સંચયન-૬૧: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 258: Line 258:

અભિનવ સ્વરૂપે પામું, હું સદૈવ વિસર્જન.

અભિનવ સ્વરૂપે પામું, હું સદૈવ વિસર્જન.


</poem>
{{color|Orangered|<big>એકલું</big>}}
{{color|DarkSlateBlue|પ્રહ્‌લાદ પારેખ}}
<poem>
નભમાં ઊગે છે નવલખ તારલા, અગણિત સિંધુ-તરંગ,

ડાળે ડાળે વનમાં ફૂલડાં, માળે ગાયે વિહંગ;

{{gap|6em}}શાને રે લાગે તોયે એકલું!
સ્મૃતિ રે અંતર મારે લાખ છે, આશા કેરો ન પાર,

પડે રે હૈયું જ્યારે એકલું ત્યારે સંગ દેનારઃ

{{gap|6em}}તોયે રે લાગે આજે એકલું!
ઊભી રે ધરણી મારી પાસમાં, ઉપર આભ અપાર;

વાયુ રે નિત્યે વીંટી રહે મને, આખું વિશ્વ વિરાટ;

નાના રે હૈયાને લાગે એકલું!
કોઈ રે આવી કોઈ વહી ગયું મારે અંતરને દ્વાર;

કોઈ રે ગાઈ મૂંગું રહી ગયું, છાયો ઉરમાં સૂનકાર:

{{gap|6em}}એવું રે લાગે આજે એકલું!
</poem>
{{color|Orangered|<big>બનાવટી ફૂલોને</big>}}
{{color|DarkSlateBlue|પ્રહ્‌લાદ પારેખ}}
<poem>
{{gap|4em}}તમારે રંગો છે,

{{gap|4em}}અને આકારો છે,
કલાકારે દીધો, તમ સમીપ આનંદકણ છે,

અને  બાગોમાંનાં કુસુમ થકી લાંબુ જીવન છે.
{{gap|4em}}ઘરોની શોભામાં,

{{gap|4em}}કદી અંબોડામાં,
રહો છો ત્યાં જોઈ ઘડીકભર હૈયું હરખતું,

પ્રશંસા કેરાં એ કદીક વળી વેણો ઊચરતું.
{{gap|4em}}પરંતુ જાણ્યું છે,

{{gap|4em}}કદી વા માણ્યું છે,
શશીનું ભાનુનું, ક્ષિતિજ પરથી ભવ્ય ઊગવું?

વસંતે વાયુનું રસિક અડવું વા અનુભવ્યું?
{{gap|4em}}ન જાણો નિંદું છું,

{{gap|4em}}પરંતુ પૂછું છું,
તમારા હૈયાના ગહન મહીંયે આવું વસતુંઃ

દિનાન્તે આજે તો સકલ નિજ આપી ઝરી જવું.
</poem>
</poem>
17,602

edits