેખન જેવા દુસાધ્ય અને ગંભીર કાર્યમાં સિદ્ધિને વરે છે. સપાટી પરથી ગભીરાં ઊંડાણમાં થતાં અવતરણની કેડી સ્પન્દાયમાન વર્તમાનમાંથી ભૂતની અડાબીડ ઝાડીમાં જવાનો અક્ષુણ્ણ માર્ગ ધૂસર આભાવાળો અને દુર્ગમ છે. પોતાની વ્યક્તિતાનાં ગહ્વરો ખૂંદવાં, આત્મપ્રતારણા અને સહેતુક વિસ્મૃતિના લપસણા ઢાળો, સ્ખલિત થયા વિના, ઓળંગવા; વાસ્તવિક જગતના સંગ્રહિત પૂર્વકાલીન સંસ્કારો પાછા જ્યાં એના કેવળ સંકેતરૂપ જ બની રહે એવાં એકલતાનાં પાતાળોમાં જવું; આ બધું તો કોઈ સાહસવીર જ કરી શકે. મેં મને ઓળખ્યો છે એવી પ્રતીતિને દૃઢતાથી ઉચ્ચારતાં પહેલાં આત્મકથાકારમાં અણખૂટ ધૈર્ય અને ધ્રુવ આત્મવિશ્વાસ હોવાં જોઈએ. આત્મમંદિરની વેદીની પ્રશાન્તિમાંથી સંઘર્ષભર્યા સાહિત્યિક સર્જનના વ્યાપારમાં પ્રવૃત્ત થવું, આત્મનિદિધ્યાસનમાંથી આત્મરેખાંકન તરફ વળવું એ કેટલું ક્લેશપૂર્ણ છે! વિરલોને જ સાંપડતી સિદ્ધિ એ આવા પ્રયત્નની દુસાધ્યતાની સૂચક છે. સિદ્ધિના ગૌરીશંકરને આંબતી જણાતી આત્મકથાઓમાં પણ કેટલી કરાલ ગર્તાઓને ઠેકી જવી પડી હોય છે! જે હસ્તામલકવત લાગે છે તે કલામાં તો પ્રાંશુલભ્ય જ હોય છે, જે અતિતુચ્છ લાગે છે તે જ કલાકારના સત્ત્વની આકરી કસોટી કરનારું નીવડે છે.
તો પછી ઊપાડવું અશક્યવત્ એવું આ શિવધનુષ્ય ઊપાડવા યુગે યુગે નવા નવા અભિલાષીઓ કેમ આવ્યે જ જાય છે? પોતાને અમર કરી જવાની કોઈ દુર્નિવાર વાસનાની નાગચૂડમાં જકડાઈને માનવી આવું કાર્ય કરી રહ્યો છે. માનવી સર્જનના અજસ્ર સ્રોતમાં નગણ્ય બુદ્બુદ જેવો છે. એને માથે નશ્વરતાનો ઓળો સદા ઝળુંબી રહ્યો હોય છે. રૂપાન્તરોની અટવીમાં સદા અટવાયા કરવાનું તો એ લલાટે લખાવી લાવ્યો છે. સમયના દુર્નિવાર સ્રોતની પછડાટ ખાઈને એ ક્યાંનો ક્યાં ફેંકાઈ જાય છે. અનેક નક્ષત્રોના વિરાટ વિશ્વમાં એ રજકણ સરખો છે. ને છતાં પેલી દુર્દમ ઈચ્છાને વશ વર્તી ક્ષણભંગુરતાના અપાર પારાવારમાં ક્યાંક લંગર નાખીને અમર થઈ જવાને એ વલખાં મારે છે. સંતાનને જન્મ આપવો અને આત્મરેખાંકન કરવું એ બંને આખરે તો માનવતાના નિરંતર વર્ધિષ્ણ અશ્વત્થ વૃક્ષમાં કંપળ થઈને ફરી ફરી ફાલ્યા કરવાની જે મૂળભૂત વૃત્તિ રહી છે તેનાં જ આવિષ્કરણો છે. આથી, આત્મરેખાંકન એ પોતાની સંતતિને ચાલુ રાખવાના સંકલ્પનું ઉત્કટતમ સ્વરૂપ છે. આદિ માનવે આ સંકલ્પથી પ્રેરાઈને પ્રયાસો કર્યા પરંતુ એની પાસે નહોતો ચિત્રકળાનો સુવિકસિત કસબ કે નહોતી આજની સંકુલ અને સમૃદ્ધ લેખનકળા. એણે વિગતની સ્મૃતિમાં પથ્થરના પાળીઆ ઊભા કર્યા; ખાંભીઓ રચી; માટીનાં ફલક પર વીરની સાહસગાથાને આડીઅવળી રેખાઓથી આંકવાને એ મચ્યો. ઝાડની છાલ પર ધારદાર પથ્થરથી એણે કીર્તિની પ્રથમ બારાખડી લખી – લક્ષ લક્ષ યુગના અવકાશોમાંથી આવી રીતે અંકિત થયેલાં પ્રથમ આત્મરેખાંકનોની આછી ઝાંખી આકૃતિઓ આંખ સામે ઊપસી આવે છે. એમની એ કૃતિઓનું આજની આપણી મૂલ્યોની પરિભાષામાં ઝાઝું મહત્ત્વ રહ્યું નથી. કાલની કરાલ દૃષ્ટ્રામાં ભક્ષ્ય બની ચૂકેલી પૂર્વજોની એ પેઢીઓની ભાષા આજે આપણી આંખ ઉકેલી શકતી નથી. ને છતાં એમની પાછળ રહી ગયેલા એ અવશેષો એમની વ્યક્તિમત્તાના સમૃદ્ધ અંશોને એમના અનુગામીઓના જીવનમાં ભેળવી દઈને, પ્રાણનો લય થવા છતાં સત્ત્વનો લય ન થવા દેવાની અદમ્ય આકાંક્ષાને જ છતી કરે છે. આત્મરેખાંકનના સઘળા પ્રયત્નોની પાછળ આદિતમ માનવમાં પણ રહેલી મર્મગત પ્રબળ આકાંક્ષા જ પ્રવર્તી રહે છે.
તો પછી ઊપાડવું અશક્યવત્ એવું આ શિવધનુષ્ય ઊપાડવા યુગે યુગે નવા નવા અભિલાષીઓ કેમ આવ્યે જ જાય છે? પોતાને અમર કરી જવાની કોઈ દુર્નિવાર વાસનાની નાગચૂડમાં જકડાઈને માનવી આવું કાર્ય કરી રહ્યો છે. માનવી સર્જનના અજસ્ર સ્રોતમાં નગણ્ય બુદ્બુદ જેવો છે. એને માથે નશ્વરતાનો ઓળો સદા ઝળુંબી રહ્યો હોય છે. રૂપાન્તરોની અટવીમાં સદા અટવાયા કરવાનું તો એ લલાટે લખાવી લાવ્યો છે. સમયના દુર્નિવાર સ્રોતની પછડાટ ખાઈને એ ક્યાંનો ક્યાં ફેંકાઈ જાય છે. અનેક નક્ષત્રોના વિરાટ વિશ્વમાં એ રજકણ સરખો છે. ને છતાં પેલી દુર્દમ ઈચ્છાને વશ વર્તી ક્ષણભંગુરતાના અપાર પારાવારમાં ક્યાંક લંગર નાખીને અમર થઈ જવાને એ વલખાં મારે છે. સંતાનને જન્મ આપવો અને આત્મરેખાંકન કરવું એ બંને આખરે તો માનવતાના નિરંતર વર્ધિષ્ણુ અશ્વત્થ વૃક્ષમાં કુંપળ થઈને ફરી ફરી ફાલ્યા કરવાની જે મૂળભૂત વૃત્તિ રહી છે તેનાં જ આવિષ્કરણો છે. આથી, આત્મરેખાંકન એ પોતાની સંતતિને ચાલુ રાખવાના સંકલ્પનું ઉત્કટતમ સ્વરૂપ છે. આદિ માનવે આ સંકલ્પથી પ્રેરાઈને પ્રયાસો કર્યા પરંતુ એની પાસે નહોતો ચિત્રકળાનો સુવિકસિત કસબ કે નહોતી આજની સંકુલ અને સમૃદ્ધ લેખનકળા. એણે વિગતની સ્મૃતિમાં પથ્થરના પાળીઆ ઊભા કર્યા; ખાંભીઓ રચી; માટીનાં ફલક પર વીરની સાહસગાથાને આડીઅવળી રેખાઓથી આંકવાને એ મચ્યો. ઝાડની છાલ પર ધારદાર પથ્થરથી એણે કીર્તિની પ્રથમ બારાખડી લખી – લક્ષ લક્ષ યુગના અવકાશોમાંથી આવી રીતે અંકિત થયેલાં પ્રથમ આત્મરેખાંકનોની આછી ઝાંખી આકૃતિઓ આંખ સામે ઊપસી આવે છે. એમની એ કૃતિઓનું આજની આપણી મૂલ્યોની પરિભાષામાં ઝાઝું મહત્ત્વ રહ્યું નથી. કાલની કરાલ દૃષ્ટ્રામાં ભક્ષ્ય બની ચૂકેલી પૂર્વજોની એ પેઢીઓની ભાષા આજે આપણી આંખ ઉકેલી શકતી નથી. ને છતાં એમની પાછળ રહી ગયેલા એ અવશેષો એમની વ્યક્તિમત્તાના સમૃદ્ધ અંશોને એમના અનુગામીઓના જીવનમાં ભેળવી દઈને, પ્રાણનો લય થવા છતાં સત્ત્વનો લય ન થવા દેવાની અદમ્ય આકાંક્ષાને જ છતી કરે છે. આત્મરેખાંકનના સઘળા પ્રયત્નોની પાછળ આદિતમ માનવમાં પણ રહેલી મર્મગત પ્રબળ આકાંક્ષા જ પ્રવર્તી રહે છે.
ત્યાર પછી ધીમે ધીમે માનવજાત જ્ઞેય અને પોતાને વિષે સવિશેષ સભાન બનતી ગઈ અને ત્યારે પેલી અસ્તિત્વને સાબિત કરી જવાની અપરિણત અને અસ્પષ્ટ સ્વરૂપની વૃત્તિને નવો સંકેત પ્રાપ્ત થયો. હવે વ્યક્તિ ધીમે ધીમે પોતાના વૈશિષ્ટ્યથી સભાન થવાની ઇચ્છા સેવવા લાગી. એની પાછળનો પ્રવર્તક હેતુ પોતાને પોતાની ઓળખ કરાવવાનો અને એ રીતે પોતાના અંતરતમ વિષે વધારે ચોક્કસ થવાનો હતો. જ્યારે માનવ પોતે જ પોતાને માટે એક સમસ્યા બની રહે છે ત્યારે એના ઉકેલની શોધમાં જીવાઈ ગયેલા જીવનને વધુ વિશદ અને ચોક્કસ બનાવીને જોઈ શકે ને એ રીતે કેવળ પોતાની જ એવી એ સમસ્યાનો ઉકેલ આપી શકે એ હેતુથી એ ભૂતકાળનો આપેલ નકશો ખોલીને પોતાને જોઈ લે છે.

આ કક્ષાએ, એ પોતાને બીજાઓને ઓળખાવવા પ્રયત્ન કરતો નથી કારણ કે સૌથી પ્રથમ એ પોતે પોતાને ઓળખી લેવા અધીરો બન્યો હોય છે. બાહ્યજીવનના પ્રસંગોનું જગત સમક્ષ કરેલું આલેખન અને અનુભવજીવનનું પોતે પોતાના મનશ્ચક્ષુ સમક્ષ આંકેલું ચિત્ર – આવા બે માર્ગો અહીં આગળથી ફંટાય છે. પહેલા રસ્તાના યાત્રીન જનસમુદાયની સંમતિની અપેક્ષા હોય છે. જગતસમસ્ત સમક્ષ કરેલો એકરાર કે પોથીનાં પૃષ્ઠ ઉપર જ કરેલો એકરાર એ એમના આલેખનની લાક્ષણિક પદ્ધતિ રહે છે. બીજા માર્ગના યાત્રીઓનું વલણ સ્વગતોક્તિ તરફ જ, વિશેષે કરીને, હોય છે, એટલે સાધારણ રીતે વાસરી લખવામાં જ સંતોષ માને છે. અત્યંત સંકુલ સ્વભાવ લક્ષણવાળી વિરલ વિભૂતિઓ જ આ બે વિભિન્ન રીતિઓનો સંપૂર્ણ સંશ્લેષ સાધી શકે છે.
આ કક્ષાએ, એ પોતાને બીજાઓને ઓળખાવવા પ્રયત્ન કરતો નથી કારણ કે સૌથી પ્રથમ એ પોતે પોતાને ઓળખી લેવા અધીરો બન્યો હોય છે. બાહ્યજીવનના પ્રસંગોનું જગત સમક્ષ કરેલું આલેખન અને અનુભવજીવનનું પોતે પોતાના મનશ્ચક્ષુ સમક્ષ આંકેલું ચિત્ર – આવા બે માર્ગો અહીં આગળથી ફંટાય છે. પહેલા રસ્તાના યાત્રીને જનસમુદાયની સંમતિની અપેક્ષા હોય છે. જગતસમસ્ત સમક્ષ કરેલો એકરાર કે પોથીનાં પૃષ્ઠ ઉપર જ કરેલો એકરાર એ એમના આલેખનની લાક્ષણિક પદ્ધતિ રહે છે. બીજા માર્ગના યાત્રીઓનું વલણ સ્વગતોક્તિ તરફ જ, વિશેષે કરીને, હોય છે, એટલે સાધારણ રીતે વાસરી લખવામાં જ સંતોષ માને છે. અત્યંત સંકુલ સ્વભાવ લક્ષણવાળી વિરલ વિભૂતિઓ જ આ બે વિભિન્ન રીતિઓનો સંપૂર્ણ સંશ્લેષ સાધી શકે છે.
પણ આત્મનિદિધ્યાસન એ તો યાત્રાનું માત્ર પહેલું ડગલું છે ને તે યે ત્રિવિક્રમનું તો નહિ જ. અહીં સુધી તો સન્નિષ્ઠા સહજલભ્ય હોય છે. આત્મકથાકાર અનુભવનું સંક્રમણ નથી કરતો ત્યાં સુધી તેને યંત્રણા લવલેશ પણ ભોગવવી પડતી નથી. વીરને સુલભ એવી પ્રામાણિકતા અને અસંદિગ્ધ સત્યભાષિતાની પણ હવે પછી જ એની પાસેથી અપેક્ષા રહે છે. અનુભવનું સંક્રમણ કરવાની વૃત્તિ જેટલી અદમ્ય છે તેટલી જ સંકોચને સ્વરૂપે પ્રગટ થતી ગોપનવૃત્તિ પણ પ્રબળ હોય છે. એટલે કલાકારનું ચિત્ત આ બે વૃત્તિઓની સંઘર્ષભૂમિ બની રહે છે. જેમ તનને ન્યોછાવર કરી દેવાની ઉત્કટ ઇચ્છાથી ઝણઝણી ઊઠેલું પ્રણયવિવશ નારીનું ચિત્ત પોતાના અગન સ્પર્શક્લુષિત ન થવા દેવાની સ્ત્રીસહજ સંકોચવૃત્તિ પણ સેવી રહ્યાં હોય છે, તેમ કલાકારના ચિત્તમાં પણ એકરાર કરી નાખવાની ઉત્કટ વૃત્તિને ચિત્તની રંગભૂમિને જવનિકાથી ઢાંકીને બેઠેલી સાત્ત્વિકવૃત્તિપ્રેરિત વિનમ્રતા સાથે કદ્ધ ખેલવાનું હોય છે.
પણ આત્મનિદિધ્યાસન એ તો યાત્રાનું માત્ર પહેલું ડગલું છે ને તે યે ત્રિવિક્રમનું તો નહિ જ. અહીં સુધી તો સન્નિષ્ઠા સહજલભ્ય હોય છે. આત્મકથાકાર અનુભવનું સંક્રમણ નથી કરતો ત્યાં સુધી તેને યંત્રણા લવલેશ પણ ભોગવવી પડતી નથી. વીરને સુલભ એવી પ્રામાણિકતા અને અસંદિગ્ધ સત્યભાષિતાની પણ હવે પછી જ એની પાસેથી અપેક્ષા રહે છે. અનુભવનું સંક્રમણ કરવાની વૃત્તિ જેટલી અદમ્ય છે તેટલી જ સંકોચને સ્વરૂપે પ્રગટ થતી ગોપનવૃત્તિ પણ પ્રબળ હોય છે. એટલે કલાકારનું ચિત્ત આ બે વૃત્તિઓની સંઘર્ષભૂમિ બની રહે છે. જેમ તનને ન્યોછાવર કરી દેવાની ઉત્કટ ઇચ્છાથી ઝણઝણી ઊઠેલું પ્રણયવિવશ નારીનું ચિત્ત પોતાના અંગને સ્પર્શક્લુષિત ન થવા દેવાની સ્ત્રીસહજ સંકોચવૃત્તિ પણ સેવી રહ્યાં હોય છે, તેમ કલાકારના ચિત્તમાં પણ એકરાર કરી નાખવાની ઉત્કટ વૃત્તિને ચિત્તની રંગભૂમિને જવનિકાથી ઢાંકીને બેઠેલી સાત્ત્વિકવૃત્તિપ્રેરિત વિનમ્રતા સાથે દ્વંદ્વ ખેલવાનું હોય છે.
આપણી પેઢીનો ફૂલણજી પણ, બીજાઓની દૃષ્ટિએ એ જેટલો પૂર્ણ દેખાવા માગતો હોય છે તેટલો પૂર્ણ પોતે હોતો નથી. એનું ઊંડે ઊંડે પણ ભાન ધરાવતો હોય છે. એનાં આપ્તજનોની સ્મૃતિમાં એ સદા જીવંત રહે એવી લાલસા તો એને રહે છે જ, છતાં સ્વભાવનાં બહુ જ શ્લાઘનીય કે સ્પૃહણીય નહિ એવાં લક્ષણોને પ્રક્ટ કરવાનું એને નહિ ગમે, તેમ જ એની ક્ષતિઓ અને ક્ષુદ્રતાઓનું જ્ઞાન એની સાથે જ ચિતામાં ભસ્મીભૂત થઈ જાય એવું એ ઇચ્છે છે. સંકોચ. આથી જ, સન્નિષ્ઠાનો સદાનો શત્રુ બની રહે છે. એ સંકોચ અનેક પ્રકારની ચાટુ ઉક્તિથી આપણું યથાતથ ચિત્ર આંકતાં આપણને વારે છે, અને લોકસમૂહની દૃષ્ટિએ પ્રેક્ષણીય એવું જ આપણું રેખાંકન કરવાની ડાહી શિખામણ આપે છે. કલાકાર ભલેને પ્રામાણિકપણે નિખાલસ બનવાનો નિર્ધાર કરે છતાં પણ એ એને ન કળી શકાય એવી ચાતુરીથી ભોળવીને આડે રસ્તે દોરી જાય છે, એના અંતરતમને આચ્છાદિત કરી દેવાને લલચાવે છે. એની ઊણપો પ્રત્યે આંખ આડા કાન કરવાનું કહે છે. મોઢામાં મોટું ઘાલીને એ આવી શીખ આપ્યા જ કરે છે ને તેથી જ રેખાંકનકારનો હાથ અણજાણપણે ચિત્રને વરવું બનાવી દેનારી નાની નાની વિગતો (જે માનસશાસ્ત્રના અભ્યાસીને તો અત્યંત મહત્ત્વની લાગે)ને કાં તો સમૂળગી કાઢી નાખે છે, કાં તો એને ઉજ્જ્વળ રંગે રંગી દે છે, અથવા તો પ્રકાશ અને છાયાની કુશળ પ્રમાણરચનાથી લાક્ષણિક અંશોને આભાસી આદર્શને વેશે રજૂ કરે છે. આવી શીખને વશ વર્તવા જેટલો જે નિર્બળ હોય છે તે સાચું આત્મરેખાંકન કદી આંકી શકે નહિ. એમ કરનાર બહુ બહુ તો મોરનાં પીંછાં ખોસીને ફરતા કાગડા જેવો દેખાશે, અથવા તો પાંજરામાં ઊભા રહી પોતાનો બચાવ કરતા ગુનેગાર જેવો દેખાશે. સત્યનિષ્ઠ આત્મકથા એ કોઈ નફકરું કથાનક નથી. આત્મકથાકારે દર્પના સદા કાનમાં અથડાયા કરતા ગણગણાટથી સાવધ રહેવાનું છે. જગત સમક્ષ રજૂ કરવાના પોતાના ચિત્રને ઊઠાવ આપતી વખતે રેખા અને રંગની સાથે અળવીતરું કરવાના પ્રલોભનને ખાળી રાખવું જોઈએ. આત્મકથાકારની સન્નિષ્ઠા પર બહારનો કશો અંકુશ નથી, એ પોતે જ પોતાનો વહીવંચો છે. એથી સામાન્યતઃ જેની સહપસ્થિતિ જોવામાં નથી આવતી એવાં લક્ષણોના વિરલ સમન્વયની એની પાસ અપેક્ષા રાખવામાં આવે છે. એણે એકી સાથે પોતે જ પોતાના ન્યાયાધીશ અને સાક્ષી, અપરાધી અને ફરિયાદી બનવાનું છે.
આપણી પેઢીનો ફૂલણજી પણ, બીજાઓની દૃષ્ટિએ એ જેટલો પૂર્ણ દેખાવા માગતો હોય છે તેટલો પૂર્ણ પોતે હોતો નથી. એનું ઊંડે ઊંડે પણ ભાન ધરાવતો હોય છે. એનાં આપ્તજનોની સ્મૃતિમાં એ સદા જીવંત રહે એવી લાલસા તો એને રહે છે જ, છતાં સ્વભાવનાં બહુ જ શ્લાઘનીય કે સ્પૃહણીય નહિ એવાં લક્ષણોને પ્રક્ટ કરવાનું એને નહિ ગમે, તેમ જ એની ક્ષતિઓ અને ક્ષુદ્રતાઓનું જ્ઞાન એની સાથે જ ચિતામાં ભસ્મીભૂત થઈ જાય એવું એ ઇચ્છે છે. સંકોચ, આથી જ, સન્નિષ્ઠાનો સદાનો શત્રુ બની રહે છે. એ સંકોચ અનેક પ્રકારની ચાટુ ઉક્તિથી આપણું યથાતથ ચિત્ર આંકતાં આપણને વારે છે, અને લોકસમૂહની દૃષ્ટિએ પ્રેક્ષણીય એવું જ આપણું રેખાંકન કરવાની ડાહી શિખામણ આપે છે. કલાકાર ભલેને પ્રામાણિકપણે નિખાલસ બનવાનો નિર્ધાર કરે છતાં પણ એ એને ન કળી શકાય એવી ચાતુરીથી ભોળવીને આડે રસ્તે દોરી જાય છે, એના અંતરતમને આચ્છાદિત કરી દેવાને લલચાવે છે. એની ઊણપો પ્રત્યે આંખ આડા કાન કરવાનું કહે છે. મોઢામાં મોઢું ઘાલીને એ આવી શીખ આપ્યા જ કરે છે ને તેથી જ રેખાંકનકારનો હાથ અણજાણપણે ચિત્રને વરવું બનાવી દેનારી નાની નાની વિગતો (જે માનસશાસ્ત્રના અભ્યાસીને તો અત્યંત મહત્ત્વની લાગે)ને કાં તો સમૂળગી કાઢી નાખે છે, કાં તો એને ઉજ્જ્વળ રંગે રંગી દે છે, અથવા તો પ્રકાશ અને છાયાની કુશળ પ્રમાણરચનાથી લાક્ષણિક અંશોને આભાસી આદર્શને વેશે રજૂ કરે છે. આવી શીખને વશ વર્તવા જેટલો જે નિર્બળ હોય છે તે સાચું આત્મરેખાંકન કદી આંકી શકે નહિ. એમ કરનાર બહુ બહુ તો મોરનાં પીંછાં ખોસીને ફરતા કાગડા જેવો દેખાશે, અથવા તો પાંજરામાં ઊભા રહી પોતાનો બચાવ કરતા ગુનેગાર જેવો દેખાશે. સત્યનિષ્ઠ આત્મકથા એ કોઈ નફકરું કથાનક નથી. આત્મકથાકારે દર્પના સદા કાનમાં અથડાયા કરતા ગણગણાટથી સાવધ રહેવાનું છે. જગત સમક્ષ રજૂ કરવાના પોતાના ચિત્રને ઊઠાવ આપતી વખતે રેખા અને રંગની સાથે અળવીતરું કરવાના પ્રલોભનને ખાળી રાખવું જોઈએ. આત્મકથાકારની સન્નિષ્ઠા પર બહારનો કશો અંકુશ નથી, એ પોતે જ પોતાનો વહીવંચો છે. એથી સામાન્યતઃ જેની સહપસ્થિતિ જોવામાં નથી આવતી એવાં લક્ષણોના વિરલ સમન્વયની એની પાસ અપેક્ષા રાખવામાં આવે છે. એણે એકી સાથે પોતે જ પોતાના ન્યાયાધીશ અને સાક્ષી, અપરાધી અને ફરિયાદી બનવાનું છે.
આત્મકથાકાર પોતે જ જો છળને અપનાવી બેઠો હોય તો એને પદભ્રષ્ટ કરીને એને સ્થાને બીજું કોણ સન્નિષ્ઠાની પ્રતિષ્ઠા કરાવી શકે? ગમે તેવું દુર્ભેદ્ય બખ્તર હોય તો યે ગોળીથી ભેદાયા વિના રહેવાનું નથી. આત્મજ્ઞાનના વિકાસની સાથે આત્મપ્રતારણાની કુનેહ પણ વિકાસ પામતી જ રહે છે. અસત્યની સામે ગમે તેટલા દૃઢ નિશ્ચયથી મનુષ્ય આંગળી ભીડીને બેઠો હોય તેમ છતાં એ તો નાની સરખી તરડમાંથી પણ અંદર ઘૂસી જ જવાનું. મનની પોથી ખોલીને અસત્યના હુમલાને પાછા વાળવાના ગમે તેટલાં ઉપાયો એ શીખે તો યે વળી પાછું એ નવો જ વ્યુહ રચીને સરંગ ખોદીને જરૂર અંદર પ્રવેશી જવાનું. ચિત્તાની માફક કશાની ઓથ લઈને એ છૂપાઈ રહે છે અને મનુષ્યને અસાવધ જુએ છે કે તરત જ એના પર છાપો મારે છે. આત્મપ્રતારણમાંથી ઉગરવાને માટે પ્રાપ્ત કરવામાં આવતું માનસશાસ્ત્રનું જ્ઞાન અને વિશાળ અનુભવસંચય જ આત્મપ્રતારણાને પરિષ્કૃત અને ઊંચી કોટિની બનાવી મૂકે છે. શીખાઉની અણઘડ રીતે સત્યને અડપલું કરનાર જે જૂઠાણું ઊપજાવે છે તે તો તરત પકડાઈ જાય એવું હોય છે. ધૂર્તતાની છેલ્લી કથાને પામેલો જ અસત્યને સત્યને છદ્મવેશે કુનેહથી રજૂ કરી શકે છે ને એથી જ એની આ તરકીબને ખુલ્લી પાડનારમાં પણ એટલી જ કુનેહ અને કુશાગ્ર બુદ્ધિની જરૂર રહે છે. જ્યાં ધૂર્તે પોતાની બધી જ કુનેહ ખર્ચી નાંખી હોય છે ત્યાં એનું પરિણામ આપણને ભૂલાવામાં નાંખી છેતરી જાય એવું હોય છે. પ્રામાણિકતાનો અંચળો ઓઢીને જ એ આવું બધું કહે છે. સાપ જેમ ખડકો અને ભેખડોમાં લપાઈ રહે છે, તેમ વીરોચિત્ત લાગતા એકરારોની ઓથે ભયંકર જૂઠાણું છુપાઈ રહે છે. આત્મકથા વાંચતાં ક્યાંક કોઈક પરિચ્છેદમાં તમને હેરત પમાડી નાખે એવી નિખાલસતા દેખાય, લેખક પોતા પર નિષ્ફળ બનીને ઘા કરતો લાગે તો તમારે સાવધ બનીને એની સામે ધસી જવું, કારણ કે ઘણું કરીને પશ્ચાત્તાપીનાં આ છાતીણાં ને ખચકાયા વિના કરેલી કબૂલાતો પાછળ એથી યે વિશેષ ભયંકર ભેદોને છુપાવવાનો આશય રહ્યો હોય છે. વધારે ધૃણાસ્પદ લાગતા અંશોને પ્રકટ કરીને એની ઓથે પોતાને જે છુપાવવું છે તેને સંતાડી રાખવું એ પણ એક તરકીબ છે. જીવનના જુગુપ્સાજનક અંશોને બતાવવાને એ તૈયાર થશે, પરંતુ હાસ્યાસ્પદ એવાં લક્ષણોને ગમે તે પ્રયત્ન એ ઢાંકી રાખશે. કોઈપણ આત્મકથાકારને આડે રસ્તે ખેંચી જનારું કોઈ તત્ત્વ હોય તો તે વાચકોના કટુદંશયુક્ત હાસ્યનો ભય છે.
આત્મકથાકાર પોતે જ જો છળને અપનાવી બેઠો હોય તો એને પદભ્રષ્ટ કરીને એને સ્થાને બીજું કોણ સન્નિષ્ઠાની પ્રતિષ્ઠા કરાવી શકે? ગમે તેવું દુર્ભેદ્ય બખ્તર હોય તો યે ગોળીથી ભેદાયા વિના રહેવાનું નથી. આત્મજ્ઞાનના વિકાસની સાથે આત્મપ્રતારણાની કુનેહ પણ વિકાસ પામતી જ રહે છે. અસત્યની સામે ગમે તેટલા દૃઢ નિશ્ચયથી મનુષ્ય આંગળી ભીડીને બેઠો હોય તેમ છતાં એ તો નાની સરખી તરડમાંથી પણ અંદર ઘૂસી જ જવાનું. મનની પોથી ખોલીને અસત્યના હુમલાને પાછા વાળવાના ગમે તેટલાં ઉપાયો એ શીખે તો યે વળી પાછું એ નવો જ વ્યુહ રચીને સરંગ ખોદીને જરૂર અંદર પ્રવેશી જવાનું. ચિત્તાની માફક કશાની ઓથ લઈને એ છૂપાઈ રહે છે અને મનુષ્યને અસાવધ જુએ છે કે તરત જ એના પર છાપો મારે છે. આત્મપ્રતારણમાંથી ઉગરવાને માટે પ્રાપ્ત કરવામાં આવતું માનસશાસ્ત્રનું જ્ઞાન અને વિશાળ અનુભવસંચય જ આત્મપ્રતારણાને પરિષ્કૃત અને ઊંચી કોટિની બનાવી મૂકે છે. શીખાઉની અણઘડ રીતે સત્યને અડપલું કરનાર જે જૂઠાણું ઊપજાવે છે તે તો તરત પકડાઈ જાય એવું હોય છે. ધૂર્તતાની છેલ્લી કક્ષાને પામેલો જ અસત્યને સત્યને છદ્મવેશે કુનેહથી રજૂ કરી શકે છે ને એથી જ એની આ તરકીબને ખુલ્લી પાડનારમાં પણ એટલી જ કુનેહ અને કુશાગ્ર બુદ્ધિની જરૂર રહે છે. જ્યાં ધૂર્તે પોતાની બધી જ કુનેહ ખર્ચી નાંખી હોય છે ત્યાં એનું પરિણામ આપણને ભૂલાવામાં નાંખી છેતરી જાય એવું હોય છે. પ્રામાણિકતાનો અંચળો ઓઢીને જ એ આવું બધું કહે છે. સાપ જેમ ખડકો અને ભેખડોમાં લપાઈ રહે છે, તેમ વીરોચિત્ત લાગતા એકરારોની ઓથે ભયંકર જૂઠાણું છુપાઈ રહે છે. આત્મકથા વાંચતાં ક્યાંક કોઈક પરિચ્છેદમાં તમને હેરત પમાડી નાખે એવી નિખાલસતા દેખાય, લેખક પોતા પર નિષ્ફળ બનીને ઘા કરતો લાગે તો તમારે સાવધ બનીને એની સામે ધસી જવું, કારણ કે ઘણું કરીને પશ્ચાત્તાપીનાં આ છાતીકૂટણાં ને ખચકાયા વિના કરેલી કબૂલાતો પાછળ એથી યે વિશેષ ભયંકર ભેદોને છુપાવવાનો આશય રહ્યો હોય છે. વધારે ધૃણાસ્પદ લાગતા અંશોને પ્રકટ કરીને એની ઓથે પોતાને જે છુપાવવું છે તેને સંતાડી રાખવું એ પણ એક તરકીબ છે. જીવનના જુગુપ્સાજનક અંશોને બતાવવાને એ તૈયાર થશે, પરંતુ હાસ્યાસ્પદ એવાં લક્ષણોને ગમે તે પ્રયત્ન એ ઢાંકી રાખશે. કોઈપણ આત્મકથાકારને આડે રસ્તે ખેંચી જનારું કોઈ તત્ત્વ હોય તો તે વાચકોના કટુદંશયુક્ત હાસ્યનો ભય છે.
Gottfried Keller કહે છે : ભયંકરમાં ભયંકર પાતકોની વિના સંકોચે કબૂલાત કરનાર, પોતાના ડાબા હાથે ચાર આંગળી છે એ હકીકતને શરમથી સંતાડતો હોય છે. બીજો વળી પોતાના શરીર, પરના લાંછનને વીગતે વર્ણવે છે પણ અદાલતમાં કોઈ વખત જૂઠી સાખ પૂરાવ્યાથી થયેલા અંતરાત્માના કચવાટને બહાર આવવા દેતો નથી. હું એમની આવી સનિષ્ઠાનું પ્રદર્શન થતું જોઉં છું ત્યારે દુનિયામાં સન્નિષ્ઠા જેવી કોઈ વસ્તુ સંભવી શકે ખરી એવો પ્રશ્ન પૂછાઈ જાય છે...
Gottfried Keller કહે છે ભયંકરમાં ભયંકર પાતકોની વિના સંકોચે કબૂલાત કરનાર, પોતાના ડાબા હાથે ચાર આંગળી છે એ હકીકતને શરમથી સંતાડતો હોય છે. બીજો વળી પોતાના શરીર, પરના લાંછનને વીગતે વર્ણવે છે પણ અદાલતમાં કોઈ વખત જૂઠી સાખ પૂરાવ્યાથી થયેલા અંતરાત્માના કચવાટને બહાર આવવા દેતો નથી. હું એમની આવી સનિષ્ઠાનું પ્રદર્શન થતું જોઉં છું ત્યારે દુનિયામાં સન્નિષ્ઠા જેવી કોઈ વસ્તુ સંભવી શકે ખરી એવો પ્રશ્ન પૂછાઈ જાય છે...
જીવનમાં કે આત્મકથામાં સન્નિષ્ઠાની આશા રાખવી તે અહીં પૃથ્વી પર વિશુદ્ધ ન્યાય, સ્વાતંત્ર્ય અને પૂર્ણતાની આશા રાખવા જેવું જ બેહૂદું છે. વીગતોને વફાદાર રહેવાનો દૃઢ નિશ્ચય, સત્યને ગ્રહણ કરવાનું વિશ્વસનીયકરણ હજુ આપણને લાધ્યું ન હોવાને કારણે તથા આત્મરેખાંકનની શરૂઆત કરીએ ન કરીએ એ પહેલાં જ આપણી સ્મૃતિ આપણને છેતરી જતી હોવાને કારણે પ્રારંભમાં જ ઊંધો વળી જાય છે. આપણું મન કંઈ જીવનની નાની નાની વીગતોને લગતાં ખતપત્રો અને દસ્તાવેજોને વ્યવસ્થિત રાખી મૂકવાની કચેરી નથી, ને સ્મૃતિ મનની એ કચેરીમાં તરત હાથે ચઢે એવી રીતે મૂકી રાખેલી નોંધવહી નથી. જેને સ્મૃતિ કહીને ઊંચે આસને બેસાડીએ છીએ તે તો આપણાં રક્તના ધસમસતા પ્રવાહને તળીએ જઈ બેસે છે. જીવંત શરીરના બીજા અવયવોની જેમ સ્મૃતિ પણ સતત પરિવર્તન પામતો ચિત્તનો એક અવયવ જ છે. આપણી સ્મૃતિ, જેમાં દરેક લાગણીનું અસલ સત્ત્વ, ફોરમ, ને એનો મૂળભૂત આકાર યથાતથ સચવાઈ રહે એવી. ઘરપેટી નથી.
જીવનમાં કે આત્મકથામાં સન્નિષ્ઠાની આશા રાખવી તે અહીં પૃથ્વી પર વિશુદ્ધ ન્યાય, સ્વાતંત્ર્ય અને પૂર્ણતાની આશા રાખવા જેવું જ બેહૂદું છે. વીગતોને વફાદાર રહેવાનો દૃઢ નિશ્ચય, સત્યને ગ્રહણ કરવાનું વિશ્વસનીયકરણ હજુ આપણને લાધ્યું ન હોવાને કારણે તથા આત્મરેખાંકનની શરૂઆત કરીએ ન કરીએ એ પહેલાં જ આપણી સ્મૃતિ આપણને છેતરી જતી હોવાને કારણે પ્રારંભમાં જ ઊંધો વળી જાય છે. આપણું મન કંઈ જીવનની નાની નાની વીગતોને લગતાં ખતપત્રો અને દસ્તાવેજોને વ્યવસ્થિત રાખી મૂકવાની કચેરી નથી, ને સ્મૃતિ મનની એ કચેરીમાં તરત હાથે ચઢે એવી રીતે મૂકી રાખેલી નોંધવહી નથી. જેને સ્મૃતિ કહીને ઊંચે આસને બેસાડીએ છીએ તે તો આપણાં રક્તના ધસમસતા પ્રવાહને તળીએ જઈ બેસે છે. જીવંત શરીરના બીજા અવયવોની જેમ સ્મૃતિ પણ સતત પરિવર્તન પામતો ચિત્તનો એક અવયવ જ છે. આપણી સ્મૃતિ, જેમાં દરેક લાગણીનું અસલ સત્ત્વ, ફોરમ, ને એનો મૂળભૂત આકાર યથાતથ સચવાઈ રહે એવી ઘરપેટી નથી.
અધીરા બનીને જેને સ્મૃતિને નામે ઓળખાવી દઈએ છીએ તે તો અત્યંત સંકુલ પ્રવાહ છે. આપણા જીવનની ઘટનાઓ નદીના સાતમા ઘડીક અટકતા. ઘડીક ઘસડાઈ જતા પથ્થરોની જેમ એમાં વહ્યે જાય છે. નદીમાં વહેતા પેલા પથ્થરો એકબીજા સાથે ઘસાઈને જેમ જુદા જ આકારો ધારણ કરે છે તેમ આ ઘટનાઓ પણે સ્મૃતિના સ્રોતમાં વહીને ધીમે ધીમે આકાર બદલતી જાય છે. આમ આકાર બદલાવાથી ઘટનાઓ આખરે ભાગ્યે જ ઓળખી શકાય તેવી રહે છે. આ બધી ઘટનાઓ પરસ્પરને અનુકૂળ થતી જાય છે, આ કે તે ક્રમમાં આપમેળે ગોઠવાતી જાય છે. આપણી ઈચ્છાઓ અને વાસનાઓનું હાસ્યોત્પાદક અનુકરણ કરવાની આપણી સ્મૃતિની ચાતુરી આપણને ઘડીભર મૂંઝવી નાખે એવી હોય છે. બધી જ વસ્તુનો આકારપલટો કરનારું આ તત્ત્વ કોઈપણ ઘટનાને વિકૃત કરવામાં અપવાદ રાખતું નથી. દરેક અનુગામી સંસ્કાર એના પુરોગામીને પોતાની છાયામાં ઢાંકી દે છે; દરેક નવી સ્મૃતિ જૂનીનું થોડે ઘણે અંશે રૂપાંતર કરી નાખે છે અને કદીક કદીક તો એના સંકેતને પણ વ્યસ્ત કરી દે છે.
અધીરા બનીને જેને સ્મૃતિને નામે ઓળખાવી દઈએ છીએ તે તો અત્યંત સંકુલ પ્રવાહ છે. આપણા જીવનની ઘટનાઓ નદીના સાતમા ઘડીક અટકતા. ઘડીક ઘસડાઈ જતા પથ્થરોની જેમ એમાં વહ્યે જાય છે. નદીમાં વહેતા પેલા પથ્થરો એકબીજા સાથે ઘસાઈને જેમ જુદા જ આકારો ધારણ કરે છે તેમ આ ઘટનાઓ પણ સ્મૃતિના સ્રોતમાં વહીને ધીમે ધીમે આકાર બદલતી જાય છે. આમ આકાર બદલાવાથી ઘટનાઓ આખરે ભાગ્યે જ ઓળખી શકાય તેવી રહે છે. આ બધી ઘટનાઓ પરસ્પરને અનુકૂળ થતી જાય છે, આ કે તે ક્રમમાં આપમેળે ગોઠવાતી જાય છે. આપણી ઈચ્છાઓ અને વાસનાઓનું હાસ્યોત્પાદક અનુકરણ કરવાની આપણી સ્મૃતિની ચાતુરી આપણને ઘડીભર મૂંઝવી નાખે એવી હોય છે. બધી જ વસ્તુનો આકારપલટો કરનારું આ તત્ત્વ કોઈપણ ઘટનાને વિકૃત કરવામાં અપવાદ રાખતું નથી. દરેક અનુગામી સંસ્કાર એના પુરોગામીને પોતાની છાયામાં ઢાંકી દે છે; દરેક નવી સ્મૃતિ જૂનીનું થોડે ઘણે અંશે રૂપાંતર કરી નાખે છે અને કદીક કદીક તો એના સંકેતને પણ વ્યસ્ત કરી દે છે.
સત્યનું ચોક્કસ માપ કાઢતી જણાતી સ્મૃતિ વાસ્તવમાં તો સત્યની દુશ્મન જ હોય છે. પોતાના જીવનનું ચિત્ર આલેખવા બેસનારે પ્રતિચ્છબિ નહિ પણ સ્વયં સત્યને પ્રકટ કરનારું કરણ લાધ્યું છે કે નહિ તે જાણી લેવું જોઈએ. એની સ્મૃતિ અનિવાર્ય ઉપાદેય અંશોની વરણી કરી શકનાર, એ અંશોમાંના કોને વધારે ઉપસાવવા અને કોને માત્ર અછડતો સ્પર્શ કરીને જ રહેવા દેવા તેનો નિર્ણય કરનાર તેમ જ એ સર્વ અંશોનું એક જ પુદ્ગલના અવયવો તરીકેનું સમચિત સંયોજન સાધનાર હોવી જોઈએ. ઘણી વાર આત્મકથાકાર જાણ્યે-અજાણ્યે પણ કલ્પનાની રમ્ય સૃષ્ટિ રચવા મંડી જાય છે તે પણ સ્મૃતિની આવી સર્જકશક્તિને જ આભારી છે...

કોઈ પોતાને વિષે કેવળ સત્ય કહી શકવાને સમર્થ નથી, ને પોતાના જ જીવનનું આલેખન કરવાનું હોવા છતાં ભૂતકાળને કલ્પનાની આંખે ઉકેલવાનો રહે છે; તો યે આત્મકથાના લેખમાં પ્રામાણિકતા તો અનિવાર્ય ગણાય જ. આરપાર જોઈ શકાય એવાં લલિત વાડ્મયનાં નવલકથા કે કાવ્ય જેવાં સ્વરૂપનો આશ્રય લઈને પોતાના જીવનનો એકરાર કરવો એ ઘણું સરળ છે; ને કલાત્મક દૃષ્ટિબિંદુથી જોતાં એ વધારે પ્રતીતિકર પણ લાગતું હશે, પણ જીવનવણીનાં બધાં પૃષ્ઠો નિઃસંકોચ ખુલ્લાં મૂકી દેવાં એ ઘણું કઠિન છે. આત્મકથામાં સત્યની, ના, નર્યા સત્યની જ અપેક્ષા રહેતી હોવાને કારણે આત્મકથાકારમાં વિશિષ્ટ પ્રકારના વીરત્વની અપેક્ષા રહે છે. કારણ કે આત્મકથાકારને પોતાના પ્રેયને અવગણીને પોતાને અળખામણા થવું પડે છે. મનના સર્વ વ્યાપારોથી પરિચિત એવો વિદગ્ધ કલાકાર જ સાફલ્યને વરી શકે છે, ને આથી જ ગૂઢ માનસિક વ્યાપારોને આલેખતી આત્મકથાનો પ્રકાર આપણા સમયમાં મોડે મોડે ખેડાવો શરૂ થયો છે. આપણી અનુગામી પેઢીને માટે એ ક્ષેત્ર આપણે ખુલ્લું મૂકતા જઈએ છીએ. આત્માના વિરાટ વિશ્વને અંતર્મુખ બનીને નિહાળતાં પહેલાં મનુષ્યને નવા ખણ્ડો શોધવા પડ્યા, સમુદ્રોનાં ઊંડાણ તાગવાં પડ્યાં ને ભાષા શીખવી પડી. આપણા પૂર્વજોને એ વિશ્વના રહસ્યપૂર્ણ માર્ગોની ઝાંખી સરખી થઈ નહોતી.
કોઈ પોતાને વિષે કેવળ સત્ય કહી શકવાને સમર્થ નથી, ને પોતાના જ જીવનનું આલેખન કરવાનું હોવા છતાં ભૂતકાળને કલ્પનાની આંખે ઉકેલવાનો રહે છે; તો યે આત્મકથાના લેખમાં પ્રામાણિકતા તો અનિવાર્ય ગણાય જ. આરપાર જોઈ શકાય એવાં લલિત વાડ્મયનાં નવલકથા કે કાવ્ય જેવાં સ્વરૂપનો આશ્રય લઈને પોતાના જીવનનો એકરાર કરવો એ ઘણું સરળ છે; ને કલાત્મક દૃષ્ટિબિંદુથી જોતાં એ વધારે પ્રતીતિકર પણ લાગતું હશે, પણ જીવનવહીનાં બધાં પૃષ્ઠો નિઃસંકોચ ખુલ્લાં મૂકી દેવાં એ ઘણું કઠિન છે. આત્મકથામાં સત્યની, ના, નર્યા સત્યની જ અપેક્ષા રહેતી હોવાને કારણે આત્મકથાકારમાં વિશિષ્ટ પ્રકારના વીરત્વની અપેક્ષા રહે છે. કારણ કે આત્મકથાકારને પોતાના પ્રેયને અવગણીને પોતાને અળખામણા થવું પડે છે. મનના સર્વ વ્યાપારોથી પરિચિત એવો વિદગ્ધ કલાકાર જ સાફલ્યને વરી શકે છે, ને આથી જ ગૂઢ માનસિક વ્યાપારોને આલેખતી આત્મકથાનો પ્રકાર આપણા સમયમાં મોડે મોડે ખેડાવો શરૂ થયો છે. આપણી અનુગામી પેઢીને માટે એ ક્ષેત્ર આપણે ખુલ્લું મૂકતા જઈએ છીએ. આત્માના વિરાટ વિશ્વને અંતર્મુખ બનીને નિહાળતાં પહેલાં મનુષ્યને નવા ખણ્ડો શોધવા પડ્યા, સમુદ્રોનાં ઊંડાણ તાગવાં પડ્યાં ને ભાષા શીખવી પડી. આપણા પૂર્વજોને એ વિશ્વના રહસ્યપૂર્ણ માર્ગોની ઝાંખી સરખી થઈ નહોતી.
માનસશાસ્ત્રના અભ્યાસથી પોતાને વિષે વધારે પડતી સભાન બની ગયેલી દુનિયામાં કળાનો ક્ષય થવાનો છે એવો ભય સેવનારને માટે ઉપર વર્ણવાયેલો આત્મકથાનો પ્રકાર આશ્વાસનરૂપ બની રહો. કળા કદી થંભી જતી નથી, માત્ર નવા વળાંકો લે છે...

{{Right|– સ્ટીફન ઝિવગ (રજૂકર્તાઃ સુરેશ જોષી)}}<br>
{{Right|– સ્ટીફન ઝિવગ (રજૂકર્તાઃ સુરેશ જોષી)}}<br>
{{Right|સન્નિધાન : પુસ્તક ૨, પૃઃ ૨૮-૩ર }}<br>
{{Right|સન્નિધાન : પુસ્તક ૨, પૃઃ ૨૮-૩ર }}<br>
Line 92: Line 116:
<center>'''આત્મકથા : આત્માવિષ્કરણનું પરિણામ'''</center>
<center>'''આત્મકથા : આત્માવિષ્કરણનું પરિણામ'''</center>

જીવનચરિત્ર લખવાની પ્રેરણાનું મૂળ કારલાઈકથિત વિભૂતિપૂજા (hero-worship)ની ભાવના છે. તો આત્મ-ચરિત્રનું આત્મ આવિષ્કરણ (self-expression)ની સર્વ-જનીન પ્રવૃત્તિ છે. આત્મ આવિષ્કરણ એટલે પોતાના બાહ્ય તેમ જ આંતરસ્વરૂપનું પ્રકટીકરણ માણસને બીજાની વાત સાંભળવામાં રસ હોય છે તેની સાથે તેનામાં, પોતાની વાત બીજાને કહીને નિજ સ્વરૂપને પ્રગટ કર્યાનો આનંદ માણવાની વૃત્તિ પણ સૂતેલી હોય છે. કવચિત્ તેનામાં બીજાની વાત સાંભળવા કરતાં પોતાની વાત કહેવાનું વલણ વિશેષ પ્રબળ દેખાય છે. સાધારણ મનુષ્યમાં પોતાની વાત કહેવાનું વલણ વિશેષ પ્રબળ દેખાય છે. સાધારણ મનુષ્ય પોતાનાં વીતકોની કથા સહૃદય સ્નેહી? સ્વજનની સમક્ષ કહીને દુઃખનો ભાર હળવો કરે છે. કવિ અને કલાકારો પોતાના અનુભવો અને સંવેદનોને શબ્દદેહે ઉતારીને એક પ્રકારની રાહત અનુભવે છે. આત્મ-આવિષ્કરણ સર્જનના હરેક વ્યાપારમાં અનુસૂત હોય છે. તે દૃષ્ટિએ આત્મચરિત્રના વિશાળ ઉદરમાં તેના લેખકના જીવનની બાધા-આંતરિક, અંગત-જાહેર, સ્થૂળ-સૂક્ષ્મ તમામ મહત્ત્વની બાબતો સમાવેશ પામે છે. વળી, આત્મચરિત્રની માંડણી કલ્પનાને બદલે ઇતિહાસપૂત સત્ય પર થાય છે. આ જોતાં આત્મચરિત્રને અલાયદા સાહિત્યપ્રકાર તરીકે ગણીએ તો ખોટું નથી.
જીવનચરિત્ર લખવાની પ્રેરણાનું મૂળ કારલાઈકથિત વિભૂતિપૂજા (hero-worship)ની ભાવના છે. તો આત્મ-ચરિત્રનું આત્મ આવિષ્કરણ (self-expression)ની સર્વ-જનીન પ્રવૃત્તિ છે. આત્મ આવિષ્કરણ એટલે પોતાના બાહ્ય તેમ જ આંતરસ્વરૂપનું પ્રકટીકરણ માણસને બીજાની વાત સાંભળવામાં રસ હોય છે તેની સાથે તેનામાં, પોતાની વાત બીજાને કહીને નિજ સ્વરૂપને પ્રગટ કર્યાનો આનંદ માણવાની વૃત્તિ પણ સૂતેલી હોય છે. કવચિત્ તેનામાં બીજાની વાત સાંભળવા કરતાં પોતાની વાત કહેવાનું વલણ વિશેષ પ્રબળ દેખાય છે. સાધારણ મનુષ્યમાં પોતાની વાત કહેવાનું વલણ વિશેષ પ્રબળ દેખાય છે. સાધારણ મનુષ્ય પોતાનાં વીતકોની કથા સહૃદય સ્નેહી સ્વજનની સમક્ષ કહીને દુઃખનો ભાર હળવો કરે છે. કવિ અને કલાકારો પોતાના અનુભવો અને સંવેદનોને શબ્દદેહે ઉતારીને એક પ્રકારની રાહત અનુભવે છે. આત્મ-આવિષ્કરણ સર્જનના હરેક વ્યાપારમાં અનુસ્યુત હોય છે. તે દૃષ્ટિએ આત્મચરિત્રના વિશાળ ઉદરમાં તેના લેખકના જીવનની બાધા-આંતરિક, અંગત-જાહેર, સ્થૂળ-સૂક્ષ્મ તમામ મહત્ત્વની બાબતો સમાવેશ પામે છે. વળી, આત્મચરિત્રની માંડણી કલ્પનાને બદલે ઇતિહાસપૂત સત્ય પર થાય છે. આ જોતાં આત્મચરિત્રને અલાયદા સાહિત્યપ્રકાર તરીકે ગણીએ તો ખોટું નથી.
 
{{Right|– ડૉ. ધીરુભાઈ ઠાકર}}<br>
{{Right|– ડૉ. ધીરુભાઈ ઠાકર}}<br>
{{Right|‘રસ અને રૂચિ’, પૃ. ૯૪-૯૫}}<br>
{{Right|‘રસ અને રૂચિ’, પૃ. ૯૪-૯૫}}<br>