17,602
edits
(Created page with "300px|frameless|center <center>'''<big>{{Color|Red|સાંપ્રત સાહિત્ય-વિચાર-જગતની ઝલક આપતું સામાયિક}}</big>'''</center> <center>{{fine|બીજો તબક્કો}}</center> <center>'''{{fine|સંપાદન: મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ}}</center> <br> frameless|center {{Heading...") |
No edit summary |
||
Line 103: | Line 103: | ||
</poem></center> | </poem></center> | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
== અનુક્રમ == | |||
સંચયનઃ બીજો તબક્કો: અંક : ૩ માર્ચ, - ૨૦૨૪ | |||
*{{color|DarkSlateBlue|સમ્પાદકીય}} | |||
** પંખીલોક ~ {{color|DarkSlateBlue|મણિલાલ હ. પટેલ}} | |||
*{{color|DarkSlateBlue|<big>કવિતા</big>}} | |||
**આયુષ્યના અવશેષે : {{color|DarkSlateBlue|રાજેન્દ્ર શાહ}} | |||
**સૉનેટ માળા : પ સૉનેટ | |||
***૧. ઘર ભણી | |||
***૨. પ્રવેશ | |||
***૩. સ્વજનોની સ્મૃતિ | |||
***૪. પરિવર્તન | |||
***૫. જીવનવિલય | |||
**એકલું ~ {{color|DarkSlateBlue|પ્રહ્લાદ પારેખ}} | |||
**બનાવટી ફૂલોને ~ {{color|DarkSlateBlue|પ્રહ્લાદ પારેખ}} | |||
**પરકમ્માવાસી ~ {{color|DarkSlateBlue|બાલમુકુન્દ દવે}} | |||
**મનમેળ ~ {{color|DarkSlateBlue|બાલમુકુન્દ દવે}} | |||
**આત્મદીપો ભવ ~ {{color|DarkSlateBlue|ભોગીલાલ ગાંધી}} | |||
**હવે આ હાથ ~ {{color|DarkSlateBlue|પ્રિયકાન્ત મણિયાર}} | |||
*{{color|DarkSlateBlue|<big>નિબંધ/લેખ</big>}} | |||
**મકાન એ જ ઘર? ~ {{color|DarkSlateBlue|રમણ સોની}} | |||
**ઇતિહાસનો દ્વિધાપૂર્ણ સામનોઃ આમિર ટિમૂર મૉન્યૂમેન્ટ ~ {{color|DarkSlateBlue|ભારતી રાણે}} | |||
**ઉઝબેક પ્રજાની સંવેદનશીલતાનો આયનો : તાશ્કંદનાં સ્મારકો ~ {{color|DarkSlateBlue|ભારતી રાણે}} | |||
**સાવ પોતાનો અવસાદ ~ {{color|DarkSlateBlue|રમણીક સોમેશ્વર}} | |||
**વાટ જોતું ઊભું છે આકાશ ~ {{color|DarkSlateBlue|રમણીક સોમેશ્વર}} | |||
**નાટ્યલેખન (લેખ) ~ {{color|DarkSlateBlue|સતીશ વ્યાસ}} | |||
*{{color|DarkSlateBlue|<big>વિવેચન</big>}} | |||
**વિવેચન વિશે ~ {{color|DarkSlateBlue|પ્રમોદકુમાર પટેલ}} | |||
*{{color|DarkSlateBlue|<big>નવલકથા - અનુવાદ</big>}} | |||
**કન્નડ નવલકથા : ગોધૂલિ ~ {{color|DarkSlateBlue|એસ.એલ. ભૈરપ્પા : અનુ. મીનળ દવે}} | |||
*{{color|DarkSlateBlue|<big>કલા જગત</big>}} | |||
**ચિત્રકલામાં શ્રમિકો ~ {{color|DarkSlateBlue|કનુ પટેલ}} | |||
==સમ્પાદકીય== | |||
[[File:Sanchayan 61 - 1.png|250px|left]]<big>{{color|DarkGreen|પંખીલોક}}</big><br>છે, પંખીઓ હજી ગામ છોડીને - સીમખેતરો છોડીને ગયાં નથી, જોકે એમનાં આશ્રયસ્થાનો ઓછાં થઈ જવાથી એમનાં ટોળાં નાનાં થયાં છે ને ઊડાઊડ કે અવરજવર પાંખી પડી છે ખરી. આ કબૂતરો જ જુઓને! નહીં તો ગામડાંમાં તો કબૂતરોનો પાર નહીં; એય હવે માંડ આઠદસના જૂથમાં જોવા મળે છે. ચબૂતરો તૂટવા સાથે એમનાં સહવાસ સ્થળો બદલાયાં છે, પેલાં દેશી નળિયાવાળાં બબ્બે પડાળિયાં મોટાં ઘર હવે ક્યાં રહ્યાં છે? શિયાળામાં આ ઘર-પડાળે ને વચલા મોભારે કબૂતરોનાં જૂથ મીઠો તડકો માણતાં-રસાણે ચઢેલાં -દેખાતાં. એમના એ સહચાર સાંજસવારોમાં તોફાનમસ્તીવાળા રહેતા હતા. ઘરના કરામાં અને એનાં પડાળ - ભીંતોના વચગાળામાં રહેતાં કબૂતરો હવે જૂનાં ઘર તૂટતાં બેઘર બન્યાં છે જાણે! ‘ધાબાવાળાં’ પાકાં મકાનોમાં જાણે કબૂતરોને બેસવાની સગવડ નથી ત્યાં વસવાની તો વાત જ ક્યાં! ફળિયે જુવાર-બાજરીની ચણ નાખનારા દાદા, વૃદ્ધ વડીલો ગયા એટલે ફળિયાં પંખીઓથી હવે છલકાતાં નથી. અરે, એવાં ફળિયાં જ ક્યાં છે - જેની પડસાળોમાં પાણીની ઠીબો અને ચણનાં પાત્રો લટકતાં હોય! પડસાળો ગઈ ને ઠીબોય ગઈ. અરે, કૂવાય જૂના થયા ને પડ્યા કે પૂરાયા - કબૂતરો ક્યાં જઈને વસે? ત્યારે તો કૂવાની ભીતરી બખોલોની ઠંડકમાં એ નમણાં-નાજુક પારેવાં ઘૂઘૂ કરીને પ્રેમમંત્ર ઘૂંટ્યા કરતાં હતાં. હવે તો પાણી માટે ‘બોર’, ‘હેન્ડપંપ’ કે ‘સબમર્સીબલ પંપ’ આવી ગયા છે. ચકલીને ન્હાવાય પાણી ખોળવું પડે છે ને સંકોચશીલ હોલો-હોલી તો સૂનમૂન બેસી રહે છે. જ્યાંત્યાં પાણી અને મનગમતી ચણ હતી તે હવે નથી રહ્યાં. ‘મારા વાડામાં બોલે બુલબુલ’ ગાનારા કવિ પણ હવે ક્યાં રહ્યા છે! | |||
ગામ તૂટ્યું ને વૃક્ષો કપાયાં. સીમમાં વૃક્ષોને નહેરનાં પાણી લાગ્યાં તે એય સૂકાયાં. ઝાડમાં ‘લાકડું’ જોનારા લોકો વધ્યા. ગામ ઉઘાડું પડી ગયું. લેલાંના ટોળાં તો ઘર-વાડાથી લઈને સીમ વગડો માથે લઈને હજીય કલકલાટ કરી મૂકતાં ઊઠે છે, પણ ચકલી-હોલા ઘટી ગયાં છે. અરે, ચિકચિકાટ કરી મૂકતી પીળી ચાંચવાળી કથ્થાઈ-કાળી કાબરોય ઓછી દેખાય છે.... ચોટલા કાબર પણ ઘટી છે. હા, કાગડા છે. પણ ચરાના વડ ઉપર એમની સભાઓ હવે ભરાતી નથી. એક સામટા ભેગા થયેલા કાગડા કદીક જ જોવા મળે... એવી સંખ્યામાં એ ક્રાક્રા કરતા ટોળે વળતા. જ્યારે કોઈ ‘કાગડાનું શબ’ - જોતા. અમે કહેતા ‘કાગડા લોકાચારે’ મળ્યા છે. હવે એકસામટા કાગડાઓને લોકાચારે જતા જોવાનું સરળ સહજ કે આંખવગું નથી રહ્યું. ફળિયાની કોર ઉપર ઊભેલી બકમલીમડી ઉપર સાંજે ચકલીઓ ચીંચીંચીંના કોહરામ સાથે ભેગી થતી; નદીકાંઠાનાં ખેતરોમાં ફરીને સૂડાઓ પાદરને લીમડે મુકામ કરતા. મહાદેવ પાસેની આંબલી ઉપર કાબરો રાત ગાળવા મળતી. જાણે પંખીઓએ ઝાડવાં વહેંચી લીધાં હતાં! એ વૃક્ષો કપાઈ જતાં પંખીઓ નોંધારાં થઈને ઊડી ગયાં છે. ગામ પંખીઓના કલરવોથી સ્વાભાવિક લાગતું હતું. હવે વધુ સમય સૂનમૂન લાગે છે. સીમમાંથી સાંજે વાડાની કણજીઓ ઉપર ઊડી આવતા ને રાત ગાળતા મોર હવે ક્યાં જતા હશે? કણજીઓ તો લાકડાં થઈ ગઈ છે. ગામ ટહૂકાઓ વિના પણ મજામાં રહેતું હશે? કેમ કરીનેે? રામ જાણે! | |||
હા, ખેતરોમાં હજી ટીંટોડીઓ ‘વક્તીતી વક્તીતી’ રટતી જીવતરની આશા બંધાવે છે. પણ તળાવનાં પાણી સાથે કમળ તો ગયાં; સાથે પેલી જળકૂકડીઓય ખપી ખૂટી! | |||
ઘર પાસેની ટેકરીઓનાં તેતર છેક વાડા સુધી આવી જતાં. ને જરાક અવાજ થતાં ફરુક કરતાં ઊડીને અમને છળાવી દેતાં. બંદૂકમાં તુવરના દાણા ભરીને બાપુ તેતરનો શિકાર કરતા - એમ દાદા વાતો કરતા. હવે તો છેક ખેતરોમાં જાઉં છું ને ટેકરીઓ પાસેનાં વાડ-પાન ફંફોસું છું ત્યારે ભાળવા મળે છે એકાદબે ગભરુ તેતરો! ત્યારે તો સવારે સીમની ‘વાટે લોટો ઢોળવા’ નીકળતા અને વનલાવરીના અવાજો મનને ભરી દેતા. મરઘીથી જરાક નાની એવી વનલાવરી - એના પીછાં પરનાં ટપકાંની ભાત - જોવાની તાલાવેલી રહેતી. વનલાવરી નવી પેઢીને તો કાગળમાં ચિત્ર દોરીને બતાવવી પડશે એમ લાગે - સારસ હવે વિરલ થતાં જાય છે. ત્યારે તો અમારાં ખેતરોમાં અમે કામ કરતાં હોઈએ અને થોડેક દૂર આ સારસબેલડીઓ ચરતી હોય - ગમ્મત કરતી હોય. કેટકેટલાં યુગલો હતાં - ઊડે કે આકાશ ભરાઈ જતું! એમની લાંબી ડોક આગળ અને એવા જ પાછળ ખેંચાતા લાંબા પગ... બે મોટી પાંખો - અમને તો એ ઊડતાં વિમાનો લાગતાં. એમના મધુર રણકાદાર અવાજો તો રાત્રિના પ્રહરેપ્રહરે મહીસાગરના કાંઠાથી સંભળાયા કરતા. હવે તો ચારે દિશાની સીમ ફરતાંય એકાદબે સારસબેલડી માંડ જોવા મળે છે. ક્યાં ગયાં એ મહાકાવ્ય યુગનાં ઋષિમુનિઓને પણ પ્રિય એવાં નિર્દોષ પ્રેમાળ પંખીઓ! | |||
ખેતરોના ક્યારાઓમાં પાણી ફરે છે ત્યારે થોડાં ઢેંક અને બગલા આવી બેસે છે. લણણી થયેલાં ખેતરોમાં દીવાળીઘોડાઓ પૂંછડી હલાવતા ઊડે છે. કાળિયોકોશી પણ ફળિયેથી ખેતર સુધી આંટાફેરો મારતો ઊડે છે. જાણે કશાકનું ‘સુપરવિઝન’ કરતો રહે છે એ. હજી પૂંછડીની સળી હલાવતા પતરંગા હવામાં સેલ્લારા લે છે. ને ઊડતાંવેંત પીંછાંના અંદરના રંગોથી આભને – સીમને છાંટી દેતાં ચાસ વીજળીની તારલાઈનો ઉપર મૂંગાં મૂંગાં બેસી રહે છે. ક્યાંક કલકલિયો તારસ્વરે બોલે છે. શિશિર ઊતરતાં કંસારા બોલે છે પણ દેખાતા નથી. ત્યારે તો ધૂળિયા નેળિયામાં હુદહુદ ચણતાં રહેતાં... હવે તો એનાં દર્શન પણ દુર્લભ થયાં છે. હા, સવારમાં દરજીડા અને બુલબુલ સંભળાય છે; પણ દૈયડના ઝીણા ટહૂકા ભાગ્યે જ સંભળાય છે. ક્યાંકથી ઝીણુંતીણું ટહૂકતાં શક્કરખોર ફૂલો શોધતાં આવે છે. ક્યારેક ઝાડડાળે ચંચળ નાચણ જોવા મળી જાય છે. દૂધિયા લટોરા અને રંગબેરંગી શોબિંગો તો આખીસીમ ફરતાંય નથી જોવા મળતાં. થોડા કરકડિયા કુંભાર વાડ-ઝાડમાં લપાતા ફરે છે – કાચિંડાના શિકારનો અેમને શોખ છે. કહે છે કે વિલાયતી ખાતરો અને વિલાયતી દવાઓ ખેતરોમાં વાપરવા માંડ્યાં ને જીવજંતુ ઘટવા માંડ્યાં ત્યારથી પંખીઓનું પર્યાવરણ પણ જોખમાયું છે. સાચી વાત છે, જમીનને વણખેડ્યે પોચી રાખતાં પલાં જમીનખેડુ અળસિયાંય નથી બચ્યાં! ઝેરી દવાનો પટ તો અનાજનેય લાગ્યો છે ને હવાનેય! સીમે રહ્યાંસહ્યાં પંખીઓ ઉદાસ આંખે જોતાં જોતાં આપણને ખમૈયા ‘કરવાનું’ કહે છે! પણ યંત્રો આગળ હવે કલરવો જાણે સંભળાતા નથી. | |||
ગીધ-સમડી-ઘૂવડ-ચીબરી પણ કોતરોની કણજીઓ પાંખી પડતાં મૂંઝાવાં લાગ્યાં છે. હોલો-ચકલી-કાગડો માળા માટે જગા શોધવા બાવરાં લાગે છે. થોડાં ઝાડ છે ને એમાં કાળે ઉનાળે મીઠું બોલતી કોયલ હજી સંભળાય છે – એના અવાજમાં વેદના પણ છે ને થોડી ચીમકી પણ! ક્યારેક જ જોવા મળતું લક્કખોદ હજી મારી લીલીછમ છાતીમાં ચાંચ મારતું કળાય છે... હું મને પૂછું છું – ‘ક્યાં છે મારો પંખીલોક?’<br> | |||
{{right|'''{{color|Brown|(મણિલાલ હ. પટેલ)}}'''}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
==કવિતા== |
edits