|
|
Line 77: |
Line 77: |
| * [[દલપત પઢિયારની કવિતા/વસ્તુ જડે તો જડે વિવેકે...!|વસ્તુ જડે તો જડે વિવેકે...!]] | | * [[દલપત પઢિયારની કવિતા/વસ્તુ જડે તો જડે વિવેકે...!|વસ્તુ જડે તો જડે વિવેકે...!]] |
| }} | | }} |
|
| |
|
| |
|
| |
|
| |
|
| |
| -------
| |
|
| |
| * [[દલપત પઢિયારની કવિતા/પ્રારંભિક | પ્રારંભિક]]
| |
|
| |
|
| |
| == કાગળના વિસ્તાર પર ==
| |
|
| |
| <poem>
| |
| ધણથી છૂટા પડેલા ઢોર જેવા
| |
| હું
| |
| અહીં કાગળના વિસ્તાર પર
| |
| રોજ રઝળપાટ કરું છું.
| |
| પાનાંનાં પાનાં ભરાય છે, રોજ.
| |
| શબ્દની મૉરીએ કશુક ખેંચાઈ આવશે
| |
| એ આશાએ મથ્યા કરું છું, રોજ.
| |
| પણ આજ લગી
| |
| એકાદ ગલીનો વળાંક સુધ્ધાં
| |
| હું વાંચી શક્યો નથી.
| |
| હતું કે :
| |
| કાગળ–કેડી કોતરી લેશું,
| |
| કૂવો-પાણી ખેંચી લેશું,
| |
| એક લસરકે ગામપાદરને ઊંચકી લેશું!
| |
| આ શબ્દોની ભીડમાં
| |
| મારો શેઢો ક્યાંય ઊકલ્યો નહીં.
| |
| એક જ કમાડમાં આટલા બધા શબ્દો
| |
| વસાઈ જશે અની ખબર નહીં;
| |
| બાકી નળિયા આગળ જ નમી પડત.
| |
| હજુયે કૌછું કે
| |
| મોભારે ચડવાનું માંડી વાળો,
| |
| આમ શબ્દો સંચાર્યે
| |
| કદી ઘર નહીં છવાય!
| |
| બારે મેઘ ખાંગા ત્યાં
| |
| નેવાં ઝીલવાનું તમારું ગજું નહીં, જીવ!
| |
| તંગડી ઊંચી ઝાલીને
| |
| અંદર આવતા રો’
| |
| એકાદ ચૂવો આંતરી લેવાય ને
| |
| તોય ઘણું!
| |
| </poem>
| |
|
| |
| == મારો ભોંયબદલો ==
| |
|
| |
| <poem>
| |
| હું
| |
| આ નગરમાં ભૂલા પડેલો જણ છું.
| |
| કાચની બારીમાંથી
| |
| રોજ સાંજે વીખરાઈ પડતુ ધણ છું.
| |
| આ અગાસીઓનેે દસ દસ વર્ષથી
| |
| ધોતો આવ્યો છું.
| |
| વેલકૂંડાં ગોઠવી ગોઠવીને મેં
| |
| આંખો લીલી રાખી છે.
| |
| મને શું ખબર કે
| |
| હું અહીં સુગરીના માળામાં
| |
| સાઇઠ વૉલ્ટનો બલ્બ મૂકીશ તે ત્યાં
| |
| બધાં જનાવરોની પાંખો ફાટી જશે?
| |
| સડકો અહીં આખી રાત જાગે છે.
| |
| અમારે નાવું નગરમાં
| |
| તે નાચવું નવેરામાં
| |
| તે તો કેમ બનવાનું છે?
| |
| મહી નદી!
| |
| મારા સામું જોઈશ નહીં
| |
| હું હવે અનાવૃત્ત થઈ શકું તેમ નથી.
| |
| ઇન્જેક્શન લઈ લઈને
| |
| મેં તારું પાણી બદલી નાખ્યું છે.
| |
| વગડાનાં વૃક્ષો!
| |
| ખાતરી ન થતી હોય તો
| |
| આ કાંડું હાથમાં ઝાલી તપાસી લો
| |
| મારી નાડીઓમાં ટેબલનો ઉછેર
| |
| હવે તળિયું બાંધી રહ્યો છે.
| |
| હું કાલે ઊઠીને
| |
| ટાઈલ્સ જેવું એળખાવા લાગું તો
| |
| તમે જોજો આઘાંપાછાં થઈ જતાં!
| |
| તમારી પરકમ્મા કરતાં કેટલાંક પગલાં
| |
| હું ત્યાં જ ભૂલી આવ્યો છું.
| |
| મારો આ ભોંયબદલો
| |
| નહીં સાંખી લે એ!
| |
| આણ મૂકીને આંતરી લેજોે બધું.
| |
| અહીં મારા પગ ધૂળ વિનાના,
| |
| ચોખ્ખા રહે છે.
| |
| અને સ્વચ્છ, સુઘડ એવાં વિશેષણ આર્પું
| |
| તોપણ ચાલે!
| |
| અંગૂઠે આંખ માંડું
| |
| ને આખું ભાઠું પી શકું
| |
| એવું એકે અનુસંધાન મળતું નથી મને.
| |
| મારી આંખમાં ઊડાઊડ કરતા,
| |
| થોરિયાનાં પાનમાં તરતા,
| |
| દૂધે ધોયેલા મોર
| |
| ક્યાં ગયા, હેં?
| |
| —ક્યાં ગયા?
| |
| </poem>
| |
|
| |
| == ચાલુ ચોમાસે ==
| |
|
| |
| <poem>
| |
| ચાલુ ચોમાસે
| |
| નવેરામાં
| |
| નવા આંબા ઊગ્યા હશે....
| |
| આ લ્યો!
| |
| ઊગેલા ગોટલાને ઘસી–ઘસી
| |
| પિપૂડી વગાડવાની ઉંમર તો
| |
| આખરે
| |
| થડિયું થઈને રહી ગઈ!
| |
| અમને ફૂટવાનો અનુભવ
| |
| ક્યારે થશે?
| |
| </poem>
| |
|
| |
| == હું મને ક્યાં મૂકું? ==
| |
|
| |
| <poem>
| |
| મારે મારો મુકામ જોઈએ છે.
| |
| હું છેલ્લા કેટલાય વખતથી
| |
| મારાથી છૂટો પડી ગયો છું.
| |
| હું
| |
| નથી હસી શક્યો કે
| |
| નથી ક્યાંય વસી શક્યો.
| |
| લીમડાની સળીઓ ભેગી કરીને
| |
| માળો બાંધનાર હોલાએ
| |
| એની જગ્યા બદલી નથી,
| |
| ગળું ખોંખારી
| |
| આખો ઉનાળો ઘૂંટવામાં
| |
| એ આજે પણ એકતાર છે.
| |
| હું
| |
| એના જેવું ભેગું
| |
| કેમ રહી શક્યો નથી?
| |
|
| |
| વેરણછેરણ થઈ ગયું છે બધું
| |
| થાય છે કે લાવ
| |
| પાછે પગલે જઈને કોઈ સ્થળે
| |
| અકબંધ રહેલા સમયની છાપ લઈ આવું,
| |
| પણ
| |
| બાંધ્યા કદનું પગલું
| |
| મારો પીછો કરે છે.
| |
| મારા પગ
| |
| કોઈ નિશ્ચિત આકારની મોજડીઓથી
| |
| સિવાઈ ગયા છે.
| |
| હું કયો છેડો ઝાલું?
| |
| ક્યાંથી ડગ ભરું?
| |
| કપડાં ભરવેલી વળગણી ઉપરથી તો
| |
| મારી આવ-જા
| |
| ક્યારનીય બંધ થઈ ગઈ છે.
| |
|
| |
| બધું જ
| |
| બહારનું બની ગયું છે.
| |
| મને, મારે
| |
| ક્યાં અને ક્યારે મળવું એ જ મોટો સવાલ છે.
| |
| હું તમારી સન્મુખ
| |
| બેઠો બેઠો વાતો કરતો હોઉં
| |
| ત્યારે પણ
| |
| બીજે ઠેકાણે ગડીબદ્ધ પડ્યો હોઉં છું.
| |
| હું સૂતો હોઉં પથારીમાં
| |
| અને મારા શ્વાસ
| |
| વગડામાં ક્યાંક લીલા પાનનો રંગ
| |
| ધારણ કરતા હોય છે.
| |
| પડખું હું અહીં બદલું
| |
| ને પાળિયા બીજે રાતા થતા હોય છે.
| |
| નખ કાપતી વખતે
| |
| હું અનેક છેડેથી વધતો હોઉં છું.
| |
| મારી હથેળીની રેખાઓ
| |
| છાંયો શોધતી ફર્યા કરે છે
| |
| હાથની બહાર!
| |
| આ નજરમાં પણ
| |
| કેટલા બધાં પાંખિયાં પડી ગયાં છે?
| |
| આંખમાં આંખ પરોવીને
| |
| આરપાર થઈ શકાયું હોત તો?
| |
| તો
| |
| હું ખૂણાખૂણા થતો બચી શક્યો હોત.
| |
| ભરીભરી વસતિ વચ્ચે
| |
| હું વેરાતો જાઉં છું.
| |
| મારે ભાગી જવું છે...
| |
|
| |
| એક દિવસ
| |
| મેં
| |
| મારા હોવા વિષેની
| |
| જરાક જગ્યા પડેલી જોઈ હતી
| |
| ને મેં,
| |
| મારા શ્વાસને
| |
| પીપળો થઈ જવાનું કહ્યું હતું!
| |
| પછી શું થયું જાણો છો?
| |
| બીજે દિવસે
| |
| આખા વગડા ઉપર ઉનાળો ત્રાટક્યો હતો!
| |
| મેં મારી લાગણીને
| |
| નદી થઈ જવાનું કહ્યું હતું
| |
| ને બીજે દિવસે
| |
| આખા દરિયાને એક વાવટો નડ્યો હતો!
| |
| કહો –
| |
| હું મને ક્યાં મૂકું?
| |
| </poem>
| |
|
| |
| == પાંગથની ભાષા ==
| |
|
| |
| <poem>
| |
| મૂરતને ગણકાર્યા વગર
| |
| મંડપ છોડતો મરસિયો
| |
| ક્યાંથી પાછો ફરે છે
| |
| એની ખબર પડી નથી.
| |
| પણ
| |
| જ્યારે જ્યારે એ
| |
| ફેરીએ નીકળ્યો છે ત્યારે
| |
| અવાજ ઉપર છાંયે ફરી વળ્યો છે.
| |
| તમે ‘પવન’ એટલો શબ્દ પણ ન બેાલી રહો
| |
| તે પહેલાં
| |
| ચાદરમાંથી ગીધનાં પગલાં ખંખેરાવા માંડે
| |
| વિસામા!
| |
| તમે આટલેથી અટકો.
| |
| યાદ રહે તો
| |
| ઊછીના અજવાળે અક્ષર ઉકેલજો.
| |
| કયા અંગૂઠે દેવતા મૂકવાનો છે
| |
| એ તો ખોળી શકાશે
| |
| પણ કયા તરભેટે દીવો થિર થવાનો છે
| |
| એની ખબર નહીં પડે.
| |
| કોઈ પૂછશે તો
| |
| કહીશ કે
| |
| પાંગથની ભાષા તો હું પણ જાણતો નથી!
| |
| </poem>
| |
|
| |
| == ’લ્યા જીવ! ==
| |
|
| |
| <poem>
| |
| લ્યા જીવ!
| |
| હેંડ્ય તા,
| |
| જરા જોડામાં ચૈડ મેલાઈ જોેઈએ!
| |
| આટલું બધું ચાલ્યા
| |
| પણ કશો અમલ તો ચડ્યો નહીં.
| |
| લે,
| |
| બીડીના બેચાર હડાપા ખેંચી કાઢ
| |
| આમેય તે
| |
| આપણા આંટાફેરાનેા કશો અરથ નથી.
| |
| ગાફણના પથરા
| |
| પાછા ખેતરમાં જ પડતા હેાય છે
| |
| ચાડિયાને શું?
| |
| એને ચરવું નહીં કે ચાલવું નહીં!
| |
| –મેલ દેવતા!!
| |
| </poem>
| |
|
| |
| == આંબાવાડિયું ==
| |
|
| |
| <poem>
| |
| એક સમયે
| |
| હું ગાર ગૂંદતો હતો
| |
| એ પગલાંનું માપ મારે જોઈએ છે.
| |
| નક્કી, એ રસ્તે
| |
| એક નવી ભીંત ભરી લઈશ,
| |
| ઓકળીઓથી લીંપી લઈશ,
| |
| આંબાવાડિયું ઉછેરી લઈશ,
| |
| પીળું પાન
| |
| લીલું પાન,
| |
| વડવાઈએ વધેલું દાણ
| |
| દાણ કહેતાં દેશ દેશથી
| |
| દોડી આવે શઢ-કાટલાં વહાણ...
| |
| અરે!
| |
| કોઈ આ છેડેથી
| |
| આંચકો તો મારો!
| |
| </poem>
| |
|
| |
| == રંગનુ નોતરું ==
| |
|
| |
| <poem>
| |
| ગામડે હતો ત્યારે
| |
| કુુંડી પછવાડે એકબીજાને વીંટળાઈ
| |
| ઊંચા થઈ થઈ પછડાતા સાપને જોયેલા
| |
| આજે ધખારામાં
| |
| ફરીથી એ યાદ આવ્યા :
| |
| {{Space}} ચોમાસું બેસવું જોઈએ!
| |
| એક વખત
| |
| સાવ સુક્કા, ધૂળિયા રંગના કાચંડાની પૂંછડીએ
| |
| ભિયા! ગમ્મતમાં દોરી બાંધી દીધેલી!
| |
| મને શું ખબર કે
| |
| વરસાદ એની પીઠ ઉપર ઊઘલતો હોય છે!
| |
| આજે,
| |
| સામેના ઝાડ ઉપરથી,
| |
| કરકરિયાળી ડોક ઉપર રંગનું નોતરું ઝીલતો
| |
| વજનદાર કાચંડો,
| |
| લચ્ચાક્ કરતો પડી ગયો :
| |
| {{Space}} વરસાદ તૂટી પડવો જોઈએ!
| |
| ને પછી?
| |
| પહેલા જ વરસાદે
| |
| વગડો છૂટા નાગ જેવું નીકળી પડશે,
| |
| બધે કીડિયારાં જ કીડિયારાં... ...
| |
| કાછડા વાળેલી કન્યાઓ
| |
| ડાંગરની ક્યારીઓમાં
| |
| છેાડ જેવું છલકાઈ જશે
| |
| મારે
| |
| કેટલા વીંછીને ચીપિયે પકડીને
| |
| ઘરની બહાર,
| |
| વાડમાં નાખી આવવાના રહેશે હેં!
| |
| </poem>
| |
|
| |
| == વિચ્છેદ ==
| |
|
| |
| <poem>
| |
| હે મન!
| |
| ઉકેલી નાખો તમારાં
| |
| બધાં આવરણ.
| |
| ડુંગળીના પડ જેવું બંધાવા માંડ્યા
| |
| ત્યારથી જ
| |
| આપણો
| |
| ભોંયથી વિચ્છેદ શરૂ થયો છે.
| |
| હું કદાચ મોટો થઈ ગયો છું
| |
| કોઈ મારે કપાળે માટી ભરો,
| |
| મને શેઢાની ઊંઘ આવે... ...
| |
| </poem>
| |
|
| |
| == કવિતા કવિતા રમતાં ==
| |
|
| |
| <poem>
| |
| એક દિવસ
| |
| કવિતા-કવિતા રમતાં થયું,
| |
| લાવ મારી કવિતામાંથી
| |
| એકાદ કૂકીને ઓળખી જોઉં
| |
| જરા ઉછાળી,
| |
| ફેરવીતોળી જોઉં...
| |
| મેં બાજી સંચારી
| |
| જોયું તો
| |
| વાડી આખી વેરણછેરણ!
| |
| વૃક્ષો બધાં લીટાલીટા થઈ ગયાં!
| |
| કશું ઓળખાય જ નહીં.
| |
| કૂકીઓ કૂકીઓ બધી એક બાજુ
| |
| ને કાગડાઓ કશાકનો બહિષ્કાર કરતા કરતા
| |
| ઊડી ગયા.
| |
| તે પછી આ કાગળમાં
| |
| સાવ ખાલીખમ, માંચી જેવું
| |
| પડી રહેલું અવડ એકાંત
| |
| ઉપાડ્યા કર્યું છે, મેં!
| |
| </poem>
| |
|
| |
| == રામ બોલતાં અશકર ખૂટ્યા ==
| |
|
| |
| <poem>
| |
| ::ડેલીતૂટ્યા દરવાજાનાં ખળખળ વહેતાં પાણી,
| |
| ‘રામ’ બોલતાં અશકર ખૂટ્યા ભડભડ બળતી વાણી.
| |
| :::::ક્યાંથી દીવો છૂટો પડ્યો
| |
| :::::ને ક્યાં મૂકી એંધાણી?
| |
| ઝળહળ ઝળહળ ઊકલ્યું નહીં કાં રેખા પડી અજાણી?
| |
| ‘રામ’ બોલતાં અશકર ખૂટ્યા ભડભડ બળતી વાણી.
| |
| ::::અલ્લક-દલ્લક પાછું આવે કોણ?
| |
| :::::—કૉગળો પાણી?
| |
| ::કોણે છેાડી પાંગથ, કોણે પવનપછેડી તાણી?
| |
| ‘રામ’ બોલતાં અશકર ખૂટ્યા ભડભડ બળતી વાણી.
| |
| ::::માટી જેવી માટી પાસે
| |
| ::::તળાવ માગ્યું, તુલસી માગી,
| |
| ::ક્યાં અંગૂઠો ભોંય ખોતરે, કોણ થયું ધૂળધાણી?
| |
| ‘રામ’ બોલતાં અશકર ખૂટ્યા ભડભડ બળતી વાણી.
| |
| ::::વધ્યુંઘટ્યું તે કોણ?
| |
| :::કોણે ક્યાં માંડ્યો સરવાળો
| |
| અહીં તો –
| |
| કમાડ-ઑથે કેટકેટલા દરિયા લેતા ટાળો
| |
| કેટકેટલાં તોરણ વચ્ચે સમય બાંધતો માળો
| |
| રેતભરેલાં મોજાં વીખર્યાં વહાણ, વાવટો વાળો
| |
| તરતી ડેલી, તરતા દીવા, તળિયે બેઠું પાણી,
| |
| ‘રામ’ બોલતાં અશકર ખૂટ્યા ભડભડ બળતી વાણી.
| |
| </poem>
| |
|
| |
| == વા’ણાં વહી જશે ==
| |
|
| |
| <poem>
| |
| અધવચ, અજલે મજલે વા’ણાં વહી જશે
| |
| એકલાં ટોળે વળિયાં એકલાં વીખરાયાં રે, અટકાવો—
| |
| {{Space}} અધવચ, અજલેમજલે
| |
| નખમાં ચીતરેલી વાડી, સૈયર છાંયો લાગે રે,
| |
| અમે અદલે બદલે ઊગતાં જવારા રે, વધાવો—
| |
| {{Space}} અધવચ, અજલેમજલે
| |
| સૈયર! ચેર્યે ચડું ને ચંપે ઊતરું રે,
| |
| અમે અડીએ ઘડીએ ઊઘલ્યાં અંધારાં રે, અંજવાળો—
| |
| {{Space}} અધવચ, અજલેમજલે
| |
| ભરિયાં ચંદન તળાવ, લે’ર્યો ઊંઘ લાવે રે,
| |
| અમે તાંબાકુંડીએ જળના ઉતારા રે, છલકાવો—
| |
| અધવધ, અજલેમજલે વા’ણાં વહી જશે.
| |
| </poem>
| |
|
| |
| == છેલ રમતૂડી ==
| |
|
| |
| <poem>
| |
| છેલ રમતૂડી! પુનમિયા મેરામેં પારશ પેંપરો રે લોલ,
| |
| {{Space}} એની ચાર ચાર ગઉની છાંય
| |
| {{Space}} દીવડા શગે બળે
| |
| એની પાંદડાં કેરી ઝૂલ્ય, સાહેલી!
| |
| આથમતાં ઉકેલી ને પાદર થરથરે રે લોલ.
| |
| {{Space}} આયો અષાઢીલો મેઘ
| |
| {{Space}} નદીએ નઈ જઉં
| |
| અલી ચ્યાં ચ્યાંં ટઉચ્યા મોર, સાહેલી!
| |
| પેંજરના પંખીને વાયક પાછાં ફરે રે લોલ.
| |
| {{Space}} લીલી એકળીઓની ભાત્ય
| |
| {{Space}} વગડે વેરઈ ગઈ
| |
| પેલા પાણિયારાની પાળ, સાહેલી!
| |
| નજરુંને ઉતારો નેવાં જરે છલે રે લોલ.
| |
| {{Space}} પેલા મારીડાને બાગ
| |
| {{Space}} મરવો નંઈ બોલે,
| |
| {{Space}} પેલા સુથારીને હાટ
| |
| {{Space}} મંડપ નઈં ડોલે,
| |
| હવે હાડિયાને ઉડાડ્ય, સાહેલી!
| |
| આયા ગયા દન જમણી આંખે ફરફરે રે લોલ.
| |
| </poem>
| |
|
| |
| == ટેંટોડો ==
| |
|
| |
| <poem>
| |
| એક એંશી વરહના ટેંટોડો,
| |
| એના મોઢામેં દુધિયા દાંત,
| |
| {{Space}} બોલે ટેંટોડો!
| |
| એ તો છપઈને છોરી જોતો’તો,
| |
| એનાં નેણાંમેં નવરા નાગ,
| |
| {{Space}} બોલે ટેંટોડો!
| |
| ટેંટોડો તો ટાલવાળો, ટોપી માગી લાયો બેની!
| |
| ઘઈડી ઢહરક મૂછોવાળો, મેંસ્યો આંજી આયો બેની!
| |
| બોલસ્યા એની બાળ-કુંવારી, કાનુડો!
| |
| એની હેંડસ્યા હલ્લક-મલ્લક,
| |
| {{Space}} ઘેલો ટેંટોડો!
| |
| શેરીએ શેરીએ સાદ પડાવો,–ટેંટોડો!
| |
| ઢોલિયા ઢેકી-છાંય ઢળાવો,–ટેંટોડો,
| |
| એનો રેશમિયો રૂમાલ, ચડતો વેંછૂડો,
| |
| {{Space}} એંશી વરહનો ટેંટોડો!
| |
| કાળે ઉનાળે કરા પડ્યા ’લી ટેંટોડો,
| |
| મારી છાવણીઓમેં છરા પડ્યા ’લી ટેંટેડો!
| |
| એણે તાંણીને માર્યા તીર,
| |
| {{Space}} રાયવર ટેંટોડો!
| |
| ઉગમણી દિશ આ કોણ ઊડે ’લી બગલું જો,
| |
| માતાની મઢીએ દીવા બળે ’લી હમણું જો
| |
| બોરી બજારમેં મૂલ થયાં પેલી લંકા બળે;
| |
| અંદાવાદને આઠમે ટાવર ડંકા પડે રે લોલ
| |
| {{Space}} એંશી વરહનો ટેંટોડો!
| |
| </poem>
| |
|
| |
| == રાજગરો ==
| |
|
| |
| <poem>
| |
| રમતાં રમતાં રોપ્યો, રડજી રાજગરો!
| |
| હરતાં ફરતાં ટોયો, રડજી રાજગરો!
| |
| {{Space}} કોણે રંગ ઉમેર્યા?
| |
| {{Space}} ક્યાંથી અમથું અમથું લે’ર્યા?
| |
| સૈયર! અજાણતાં ઉછેર્યો રડજી રાજગરો!
| |
| રાજગરાને વણછે વધતો રોકોજી,
| |
| રાજગરાને ભોંય બરાબર રાખોજી,
| |
| {{Space}} રાજગરાનાં પાન
| |
| રણમાં તરતાં નીકળ્યાં કોણ?
| |
| સૈયર! લે’ર્યો મોર્યો લીલું કંચન રાજગરો!
| |
| રાજગરો તો કેડ-કમ્મર ફાલ્યોજી,
| |
| રાજગરાનો અઢળક ઢળિયો છાંયોજી,
| |
| {{Space}} રાજગરાનાં ફૂલ
| |
| {{Space}} રાતી ચનોખડીનાં મૂલ
| |
| સૈયર! રે’તાં રે’તાં રગરગ રેલ્યો રાજગરો!
| |
| રાજગરાને આરણ-કારણ રાખોજી
| |
| રાજગરાને વેરણ-છેરણ નાખોજી
| |
| {{Space}} રાજગરાનો છોડ
| |
| {{Space}} અમને ઘેન ચડ્યું ઘનઘોર
| |
| સૈયર! ઝરમર ઝરમર વરસ્યો ઝેણું રાજગરો!
| |
| </poem>
| |
|
| |
| == પુણ્યસ્મરણ ==
| |
|
| |
| <poem>
| |
| અમને કોની રે સગાયું આજ સાંભરે.
| |
| ઊંડે તળિયાં તૂટે ને સમદર ઊમટે...
| |
| કોની રે સગાયું આજ સાંભરે
| |
|
| |
| કોઈ પાળ્યું રે બંધાવો ઘાટે ઘોડા દોડાવો,
| |
| આઘે લે’ર્યુ ને આંબી કોણ ઊઘડે...
| |
| કોની રે સગાયું આજ સાંભરે
| |
|
| |
| આજે ખોંખારા ઊગે રે સૂની શેરીએ,
| |
| ચલમ-તણખા ઊડે રે જૂની ધૂણીએ;
| |
| અમને દાદા દેખાય પેલી ડેલીએ...
| |
| કોની રે સગાયું આજ સાંભરે
| |
|
| |
| માડી વાતું રે વાવે આ ઉજ્જડ ઓટલે,
| |
| ખરતાં હાલરડાં ઝૂરે રે અધ્ધર ટોડલે;
| |
| ઊંચે મોભને મારગ કોણ ઉતરે...
| |
| કોની રે સગાયું આજ સાંભરે
| |
|
| |
| કોઈ કૂવા રે ગોડાવો કાંઠે બાગો રોપાવો,
| |
| આછા ઓરડિયા લીંપાવો ઝીણી ખજલિયું પડાવો,
| |
| આજે પરસાળ્યું ઢાળી સૌને પોંખીએ...
| |
| અમને સાચી રે સગાયું પાછી સાંભરે.’’’
| |
| </poem>
| |
|
| |
| == મને હું શોધું છું! ==
| |
|
| |
| <poem>
| |
| ભાળ મળે નહીં ક્યાંય, મને હું શોધું છું!
| |
| કોઈ બતાવો ક્યાં છે મારી ભોંય? મને હું...
| |
|
| |
| {{Space}} આગળ કે’તાં આગળ જેવું કશું નહીં,
| |
| {{Space}} પાછળ કે’તાં પાછળ જેવું કશું નહીં,
| |
| {{Space}} ડગલે પગલે હું જ મને આડો ઊતરું
| |
| {{Space}} ને હું જ મને અવરોધું છું....ભાળ...
| |
|
| |
| કહો મને હું ચહેરે મહોરે કોને મળતો આવું છું?
| |
| ક્યાં છે મારી મૂળની છાપો? શું શું નિત સરખાવું છું?
| |
| {{Space}} હું અતડો, મારાથી અળગો
| |
| {{Space}} શું કોને સંબોધું છું!...ભાળ...
| |
|
| |
| એમ થાય કે ઇચ્છાઓનાં જડિયાં ખોદી
| |
| {{Space}} આઘાં તડકે નાંખું!
| |
| {{Space}} બાજોઠ ઢાળી બેઠો બેઠો આનંદ મંગળ ભાખું!
| |
| {{Space}} એમ થાય કે નભમંડળનું આખું તોરણ
| |
| {{Space}} આંખે બાંધી રાખું,
| |
| {{Space}} વળી થાય કે છાયાસોતો વડલો વહેરી નાખું!
| |
| {{Space}} વારાફરતી વૃક્ષબીજમાં
| |
| {{Space}} હું જ મને વિરોધું છું.....ભાળ....
| |
|
| |
| અમે અમારી ઓળખ વિશે આજ લગી બસ, હાંક્યે રાખ્યું!
| |
| અંદર કશું મળે નહીં ઉપર ચાદર જેવું ઢાંક્યે રાખ્યું!
| |
| સહી દસ્તક હું પોતે દલપતરાય, નહીં ઠામ, નહીં ઠેકાણું
| |
| અહીં નામ અધૂરું નોંધું છું...ભાળ મળે નહીં...
| |
| </poem>
| |
|
| |
| == કિયા તમારા દેશ, દલુભા? ==
| |
|
| |
| <poem>
| |
| કિયા તમારા દેશ દલુભા, કિયાં તમારાં કુળ?
| |
| કિયા તમારા કાયમ ઠેકા, કિયાં તમારાં મૂળ?
| |
|
| |
| કોણે રચિયા કુંભ? કુંભમાં કોણે ભરિયાં નીર?
| |
| કોણે મત્સ્યને રમતું મેલ્યું? કોણ ઊભેલું તીર?
| |
| ભરતી ક્યાંથી ચડતી? ક્યાંથી વિસ્તરતાં વર્તુળ?
| |
| {{Space}}{{Space}}{{Space}} કિયા તમારા દેશ...
| |
|
| |
| અધ્ધર પવન ચલાયા કોણે? કોણે કાવડ તાણી?
| |
| આભ ઉતાર્યુ અંદર કોણે? ક્યાંથી ઊઘડી વાણી?
| |
| કોણે બાંધ્યા ઘાટ? ઘાટના ઓવારા અનુકૂળ
| |
| {{Space}}{{Space}}{{Space}} કિયા તમારા દેશ...
| |
|
| |
| બીજને કોણે બાંધ્યું? ભીતર વડ સંકેલ્યો કોણે?
| |
| ગગન સમો વિસ્તાર્યો કોણે? કોણે પડદો ઠેલ્યો?
| |
| ઘેઘૂર માયા છ ગાઉ છાયા, ધારણ ક્યાં ધરમૂળ?
| |
| {{Space}}{{Space}}{{Space}} કિયા તમારા દેશ...
| |
|
| |
| ઠીક તમારા ઠાઠમાઠ ને પરગટ પાટ પસારા,
| |
| અદલ ઈશારા, અનહદ નારા, આધિ ઘડી ઉતારા,
| |
| પાંખ પસારી ઊડ્યાં પંખી, આઘે ઊડતી ધૂળ!
| |
| {{Space}}{{Space}}{{Space}} કિયા તમારા દેશ...
| |
| </poem>
| |
|
| |
| == ભલી તમારી ભેટ, દલુભા ==
| |
|
| |
| <poem>
| |
| ભલી તમારી ભેટ દલુભા, ભલો તમારો ભાલો,
| |
| તીર ઉપાડી તેતર નાઠું, સતનો મારગ ઝાલો!
| |
| રણમેદાને રણશિંગું, જ્યાં એક ઝાટકે જુદું,
| |
| નાહક ભૂંક્યું ગામ-ગધેડું, ઊડ્યું ના એક ફૂદું!
| |
| વળ દેવાનું મેલો, મૂછનો મટી ગયો હવાલો....
| |
| {{Space}}{{Space}}{{Space}} ભલી તમારી ભેટ...
| |
|
| |
| ખટસવાદી જીભ અને ખોંખારો ખીણની ભાષા,
| |
| ભેલાડ્યું ખેતર, બાપુને ઊભા પાકની આશા,
| |
| નાગરવેલનાં નામ અને કંઈ ચરવો ભાજીપાલો...
| |
| {{Space}}{{Space}}{{Space}} ભલી તમારી ભેટ...
| |
|
| |
| બહુ ખેલ્યા ચોપાટ, ડાયરે બહુ ખાધા ખોંખારા,
| |
| રંગઢોલિયે રહરહ તારા, નાથ વિશે નોંધારા
| |
| ઊઠો હવે આ પાથરણેથી, પાછો પડે પિયાલો.....
| |
| {{Space}}{{Space}}{{Space}} ભલી તમારી ભેટ..
| |
|
| |
| ફળા વગરની મૂઠ એકલી ફે૨વવાનું મેલો,
| |
| ઊંચી ડાળીએ દોરો બાંધે હોલી ને એક હોલો,
| |
| જે શ્રીકૃષ્ણ બોલો જીવણ, વિઠ્ઠલ વ૨ બસ, વહાલો....
| |
| {{Space}}{{Space}}{{Space}} ભલી તમારી ભેટ...
| |
| </poem>
| |
|
| |
| == હોંચી રે હોંચી ==
| |
|
| |
| <poem>
| |
| એક ગર્દભડી જે ગાજરની લાંચી...
| |
| {{Space}}{{Space}} હોંચી રે હોંચી!
| |
| કુશકા ખાતાં એને કાંકરી ખેંચી,
| |
| {{Space}}{{Space}} હોંચી રે હોંચી!
| |
| ઊભી બજારેથી ભાગોળે ભૂંચી...
| |
| {{Space}}{{Space}} હોંચી રે હોંચી!
| |
| લાવો પટોળાં ને લાવો લ્યા પાં’ચી!
| |
| {{Space}}{{Space}} હોંચી રે હોંચી!
| |
| મારે લીધે આખી અરવલ્લી ઊંચી...
| |
| {{Space}}{{Space}} હોંચી રે હોંચી!
| |
| હેંડી હેંડી ને હું તો હિમાલય પ્હોંચી!
| |
| {{Space}}{{Space}} હોંચી રે હોંચી!
| |
| છેલ્લે શિખર જઈને બાંધેલી માંચી....!
| |
| {{Space}}{{Space}} હોંચી રે હોંચી!
| |
| અંધારામેં મેં તો ઉપનિષદ વાંચી...
| |
| {{Space}}{{Space}} હોંચી રે હોંચી!
| |
| વાંચી વાંચીને બધી વૈકુંઠ ઢાંચી...
| |
| {{Space}}{{Space}} હોંચી રે હોંચી!
| |
| </poem>
| |
|
| |
| == વાત જરા છાની છે...! ==
| |
|
| |
| <poem>
| |
| વાત જરા છાની છે, કોઈનેય કે’વાની નૈં!
| |
| નદી સાવ નાની ને તોયે એ તો વહેવાની થૈ!
| |
| વાદળીને એવું કંઈ થોડું પુછાય છે,
| |
| {{Space}}{{Space}} ઇચ્છા કેમ ઓતવાની થૈ?
| |
|
| |
| દરિયો ક્યાં નાવને પૂછે છે કોઈ દિ
| |
| {{Space}} કિનારે ગઈ કે ના ગઈ!
| |
| કાચું મોતી અને અંદરથી ઓટેલું,
| |
| {{Space}} તોય એ તો કહેવાની થૈ!
| |
|
| |
| આખોય કારભાર રણને સોંપી,
| |
| એ તો બ્હાવરી કંઈ બહારગામ ગૈ!
| |
| પાણીની ઉપરવટ પહેરી પટોળાં,
| |
| {{Space}} માછલીઓ ચાર પગે થૈ!
| |
|
| |
| જળના તે ઘર વિશે જાળનો જ માંડવો,
| |
| {{Space}} તોય એ તો રહેવાની થૈ...!
| |
| ફૂલોના પંથકમાં પેઠો પવન,
| |
| {{Space}} પછી એને કશું સાનભાન નૈં!
| |
| ઝૂલ જેવાં લાગે પણ ઝાંઝવાં તે ઝાંઝવાં
| |
| {{Space}} તોય એતો લેવાની થૈ...!
| |
| </poem>
| |
|
| |
| == બીજું, બ્હા૨ અમથું શું લખીએ? ==
| |
|
| |
| <poem>
| |
| કાગળ ઉપર નામ તમારું નોંધ્યું
| |
| કોરમોર કંઈ કેસ૨ક્યારી, કંકુનું ઘર બાંધ્યું!
| |
|
| |
| બધી દિશાઓ સમય સમેટી બાજોઠ ઢાળી બેઠી
| |
| અક્ષર અક્ષર ઊગ્યા ભાણ ને અજવાળું આરાધ્યું!
| |
|
| |
| નદીઓ તેડી, ફૂલો તેડ્યાં, તારાનું કુળ તેડ્યું
| |
| વાદળનું પડતર ખેડ્યું ને જળનું તોરણ બાંધ્યું!
| |
|
| |
| ગોરંભો બાંધીને આખું ઝાડ ઊભું ઠલવાયું
| |
| પંખીએ માળામાં તરણું શ્વાસ લગોલગ સાંધ્યું!
| |
|
| |
| બીજું, બ્હાર અમથું શું લખીએ?
| |
| અવરજવર ઘર, સાવ અડોઅડ આખું અંદર લાધ્યું!
| |
| </poem>
| |
|
| |
| == અજવાળાનો અવસર ==
| |
|
| |
| <poem>
| |
| દીપ ધર્યા ને ઊમટી તેજસવારી,
| |
| ભીતર ગગન ઊઘડે બારી!
| |
|
| |
| ઝળહળ ઝળહળ ગોખ મેડીઓ, ઝળહળ ઝળહળ કેડી;
| |
| ખેતર, પાદર, ચોક, શેરીઓ ઝળહળ ઝળહળ તેડી;
| |
| અંધારાં ઓગળતાં અંદર,
| |
| ઝળહળ આભ-અટારી....... ભીતર....
| |
| તારલિયાનાં તેજ ઘૂંટીને ઊઘલ્યાં પારિજાત,
| |
| દીપ મઢેલી રાત અને કંઈ કંકુનાં પરભાત,
| |
| કમળ આળખ્યાં કમાડ ફરતે
| |
| મબલખ ફૂલડાં ક્યારી...ભીતર...
| |
|
| |
| અજવાળાનો અવસર લઈને આવી ઊજળી વેળા;
| |
| અંતર છોડી આંખો જેવું, પાંખો જેવું અનહદ ભળવું ભેળાં;
| |
| ક્ષણમાં ક્ષણની સંધિ બાંધી
| |
| સમય લિયો શણગારી...ભીતર...
| |
| </poem>
| |
|
| |
| == આમ ગણો તો કશું નહીં! ==
| |
|
| |
| <poem>
| |
| આમ ગણો તો કશું નહીં ને આમ ગણો તો ઘણું,
| |
| પડદાઓનું નગર વસ્યું આ, ક્યાં છે પોતાપણું?
| |
| અસ્થિમજ્જા રંગરૂપ આકા૨ આખરી ઓળખ શું છે?
| |
| શૂન્ય પછીનું શૂન્ય થતું શણગાર પાધરો પડાવ શું છે?
| |
| ઇંગલા પિંગલા આવન-જાવન સૂરજચંદર ભણું...
| |
|
| |
| કાગળના વિસ્તાર ઉપર કંઈ વગડા જેવું રહીએ
| |
| નકશામાં ચીતરેલી નદીએ કેમ કરીને નહીએ?
| |
| ઊલી ગયેલી વેળાનાં અહીં ખાલી ખેતર લણું.....
| |
|
| |
| ગોઝારું એવું આવ્યું કે અમને અમે થયાનું ભાસ્યું
| |
| લ્હેર્યો લેતું કમળસરોવ૨ વારે ઘડીએ વાસ્યું
| |
| મોજાં તૂટતાં તીરે આવી હું રેતબંગલા ચણું.....
| |
|
| |
| નાછૂટકે એક ઘેઘૂર વડલો કાગળ ઉપર દોર્યો,
| |
| ઘટાઘોર કલશોર માંડવો મોઘમ મઘમઘ મો’ર્યો,
| |
| રથડા ખેડ્યાં રંગછાંયડે રોમ રોમ રણઝણું....
| |
| </poem>
| |
|
| |
| == ઝીલણ ઝીલવાને! ==
| |
|
| |
| <poem>
| |
| સરખી સાહેલીઓ ટોળે મળીને કાંઈ
| |
| {{space}} ગ્યાંતાં જુમનાજીને તીર, ઝીલણ ઝીલવાને!
| |
| વેણુ વાગે ને સૂતી નગરી જાગે,
| |
| {{space}} મન મથુરાને મારગે અધીર, ઝીલણ ઝીલવાને!
| |
| લહેરે લહેરે ચડ્યાં ભર રે જોબન,
| |
| {{space}} મારી નાડીઓના વેગ નહીં થીર, ઝીલણ ઝીલવાને!
| |
| નાવા ઊતરીએ તો નખની મરજાદ,
| |
| {{space}} અમે કાચી કાયાનાં અમીર, ઝીલણ ઝીલવાને!
| |
| આ કાંઠે બેડાં ને સામે કાંઠે તેડાં,
| |
| {{space}} પછી છૂટાં મેલ્યાં’તાં શરીર, ઝીલણ ઝીલવાને!
| |
| ચોગમ ચડ્યાં કંઈ ચંપાના ઘેન,
| |
| {{space}} અમે નીર જેવાં નીર ધર્યાં ચીર, ઝીલણ ઝીલવાને!
| |
| ઘેરી ઘેરી વાંસળીએ ઘેર્યું ગગન,
| |
| {{space}} અમે અડોઅડ ઊઘડ્યાં મંદિર, ઝીલણ ઝીલવાને!
| |
| વાડી ખીલી ને ખીલ્યો મોગરો ને,
| |
| {{space}} કાંઈ શીતળ વાયા સમીર, ઝીલણ ઝીલવાને!
| |
| </poem>
| |
|
| |
| == દીવડો ==
| |
|
| |
| <poem>
| |
| મેં તો ઉંબર પર દીવડો મેલ્યો
| |
| {{space}} કે ઘર મારું ઝળહળતું!
| |
| પછી અંધારો ઓરડો ઠેલ્યો,
| |
| {{space}} ભીતર મારું ઝળહળતું...
| |
|
| |
| મેં તો મેડીએ દીવડો મેલ્યો
| |
| {{space}} કે મન મારું ઝળહળતું;
| |
| પછી ડમરો રેલમછેલ રેલ્યો
| |
| {{space}} કે વન મારું ઝળહળતું...
| |
|
| |
| મેં તો કૂવા પર દીવડો મેલ્યો
| |
| {{space}} કે જળ મારુંં ઝળહળતું;
| |
| પછી છાંયામાં છાંયો સંકેલ્યો
| |
| {{space}} સકલ મારું ઝળહળતું...
| |
|
| |
| મેં તો ખેતર પર દીવડો મેલ્યો,
| |
| {{space}} પાદર મારું ઝળહળતું;
| |
| પછી અવસર અજવાળાનો ખેલ્યો,
| |
| {{space}} અંતર મારું ઝળહળતું...
| |
|
| |
| મેં તો ડુંગ૨ ૫૨ દીવડો મેલ્યો,
| |
| {{space}} ગગન મારું ઝળહળતું;
| |
| પછી અણદીઠો અક્ષર ઉકેલ્યો,
| |
| {{space}} ભવન મારું ઝળહળતું...
| |
| </poem>
| |
|
| |
| == ગોરંભો લઈ ગગન ઝળૂંભે! ==
| |
|
| |
| <poem>
| |
| ગોરંભો લઈ ગગન ઝળૂંભે એક પડે ના ફોરું,
| |
| તારે ગામે ધોધમાર ને મારે ગામે કોરું!
| |
|
| |
| પલળેલી પહેલી માટીની મહેક પવન લઈ આવે,
| |
| ઝરમર ઝરમર ઝીલવું અમને બહાર કોઈ બોલાવે,
| |
| આઘે ઊભું કોણ નીતરતું, કોણ આવતું ઓરું?...
| |
|
| |
| નાગણ જેવી સીમ વછૂટી ધસી આવતી ઘરમાં,
| |
| ભીંતે ભીંતે ભાર ચડ્યા હું ભરત ભરું ઉંબરમાં,
| |
| ચાસ પડ્યા તારા ચૌટામાં, હું અંધારામાં અહીં ઓરુું...
| |
|
| |
| મચ્છ તાણીને તારે મારગ મેઘાડંબર આજે,
| |
| નદીએ નીર ચડ્યાં ને ચાંદો નેવાં ઢાંકી જાગે,
| |
| મોર ઊડ્યા તારી ડુંગરિયે, ટહુકા અહીં હું દોરું...
| |
|
| |
| ઉગમણું ચડવું ને અમને ઊતરવું આથમણું,
| |
| રાત ઢળે નીંદરમાં ઊઘલે સજ્યુંં ધજ્યું એક સમણું,
| |
| તારે ગોખે દીવા બળે, હું વાટ અહીં સંકોરું...
| |
| </poem>
| |
|
| |
| == પાટ ઉપર દીવો પેટાવી બેઠો છું! ==
| |
|
| |
| <poem>
| |
| પાટ ઉપર દીવો પેટાવી બેઠો છું!
| |
| ચાંદો સૂરજ ચૉકી બાંધી, નભ ચેતાવી બેઠો છું...
| |
|
| |
| પવન બધા પરકમ્મા કરતા, નવખંડ ધરતી ના’તી,
| |
| દશે દિશાઓ મંગળ ગાતી, છાયા સકલ સમાતી,
| |
| આખા અક્ષત, અક્ષર આખા, વખત વધાવી બેઠો છું...
| |
|
| |
| નહીં પિંડ, બ્રહ્માંડ નહીં, નહીં પુરુષ નહીં નારી,
| |
| ઝીલે બુંદ કોઈ બાળકુંવારી, બીજમાં ઊઘડે બારી,
| |
| સ્થંભ રચી બાવન ગજ ઊંચે, બાણ ચડાવી બેઠો છું....
| |
|
| |
| ચડ્યા પવન, કંઈ ચડ્યા પિયાલા, જ્યોત શિખાઓ ચડી
| |
| ચંદ્રકળાઓ ચડી ગગનમાં, અનહદ નૂરની ઝડી,
| |
| ઈંગલા પિંગલા શૂનગઢ સોબત, શિખર સજાવી બેઠો છું...
| |
|
| |
| નહીં ઉદય કે અસ્ત નહીં, નહીં મંડપ નહીં મેળા;
| |
| જલ થલ ગગન પવન નહીં પંખી, નહીં વાયક નહીં વેળા;
| |
| ગંગા જમના નાંગળ નાખી, ઘેર વળાવી બેઠો છું...
| |
| પાટ ઉપર દીવો પેટાવી બેઠો છું...
| |
| </poem>
| |
|
| |
| == સતગુરુની સંગે રે.... ==
| |
|
| |
| <poem>
| |
| મારા સતગુરુની સંગે રે, સતની વાતો થૈ!
| |
| હું તો આઠે પ્હોર ઉમંગે રે, સતની વાતો થૈ!
| |
| સતની વાતો થૈ, આખા ગામની ઘાત્યો ગૈ!
| |
| {{Space}}{{Space}} મારા સતગુરુની સંગે રે...
| |
|
| |
| પહેલે પડદે પ્રથમ ઠેલી, મેલી ડેલી મૈં,
| |
| નહીં થાપન કે નહીં ઉથાપન, ભીંત કે ભાત્યો નૈં,
| |
| {{Space}}{{Space}} મારા સતગુરુની સંગે રે....
| |
|
| |
| બીજે પડદે જળ સંકેલ્યું, ઓટ કે ભરતી નૈં,
| |
| નદી ખસેડી ના’તો હંસો, મોતી ખાતો મૈં,
| |
| {{Space}}{{Space}} મારા સતગુરુની સંગે રે....
| |
|
| |
| ત્રીજે પડદે ચાંદો સૂરજ, છોડ્યા છેડે જૈ,
| |
| નહીં અંધારું નહીં અજવાળું, દિવસ કે રાત્યો નૈં,
| |
| {{Space}}{{Space}} મારા સતગુરુની સંગે રે....
| |
|
| |
| ચોથે પડદે પવન પલાણ્યા, શઢ નહીં થંભી નહીં કૈં,
| |
| નહીં હણણણ નહીં હેષા, રેવંત રમતો થૈ થૈ થૈ,
| |
| {{Space}}{{Space}} મારા સતગુરુની સંગે રે....
| |
|
| |
| પાંચમે પડદે ગગન ઉઘાડ્યું, ઘઢ નહીં, પંખી નહીં,
| |
| નહીં હદ અનહદ, નહીં સમય સ્થળ, શબદ સમાતો તૈં,
| |
| {{Space}}{{Space}} મારા સતગુરુની સંગે રે....
| |
| </poem>
| |
|
| |
| == કૂવામાં પાણી ખારું આવ્યું છે! ==
| |
|
| |
| <poem>
| |
| કૂવામાં પાણી ખારું આવ્યું છે,
| |
| આપણું જ ઓરેલું અંધારું આવ્યું છે!
| |
|
| |
| કાઢ્યું છે નખ્ખોદ, નદીઓ, પહાડોનું,
| |
| શોધી આપો હોય જો સરનામું જંગલ ઝાડોનું!
| |
| માટી નહીં, માણસને ખોદો,
| |
| મેલું મન મજિયારું આવ્યું છે!
| |
|
| |
| બધી વસંતો ફૂલોની દરખાસ્તો સાથે આવી છે,
| |
| આપણે તો વાદળ કાપી જળની છબી મઢાવી છે!
| |
| ઋતુઓમાં પણ રેત પૂરી છે,
| |
| રણ ક્યાં અણધાર્યું આવ્યું છે?
| |
|
| |
| શું કરશો ખૂંટા મારીને, નળસરોવર નાનું ક્યાં છે?
| |
| છાલક વાગે સાઇબીરિયામાં, સારસનું મન છાનું ક્યાં છે?
| |
| સીમા સરહદ પારથી
| |
| સહિયારું આવ્યું છે!
| |
|
| |
| આ છેડે શું પેલે છેડે, સૂરજ આવે જાય છે,
| |
| પાણી ને પરપોટા વચ્ચે પછીત મોટી થાય છે!
| |
| વધ વધ કરતી વાડનું નાકું જોઈ લો,
| |
| શ્વાસ વચ્ચેવચ્ચે ખોડીબારું આવ્યું છે!
| |
| </poem>
| |
|
| |
| == ઝાડ થવાનું મન ==
| |
|
| |
| <poem>
| |
| લીલાં લીલાં ઝાડ કે અમને ઝાડ થવાનું મન,
| |
| ઝાડ થવાનું મન કે અમને ચડવું ઊંચે ગગન!
| |
|
| |
| લીલાં લીલાં ઝાડ કે અમને ડાળ થવાનું મન,
| |
| ડાળ થવાનું મન કે અમને ઝૂલવું વન-ઉપવન!
| |
|
| |
| લીલાં લીલાં ઝાડ કે અમને પાન થવાનું મન,
| |
| પાન થવાનું મન પંખીનું ગાન થવાનું મન!
| |
|
| |
| લીલાં લીલાં ઝાડ કે અમને ફૂલ થવાનું મન,
| |
| ફૂલ થવાનું મન કે ફોરમ લઈને ફરું પવન!
| |
|
| |
| લીલાં લીલાં ઝાડ કે અમને થડ થવાનું મન,
| |
| થડ થવાનું મન અડીખમ પહાડ થવાનું મન!
| |
|
| |
| લીલાં લીલાં ઝાડ કે અમને મૂળ થવાનું મન,
| |
| મૂળ થવાનું મન ધરાની ધૂળમાં થવું મગન!
| |
| </poem>
| |
|
| |
| == ઉમૈડી! ==
| |
|
| |
| <poem>
| |
| મારા વાડામેં ઉમૈડી,
| |
| ઉમૈડી લચકાલોર, અઢળક ઉમૈડી!
| |
|
| |
| ઉમૈડી અધવચ ઉતારા,
| |
| અંદર અંધારું ઘોર, અઢળક ઉમૈડી!
| |
|
| |
| ઉમૈડી હફરક હડદોલો,
| |
| હડદોલે ઝાઝું જોર, અઢળક ઉમૈડી!
| |
|
| |
| ઉમૈડી અડધું વાડોલું,
| |
| અડધું ઊગ્યું કલશોર, અઢળક ઉમૈડી!
| |
|
| |
| ઉમૈડી ઊઘલી અણધારી,
| |
| મહીં કાચા તણાતા દોર, અઢળક ઉમૈડી!
| |
|
| |
| કોણે ઊંઘમાં વેડી ઉમૈડી?
| |
| સૈ! કોણે ઉડાડ્યા મોર, અઢળક ઉમૈડી!
| |
| </poem>
| |
|
| |
| == મેડીનો મઘમઘ મોગરો ==
| |
|
| |
| <poem>
| |
| અવળાસવળી ઓકળીઓના આરા,
| |
| {{Space}}{{Space}} મેડીનો મઘમઘ મોગરો રે!
| |
|
| |
| ચડતી વેલ ઢળતી વેલ આંખોમાં જવારા,
| |
| {{Space}}{{Space}} મેડીનો મઘમઘ મોગરો રે!
| |
|
| |
| તલપુર નગરી નખપુર નગરી ઝલમલ દીવડા ઠાર્યા,
| |
| {{Space}}{{Space}} મેડીનો મઘમઘ મોગરો રે!
| |
|
| |
| ચડતાં પાણી અડતાં પાણી આછરતા ઓવારા,
| |
| {{Space}}{{Space}} મેડીનો મઘમઘ મોગરો રે!
| |
|
| |
| તરતી હરણી ડૂબતી હરણી ડસિયા નવલખ તારા,
| |
| {{Space}}{{Space}} મેડીનો મઘમઘ મોગરો રે!
| |
|
| |
| કોરાં પાન કાચાં પાન કંકુના ભણકારા,
| |
| {{Space}}{{Space}} મેડીનો મઘમઘ મોગરો રે!
| |
|
| |
| લીલા ડુંગર લીલી દેરી, લીલાઘન મોભારા,
| |
| {{Space}}{{Space}} મેડીનો મઘમઘ મોગરો રે!
| |
|
| |
| રણઝણ વેળા, રણઝણ ઘૂઘરી, રણઝણ રથ શણગાર્યો,
| |
| {{Space}}{{Space}} મેડીનો મઘમઘ મોગરો રે!
| |
| </poem>
| |
|
| |
| == મેલો, દલપત, ડા’પણ મેલો... ==
| |
|
| |
| <poem>
| |
| મેલી, દલપત, ડા’પણ મેલો!
| |
| છેક સુધીનું અંધારું છે,
| |
| મૂકી શકો તો, દીવા જેવી થાપણ મેલો!
| |
|
| |
| ભણ્યાગણ્યા બહુ દરિયા ડો’ળ્યા,
| |
| {{Space}} ગિનાન ગાંજો પીધો.
| |
| છૂટ્યો નહીં સામાન
| |
| {{Space}} ઉપરથી છાંયો બાંધી લીધો,
| |
| જાતર ક્યાં અઘરી છે, જીવણ?
| |
| {{Space}} થકવી નાખે થેલો...
| |
|
| |
| મન હરાયું, નકટું, નૂગરું
| |
| {{Space}} રણમાં વેલા વાવે,
| |
| ઊભા દોરનો દરિયો ફાડી
| |
| {{Space}} આડી રેત ચડાવે!
| |
| કેમ કરી રોકી છોળોને?
| |
| {{Space}} બમણી વાગે ઠેલો...
| |
| પીએચ.ડી.ની પદવી તેથી શું?
| |
| {{Space}} ભણી કવિતા ભગવી તેથી શું?
| |
| પડદા તો એવા ને એવા
| |
| {{Space}} જ્યોત પાટ પર જગવી તેથી શું?
| |
| વાળી લ્યો બાજોઠ બહારનો,
| |
| {{Space}} અંદર જઈ અઢેલો...
| |
|
| |
| પડવું તો બસ આખ્ખું પડવું,
| |
| {{Space}} અડધું પડધું પડવું શું?
| |
| અડવું તો આભે જઈ અડવું,
| |
| {{Space}} આસનથી ઊખડવું શું?
| |
| આખો ખૂંટો ખોદી કાઢી,
| |
| {{Space}} ખુલ્લંખુલ્લા ખેલો...
| |
| </poem>
| |
|
| |
| == જળને ઝાંપે ==
| |
|
| |
| <poem>
| |
| તું સમજે જે દૂર! તે સાવ જ તારી કને,
| |
| ફૂલ અને ફોરમને કેવું એક ઉતારે બને!
| |
| બની શકે તો સ્થિર ઊભેલા ઝાડ સામું જો,
| |
| આખેઆખા લીલાછમ ઉઘાડ સામું જો,
| |
| નાભિ જેવું નગર વસાવી
| |
| {{Space}} મૃગ ભટકે વનવને....તું સમજે
| |
|
| |
| કાં નીકળી જા બા’ર સદંતર, કાં ઊતરી જા અંદર;
| |
| જળને ઝાંપે ઝૂલે સમંદર, નહીં બેટ નહીં બા’રું બંદર;
| |
| નદી કૂંડીમાં ના’વા ઊતરે,
| |
| {{Space}}{{Space}} દરિયો ઊભે પને...તું સમજે
| |
|
| |
| મળવું એ જ હો મનસૂબો તો નકશા નાખ ધરામાં,
| |
| સૂરજ વાવમાં પાણી ગાળે, ચાંદો રમે ચરામાં;
| |
| સમું ઊતરે સામૈયું
| |
| {{Space}}{{Space}} તો રજની રેલે દને..... સમજે
| |
|
| |
| મન ગોઠે ત્યાં મેલ દીવો, બીજી રીતો રહેવા દે,
| |
| જળ પવન અને અજવાળાને એની રીતે વહેવા દે,
| |
| ઘડા માંહ્યલી આકુળ વેળા
| |
| {{Space}}{{Space}} ગગન થવા થનગને....તું સમજે
| |
| </poem>
| |
|
| |
| == મને લાગે છે ==
| |
|
| |
| <poem>
| |
| મારા શબ્દોનું સરકારીકરણ થવા લાગ્યું છે,
| |
| મારા અવાજને ફાઈલ-બોર્ડમાં મૂકીને
| |
| ઉપરથી કોઈએ ક્લિપો મારી દીધી છે!
| |
| હું કદાચ બંધ થવા આવ્યો છું.
| |
|
| |
| નદીના કાંઠેથી છોડેલો અવાજ
| |
| સામેની ભેખડેથી અકબંધ પાછો આવે,
| |
| એ રસ્તો મારે કાયમ રાખવાનો હતો;
| |
| આટલી બધી આંતરીઓ કેમ પડી ગઈ અવાજમાં?
| |
|
| |
| જીંડવામાંથી તડકાસોતી ફૂટીને
| |
| ભોંય ઉપર પડતી દિવેલીઓ જેવા મારા શબ્દોનાં
| |
| કોઈકે નાકાં તોડી નાખ્યાં છે!
| |
| હું તારાઓની ભરતી, ફૂલોનો ઉઘાડ,
| |
| થાપાવાળી ભીંતો, રેતની ઓકળીઓ,
| |
| પંખીઓના માળા, માટીની મહેક, વાંસના ગરજા,
| |
| શેઢાની ઊંઘ, ઊંઘને ઓઢતા ચાસ
| |
| બધ્ધું - બધ્ધું જ ભૂલી રહ્યો છું
| |
|
| |
| અહીં ટેબલ ઉપર
| |
| ઘુવડની પાંખોમાં કપાઈ ગયેલું ગાઢું અંધારું
| |
| સીવી રહ્યો છું!
| |
|
| |
| એક ખતરનાક ફાંટો આગળ વધી રહ્યો છે
| |
| મારા રક્તમાં,
| |
| સાવ જ વસૂકી ગયેલા મુસદ્દાઓમાં
| |
| મારા શબ્દો મરી રહ્યા છે,
| |
| કાલે સવારે મારું શું થશે?
| |
| </poem>
| |
|
| |
| == તડકો પડે તો સારું ==
| |
|
| |
| <poem>
| |
| એક કૂંડામાં ચણોઠી વાવેલી છે તે
| |
| છેક ધાબે ચડી છે!
| |
| ગામડે હતો ત્યારે
| |
| એક વાર એની કાચી સીંગો ફોલી હતી!
| |
| પછી
| |
| પરોઢના સૂર્યની પુરાઈ રહેલી ખરીઓ
| |
| ઝાલી રહી ન હતી!
| |
| થોડી વાર પહેલાં જ ઝાપટું પડ્યું છે
| |
| માટી બધી બેબાકળી બની
| |
| ઘરમાં આવી ગઈ છે...
| |
| ચંદનના ઝાડ ઉપર
| |
| કાચિંડાએ મેઘધનુષ્ય માથે લીધું
| |
| અને
| |
| તીતીઘોડાનું જોડું
| |
| થોર ઉપર ના’તું ના’તું મોટું થઈ ગયું!
| |
| ચણોઠીના વેલાને ફૂટેલી નવી ડૂંખો
| |
| લીલી સાપણો જેવી
| |
| બારીના કાચ ઉપર હલ્યા કરે છે.
| |
| રગોમાં ચોમાસું ફાટે તે પહેલાં
| |
| તડકો પડે તો સારું!
| |
| </poem>
| |
|
| |
| == પડતર ==
| |
|
| |
| <poem>
| |
| આજનો જે ડ્રોઇંગ રૂમ છે
| |
| એ ભાગ
| |
| ત્યારે બાંધ્યા વગરનો ખુલ્લો હતો
| |
| ચોમાસામાં
| |
| મેં એમાં તુવર વાવેલી,
| |
| કાકડીના થોડા વેલા ચડાવેલા,
| |
| વચ્ચે વચ્ચે ગુવાર, ભીંડાની હારો કાઢેલી,
| |
| ગુંઠાના ચોથા ભાગ જેટલી જમીન હતી
| |
| પણ આખું ખેતર જાણે ઠલવાતું હતું!
| |
|
| |
| આજે
| |
| એ આખો ભાગ બંધ થઈ ગયો છે,
| |
| માટી નીચે જતી રહી છે;
| |
| લીલી, નાની, ચોરસ ટીકડીઓ જડેલી
| |
| ગાલીચા-ટાઇલ્સ ખૂણેખૂણા મેળવતી
| |
| માપસર ગોઠવાઈ ગઈ છે!
| |
| શરૂઆતમાં એવું લાગતું હતું કે
| |
| માટી મારું મૂળ છે :
| |
| થોડા દિવસ લોહીમાં ખેતર જેવું
| |
| તતડ્યું પણ ખરું!
| |
|
| |
| પણ પછી?
| |
| – પછી અહીં માટી પલળતી નથી,
| |
| તુવરની હારોમાં પવન વાતો નથી,
| |
| વેલા ચડતા નથી.
| |
| પાંદડા ઘસાતાં નથી.
| |
| હવે નક્કી છે કે
| |
| આ પડતરમાં તીડ પણ પડે એમ નથી!
| |
| </poem>
| |
|
| |
| == અંધારું ==
| |
|
| |
| <poem>
| |
| ધાર ઊતરીને નીચે ગયો
| |
| ત્યારે રેત શરૂ થઈ ગઈ હતી!
| |
| સામા કાંઠાની ભેખડો
| |
| નદીની સાથે જ
| |
| અખાત ભણી નીકળી પડી હતી!
| |
| આખા પટ ઉપર
| |
| છીપલીઓ બાળકની કોરી, ઉત્સુક આંખો જેવી
| |
| પથરાયેલી હતી!
| |
| જળની ઓકળીઓ જેવી રેતીની ઝૂલ
| |
| વાળીને ઉપાડી લેવાનું મન થયું!
| |
| માનો પાલવ આંખે, મોંઢે અને આખે ડીલે
| |
| વીંટ્યાના દિવસો યાદ આવી ગયા...
| |
| કરકરિયા પથ્થરની ઢગલી જેવું
| |
| હું ભેગું થવા મથ્યો!
| |
| મેં ઉઘાડા પગે ચાલવા માંડ્યું
| |
| અને રેતી નદી લઈને ઊતરી પડી અંદર!
| |
| પાછળ જોયું તો
| |
| ઊંડાં, ગાઢાં પગલાંની એક લાંબી હાર પડી હતી
| |
| અને અંધારું
| |
| અને ચરતું ચરતું મોટું થતું હતું!
| |
| </poem>
| |
|
| |
| == સવારે...! ==
| |
|
| |
| <poem>
| |
| મારા આંગણામાંનું
| |
| ચંદનનું ઝાડ હવે મોટું થઈ ગયું છે!
| |
| આખી અગાસી ઉપર
| |
| એનો છાંયો પથરાય છે!
| |
| પંખીઓની વસાહત
| |
| એમાં કરે છે રાતવાસો!
| |
|
| |
| રાત્રે
| |
| કાચની બારીઓમાં થઈને
| |
| રાતરાણી ઓરડામાં આવી
| |
| ઠાલવે છે અંધારું
| |
| અને ઠાલવે છે સુગંધી કાંપ!
| |
|
| |
| પરોઢે,
| |
| કલશોર ભરેલું જાગે છે ઝાડ!
| |
|
| |
| હું
| |
| ખરી પડેલાં પાંદડાં
| |
| વાળીને ઢગલી કરું છું
| |
| સવારે...!
| |
| </poem>
| |
|
| |
| == સાંજ ઢળે...... ==
| |
|
| |
| <poem>
| |
| સાંજ ઢળે,
| |
| પંખી માળે વળે,
| |
| ટેકરીઓ ઉપર ગામ મારું
| |
| અંધારે ઓગળે!
| |
|
| |
| વડ બધા
| |
| આખા વગડાનો ઘેરાવો બાંધી
| |
| મહીસાગરમાં છુટ્ટા ના’વા પડે!
| |
| ભાઠું ભીનું થતું થતું
| |
| નાભિનો ગઢ ચડે...
| |
|
| |
| પછી
| |
| કંકુના થાળમાં અજવાળેલો
| |
| સૂરજ નીકળે
| |
| છેક
| |
| ભળભાંખળે!
| |
| </poem>
| |
|
| |
| == મને મહીસાગર છાંટો! ==
| |
|
| |
| <poem>
| |
| કોઈ
| |
| કોદાળાની મૂંદર મારો
| |
| મારા માથામાં!
| |
| કોશવાળું હળ ચલાવો
| |
| મારી છાતી ઉપર!
| |
| હું ખેતર ભૂલવા લાગ્યો છું!
| |
| મારે જુવારનો વાઢ રંગોમાં ઝીલવો છે
| |
| આ લીલી તુવેરની ઓર મને અડતી નથી!
| |
| મારી આંખો
| |
| કરકરિયા પથ્થર જેવી થઈ ગઈ છે!
| |
| ગોફણમાં ઘાલીને ફેંકી દઉં એમ થાય છે!
| |
| રમત રમતમાં
| |
| જે નાના છોડની મેં ડૂંખો ટૂંપી કાઢી હતી
| |
| તે રાયણ, આંબલી
| |
| આજે કેટલી મોટી થઈ ગઈ છે!
| |
| એની આખી ઉંમરને બથ ભરવાનું
| |
| મને મન થાય છે.
| |
| પણ
| |
| એટલા સાચા હાથ હું ક્યાંથી લાવું?
| |
| અહીં જાણે
| |
| મને કોઈ ઓળખતું જ નથી!
| |
| પંજેઠી ખેંચીને બનાવેલી પાળીઓ
| |
| સીધીસટ્ટ બસ, પડી રહી છે,
| |
| પાટલા ઘોની જેમ!
| |
| મને કોક પકડવા આવે એની રાહ જોઉં છું!
| |
| આ નેળિયું પણ
| |
| કશી નોંધ લીધા વગર ચાલ્યું જાય છે, નદી તરફ
| |
| મારા આખા ડીલે
| |
| ઝરડાંવાળી વાડો સોરાય તો સારું!
| |
| મારું શરીર ઠંડું પડી રહ્યું છે...
| |
| મને કોઈ, મહીસાગર છાંટો!
| |
| </poem>
| |
|
| |
| == ડૉ. બાબાસાહેબને ==
| |
|
| |
| <poem>
| |
| અમે થોડાં ફૂલ,
| |
| થોડા શબ્દો,
| |
| થોડાં પર્વો ગોઠવીને
| |
| તમારી ભવ્ય પ્રતિમાની ફરતે
| |
| બેઠા અને બોલ્યા :
| |
| તમે સમયનું શિખર!
| |
| ઇતિહાસનો જ્વલંત અધ્યાય તે તમે
| |
| ભારતના બંધારણનું
| |
| સુવર્ણ પૃષ્ઠ તે તમે!
| |
| દલિતની વેદનાનો ચરમ ઉદ્ગાર,
| |
| રૂઢિઓનો પ્રબલ પ્રહાર,
| |
| ક્રાંતિનો રણટંકાર તે તમે!
| |
| બુદ્ધની કરુણા તમારા અંતરમાં
| |
| ચૂએ ને
| |
| શબ્દમાં ખળભળ સમંદર ઘૂઘવે...!
| |
|
| |
| કોઈ પણ માટી કેટલું બધું મહેકી શકે
| |
| એ જોયું તમ થકી...
| |
| અમારું બોલવાનું બંધ ન થયું...!
| |
| એટલામાં ત્યાં એક પંખી આવ્યું
| |
| પીઠિકાને છેડે બેઠું.
| |
| ઊંચે પ્રતિમાની સામું જોયું
| |
| પછી ચાંચ પહોળી કરીને
| |
| ખુલ્લું કંઈક લવ્યું
| |
| ને ફરતું ચક્કર મારીને ઊડ્યું...
| |
|
| |
| ઝાડ-જંગલ ઓળંગી ઊડ્યું
| |
| ખેતર-પાદર
| |
| નગર-રાષ્ટ્ર ને સાત સમંદર
| |
| ક્ષિતિજ સીમાઓ છોડી
| |
| હદ-અનહદનું ઊડ્યું!
| |
| ત્યારે....
| |
|
| |
| પૃથ્વી કંઈ બોલી નહીં!
| |
| આકાશ કંઈ બોલ્યું નહીં!
| |
| ઝાડ કંઈ બોલ્યું નહીં!
| |
| પાણી કંઈ બોલ્યું નહીં!
| |
| ફૂલ કંઈ બોલ્યું નહીં!
| |
| ને અમે...
| |
|
| |
| બસ બોલ્યે જ ગયા
| |
| બોલ્યે જ ગયા!
| |
| </poem>
| |
|
| |
| == હું દલપત, દળનો પતિ.... ! ==
| |
|
| |
| <poem>
| |
| હું દલપત, દળનો પતિ
| |
| ધડ પડે ને શીશ લડે,
| |
| {{Space}} એ કથા અમારી નથી.
| |
|
| |
| રણ કે મેદાનો વિશે અમને કંઈ માહિતી નથી!
| |
| સૂર-સંગ્રામે ખેલનારા કોણ હતા, ક્યાં ગયા?
| |
| એ વિશે પણ અમે કશું જાણતા નથી!
| |
| અમે અહીં ભર્યે ભાણે બેઠા છીએ, બારોબાર!
| |
| પાદર પાદરે પડી છે સિંદૂરી ખાંભીઓ
| |
| અન્ય રડે ને આંસુ અમને પડે
| |
| {{Space}} એ વ્યથા અમારી નથી...
| |
|
| |
| ઘરમાં દાદાના વારાનો એક ભાલો હતો.
| |
| અમારા વડલા ભાલો રાખતા એટલે આટલો વેલો ટક્યો હશે!
| |
| આઘે પડી પડી, અડ્યા વગર પણ લોહી કાઢે એવી
| |
| હાથા ઉપર પિત્તળનાં ફૂલ અને ચાંપો જડેલી છરી હતી!
| |
| શૂરવીરતાની આવી એંધાણીઓ શોધતા
| |
| અમે હજી આગળ જઈ શકીએ તેમ છીએ...!
| |
| પણ ઘોડા તો ક્યારનાય છૂટી ગયા છે
| |
| બારણે જડી રાખી છે ઊભી નાળ,
| |
| રખે ને ડાબલા વાગે!
| |
| નદી અહીં રોજ પછાડો ખાવ તોપણ
| |
| મોળું લોઢું, પાણી જેવું સહેજ સરખું ચડે
| |
| એ પ્રથા અમારી નથી...
| |
| સરકારી દફ્તરે, સર્ટિફિકેટમાં
| |
| એકદમ સ્પષ્ટ રીતે
| |
| અમારા નામ પાછળ ‘સિંહ’ લાગે છે!
| |
| આટલી બધી સહીઓ કરી
| |
| પણ અમે એનો ઉપયોગ ગૃહીત રાખ્યો છે!
| |
| અમે જાણીએ છીએ કે
| |
| ખરી ડણક માત્ર ગીરમાં વાગે છે!
| |
| અમને આટલાં બધાં હથિયારો વચ્ચે પણ અહીં
| |
| ભીંહ લાગે છે!
| |
| કહેવાય છે સિંહનાં ટોળાં નથી હોતાં,
| |
| પણ હવે તો
| |
| નગરોમાં પણ
| |
| લાયન એન્ડ લાયોનેસની ક્લબો ચાલે છે!
| |
| આમ બધાં યથાસ્થાને
| |
| એટલે પોતપોતાના સ્થાને સારાં!
| |
| આમ છતાં અમારે
| |
| અહીં સહીની જેમ સ્પષ્ટ કરી લેવું જોઈએ કે
| |
| અગાઉની કે અત્યારની, તલવારની તોપની,
| |
| યુદ્ધની શાંતિની, ગીરની નગરની
| |
| {{Space}} એકેય વ્યવસ્થા અમારી નથી....!
| |
| આમ તો
| |
| અમારો એક છેડો કુરુક્ષેત્રમાં પડ્યો છે
| |
| અને બીજો છેડો પડ્યો છે કાંકરિયામાં!
| |
| જળ અને સ્થળને, તંબૂ અને તળને
| |
| અમે નથી સમજી શક્યા નથી સંભાળી શક્યા!
| |
| કહેવાય છે કે
| |
| કલિંગના યુદ્ધમેદાનમાં
| |
| કોક કરુણામય આંખો અંતર્ધાન થઈ હતી ને પછી
| |
| એક તલવાર થઈ હતી મ્યાન
| |
| પણ આજેય તે
| |
| તંબૂઓ ઊઠ્યા નથી અને જળ થયાં નથી શાન્ત!
| |
| શાંતિનાં મૂરત અમે ઇતિહાસમાં મૂકી રાખ્યાં છે.
| |
| ક્યારેક કબૂતરો ઉડાડવાનાં થાય ત્યારે
| |
| એમાંથી હવાલો મેળવી લઈએ છીએ!
| |
| તમારે જે કહેવું હોય તે કહો
| |
| આ અધ્યાય છે કે દંતકથા?
| |
| {{Space}} –એ કથા અમારી નથી !
| |
|
| |
| હું દલપત, દળનો પતિ!
| |
| ધડ પડે ને શીશ લડે એ કથા અમારી....
| |
| </poem>
| |
|
| |
| == હું ==
| |
|
| |
| <poem>
| |
| હું
| |
| મારા પોતાના જ ભંગાર નીચે
| |
| દટાઈ ગયો છું!
| |
| ચારે બાજુથી બધું પુરાઈ ગયું છે!
| |
| નીકળવાની જગ્યા જ રહી નથી.
| |
| આંખો અવાવરું થઈ ગઈ છે
| |
| અને કટાઈ ગઈ છે નજર!
| |
| ક્યાંયથી એરિયું પડે એમ નથી!
| |
| હાથપગ પડ્યા છે :
| |
| રદબાતલ, કાઢી નાખેલી ઍંગલો જેવા!
| |
| ત્વચા થઈ ગઈ છે બહેરીઠૂંઠ!
| |
| હથેળીઓમાં પાણી પડે છે તે
| |
| જાણે ટીચીટીચીને ચપ્પટ કરી દીધેલા
| |
| પતરા ઉપર પડતું હોય એવું લાગે છે!
| |
| મારું નાક, કાન બધું
| |
| દંતકથા જેવું બની ગયું છે!
| |
| વાણી માટી ખાઈને ઊંઘી ગઈ છે!
| |
| મારા નામનાં પાટિયાં ચરી ચરીને
| |
| ઊધઈ મોટી થઈ ગઈ છે!
| |
| અને શ્વાસ ખવાઈ ગયા છે!
| |
| મારા જ ઘર વિશે
| |
| મારો આવરોજાવરો બંધ થઈ ગયો છે!
| |
| મને હવા અડતી નથી,
| |
| મને પાણી અડતું નથી,
| |
| મારા ચહેરા વિશે હું શંકામાં છું!
| |
| મ્હોરાંના થપ્પેથપ્પા ઉપરા-છાપરી પડ્યા છે,
| |
| હું મારા જ મ્હોરાના ટીંબામાં ફેરવાઈ ગયો છું અને
| |
| મોહે-જો-ડેરોની બીજી વસાહત જેવો
| |
| વાસી દીધેલો પડ્યો છું.
| |
| હું
| |
| મારો આખો વાસ ખસેડવા માંગું છું
| |
| પરંતુ હું સહેજ હલું
| |
| તો રહ્યોસહ્યો કાટમાળ પણ
| |
| ધસી પડે એમ છે
| |
| વેરવિખેર ઠીંકરામાં
| |
| કાલે
| |
| વળી પાછો તમારે મને ભેગો કરવો પડશે....!
| |
| </poem>
| |
|
| |
| == સૂકા છાંટાની સલામું ==
| |
|
| |
| <poem>
| |
| ઊંચી નેંચી ખજૂરી ઘમઘમે રે.
| |
| અમે ટૂંકાં તણાતાં કમાડ રે,
| |
| {{Space}} સાજણ એક આંબેલો.
| |
| ક્યાંક ડમરો છલકે ને મહેકે મોગરો,
| |
| અમે ક્યારીએ અંતરાયેલાં નીર રે;
| |
| {{Space}} સાજણ એકલ આંબેલો.
| |
| પૂછે પારકી ભૂમિનાં ગોરજ ગુજેડાં,
| |
| અમે સાતમી પછીતની સંકડાસ્યું;
| |
| {{Space}} સાજણ એકલ આંબેલો.
| |
| આંબો આંગણે ઊભો ને છાંયા પરદેશે,
| |
| અમે તોરણે તરાપેલી ગાંઠ્યું;
| |
| {{Space}} સાજણ એકલ આંબેલો.
| |
| એક પગલું ગાજે રે ગોરમટી ભર્યું,
| |
| અમે સૂકા છાંટાની સલામું;
| |
| {{Space}} સાજણ એકલ આંબેલો.
| |
| </poem>
| |
|
| |
| == જલતી દીવડી ==
| |
|
| |
| <poem>
| |
| જલતી દીવડી રે માઝમ રાત,
| |
| {{Space}} કોઈ મારી નજર ઉતારો.
| |
| નજર ઉતારો મારી છાંયા ગળાવો,
| |
| ઓરડે ઉછીના અંજવાસ...
| |
| {{Space}} કોઈ મારી નજર ઉતારો.
| |
|
| |
| ફૂલનો પછોડો ને નકલંકી દોરો,
| |
| તોરણ લીલાં ને કાંઠે કુંભ સ્થાપ્યો કોરોં,
| |
| અમે વાતો માંડીને ઉછર્યા બાગ...
| |
| {{Space}} કોઈ મારી નજર ઉતારો.
| |
|
| |
| રંગભર્યાં દરિયા શેં ચંપો ઉદાસી?
| |
| ચડત ચાંદરણી ને છલતી અગાસી,
| |
| અમે હેલે-હલકે વણસ્યાં વિસરામ...
| |
| {{Space}} કોઈ મારી નજર ઉતારો.
| |
|
| |
| ઊંબર આડો ને અટકે ઈંદર અસવારી,
| |
| પરોઢે પાછું ફરતી ઘેનની પથારી,
| |
| અમે સેં-શમણે સળગ્યાં સવાર...
| |
| {{Space}} કોઈ મારી નજર ઉતારો.
| |
| </poem>
| |
|
| |
| == ઝૂંપડી ઠીક પડે ત્યાં બાંધો! ==
| |
|
| |
| <poem>
| |
| ઘરમાં કે જંગલમાં બાંધો, ઝૂંપડી ઠીક પડે ત્યાં બાંધો,
| |
| જગ્યાને ક્યાં કશે જવું છે? અહીં બાંધો કે ત્યાં જઈ બાંધો!
| |
|
| |
| મસ્તી કે’તાં માટી સોતું મટી જવાનું,
| |
| શઢ સંકેલી વેળાને પણ વટી જવાનું,
| |
| નભનું ક્યાં કોઈ નિશાન નક્કી?
| |
| ઓરું કે આઘેરું નોંધો...
| |
|
| |
| શિખર પછી પણ ક્યાં છે છેડો?
| |
| ઇચ્છાઓ તો આકાશે પણ અડાબીડ બંધાવે મેડો
| |
| વસ્તુને છે ક્યાં કોઈ વાંધો?
| |
| મનનો મૂળ બગડેલો બાંધો....
| |
|
| |
| ક્યાં છે અંત ને આરંભ ક્યાં છે?
| |
| ગગન સદાયે જ્યાંનું ત્યાં છે!
| |
| બહાર મળ્યો છે ક્યાં કોઈ તાળો?
| |
| આસન અંદર વાળો, સાધો...
| |
|
| |
| બળ્યા લાકડે, ભળ્યા ભોંયમાં, કોક હિમાળે ગળ્યા,
| |
| પવન ગયા તે ગયા, પછીના કોઈ સગડ ના મળ્યા,
| |
| શ્વાસ કનેરી તૂટ્યા કોટને
| |
| શું કાવડ? શું કાંધો? ...ઝૂંપડી
| |
| </poem>
| |
|
| |
| == હું બાહર ભીતર જોતી! ==
| |
|
| |
| <poem>
| |
| ચીઢા વચ્ચે ચોક ખૂલ્યા ને ચઉદિશ વરસ્યાં મોતી
| |
| {{Space}} હું બાહર ભીતર જોતી!
| |
|
| |
| મેં પ્રગટાવ્યો દીપ, દીપમાં હું જ ઝળોહળ જ્યોતિ,
| |
| હું જ ચડી મંદિર આરતી હું જ મગન થઈ મો’તી
| |
| કોની મૂરતિ ક્યાં પધરાવું, ઘર લિયો કોઈ ગોતી,
| |
| {{Space}} હું બાહર ભીતર જોતી!
| |
|
| |
| જળ મધ્યે હું ઝીલતી ઝીલણ હું જ ખળળ ખળ વહેતી,
| |
| હું મોજું, હું મત્સ્ય, છીપ હું, હું જ છલોછલ મોતી,
| |
| કુંભ ભરી આ કોણ નીકળ્યું? અરથ લિયો કોઈ ઓતી
| |
| {{Space}} હું બાહર ભીતર જોતી!
| |
|
| |
| હું માટી, હું મણકો, મંડપ, ગગન રમણ રળિયાતી,
| |
| શાખા પર્ણ પવન, ઊમટી હું, હું જ શમી મૂળમાંથી,
| |
| કોણ જગાડે ક્યાં જઈ કોને? – જ્યોત જુદી જ્યાં નો’તી
| |
| {{Space}} હું બાહર ભીતર જોતી!
| |
|
| |
| હું મારી નગરીમાં પેઠી, હાશ કરીને બેઠી.
| |
| ના આવું, ના નીસરું અહીંથી, કબૂ ન ઊતરું હેઠી,
| |
| કયે ખૂણેથી ખબર મોકલું? – હું જ મને જ્યાં ખોતી
| |
| {{Space}} હું બાહર ભીતર જોતી!
| |
| </poem>
| |
|
| |
| == ચાલ્યા કરે, કૈંનું કૈં! ==
| |
|
| |
| <poem>
| |
| મન તારે મુંઝાવું નૈં!
| |
| જિંદગી છે, આમતેમ ચાલ્યા કરે કૈંનું કૈં!
| |
| ઘરમાં દાઝેલી વનમાં જ્યાં ગઈ
| |
| ત્યાં વનમાં પણ લાગેલી લા’ય;
| |
| જઈ જઈને કેટલે આઘે જવું?
| |
| પડછાયા પાછા ના જાય;
| |
| {{Space}} કહે છે કે અજવાળું સાથે આવે,
| |
| {{Space}} બાકી બધું અહીંનું અ!
| |
| ઘેર જાય ઑફિસ ને ઘેર જાય નોંકરું,
| |
| બળદની ડોકેથી ઊતરે ના જોતરું,
| |
| સૂંઘે છે કોણ અહીં સાહેબ કે સિક્કાને?
| |
| ચલણ તો ચોખાનું, બાકી બધું ફોતરું;
| |
| {{Space}} સોનાની હોય તોય જાળ અંતે જાળ છે,
| |
| {{Space}} માછલીએ મરવાનું મૈં!
| |
|
| |
| નાટક છે : જોયા કર!
| |
| સળંગ જેવું લાગે તોયે
| |
| એમ જ ઊભી ભજવણી છે, જોયા કર!
| |
| અંકો, પાત્રો, દૃશ્યો, ડંકા, વેશ
| |
| બધી બજવણી છે, જોયા કર!
| |
| ખેલવું જો હોય ખરું, તો ભરાવી દે ખીંટીએ :
| |
| ભાલો, બખ્તર, ઢાલ, ધારણા બધું;
| |
| {{Space}} ખોળ હોય ખુલ્લી કે વાળેલી,
| |
| {{Space}} તારે ક્યાં ના’વા નિચોવાનું કૈં!
| |
|
| |
| શરીર છે : તાવતરિયો, શરદીખાંસી, સાંજુમાંદું થાય;
| |
| નોરતામાં નાયધુવે, પહેરેઓઢે, નાચેકૂદે, ગાય!
| |
| વડલા જેવું વસે છતાંયે વહેલું મોડું જાય;
| |
| આવડે તો ઊંઘી જા,
| |
| {{Space}} નાભિથી નાસિકા જેટલી નદી,
| |
| {{Space}} દન્ન ગયો ડૂબી ને રાત પડી ગૈ!
| |
| </poem>
| |
|
| |
| == નક્કામો આ ફેરો! ==
| |
|
| |
| <poem>
| |
| નક્કામો આ ફેરો દલજી, નક્કામો આ નેડો;
| |
| કોણ રહ્યું સણસારી ભીતર, કોણ ફાડતું છેડો?
| |
|
| |
| મેંદી જેવું મન ઉછેરી મલક બધીમાં મા’લ્યા,
| |
| માટીની ઇચ્છાઓ ઓથે ઘેઘૂર થઈને ફાલ્યા,
| |
| તૂટતાં પાન પવન પરબારો તોય મૂકે ના કેડો...
| |
| {{Space}} નક્કામો આ ફેરો...
| |
|
| |
| આમ જુઓ તો સાવ અડોઅડ, આમ જુઓ તો આઘું;
| |
| પિંડ અને પડછાયા વચ્ચે પડતર જેવો લાગું;
| |
| શિખર ચડું કે શેઢો, નભનો ક્યાંય નથી નિવેડો...
| |
| {{Space}} નક્કામો આ ફેરો...
| |
|
| |
| શ્વાસે શ્વાસે દોરી જેવું કોણ ઉમેરે છોડે?
| |
| દિન ઊગે દિન ડૂબે પંખી કયા દેશમાં દોડે?
| |
| અંતે પડાવ અણધાર્યો જ્યાં પાંગથ નહીં પછેડો...
| |
| {{Space}} નક્કામો આ ફેરો...
| |
| </poem>
| |
|
| |
| == આપણે તો આપણા મનના માલિક ==
| |
|
| |
| <poem>
| |
| આપણે તો આપણા મનના માલિક,
| |
| {{Space}} આપણી તે મસ્તીમાં રહીએ;
| |
| વાયરા તો આવે ને વાયરા તો જાય,
| |
| {{Space}} આપણે શું કામ ઊઠી જઈએ?
| |
| ના’વું તો ના’વું બસ નદીએ જઈ ના’વું
| |
| {{Space}} ને ગાવું તો ગોટમોટ ગાવું,
| |
| રમવું તો રેશમી રૂમાલ જેવું રમવું,
| |
| {{Space}} અમથું શું ફંટાવું આવું?
| |
| માર માર ઊઘલે આ મોજાંની સાયબી,
| |
| {{Space}} નાહકનાં છેટાં ના રહીએ.
| |
| વાદળનું એવું કે વરસે તો વરસે
| |
| {{Space}} પણ આંતરવું કેમ કરી નેવું?
| |
| અક્ષરનું એવું કે ઊકલે તો ઊકલે
| |
| {{Space}} પણ આગળનું કોને જઈ કહેવું?
| |
| વાળું વાળું ને તોય વધ્યા કરે વાવટો,
| |
| {{Space}} વાયકાના વણછે ના રહીએ...
| |
| આપણા મુકામ વિશે આપણો જ ડાયરો,
| |
| {{Space}} અવર કોઈ આવે ના આવે;
| |
| આપણું ગગન અને આપણી ગોઠડી,
| |
| {{Space}} મેઘ ઉપર મેઘ ચડી આવે;
| |
| અંગ અંગ પૂર, અમે ચોગમ ચકચૂર
| |
| {{Space}} રેલંતાં ખેલંતાં રહીએ...
| |
| </poem>
| |
|
| |
| == અંચળો ==
| |
|
| |
| <poem>
| |
| કોઈ રે ઉતારો મારો અંચળો,
| |
| અમે અમારા ઓઢેલા અંધાર રે!
| |
| {{Space}} કોઈ રે...
| |
| ઢાંકેલી માટીનાં બીજ બધાં બાવરાં,
| |
| એનાં મૂળ રે ભીતર મોજાં બા’ર રે!
| |
| {{Space}} કોઈ રે...
| |
| નિત રે સંજુ ને નિત નિત સંચરું,
| |
| અમને આઘે વાગે અમારા ભણકાર રે!
| |
| {{Space}} કોઈ રે...
| |
| કેમ રે સંકેલું કેમ કરી ઊકલું,
| |
| અમે અમારા ભીડેલા ભોગળ દ્વાર રે!
| |
| {{Space}} કોઈ રે...
| |
| ભીતર છેદો ને છેદો મારો છાંયડો,
| |
| અમને અમારા ઓળખાવો અપરંપરા રે!
| |
| {{Space}} કોઈ રે...
| |
| </poem>
| |
|
| |
| == હું તો અધરાતે ઊઠી...! ==
| |
|
| |
| <poem>
| |
| આવી ઊભી સરોવરિયા પાળ,
| |
| {{Space}} સાયબા, હું તો અધરાતે ઊઠી!
| |
| તારે હાથે ઓરડિયા ઉઘાડ,
| |
| {{Space}} સાયબા, હું તો અધરાતે ઊઠી!
| |
|
| |
| અડધી અટકું, અડધી ઊપડું અણધારી!
| |
| મેં તો ડુંગરા દીઠા ના દીઠા ઢાળ,
| |
| {{Space}} સાયબા, હું તો ઘર વિશે રુઠી!
| |
|
| |
| ઓઢું શું પહેરું, અવર શું હું વ્હોરું?
| |
| મેં તો ઝાલી કદંબ કેરી ડાળ,
| |
| {{Space}} સાયબા, હું તો જગ વિશે જૂઠી!
| |
|
| |
| મનમાં મૂંઝારા મારા તનમાં તપારા,
| |
| હું તો જળને તોડું કે તોડું જાળ?
| |
| {{Space}} સાયબા, હું તો બાંધેલી મૂઠી!
| |
|
| |
| કોણ તારા કિલ્લા ને કોણ તારી નગરી?
| |
| તારી ખડકીનાં કિયાં રે કમાડ,
| |
| {{Space}} સાયબા, હું તો બધી વાતે બૂઠી!
| |
|
| |
| અડધું લખું ને ઝળહળ આખું ઉકેલું,
| |
| મારે અક્ષર અક્ષર દીપકમાળ,
| |
| {{Space}} સાયબા, તારી પહેરી અંગૂઠી!
| |
| </poem>
| |
|
| |
| == કવિતા મને ગમે છે! ==
| |
|
| |
| <poem>
| |
| કવિતા મને ગમે છે.
| |
| જાત જ્યાં મારી, મને નિતારી ઝીણું ઝીણું ઝમે છે!
| |
|
| |
| કવિતા મારું ઘર ને શબ્દ મારો ઊતારો!
| |
| અક્ષર કેરી અટારીએથી ખેલું બાવન બા’રો!
| |
| પરા કશું ના પહેરેઓઢે, પશ્યન્તિ પડદે જઈ પોઢે
| |
| ઘાટ મધ્યમા ઘડે, ચાકડે ચડે વૈખરી
| |
| લાડેકોડે છાલકછોળે લાગટ ઊઠે-શમે છે!
| |
|
| |
| ગોરખ, કબીર, નરસિંહ, મીરાં અને આપણો અખો,
| |
| લોયલ, તોરલ, દાળલ, રૂપાંદે, ડાલી, ગંગાસતી
| |
| આગળ – રવિભાણ આદિ ને યાદી મારા સુધી લખો!
| |
| ઝળહળ વાણી ગગન ઝળુંબે, નવલખ તારા લૂમેઝૂમે,
| |
| ચાંદોસૂરજ તેજ પીવે ને,
| |
| આખેઆખી કોઢ શબ્દની કેવી ધમધમે છે!
| |
|
| |
| શું કામ હું બીજે મંદિર જાઉં કે બીજે જળ ચડાવું?
| |
| શાને પેટાવું બીજો દીવો? શીદ બીજે શિષ નમાવું?
| |
| શબ્દ દેવળ, શબ્દ દીવો, શબ્દ આરતી-સંધ્યા-ધૂપ,
| |
| ક્ષર-અક્ષર શું? અજર અમર શું?
| |
| ચર-અચર કે અવર કશું શું?
| |
| સાહેબ શબ્દસ્વરૂપ અરૂપી રીત રમે છે!
| |
| </poem>
| |
|
| |
| == શીદ પડ્યો છે પોથે? ==
| |
|
| |
| <poem>
| |
| વસુધા પરગટ વેદ પાથર્યો;
| |
| {{Space}} શીદ પડ્યો છે પોથે?
| |
| શબ્દ ઉતારે ભેદ આછર્યો;
| |
| {{Space}} શીદ ચડ્યો છે ગોથે?
| |
| ઢોળી જો આ જાત પવનમાં,
| |
| ડીલે માટી ચોળી જો,
| |
| વાંચી જો આ વહેતાં વાદળ,
| |
| વૃક્ષ-વેલને વળગી જો,
| |
| ઝીણી ઝરમર, ભીની ફરફર
| |
| સહેજ પવનની લહેર
| |
| {{Space}} અને કંઈ ફૂલડાં દોથે દોથે...!
| |
| કાષ્ઠ વિષે સૂતેલો અગ્નિ
| |
| દેવતા ક્યાંથી પાડે?
| |
| ભીંતે ચિતરી બિલ્લી
| |
| ઉંદર કેમ કરી ભગાડે?
| |
| જુગત જગાડે જ્યોત
| |
| જ્યોતમાં નહીં છોત નહીં છાયા,
| |
| દીવા આડે પડ્યું કોડિયું :
| |
| {{Space}} ડુંગર તરણા ઓથે!
| |
| આભ આખું ખુલ્લંખુલ્લું,
| |
| છેક સુધીની ધરતી ખુલ્લી
| |
| ખુલ્લાં પંખી, ખુલ્લી નદીઓ,
| |
| ખુલ્લા પર્વત-પ્હાડ;
| |
| પછાડ બેવડ પંછાયાને
| |
| વચલી વાડ ઉખાડ!
| |
| ઘુઘરિયાળો ઝાંખો :
| |
| {{Space}} જડિયાં વળગ્યાં જૂને ભોથે!
| |
| </poem>
| |
|
| |
| == વસ્તુ જડે તો જડે વિવેકે...! ==
| |
|
| |
| <poem>
| |
| જથારથ વસની જુગત જુદી છે;
| |
| {{Space}} શીદ તું અવળા ઉંબરા ઠેકે!
| |
| છોડી નાખ તું તારી વળીઓ,
| |
| {{Space}} આભ ઊભું પોતાને ટેકે!
| |
|
| |
| ઋતુઓ એની મેળે આવે,
| |
| {{Space}} મેઘ ક્યાં કોઈના તેડ્યા આવે!
| |
| કોણ મોકલે – ચંદ્ર, સૂરજ, તારા, નક્ષત્રો?
| |
| {{Space}} ભરતી-ઓટ કો’ ક્યાંથી આવે?
| |
| સહજના ઘરનો અખંડ ઓચ્છવ;
| |
| {{Space}} ચોગમ લે-લીન લીલા ફરૂકે...!
| |
|
| |
| મૂર્તિ-પથ્થર વિષે ન પ્રીછે;
| |
| {{Space}} પથ્થર-મૂર્તિ વિશે અશેષે,
| |
| તરણું, અંતરપટનું આડું,
| |
| {{Space}} કહોને, ડુંગર કઈ પેર દિસે?
| |
| દીઠઅદીઠના મોંઘમ મુકામે;
| |
| {{Space}} મંદિર આખું મઘમઘ મહેકે...!
| |
|
| |
| જે જે વસ્તુ જ્યાં, જેટલી,
| |
| {{Space}} જેવા રૂપમાં રાચે છે,
| |
| ચેતન વસ્તુ ત્યાં, તેટલી
| |
| {{Space}} તેવા રૂપમાં નાચે છે!
| |
| પૂર્ણપદને શું વત્તુઓછું, આખુંઅડધું?
| |
| {{Space}} જડે તો વસ્તુ જડે વિવેકે...!
| |
| </poem>
| |
|
| |
| '''દલપત પઢિયારના પુસ્તકો'''
| |
|
| |
| <poem>
| |
| ૧. ‘ભોંય બદલો’, નક્ષત્ર ટ્રસ્ટ, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૨
| |
| ૨. ‘સામે કાંઠે તેડાં’, રંગદ્વાર પ્રકાશન, પ્રથમ આવૃત્તિ, ૨૦૧૦
| |
| ૩. ‘ગાંધીયુગનું ગદ્ય’, ગુજરાત સાહિત્ય અકાદમી, પ્રથમ આવૃત્તિ, ૧૯૯૦
| |
| </poem>
| |