નીરખ ને/ધૂર્ત શબ્દો : હર્બર્ટ રીડની મૂંઝવણ અને મથામણ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 3: Line 3:
{{gap}}નિર્ભ્રાન્ત કરનારી મારી શોધ એ હતી કે યુદ્ધ દરમ્યાન જે આદર્શ અત્યંત જરૂરી સાબિત થયો એ શાંતિને સમયે નકામો ઠર્યો. વફાદારી અને પરસ્પર સહાય રાજકીય સ્થાપિત હિતો સામે અશક્તિશાળી હતા... આ નિર્ભ્રાન્તિ અડધી સદીથી યે વધુ સમયથી ચાલી આવી છે, બીજા વિશ્વયુદ્ધે એને વળી ગાઢ બનાવી છે, અને હવે જેને આપણે ઠંડું યુદ્ધ કહીએ છીએ એથી તો એ ગાઢતર બની છે. અનેક પ્રકારનાં આંદોલનો અને વિદ્રોહોમાં એ અભિવ્યક્ત થઈ છે, અને ગાંધી, રસેલ અને કેમ્યૂ જેવી રોષે ભરાયેલી વ્યક્તિઓ પાસેથી ઉદાત્ત ઉદ્ગારો કઢાવ્યા છે. પણ શું સિદ્ધ થયું છે? ભારતની ભ્રામક આઝાદી પણ માત્ર ગાંધીજીની શહીદી, ધાર્મિક-કોમી રમખાણો, રાજકીય અરાજકતા અને દુકાળમાં પરિણમી. વફાદારી જેવો સાદો વિચાર પ્રચલિત નથી બન્યો, ભારતમાં તો ઓછામાં ઓછો.

હું કડકમાં કડક પાઠ એ શીખ્યો છું કે મારી વ્યક્તિગત મહેચ્છાને હળવી કરી નાખવી. મારી સૌથી મોટી મહેચ્છા કવિ તરીકે ઓળખાવવાની હતી. પણ તરત જ મને પાઠ મળ્યો કે આધુનિક વિશ્વને સામાન્યપણે કવિઓનો ખાસ ઉપયોગ નથી, અને મારો તો ખાસ નહીં. આ વિધાન સામે સાબિતી તરીકે યેટ્સ, વૅલરી, રિલ્કે, ફ્રૉસ્ટ કે એલિયટની કારકિર્દીઓ લાવવામાં આવે – આ એવા કવિઓ છે જેમને આખા વિશ્વે આદર આપ્યો છે અને વધાવ્યા છે. પણ આ કવિઓ પોતે પોતાની કહેવાતી સફળતા માટે શું કહે છે? એ લોકો અંગત કડવાશ, સમાજ પ્રત્યે તિરસ્કાર અને આધ્યાત્મિક નિર્ભ્રાન્તિથી ભરેલા હતા. એ જાણતા હતા કે એમની નામના પોલી અને બિનમહત્ત્વનો દેખાવ હતો; એમની જનતા મોટે ભાગે ખુશામતખોર અને દંભી હતી, અને એમનો લોકો ઉપરનો પ્રભાવ (દાન્તે, મિલ્ટન કે વડ્ર્ઝવર્થના પ્રભાવની તુલનામાં) નહિવત્ હતો. એ ખરું છે કે એમની કવિતા આગળના કવિઓનો મેં જે નિર્દેશ કર્યો છે એમના જેવી ઊંચે લઈ જનારી નહોતી. એ જો એવી ઉન્નતિસાધક હોત તો જૂઠી હોત, કારણ કે આજે કવિએ લોકોને ઊંચે લઈ જવાનું નથી કરવાનું, પણ પ્રગટ કરવાનું છે – આધુનિક માણસની કરુણ પરિસ્થિતિને પ્રગટ કરવાની છે. આવું કરુણ દર્શન સમૃદ્ધ સમાજના નાગરિકોને આવકારપાત્ર નથી અને આ બધા કવિઓની સમાજે અવગણના કરી છે. એમની કીર્તિ વિદ્યાકીય છે, અને વધુમાં વધુ કહેવું હોય તો એ શિષ્ટશાસિત (એરિસ્ટોક્રેટિક) છે; આધુનિક વિશ્વના રચનાર તંત્રજ્ઞોને કે એવા વિશ્વમાં સંતૃપ્તિથી રહેનારાઓ માટે એ નિરર્થક છે.

}}

{{right|'''હર્બર્ટ રીડ'''}}  
{{right|'''હર્બર્ટ રીડ'''}}  
17,546

edits