Line 32: |
Line 32: |

| == મિત્ર મડિયાને (અમેરિકા જતાં) ==

| <poem>

| પ્રતીક નવલાં, પ્રદેશ નવલા, પ્રજાયે નવી;

| નભોન્નત શું સ્કાયસ્ક્રેઇપર બુદ્ધિની સિદ્ધિ શા,

| સપાટ શત પ્રેઇરી હૃદયપ્રેમની રિદ્ધિ શા;

| ક્ષણેક્ષણ નિહાળ નિત્ય નવતા, સખે, તું કવિ!

| ન્યૂયૉર્ક કવિ વ્હિટમૅન સહ ક્રીડતી સ્વર્ગની

| વિલાસપ્રિય અપ્સરા, કવિપ્રિયા જ મૅન્હૅટ્ટન;

| પ્રણાલીપ્રિય ધર્મમુક્ત ઋષિ ફૉસ્ટનું બૉસ્ટન;

| સજીવ નિજ અટ્ટહાસ્યમહીં મસ્ત, સૅન્ડબર્ગની

| વિભીષણ વિશાલસ્કંધ નગરી શિકાગો; અને

| નવાં જ નરનાર ને શિશુ નવાં, નવાં માનવી;

| વળી નવલ રીતભાત, નવ વેશ, ભાષા નવી;

| છતાંય નવતા વિશે અસલ વસ્તુ, – શ્રદ્ધા મને –

| નવું હૃદય ના, હશે કરુણતા જ એમાં વસી;

| નવું ગગન ના, હશે જ કરુણાય ત્યાં ર્હૈ હસી.

| {{સ-મ|૧૯૫૫}}

| </poem>

| == મિત્ર મડિયાને (અમેરિકાથી પાછા ફરતાં) ==

| <poem>

| વિમાનમથકે ન મિત્ર મડિયાતણું સ્વાગત!

| પરંતુ અવ વિશ્વમાનવતણું છ સેવ્યું જગે

| મહાસ્વપન, આછું આછું મુજ નેત્ર સામે ઝગે;

| અધીર ઉર હે! વધાવ અણજાણ અભ્યાગત!

| નસેનસ પ્રચંડ ઊર્મિ ઊછળંત ઍટ્લેન્ટિક,

| છતાંય નિજ ચિત્ત તો સરલ સ્વસ્થ, બેચેન ના,

| ઇફેલ સમ, સેન્ટ પૉલ સમ; ટેમ્સ ને સેનના

| પ્રવાહ સમ શાંત, છો રુધિર હોય રોમૅન્ટિક;

| સ્વદેશ સ્વજનો બધું નીરખશે નવી દૃષ્ટિથી,

| પુરાતનતણું કર્યું અવ નવીનથી સ્પર્શન,

| અને નિકટનું કર્યું અવ સુદૂરથી દર્શન;

| નવી સમજ, સૂઝ પ્રાપ્ત અવ થૈ નવી સૃષ્ટિથી;

| વિમાનમથકે શું માત્ર મડિયા જ મૂર્તિ નવી?

| નવી જ નહીં એહને નયન હોય મારી છવિ?

| {{સ-મ|૧૯૫૬}}

| </poem>

| == અંગ્રેજી ઑનર્સનાં વિદ્યાર્થીઓને વિદાય ==

| <poem>

| સુરમ્ય સુખસ્વપ્ન શાં સભર ચાર વર્ષો વહ્યાં,

| લહ્યાં વયવસંતમાં કુસુમ સ્નેહની વૃદ્ધિનાં;

| ઉદાર ઉરથી પરસ્પર સ્વભાવ ને બુદ્ધિના

| અનેકવિધ દોષના કદીક કંટકોયે સહ્યા.

| વિવેચન, વળી કથા નવલ, નાટ્યકાવ્યો ભણ્યાં,

| સુપ્રજ્ઞ કવિ મિલ્ટને અસલ ક્રાંતિની ક્હૈ કથા,

| વદંત ઋષિ વર્ડ્ઝવર્થ પૃથવી પરે જે વ્યથા,

| અભિન્ન સમ સત્ય-સુન્દર કલાજ્ઞ કીટ્સે ગણ્યાં.

| જિહાં લગ ધરાતલે જીવન આપણે ધારશું

| ક્ષણો વિરલ રૂપની, રસસમાધિ આનંદની,

| સદા નીરસતાભર્યા ભવરણે રસસ્યંદિની,

| વિરૂપ જગની વ્યથા સમજવા ન સંભારશું?

| ભણ્યા જ નહીં માત્ર, કિંતુ મુજને ભણાવ્યો તમે;

| તમે જ ગુરુ, શિષ્ય હું, શિર સદૈવ એથી નમે.

| {{સ-મ|૧૯૫૬}}

| </poem>

| == પૃથ્વી (ઈશ્વરની દૃષ્ટિમાં) ==

| <poem>

| આષાઢી આ આભ જે મેઘઘેર્યું

| કૅમેરા શું હોય ના શ્યામરંગી

| વસ્ત્રે વીંટ્યો, ગોઠવ્યો સ્થિર; હેર્યું

| પૃથ્વીકેરું ફોકસે દૃશ્ય, ભંગી

| અંગાંગોની જે ક્ષણે સ્પષ્ટ, લાંબી

| ટૂંકી ઝાંખી સ્હેજ ના, સપ્રમાણ

| લાગી ત્યાં તો વીજની ચાંપ દાબી

| ઓચિંતાની, કોઈને થૈ ન જાણ;

| અંધારા કો ખંડમાં પ્લેટ ધોઈ

| હોંસે હોંસે (પ્રેમ શો સર્જનોમાં!),

| કેવું આવ્યું ચિત્ર કે જોઈ જોઈ

| પ્હેલાં ધાર્યો રોષ કૈં ગર્જનોમાં,

| અંતે સાર્યાં અશ્રુ કારુણ્યપૂર્ણ

| વર્ષારૂપે; ચિત્ર ત્યાં ચૂર્ણ ચૂર્ણ!

| {{સ-મ|૧૯૫૬}}
</poem>

| == કલાકોથી ==

| <poem>

| કલાકોથી મચ્યો વરસાદનો કકળાટ,

| ના, ના, આટલો કઠતો ન’તો ઉકળાટ.

| શો મોટ્ટા અવાજે એકસૂર રસહીન લાંબા

| :::: કોઈ ભાષણના સમો દે ત્રાસ.

| બારીબારણાં સૌ બંધ,

| આખા ખંડમાં વ્યાપી વળી ભીનાશ

| ને રૂંધે અખંડિત ખંડનું એકાંત, હું આંખો છતાંયે અંધ.

| ઠંડકમાં ઠરી ચારે દીવાલો,

| જેમ બુઢ્ઢાપે ઠરે છે જિંદગીના મસ્ત ખ્યાલો;

| વસ્ત્ર સૌ ખીંટી પરે લીલાં,

| હજુ આ દેશમાં જેવાં મનુષ્યોનાં વદન વીલાં;

| અને પોચાં પડ્યાં સૌ મેજ પરનાં પુસ્તકોનાં પાન,

| જેવાં લય વિનાનાં ગાન;

| કેવું બધું નિર્જીવ તે સૌ ભેજથી આજે છવાઈ ગયું,

| ને હૂંફથી ધડકી રહ્યું હૈયુંય તે આજે હવાઈ ગયું!

| {{સ-મ|૧૯૫૬}}

| </poem>

| == નિવેદન, ઑગસ્ટ ૧૯૫૬ ==

| <poem>

| આથી હશે અન્ય ન કોઈ રસ્તો?

| જે મૃત્યુ શો હોય ન સાવ સસ્તો

| ને પથ્થરોથી વધુ હોય પોચો

| (પોલીસનો થાય પછી ન લોચો),

| ટોપી સમું હોય સ્વમાન જેમાં

| ને વ્યક્તિનું ના અપમાન જેમાં,

| નેતા સમો સાવ ન હોય નવ્ય

| ને ભાષણો શો નવ હોય ભવ્ય,

| જે બુદ્ધિજીવી સમ ન્હોય બુઠ્ઠો,

| અશ્લીલ છાપાં સમ ન્હોય જુઠ્ઠો;

| ભાટાઈ જેમાં નહીં ક્યાંય ગાવી,

| ભોળી પ્રજાને નહીં ભાંગ પાવી,

| વિચારની જ્યાં નવ હોય શૂન્યતા

| ને ન્યાયની ન્હોય જરીય ન્યૂનતા,

| વિરોધ જ્યાં હોય વિવેકશુદ્ધ,

| જ્યાં યુદ્ધ હો શાંત જ, ધર્મયુદ્ધ;

| જ્યાં રોષ તો હોય, પરંતુ રમ્ય,

| જે નાટકી ના, પણ બુદ્ધિગમ્ય;

| જ્યાં ના તિજોરી તપતી, ન તાપ

| (એ દૂધ પીને ઊછર્યો જ સાપ);

| સત્તા સમો જે નવ હોય અંધ,

| ગોળી સદાની જહીં હોય બંધ,

| ને ના કદી હો વટનો સવાલ,

| જેમાં ન તેજોવધનોય ખ્યાલ,

| જેમાં પ્રજાને નવ હોય લાત,

| બેચાર જ્યાં સાંત્વનની જ વાત

| (જે કેમ કે આ ખુરશી મળી છે

| તે આ પ્રજાના જ પુણ્યે ફળી છે!),

| જેમાં જરીયે નવ જાય વ્હેમ

| અન્યોન્ય એવો પ્રગટે જ પ્રેમ,

| હો સ્વર્ગ તો યે જૂઠથી ન લેવું,

| પૃથ્વી પરે ક્યાંય ભલે જ ર્હેવું.

| બિરાદરી ખેલદિલી સમાજે

| ખિલાવવી હોય સદાય કાજે,

| મનુષ્યમાં જે ઘર ઘાલી બેઠાં

| અનિષ્ટ કૈં, કૈંક યુગોથી પેઠાં,

| દેવા સદાની સહુને શિકસ્તો

| હોવો ઘટે અન્ય જ કોઈ રસ્તો!

| {{સ-મ|૧૯૫૬}}

| </poem>

| == નિવેદન, ઑગસ્ટ ૧૯૫૬ ==

| <poem>

| આથી હશે અન્ય ન કોઈ રસ્તો?

| જે મૃત્યુ શો હોય ન સાવ સસ્તો

| ને પથ્થરોથી વધુ હોય પોચો

| (પોલીસનો થાય પછી ન લોચો),

| ટોપી સમું હોય સ્વમાન જેમાં

| ને વ્યક્તિનું ના અપમાન જેમાં,

| નેતા સમો સાવ ન હોય નવ્ય

| ને ભાષણો શો નવ હોય ભવ્ય,

| જે બુદ્ધિજીવી સમ ન્હોય બુઠ્ઠો,

| અશ્લીલ છાપાં સમ ન્હોય જુઠ્ઠો;

| ભાટાઈ જેમાં નહીં ક્યાંય ગાવી,

| ભોળી પ્રજાને નહીં ભાંગ પાવી,

| વિચારની જ્યાં નવ હોય શૂન્યતા

| ને ન્યાયની ન્હોય જરીય ન્યૂનતા,

| વિરોધ જ્યાં હોય વિવેકશુદ્ધ,

| જ્યાં યુદ્ધ હો શાંત જ, ધર્મયુદ્ધ;

| જ્યાં રોષ તો હોય, પરંતુ રમ્ય,

| જે નાટકી ના, પણ બુદ્ધિગમ્ય;

| જ્યાં ના તિજોરી તપતી, ન તાપ

| (એ દૂધ પીને ઊછર્યો જ સાપ);

| સત્તા સમો જે નવ હોય અંધ,

| ગોળી સદાની જહીં હોય બંધ,

| ને ના કદી હો વટનો સવાલ,

| જેમાં ન તેજોવધનોય ખ્યાલ,

| જેમાં પ્રજાને નવ હોય લાત,

| બેચાર જ્યાં સાંત્વનની જ વાત

| (જે કેમ કે આ ખુરશી મળી છે

| તે આ પ્રજાના જ પુણ્યે ફળી છે!),

| જેમાં જરીયે નવ જાય વ્હેમ

| અન્યોન્ય એવો પ્રગટે જ પ્રેમ,

| હો સ્વર્ગ તો યે જૂઠથી ન લેવું,

| પૃથ્વી પરે ક્યાંય ભલે જ ર્હેવું.

| બિરાદરી ખેલદિલી સમાજે

| ખિલાવવી હોય સદાય કાજે,

| મનુષ્યમાં જે ઘર ઘાલી બેઠાં

| અનિષ્ટ કૈં, કૈંક યુગોથી પેઠાં,

| દેવા સદાની સહુને શિકસ્તો

| હોવો ઘટે અન્ય જ કોઈ રસ્તો!

| {{સ-મ|૧૯૫૬}}

| </poem>

| == લોકલિપિ (જાહેર ઇમારતોની ભીંતો પર) ==

| <poem>

| અહીં દિને દિને ઠરી જતી ન તારકાવલિ,

| ક્ષણે ક્ષણે ખરી જતી વળી ન ફૂલની કલિ.

| અસંખ્ય આ વ્રણો

| સમાજના શરીરમાં, હવે વિશેષ ના ખણો,

| અને કહો ન : ‘ક્યાંય રોગ તો ન’તો,

| હતો સમાજ તંદુરસ્ત.’

| ભદ્રસુંદરીતણા વિશાલ વક્ષની પરે નખક્ષતો

| અહીં કર્યા; હશે કઠોર હસ્ત

| ને હશે વિરૂપ આંગળાં

| પરંતુ જે હશે ન પાંગળાં,

| હશે વિકારયુક્ત રક્ત

| કિંતુ ના હજુ અશક્ત,

| તંગ શી હશે નસો

| ઉછાળતી નવે રસો.

| રહસ્યપૂર્ણ આ લિપી ન પ્રેમની,

| મરોડદાર મોરપિચ્છથી ન આળખી,

| પરંતુ ચાક કોલસા વડે લખી,

| લિપી સુસ્પષ્ટ વૈરની, ન વાત લેશ વ્હેમની,

| કદીય જેમણે કરી ન ચૅકબુકમાં સહી

| પરંતુ એમની જ મૃત્યુલેખમાં

| :::: સમાજના અસંખ્ય આ રહી.

| અસંખ્ય આ ભવિષ્ય ભાખતાં વિનાશગીતને

| કદીક પાંખ જો ફૂટી...

| ત્યજી પુરાણ ભીંતને

| અવશ્ય લક્ષ્ય વીંધશે સુતીક્ષ્ણ તીર જેમ

| :::: સર્વ વેગમાં છૂટી છૂટી!

| {{સ-મ|૧૯૫૬}}

| </poem>

| == સ્વજનોને ==

| <poem>

| તમે ના આવો તે

| કશું ના ક્હાવો તે ખબર તમને શી મુજ સ્થિતિ?

| અધૂરા વાક્યે કો સતત ઝૂરતી હોય ન ઇતિ!

| હજી ના તાવો તો

| અને જો આવો તો ખબર તમને શી મુજ સ્થિતિ?

| પુન: શૂન્યત્વેથી હૃદય વિકસે વ્યાપક ક્ષિતિ!

| {{સ-મ|૧૯૫૬}}

| </poem>