17,557
edits
(+1) |
No edit summary |
||
Line 17: | Line 17: | ||
જોષીએ તો આંગળીએ વેઢા માંડ્યા, સાતે ગ્રહને સમર્યા ને પછી કહ્યું, ‘રાણી, રાણી, તારું ભાયગ રૂડું હતું પણ તેં તલસીમાને દુભાવ્યાં છે. તેં પાંચ દીવા કીધા. એક દીવો મે’લના ટોડલે મેલ્યો, બીજો દીવો મે’લના ઉંબરે મેલ્યો, ત્રીજો દીવો કૂવાને ગોખલે મેલ્યો, ચોથો દીવો પીપળને થડિયે મેલ્યો, ને પાંચમો ગામને દેરે મેલ્યો. પણ તલસીમા ભુલાણાં તે રાત આ આખી અંધારિયામાં આથડ્યાં ને દુભાણાં.’ | જોષીએ તો આંગળીએ વેઢા માંડ્યા, સાતે ગ્રહને સમર્યા ને પછી કહ્યું, ‘રાણી, રાણી, તારું ભાયગ રૂડું હતું પણ તેં તલસીમાને દુભાવ્યાં છે. તેં પાંચ દીવા કીધા. એક દીવો મે’લના ટોડલે મેલ્યો, બીજો દીવો મે’લના ઉંબરે મેલ્યો, ત્રીજો દીવો કૂવાને ગોખલે મેલ્યો, ચોથો દીવો પીપળને થડિયે મેલ્યો, ને પાંચમો ગામને દેરે મેલ્યો. પણ તલસીમા ભુલાણાં તે રાત આ આખી અંધારિયામાં આથડ્યાં ને દુભાણાં.’ | ||
રાણી સીતા મૂંઝાણી, ‘જોષીડા, જોષીડા, ભ્રામણ છે તે તું જ મારો તારણિયો. દોષ કીધા તો પ્રાછતયે કે’તો જા.’ | રાણી સીતા મૂંઝાણી, ‘જોષીડા, જોષીડા, ભ્રામણ છે તે તું જ મારો તારણિયો. દોષ કીધા તો પ્રાછતયે કે’તો જા.’ | ||
જોષીડો ક્યે, ‘રાણી, તમે તલસીમાનું વરત લો. એક મસવાડાનાં બે પખવાડાં. એમાં એક અજવાળિયું, એક અંધારિયું. એમાં અજવાળિયું લઈએ ને અંધારિયું મે’લી દઈએ. એમ સોળ અજવાળિયાં લઈએ. ધાનનો દાણો પેટે ના મેલીએ. વાળ કોરા કરીએ ને સાંજ પડે તલસીમાનો દીવો મેલી પ્રાછત કરી, નમન કરી, પતરાળે બેસીએ. બેસતાં પરથમ ત્રણ ભૂખ્યાંને જમાડીએ ને પછી રાતી ગાયનું દૂધ ને ઝાડથી ગરેલાં ફળ ખાઈએ.’ | |||
સીતાએ વરત કરવાનું માથે લીધું ને પછી જોષીડાને કહ્યું, ‘જોષીડા, ભાયગમાં બીજું કાંક ચીતર્યું હોય તે બોલી દે.’ | સીતાએ વરત કરવાનું માથે લીધું ને પછી જોષીડાને કહ્યું, ‘જોષીડા, ભાયગમાં બીજું કાંક ચીતર્યું હોય તે બોલી દે.’ | ||
જોષીડો ક્યે કે, ‘રાણી, બીજું તો શું ચીતર્યું હોય પણ ભોંયે કાંટા-કાંકરા છે, ચો પા’ ઝાળાં-ઝાંખરાં છે; કોઠાં-બાવળાં ને આવળાનાં ઝાડવા છે ને વચ્ચે બે પારણાં ઝૂલતાં ચીતર્યાં છે.’ | જોષીડો ક્યે કે, ‘રાણી, બીજું તો શું ચીતર્યું હોય પણ ભોંયે કાંટા-કાંકરા છે, ચો પા’ ઝાળાં-ઝાંખરાં છે; કોઠાં-બાવળાં ને આવળાનાં ઝાડવા છે ને વચ્ચે બે પારણાં ઝૂલતાં ચીતર્યાં છે.’ |
edits