ભારતીયકથાવિશ્વ-૫/બુંદેલખંડની લોકકથાઓ/સાત ભાઈઓ અને એક બહેનની કથા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|બે બહેનોની કથા}}
{{Heading|સાત ભાઈઓ અને એક બહેનની કથા}}


{{Poem2Open}}
{{Poem2Open}}
એક સમયે દશાર્ણ ક્ષેત્રના કોઈ ગામમાં સાત ભાઈઓ રહેતા હતા, સાતેયની વચ્ચે એક બહેન. તે બધાથી નાની. માબાપ તો મૃત્યુ પામ્યા હતા એટલે નાની બહેનની સારસંભાળ ભાઈઓ સિવાય લે કોણ? ભાઈઓને બહેન બહુ વહાલી. સાતેય જણ શિકાર કરવા દરરોજ નીકળી પડતા. ઘરની આસપાસ જે કંઈ શાકભાજી ઊગ્યાં હોય તે લાવીને બહેન રસોઈ કરતી. સાંજે સાતેય ભાઈઓ ઘેર આવે, ખાવાનું તો સાદું પણ હોય સ્વાદિષ્ટ, એટલે ભાઈઓ પ્રેમથી ખાય.


એક દિવસ ભાઈઓ શિકાર કરીને આવી પહોંચવાના હતા ત્યારે બહેનને થયું કે લાવ રસોઈ જલદી જલદી કરી લઉં. ભાઈઓ આવશે તો એમને ઊની ઊની રસોઈ જમાડીશ. એ તો ભાજી લાવીને સમારવા બેસી ગઈ. શાક સમારતાં સમારતાં હાથ વાંકો થયો અને આંગળી કપાઈ, તેમાંથી લોહી વહેવા લાગ્યું. લોહી નીકળતું રોકવા શાકનું એક પાંદડું ઉઠાવ્યું ને આંગળીમાંથી વહેતું લોહી લૂછી નાખ્યું. ભાઈઓના આવવાનો સમય થયો હતો એટલે તે જલદી જલદી રસોઈ કરવા લાગી. એ ઉતાવળ કરવા ગઈ એમાં તેને ખ્યાલ ન રહ્યો અને લોહીવાળું પાંદડું પણ શાકમાં ભળી ગયું.


તુરા નામના ઋષિ હંમેશાં તપ કર્યા કરતા હતા. એક દિવસ દિખૈબા અને નાદાબા નામની બે બહેનો ઋષિ પાસે સંતાનપ્રાપ્તિના આશીર્વાદ લેવા ગઈ. ઋષિએ તેમને વરદાન આપી કહ્યું, તમને બંનેને એક એક દીકરી થશે. પરંતુ બંને બહેનોના અસામાન્ય સૌંદર્યથી આ મહાન ઋષિના તપમાં વિઘ્ન આવ્યું. વરદાન આપ્યા પછી ઋષિએ પોતાની ઇચ્છા વ્યક્ત કરી. આ તો મોટું પાપ કહેવાય પણ ઋષિ ક્રોધે ભરાશે તો એમ વિચારીને તેઓ ઋષિને ના પાડી ના શકી. તેમણે ઋષિની ઇચ્છા પૂરી કરી અને નમન કરીને વિદાય લીધી.
ભાઈઓ ઘેર આવ્યા, ભૂખ તો કકડીને લાગી હતી, હાથપગ ધોઈને ખાવા બેસી ગયા. બહેને રોટલી, ભાત અને શાક પીરસ્યા. ભાઈઓ ખાવા લાગ્યા. આજે તેમને શાકનો સ્વાદ દરરોજ કરતાં વધુ સ્વાદિષ્ટ લાગ્યો.


સમય જતાં બંને બહેનોએ દીકરીઓને જન્મ આપ્યો. દિખૈબાએ પોતાની દીકરીનું નામ પાડ્યું તોર અને નાદાબાએ નામ પાડ્યું તોફ્રે. ઉંમરની બાબતે તોર મોટી હતી અને તોફ્રે નાની.
એક ભાઈએ કહ્યું, ‘આજે તો શાક કંઈ બહુ સરસ બન્યું છે ને!’


સમય વહેવા લાગ્યો અને બંને કન્યાઓ પુરયૌવનમાં આવી પહોંચી. તેઓ પ્રબળ રાગવાળી અને સાહસિક હતી. એક દિવસ તેઓ તેમની માતાઓને કહ્યા વિના પોતાના માટે પતિઓ શોધવા નીકળી પડી. એમ કરતાં તેમની નજરે બે અતિસુંદર યુવાનો પડ્યા. ફનીન્દાર અને નાનીન્દાર નામના એ યુવાનો ઉનાળુ ખેતીમાં રોકાયેલા હતા. બંને ભાઈઓ હતા, ફનીન્દાર મોટો અને નાનીન્દાર નાનો. બંને બહેનો યુવાનોની સુંદરતાથી મોહિત થઈ ગઈ. તેઓ વૃક્ષો વચ્ચેથી એ યુવાનોને એકે મટકું માર્યા વિના જોતી રહી.
બીજો બોલ્યો, ‘હા, આજે તો શાકનો સ્વાદ જુદો છે.


ખેતરનું કામ પૂરું કરીને બંને ભાઈઓ તળાવમાં નહાવા ગયા. તોર અને તોફ્રે જાદુટોણા કરી શકતી હતી. તેમની માતાઓ પણ એવી જ હતી. બંને બહેનો અસ્વસ્થ થઈ ગઈ. તેમણે મંત્રતંત્ર વડે પોતાની જાતને ‘ઘિલા’ (ઘુંટણના આકારનું એક બી, બાળકો એ વડે રમતાં હોય છે)માં રૂપાંતરિત કરી નાખી, ને તેઓ અળવીના પાન ઉપર ગોઠવાઈ ગઈ અને પાણીમાં વહેવા લાગી. બંને ભાઈઓએ અળવીના પાન ઉપર ‘ઘિલા’ જોયા અને તેમને એ લઈ લેવાની ઇચ્છા થઈ. બંનેએ દેખાવે ખૂબ જ આકર્ષક એક એક ધિલા લઈ લીધું, તેમણે એ ઘિલા ઘેર લઈ જવાનો વિચાર કર્યો. તેના કોચલાથી તેઓ હાથ ધોશે અને તેની સાથે રમશે. ખૂબ જ હરખઘેલા થયેલા ફનીન્દારે તરત જ પોતાના ભાગે આવેલા ઘિલાને હાથ ધોવા તોડી નાખ્યું. પણ તેમના આશ્ચર્ય વચ્ચે એ ઘિલામાંથી લોહી વહેવા માંડ્યું, અને એમાંથી નીકળેલો જાડો રગડો લીલા રંગનું કબૂતર બનીને આકાશમાં ઊડી ગયો. આ તરફ નાનીન્દારે પોતાનું ઘિલા ઘરમાં સાચવીને મૂકી દીધું. બીજે દિવસે સવારે બંને ભાઈઓ ખેતરે ગયા. ઘેર તો કોઈ હતું નહીં, એટલે બંને દરરોજ જાતે રસોઈ કરતા હતા. પરંતુ જ્યારે ખેતરેથી પાછા ફર્યા ત્યારે તેમના આશ્ચર્ય વચ્ચે જોયું તો કોઈએ તેમના માટે રસોઈ કરી રાખી હતી, ઘર વાળીઝૂડીને સાફ કર્યું હતું, અને રાંધવાનાં વાસણો પણ સાફ કરી દીધાં હતાં. આશ્ચર્યચકિત થયા છતાં તેમને આનંદ થયો કે હાશ, આ ઘરકામમાંથી તો છૂટ્યા. ખરેખર તો બંને ખેતરમાં કામ કરી કરીને ખૂબ થાકી જતા હતા. તેઓ કશું બોલ્યા નહીં પણ રાજી રાજી થઈને તેમણે ખાધું.
ત્રીજાએ કહ્યું, ‘આજે શાકમાં કશું બીજું ઉમેર્યું છે કે? બહુ મીઠું લાગે છે.


એક દિવસ નાનીન્દાર ખેતરે ન ગયો. ઘરના એક ખૂણામાં સંતાઈને બેઠો. થોડી વારે તેણે જોયું તો ટોપલીમાં રાખેલું ઘિલા બહાર આવ્યું. તે આંખો ફાડીને જોતો રહ્યો. તે ઘિલા એની મેળે બે ભાગમાં વહેંચાઈ ગયું અને એમાંથી સુંદર કન્યા પ્રગટી. તે કન્યાએ તરત જ ઘરકામ કરવા માંડ્યું. જાણે તે એ કુટુંબની જ સભ્ય ન હોય! ખૂબ હિંમત રાખીને નાનીન્દાર તે સુંદરી પાસે ગયો, પાછળથી તેનો હાથ પકડીને બોલ્યો, ‘તું કોણ છે? દેવી છે કે માનવી?’ તેણે કહ્યું, ‘હું એક ઋષિપુત્રી છું. મારી એક બહેન હતી. અમે બંને યુવાનીના આવેગમાં તમને જોઈને મોહ પામી. અમે અમારી જાતને ઘિલામાં ફેરવી દીધી, અળવીના પાન પર એ મૂક્યાં, અને તળાવનાં પાણીમાં વહેવા લાગી. ત્યાર પછી તમે બંનેએ એ ઘિલા લઈ લીધાં. પણ તમારા મોટા ભાઈએ મારી મોટી બહેનને મારી નાખી. વિધાતાએ અમારી ઇચ્છા ફળવા ન દીધી.’ તે આગળ બોલી ન શકી, તેના ગાલ પરથી આંસુ વહેવા લાગ્યાં. પછી તે બોલી, આજે તમે મારો હાથ ઝાલ્યો. એટલે મારું શરીર અપવિત્ર થઈ ગયું. હવે હું પાછી ‘ઘિલા’માં ફેરવાઈ જવાની નથી. તો હવે મારું શું થશે?તોરના હૃદયદ્રાવક શબ્દોએ નાનીન્દાર ધૂ્રજી ગયો.
બીજા ભાઈઓ પણ પૂછવા લાગ્યા કે ‘આજે શાકમાં કશું ઉમેર્યું લાગે છે.’


થોડા સમયમાં ફનીન્દાર ઘેર આવ્યો. એના ભાઈએ બધી વાત કરી. તેને પણ બહુ નવાઈ લાગી. તોરની આંજી નાખે એવી સુંદરતાથી તે જડાઈ ગયો. તેણે તો પોતાની ભાવી પત્નીને મારી નાખી હતી, એટલે તે દુ:ખી દુ:ખી થઈ ગયો.
‘ભાઈ, જેવું શાક દરરોજ બનાવું છું તેવું આજે પણ બનાવ્યું છે.’ બહેન તો નવાઈ પામીને બોલી.


બંને ભાઈઓએ ગામના વડીલોને એકઠા કર્યા, અને બધી વાત કરી. આ હૃદયસ્પર્શી કથાથી બધા પણ ભાવુક બની ગયા. વડીલોની સભા આગળ નાનિન્દારે અને એ કન્યાએ લગ્ન કરવાની સંમતિ બતાવી. વડીલોએ પણ તેમની વાતમાં સૂર પુરાવ્યો. કાપણી પૂરી થાય પછી લગ્ન કરવાનો નિર્ણય કર્યો.
‘ના, હું માનું નહીં. તું કશુંક છુપાવે છે. આજે કશુંક બન્યું છે, નહીંતર શાક આટલું સ્વાદિષ્ટ ન બને.’ મોટાએ જિદ કરી.


ફનીન્દારને પસ્તાવો થતો હતો પણ જે થઈ ગયું તે થઈ ગયું, હવે શું કરી શકાય? પરંતુ તે પોતાના ભાઈની પત્નીની સુંદરતાથી અને તેના ગુણોથી બહુ આકર્ષાયો હતો. ભયંકર અદેખાઈ તેના હૃદયમાં પ્રગટી. પોતાને કશું ન મળે અને તેના ભાઈને આવી સુંદર પત્ની મળે એ વિચાર જ તે સાંખી શકતો ન હતો. તેણે લગ્ન પહેલાં પોતાના ભાઈને મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી. પછી તે કન્યાને પોતાની પત્ની બનાવતાં કોઈ અંતરાય નહીં આવે.
‘કશું ખાસ નથી. હા, આજે શાક સમારતી વખતે મારી આંગળી કપાઈ ગઈ, મેં ભાજીના એક પાંદડાથી લોહી લૂછી નાખ્યું. એ પાંદડું શાક બનાવતી વખતે એમાં ભળી ગયું.’ બહેને સંકોચ સાથે વાત કરી. તેને ડર લાગ્યો કે આ વાત જાણીને ભાઈઓ નારાજ થશે. પણ એવું કશું બન્યું નહીં.


એક દિવસ તે જંગલમાં ઈંધણાં વીણવા ભાઈને લઈ ગયો. નાનીન્દાર કરતાં ફનીન્દાર વધુ બળવાન હતો. તકનો લાભ લઈને તેણે પોતાના ભાઈને નીચે પાડી નાખ્યો. અને તેની છાતી પર એક ભારે, ચપટી શિલા મૂકી. ઘેર આવીને કહ્યું, ‘નાનીન્દારને તો વાઘ ખાઈ ગયો. હા, સામે જ વાઘ આવી ગયો. હું માંડ માંડ જીવ બચાવીને આવ્યો છું, પણ તે વાઘનો શિકાર થઈ ગયો.
બહેનની વાત સાંભળીને મોટો ભાઈ ચૂપ થઈ ગયો. બીજા ભાઈઓ પણ મૂગામૂગા ખાવા લાગ્યા.


આ કન્યાએ ‘સાલિકા’ પંખી પાળ્યું હતું, તે માનવીની ભાષામાં વાત કરી શકતું હતું. નાનીન્દાર જ્યાં જાય ત્યાં તેની પાછળ પાછળ જવાની સૂચના કન્યાએ તેને આપી હતી. તે દિવસે નાનીન્દાર પર જ્યારે ખૂની હુમલો થયો ત્યારે તે પાસેની ઝાડની ડાળી પર બેઠું હતું. ફનીન્દારે નાના ભાઈના શરીર ઉપર મોટી શિલા મૂકી કે તરત જ તે પંખી ઘેર આવ્યું અને તોફ્રેેને બધી વાત કરી. તે પોતાના ભાવિ પતિની શોધમાં નીકળી પડી. પંખી આકાશમાં ઊડતું હતું અને તે કન્યા તેની પાછળ પાછળ ચાલી નીકળી. આમ તેણે નાનીન્દારને બચાવ્યો. તેને જીવતો જોઈ ફનીન્દારને બહુ આઘાત લાગ્યો.
બીજે દિવસે સાતેય ભાઈ દરરોજની જેમ વનમાં જવા નીકળી પડ્યા. થોડે ગયા પછી મોટો ભાઈ એક જગાએ રોકાઈ ગયો, એનું જોઈને બીજા પણ રોકાઈ ગયા.


નાનીન્દારની જિંદગીમાં ડગલે ને પગલે જોખમ હતું એટલે તોફ્રેએ એક કૂતરો પણ પાળ્યો હતો. તેને સારી રીતે તાલીમ આપી એટલે તે વફાદાર બની ગયો હતો.
‘ભાઈઓ, આપણી બહેનનાં લોહીનાં થોડાં ટીપાં શાકમાં ભળ્યાં એટલે શાકનો સ્વાદ કેટલો બધો સરસ થઈ ગયો, હવે જરા વિચારો, આ બહેનનું માંસ કેટલું સ્વાદિષ્ટ હશે. મને વિચાર આવે છે- કહો, આપણે બહેનને ફરવા લઈ જઈએ એને અહીં મારીને એનું માંસ રાંધીએ.


એક દિવસ બંને ભાઈઓ શિકાર કરવા ગાઢ જંગલમાં ગયા. ત્યાં એક મોટું વડનું ઝાડ હતું, તેના નીચલા ભાગમાં મોટી બખોલ હતી. મોટા ભાઈએ નાના ભાઈને ત્યાં ઈગ્વાના (પાટલા ઘો જેવું પ્રાણી) છે કે નહીં તે જોવા કહ્યું, નાના ભાઈએ શોધ ચલાવી. ભાઈની આ અવસ્થાનો લાભ લઈને મોટા ભાઈએ એક વેલા વડે નાના ભાઈને બાંધી દીધો અને તેને બખોલમાં ઠાંસ્યો. કૂતરાએ આ આખી ઘટના જોઈ અને ઘેર આવીને માલિકણને બધી વાત કરી. પેલા પંખીએ પણ બધી વાત કરી. આ વખતે પણ તે સ્ત્રીએ કૂતરાની મદદથી નાના ભાઈને છોડાવ્યો. આમ ફરી એક વાર ફનીન્દારના હાથ હેઠા પડ્યા.
બાકીના પાંચેય ભાઈઓએ મોટાની વાતમાં સૂર પુરાવ્યો. પણ નાનો ભાઈ ચૂપ રહ્યો. તે ભાઈઓનો વિચાર જાણીને હેબતાઈ ગયો. તે બહેનને બહુ ચાહતો હતો. પણ ભાઈઓની બીકે કશો વિરોધ કરી ન શક્યો.


ફરી એક દિવસ મોટા ભાઈએ નાના ભાઈને જંગલમાં જઈને મેનાને પકડવા કહ્યું, કોઈ ઊંચા ઝાડની ટોચેે તેનો માળો હતો. મોટા ભાઈએ કહ્યું, ‘ઉપર કોઈ પંખી છે કે નહીં તે શોધવા તું ઉપર ચઢ.’ આમ કહ્યું એટલે તે ઉપર ચઢ્યો. એ દરમિયાન મોટા ભાઈએ એક વેલો હાથવગો કર્યો હતો. જેવો નાનો ભાઈ મેના હાથમાં લઈને નીચે આવ્યો કે તરત જ મોટા ભાઈએ વેલા વડે નાનાને ઝાડના થડ સાથે બળજબરીથી બાંધી દીધો. આ વખતે પણ ત્રોફેએ પોતાના ભાવિ પતિને કૂતરાની અને સાલિકા પંખીની મદદથી છોડાવ્યો.
બીજે દિવસે ભાઈઓએ બહેનને પણ સાથે આવવા કહ્યું.


નાનીન્દાર સીધોસાદો અને ભોળો હતો. તે આટલી બધી અકલ્પ્ય યાતનાઓમાંથી પસાર થયો તો પણ તેણે ગામલોકોને કશી વાત ન કરી. તે ચુપચાપ સહન કરતો રહ્યો. આવી અમાનવીય યાતનાઓ ભોગવવા છતાં તેણે મોટા ભાઈ સામે કશો બદલો લેવાનો વિચાર ન કર્યો. તે મોટા ભાઈની બધી આજ્ઞાઓનું પાલન આદરથી કરતો રહ્યો, સામે કશો પ્રશ્ન કરતો ન હતો. તોફ્રેએ પણ બીજાઓને કશી વાત ન કરી, બદલો લેવાનો કોઈ વિચાર પણ તેને ન આવ્યો.
‘બહેન, તું તો દરરોજ ઘરમાં એકલી રહી જાય છે. તને નહીં ગમતું હોય. એટલે આજે તો તું અમારી સાથે ચાલ. જરા હરવાફરવા મળશે.મોટા ભાઈએ કહ્યું.


ગામ પાસે એક ટેકરી હતી. તેમણે ટેકરી પાસે ખેતી કરવાનો વિચાર કર્યો. આ જમીન પરનું જંગલ તેમણે સાફ કર્યું, કાપેલાં લાકડાંનો ઢગલો કર્યો. હવે લાકડાં સુકાવા આવેલાં. એક દિવસ તેમણે સૂકાં લાકડાંમાં આગ ચાંપી, તરત જ તે ભડભડ સળગવાં માંડ્યાં. નાનો ભાઈ લાકડાં જલદી બળે એટલે ઊલટસુલટ કરી રહ્યો હતો. એ તકનો લાભ લઈ મોટાએ નાનાને આગમાં ફંગોળી દીધો અને તેના ઉપર લાકડાં ગોઠવ્યાં, અગ્નિદાહની તૈયારી હતી. આ ભયાનક ઘટના જોઈ પહેલાંની જેમ જ કૂતરો ઘેર ધસી ગયો. સાલિકા પંખીએ પણ એ ઘટના સંભળાવી.
‘હા-હા, બહેન, તારે દરરોજ એકલા રહીને રસોઈ કરવી પડે છે. આજે અમે રસોઈ બનાવીશું, તું આગળ કરજે.’ વચલો ભાઈ બોલ્યો.


તે યુવતી તરત જ કૂતરાને લઈને ત્યાં પહોંચી ગઈ. તેને જોઈને ફનિન્દાર જંગલમાં જતો રહ્યો. તોફ્રેએ મહામુસીબતે નાનીન્દારને અંગારાઓમાંથી ઊંચક્યો, પણ તે અડધો તો બળી ગયો હતો એટલે મૃત્યુ પામ્યો. તોફ્રેએ જોયું કે તેનો આજ્ઞાંકિત અને મદદગાર કૂતરો તથા સાલિકા પંખી આંસુ સારતાં ત્યાં ઊભાં હતાં. તોફ્રે એ બંનેને વળગી પડી, બંનેને સ્નેહથી પંપાળ્યાં, તેમનાં આંસુ લૂછ્યાં. તે બંનેના ઉપકારનો બદલો કોઈ રીતે તે ચૂકવી ન શકવાને કારણે દુ:ખી હતી. તે તો માત્ર પ્રેમ, દયા, આભાર જ વ્યક્ત કરી શકતી હતી. આંખોમાં આંસુ સાથે તેમની વિદાય લીધી. તે આંખોથી દૂર ન થઈ ત્યાં સુધી તેઓ ત્યાં તાકતાં ને તાકતાં જ રહ્યાં.
‘હા-હા-બહેન, તું અમારી સાથે ચાલ. તને વનમાં ફેરવીશું. પશુપક્ષી દેખાડીશું.


તોફ્રે અવિરતપણે વિચારતી ને વિચારતી રહી. તેને લાગ્યું કે ફનીન્દાર સાથે તો જીવવું જોખમ હતું. તે પોતાને પિયર જઈ શકે એમ ન હતી. તે તળાવ આગળ આવી અને પોતાને એક પંખીમાં રૂપાંતરિત કરી દીધી. નાનિન્દારના પ્રેમની સ્મૃતિમાં તે તળાવ પાસે જ રહેતી થઈ. તેમનું લગ્ન ન થઈ શક્યું, તેમના નસીબમાં વિરહ લખાયો હતો. તેમના દાંપત્યજીવનનું સ્વપ્ન અધૂરું રહ્યું.
‘બહેન, જંગલ તો શિકાર અને શિકારીઓનું સ્થળ. સાચવજે. ત્યાં તને બંને જોવા મળશે.’ સૌથી નાનાએ બહેનને સાવચેત કરવાનો પ્રયત્ન કર્યો પણ બહેન તો ભલીભોળી હતી. તે તો સ્વપ્નેય કલ્પી ન શકે કે તેના સગા ભાઈઓ જીવ લેવા માગે છે. તે નાના ભાઈનો સંકેત સમજી ન શકી, તે તો મોટા ભાઈઓની વાતથી ખુશ થઈ ગઈ.


હવે આ બંને બહેનોની માતાઓનું શું થયું? પોતાની દીકરીઓના આંધળા સાહસને કારણે તે બંને કેવી દુ:ખી થઈ? તોરે અને તોફ્રે ઘર છોડીને જતી રહી પછી દિખૈબાએ અને નાદાબાએ તેમને શોધવા ટેકરી, જંગલો ખૂંદી જોયાં, પણ ક્યાંય તેમનો પત્તો પડ્યો નહીં. પાછળથી જ્યારે દીકરીઓના દુ:ખી જીવનની જાણ થઈ ત્યારે તેઓ ક્રોધે ભરાઈ અને ફનીન્દારને પાઠ ભણાવવા તે દોડી. તેમને જોઈને ફનીન્દાર જીવ બચાવવા ભાગ્યો. તેમણે તેનો પીછો કર્યો. તેઓ તો મંત્રતંત્ર જાણતી હતી એટલે તેમણે ફનીન્દારની આગળ એક માયાવી નદી સર્જી. તે તો એમાં કૂદી પડ્યો અને મગરમાં ફેરવાઈ ગયો. દિખૈબા અને નાદાબા વેર વાળી શકી, ફનીન્દારનો આવો અન્ત આણ્યો એ આશ્વાસન. બંને માતા ભારે હૈયે ઘેર પાછી ફરી.
સાતેય ભાઈ બહેનને લઈને વનમાં જઈ પહોંચ્યા, ત્યાં એક ચોતરા જેવું હતું.
 
‘બહેન, તું આ ચોતરા પર બેસી જા. અમે ખાવા માટે ફળફૂલ લઈ આવીએ છીએ.’ મોટાએ કહ્યું.
 
બહેન ચોતરા પર બેસી ગઈ. સાતેય ભાઈ ચોતરાથી દૂર ઝાડીમાં સંતાઈ ગયા. પછી સૌથી મોટાએ ધનુષ પર બાણ ચઢાવ્યું અને બહેનને નિશાન બનાવીને માર્યું. પણ તે નિશાન ચૂકી ગયો, બહેન બચી ગઈ. બીજા ભાઈએ તીર તાક્યું, તે પણ ચૂકી ગયો. ત્રીજાએ તીર ફેંક્યું, તે પણ ચૂકી ગયો. ચોથાએ તીર તાક્યું, તેનું તીર પણ નિશાન ચૂકી ગયું, પણ એનેય નિરાશ થવું પડ્યું. હવે છેલ્લા એટલે કે સૌથી નાના ભાઈનો વારો આવ્યો, મોટાએ નાનાના હાથમાં ધનુષ બાણ પકડાવી દીધાં.
 
તેણે રડતાં રડતાં કહ્યું, ‘હું મારી બહેન પર તીર નહીં ચલાવું.’
 
‘જો તું તીર નહીં ચલાવે તો બહેનને મારતાં પહેલાં તને મારીશું અને તને ખાઈ જઈશું.’
 
મોટા ભાઈઓએ નાનાને ધમકાવ્યો. અને એ ધમકીથી તો તે ડરી જ ગયો. તેણે ધૂ્રજતા મને ધનુષ ઉપાડ્યું, બાણ ચઢાવ્યું અને બહેનને ન વાગે એ રીતે બાણ માર્યું. પણ જે થવાનું હતું તે થઈને જ રહ્યું. નાના ભાઈનું તીર બહેનની છાતીમાં વાગ્યું અને તે તો તરત જ મરી ગઈ.
 
હવે મોટા ભાઈઓએ નાના ભાઈને હુકમ કર્યો, ‘તું આગ સળગાવવા માટે લાકડાનો ભારો લઈ આવ, પણ એ ભારો બાંધવા કોઈ દોરડાનો ઉપયોગ નહીં કરવાનો. જો તેં એ ભારો દોરડાથી કે કોઈ કપડાથી, વેલથી બાંધ્યો તો તું મૂઓ જ સમજવો.’
 
નાના ભાઈએ વનમાં જઈને લાકડાં એકઠાં કર્યાં પણ એ કશાક વડે બાંધ્યા વિના લઈ જવા કેવી રીતે? અને જો ભારો લઈ નહીં ગયો તો ભાઈઓ મને મારી નાખવાના — એમ વિચારી તે તો રડવા લાગ્યો.
 
જ્યાં તે રડતો હતો ત્યાં એક ધામણ સાપ રહેતો હતો.
 
‘કેમ અલા, તું આમ રડે છે શાનો? શું હું તારી કોઈ મદદ કરી શકું?’ સાપે તેને પૂછ્યું.
 
પેલાએ રડતાં રડતાં બધી વાત કરી. એ સાંભળીને સાપને તેના પર દયા આવી.
 
‘ચિંતા ન કર. હું તને મદદ કરીશ.’ આમ કહી સાપ લાકડાના ભારાને વીંટાઈ ગયો. નાનો ભાઈ ભારો ઉઠાવી ભાઈઓ પાસે પહોંચ્યો. જ્યાં તેણે ભારો નીચે મૂક્યો ત્યાં ધામણ સાપ ચુપચાપ એક બાજુ સરકી ગયો. ભાઈઓને કશી ખબર ન પડી.
 
વાસ્તવમાં બધા ભાઈઓ નાના ભાઈથી છુટકારો મેળવવા માગતા હતા. કોઈ ને કોઈ બહાને તેને મારી નાખવા માગતા હતા. મોટાએ નાનાએ બીજો હુકમ આપો.
 
‘જા, આ ઘડામાં નદીમાંથી પાણી ભરી લાવ. જો પાણી ભરેલો ઘડો ન લાવ્યો તો તમે તને મારી નાખીશું.’
 
ભાઈઓએ આપેલા ઘડામાં કાણું હતું, જેવો પાણી ભરીને ઘડો ઉપાડે કે તરત જ પાણી ખાલી થઈ જતું. નાના ભાઈએ કાંકરા, માટી વડે કાણું પૂરવાનો પ્રયત્ન કર્યો પણ કાણું હતું તેવું ને તેવું રહ્યું. હવે જો પાણી ભરીને નહીં જાય તો ભાઈઓ મને મારી નાખવાના, એમ વિચારી તે તો રડવા લાગ્યો.
 
તેનું રુદન સાંભળીને નદીમાંથી એક દેડકો બહાર આવ્યો.
 
‘કેમ ભાઈ, રડે છે કેમ? કશું ખોવાઈ ગયું છે? નદીમાં કશું પડી ગયું છે?’ દેડકાએ પૂછ્યું એટલે નાના ભાઈએ રડતાં રડતાં બધી વાત કરી. એટલે દેડકાએ કહ્યું,‘ તું એક કામ કર; મને ઊંચકીને કાણા પર મૂકી દે, હું કાણું પૂરી દઈશ અને તું ઘડો ભરીને ઘેર લઈ જા.’ નાનો ભાઈ તો પાણી ભરેલો ઘડો લઈને ઘેર પહોંચ્યો.
 
હવે તેને બીજો હુકમ મળ્યો.
 
‘જા, ઘેરથી દેવતા લઈ આવ. તારી હથેળી પર દેવતા મૂકીને આવજે. હથેળી પર બીજું કશું મૂકીશ નહીં. તું જો હથેળી પર દેવતા મૂકીને નહીં આવ્યો તો તને મારી નાખીશું.’
 
નાનો ભાઈ દેવતા લાવવા ઘેર ગયો. ત્યાંથી દેવતા લઈને હથેળી પર મૂકીને ચાલવા માંડ્યું. પણ પીડા વેઠી ન શક્યો. તેની હથેળી તો બહુ બળવા લાગી. દેવતા નીચે પડી ગયો. આ જોઈને અને પીડાને કારણે તે રડવા લાગ્યો. તેનું રુદન સાંભળીને વનદેવતા પ્રગટ્યા. ‘કેમ દીકરા, આમ રડે છે શાનો? આ દેવતા તેં હથેળીમાં કેમ મૂક્યા હતા?’
 
નાના ભાઈએ રડતાં રડતાં બધી વાત કરી.
 
‘જો સાંભળ, મારો આ એક હાથ તારા હાથ પર મૂકીને ચાલ. મારા હાથ પર દેવતા મૂકજે. તારા હાથને કશું નહીં થાય, તારા ભાઈઓને કશી ખબર પણ નહીં પડે. જ્યારે તારું કામ પતી જાય ત્યારે મારો હાથ પાછો આપજે.’
 
‘ભલે, તમારી બહુ મોટી કૃપા.’ નાનો ભાઈ પોતાના હાથ પર વનદેવતાનો હાથ મૂકીને ભાઈઓ પાસે પહોંચ્યો.
 
ભાઈઓએ આગ સળગાવી અને એના પર બહેનનું માંસ સેકવા બેઠા.
 
પછી મોટા ભાઈએ સાત ભાગ કર્યા, સૌથી ઓછો હિસ્સો નાનાને આપ્યો, બધા ભાઈઓ લિજ્જતથી બહેનનું માંસ ખાવા લાગ્યા. નાનો ભાઈ અવળું મોં કરીને બેઠો, તેણે પોતાના હિસ્સાનું માંસ જમીનમાં દાટી દીધું અને નદીમાંથી લાવેલી માછલીઓ ખાતાં નાટક એવું કર્યું કે તે પણ માંસ ખાઈ રહ્યો છે.
 
સાતેય ભાઈ ખાઈ કરીને ઘેર પહોંચ્યા.
 
થોડા દિવસો પછી બધાય મોટા ભાઈઓએ લગ્ન કરી લીધાં, પણ નાનો કુંવારો જ રહ્યો. તે હવે ભાઈઓથી જુદો, એક ઝૂંપડી ઊભી કરીને રહેવા લાગ્યો. નાના ભાઈ પાસે વાંસની સારંગી હતી. જ્યારે જ્યારે બહેનની યાદ આવતી ત્યારે સારંગી છેડીને તે મનને આનંદિત કરતો હતો.
 
જ્યાં નાના ભાઈએ બહેનનું માંસ દાટી દીધું હતું ત્યાં એક વાંસ ઊગી નીકળ્યો. એક દિવસ કોઈ ભિખારી વાંસ કાપવા આવી ચઢ્યો. તે ભિખારી વાંસમાંથી બનેલી સારંગી વગાડીને ભીખ માગતો હતો. તેની સારંગી તૂટી ગઈ એટલે નવી સારંગી માટે તેને વાંસની જરૂર પડી.
 
તે વાંસની શોધમાં વનમાં જઈ ચઢ્યો અને તેની નજરે નવો વાંસ પડ્યો. વાંસ કાપવા ભિખારીએ જેવી કુહાડી ઉગામી તેવી વાંસે મર્મભેદી સ્વરે કહ્યું, ‘ન કાપો મારા વહાલા, મને ન કાપો.’
 
આ સાંભળીને ભિખારી ડરી જ ગયો અને વાંસ કાપ્યા વિના ઘેર જતો રહ્યો. તેને ખાલી હાથે આવેલો જોઈ તેની પત્ની નારાજ થઈ ગઈ. તેણે બીજે દિવસે ફરી વાંસ કાપવા તેને મોકલ્યો.
 
ભિખારીએ જેવી કુહાડી ઉગામી કે વાંસમાંથી અવાજ આવ્યો.
 
‘ન કાપો મારા વહાલા, મને ન કાપો. વાવ્યો છે મને તો મારા ભાઈએ.’ એટલે ભિખારીએ વાંસને કહ્યું, ‘જો વાંસ નહીં કાપું તો સારંગી નહીં બની શકે. અને જો સારંગી નહીં બનાવું તો ભીખ માગી નહીં શકું. ભીખ નહીં માગું તો મારું કુટુંબ ભૂખે મરી જશે.’ ભિખારીની વાત સાંભળીને વાંસ ચૂપ થઈ ગયો. તેણે વાંસ કાપ્યો અને ઘેર લઈ આવ્યો. ઘેર રહીને એ વાંસમાંથી એક સારંગી બનાવી. પછી તે સારંગી લઈને ભીખ માગવા નીકળી પડ્યો. ગામમાં રખડતો રખડતો તે મોટા ભાઈના દરવાજે પહોંચ્યો અને ત્યાં સારંગીમાંથી અવાજ આવ્યો.
 
‘ના, વાગીશ, ના વાગીશ, અરે સારંગી.
અહીં તો રહે છે વેરી, ના વાગીશ, ના વાગીશ.’
 
આ સાંભળી ભિખારી ગભરાઈ ગયો અને આગળ જઈ બીજા ભાઈને દરવાજે ઊભો. સારંગીમાંથી ફરી એવો જ અવાજ આવ્યો.
 
 
‘ના વાગીશ, ના વાગીશ, અરે સારંગી
અહીં તો રહે છે વેરી, ના વાગીશ, ના વાગીશ.’
 
આમ તે ભિખારી વારાફરતી છયે ભાઈઓના દરવાજે ગયો અને દર વખતે સારંગી તેને સંભળાવતી હતી.
 
છેવટે ભિખારી સૌથી નાના ભાઈને ઘેર પહોંચ્યો. જેવો તે નાના ભાઈના દરવાજે ઊભો તેવો સારંગીમાંથી અવાજ આવ્યો,
 
‘વાગજે, વાગજે, બહુ વાગજે.
 
અહીં તો રહે છે મારો ભાઈલો, અહીં બહુ વાગજે.’
 
નાનો ભાઈ સારંગીનો અવાજ સાંભળીને દંગ રહી ગયો. તેણે ભિખારીને કહ્યું, ‘ચાલ, આપણે સારંગીની અદલાબદલી કરીએ. હું તને ઉપરથી થોડા પૈસા આપીશ.’ ભિખારીએ વાત માની લીધી.
 
જ્યારે ભાઈ કામ પર જતો ત્યારે બહેન સારંગીમાંથી બહાર આવતી અને ભાઈ માટે સારી સારી રસોઈ બનાવીને મૂકતી. નાનો ભાઈ ઘેર આવતો ત્યારે આ બધી રસોઈ બનાવીને મૂકે છે કોણ એ વાતની તેને ભારે નવાઈ લાગતી.
 
એક દિવસ તો આનું રહસ્ય શોધી કાઢવાની નાના ભાઈએ ગાંઠ વાળી. કામ પર જવાનું બહાનું કરીને સંતાઈ ગયો. ભાઈ જતો રહ્યો છે એમ માનીને બહેન સારંગીમાંથી બહાર આવી અને રસોઈ બનાવવા બેઠી. ભાઈ તો આ જોઈને રાજી રાજી થઈ ગયો. રસોઈ પૂરી કરીને જેવી તે સારંગીમાં પેસવા ગઈ કે ભાઈએ તેનો હાથ પકડી લીધો. બંને ભાઈબહેન એકબીજાને ભેટીને બહુ રડ્યાં. રડી રડીને જ્યારે હળવાં થયાં ત્યારે બંનેએ એકબીજાને સુખદુ:ખની વાતો કરી. ‘મારે તારા પર તીર ચલાવવું ન હતું પણ મને ભાઈઓએ ફરજ પાડી.’ એ સાંભળીને બહેને કહ્યું, ‘મને તો ખબર હતી કે આમાં તારો વાંક જરાય નથી.’ પછી બંને નિરાંતે રહેવા લાગ્યા.
 
એક દિવસ બહેનના કહેવાથી નાના ભાઈએ જમવા માટે મોટા ભાઈઓને બોલાવ્યા. બધા ભાઈઓ આનંદિત થતા તેને ઘેર પહોંચ્યા. તેમને ખબર ન હતી કે બહેન જીવતી થઈ ગઈ છે. બહેન સામે ન આવી. નાના ભાઈએ જાતજાતની વાનગીઓ પીરસી. મોટો આંગળાં ચાટતાં ચાટતાં રસોઈનાં વખાણ કરવા લાગ્યો.
 
‘આ બધી વાનગીઓ તો બહુ સરસ છે. અમે અત્યાર સુધી આવી રસોઈ ખાધી જ નથી.’
 
બીજા ભાઈઓએ પણ તેની વાતમાં સૂર પુરાવ્યો.
 
તે જ વેળા બહેન સામે આવી.
 
‘ભાઈઓ, અત્યારે તમે જે વાનગીઓનાં વખાણ કરો છો તે મેં જ બનાવી છે, એમાં ન તો મારું લોહી છે, ન મારું માંસ. અને છતાં તમને સ્વાદિષ્ટ લાગે છે.’
 
ભાઈઓે બહેનને જીવતીજાગતી જોઈ તો નવાઈ પામ્યા, પોતાની ભૂલનો પસ્તાવો કરવા લાગ્યા. લાજ પામીને ધરતીને કહેવા લાગ્યા; ‘અમે એટલો ઘોર અપરાધ કર્યો છે કે કોઈને મોં બતાવવા લાયક પણ રહ્યા નથી. હવે તો ધરતી જ અમને માફી આપ.’
 
ભાઈઓએ જેવો આ પશ્ચાત્તાપ કર્યો કે ધરતી ચિરાઈ ગઈ અને એમાં છએ છ ભાઈ સમાઈ ગયા.  
{{Poem2Close}}
{{Poem2Close}}


17,582

edits