|
|
Line 73: |
Line 73: |
| * [[સંજુ વાળાનાં કાવ્યો/દોહા-૧|દોહા-૧]] | | * [[સંજુ વાળાનાં કાવ્યો/દોહા-૧|દોહા-૧]] |
| }} | | }} |
|
| |
|
| |
| * [[સંજુ વાળાનાં કાવ્યો/પ્રારંભિક | પ્રારંભિક]]
| |
|
| |
|
| |
| == અણીએ ઊભા ==
| |
|
| |
| <poem>
| |
| ઝીણું જો ને!
| |
| જો, જડવાની અણીએ ઊભાં!
| |
|
| |
| મણ આખામાં કયા કણ સાચા, પડશે કેમ પતીજ?
| |
| બીજ વચાળે ક્યાં છુપાયાં બોલો હે ઉદ્ભીજ!
| |
| ઓરું જો ને!
| |
| જો, અડવાની અણીએ ઊભાં!
| |
|
| |
| થડ વિનાની ઝૂરે ડાળી, ડાળ વિનાનું પાન;
| |
| મરમ જાણવા મરમી બેઠાં ધરી વૃક્ષનું ધ્યાન!
| |
| ઊંચું જો ને!
| |
| જો, ઊડવાની અણીએ ઊભાં!
| |
| </poem>
| |
|
| |
| == અનભે ગતિ ==
| |
|
| |
| <poem>
| |
| પાંખમાં પવન આંખમાં લીધું આભલું મથોમથ
| |
| પંખી ઊડ્યાં અનભે ઝીણું ચાંચમાં ઝાલી તથ.
| |
|
| |
| :::પહેલું જ્યાં આકાશ વળોટ્યું
| |
| ::::ખરવા લાગ્યો ભાર,
| |
| :::પિચ્છ ખર્યાં ને કલગી ખરી
| |
| :::ઓગળ્યા રે આકાર.
| |
|
| |
| ત્યાં જ લગોલગ આવવા લાગ્યો સાત ઘોડા’ળો રથ
| |
| પંખી ઊડ્યાં અનભે ઝીણું ચાંચમાં ઝાલી તથ.
| |
|
| |
| :::કેટલી વખત? ભેદવાં હજુ
| |
| ::::કેટલાં દિગ્દિગંત?
| |
| :::પૂછીએ તો પડઘાઈને પાછો
| |
| ::::ક્યાંય ઠેલાતો અંત.
| |
|
| |
| ભીંસતી ઠાંસોઠાંસ આ ખુલ્લાશ થઈ ઇતિ ને અથ,
| |
| પંખી ઊડ્યાં અનભે ઝીણું ચાંચમાં ઝાલી તથ.
| |
| </poem>
| |
|
| |
| == નિમ્નસ્તર વાત ==
| |
|
| |
| <poem>
| |
| :::::વાત આમ નિમ્નસ્તર, સમાચારલક્ષી
| |
| ::સામેના ઘરનંબર સત્તરનાં અંધારે રોજ નવું ઊતરતું પક્ષી
| |
|
| |
| :::આખ્ખી સોસાયટીને અત્તરના ફાયામાં ફેરવી દે એવા કૈં ઠાઠ,
| |
| ::બાજુના ફળિયામાં દેસાઈ દંપતીની આંખો થઈ રહી જાતી આઠ
| |
| :શેઈમ શેઈમ બબડીને ઘરમાં પુરાઈ જતા પાડોશી ભદ્રકાન્ત બક્ષી
| |
| :::::વાત આમ નિમ્નસ્તર, સમાચારલક્ષી
| |
|
| |
| :::પક્ષી પણ એવાં ચબરાક, બધી ઝળાંહળાં છોડીને અંધારાં તાકે,
| |
| :કેમ જાણે એને સહુ જાણ હોય : કઈ ડાળે ઋતુ વિના ય ફળ પાકે.
| |
| ::::ઉપરાન્ત સમજે કે, જાત કેમ છુટ્ટી મુકાય કેમ રહેવાની રક્ષી
| |
| :::::વાત આમ નિમ્નસ્તર, સમાચારલક્ષી
| |
| </poem>
| |
|
| |
| == કંઈ ==
| |
|
| |
| <poem>
| |
| :::જાણ્યું એવું જડ્યું નહીં કંઈ.
| |
| બહુ ઝંઝેડ્યાં ઝાડ પરંતુ પડ્યું નહીં કંઈ.
| |
|
| |
| વનમાં ઝાઝા વાંસ, વાયરા શિષ ધુણાવી વાતા,
| |
| લળક ઢળક સહુ ડાળ, ઘાસને ચડે હિલોળા રાતા,
| |
| બધું બરાબર કિન્તુ સ્વરમાં ચડ્યું નહીં કંઈ.
| |
| ::::: જાણ્યું એવું જડ્યું નહીં કંઈ.
| |
|
| |
| શુષ્ક સરોવર, સાંજ; નહીં કોઈ ગલ, હંસો રઢિયાળા,
| |
| રડવાનું એક સુખ લેવા ત્યાં પહોંચ્યા સંજુ વાળા,
| |
| આંખ, હૃદય ને કર જોડ્યા પણ રડ્યું નહી કંઈ,
| |
| ::::: જાણ્યું એવું જડ્યું નહીં કંઈ.
| |
| </poem>
| |
|
| |
| == ઘરમાં ==
| |
|
| |
| <poem>
| |
| બેવડ વળીને કોઈ ખૂણામાં ઊંધમૂંધ સૂતું હો અંધારું :
| |
| ::::ઘરમાં તો એવું પણ હોય.
| |
| તું ધારે ચકલીની લોહીઝાણ ચાંચ વિશે, કાચ વિશે હું ધારું :
| |
| ::::ઘરમાં તો એવું પણ હોય.
| |
|
| |
| મોભાદાર પહેરવેશ પહેરીને બેઠેલા દીવાનું સ્થાન હોય નક્કી,
| |
| અજવાળું ઓરડામાં આમતેમ ફર્યા કરે જાણે કોઈ વૃદ્ધા હોય જક્કી.
| |
| સૌ સૌને પોતાનાં ગીત હોય તેમ છતાં ગણગણવું સૌનું સહિયારુ :
| |
|
| |
| ::::ઘરમાં તો એવું પણ હોય
| |
| ::બેવડ વળીને કોઈ ખૂણામાં ઊંધમૂંધ સૂતું હો અંધારું :
| |
| ::::ઘરમાં તો એવું પણ હોય.
| |
|
| |
| ચપટીભર ઘટના ને ખોબોએક સપનાં લઈ વહી જાશે પાંચસાત દાયકા,
| |
| સગપણના સરવાળા દંતકથા કહેવાશે, વાંધા પડે તો ઊડે વાયકા.
| |
| તું કહેતી સામેની બારી તે આપણું આકાશ છે, હું કહેતો વારુઃ
| |
|
| |
| ::::ઘરમાં તો એવું પણ હોય
| |
| ::બેવડ વળીને કોઈ ખૂણામાં ઊંધમૂંધ સૂતું હો અંધારું :
| |
| ::::ઘરમાં તો એવું પણ હોય.
| |
| </poem>
| |
|
| |
| == આપણે ==
| |
|
| |
| <poem>
| |
| એક ઊંચી દીવાલ અને આપણે
| |
| ઓ બાજુ નિરાંતે ઢોળાતા છાંયડા
| |
| આ બાજુ લ્હાય લ્હાય ડંખ્યા રે સાપણે....
| |
|
| |
| ટેકરીની ટોચ પરે બાંધ્યા મુકામ એમાં રોજ રોજ કારમા દુકાળ,
| |
| ટીપું હયાતીને સાચવવી કેમ, અહીં ખીણ બાજુ ખેંચે છે ઢાળ
| |
| સધિયારો આપો તો શિખર પર પહોંચીએ
| |
| પંપાળો, તો જઈને વસીએ રે પાંપણે...
| |
| એક ઊંચી દીવાલ અને આપણે
| |
|
| |
| થડને વળગેલ કોઈ વેલીની જેમ અમે વીંટાયા પોતાની જાતને
| |
| પાંગરવું પીમળવું ખરવું ખોવાઈ જવું અર્પણ આ લીલી ઠકરાતને
| |
| એવા ઉથાપો કે જન્માન્તર ઊખડે
| |
| થાપો, તો છેક કોઈ તળિયાની થાપણે...
| |
| એક ઊંચી દીવાલ અને આપણે
| |
| </poem>
| |
|
| |
| == તું નહીં તો ==
| |
|
| |
| <poem>
| |
| તું નહીં તો શું? તું નહીં તો શું?
| |
| એવા સવાલ સાંજ પડતાં સુધીમાં તો થઈ જાતા વૈશાખી લૂ.
| |
|
| |
| માથા પર સણસણતા તોરભર્યા રઘવાટે
| |
| {{Space}}નીકળું હું છાંયડાની શોધમાં.
| |
| પાનીમાં ખૂંપેલી રસ્તાની કાંકરીઓ
| |
| {{Space}}કહેતી કે જીવતર અવરોધમાં.
| |
|
| |
| સુક્કું કોઈ ઝાડ ખર્યાં પાંદડાંમાં ખખડીને પાછા વળવાનું મને કહેતું.
| |
| તું નહીં તો શું? તું નહીં તો શું?
| |
|
| |
| છાતી તો ઠીક છેક જીવ સુધી પહોંચીને
| |
| {{Space}}ભીંસે આ પહાડોનો ડૂમો.
| |
| સાંભળશે કોણ મારા કંઠમાં ને કંઠમાં જ
| |
| {{Space}}સામટી સુક્કાઈ જતી બૂમો
| |
| આંગળી વઢાય એને ભૂલી શકાય પણ ભૂલ્યો ભુલાય નહીં તું
| |
| </poem>
| |
|
| |
| == આજીજી ==
| |
|
| |
| <poem>
| |
| :::::અરજ વિનવણી આજીજી
| |
| શું કરીએ, કઈ રીતે રહેશો રાજી જી?
| |
|
| |
| તમે કહો તે ઓઢું, પહેરું, તમે કહો તે સાચું,
| |
| મધ-કાજળને લઢી, સુરમો આંખે આંજી નાચું.
| |
| :::::તમ કાજે લ્યો વસંત વેડું તાજી જી,
| |
| ::::શું કરીએ, કઈ રીતે રહેશો રાજી જી?
| |
|
| |
| ઝાકળનાં પાથરણે પાડું સુગંધની ખાજલિયું,
| |
| વ્હાલપથી નીતરતી રસબસ બંધાવું છાજલિયું.
| |
| :::::હરખે હરખે હારું રે ભવબાજી જી,
| |
| :::::શું કરીએ, કઈ રીતે રહેશો રાજી?
| |
| </poem>
| |
|
| |
| == આંબલો ==
| |
|
| |
| <poem>
| |
|
| |
| ::ઉંબરા મોઝાર મ્હોર્યો આંબલો
| |
| છાતીની મોઝાર મ્હોરી શાખ રે ...
| |
|
| |
| અવળા તે હાથની આડશ્યું કરીને કાંઈ
| |
| :::: સવળે પેટાવ્યા દીવા ગોખમાં
| |
| નમતાં નેવાંથી ઢળી જાય અંજવાસ
| |
| ::::: એને કેમ ભર્યો જાય ફૂટી બોખમાં?
| |
|
| |
| ફળિયું ધીખે ‘ને ધીખે ઓરડો
| |
| એને આકરો ધીખે છે વૈશાખ રે...
| |
| છાતીની મોઝાર મ્હોરી શાખ છે...
| |
|
| |
| હોય જો કપાસ એને ખાંતેખાંતે કાંતીએ
| |
| ::::: ને કમખો વણીને કાંઈ પહેરીએ.
| |
| માથાબૂડ આપદાનાં ઝળૂબ્યાં રે ઝાડ
| |
| ::::: ઝીણા નખ થકી કેટલાંક વહેરીએ
| |
|
| |
| મોભ રે મૂકીને ઊડ્યો મોરલો
| |
| ભેળી ઊડી હાલી બેઉં આંખ રે...
| |
| છાતીની મોઝાર મ્હોરી શાખ રે....
| |
| </poem>
| |
|
| |
| == પડછાયા ઓઢીએ ==
| |
|
| |
| <poem>
| |
| ::લીલી લીંબુડી ઝીણી પાંદડી રે
| |
| ::પાંદડીના પડછાયા ઓઢીએ.
| |
| સખીરી, અમે પાંદડીના પડછાયા ઓઢીએ.
| |
| ::સાળુ ખેંચીને કહે વગડાઉ હાથ
| |
| ::સ્હેજ પડખામાં આવીને પોઢીએ.
| |
| સખીરી, કહે પડખામાં આવીને પોઢીએ.
| |
|
| |
| ::પડતર પરસાળમાં ઊગે અસુખ
| |
| ::સાવ ખુલ્લું તડાક મારું છાપરું.
| |
| હળવી બોલાશ કોઈ સાંભળે, ન સાંભળે
| |
| ::ત્યાં, ચૌટે વેરાઈ જતી આબરૂ
| |
| ::સૌંસરવી રાત ઝીલું અંધારાં
| |
| ::તોય રહું ખાલીની ખાલી પરોઢિયે.
| |
| ::સખીરી રહું ખાલીની ખાલી પરોઢિયે.
| |
|
| |
| ::ઓચિંતા ઉભારે ચડતાં ખેંચાણ
| |
| ::જાય વીખરાતી ચારેકોર જાત,
| |
| ::એક એક અંગતતા એકઠી કરું
| |
| ::ને વળી માંડું હું ઓટલે ખેરાત.
| |
| અખ્ખાયે ગામના ઉતાર જેવા રસ્તાઓ
| |
| ::::ડોકાતા છેક મારી ડોઢીએ.
| |
| સખીરી, રહે ડોકાતા છેક મારી ડોઢીએ.
| |
| </poem>
| |
|
| |
| == અડધાં કમાડ ==
| |
|
| |
| <poem>
| |
| :::::અડધાં કમાડ અમે વાખ્યાં
| |
| ઉંબરથી મોભ લગી અડવડતાં અંધારાં
| |
| ::::: ઝાઝાં ઢોળ્યાં ને થોડાં ચાખ્યાં...
| |
|
| |
| :::તાંબાની તાસકમાં ઠાર્યો કંસાર
| |
| :::રાત ઠારી કેમેય નથી ઠરતી,
| |
| :::આઠે પહોર જેના ઊડતી વરાળ
| |
| :::એવી હું કહેતાં ધગધગતી ધરતી.
| |
|
| |
| કારણમાં એવાયે દિવસો પણ હોય
| |
| ::: જેને સોણલે સાજણ નથી રાખ્યા..
| |
| ::::: અડધાં કમાડ અમે વાખ્યાં
| |
|
| |
| :::હું રે ચબૂતરાની ઝીણેરી જાર્ય
| |
| :::કોઈ પારેવું આવે નહિ ચણવા
| |
| :::મુઠ્ઠીયે હોઉં અને માણુયે હોઉં
| |
| :::કોણ બેઠું છે દાણાઓ ગણવા.
| |
|
| |
| સવળાં બોલાવીએ તો અવળાં સમજાય
| |
| ::: એવાં કવળાં તે વેણ કોણે દાખ્યાં?
| |
| ::::: અડધાં કમાડ અમે વાખ્યાં
| |
| </poem>
| |
|
| |
| == ઘાસની સળી ==
| |
|
| |
| <poem>
| |
| ::::ઉતાવળી ઉંબર પર આવી ઊભી રહી
| |
| સખીરી, કોઈ પવનના સુસવાટામાં
| |
| ::::::: ફંગોળાતી સુક્કા ઘાસની સળી.
| |
|
| |
| મન સાબુનું ફીણ અમસ્તું મુઠ્ઠી ભરતાં પાણી થઈ રહી જાતું,
| |
| અમે જનમથી અંધમતિ કે, પરપોટાને માની બેઠા ધાતુ
| |
| :::: સખીરી, પજવે અપરંપાર મને
| |
| ::::::: ફળિયામાં ફળતી દાડમડી.
| |
| ::::::: ઉતાવળી ઉંબર પર આવી ઊભી રહી.
| |
|
| |
| ડહોળાતા દિવસોને વળગી પડું ઘડીમાં ટશિયે ટશિયે તૂટું,
| |
| કહો, કહો જી કેમ કરીને લોહીવગી આ લેણદેણથી છૂટું?
| |
| :::: સખીરી, આંસુથી ઉજાળ્યા માજમ ઓરડા
| |
| ::::::: ઓસિરયું ઉજાળતાં ના આવડી
| |
| ::::::: ઉતાવળી ઉંબર પર આવી ઊભી રહી
| |
| </poem>
| |
|
| |
| == મરણોન્મુખ ==
| |
|
| |
| <poem>
| |
| કાને બહેરાશ અને આંખોમાં હરે ફરે મોતિયો
| |
| ઓલવાતાં અંગોને જાળવવા ઝૂઝે રે
| |
| :::: ઝાકળના ખેતરે રખોપિયો...
| |
|
| |
| ચોપનમા વરસે છેક ગોઠવાતા ઘરઘરણે
| |
| :::: કુંડળીમાં પાડ્યું તેં વાંકડું
| |
| વાત-વાતે નડતાં કમૂરતાં ને પંચક તે
| |
| :::: ગાડે ઘલાય નહીં લાકડું
| |
| કહ્યામાં રહ્યા નહીં એક્કે ઇશારા
| |
| :::: ‘ને હોઠ પર થીજી સિસોટિયો...
| |
| કાને બહેરાશ અને આંખોમાં હરે ફરે મોતિયો...
| |
|
| |
| મુઠ્ઠી તણખલાંની કાયાને ચરી જાય
| |
| :::: વગડાઉં લ્હેરખીનું ટોળું,
| |
| આથમતી વેળાએ ઝાંખુ ઝબૂકે તું
| |
| :::: ફૂટેલા ભાગ્યનું કચોળું.
| |
|
| |
| અડધેરું વય વહ્યું પાણીને મૂલ
| |
| :::: અને અડધાનું ગવડાવે જિયો.. જિયો..
| |
| કાને બહેરાશ અને આંખોમાં હરે ફરે મોતિયો...
| |
| </poem>
| |
|
| |
| == હજુ ==
| |
|
| |
| <poem>
| |
| હજુ પ્રભાતી સ્વર ઊઘડતા તુલસીક્યારો સીંચી
| |
| હજુ મને એ લય ગણગણવો ગમતો આંખો મીંચી
| |
|
| |
| હજુ પવનમાં ભેજ વહે છે, હજુ ઢાળ છે લીલા,
| |
| હજુ ઋતુઓ વળાંક લઈને છેડે કંઠ સૂરીલા.
| |
| હજુ કોઈ માળામાં પ્રગટે પહેલવહેલું ચીં..ચીં..
| |
| હજુ મને એ લય ગણગણવો ગમતો આંખો મીંચી
| |
|
| |
| હજુ ક્યાંક આથમતી વેળે બેસી બે-ત્રણ વૃદ્ધા
| |
| હજુ વિગતના સ્વાદ ચગળતી ખખડધજ સમૃદ્ધા
| |
| હજુ વયસ્કા પુત્રી ઉત્તર વાળે નજરે નીચી
| |
| હજુ મને એ લય ગણગણવો ગમતો આંખો મીંચી.
| |
|
| |
| હજુ નદીના કાંઠે કોઈ કૂબામાં ગાતી મુનિયા.
| |
| હજુ ય ચાંદામામા કહીને મા દેખાડે દુનિયા.
| |
| હજુ ય નવતર રંગ પકડવા તું પકડે છે પીંછી
| |
| હજુ મને એ લય ગણગણવો ગમતો આંખો મીંચી
| |
| </poem>
| |
|
| |
| == એક ઝાલું ત્યાં ==
| |
|
| |
| <poem>
| |
| એક ઝાલું ત્યાં તેર વછૂટે......
| |
| અણધાર્યું કોઈ ગીત વીંધીને
| |
| :::: લોહી વીંધીને જાય ઘસાતું પગ અંગૂઠે
| |
|
| |
| :::: રાસબરીના નીતર્યા છાંયે
| |
| :::: બેસતાં લાધે જાંબલી અભિજ્ઞાન
| |
| :::: જ્ઞાન કબૂતર—જ્ઞાન કવિતા
| |
| :::: જ્ઞાન ચોર્યાસી માળનું હો મકાન
| |
| જ્ઞાન પડીકું ખૂલશે પછી
| |
| :::: જાંબલી ટશર ફૂટશે રે કાંઈ કાનની બૂટે
| |
|
| |
| :::: ઘૂંટડો ભરી શું ય પીધું કે
| |
| :::: રાગરાગિણી થઈને લીલી નદીઓ વહે
| |
| :::: રાગ લપેટું – રાગ વછોડું
| |
| :::: ઝાટકી ઝીણો વળ ચઢાવું, સદીઓ વહે
| |
| કેટલી ઝીણું ઝીંક! ઝિલ્લારે
| |
| :::: આંખ સલામત રહી જતી ને દેખવું ફૂટે
| |
| </poem>
| |
|
| |
| == પ્રથમ વરસાદ ==
| |
|
| |
| <poem>
| |
| સખિયન ! મેઘાડમ્બર
| |
| સખિયન ! રે નિલામ્બર
| |
|
| |
| સખિયન ! ફાટ ફાટ ગોરમ્ભો તૂટે
| |
| સખિયન ! અંતઃકરણથી ધોધ વછૂટે
| |
| સખિયન ! થડકારા ઝિલાય વખમ્ભર
| |
|
| |
| સખિયન ! ધણણણ ધણણણ ગર્જત બાજત ઢોલ મૃદંગો
| |
| સખિયન ! હડૂડૂડૂ હડૂડૂડૂ લેવત હય ગજરાજ અઠિંગો
| |
| સખિયન ! અરવ અંકોડે ઝળક ઝળક ઝળકાતાં ઝુમ્મર
| |
|
| |
| સખિયન ! કંઠ કૂંપળવત્ ઝિલમિલ છેડત મધ્ધિમ સ્વરમાં રાગ કેદારો
| |
| સખિયન ! તળાવ તિરાડો હરખદૂડી ધિનધિન નાચત હઈ ઓવારો
| |
| સખિયન ! મુઠ્ઠીભર મન પર પથરાતી (લ્હેર લ્હેર લહેરાતી) મર્મર
| |
| </poem>
| |
|
| |
| == છેલબટાઉ કુંજમનનું ગીત ==
| |
|
| |
| <poem>
| |
| {{Space}}કુંજડીની આંખોમાં ફૂટી રે પાંખો કે
| |
| ::::::::ઝીણું ઝબ્બાક કાંઈક જોયુંં...
| |
| {{Space}}જોયું રે... જોયું રે... એવું તે જોયું કે
| |
| ::::::::આખ્ખુંયે આભ એણે ખોયું...
| |
| ::::::::ઝીણું ઝબ્બાક કાંઈક જોયું...
| |
|
| |
| સાવ ઉજ્જડ ડાંગરનાં ખેતરમાં ખડકાતા પિચ્છાંનો ગઢ
| |
| ::::::::હે...ઈ પિચ્છાંનો ખડકાતો ગઢ
| |
| ગેરુડી માટીમાં બર્ફિલી પાંખોના ફગફગતા સઢ
| |
| ::::::::હે...ઈ ફગફગતા પાંખોના સઢ
| |
| :::::માંડ માંડ ઉકલતા ચીંથરાંના ચાડિયામાં
| |
| ::::::::::છેલ્લબટાઉ કુંજમન મોહ્યું...
| |
| ::::::::::ઝીણું ઝબ્બાક કાંઈક જોયું...
| |
|
| |
| છોળ છોળ છલકાતો શેઢાના મહુડાનો ખટમીઠ્ઠો કેફ
| |
| ::::::::::હે...ઈ ખટમીઠ્ઠો મહુડાનો કેફ
| |
| ટહુકાના હેલ્લારે ઊછળતો આવી ચડે પાદરમાં છેક
| |
| ::::::::::હે...ઈ પાદરમાં આવી ચડે છેક
| |
| :::::::લૂંબ—ઝૂંબ કેફખોર મહુડાનાં પાન ચાખી
| |
| ::::::::::ઉડાડી કલરવની છોળ્યું...
| |
| ::::::::::ઝીણું ઝબ્બાક કાંઈક જોયું...
| |
| </poem>
| |
|
| |
| == મિલમજૂરોનું સહગાન ==
| |
|
| |
| <poem>
| |
| હો... રે હેતાળ હાથ ઓળઘોળ વાણામાં
| |
| :::: તાણામાં સાટકા–સબાકા....ઓ...હો...રે
| |
| કાંજીમાં રેબઝેબ નીતરવું ગૂંથીને
| |
| :::: બંધાવ્યા મલમલના તાકા...ઓ....હો...રે
| |
| હો...૨ે ખટ્ટાક ખટ્...ખટ્ટક ખટ્ટાક ખટ્...ખટ્ટક ખટ્ટાક ખટ્..હો...રે
| |
|
| |
| ::: જીવતર ઝરડાતું રે સાંચાના તાલમાં
| |
| ::: વાંચીએ તો વંચાતા વામણા...જર્રાક જટ્
| |
| ::: ઉકેલો જેમ, એમ ગૂંચવાતું જાય જાણે
| |
| ::: કાચા સૂતરના હો તાંતણા...તડાક તટ્
| |
| ::: રેશમિયા ધુમ્મસમાં કેમ કરી ઢંકાશે
| |
| ::::::: ઉઘાડે છોગના ઈલાકા..ઓ...હો...રે
| |
| ::: હો...રે...હો તાણામાં સાટકા...સબાકા...ઓ...હો...૨ે
| |
| હો...૨ે ખટ્ટાક ખટ્...ખટ્ટક ખટ્ટાક ખટ્...ખટ્ટક ખટ્ટાક ખટ્..હો...રે
| |
|
| |
| ::: ટપકી પડે રે ઝાંખ સોંસરવું દેખવું
| |
| ::: ‘ને તાર સાથે સંધાતી સૂરતા...સટ્ટાક સટ્
| |
| ::: વ્હીસલમાં કેદ રહે ઝાંખું પરોઢિયું ’ને
| |
| ::: ભણકારે આંચકા વછૂટતા...ફટ્ટાક ફટ્
| |
| ::: રજમાં રજોટાઈ રહેવું વેંઢારીને
| |
| ::::::: જીવમાં પડ્યા છે હવે આંકા...ઓ...હો..રે
| |
| ::: હો...રે...હો તાણામાં સાટકા–સબાકા...ઓ...હો...રે
| |
| હો...૨ે ખટ્ટાક ખટ્...ખટ્ટક ખટ્ટાક ખટ્...ખટ્ટક ખટ્ટાક ખટ્..હો...રે
| |
| </poem>
| |
|
| |
| == સખીરી-૭ ==
| |
|
| |
| <poem>
| |
| ::::આપું ઋત દિશા ’ને નક્ષત્રોનાં નામ.......
| |
| સખીરી, તમે અમારા કલમજાયા શબ્દ અડોઅડ પથરાયેલું ધામ
| |
|
| |
| :::: મેં કહ્યું : તું આરસ અથવા
| |
| ઝીણી જળવત્ ઘટનાઓની છબી
| |
| :::: તેં પવનમાં આળેખીને
| |
| ચીંધી પળવત ઘટનાઓની છબી
| |
| સખીરી, ભૂરા—તૂરા—આછેરા ઝબકારા વચ્ચે અનુભવેલું ગામ
| |
|
| |
| :::: ચાર પ્રહરનું જળ ડ્હોળીને
| |
| નીલમિણ શી આંખ બની ગઈ કોડી
| |
| :::: અલ્લપ ઝલ્લપ અણસારાવત્
| |
| તેજ લકીરે અધમણ મૂર્છા તોડી
| |
| સખીરી, ચેતનવંતી તમે પંક્તિ અમે કૌંસમાં આવી ઊભા આમ
| |
| ::આપું ઋત દિશાને નક્ષત્રોનાં નામ.......
| |
| </poem>
| |
|
| |
| == મિરાત... ==
| |
|
| |
| <poem>
| |
| વૃક્ષની મિરાત એના છાંયડા હો...જી....રે...
| |
| :::મનની મિરાત મનસૂબા રે...
| |
| આંખની મિરાત ઊંડાં દેખવાં હો...જી...રે...
| |
| ::તે વિના તો ખાલીખમ કૂબા રે...
| |
| :મનની મિરાત મનસૂબા રે...
| |
|
| |
| રાઈના દાણેથી રંગ કથ્થાઈ ઊડે તે
| |
| :કોઈ કામિનીમાં દૃષ્ટિ થઈને ઠરે
| |
| એમાં સ્હેજ પીળાંનો સ્વભાવ ભળે
| |
| તોએ વળી અડાબીડ અંધકાર ચરે
| |
| અહો! રૂડાંરૂપ! રૂડી રમણા હો...જી...રે...
| |
| ::એકમાં અનેકના અજૂબા રે...
| |
| ::મનની મિરાત મનસૂબા રે...
| |
|
| |
| ::આભને મેદાન રમે ખોબોએક તેજ
| |
| ::એનું વહાલ આખી અવનિમાં ઊગે
| |
| અદેહી આસવ કોઈ ઝીલે, કોઈ ઘૂંટ ભરી
| |
| :::પીવે, કોઈ ટીપેટીપે ચૂગે
| |
| કોઈ ઊંચા હાથ કરી ચીખતા હો...જી... રે...
| |
| ::આકંઠ મેં તો ડૂબા-ડૂબા રે...
| |
| ::મનની મિરાત મનસૂબા રે...
| |
| </poem>
| |
|
| |
| == સંકેલી લીધા ==
| |
|
| |
| <poem>
| |
| જળ જીવાડયાં, પરપોટા સંકેલી લીધા
| |
| :::નર્યાં સાચની પડખે બેઠા
| |
| :::ને ફોટા સંકેલી લીધા
| |
|
| |
| આંખોમાંથી કરડાકી નિતારી લીધી
| |
| ::કર્યો મૂછનો રુવાબ નીચો
| |
| ભદ્દી ભડકાબોળ વિફરતી વૃતિ માથે
| |
| ::ધરપતનો ફેરવીએ પીંછો
| |
| સ્મિતવતીના સ્મિતે એવું મોહ્યા કે
| |
| ::સૌ હાંકોટા સંકેલી લીધા
| |
| જળ જીવાડ્યાં પરપોટા સંકેલી લીધા
| |
|
| |
| ક્લિનશેવથી સૌમ્યરંગ ચીપકાવ્યા ચહેરે
| |
| ::ભાલે તાણ્યાં કુમકુમ તિલ્લક
| |
| વાત વિગતે બહુ વિવેકી, વાણી જાણે
| |
| ::મધરાતે ગાતું હો પીળક
| |
| લય લ્હેરખડી વહો હવે લ્યો! લીટા...
| |
| ::લચકા....લિસોટા સંકેલી લીધા
| |
| જળ જીવાડ્યાં પરપોટા સંકેલી લીધા
| |
| </poem>
| |
|
| |
| '''<big>બીજ ગીતો</big>'''
| |
|
| |
| == કવિ! ==
| |
|
| |
| <poem>
| |
| કવિ!
| |
| તમે થિરકતા લયમાં ઝીલી અજવાળાની છવિ
| |
|
| |
| કાગળ જેનું સ્થાપન એને અક્ષર સ્વયં દીવો
| |
| અનુભૂતિનું ભાથું બાંધી લાવે, એ મરજીવો
| |
| એના તાપે જાય આથમી કૃતક કોટિક રવિ
| |
| હોય થિરકતા લયમાં ઝીલી અજવાળાની છવિ
| |
|
| |
| નર્યા તેલનું ટીપું નહિ પણ સૂતર બળતું સાથે
| |
| પડે પરખ એ પ્રમાણ દેવા ચડે ગંધના પાથે
| |
| વિકલ્પ તારી સામે ઊભો હવન થવું કે હવિ?
| |
| ભલે થિરકતા લયમાં ઝીલી અજવાળાની છવિ?
| |
|
| |
| અજવાળાં આરાધે એને કઈ ખોટ શું તમા?
| |
| શું અદકેરું એનાથી જ્યાં આભૂષણ હો ક્ષમા?
| |
| બસ એજ સધિયારો જેનું હૃદય રહેતું દ્રવિ
| |
| અરે થિરકતા લયમાં ઝીલી અજવાળાની છવિ
| |
| </poem>
| |
|
| |
| == સાધો! ==
| |
|
| |
| <poem>
| |
| સાધો!
| |
| ખેસખલીતા લપછપ છોડી અજવાળાં આરાધો!
| |
| ચાર પરોવી ચોકી બાંધી આપોઆપ સમાણી ચાર
| |
| નવમી નિજમાં બીજ સ્વરૂપા દસમી તું દાખ્યાથી બ્હાર
| |
| કસ્તુરી પેટાવી કેડા આળેખો.. ને વાંધો
| |
| સાધો, અજવાળાં આરાધો!
| |
|
| |
| હું-માંથી હડસેલ્યો હું-ને તું માંથી-કાંઈ તાણ્યો હ્રસ્વ ઉ
| |
| એકમના થઈ આસન વાળ્યાં જેમ જ્યોતમાં પલટાયા રૂ
| |
| ભાવ કર્યો ત્યાં ભળ્યા ધુમાડે સંચિત સૌ અપરાધો
| |
| સાધો અજવાળાં આરાધો!
| |
|
| |
| ઝળમળતા અંજવાસે બેઠા રવિ-ભાણ નિજારી શૂરા
| |
| તાર મેળવી જીવણ બોલ્યા સંભાળો ધખના’ળી ધૂરા
| |
| રસ વાણીમાં તમને લાધ્યો, એવો સૌને લાધો
| |
| સાધો, અજવાળાં આરાધો!
| |
| </poem>
| |
|
| |
| '''<big>વ્હાલાપંચક</big>'''
| |
|
| |
| == ....મ્હેણું ! ==
| |
|
| |
| <poem>
| |
| ::::વ્હાલે, માર્યું જબરું મ્હેણું!
| |
| મને કહે : તું ખમતીધર હું તારા પગની રેણું
| |
|
| |
| :ચંદ્રકિરણની લૂમ કહી ઉજમાળી અરધી કાળપ
| |
| અરધી રહી તે નઝરટીલડી થઈ ચોંટી ગઈ ચપ
| |
| :પામી કાંચનયોગ હરખતું હું માટીનું ગ્હેણું
| |
| ::::વ્હાલે, માર્યું જબરું મ્હેણું!
| |
|
| |
| અદેખાઈથી બળી-ઝળીને થઈ સખીઓ અધમૂઈ
| |
| :સમૂહમાંથી જ્યારે ચૂંટી મને કહીને જૂઈ
| |
| જીવતરની ચુંદડીએ ટાંક્યું રતન મહા લાખેણું
| |
| ::::વ્હાલે, માર્યું જબરું મ્હેણું
| |
| </poem>
| |
|
| |
| == જી ==
| |
|
| |
| <poem>
| |
| કડવી કાચી લીંબોળી,
| |
| તીખાશ રાઈના દાણે જી!
| |
| મધનું ટીપું મળે જીભને
| |
| એમ મને તું જાણે જી!
| |
|
| |
| ઝાકળવરણા દિ’ ઊગતા
| |
| ને મહેકવરણી રાતો જી!
| |
| હડી કાઢવા હોઠ વચાળે
| |
| હરફ વિહવળ થાતો જી!
| |
| આલિંગે તે અનહદપદનાં
| |
| મૂલ અમૂલા નાણે જી
| |
| મધનું ટીપું મળે જીભને
| |
| એમ મને તું જાણે જી!
| |
|
| |
| ફૂલકજર કાયામાં મબલખ
| |
| મ્હોર્યા મોઘમ મરવા જી
| |
| મચી મહેકની હેલીમાં કાંઈ
| |
| આભ ઊતરતા તરવા જી!
| |
| અમે જ અમને ઉકેલવાને
| |
| દોડ્યા પગ અડવાણે જી
| |
| કડવી કાચી લીંબોળી,
| |
| તીખાશ રાઈના દાણે જી!
| |
| </poem>
| |
|
| |
| == ઘા ==
| |
|
| |
| <poem>
| |
| :::બહુ ગમતા આ ઘા!
| |
| ::તમે કહ્યું : કાજળમાં અગણિત
| |
| ::રંગ ભાળ અથવા તો ઊઠી જા
| |
| બાવાજી, અમને બહુ ગમતા આ ઘા!
| |
|
| |
| હતું નઝરથી નજીક એને વનવગડે જઈ શોધ્યું
| |
| નાહકનું નતમસ્તક થઈને અધકચરાને પોષ્યું
| |
| ::કયા કારણસર નર્યા બતાલા
| |
| ::સામે હો કરવાનું તા થૈ તા
| |
| બાવાજી, અમને બહુ ગમતાં આ ઘા!
| |
|
| |
| ભળી કુતૂહલ ભેળી ભ્રમણાના ભાળે કે ચોખ્ખું
| |
| :જ્ઞાનગૂંચના આટે-પાટેતળ ઉલેચ્યાં, લોચ્યું
| |
| ::ઊંડળમાં લીધા અડસટ્ટા
| |
| ::જેમ ફૂંકાતા વેરાનોમાં વા
| |
| બાવાજી, અમને બહુ ગમતા આ ઘા!
| |
|
| |
| નીંદરનાં સૌ પડળ ખોલવા કરી વિનવણી એવી
| |
| નરી ફૂંકથી કરી ઇશારો વાત કરી નહીં જેવી
| |
| ::શું કરવું, ક્યાં જઇ નાખવી?
| |
| ::અડાબીડમાં સમજણ નામે ઘા
| |
| બાવાજી, અમને બહુ ગમતા આ ઘા!
| |
| </poem>
| |
|
| |
| '''<big>શબ્દચિત્ર</big>'''
| |
| == સૂરદાસ ==
| |
|
| |
| <poem>
| |
| {{Space}}શું ખોલું? શું મુંદુ નેણાં?
| |
| પલકવાર નવ અળગો જાણું નિશદિન વાજત હિરદે વેણા!
| |
|
| |
| {{Space}}કનક-જવાહીર લગીર ન ચાહું
| |
| {{Space}}મનસા મુકિત વિષય નિરીચ્છ
| |
| {{Space}}બહુ બડભાગી મળે મુકૂટમાં,
| |
| {{Space}}સ્થાન જરા થઈ રહેવા પિચ્છ
| |
| હુંને હરિવર, મિત પરસ્પર, એક બીજાં પર ઝરીએ ઝેણાં!
| |
| પલકવાર નવ અળગો જાણું નિશદિન વાજત હિરદે વેણા!
| |
|
| |
| {{Space}}હરિ ચરણોની રજ હું મુઠ્ઠી
| |
| {{Space}}વલ્લભ પરસ ભયો હિતકારી
| |
| {{Space}}સૂર : કહાં પાઉં, ક્યા ગાઉં?
| |
| {{Space}}જનમ જનમ જાઉં બલિહારી
| |
|
| |
| રઢ લાગી એક નામ સુમિરન, ભેદ નહિ કોઈ દિન વા રેણાં!
| |
| પલકવાર નવ અણગો જાણું નિશદિન વાજત હિરદે વેણા!
| |
| </poem>
| |
|
| |
| '''<big>ગઝલ</big>'''
| |
|
| |
| સવા ગજ ઊંચું છળે છે તો એમાં શું અચંબો છે?
| |
| કવિના શબ્દનાં પરમાણવાળું ગાડું છે સાહેબ
| |
|
| |
| == એક અ-નિયંત્રિત ગઝલ ==
| |
|
| |
| <poem>
| |
| ::ઓગળે દૃશ્યો બધાં ધુમ્મસ બની
| |
| :શ્વાસ મધ્યેની તિરાડો વિસ્તરો હજી...
| |
|
| |
| :::::ક્યાં હશે તું? ત્યાં? અહીં?
| |
| ચોતરફ ઘૂમી–ઘૂમી–ઘૂમી નજર પાછી વળી
| |
|
| |
| ::આ અચાનક શિલ્પના ઉચ્ચાર
| |
| ::::-થી દ્રવી ભાષા નવી
| |
|
| |
| :::કે તરસને લશ્કરી પડાવ
| |
| જળ વિહોણી ફક્ત એક જ વાતથી ઊઠ્યો છળી
| |
|
| |
| સાવ ખુલ્લે હાથ આવ્યો, નીકળ્યો ભરપૂર
| |
| :::કોણ જાણે આપ-લે શેની કરી
| |
|
| |
| :::શું ખબર? ઘટના હશે—અફવા હશે!
| |
| સૌ કહે છે : છેડતી સુગંધની પણ થઈ હતી
| |
| </poem>
| |
|
| |
| == વણજારા...રે ==
| |
|
| |
| <poem>
| |
| ઉપડ્યા લઈને ક્ષિતિજની પાર એવા સ્થળ વિશેની શોધ ઓ વણજારા....રે
| |
| ક્હેણરી બચકી ઉપર લાદી નવસ્ત્રી વ્યંજનાવત્ પોઠ ઓ વણજારા...રે
| |
|
| |
| રાવટી સાથે ઉખેડયાં ઋણની મુઠ્ઠી ભરી મેં છાતીએ ચાંપી લીધી
| |
| તું ખીલે વળગી રહેલી ધૂળ લઈને જીવમાં સંગોપ વણજારા...રે
| |
|
| |
| તરકટી તંબૂરથી વરસી પડેલું ભાન સવ્વાલાખનું પહેરી અને
| |
| દૂ...રના એંધાણમાં આવેશમય ગળતું હતું આ કોણ? આ વણજારા...રે
| |
|
| |
| કઈ દિશાનું આજ ખુલ્યું બારણું કે આ મતિભ્રમ દેશમાં ભૂલાં પડ્યાં
| |
| જો; જરા પાછું વળીને સામટા વેરાય અણઘડ કોડ ઓ વણજારા...રે
| |
|
| |
| પિંડીએ શતશત જનમનો થાક લવકે કેટલાં જોજન રહ્યાં બાકી હજી...
| |
| ના, ચરણ બેબાકળાં તત્કાળ પોકારી ઊઠે વિદ્રોહ ઓ વણજારા...રે
| |
| </poem>
| |
|
| |
| == પરિત્રાણ મૂકી ==
| |
|
| |
| <poem>
| |
| સોળવલ્લી ચૂપકીદીની અમસ્તી આણ મૂકી
| |
| હોઠ ઉપર આસમાની રંગની રસલ્હાણ મૂકી
| |
|
| |
| અબઘડી એ નિસર્યા આવાગમનની જાણ મૂકી
| |
| ખુશ્બૂઓ રમણે ચડી હો એવું કચ્ચરઘાણ મૂકી
| |
|
| |
| છો હીરા-માણેકનું હો, કિન્તુ એ બાજાર હૈ ના?
| |
| મૂલ્ય અંકાતાં અહીં સૌ સામે પલ્લે પહાણ મૂકી
| |
|
| |
| કૈં યુગોથી આ તુસાદી અશ્વ હણહણતા નથી, ને–
| |
| કૈં યુગોથી વિનવું છું નિત નવાં જોગાણ મૂકી
| |
|
| |
| તેં તઝ્ઝુલમાં જરા પરફ્યુમની મસ્તી ઉડાડી
| |
| તો તરન્નુમમાં અમે લોબાન જેવી ઘ્રાણ મૂકી
| |
|
| |
| એવું તે શું વૃક્ષના આ છાંયડાઓ પાથરે છે?
| |
| કેમ ખેંચે છે મને બેસી જવા પરિત્રાણ મૂકી?
| |
|
| |
| જલપરીઓની કથા જેવાં હતાં જે ભાવવિશ્વો–
| |
| એમાં ઉમેરણ કર્યું લ્યો! વ્યાપ ’ને ઊંડાણ મૂકી
| |
|
| |
| ચંદ્રનું સત ઓગળ્યું, જળ ચાંદી-ચાંદી થઈ ઊઠ્યાં, તો–
| |
| મેં ય મરજીવાઓ પાછળ ઝંપલાવ્યું વહાણ મૂકી
| |
| </poem>
| |
|
| |
| <small>જોગાણ = અશ્વોને તાકાત વધારવા ખવરાવાતા અનાજ-કઠોળ.</small>
| |
|
| |
| == ક્યાંથી લાવીએ? – ==
| |
|
| |
| <poem>
| |
| તાપસને તપનું હોય એવું ભાન ક્યાંથી લાવીએ?
| |
| ગપછપની વચ્ચે ગૂઢતા કે જ્ઞાન ક્યાંથી લાવીએ?
| |
|
| |
| ભીતરથી આરંભાઈ ’ને પહોંચાડે પાછાં ભીતરે
| |
| અનહદ, અલૌકિક, આગવું પ્રસ્થાન ક્યાંથી લાવીએ?
| |
|
| |
| પોતે જ આવીએ, ’ને પોતે આવકારીએ વળી –
| |
| હરરોજ ઘરના ઉંબરે મહેમાન ક્યાંથી લાવીએ?
| |
|
| |
| સંવેદનાઓ સઘળી થઈ ગઈ છે ઠરીને ઠીકરું
| |
| ત્સુનામી જેવું લોહીમાં તોફાન ક્યાંથી લાવીએ?
| |
|
| |
| ના, કોઈપણ રંગો મને એની પ્રતીતિ દઈ શક્યા
| |
| એ મુખડું રમણીય ભીનેવાન ક્યાંથી લાવીએ?
| |
|
| |
| ખીલા તો શું? એકેય સાચું વેણ સહેવાતું નથી
| |
| સમતા જ આભૂષણ બને એ કાન ક્યાંથી લાવીએ?
| |
|
| |
| પરભાતિયાં તો આપણે પણ આજ લગ ગાયાં કર્યા
| |
| કિન્તુ એ નમણાં નામનું સંધાન ક્યાંથી લાવીએ?
| |
| </poem>
| |
|
| |
| == નક્કર ખાતરી ==
| |
|
| |
| <poem>
| |
| આંખ છે, ક્યારેક ભીની થાય ચૂવે પણ ખરી
| |
| હા, પરંતુ જીવતાં હોવાની નક્કર ખાતરી
| |
|
| |
| જીવની પડખોપડખ જે બેસવા લાયક ઠરી
| |
| વ્યક્તિ એવી કેમ એકાએક આવી સાંભરી?
| |
|
| |
| જે ૨.પા.ના ગીતસંગ્રહમાં મૂકી’તી કાપલી
| |
| પાનું ખોલીને સવારે જોયું તો થઈ ગઈ પરી
| |
|
| |
| રાત તો હમણાં જ પૂરી થઈ જશે એ બીકમાં
| |
| મન અવાચક ’ને પ્રતીક્ષા થઈ બિચારી બ્હાવરી
| |
|
| |
| તું જૂનાં સૌ કાટલાં લઈ એ જ રસ્તા માપ્યા કર
| |
| હું તો ક્યાંનો ક્યાંય નીકળી જઈશ ચીલો ચાતરી
| |
|
| |
| ડાઘ પહેરણ પર જે લાગ્યા’તા છુપાવી ના શક્યા
| |
| કેવા કેવા ઘાટે જઈ અજમાવ્યા નુસખા આખરી
| |
|
| |
| કાળ! હે મોંઘા અતિથિ! તારો દરજ્જો જાણું છું.
| |
| આવ સત્કારું તને હું, કાળી જાજમ પાથરી
| |
| </poem>
| |
|
| |
| == મૂર્તિ કોતરાવી ==
| |
|
| |
| <poem>
| |
| કારણ વગરના સુખની નિત-નિત નરી ખુશાલી
| |
| મેં આ તરફથી ઝીલી ’ને આ તરફ ઉછાળી
| |
|
| |
| અંદરના ઊભરાની અંગત કરી ઉજાણી
| |
| લંબાવી હાથ જાતે, જાતે જ દીધી તાળી
| |
|
| |
| બે પંક્તિઓની વચ્ચેના સ્થાયી ભાવ જેવું
| |
| ધબકે છે ઝીણું ઝીણું કોઈ કસક અજાણી
| |
|
| |
| હું છેક એની સામે પહોંચ્યો હતો, પરંતુ–
| |
| ભગવાને સ્હેજ અડક્યો ત્યાં થઈ ગયો બદામી
| |
|
| |
| ના કોઈ કૈં જ જીતે, હારે ન કોઈ કંઈપણ
| |
| ભરપૂર જીવવાનું થઈને નર્યા જુગારી
| |
|
| |
| જ્યારે ’ને જેવું ઇચ્છો એ હાજરાહજૂર હો –
| |
| મનમાં જ એવી સુંદર એક મૂર્તિ કોતરાવી
| |
|
| |
| છું એ જ હું; સફરજન પણ એનું એ હજુ છે
| |
| તું પણ હજુય એવું નિરખે છે ધારી ધારી
| |
| </poem>
| |
|
| |
| == જિવાડશે ==
| |
|
| |
| <poem>
| |
| કોઈને સુખ કોઈને ન્યોછાવરી જિવાડશે
| |
| અમને કવિતા નામની સંજીવની જિવાડશે
| |
|
| |
| અણસમજ ભમરાની યજમાની કરી જિવાડશે
| |
| જાત ઓઢાડી કમળદળ-પાંખડી જિવાડશે
| |
|
| |
| શું વધારે જોઈએ? એક કાળજી જિવાડશે
| |
| લખ અછોવાનાં બરાબર લાગણી જિવાડશે
| |
|
| |
| હાથમાં હિંમત નથી ’ને પગ તો પાણીપાણી છે
| |
| તો હવે શ્રદ્ધાની ટેકણલાકડી જિવાડશે
| |
|
| |
| સાચાં-ખોટાંના બધાયે ભેદ તો સાપેક્ષ છે
| |
| શિર સલામત નહિ રહે તો પાઘડી જીવાડશે
| |
|
| |
| શું લખું? કયા શબ્દની આરાધના કેવી કરું?
| |
| ક્યાં ખબર છે! કઈ રીતે બારાખડી જીવાડશે
| |
|
| |
| ચાલ, થોડી લીલી-સૂકી સાચવીને રાખીએ
| |
| કૈં નહીં તો એ સ્મરણ, એ દાબડી જીવાડશે
| |
| </poem>
| |
|
| |
| == ચત-બઠ ==
| |
|
| |
| <poem>
| |
| એમાં શું કરવી ચત-બઠ
| |
| તું પણ શઠ ’ને હું પણ શઠ
| |
|
| |
| ગાંઠ વળી ગઈ છે નિંગઠ
| |
| થાય નહિ પાંચમની છઠ
| |
|
| |
| છૂટક – છૂટક કે લાગઠ
| |
| ફેરા ફરવાના અડસઠ
| |
|
| |
| ફતવા, ડંકા, તાબોટા
| |
| સૌને સૌના નિજી મઠ
| |
|
| |
| તારા સિંહાસન સામે
| |
| અમેય લે ઢાળ્યો બાજઠ
| |
|
| |
| તારે શું તડકો? શું ટાઢ?
| |
| ઓ... રે! પૂતળી સુક્કીભઠ
| |
|
| |
| અહીંથી હવે ઊડો ગઝલ!
| |
| બહુ જામી છે હકડેઠઠ
| |
|
| |
| અક્ષરનેય ભાંગ્યા, તોડ્યા
| |
| બાળક જેવી લઈને હઠ
| |
|
| |
| અવળે હાથે પીધો અર્ઘ્ય
| |
| અકોણાઈ ઊગી લાગઠ
| |
|
| |
| ‘અહાલેક’ –ની સામે બીજો
| |
| નાદ કોઈ માંડે ના બઠ
| |
|
| |
| તારે કારણ કે નરસિંહ!
| |
| વૈષ્ણવજન આખું સોરઠ
| |
|
| |
| અકોણાઈ : અવળચંડાઈ
| |
| </poem>
| |
|
| |
| == ગુણીજન ==
| |
|
| |
| <poem>
| |
| સહજ સાંભરે એક બાળા ગુણીજન,
| |
| ગઝલ ગીતની પાઠશાળા ગુણીજન.
| |
|
| |
| પ્રણયની પઢી પાંચ માળા ગુણીજન,
| |
| ખુલ્યાં બંધ દ્વારોનાં તાળાં ગુણીજન.
| |
|
| |
| નહીં છત મળે તો ગમે ત્યાં રહીશું,
| |
| ભરો કિન્તુ અહીંથી ઉચાળા ગુણીજન.
| |
|
| |
| કદી પદ-પ્રભાતી કદી હાંક, ડણકાં
| |
| ગજવતા રહે ગીરગાળા ગુણીજન
| |
|
| |
| પડ્યો બોલ ઝીલે, ઢળે ઢાળ માફક
| |
| નીરખમાં ય નમણાં, નિરાળાં ગુણીજન
| |
|
| |
| ધવલ રાત્રી જાણે ધુમાડો ધુમાડો
| |
| અને અંગ દિવસોનાં કાળાં ગુણીજન
| |
|
| |
| આ મત્લાથી મક્તા સુધી પહોંચતા તો
| |
| રચાઈ જતી રાગમાળા ગુણીજન
| |
| </poem>
| |
|
| |
| '''રંગીન માછલી છે'''
| |
|
| |
| <poem>
| |
| ઝાંખા ઉજાસ વચ્ચે તેં જે કથા કહી છે
| |
| સાંભળજે કાન દઈને એની જ આ કડી છે
| |
|
| |
| પંખી યુગલને વડલાની ડાળ સાંપડી છે
| |
| ’ને ક્રોંચવધની ઘટના જીવમાં ઝમી રહી છે
| |
|
| |
| પળને બનાવે પથ્થર, પથ્થરને પારદર્શક
| |
| તાકી રહી છે કોને આ કોની આંગળી છે?
| |
|
| |
| નખ હોય તો કપાવું, દખ હોય તો નિવારું
| |
| ભીતરને ભેદતી આ મારી જ પાંસળી છે
| |
|
| |
| કાજળ બનીને આવો કે જળ બની પધારો,
| |
| પાંપણથી નમણી બીજી ક્યાં કોઈ પાલખી છે?
| |
|
| |
| ઇચ્છાના કાચઘરમાં એ કેદ થાય અંતે,
| |
| માણસનું નામ બીજું રંગીન માછલી છે
| |
| </poem>
| |
|
| |
| '''<big>છપ્પા-ગઝલ</big>'''
| |
|
| |
| == ભેદે ભાષાનું વર્તુળ! ==
| |
|
| |
| <poem>
| |
| સામે ચાલી માગ્યાં શૂળ,
| |
| પહેર્યાં જાણીને પટકૂળ
| |
|
| |
| વ્હાલું જેને મુંબઈધામ,
| |
| એને શું મથુરા-ગોકુળ?
| |
|
| |
| એ શું સ્વાદનો જાણે મર્મ?
| |
| બહુ બોલકા ચાખે ગૂળ!
| |
|
| |
| નક્કી પામે એ નિર્વાણ
| |
| ભેદે ભાષાનું વર્તુળ!
| |
|
| |
| ભીંતો હારી બેઠી હામ,
| |
| અને ઈમલો પણ વ્યાકુળ
| |
|
| |
| ભાગી છૂટ્યાં થઈ એકજૂથ
| |
| ઘરડી ઇમારતનાં મૂળ!
| |
|
| |
| તર્યા-ડૂબ્યાની મળે ના ભાળ
| |
| અડસટ્ટે ઈકોતેર કુળ
| |
|
| |
| ઝાલીને માળાનો મે’ર
| |
| નર્યા સૂક્ષ્મને કીધું સ્થૂળ!!
| |
| </poem>
| |
|
| |
| ગૂળ = ગોળ; ઈમલો = કાટમાળ
| |
|
| |
| == બોલે ઝીણા મોર ==
| |
|
| |
| <poem>
| |
| રાધે તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર...
| |
| કિન્તુ ના સમજાય અમે તો જન્મજાત નઠ્ઠોર
| |
|
| |
| બધું ઓગળ્યું પણ નથી ઓગળતો અડિયલ તોર
| |
| આરપાર જો તું નીકળે તો રહીએ શું નક્કોર?
| |
|
| |
| ક્ષણિક આગિયા જેવું ઝબકો તો પણ ધનધન ભાગ્ય!
| |
| એ રીતે પણ ભલે ચીરાતું અંધારું ઘનઘોર
| |
|
| |
| છો ને અકબંધ રહે સમજની પાર રહેલા વિશ્વ
| |
| અથવા તેં શા કાજે આપી દૃષ્ટિ આ કમજોર?
| |
|
| |
| લઈ અજાણ્યા ઝબકારાને ઓળખવાનું બ્હાનું
| |
| સમી સાંજથી બેઠા’તા ’ને પ્રગટી ચૂકી ભોર
| |
|
| |
| શા માટે આ કવિતામાં એક અર્થ... અર્થ...ની બૂમ
| |
| કોને ના સમજાતાં જુદા ચીસ અને કલશોર!
| |
| </poem>
| |
|
| |
| (પ્રથમ પંક્તિ-સંતકવયિત્રી મીરાંબાઈ)
| |
|
| |
| == મોતી કૈસા રંગા? ==
| |
|
| |
| <poem>
| |
| દેખ્યા હો તો કહી બતલાવો મોતી કૈસા રંગા?
| |
| જાણે કોઈ સુજ્ઞ કવિજન યા કો’ ફકીર મલંગા
| |
|
| |
| મનમાં ને મનમાં જ રહે લયલીન મહા મનચંગા
| |
| સ્વયં કાંકરી, સ્વયં જળમાં ઊઠતા સહજ તરંગા
| |
|
| |
| જ્યાં લાગે પોતાનું ત્યાં નાખીને રહેતા ડંગા
| |
| મોજ પડે તો મુક્તકંઠથી ગાવે ભજન-અભંગા
| |
|
| |
| એ વ્યષ્ટિને એ જ સમષ્ટિ એ ‘આ’ને એ ‘તે’ જ
| |
| એ આકાશી તખ્ત શોધવા ભમતા ભગ્ન પતંગા
| |
|
| |
| ધૂસર વહેતી તમસામાં એક દીપ-સ્મરણના ટેકે
| |
| રોજ ઉતરીએ પાર લઈને કોરાકટ્ટ સૌ અંગા
| |
|
| |
| મનવાસી જન્મે મનમધ્યે જાત – રહિતા જાતક
| |
| રંગ રૂપ આકાર વિનાયે અતિ સુન્દર સરવંગા
| |
| </poem>
| |
|
| |
| (પ્રથમ પંક્તિ - ભક્તકવિ અરજણદાસ)
| |
| સ્મરણ - શ્રી નરોત્તમ પલાણ સાહેબ
| |
|
| |
| == શું કરું? ==
| |
|
| |
| <poem>
| |
| પ્રપંચનો પહાડ પાર થાય તો પ્રગટ કરું
| |
| ઝીણું અમસ્તું રેતકણ હું કોની સામે વટ કરું?
| |
|
| |
| ન રાખું કૈં જ ગુપ્ત, ન કશીય ચોખવટ કરું
| |
| રહસ્ય એ જ ઘેન હો, તો ઘૂંટી-ઘૂંટી ઘટ કરું
| |
|
| |
| બહુ જ ગોળ ગોળ લાંબુલચ કથ્યા કરે છે તું
| |
| કરું હું સાવ અરધી વાત, કિન્તુ ચોખ્ખીચટ કરું
| |
|
| |
| લે, ચાલ સાથે ચાલીએ મુકામ શોધીએ નવા
| |
| નિભાવ સાથ તું, તો તારા સાથનું શકટ કરું
| |
|
| |
| અમેય થોડા ભીતરે અજંપ ધરબી રાખ્યા છે –
| |
| ચડ્યો છે કાટ કેવો જોઉં, કે ઊલટપૂલટ કરું?
| |
|
| |
| હું એ જ કારણે રહું સ્મરણની હદથી દૂર... દૂર...
| |
| છે ઠંડી ઠંડી આગ એ, વધારે શું નિકટ કરું?
| |
|
| |
| છે ભાવમય, તું શબ્દની સપાટીએ ના સાંપડે
| |
| હો પથ્થરોનું શિલ્પ તો હું શું કરું? કપટ કરું?
| |
| </poem>
| |
|
| |
| == પ્રમાણિત છે સાહેબ ==
| |
|
| |
| <poem>
| |
| લયથી ઉપર ગયા તે લયાન્વિત છે સાહેબ
| |
| બાકી પ્રવાહમાં જ પ્રવાહિત છે સાહેબ
| |
|
| |
| વાણીની ચોથી વશથી વિભૂષિત છે સાહેબ
| |
| સમજાય તો સરળ રીતે સાબિત છે સાહેબ
| |
|
| |
| બારાખડીની બહાર જે મંડિત છે સાહેબ
| |
| તે સૌ સ્વરોમાં તું જ સમાહિત છે સાહેબ
| |
|
| |
| કોણે નદીનાં વ્હેણ વહાવ્યાં કવન વિશે?
| |
| ’ને કોણ બુન્દ બુન્દુ તિરોહિત છે સાહેબ
| |
|
| |
| વૃક્ષોના કાનમાં જે પવન મંત્ર ફૂંકતો
| |
| તેના વિશે અજ્ઞાત સૌ પંડિત છે સાહેબ
| |
|
| |
| અંગત હકીકતો જ અભિવ્યક્ત થઈ કિન્તુ
| |
| તારા પ્રમાણથી ય પ્રમાણિત છે સાહેબ
| |
|
| |
| સઘળી સમજનો છેવટે નિષ્કર્ષ એ મળ્યો
| |
| છું ક્યાંક હું, તો ક્યાંક તું ચર્ચિત છે સાહેબ
| |
| </poem>
| |
|
| |
| == સાધુ છે સાહેબ ==
| |
|
| |
| <poem>
| |
| તમસ ’ને તેજ તો સિક્કાની બેઉ બાજુ છે સાહેબ
| |
| સમજ હો એવી એ જન આશિખાનખ સાધુ છે સાહેબ
| |
|
| |
| ખરેખર વ્યક્ત થાવું એ જ તો અજવાળું છે સાહેબ
| |
| મઝા પડવી ના પડવી તો રૂપાળા જાદુ છે સાહેબ
| |
|
| |
| દિશાઓ ચારે ખુલ્લી હો અને નભ કોરુંકટ તો પણ
| |
| હૃદયરસના છલકવાની ઋતુઃ ચોમાસું છે સાહેબ
| |
|
| |
| જુદા સંજોગવશ ના આપણે આવી શક્યા નજદીક
| |
| વસો છો આપ જ્યાં એ મારું પણ ઠેકાણું છે સાહેબ
| |
|
| |
| સવા ગજ ઊંચું ચાલે છે તો એમાં શું અચંબો છે?
| |
| કવિના શબ્દનાં પરમાણવાળું ગાડું છે સાહેબ
| |
| </poem>
| |
|
| |
| == વારી વારી... જઈશું ! ==
| |
|
| |
| <poem>
| |
| ધલવલાટ ધરશું ‘ને વારી... વારી... જઈશું!
| |
| જાતથી ઝઘડશું ‘ને વારી... વારી... જઈશું!
| |
|
| |
| ભેળાં ભેળાં રમશું ‘ને વારી... વારી... જઈશું!
| |
| નથણી જેમ જડશું ‘ને વારી... વારી... જઈશું!
| |
|
| |
| ઓળઘોળ કરશું ‘ને વારી... વારી... જઈશું!
| |
| આંખથી ઊભરશું ‘ને વારી... વારી... જઈશું!
| |
|
| |
| વેણે વેણે ઠરવા, સુગંધ જેવું તરવાં!
| |
| ઝીણું-ઝીણું ઝરશું ‘ને વારી... વારી... જઈશું!
| |
|
| |
| તંત-તંત જેનાથી છે સભર, સમર્પિત–
| |
| વારી-વારી વરશું ‘ને વારી... વારી... જઈશું!
| |
|
| |
| સ્પર્શ ઊપસી આવ્યા પટોળાભાત થઈ ત્યાં
| |
| રંગ થઈ ઊઘડશું’ને વારી... વારી... જઈશું!
| |
|
| |
| મોરપિચ્છ વીંઝીને વેર વાળવાના
| |
| મનસૂબાઓ ઘડશું ‘ને વારી... વારી... જઈશું!
| |
|
| |
| શ્રી! તમારી સાથે સ્વનામ સાંકળી લઈ
| |
| હક કરી હરખશું ’ને વારી... વારી... જઈશું!
| |
|
| |
| પળ-પ્રહરના અવસર ઘડી-ઘડીના ઓચ્છવ
| |
| નિત નવા ઊજવશું ‘ને વારી... વારી... જઈશું!
| |
| </poem>
| |
| (સ્મરણ : પ્રેમલક્ષણાના આરાધકો નરસિંહથી મોરાર સાહેબ)
| |
|
| |
| ગઝલ ત્રિપદી
| |
| == કવિ ==
| |
|
| |
| <poem>
| |
| ધરબી શકે જો પાછો
| |
| બંદૂકમાં ભડાકો
| |
| ત્યારે કવિ તું પાકો
| |
|
| |
| વીંધે, પરોવે, પ્હેરે
| |
| નિઃશબ્દનો ઇલાકો
| |
| ત્યારે કવિ તું પાકો
| |
|
| |
| નેવાંનાં પાણી મોભે
| |
| વાળીને પાડે હાંકો
| |
| ત્યારે કવિ તું પાકો
| |
|
| |
| હો ફાટ્યું થાકી, હારી
| |
| એ વસ્ત્રને લે ટાંકો
| |
| ત્યારે કવિ તું પાકો
| |
|
| |
| ઉઝરવા હો ઉત્સુક
| |
| નિત દૂઝતો સબાકો
| |
| ત્યારે કવિ તું પાકો
| |
|
| |
| તરકીબ ’ને તરીકા
| |
| છાંડી જમાવે છાકો
| |
| ત્યારે કવિ તું પાકો
| |
| </poem>
| |
|
| |
| '''અંતઃરસમાં ઊતરી...'''
| |
|
| |
| <poem>
| |
| તાર સાથે આંગળીઓ સંતલસમાં ઊતરી
| |
| લ્યો! ગઝલ છેડી નવેનવ અંતઃરસમાં ઊતરી
| |
|
| |
| સતઘડીએ લાગણી મૂલવતાં રસમાં ઊતરી
| |
| ઝીણી ઝીણી કાળજી લીધી તો કસમાં ઊતરી
| |
|
| |
| દુઃખતા રઘવાટ તો સૌ ભીતરે ધરબી દીધા
| |
| તો શરી૨ી સૌ સમસ્યા ઉધરસમાં ઊતરી
| |
|
| |
| આઠ-દસ પીડા, વ્યથાઓએ નગર માથે લીધું
| |
| આપદા બાકી હતી તે છેલ્લી બસમાં ઊતરી
| |
|
| |
| સાંજની કોઈ વિલંબિત રાગિણીની લય-છટા
| |
| સમ ઉપર આવી અને સીધી જ નસમાં ઊતરી
| |
|
| |
| સામસામે બેઉંને જો હેડકી ઊપડી છતાં
| |
| જોખમી અંટસ જરા પણ ના જણસમાં ઊતરી
| |
|
| |
| આખું ઘર છે સ્તબ્ધ ’ને વ્યાકુળ શેરી, ચોક પણ -
| |
| ‘તું નથી’ની વાત વકરી, તો તમસમાં ઊતરી
| |
|
| |
| સાંભળ્યા ગુલઝારને, ગઝલો ય વાંચી શ્યામની -
| |
| છેવટે સાચી ‘હકીકત’ સોમરસમાં ઊતરી
| |
|
| |
| જો ગઝલના ગામમાં દુષ્કાળ લીલા ત્રાટક્યાં
| |
| ગીત-આનાવારી પણ માઠા વરસમાં ઊતરી
| |
| </poem>
| |
|
| |
| == એવાય દિવસો આવશે ==
| |
|
| |
| <poem>
| |
| દૃષ્ટિમાં અંધારા દ્રવે એવાય દિવસો આવશે
| |
| સંધાય, તૂટે અનુક્રમે એવાય દિવસો આવશે
| |
|
| |
| બુઠ્ઠા પ્રયત્નોની અણી બટકે છતાં છેદાય ના –
| |
| ’ને અર્થ તળમાં ત્રમત્રમે એવાય દિવસો આવશે
| |
|
| |
|
| |
| વિસ્ફોટ પેલી પાર થાશે ’ને અહીં હારાકીરી –
| |
| – મચવી જશે સૌનાં દ્રગે એવાય દિવસો આવશે
| |
|
| |
| સૈકાઓના કોલાહલોને ભેદતા મારા સ્વરો
| |
| હું સાંભળું આ સાંપ્રતે એવાય દિવસો આવશે
| |
|
| |
| ભાગું શરીરી સખ્ય છોડી બહાર તે પહેલાં મને
| |
| કો’ અન્ય આવીને ગ્રસે એવાય દિવસો આવશે
| |
|
| |
| ક્ષણ-ક્ષણના ફૂંકાતા પ્રલય વચ્ચે નર્યા નિરાંતવાં
| |
| બેસાય જેના આશ્રયે એવાય દિવસો આવશે
| |
|
| |
| ચાલો સુગંધી સૃષ્ટિમાં મળશું ફરી સુગંધ થઈ
| |
| તું કાનમાં એવું સ્રવે એવાય દિવસો આવશે
| |
| </poem>
| |
|
| |
| હારાકીરી : સામુહિક આત્મહત્યાથી ફેલાતા ત્રાસનું વાતાવરણ
| |
|
| |
| == લે લાગી છે ==
| |
|
| |
| <poem>
| |
| અડગ અડીખમ, ઓછરવું જાણે ના તલભર લે લાગી છે
| |
| કચકચાવી ભેટી પડીએ એવી ભીતર લે લાગી છે
| |
|
| |
| નામ-ઠામ કે સરનામા વિનાની સધ્ધર લે લાગી છે
| |
| કળી રહી છે થઈને ઝીણું ઝીણું કળતર લે લાગી છે
| |
|
| |
| ઘરની છત-દીવાલ ફૂંકવે થઈ ફણીધર લે લાગી છે
| |
| લઈ નિમંત્રણ દરવાજે ઊભો માણીગર લે લાગી છે
| |
|
| |
| ઝીલી લે સૌ સ્થાનકના સત્કાર અરે ઓ મહામારગી!
| |
| નીકળી જા કુંડાળું છોડી ઠીક સમયસર લે લાગી છે
| |
|
| |
| આ તે કયું કૌતુક ભેદ ના ભાસે બિલકુલ લય, પ્રલયમાં
| |
| વ્હાલ ઊગ્યું છે એની સાવ લગોલગ જબ્બર લે લાગી છે
| |
|
| |
| સ્વાદ ધ્રાણ રસ રૂપ બધુંયે ખરી પડે એક ખોંખારામાં
| |
| ઝીલે ના કોઈ જરા સરીખી ઝીંક વખંભર લે લાગી છે
| |
|
| |
| કોને ક્યાં ક્યાં કેવી લાગી એ પૂછીને પંડિત ન થા
| |
| પ્રેમીજન શી દૃષ્ટિ કેળવ જો સરાસર લે લાગી છે
| |
|
| |
| ક્યાંક કળાશે તંબૂરરવમાં, ક્યાંક કથામાં કથાઈ રહી છે
| |
| ક્યાંક અજાચક, અણજાણી, અણકથ ઘરોઘર લે લાગી છે
| |
|
| |
| લે-માંને લે-માં જ હવે તો ઝળી રહી છે જાત સદંતર
| |
| ઝાલો તો ઝાલો હળવેથી બાંય હરિવર! લે લાગી છે
| |
| </poem>
| |
|
| |
| == લ્હાવો લે છે ==
| |
|
| |
| <poem>
| |
| રસ ઘૂંટી રસપ્રદ બનાવી લ્હાવો લે છે
| |
| સાચ-જૂઠને ચાવીચાવી લ્હાવો લે છે
| |
|
| |
| દંતકથામાંથી એક દોરો ખેંચી કાઢી
| |
| અફવાઓ આભે ચગાવી લ્હાવો લે છે
| |
|
| |
| ભલે સત્યના સ્વામી એ કહેવડાવે કિંતુ
| |
| હકીકતોને હચમચાવી લ્હાવો લે છે
| |
|
| |
| પરમ પ્રકૃતિપ્રેમીના હક્કદાવા માટે
| |
| ઝરણાનું ટેટૂં ચીપકાવી લ્હાવો લે છે
| |
|
| |
| ઊડી ગયેલા પોપટ સાથે વેર વાળવા
| |
| બાઈ સીતાપિંજર પઢાવી લ્હાવો લે છે
| |
|
| |
| સમજીને પોતાને સમકક્ષ મીર-ગાલિબના
| |
| વાતેવાતે નામ વટાવી લ્હાવો લે છે
| |
|
| |
| સો ટચનો કોઈ શબ્દ પારખી તું પણ લઈ જો
| |
| જ્યમ તાળું ખુલ્યાનો ચાવી લ્હાવો લે છે
| |
| </poem>
| |
|
| |
| == રાજા! ==
| |
|
| |
| <poem>
| |
| અંગો બિછાવી વ્હાલથી વરશું તને રાજા!
| |
| ઓવારણે ને આંસુડે ફળશું તને રાજા!
| |
|
| |
| તારી ક્ષણેક્ષણમાં સતત ઊગીને આથમશું
| |
| આઠે પ્રહર આકંઠ સાંભરશું તને રાજા!
| |
|
| |
| અરધી કળાથી પ્રગટે તો અરધા જ ઊંઘડશું
| |
| આઠમના અરધા ચંદ્ર, જીરવશું તને રાજા!
| |
|
| |
| કંકાવટી કેસરની લઈને વાટ નીરખશું
| |
| તું આવ તો, પહેલું તિલક કરશું તને રાજા!
| |
|
| |
| વનવેલ થઈને મહોરશું, ને ફાલશું, ફળશું
| |
| નમતી પરોઢે છેક પરહરશું તને રાજા!
| |
|
| |
| મોસમનાં નવલાં ધાન્ય જેવી ખેવના કરશું
| |
| ઝીણાં જતનથી નિત્ય જાળવશું તને રાજા!
| |
|
| |
| થઈને અષાઢી સાંજ તારા રસ્તે ઘેરાશું
| |
| કલહાસ ને કેકાથી કરગરશું તને રાજા!
| |
| </poem>
| |
|
| |
| == તને રાણી! ==
| |
|
| |
| <poem>
| |
| વરસાદી સ્વપ્નો વચ્ચેથી હરશું તને રાણી!
| |
| નિત નિત નવું વરસીને ભીંજવશું તને રાણી!
| |
|
| |
| હૈયે ઠરી હળશું અને મળશું તને રાણી!
| |
| ખોવાઈ જઈશું ને ફરી જડશું તને રાણી!
| |
|
| |
| સૌ ટાઢ-તડકા, વાયરાને ખાળશું, ખમશું
| |
| સૌહાર્દના છાંયાથી છાવરશું તને રાણી!
| |
|
| |
| એકાંત, અંગતતા બધું અર્પણ કરી દઈશું
| |
| મેળા, મહોત્સવ જેમ ઊજવશું તને રાણી!
| |
|
| |
| પંડિત પુરાણીએ કહ્યું : છે પાણીનો તું પિંડ
| |
| તો પાણી-પાણી થઈને વિનવશું તેને રાણી!
| |
|
| |
| વહેલી પરોઢે થઈ નવું નક્ષત્ર ઊગે છે તું
| |
| ત્યાં જાગરણ જેવું જ સાંપડશું તને રાણી!
| |
|
| |
| ચંપા-ચમેલી જેમ તારી વેણીએ મહેકી–
| |
| કરમાઈ જાશું તે છતાં ગમશું તને રાણી!
| |
| </poem>
| |
|
| |
| == સમજાતાં નથી ==
| |
|
| |
| <poem>
| |
| ભીતરી પીડાનાં શરસંધાન સમજાતાં નથી
| |
| ત્યાં કદીયે ભેંસ કે ભગવાન સમજાતાં નથી.
| |
|
| |
| વૃક્ષને થડ, મૂળ, ડાળી, પાન સમજાતાં નથી
| |
| ત્યારે પંખીને સ્વયંના ગાન સમજાતાં નથી
| |
|
| |
| છેક જ્ઞાનેન્દ્રિય દ્વારા જ્ઞાત હોવું જોઈએ
| |
| વર્ણનોથી ધૂપ કે લોબાન સમજાતાં નથી
| |
|
| |
| હાથમાં એના દિશાસૂચન મૂક્યુંં છે વહાણનું
| |
| જેમને નૈઋત્ય ને ઈશાન સમજાતા નથી
| |
|
| |
| શ્વાસ ઊંડા લો કે આસન વાળીને બેસી રહો
| |
| વ્યર્થ છે સૌ જ્યાં સુધી સ્વસ્તાન સમજાતાં નથી
| |
|
| |
| એ ખરું કે સ્પર્શની ભીનપ સુધી પહોંચાય છે
| |
| પણ ત્વચા ઉપર થતાં તોફાન સમજાતાં નથી
| |
|
| |
| આપને હું કઈ રીતે વૈષ્ણવ કહું? હે ભક્તજન
| |
| રાસ સમજાતા નથી, રસખાન સમજાતા નથી
| |
| </poem>
| |
|
| |
| '''<big>અછાંદસ - ગદ્યકાવ્ય</big>'''
| |
|
| |
| આડી અવળી પરંતુ લયબદ્ધ
| |
| નાની મોટી કબરો
| |
| જે નથી તેની રાહ જોતી
| |
| અને છે તેની પ્રતીતિ વિનાની
| |
|
| |
| == છરી ==
| |
|
| |
| <poem>
| |
| એ લોકો
| |
| મરેલા ઢોરનું ચામડું ઉતારે
| |
| તે લોકો
| |
| કેન્સરની ગાંઠ સુધી પહોંચવા
| |
| કરુણાસભર નિર્દયતાથી જીવતા માણસનું અંગ ચીરે
| |
|
| |
| કોઈક સ્ટેબિંગ માટે મારી આનાકાનીને ગાંઠે નહીં
| |
| ઘડીના છઠ્ઠા ભાગમાં મારો રંગ બદલી દે.
| |
| કોઈ ગૃહિણી મને પંપાળતી હોય તેમ
| |
| સવારના નાસ્તાની પ્લેટ માટે તાજાં ફળની છાલ ઉતારે
| |
|
| |
| બધુ સ્થિર અને સંપન્ન રીતે મારા સાક્ષીભાવમાં ઉમેરાતું રહે
| |
|
| |
| કોઈ મને ઘડવામાં આવી હોય તે લોઢાનાં મૂળ-કુળ વિશે વિચારતું નથી.
| |
| જેમ પોતાના આદિસ્ત્રી-પુરૂષ માટે પાછળ જોવાની ટેવ નથી એને.
| |
| એનાં કામની નિપુણતા
| |
| વર્તમાનને ચાવ્યે રાખતાં અને ભવિષ્યનાં ટૂકડેટૂકડે એકઠું કરતા વધે છે.
| |
| તેમ તેઓ સમજી ચૂક્યા છે.
| |
|
| |
| મને કાટ ના લાગે કે ધાર તેજ રહે એની કાળજી એ લોકો લે છે
| |
| પરંતુ, પોતાની સ્મૃતિઓ કે સંવેદનાઓને માંઝતા નથી.
| |
| વસ્તુસાપેક્ષ હોવાના વરદાનની એ જાહેરાત નથી આપતા
| |
| અને ભૂલતા પણ નથી
| |
|
| |
| ધર્મની મહાપાઠશાળા હું
| |
| આ બધું જ જાણું
| |
| અને એ ય જાણું કે, મારી પાસેથી જ એ લોકો સ્થિતપ્રજ્ઞતાના પાઠ શીખે છે
| |
|
| |
| મારી જેમ જ આ લોકો સુખ-દુઃખથી પર છે.
| |
| </poem>
| |
|
| |
| == કબ્રસ્તાનમાં આંબલી ==
| |
|
| |
| <poem>
| |
| શહેરની વચ્ચોવચ્ચ
| |
| કહોને કે છાતી ઉપર જ લગભગ
| |
| કબ્રસ્તાન
| |
| ધબકે
| |
| માત્ર ડાઘુઓની નીરવ, ધીમી
| |
| છતાં ચોક્કસ લક્ષ્ય તરફની મક્કમ આવ-જાથી.
| |
|
| |
| આમ તો, કોઈપણ શહેરમાં હોય છે એવું જ,
| |
| એક અર્થમાં રળિયામણું પણ કહી શકો.
| |
|
| |
| મોટો કટાયેલો દરવાજો
| |
| કદીક હશે ઝેરી લીલા રંગનો
| |
| પણ આજે તો ભૂખરો
| |
| એટલે કે કબ્રસ્તાનને હોય છે એવો.
| |
| આડી અવળી પરંતુ લયબદ્ધ
| |
| નાની મોટી કબરો
| |
| જે નથી તેની રાહ જોતી
| |
| અને છે તેની પ્રતીતિ વિનાની.
| |
| આપણે મોટાભાગે ઓળખતાં જ હોઈએ
| |
| તેવાં વૃક્ષો
| |
| બાગ-બગીચામાં હોય છે એવાં
| |
| છતાં વિધાનના જોખમે કહી શકાય કે,
| |
| એક રાગ એવો જે અહીં વધુ વિલંબિત
| |
| આ બધાં સાથે ભળી ગયેલી
| |
| આંબલીઓ
| |
| ઘણી જ; લીલીછમ્મ અને હમણાં તો–
| |
| કાતરાથી ભરીભાદરી
| |
| ઝૂકેલી લથબથ ડાળો
| |
| આંટીએ ચડે એકબીજાની.
| |
|
| |
| મને
| |
| અમારા ગોંદરાની આંબલીઓ યાદ આવી
| |
| કહેવાતું
| |
| ત્યાં તો ચુડેલનો વાસ
| |
| આછું અંધારું ઊતરે
| |
| પછી તો કોઈ ફરકે નહીં આસપાસ
| |
| પણ–
| |
| આ તો શહેરનાં નીતિ-નિયમથી ઝળાંહળાં
| |
| અજવાળાંનાં શાસનમાં ખડે પગે કતારબદ્ધ
| |
| એના કાતરાનો સ્વાદ પણ શરતી
| |
| સાવધાનીને અનુસરતો
| |
| ખાટ્ટો, મીઠ્ઠો, કડવો, તૂરો.
| |
|
| |
| લાગે છે,
| |
| ઊંડાણે જઈ લંબાયાં હશે મૂળ
| |
| ચૂસાઈને ઊંચે ચડ્યો હશે,
| |
| અસ્થિઓમાં જીવતો સ્વભાવ
| |
| જે આવી બેઠો જીભના ટેરવે.
| |
| </poem>
| |
|
| |
| == ખનન ==
| |
|
| |
| <poem>
| |
| પ્રશ્નો
| |
| અથડાય આડેધડ
| |
| ક્યારેક ગોફણમાંથી છટકી
| |
| વીંઝાય
| |
| તે પડે છેક સમુદ્રધુનિઓ ભેદતા,
| |
| કરાલ ભેખડો ભાંગી,
| |
| આવી ચડે છીછરાં જળમાં,
| |
| માઈક્રોબ્સમાં ઊછરે;
| |
|
| |
| ક્યારેક વ્હાલછોયા થઈ આળોટી પડે પગમાં
| |
| ઘૂમરાય ભમરડા થઈ
| |
| ઘેઘૂર સાદે રાગડા તાણી રજૂ થાય
| |
| ચાટે, ચપ્ ચપ્ લબકારા લેતા
| |
| સૂંઘે
| |
| સજાતીય સાથે હાથ મેળવી હરખાય, અને
| |
| વિજાતીયથી આકર્ષાઈને એકમાંથી થાય અનેક
| |
| બેવડાય, બદલાય, ધારણા મુજબના રંગ ધારણ કરે
| |
| તાણો તો તણાય
| |
| લાંબાલચ્ચ થઈ પહોળા પટે પડ્યા રહે
| |
| દાબો તો દબાતી સ્પ્રિંગ
| |
| પ્રશ્નો- પથ્થર, પ્રાણી, ભીડ, નટબજાણીઆ, કાચની આંખો
| |
| જે હોય પણ ભાળે નહીં કાંઈ
| |
| કાચંડા
| |
| પ્રશ્નો–
| |
| Not to be loose shunted
| |
| જોયાં કરવાની હારમાળાંઓ...
| |
| લાંબી અકળામણો
| |
| કીકીઓને છારી બાઝે
| |
| હાથ ખરડાય,
| |
| ગોઠણ-ઘૂંટીઓ વચ્ચે વિસ્તરે કળતર
| |
| આગ આગ પ્રસરે આદેશ આપતી આંટીઘૂંટીઓમાં
| |
| તારણો
| |
| નિષ્કર્ષો પછી
| |
| ઊઠે અસ્ત્ર
| |
| બોરના ઠળિયામાં છુપાઈ રહેલું
| |
| ખણી કાઢવા, થાય બ્રહ્માસ્ત્ર કે અગ્ન્યસ્ત્ર
| |
| છૂટે તેવો
| |
| પ્રહાર
| |
| ને માત્ર છરકો પડે ટચલી આંગળી પર
| |
| થડકો, ઊંહકાર
| |
| કોઈ સાંભળે ન સાંભળે ત્યાં તો
| |
| પ્રગટે ઊગતા સૂરજનો પણ
| |
| વહે અટકી અટકીને
| |
| પ્રસરે
| |
| ભીની આંખે લાલ લિસોટા વળગે
| |
| રાખ ઉડાડતા પંખી થઈ
| |
| રક્તકણો ફોડી, ફેદી
| |
| હુહુકારા
| |
| ખિખિયાટા કરતી, ઘેરી વળે
| |
| બોંતેર પેઢીઓ
| |
| નાગ, વૃષભ, વરાહ આવે
| |
| આવે મચ્છ, કચ્છપ ને કલ્કિ
| |
| લાઈનો લાગે
| |
| અચરજને આંબવાનાં હવાતિયાં
| |
| ડ્હોળાય
| |
| જુએ મૂંગામંતર બની
| |
| ધીમે ધીમે ઘટતું
| |
| ખૂટે
| |
| ધક્કે ચડે, અથડાય
| |
| સ્પર્શે, ચાખે, ચાવે, ઉતરડે
| |
| ચામડીનાં પડળ ચૂંથે
| |
| છેક તળમાંથી બોર્નમેરોના મુઠ્ઠા ભરાય
| |
| રંગબેરંગી દ્રાવણોમાં ભેળવાય, ઝબોળાય
| |
| નિરીક્ષણો નોંધાય
| |
| કણકણ તપાસાય
| |
| તોળાય...
| |
|
| |
| બધાં ક્રિયાપદો ખૂટે પછી
| |
| અકર્મણ્યભાવથી ભોળવાઈને તાકી રહે,
| |
| ’ને શરૂ થાય
| |
| શબ્દવિહીન માત્ર ઘુરકિયાં...
| |
|
| |
| એકબીજા સાથે ઝઘડતા હે મારા પૂર્વજો
| |
| તમારી તીક્ષ્ણ વિલક્ષણતાઓ
| |
| શતરંજની ચાલની રીતે અજમાવતાં
| |
| પરિણામ તો મળશે
| |
| પણ ફંટાઈ જશો અણધાર્યા જ.
| |
| પછી
| |
| પેઢી દરપેઢી
| |
| શતરંજો ગોઠવાશે
| |
| ચાલો ચલાશે
| |
| નિર્ણયો
| |
| ગૂંચવણો
| |
| તાત્પર્યોની તીણી પિપૂડીઓ
| |
| ગજવશે ઐરાવતોનાં કુંભસ્થળો
| |
| મદઝરતાં વ્હેણો વહેશે
| |
| તણાશે
| |
| તરશે ટીપું થયેલો સૂરજ.
| |
|
| |
| જાતિ-પ્રજાતિ, સરિસૃપ અને સ્તનધારી
| |
| જળચર-ખેચર-ભૂચર વિશે,
| |
| બોલતાં-બબડતાં-વિચારતાં વિશે વિગતો મેળવાશે
| |
| હિમોગ્લૉબિનના આંક
| |
| અને શુગરના ટકા નોંધાશે
| |
| ગૌત્ર અને ગૃપ નક્કી થશે
| |
| પરંતુ
| |
| અધ્ધરતાલ લટકતા જ રહેશે
| |
| પ્રશ્નો
| |
| ખીંટીએ ભેરવાઈને જુગપુરાણા ઘરની ભીંતે
| |
| તોરણોમાં, આવતાં-જતાં અથડાતા, માથું ફોડતા
| |
| ટોડલીઆં-ભીંતેલીઆંમાં ઝગારા મારતા
| |
| ઝીણું ઝબૂકતા
| |
| ચાકળાઓમાં વર્ષો જૂના.
| |
| પ્રશ્નો - ભોંકાતા,
| |
| ભસતા, ધાવણ ધાવતા, ગૂંચવાયેલા, ગતકડાં
| |
| પ્રશ્નો - સલામછાપ,
| |
| બેડરૂમના,
| |
| અંગતતા ઓઢી ગોઠણ ઘસડતા,
| |
| મુખવટો પહેરેલ સ્મિતસભર બેઠકખંડના
| |
| ફેરફુદરડી ફરતા ફળિયાના,
| |
| ચર્ચાની તાણખેંચે ચડેલ
| |
| શ્વાન-શિયાળની લડાઈમાં, છેવટે
| |
| શેરી બાજુ ઢસડાતા,
| |
| વંઠેલ,
| |
| ગામને મોઢે ગળણું બાંધતા, ચૌટાના
| |
| ચર્ચાતા, ચૂંથાતા
| |
| સમરાંગણ સર્જતા
| |
| અગણિત
| |
| અણઉકેલ
| |
| હારમાળાંઓ...
| |
|
| |
| આવવું છે તારણ પર?
| |
| ચાલો, થોડી ચાવીઓ આપું.
| |
| આ આંખો જુઓ,
| |
| તેમાં ઊંડા ઊતરો
| |
| તપાસો
| |
| પૂર્ણ થતાં પહેલાં કોઈ હલકટ મનોવૃત્તિથી
| |
| ખૂલી ગયેલા વ્યૂહની
| |
| તૂટી પડેલ દૃશ્યાવલિઓમાં સ્થિર
| |
| યુદ્ધમુદ્રાઓ,
| |
| કીકીઓ પર ઝાંખા ધુમાડિયા રંગના ફરફરતા પરદા
| |
| માનું છું વહેલી સવારે જોએલું ધુમ્મસ છે, અથવા
| |
| વાતાવરણમાં ઓગળેલ કાર્બનડાયોક્સાઈડ.
| |
| આગળ વધો.
| |
| ઘ્રાણેન્દ્રિયમાં પ્રસરેલ ગંધનાં પડળ ખોલો.
| |
| સાચાં છો તમે
| |
| આ એ જ અપ્સરાઓ અને યક્ષિણીઓની
| |
| કર્ણબૂટો, બાજુબંધો અને વૈજયન્તીમાળાઓમાં સ્થિત
| |
| કલ્પલત્તાઓનો પમરાટ, અને
| |
| દાવાનળોમાં સળગેલાં આલાલીલાં વૃક્ષોના ઝરતા રસની
| |
| ગંધ,
| |
| છેલ્લા અણુધડાકા વખતે ફેલાએલી
| |
| બળેલા દારૂગોળાની અને આ માટીની
| |
|
| |
| જીભમાંથી એકાદ ટુકડો લો,
| |
| આ સ્વાદ,
| |
| જેમાં ભળ્યો અશ્વપાલના હાથનો ગરમાવો
| |
| વૃત્તિનો થોડો કડવો,
| |
| સ્વાદેન્દ્રિયને મૃત કરતો
| |
| કારખાનામાંથી વહી આવતાં લાલપાણીનો
| |
| એસિડિક,
| |
| ન ઓળખાયેલો પણ નોંધો.
| |
| આમ જ બધી ઇન્દ્રિયો, ગ્રંથિઓ
| |
| અરે! વાત્-પિત્ત-કફ સુધીનું તપાસો
| |
| પરંતુ આમ,
| |
| યાદીઓ આપવાથી કશું ક્યાં નક્કી થાય છે?
| |
|
| |
| પામવું જ હોય કેન્દ્ર, તો
| |
| ભેદવા પડશે પરિઘ,
| |
| સંમત.
| |
| ક્યારેક વિકલ્પના બધા દરવાજા બંધ થાય
| |
| ત્યારે, સંકટસમયની બારી જેમ બચે છે.
| |
| માત્ર હકાર
| |
| એવી જ કોઈક પળે
| |
| તેં આપ્યો નવો વળાંક
| |
| પરિઘબદ્ધતાની આસપાસ ઘૂમરાતી મારી શાશ્વતીને.
| |
| હવે આવીશ સમ્મુખ
| |
| અકાળે ખરી પડેલ કોઈ ઉલ્કાને મુઠ્ઠીમાં લઈ
| |
| રહસ્યલિપિ ઉકેલવા,
| |
| નિહારિકાઓને વાળશું મરજી મુજબના પ્રદેશોમાં
| |
| રાશિઓ, નક્ષત્રો રમશે
| |
| રમમાણ થશે ભાખમાં
| |
| નવજાત આકાશ,
| |
| સૂર્ય, ચંદ્ર, તારા અને ગ્રહો
| |
| આપણા તાલે નાચશે, ઠેક લઈ લઈ તાતાધિન
| |
| ધિનતા ધિનતા ઓદિરધિન્ના ધિન્ ધિન્ ધિન્
| |
| સદીઓ, સહસ્રાબ્દીઓ પાછા હટી
| |
| નિહાળશું નરવી આંખે
| |
| લુપ્ત નદીઓ,
| |
| પીગળેલા પહાડો
| |
| ઊધઈ ખવાયેલ બારી–
| |
| બારણાઓમાં આવી ચડેલાં જંગલો
| |
| ફેકટરીઓમાં દળાતા,
| |
| દાળ-શાકને સ્વાદિષ્ટ કરતા સમુદ્રો
| |
| લીસ્સાલપ્પટ થયેલા
| |
| જૈ શિવશંકરના શોરબકોરથી ત્રાસી ગયેલા પથ્થરો
| |
| દટાઈ-દબાઈ ભોં ભીતર થયેલાં
| |
| અવશેષરૂપ,
| |
| કાચી ઈંટમાટીનાં
| |
| અસ્તિનાં ઓવારે ઊભેલાં, નકશાવિહીન
| |
| ઇમારતો - મહેલો - અટ્ટાલિકાઓ અને બૂરજોમાં સ્થિત
| |
| કસબા અને નગરીઓ
| |
| કાળજીપૂર્વકનાં કોતરકામ, ચિતરામણો, શિલ્પો
| |
| અધતૂટેલાં, અધબળેલાં, આકારબદ્ધ
| |
| નિરાકારી, નામી-અનામીને
| |
| આપશું આંકડાઓની પરિભાષા, ઉકેલશું
| |
| પ્રથમ દૃષ્ટિથી ઊઠતા ભાવની ભાષા, ઘડશું
| |
| નવા અર્થ
| |
| નિષ્કરણો તા૨વશું
| |
| તો પણ,
| |
| કશું નક્કી તો થાય જ નહીં...
| |
|
| |
| ઊંડે ઊતરવું પડશે
| |
| શાંત જ્વાળામુખીઓ ભેદી
| |
| અશ્મિઓ ખોળી-ફંફોળી લઈ જવાં પડશે.
| |
| રેડિયોએક્ટીવ કાર્બન-૧૪ તળે લૅબૉરેટરીઝમાં
| |
| કોષો, કરચલીઓ ઝીણવટથી ઉકેલી
| |
| લૂણો લાગેલ કંકાલો, કટકીઓ, કરચો જોડી,
| |
| સાંધેસાંધા મેળવી સારવવાનો સમય, અને
| |
| તારવવાના એક એક ખંડ, સમયાન્તરો.
| |
| ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિ-ને અભ્યાસવાના
| |
| રંગસૂત્રો, હિરેડિટરિ હૉર્મોન્સ એકઠા કરી
| |
| તપાસી, તાવી શોધાય મૂળ
| |
| ઓળખાય આદિપુરુષ
| |
| હૉમોઈરેક્ટ્સ કે હૉમોસેપિયનના
| |
| ગોટાળે ચડાવતી ગડમથલો ઉકેલાય
| |
| પછીથી હૉમિનોઈડ તરીકે સ્થાપી
| |
| ગોઠવી દઈશું અદ્યતન મૉડેલમાં
| |
| એના મુખમાંથી પ્રગટતો અગ્નિ
| |
| અને નાભિસ્થાનેથી પ્રસ્ફૂટતાં તેજવલયો
| |
| આકારશું આબેહૂબ
| |
|
| |
| સલામતી અને સુખસુવિધાઓની ચીવટ
| |
| મૂળભૂત જરૂરિયાતો, મનોરંજનની ઉચ્ચ સગવડો
| |
| એકાન્ત તેમજ ઉપસ્થિતિઓની ઝીણી ઝીણી જવાબદારી
| |
| બરાબર જાળવશું,
| |
| ચોવીસ કલાકના સહવાસ માટે
| |
| ફિલ્મ પોસ્ટરોમાંની અધખુલ્લી છબીઓ લટકશે આસપાસ
| |
| વારે-તહેવારે
| |
| પૉપ અને જૅઝ મ્યુઝિક ચેનલ્સની વ્યવસ્થા
| |
| ઝળાંહળાં નિઓન-સોડિઅમનાં છત્રોય આપશું
| |
| પીતામ્બર અને જરકશી જામા
| |
| હીરભરત પાઘડી અને રાઠોડી મોજડીમાં
| |
| ઓપશે અફલાતૂન, અદ્દલ
| |
| અબીલ-ગુલાલ અને અગરુ-ચંદનના અભિષેક રોજેરોજ
| |
| અને રોજેરોજ તપાસ,
| |
| તાવણી
| |
| વંશીય અને નૃવંશીય બાબતોનાં
| |
| થોથાંઓ ઉપરની ધૂળ ખંખેરી
| |
| અભિગમો અને આવિર્ભાવોના તાળા મેળવાશે;
| |
| તો કદીક,
| |
| બૂટ-શૂટ ટાઈથી સજ્જ જેન્ટલ્મૅન સ્ટાઈલ
| |
| મોગરો, હિના કે જૂઈ-ચમેલીનાં
| |
| અત્તરનાં પૂમડાંથી મહેક મહેક થતા કાન, વાળમાં તેલ-ફુલેલ
| |
| અથવા
| |
| હાફ્ફૅડ કૉટજિન્સ અને સ્ટૉનવૉશ શર્ટ-ટિશર્ટમાં
| |
| ચાર્લિ-ઈન્ટીમેટના આછા સ્પ્રેથી મઘમઘતો
| |
| ઉડઉડ થતા વાળ,
| |
| સ્પૉટ્ર્સશૂઝથી સજાવી-ધજાવી
| |
| સેપરેટ કે સંલગ્ન ફોટોફોલિઓમાંથી બહાર કાઢી
| |
| ઝબોળશું જુદાં જુદાં રસાયણોમાં
| |
| પછી નિરાંતવી પ્રોસેસ
| |
| એક્સ-રે અને સોનોગ્રાફી સુધીના નુસખાઓ
| |
| વાઢકાપ અને લેસર ટ્રીટ્મૅન્ટ
| |
| આયુર્વેદથી હોમિઑપથિ સુધી ફરી વળી
| |
| છેવટે
| |
| પાથરશું માતાનો પટ્ટ
| |
| દાણા જોવડાવશું, અરણી ગવડાવશું
| |
| સૌથી છેલ્લે મરેલાની રાખ ઢગલીમાંથી
| |
| ભસ્મ મેળવી, જમણા બાવડે બાંધશું પોટલી
| |
| લીલ પરણાવશું
| |
| સ્થાપશું શિકોતર, શૂરાપુરા કે સુરધન તરીકે
| |
| જરૂર પડ્યે જાતર આદરશું
| |
| કોઈ વાના બાકી નહીં રાખવાના
| |
| તે છતાંય તું
| |
| હા, તું
| |
| ક્યાં કશું નક્કી થવા દે છે.
| |
| તલભાર તું
| |
| અફીણની કાંકરી
| |
| તોળાય રાઈ-મીઠાના તોલે
| |
| ઘૂંટાય વંશપરંપરાગત વપરાતા
| |
| દાદા પરદાદાએ સાચવેલ લાકડાના ખરલમાં
| |
| પછીથી
| |
| સાતે કોઠે થતા દીવાનું અજવાળું તું
| |
| તું વિવસ્વાન
| |
| તું આદિત્ય, મિત્ર
| |
| પૂષા તું
| |
| સાવરકુંડલાની સંઘેડિયા બજારમાં
| |
| સાગ-સીસમ-સંખેડાનું છોડિયું તું
| |
| ભટકે
| |
| છોલાય, છેદાય, પરોવાય
| |
| ઘડાય ઘાટેઘાટે
| |
| રેષારેષામાંં રંગના લપેડા મરી
| |
| વેપારી સંઘેડિયા
| |
| ગોઠવી દે તને રમકડાંમાં
| |
| ઊંટ, હાથી અને ઢીંગલાઢીગલીનાં પારણામાં તું
| |
| અને તું જ આનંદક્રીડા કરે,
| |
| મ્હાલે.
| |
| આના-બેઆના-ના ભાવફેરે
| |
| પહોંચે મહાનગરોની ભીડમાં,
| |
| ત્યારે
| |
| પારખુ, ચાલબાજ નજરો શોધી કાઢે મૂળ
| |
| ‘આના તે હોતા હશે આટલા’
| |
| કહી, કાઢી નાખે ‘ઘી’માંથી માખી-ની સિફતથી.
| |
| તનેય વયના સળ પડે
| |
| સર્વજ્ઞ, અમર્ત્ય કાળનો પામે પરચો
| |
| પંપાળે તારી જ મૃદુ આંગળીઓથી, પોપડીઓમાં બેઠેલ,
| |
| પ્રસરવું જ જેની નિયતિ છે તેવા કાળને
| |
| પણ
| |
| કાળી બકરી ધોળી ગાય
| |
| કે
| |
| ધોળી બકરી કાળી ગાય–ની
| |
| ભાંજગડમાં પડવાં કરતાં તો
| |
| કોઈ ચૂલાનું લાકડું થવાં
| |
| તત્પર થાય, ત્યારે મળે તારો ઉદ્ધારક
| |
| સવાયાં કે બમણાં આપીને લઈ જાય
| |
| પાંચ-પચ્ચીસને બતાવે
| |
| પછી ગોઠવી દે
| |
| ઍરકન્ડીશન્ડ ઓરડાનાં મહામૂલાં સૉ-કેઈસમાં
| |
| ને ત્યાં જ અટકી પડે બધી તપાસો અને તારવણીઓ.
| |
| ત્યારે,
| |
| આ કરતાં દીવાદાંડી થયા હોત તો સારું હતું
| |
| કોઈ ખરાબે ચડેલ વહાણને
| |
| કાંઠો તો બતાવી શકત
| |
| એવું બબડતા સાંભળ્યો છે તને,
| |
|
| |
| કોઈક રૂપકડી શહેરી લલનાને
| |
| જરાક અમસ્તો સ્પર્શ કરવા, લટ્ટુ થતો
| |
| અસંખ્ય યોનિઓના ફેરા ફરતો
| |
| સાવ નિઃસહાય જોયો છે તને,
| |
| પાઈનની ટોચ ઉપર લટકતો
| |
| સુકાઈને લાકડું થયેલો ગર્ભ
| |
| અને કોઈપણ સ્વાદ વગરના મીંજમાં
| |
| ચાખ્યો છે તને.
| |
|
| |
| સૂંઘ્યો છે,
| |
| સહજમૃત્યુ, આત્મહત્યા કે ખૂનની તપાસમાં
| |
| ઘોરમાંથી બહાર કઢાતો
| |
| કોહવાયેલો.
| |
|
| |
| કેટકેટલાં રૂપે
| |
| તારા પ્રકટીકરણ અને સમાપ્તિઓ, સાથે
| |
| હરવખત રાખ્યું છે અનુસંધાન
| |
| સિક્કાની બીજીબાજુએ રહીને.
| |
|
| |
| વળી,
| |
| ક્યારેક ધાતુરૂપ,
| |
| ક્યારેક ભૂર્જપત્રના કાણા–
| |
| કૂબડા કોતરાયેલ અક્ષરમાં
| |
| પૂર્ણરૂપ વિરાજમાન વામનવિરાટ તું.
| |
| જેની પ્રતિષ્ઠા માટે
| |
| ભણવા પડતા નથી મંત્રો
| |
| કે, આપવી પડતી નથી આહુતિઓ,
| |
| કે, ચડાવવા પડતા નથી બલિ,
| |
| એવાં સ્વરૂપે
| |
| વ્યથા-વ્યાધિની અસરરહિત
| |
| સંજવારી વાળતો,
| |
| શ્વાસોચ્છ્વાસ ચલાવતા જાણ્યો, પ્રમાણ્યો.
| |
| શોધાયો તો
| |
| સદીઓના કાટમાળ તળેથી
| |
| દટાયેલા ખંડેરોમાં
| |
| માટી સાથે માટી થયેલો
| |
| ધૂળમાંથી પ્રગટ્યો ધૂળધોયો.
| |
| તો કદીક
| |
| સ્પેશ-શટલમાંથી શહેરના છેવાડે
| |
| ઊતરે અનુઆધુનિક કહ્યાગરો.
| |
| રોજબરોજના વ્યવહારમાં
| |
| ખભેખભો મેળવી ચાલે
| |
| લથડતાને ટેકો દે, અણદીઠ
| |
| ને એ જ પાછો ફંગોળે
| |
| એક ફૂંકે સાતમાં આસમાને
| |
| બનાવી દે ધૂમકેતુ
| |
| ઉડાડે ક્ષણેકમાં છેક સૌરમંડળીમાં
| |
| ને બીજી ક્ષણે
| |
| પછાડે આ ધરાતલ પર પાછા.
| |
|
| |
| પછીથી,
| |
| આરંભાય નવેસરથી, નવી રીતભાતે
| |
| ફરી ફરી આ પૃથ્વીગાથા.
| |
|
| |
| તેથી તો –
| |
| હે આદિમ ચાહું છું તને,
| |
| ટચલી આંગળીએ પડેલા છરકાની
| |
| આસપાસ વીંટળાતા આખાય
| |
| ચેતનાતંત્રની
| |
| ત્વરાથી.
| |
| </poem>
| |
|
| |
| == દોહા-૧ ==
| |
|
| |
| '''સખ્ય'''
| |
|
| |
| <poem>
| |
| દદડે દશ દશ ધારથી રસ નીતરતું વ્હેણ
| |
| ઝીલો તો જલધાર બને લખીએ તો લાખેણ
| |
|
| |
| ચૌદ કળાએ ચંદ્ર, તો સોળ કળાએ આંખ
| |
| વ્હાલપ ફૂટે વૃક્ષને શરીરે ફૂટે શાખ
| |
|
| |
| તારામાં તું ઓતપ્રોત હું મારામાં લીન
| |
| ઘરની જર્જર ભીંત પર મૂક લટકતું બીન
| |
|
| |
| તું ચૈતરની ચાંદની તું મંત્રોના જાપ
| |
| સ્પર્શું ચાખું સાંભળું સઘળે તારો વ્યાપ
| |
|
| |
| મારા મદીલ ‘સા’ ઉપર તું પંચમની ટીપ
| |
| લય સંધાયો જોગનો ઝળહળ પ્રગટ્યા દીપ
| |
|
| |
| ઝળઝળિયાંની જોડ તું, તું ઘનઘેરી સાંજ
| |
| નેહે તનમન કોળતાં વ્રેહે હૈયે દાઝ
| |
|
| |
| ગહન ગુફાના ગોખમાં તે પ્રગટાવી જ્યોત
| |
| અંધારું લઈ પાંખમાં ઊડ્યાં અંધ કપોત
| |
| </poem>
| |