17,177
edits
No edit summary |
No edit summary |

Line 491: | Line 491: | ||
ભલે કહેવાયું હોય નિબંધ માટે, પણ નાટક માટે તો એ સવિશેષ સાચું છે કે નાટક લખવું એ જેવીતેવી વાત નથી. અનેક મર્યાદાઓ સાથે એ લખવું પડે છે. પ્રસ્તુતિ દરમ્યાન ભૂલેચૂકે ય ક્યાંક એવું લખાઈ જાય કે પ્રકાશ પાછળથી આવે છે અને અભિનેતા આગળ ઊભો છે તો એવે સમયે પ્રેક્ષકોને અભિનેતાનો ચહેરો દેખાશે જ નહીં ! મંચના પ્રત્યક્ષ અનુભવથી નાટક વિશેષ સફળ થઈ શકવાની સંભાવના છે. લેખક જાતે ભલે અભિનેતા ન હોય પણ એણે રિહર્સલ્સ જોવાં જોઈએ. પોતાની કૃતિનું પઠન કેવું થાય છે એ જોવું જોઈએ. | ભલે કહેવાયું હોય નિબંધ માટે, પણ નાટક માટે તો એ સવિશેષ સાચું છે કે નાટક લખવું એ જેવીતેવી વાત નથી. અનેક મર્યાદાઓ સાથે એ લખવું પડે છે. પ્રસ્તુતિ દરમ્યાન ભૂલેચૂકે ય ક્યાંક એવું લખાઈ જાય કે પ્રકાશ પાછળથી આવે છે અને અભિનેતા આગળ ઊભો છે તો એવે સમયે પ્રેક્ષકોને અભિનેતાનો ચહેરો દેખાશે જ નહીં ! મંચના પ્રત્યક્ષ અનુભવથી નાટક વિશેષ સફળ થઈ શકવાની સંભાવના છે. લેખક જાતે ભલે અભિનેતા ન હોય પણ એણે રિહર્સલ્સ જોવાં જોઈએ. પોતાની કૃતિનું પઠન કેવું થાય છે એ જોવું જોઈએ. | ||
રમતજગતની એક ઉપમા પ્રયોજીને કહેવું હોય તો એમ કહેવાય કે અન્ય સ્વરૂપોમાં દોડ સીધી છે જ્યારે નાટકમાં વિઘ્નદોડ છે. એ પાર કરતાં કરતાં લેખકે લક્ષ્યગામિતા સિદ્ધ કરવાની છે. | રમતજગતની એક ઉપમા પ્રયોજીને કહેવું હોય તો એમ કહેવાય કે અન્ય સ્વરૂપોમાં દોડ સીધી છે જ્યારે નાટકમાં વિઘ્નદોડ છે. એ પાર કરતાં કરતાં લેખકે લક્ષ્યગામિતા સિદ્ધ કરવાની છે. | ||
{{right|(પરબ, જૂન,૨૦૦૭ના અંકમાંથી ટૂંકાવીને )}}

[[File:Sanchayan 61 - 6.png|500px|center]] | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
==વિવેચન== | ==વિવેચન== | ||
[[File:30. pramodkumar Patel.jpg|right| | [[File:30. pramodkumar Patel.jpg|right|200px]] | ||
{{color|Orangered|વિવેચન વિશે}}
{{color|DarkSlateBlue|~ પ્રમોદકુમાર પટેલ}}
| {{color|Orangered|વિવેચન વિશે}}
{{color|DarkSlateBlue|~ પ્રમોદકુમાર પટેલ}}

{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કૃતિના સર્જનમાં તન્મય બની ચૂકેલા કવિને કે લેખકને, તત્ક્ષણ પૂરતી તો, તેની આસપાસના વાતાવરણમાં ચર્ચાઈ રહેલા આ કે તે સિદ્ધાંત કે વિવેચનવિચાર સાથે ભાગ્યે જ કશી નિસબત સંભવે છે. કશુંક સ્વયંભૂતાનું તત્ત્વ તેમાં કામ કરી રહ્યું હોય એમ તેને લાગે છે. કવિતા હોય કે વાર્તા, તેનો સર્જક તો પોતાની સંવેદના કે અંતઃપ્રેરણાને જ સચ્ચાઈથી ઓળખવા અને આલેખવા પ્રવૃત્ત થતો હોય છે. કૃતિનો વિધાયક સિદ્ધાંત (Shaping Principle) તેને તેની સંવેદનભૂત વસ્તુમાંથી જ મળ્યો હોય છે. તાત્પર્ય કે, રચનાની ક્ષણોમાં ભાષાના માધ્યમ સાથે કામ પાડતા સર્જકને તત્કાલ પૂરતો, વિવેચના આ કે તે સિદ્ધાંત કે વાદ સાથે, ભાગ્યે જ કશો સંબંધ રહે છે. પણ, જરા થોભીએ. સર્જનની ઘટના વિશેનું આ જાતનું વિવરણ હકીકતમાં અતિ સરલીકૃત નીવડવા સંભવ છે. કૃતિના નિર્માણમાં પરોવાયેલી સર્જકચેતના જે રીતે ગતિ કરતી રહે છે તે કંઈ હેતુશૂન્ય, પ્ર-વૃત્તિ હોતી નથી. વિશ્વસાહિત્યની મોટા ગજાની કોઈપણ કૃતિના રૂપવિધાનનો ખ્યાલ કરી જુઓ : ફ્લૉબૅરની વાસ્તવાવાદી કથા ‘માદામ બોવરી’ લો, એલિયટની વિશિષ્ટ સંવિધાનવાળી કૃતિ ‘ધ વેસ્ટ લૅન્ડ’ લો, કાફકાની પ્રતીકાત્મક રીતિની ‘ધ કેસલ’, કે બેકેટની બેનમૂન ઍબ્સર્ડ નાટ્યકૃતિ ‘વેઈટિંગ ફોર ગોદો’ લો - એ દરેકને પ્રાપ્ત થયેલી વિશિષ્ટ આકૃતિ એ કંઈ આકસ્મિક નીપજ નથી. એ દરેક સર્જકને, આગવા રહસ્યબોધને અનુરૂપ, આગવી આકૃતિની અપેક્ષા હતી. સંપ્રજ્ઞ બુદ્ધિથી તેમણે આગવી રીતે એના આકારની માવજત કરી છે. પણ પોતાના રહસ્યાનુભવને સૌથી સારી રીતે વ્યક્ત કરી શકાય એટલા પૂરતો જ એ પ્રશ્ન નહોતો : કળાની જે પ્રવૃત્તિમાં પોતે રોકાયો છે તેનો પરમ આદર્શ શો હોઈ શકે. અથવા પોતાની વિશેષ સંવેદનાને રૂપબદ્ધ કરવામાં કઈ રચનારીતિ સાર્થક ઠરે, અથવા પોતાને અભિમત અર્થો અને મૂલ્યો ભાવકો સુધી શી રીતે સફળતાપૂર્વક સંક્રમિત થઈ શકે- એવા એવા પ્રશ્નો તેમને ઓછેવત્તે અંશે રોકી રહેતા હોય એમ પણ જોવા મળશે. જો કે દરેક સર્જક આવા પ્રશ્નો વિશે હંમેશાં સ્પષ્ટ હોય જ એવું પણ નથી. પણ આખાય યુગ પર છવાઈ જતી પ્રતિભાઓ પોતાની સર્જનપ્રવૃત્તિ નિમિત્તે ઘણી બાજુએથી ચિંતન કરતી હોય છે. ‘પેરિસ રિવ્યૂ’ એ પશ્ચિમના અનેક અગ્રણી લેખકોની જે ‘મુલાકાતો’ ‘The Writers a Work’ના પાંચ ગ્રંથોમાં બહાર પાડી છે, તેમાં દરેક સર્જકની પ્રખર બૌદ્ધિકતાનો સુખદ પરિચય થાય છે. માત્ર પોતાની કળાનિર્માણની પ્રક્રિયા વિશે જ નહિ, પોતાના સર્જનના પ્રેરણાસ્ત્રોતો, રચનારીતિના પ્રશ્નો, સાંસ્કૃતિક/દાર્શનિક પ્રશ્નોનો મુકાબલો, સમાજ પ્રત્યેનું પોતાનું ઉત્તરદાયિત્વ - એમ અનેક દૃષ્ટિકોણથી તેઓ વિચારવિમર્શ કરી ચૂક્યા જણાશે. એ જ રીતે, ‘The Faith of An Artist’ (સં. જ્હોન વિલ્સન) ગ્રંથમાં પશ્ચિમના આ સદીના કેટલાક અગ્રણી લેખકો અને કળાકારોની જે અંગત કેફિયતો રજૂ થઈ છે, તે પણ આ દૃષ્ટિએ ઘણી દ્યોતક નીવડશે. કળા, સમાજ, સંસ્કૃતિ વગેરે વિષયોમાં તેમની મૂલ્યપ્રતીતિ અને માન્યતાઓ તેમાં રજૂ થઈ છે. વિવેચનની પ્રવૃત્તિઓ, મને લાગે છે કે, લેખકોનાં આ જાતનાં મનોવલણોને સંસ્કારવામાં કે તેને ઘાટ આપવામાં, પ્રત્યક્ષ નહિ તો પરોક્ષ રૂપેય, મોટો ફાળો આપે છે, આપી શકે છે. હકીકતમાં, જાગ્રત અને જવાબદાર વિવેચન સર્જાતા જતા સાહિત્યના પ્રાણપ્રશ્નોને સતત છણતું રહે છે. સાહિત્યના સિદ્ધાંતો કે વાદોની ચર્ચા કરે છે ત્યારે, કે કૃતિલક્ષી વિવેચનમાં રોકાય છે ત્યારે, કળાનાં ઉચ્ચતર મૂલ્યો સાથે તે પોતાની નિસબત પ્રગટ કરે છે, કરી શકે છે. તાત્પર્ય કે, સર્જાતા સાહિત્યને અનકૂળ બને તેવી Critical Climate ઊભી કરવા તે પ્રયત્નશીલ રહે છે. | કૃતિના સર્જનમાં તન્મય બની ચૂકેલા કવિને કે લેખકને, તત્ક્ષણ પૂરતી તો, તેની આસપાસના વાતાવરણમાં ચર્ચાઈ રહેલા આ કે તે સિદ્ધાંત કે વિવેચનવિચાર સાથે ભાગ્યે જ કશી નિસબત સંભવે છે. કશુંક સ્વયંભૂતાનું તત્ત્વ તેમાં કામ કરી રહ્યું હોય એમ તેને લાગે છે. કવિતા હોય કે વાર્તા, તેનો સર્જક તો પોતાની સંવેદના કે અંતઃપ્રેરણાને જ સચ્ચાઈથી ઓળખવા અને આલેખવા પ્રવૃત્ત થતો હોય છે. કૃતિનો વિધાયક સિદ્ધાંત (Shaping Principle) તેને તેની સંવેદનભૂત વસ્તુમાંથી જ મળ્યો હોય છે. તાત્પર્ય કે, રચનાની ક્ષણોમાં ભાષાના માધ્યમ સાથે કામ પાડતા સર્જકને તત્કાલ પૂરતો, વિવેચના આ કે તે સિદ્ધાંત કે વાદ સાથે, ભાગ્યે જ કશો સંબંધ રહે છે. પણ, જરા થોભીએ. સર્જનની ઘટના વિશેનું આ જાતનું વિવરણ હકીકતમાં અતિ સરલીકૃત નીવડવા સંભવ છે. કૃતિના નિર્માણમાં પરોવાયેલી સર્જકચેતના જે રીતે ગતિ કરતી રહે છે તે કંઈ હેતુશૂન્ય, પ્ર-વૃત્તિ હોતી નથી. વિશ્વસાહિત્યની મોટા ગજાની કોઈપણ કૃતિના રૂપવિધાનનો ખ્યાલ કરી જુઓ : ફ્લૉબૅરની વાસ્તવાવાદી કથા ‘માદામ બોવરી’ લો, એલિયટની વિશિષ્ટ સંવિધાનવાળી કૃતિ ‘ધ વેસ્ટ લૅન્ડ’ લો, કાફકાની પ્રતીકાત્મક રીતિની ‘ધ કેસલ’, કે બેકેટની બેનમૂન ઍબ્સર્ડ નાટ્યકૃતિ ‘વેઈટિંગ ફોર ગોદો’ લો - એ દરેકને પ્રાપ્ત થયેલી વિશિષ્ટ આકૃતિ એ કંઈ આકસ્મિક નીપજ નથી. એ દરેક સર્જકને, આગવા રહસ્યબોધને અનુરૂપ, આગવી આકૃતિની અપેક્ષા હતી. સંપ્રજ્ઞ બુદ્ધિથી તેમણે આગવી રીતે એના આકારની માવજત કરી છે. પણ પોતાના રહસ્યાનુભવને સૌથી સારી રીતે વ્યક્ત કરી શકાય એટલા પૂરતો જ એ પ્રશ્ન નહોતો : કળાની જે પ્રવૃત્તિમાં પોતે રોકાયો છે તેનો પરમ આદર્શ શો હોઈ શકે. અથવા પોતાની વિશેષ સંવેદનાને રૂપબદ્ધ કરવામાં કઈ રચનારીતિ સાર્થક ઠરે, અથવા પોતાને અભિમત અર્થો અને મૂલ્યો ભાવકો સુધી શી રીતે સફળતાપૂર્વક સંક્રમિત થઈ શકે- એવા એવા પ્રશ્નો તેમને ઓછેવત્તે અંશે રોકી રહેતા હોય એમ પણ જોવા મળશે. જો કે દરેક સર્જક આવા પ્રશ્નો વિશે હંમેશાં સ્પષ્ટ હોય જ એવું પણ નથી. પણ આખાય યુગ પર છવાઈ જતી પ્રતિભાઓ પોતાની સર્જનપ્રવૃત્તિ નિમિત્તે ઘણી બાજુએથી ચિંતન કરતી હોય છે. ‘પેરિસ રિવ્યૂ’ એ પશ્ચિમના અનેક અગ્રણી લેખકોની જે ‘મુલાકાતો’ ‘The Writers a Work’ના પાંચ ગ્રંથોમાં બહાર પાડી છે, તેમાં દરેક સર્જકની પ્રખર બૌદ્ધિકતાનો સુખદ પરિચય થાય છે. માત્ર પોતાની કળાનિર્માણની પ્રક્રિયા વિશે જ નહિ, પોતાના સર્જનના પ્રેરણાસ્ત્રોતો, રચનારીતિના પ્રશ્નો, સાંસ્કૃતિક/દાર્શનિક પ્રશ્નોનો મુકાબલો, સમાજ પ્રત્યેનું પોતાનું ઉત્તરદાયિત્વ - એમ અનેક દૃષ્ટિકોણથી તેઓ વિચારવિમર્શ કરી ચૂક્યા જણાશે. એ જ રીતે, ‘The Faith of An Artist’ (સં. જ્હોન વિલ્સન) ગ્રંથમાં પશ્ચિમના આ સદીના કેટલાક અગ્રણી લેખકો અને કળાકારોની જે અંગત કેફિયતો રજૂ થઈ છે, તે પણ આ દૃષ્ટિએ ઘણી દ્યોતક નીવડશે. કળા, સમાજ, સંસ્કૃતિ વગેરે વિષયોમાં તેમની મૂલ્યપ્રતીતિ અને માન્યતાઓ તેમાં રજૂ થઈ છે. વિવેચનની પ્રવૃત્તિઓ, મને લાગે છે કે, લેખકોનાં આ જાતનાં મનોવલણોને સંસ્કારવામાં કે તેને ઘાટ આપવામાં, પ્રત્યક્ષ નહિ તો પરોક્ષ રૂપેય, મોટો ફાળો આપે છે, આપી શકે છે. હકીકતમાં, જાગ્રત અને જવાબદાર વિવેચન સર્જાતા જતા સાહિત્યના પ્રાણપ્રશ્નોને સતત છણતું રહે છે. સાહિત્યના સિદ્ધાંતો કે વાદોની ચર્ચા કરે છે ત્યારે, કે કૃતિલક્ષી વિવેચનમાં રોકાય છે ત્યારે, કળાનાં ઉચ્ચતર મૂલ્યો સાથે તે પોતાની નિસબત પ્રગટ કરે છે, કરી શકે છે. તાત્પર્ય કે, સર્જાતા સાહિત્યને અનકૂળ બને તેવી Critical Climate ઊભી કરવા તે પ્રયત્નશીલ રહે છે. | ||
Line 506: | Line 504: | ||
{{right|- વિવેચનની ભૂમિકામાંથી}} | {{right|- વિવેચનની ભૂમિકામાંથી}} | ||
==નવલકથા - અનુવાદ== | |||
[[File:Sanchayan 61 - 3.jpg|250px|left]]{{color|Orangered|કન્નડ નવલકથા : ‘ગોધૂલિ’ }}
{{color|DarkSlateBlue|~ એસ. એલ. ભૈરપ્પા : અનુ. મીનળ દવે}}

{{Poem2Open}} | |||
લેખકનું નિવેદન : | |||
ઈ.સ. ૧૯૬૦ના ઓક્ટોબરથી ઈ.સ. ૧૯૬૭ના અંતભાગ સુધી લગભગ છ વર્ષ માટે મેં સરદાર પટેલ યુનિવર્સિટી (વલ્લભ વિદ્યાનગર) ખાતે વ્યાખ્યાતા તરીકે કામ કરેલું. ત્યારે ખેડા જિલ્લાના ખેડૂતોને તેમની ભેંસોની સંભાળ રાખવામાં, ફળદ્રુપ અને આરોગ્યપ્રદ દાણ પૂરું પાડવામાં, કુત્રિમ વીર્યદાન માટે અને આંચળમાં એક પણ ટીપું ન રહી જાય એ રીતે નળીઓથી દૂધ કાઢવામાં અમૂલ કઈ રીતે મદદરૂપ થાય છે, એ જાણવાની મને જિજ્ઞાસા થયેલી. જો ભેંસને પાડી જન્મતી તો એને માટે માના આંચળમાં થોડુ દૂધ રહેવા દેવાતું, પણ જો પાડો હોય તો ટીપું પણ ન રખાતું. એનું કારણ એ હતું કે પાડી તો ભવિષ્યમાં દુધાળું ઢોર બનવાની હતી. અમૂલે સંખ્યાબંધ પશુરોગનિષ્ણાત તબીબોને નોકરીએ રાખીને એવી ગોઠવણ કરી હતી કે પ્રત્યેક ગામમાં રોજેરોજ એક તબીબની મુલાકાત હોય જ. હું આ તબીબો સાથે મુસાફરી કરતો ત્યારે એમની સાથે આ અંગે ચર્ચા કરતો. એ લોકોના મતાનુસાર ગાય કે ભેંસ માત્ર દૂધ આપનારાં યંત્રો જ છે, જેઓ માનવજાતના લાભ માટે ઘાસનું દૂધમાં રૂપાંતર કરે છે અને પશુરોગવિજ્ઞાન આ પશુઓ પાસેથી ઓછામાં ઓછે ખર્ચે વધારેમાં વધારે લાભ શી રીતે મેળવી શકાય એ માટે માનવજાતને મદદ કરે છે. | |||
આ જાણીને મને એટલી તો પીડા અને વિષાદ થયાં કે એણે મારી કલ્પનાશક્તિને ઉત્તેજી અને એમાંથી ધીમે ધીમે ‘ગોધૂલિ’નું કથાવસ્તુ આકાર પામ્યું. આવી જ હતાશા જન્માવતી વેદનાઓમાંથી ગંભીર સાહિત્ય જન્મતું હોય છે. | |||
પૃથ્વીને તેની સમગ્ર સૃષ્ટિ સાથે હિંદુઓ માતા તરીકે પૂજે છે. જેમ આપણે ધરતીમાતા કહીએ છીએ, એજ રીતે ગૌમાતા પણ બોલીએ છીએ. જ્યાં સુધી આપણા જીવ પર જોખમ ન આવે ત્યાં સુધી આપણે વાઘ કે સાપ સુદ્ધાંને મારતા નથી. રાજાઓ માટે પણ માત્ર મનોરંજન માટે શિકાર વર્જ્ય હતો જ્યારે પ્રજાજનો કે નિર્દોષ પાલતું પ્રાણીઓ પર હુમલા થતા ત્યારે જ રાજાઓનો એ પ્રાણીઓના વધની પરવાનગી હતી. જૈન સંપ્રદાય તો અહિંસાનું અત્યંત સૂક્ષ્મતાથી પાલન કરે છે. અહિંસા અને કરુણા સંદર્ભમાં જૈન સંપ્રદાય હિંદુ ધર્મનો વિસ્તૃત પ્રવાહ છે. | |||
યહૂદી, ખ્રિસ્તી, ઈસ્લામ વગેરે ધર્મો એવું માને છે કે ઈશ્વરે આ પૃથ્વી માણસને સવલતો પૂરી પાડવા માટે રચી છે, જેમાં તમામ જીવસૃષ્ટિ, વનસ્પતિ અને જમીનનો સમાવેશ થઈ જાય છે. આ બધું માનવજાતના ઉપભોગ માટે જ છે. જ્યાં સુધી દૂધ આપી શકે ત્યાં સુધી ગાયનો ઉપયોગ દૂધ માટે થાય છે, પછી એનું માંસ ખાવા તથા જૂતાં બનાવવા માટે એનું ચામડું ખપમાં લેવાય છે. | |||
વાછરડાંની કુમળી ચામડી શ્રીમંત સ્ત્રીઓના પર્સ-હેન્ડબેગ બનાવવા માટે વપરાય છે. મૂડીવાદીઓ અને સામ્યવાદીઓ બંનેએ આર્થિક સમૃદ્ધિ માટે પૃથ્વીને સતત લૂંટી જ છે. | |||
ઈ.સ. ૧૯૭૭માં મેં ફ્રાન્સ, જર્મની, સ્વિટ્ઝલેન્ડ, ઈટાલી અને સ્પેનને આવરી લેતો ૨૫ દિવસનો પશ્ચિમ યુરોપનો પ્રવાસ કર્યો હતો. અંગ્રેજીભાષી દેશો જેવા કે બ્રિટન, અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં સરળતાથી શાકાહારી ભોજન મળી રહે છે. જ્યારે અહીં મારે રોજરોજ સવાર, બપોર, સાંજ અંગ્રેજી ઉપરાંતની આ બધા દેશની ભાષા બોલી શકતી મારી ગાઈડની મદદ લેવી પડતી હતી. એને બાપડીને મારા સિવાયના બીજા ૩૯ પ્રવાસીઓને પણ સાચવવાના હતા. ત્રીજે દિવસે એ મારી પાસે આવી, આપણી સાથે એક ઓસ્ટ્રેલિયન કુટુંબ છે, જે શાકાહારી છે. વળી, પ્રવાસી માર્ગદર્શિકાની મદદથી કામચલાઉ અન્ય ભાષાઓમાં વાત પણ કરી શકે છે. ‘મેં એમની સાથે વાત કરી છે અને તેઓ રોજ તમારી સાથે ભોજનના મેજ પર બેસવા રાજી છે,’ એ ત્રણે ગોરાઓ હતા, ૪૫ વર્ષનાં પતિ-પત્ની અને એમની દીકરી સોળ વર્ષની હતી. બીજા દિવસે મેં એમને પૂછ્યું. ‘મારા કુતૂહલ વિશે માફ કરજો, પણ તમે ત્રણેય શાકાહારી કેમ છો?’ એ ભાઈ જરા શાંત રહ્યા પછી સ્મિત આપીને એમની દીકરી તરફ આંગળી ચીંધી અને કહે, ‘આ બધું એના પ્રતાપે શક્ય બન્યું છે.’ હું એની તરફ ફર્યો. એણે સ્મિત આપ્યુંં. પછી એના પિતાએ આખી વાત કરી. | |||
દીકરી જ્યારે છ વર્ષની હતી ત્યારે એણે રૂપકડું નાનકડું ઘેટું પાળેલું. એ એને વહાલ કરતી, તેડતી, એની સાથે રમતી અને રાતે પોતાની જ પથારીમાં સુવાડતી. એક દિવસ એ શાળાએ ગયેલી અને પત્નીએ પતિને જમવામાં શું બનાવું તે પૂછ્યું પતિએ કુમળું માંસ ખાવાની ઇચ્છા બતાવી. પત્નીએ કહ્યું, ‘તો બજારમાં જઈને લઈ આવો, પણ એમ કરવામાં મોડું નહીં થઈ જાય?’ ‘તો પછી આપણે ત્યાં નાનું ઘેટું છે જ.’ ‘તો એને કાપી આપો. તમે તો કાપવામાં નિપુણ છો.’ પતિએ ધારદાર છરી લીધી. બચ્ચા ને બે પગ વચ્ચે પકડીને ગળેથી રહેંસી નાખ્યું. પત્નીએ સ્વાદિષ્ટ ભોજન રાંધ્યું. બંનેએ પેટ ભરીને ખાધું. | |||
શાળામાં રમી-ભણીને થાકેલી દીકરી સાંજે ઘરે આવી ત્યારે બરોબરની ભૂખી થયેલી, દફતર ફંગોળીને જમવાનું માગ્યું. પેટ ભરીને ખાધા બાદ પોતાના ઘેટાને રમાડવા પાછળ વાડામાં અને આખા ઘરમાં ફરી વળી, પણ ક્યાંય મળ્યું નહીં. એટલે માને પૂછ્યું, ‘મમ્મી, મારું ઘેટું ક્યાં છે?’ માએ કહ્યું, ‘તારા પેટમાં.’ મારા પેટમાં કેવી રીતે હોય? મજાક ન કરો. તમે એને ક્યાંક સંતાડી દીધું છે. જલદી કહોને ક્યાં છે? મારે એને વહાલ કરવું છે.’ માને હવે ભાન થયું કે એ લોકોએ કેવી મોટી ચૂક કરી છે. એમને કેમ એ વખતે સમજાયું નહીં કે દીકરી પર આની કેવી અસર થશે? એ ધ્રૂજી ઊઠી. ત્યાં પિતા આવ્યા અને દીકરીને આખી વાત સમજાવી. ‘તમે એને મારી જ કેમ શક્યા? તમે એનું ગળું રહેંસ્યું? અને લોહીથી તરબોળ કરી દીધું? તમે બંને કસાઈ છો, તમે, તમે, તમે બંને...’ અેનો અવાજ રૂંધાવા લાગ્યો. મોં ખુલ્લું જ રહી ગયું. ધ્રુસકું ગળામાં અટકી ગયું. એ અવાક્ થઈ ગઈ. | |||
માએ દાક્તરને ફોન કર્યો. દાક્તર દોડી આવ્યા. રૂંધાયેલો શ્વાસ ચાલુ થયો. એણે પિતાને મારવા માંડ્યું. પિતાએ પોતાના અપરાધની સજા સ્વીકારી લીધી, પણ ત્યાં તો દીકરી બેભાન થઈ ગઈ. એને દવાખાનમાં દાખલ કરવી પડી. મનોવૈજ્ઞાનિકની ચિકિત્સા શરૂ થઈ, પણ એ જ્યારે જ્યારે બોલે ત્યારે માંસ, લોહી, ખૂન, ચામડી એવા જ શબ્દો એના મોઢામાંથી નીકળતા હતા. માતાપિતાએ શાકાહારી બનવાનો નિર્ણય કર્યો. દીકરીને પણ એની જાણ કરી અને ધીમે ધીમે તે સાજી થવા લાગી. એના પિતાએ મને જણાવ્યું કે, ‘ઓસ્ટ્રેલિયામાં ઘણા ભારતીયો છે અને મોટા ભાગના શાકાહારી છે. અમે એવા પરિવારોનો સંપર્ક કરીને વિવિધ શાકાહારી વાનગીઓ બનાવતાં શીખ્યાં છીએ. વાસ્તવમાં માંસાહાર કરતાં શાકાહારમાં વાનગીઓની વિવિધતા વધારે છે.’ | |||
મેં સોળ વર્ષની દીકરીના મોં તરફ જોયું. ત્યાં સૌમ્ય શાંતિ ફેલાયેલી હતી. | |||
આ ઉપરાંત એક અન્ય પરિબળે આ નવલકથા લખવામાં મને સહાય કરી છે, એ છે છેલ્લા શતકમાં ભારતીય સમાજવ્યવસ્થામાં આવેલાં ધરખમ પરિવર્તનો, બ્રિટિશ શાસન પછી વૈવિધ્ય ધરાવતા ભારતીય સમાજમાં ધરમૂળથી ફેરફારો થયા છે. કુટુંબવ્યવસ્થા, વ્યક્તિઓના પારસ્પરિક સંબંધો, રીતરિવાજો, જાહેર સંક્રમણનાં સાધનો, શિક્ષણપ્રથા, પરિવહનનાં વાહનો, વગેરેમાં અનેક નવતર પરિબળોનું આગમન થયું છે. કેટલુંક લુપ્ત થવા લાગ્યું છે, કેટલુંક ભૂંસાઈ ગયું છે. પ્રાણીઓનું સ્થાન યાંત્રિક વાહનો અને માનવ-સહાયકોનું સ્થાન વીજળીથી ચાલતાં યંત્રોએ લીધું છે. પરિવારના પારસ્પરિક સંબંધો સંકોચાવા લાગ્યા છે. ખોરાક, પહેરવેશ, રહેણીકરણી, ભાષા બધું જ બદલાઈ ગયું છે. સમાજનો એક વર્ગ પ્રાચીન જીવનપધ્ધતિ અને પરંપરાને વફાદારીથી વળગી રહ્યો છે. એ અંગેના એમનાં વિચારો, માન્યતાઓ, ગમા-અણગમાઓ અત્યંત સ્પષ્ટ છે. કાલિંગ ગૌડા, તાયવ્વા, વેંકટરમણ, યંકટા વગેરે આ વર્ગનું પ્રતિનિધિત્વ કરતાં પાત્રો છે. સામે પક્ષે એક વર્ગ એવો છે કે જે કાં તો પરદેશથી આવ્યો છે અથવા પરદેશી જીવનશૈલી અને વિચારધારાથી પ્રભાવિત છે, જે સરકારી વ્યવસ્થામાં, અધિકારી તરીકે જોડાયેલો છે, જેને સંસ્કૃતિ કે પરંપારિત વિચારધારા સાથે કોઈ જ નિસબત નથી. આ વર્ગ બૌદ્ધિકતાનું સમર્થન કરે છે, યંત્ર-ટેકનોલોજીના ઉપયોગ સાથે નવીન જીવનશૈલીનો સ્વીકાર કરે છે. આ વર્ગમાં મામલતદારો, પોલીસ અધિકારી, ડેપ્યુટી કમિશ્નરો, અધિકારીઓ તથા ખાસ તો અમેરિકન યુવતી હિલ્ડાનો સમાવેશ થાય છે. જે સમસ્યા સર્જાઈ છે તે વચ્ચે રહી ગયેલા વર્ગની છે. એને નવીન સુવિધાઓ જોઈએ છે, પરંતુ અર્ધજાગ્રત મનમાં પરંપરા અને રીતરિવાજો સાથે એ મજબૂત ગાંઠથી જોડાયેલો છે જેનાથી અળગું થવું અઘરું છે. પરિણામે ચોમેર ઊડતી ધૂળ વચ્ચે એ પોતાનો માર્ગ શોધી શકતો નથી. પુટ્ટુ-કાલિંગ આ વર્ગનો પ્રતિનિધિ છે. એની એકલતા, છિન્ન મનોદશા અને બે વર્ગ તરફનું એનું ખેંચાણ આ નવલકથાનું મુખ્ય ચાલકબળ છે. | |||
મરાઠી અને હિંદી ઉપરાંત અન્ય ભારતીય ભાષાઓમાં અનુવાદિત ‘ગોધૂલિ’ ગુજરાતી ભાષામાં ઊતરી રહી છે, એનો મને આનંદ છે. મારી અન્ય કથાઓની જેમ ગુજરાતી વાચકો આને પણ સ્વીકારશે, એવી આશા છે. | |||
{{Poem2Close}} | |||
{{right|નવલકથાનો ગુજરાતી અનુવાદ - મીનળ દવે
(અરુણોદય પ્રકાશન : અમદાવાદ - ૧)}}

{{color|Orangered|‘ગોધૂલિ’ : પરિચય}} | |||
{{Poem2Open}} | |||
એસ. એલ. ભૈરપ્પાની કન્નડ નવલકથા ‘તબલ્યું નિનાદે મગ્ને’ ઈ.સ. : ૧૯૬૮માં પ્રકાશિત થઈ, જેના પરથી ઈ.સ. : ૧૯૭૭માં હિંદીમાં ‘ગોધૂલિ’ ચિત્રપટ ઊતર્યું હતું. ભૈરપ્પા ભારતીય કથાસાહિત્યમાં આદરપાત્ર સ્થાન ધરાવે છે. બે વિચારધારા, બે પેઢી, બે મૂલ્યો વચ્ચેનો સંઘર્ષ એમના કથાસાહિત્યમાં વિશેષપણે આલેખાતો રહ્યો છે. સદીઓથી ભારતીય પ્રજાએ પ્રાણીમાત્ર માટે સ્નેહભાવ અને સમભાવ દાખવ્યો છે તથા પ્રકૃતિનાં તમામ પરિબળોને જીવનના અભિન્ન અંગ તરીકે સ્વીકાર્યાં છે. પરંતુ છેલ્લી બે સદીથી અંગ્રેજી શાસનના પ્રભાવથી ભારતીય માનસિકતા બદલવા માંડી હતી. વળી વિદેશી સંપર્કોને પરિણામે ઉપયોગિતાવાદ અને ઉપભોક્તાવાદ જીવનમાં કેન્દ્રસ્થાને આવી ગયાં. દૂધ-ઉત્પાદકો માટે એમના દૂધાળાં પશુઓ સ્વજન મટીને કમાણીનું સાધન બની ગયાં. વલ્લભવિદ્યાનગરમાં થોડાં વર્ષો અધ્યાપન કરનાર લેખકે આ બદલાયેલી પરિસ્થિતિને ખૂબ નજીકથી જોઈ છે. સાથે સાથે બે પેઢી, બે વિચારધારા વચ્ચે ચાલતા ઘર્ષણના પણ તેઓ સાક્ષી રહ્યા છે. એમણે સંક્રાન્તિકાળના ત્રિભેટે ઝૂલતાં પાત્રોના સંઘર્ષને આ નવલકથામાં મૂર્ત કર્યો છે. આ નવલકથામાંથી પસાર થતાં વાચકને આ જ રીતે બે વિચારધારાઓની વચ્ચે ફંગોળાતા ભગવતીકુમાર શર્માની નવલકથા ‘સમયદ્વીપ’ના નાયકની યાદ અચૂક આવશે. | |||
{{Poem2Close}} | |||
{{right|અનુવાદકઃ મીનળ દવે)}}

==કલા જગત== | |||
{{color|Orangered|ચિત્રકળામાં શ્રમિકો }}
{{color|DarkSlateBlue|~ કનુ પટેલ}}

{{Poem2Open}} | |||
ભારતીય ચિત્રકળાનો મૂખ્ય મર્મ તો સાધના રહ્યો છે. ધર્માશ્રયે અને રાજ્યાશ્રયે ઉછરેલી આ કળામાં જ્યારે લોકજીવનનું ઉમેરણ થયું ત્યારે તેમાં ઘણા નવા વિષયો આવ્યા. ભારતીય ચિત્રકળાની શરૂઆત ભીમબેટકાનાં ભીંતચિત્રોથી જોવા મળે છે. જ્યારે ભાષાનું કે સભ્યતાનું પોત બંધાયું ન હતું ત્યાર પહેલાં આદિમાનવે ચિત્ર કરવાનું શરૂ કરેલું. ત્યારબાદ ભારતીય કળાના સુવર્ણ યુગ તરીકે ઓળખાતી ગુપ્ત કળાનું અનુસંધાન મળે છે. જેમાં અજંતા, બાદામી અને સિત્તનવાસલ જેવી ગુફાઓનાં બૌદ્ધ ધર્મને લગતાં ચિત્રોનો અમૂલ્ય વારસો આપણને મળ્યો છે. જેમાં રામાયણ અને મહાભારતના વિષયો ઉપરાંત જાતક કથાઓ અને પંચતંત્રની કથાઓનાં ચિત્રો જોવા મળે છે. | |||
ત્યારબાદ મુસ્લીમ સામ્રાજ્યમાં ઈરાન અને પર્શિયાથી આવેલા ચિત્રકારો રાજદરબાર અને પ્રકૃતિનાં ચિત્રો કરે છે; અને જ્યારે વસાહતી સામ્રાજ્ય સ્થપાય છે ત્યારે પશ્ચિમથી આવેલા ચિત્રકારો લોકજીવનના અનેક પ્રસંગોનાં ચિત્રો કરે છે. જેમાં ભારતીય જીવનના નાના વ્યક્તિગત વિષયો ઉપરાંત ભારતીય રહન-સહનનાં ચિત્રો કરે છે. તેનો પ્રભાવ ભારતની લોકશૈલી ખાસ કરીને પટુઆ અથવા કાલીઘાટીની શૈલી પર પડે છે. જેમાં વસાહતી પ્રભાવ હેઠળ ધાર્મિક ચિત્રો સિવાય અન્ય વિષયો પણ ચિત્રકારો ચિતરે છે. આ વિષયાંતર માટે બંગાળ સ્કૂલનો પણ ઘણો મોટો ફાળો રહ્યો છે. ભારતીય નવ્યપરંપરાની શોધમાં અજંતાની શૈલીએ નવા વિષયોનું અવતરણ અવનીબાબુ, નંદલાલબોઝ, અસિતકુમાર હલદર, ક્ષિતિન્દ્રનાથ મજમુદાર, રામકીંકંર બૈજ જેવા ચિત્રકારો કરે છે. તેનો પ્રભાવ સમગ્ર ભારતની ચિત્રકળામાં ઝીલાય છે. | |||
[[File:Sanchayan 61 - 9.png|center|700px]] | |||
વસાહતી કાળ | |||
આ ઉપરાંત પણ અનેક ચિત્રોમાં શ્રમજીવીઓને ચિતરવામાં આવ્યા છે. ચિત્રકળામાં કામ કરતા કળાકારો જીવનના મૂળ તત્વને પકડવાનો જ્યારે પ્રયાસ કરે છે ત્યારે જીવનનો લય જેટલો ‘શ્રમ’ કરતાં પાત્રોમાં જોવા મળે તેટલો અન્ય જોવા મળતો નથી. હા, સૌંદર્યબોધ તરીકે ઐતિહાસિક, પૌરાણિક કે આધુનિક ચિત્રકળાના વિષયોમાં વૈવિધ્ય હોય છે. પરંતુ જ્યારે સામાન્ય જનજીવનને ચિત્રાંકિત કરવાનું હોય ત્યારે ‘શ્રમ’ અને ‘શ્રમિકો’ ખૂબજ સુંદર રીતે ચિત્રકારો એ પોતાની કળા કૃતિઓમાં કંડાર્યાં છે. દૃશ્યચિત્રો એ પણ જાણે નૈસર્ગિક સમૃદ્ધિ અને સૌંદર્યનો પર્યાય ગણાય છે. પ્રસ્તુત લેખમાં ગાંધીયુગીન અથવા એમ કહીએ કે ગાંધી પ્રભાવ હેઠળ ગુજરાતના મુખ્ય કળાકારો એ શ્રમજીવીઓનો વિષય લઈને ચિત્રો કર્યા તેની વાત કરી છે, ચિત્રકળામાં ખાસ કરીને કળાગુરુ રવિશંકર રાવળની પ્રેરણાથી તેમના શિષ્યો દ્વારા ગુજરાતમાં જે રીતે કળાનું સિંચન અને સંવર્ધન થયું તે સમયગાળાને ધ્યાને રાખી તેમાંથી થોડીક ચુનીંદી કૃતિઓનું અહીં વિવરણ કર્યું છે. | |||
ગુજરાતમાં અને ખાસ કરીને વીસમી સદીના ઉતરાર્ધમાં રવિશંકર રાવળના પ્રભાવ હેઠળ જે ચિત્રકારોએ ગાંધી યુગ અને સ્વતંત્રતા આંદોલનનો સ્પર્શ પામીને જે વિષયો પર ચિત્રકળા કરી તેનો ચિતાર મેળવીએ તો આપણને ખ્યાલ આવશે કે સામાજિક જીવન અને લોકજીવનના વિષયોને પોતાનાં સર્જનોમાં ખાસ કરીને ચિત્રકલાના સર્જનમાં કેવી રીતે ગુંથ્યાં હતાં. અને તેમાંય વળી ગાંધીજીના આચાર અને વિચારનો પ્રભાવ ચિત્રકળા પર કેવો હતો તેનો આપણને આછોતરો ખ્યાલ આવશે. | |||
ગાંધીજીએ જ્યારે ચંપારણ્ય આંદોલન કર્યું ત્યારે સમગ્ર સમાજનું ધ્યાન શ્રમિકો પર ગયું. તેના પ્રભાવ હેઠળ ચિત્રકારોએ પણ આ “શ્રમિકો” વિષયવસ્તુ સાથે સર્જન કર્યું. ગુજરાતના કેટલાક નામી ચિત્રકારો એ “શ્રમિક” વિષય સાથે કરેલાં ચિત્રોની માંડીને વાત કરીએ. તે પહેલાં કળાગુરુ રવિશંકર રાવળે ઉચ્ચરેલાં આદિ વચનને યાદ કરીએ તેમણે કહ્યું હતું કે, “ગાંધીયુગે સમાજના કાંઈક ઉપેક્ષિત જનો માટે ઉચ્ચકોટિનાં અભ્યાસ, જ્ઞાન, ધંધા, જીવન પ્રણાલી તેમજ પદવીઓ માટે દ્વાર ખોલી દીધાં હતાં.” આમ દરેક ક્ષેત્રમાં ગાંધી વિચાર અને વર્તનનો પ્રભાવ જોવા મળતો તો પછી ચિત્રકળા તેમાંથી બાકાત કેવી રીતે રહી શકે. કલાગુરુ રવિશંકર રાવળનું એક ચિત્ર વલ્લભ વિદ્યાનગરની ફાઈનઆર્ટસ કોલેજની આચાર્ય કચેરીમાં દર્શનીય છે. તે ચિત્રનું નામ છે. “ભારત સૌભાગ્ય” તે મૂળ ચિત્ર કરતાં પહેલા જે વૉટર કલરમાં સ્કેચ બનાવ્યો તે સરદાર પટેલ યુનિવર્સિટીના મ્યુઝીયમમાં છે. આ ચિત્રના સંયોજનમાં જે પાત્રોનો ઉપયોગ કર્યો છે તે વિશે જાણીએ તો તેમાં કેન્દ્ર સ્થાને ભારતમાતા છે, તેને વસ્ત્ર પહેરાવતું પાત્ર છે તે વણકર છે, ચિત્રની ડાબીબાજુએ એક સ્ત્રી રેટિયો કાંતે છે, તેની પાસે ટોપલી લઈને શ્રમિક કન્યા ઉભી છે. તેની પાસે ખોળે બાળક સુવડાવીને કાપડામાં ભરત ભરતી સ્ત્રી છે, ભારતમાતાના ચરણોમાં ધનધાન્ય અને ફળો મૂકતો ખેડૂત છે, ચરણોમાં શસ્ત્રો ધરતો ક્ષત્રિય છે, સાધુ છે, વણિક એક થાળમાં ઝવેરાતની થાળી લઈને ઊભો છે, ગાય સાથે એક ગોવાલણી પણ છે, હાથી અને મોર છે. કેન્દ્રમાં વટવૃક્ષ છે તેની નીચે આ બધાંજ પાત્રો ગોઠવાયેલાં છે. આ ચિત્રથી આપણે વાતની શરૂઆત એટલે કરીએ કે ગાંધીજી જે ગ્રામ જીવનની કલ્યના કરતા તે અહીં કલાગુરુએ સાકાર કરી છે પ્રકૃતિની સાથે ભર્યું ભર્યું સુખ અને આનંદ પૂર્વકનું શ્રમજીવન. એમ કહી શકાય કે, | |||
[[File:Sanchayan 61 - 10.jpg|center|700px]] | |||
જનની ખોળે ઉછળે ચેતનની લીલાના હાસ્ય
તે ભારતદેવીને ચરણે ધરે સંતતિ રસ-સૌભાગ્ય. | |||
આ ભૂમિકા પછી અન્ય ચિત્રકારોનાં ચિત્રો વિશે વાત કરીએ જે ચિત્રોનો વિષય ‘શ્રમિકો’ રહ્યા હોય. | |||
[[File:Sanchayan 61 - 11.jpg|right|200px]] | |||
ચિત્રકાર એન. એસ. બેન્દ્રે (૧૯૧૦-૧૯૯૨)ના ચિત્રોમાં લોકજીવનની વિશેષતાઓ અને પ્રસંગો આગળ પડતાં હોય છે. નદી કિનારા, કૂવા, ઘાટો, મંદિરો, બજારો, દુકાનો, શાકભાજી વેચનારા, પરબ, કરગઠિયાં વીણતી ગ્રામનારીઓ વગેરે તેમની પીંછીની સૃષ્ટિ છે, તેઓ વારંવાર કહેતા કે ચિત્ર આંખોથી નહીં પણ મનથી જોવું જોઈએ. તેમણે “હિમાલયનું ચા-ઘર” એક ચિત્ર કર્યું છે. એક નાની હિમાલયની પહાડીઓમાં ચાની દુકાનનું સંયોજન ખૂબજ સુંદર છે. જેમાં પાત્રોના થાક અને ભાવ સરસ રીતે ઝીલાયા છે. કાઠિયાવાડની કુંભાર સ્ત્રીઓના ચિત્રમાં માથે ટોપલામાં ખૂબ માટલાં ભર્યાં હોય અને તેના ભારથી લચકાતી ચાલે ચાલતી સ્ત્રીઓમાં લયાત્મક રેખા દ્વારા સુંદર છંદગતિ પીંછીના લસરકાઓમાં ઉતરી છે. બેન્દ્રે હંમેશાં કહેતા કે “કલાકાર જે સમાજમાં રહે છે એ સમાજ પ્રત્યે એનું ઋણ છે, અને મને લાગે છે કે કલાકારનાં સર્જનોનો અાસ્વાદ એ સમાજ પામે, પોતાનાં સર્જનોનો ભાગીદાર એ સમાજ બને એ જોવાનું કલાકારનું કર્તવ્ય છે” સૌરાષ્ટ્રનું માલધારી જીવન અને રાજસ્થાનના લોકજીવન ઉપરાંત મહેનતું ગ્રામનારીઓ તેમના ચિત્રોનો વિષય રહી છે. તેમનું ક્યુબીક શૈલીમાં ‘ભરવાડણ’ નામનું ચિત્ર તેમના સંયોજનની ખૂબી છે, ચોખા છડતી સ્ત્રીઓ, ઝાબુઆના ભીલ, ચારાનો સમય, કમળ વેચનારીઓ, હાથશાળ પર કામ કરતી સ્ત્રીઓ, રાજકોટનો રમકડાં બનાવનાર પોઈન્ટાલીઝમની ઉત્તમ કૃતિઓ છે. તેમનાં સંયોજનોની સરળતા અને તેનો સૌંદર્યબોધ આધુનિક ભારતીયકળાનું શ્રેષ્ઠ સોપાન છે. ગુજરાતમાં વડોદરા ફાઈન આર્ટસ્ ફેકલ્ટીમાં વર્ષો સુધી સેવાઓ આપી અનેક સર્જનો કર્યાં. | |||
કનુ દેસાઈ (૧૯૦૭-૧૯૮૦)નું નામ ગુજરાત માટે જરાય અજાણ્યું નથી. કલાક્ષેત્રે એમણે ગુજરાતને અનેરું સ્થાન અપાવ્યું છે અને વિદેશમાંય નામના મેળવી છે. તેમનાં ચિત્રો વિશે વાત કરતાં પહેલાં મારે અહીં તેમના જીવનનો એક પ્રસંગ ટાંકવો છે. શાંતિનિકેતનથી અમદાવાદ આવીને પૂર્વ શરત પ્રમાણે એમણે ત્રણ વર્ષ સુધી ગૂજરાત વિદ્યાપીઠમાં સેવા આપી. બીજે જ વર્ષે ગાંધીજીએ ૧૨મી માર્ચે-જોગાનુંજોગ કનુ દેસાઈના જન્મ દિવસે-દાંડી યાત્રાની શરૂઆત કરી. કનુભાઈ એ યાત્રાને ચિત્રાંકિત કરવા એમાં જોડાયા પણ પોલીસે એમને પકડ્યા, મારમારીને પાસે જે કાંઈ હતું તે આંચકી લઈ છોડી મૂક્યા. એ નોંધો તો ગઈ પણ એની સ્મૃતિ પરથી કનુભાઈએ ‘ભારત પૂણ્ય પ્રવાસ’ નામે દાંડીયાત્રાનો એક ચિત્રસંપુટ પ્રકટ કર્યા. સરકારે એ પણ જપ્ત કર્યો. આ સંપુટ પર એમણે એ સમયે અશોકસ્તંભના ત્રણ સિહોનું એક સંજ્ઞા ચિત્ર મૂક્યું હતું. સત્તર વર્ષ પછી સ્વતંત્ર ભારતની સરકારે એ જ સ્તંભ પર રાષ્ટ્રીય સંજ્ઞા તૈયાર કરી. આ એક યોગાનુયોગ હોઈ શકે-પણ રાષ્ટ્રસંજ્ઞા તરીકે તે સમયે કનુભાઈએ કરેલી પસંદગી પાછળ તેમની કલ્પના અને સૂઝમાં ભારતીયતાનું કેવું અખિલપણું હતું એ કલ્પી શકાય. | |||
કનુ દેસાઈએ કરેલાં શ્રમિકોનાં ચિત્રોની વાત કરીએ તો એમનું એક ચિત્ર ‘ખરે બપોરે’ શીર્ષકવાળું છે. જેમાં માએ પોતાના વસ્ત્રહીન બાળકને તેડ્યું છે. માથે ટોપલામાં જે સામાન દેખાય છે તે પરથી આપણે જાણી શકીએ કે એ ખેડૂતની પત્ની છે સાથે માથે ઢોચકી ઉપાડીને આગળ એની દિકરી ચાલે છે. પીળા રંગની પૃષ્ઠભૂમિ પર શોભતું આ ચિત્ર ખરેખર બપોરના તડકાનો અનુભવ કરાવે છે. અને ખાસ તો એ ખેડૂત સ્ત્રીના પોતાના પગ બળતા હોય એ સહેજ ઊંચી ચાલે ચાલે છે. તે ચિત્રકારે બખૂબી પકડ્યું છે. બીજું ચિત્ર “રાત્રીના ઓળા” જગતની રાત્રી પડે છે. ત્યારે જેમના નિર્વાહનો દિન શરૂ થાય છે એવા, આપણા સમાજના કલંકરૂપ આ અજીઠું ઉઘરાવનારાંના જીવનમાં પણ કલાકારે કવિતા જોઈ તે ચિત્રમાં આલેખી છે. રાત્રીની સાથે જ જેમનું જીવન તત્ત્વ જોડાયેલું છે. તેમના જીવનના ઓળા (પડછાયા) ઊગી રહેલા ચંદ્ર વાળી રાત્રીના ઓળાઓ જેવો અર્ધ પ્રકાશિત અર્ધઅંધારા, અને મધુરંગી ચંદ્રના પ્રકાશ જેવા ઘેરા વિષાદભર્યા ગહન મધુર હોય છે. શહેરની બહારનાં તેમના રહેઠાણો તરફ જવાના ઊંચીનીચી ટેકરીઓવાળા આ માર્ગ જેવો આશાનિરાશાઓથી ભરેલો એમનો જીવનમાર્ગ હોય છે. એમના ‘તોફાન’ નામના ચિત્રમાં માછીમાર પતિ-પત્ની પોતાના બાળકને લઈને ભારે સામાન સાથે ઝડપભેર દોડી રહ્યાં છે. વરસાદનું તોફાન પૃષ્ઠ ભૂમિમાં સુંદર રીતે દર્શાવ્યું છે. માછીમારની લાંબા ડગલાંની ફાળ સાથે જ તેની પત્નીનાં ડગલાંની હરણફાળની જુગલબંદી ગતિનું સંગીત સર્જે છે. | |||
છગનલાલ જાદવ (૧૯૦૩-૧૯૮૭)નાં ચિત્રોમાં ખૂબજ સરસ રીતે ‘શ્રમિક’ વિષય આલેખાયો છે. ગાંધીયુગની સીધી અસર હેઠળ સમાજના સાવ નીચલા થરના લોકમાં પણ જાગૃતિની સંજીવની પ્રસરતાં જે નવચેતન આવ્યું તેનાં અનેક સારાં પરિણામોમાં છગનલાલ જાદવ જેવા કલાકાર ગુજરાતને મળ્યા તેમ ગણાવી શકાય. ગૂજરાત વિદ્યાપીઠમાં છગનભાઈની ચિત્રકળા દીક્ષા પામી. તેમણે જે સાધકની શ્રદ્ધા અને ધીરજ વડે ચિત્રકળાની આરાધના કરી તેના પરિણામે આજે ગુજરાતના અગ્રગણ્ય કળાકાર છે. ‘રંકની કલા’ નામનું ચિત્ર ૧૯૩૭માં બોમ્બે આર્ટ સોસાયટીના ચિત્રપ્રદર્શનમાં શ્રેષ્ઠ જલરંગી ચિત્ર તરીકે ઈનામ પામેલું ખૂબજ અદ્ભુત ચિત્ર છે. આ ચિત્રમાં ખોળામાં રમતા બાળક પર નજર રાખી હાથની આંગળીઓ પર તેનાં લાડ પૂરનારી આભલાભરી આ રંગીન ટોપીનો વિચાર કરીએ તો આપણે અનુભવી શકીએ કે, મહેનત મજૂરી બાદ ગરીબ જનો જે સ્વસ્થતાથી પોતાના ઝૂંપડાને આંગણે રાબની મીઠાશ માણતાં રંક ઘરમાં પણ કલાની ગંગાનું પુનિત વાતાવરણ રેલાવે છે. તેનું પ્રતિબિંબ અહીં ઝીલાયું છે. તંબૂ જેવા બાંધેલા ઝૂંપડાને આંગણે એકજ પાત્ર મૂકીને આખી જનતાનો ચિતાર એમાં રજૂ કર્યો છે. બીજું ચિત્ર “સરાણિઓ” નામનું છે. હવે તો આ વ્યવસાય અને કોમ બંન્ને લુપ્ત થઈ ગયાં છે. ઉમદા સંયોજનથી સરાણિયા પતિ-પત્નીના જીવનનો લય અને સંતોષ તેમના શ્રમથી પુલકિત થઈ ઉઠે છે. રંગો-રેખાઓ અને વસ્તુઓની ગોઠવણી ખૂબજ સુંદર છે. | |||
‘રંગ પરિધાન’ના શીર્ષકવાળું આ ચિત્ર છીપા કોમની કપડાં પર છાપ પાડતી સ્ત્રીનું છે. આ કળા પણ લુપ્ત થવાને આરે છે. કારીગરીની કુશળતા આ ચિત્રમાં વરતાય છે. સ્ત્રીની પાસે ઉભેલો બાળક પણ ધ્યાનમગ્ન થઈ પોતાની માતાના ક્રિયાકલાપનું કૌશલ જોઈ રહ્યો છે. તે ભાવ ચિત્રકારે ખૂબજ સુંદર રીતે પકડ્યા છે. ‘કાઠિયાવાડનું ખેડૂત કુંટુંબ’ નામના ચિત્રમાં કલાકારે સ્થાન પર બેસીને કરેલા આ ત્વરિત રંગાલેખમાં કાઠિયાવાડના ભાંગતા ખેડૂતની ગરીબી સ્પષ્ટ ડોકાઈ રહેલી છે. આવા જ એક અન્ય ચિત્ર ‘આભ-ધરતીનો ઉપાસક’માં ચિત્રકાર ખેડૂત કુટુંબ ખળામાં ધાન છે, તે દરમ્યાન પોરો ખાઈને શિરામણ લેતો ખેડૂત અને બાળકને પૂળાના ઓઘા નીચે બેસી બાળકને ધવડાવતી તેની પત્ની ખૂબજ સુંદર રીતે આલેખાયાં છે. ‘માછીમારનું કુટુંબ’ નામના ચિત્રમાં દરવાજે પોતાની દિકરી સાથે ઊંબર પર ઉભી રહેલી સ્ત્રી પોતાના બાળકને માછલી પકડવાની જાળ તૈયાર કરતો જોઈ રહી છે. સ્ત્રીના ચહેરા પરના વિષાદ અને આચર્યના ભાવ ઉડીને આંખે વળગે છે. દરવાજે બાંધેલું તોરણ પોતાના પતિના આગમનની તૈયારીનું સૂચક બને છે. | |||
રસિકલાલ પરીખ (૧૯૧૦-૧૯૮૨) રાજપીપળા સ્ટેટના વાલિયા ગામે મોસાળમાં તેમનો જન્મ થયો હતો. અમદાવાદના સી.એન. કલા મહાવિદ્યાલયના આચાર્યપદે ઉત્તમ સેવાઓ આપી. તેમનાં શ્રમિકો વિષયક ચિત્રોમાં ‘નવધાન્ય’ નામના ચિત્રમાં ખેડૂત સ્ત્રી પોતાની કાંખમાં ઢોરને નિરવાનો ચારો લઈને જતી હોય તે છે. વાતાવરણ ચોમાસા પછીના દિવસોનું છે તે આકાશની લાલીમા પરથી દેખાય છે. હરીયાળો ભૂભાગ પણ તેનો સૂચક છે. સ્ત્રીની અદાયગી, કેડમાં ખોસેલો સાડીનો છેડો અને હાથમાં દાતરડું રાખીને ઊભી છે, તેમાં કલાકારની કુશળતા દેખાય છે. ‘શ્રમની શોભા’ નામના ચિત્રમાં માટી ખોદીને બીજા સ્થળે લઈ જતાં મજુરો છે. જેને આપણે તે સમયે ઓડ કહેતા, આપણી ભવાઈના વેશની નાયિકા ‘જસમા’ આ ઓડ જ્ઞાતિની છે અને સહસ્ત્રલિંગ તળાવ ખોદવા પાટણ આવેલી તે કથા જાણીતી છે. પુરૂષ પાત્ર માટી ખોદીને ટોપલામાં ભરી આપે છે અને સ્ત્રીઓ યોગ્ય જગ્યાએ એ ટોપલાઓ ઠાલવતી હોય છે. ચિત્રકારે શ્રમની પરિસ્થિતિની શોભાને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. ચિત્રના સંયોજનનો લય ખૂબજ સુંદર રીતે ચિત્રકારે પ્રયોજ્યો છે. પાત્રોની સાદગી અને પ્રવૃત્તિ દ્વારા આપણને શ્રમની સંવાદિતાની અનુભૂતિ થાય છે. | |||
સોમાલાલ શાહ (૧૯૦૫-૧૯૯૪) કલા એટલે શું? એવા પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે કે કલાની સંપૂર્ણ વ્યાખ્યા આપવી અઘરી છે. પણ એક ખયાલ એવો ખરો, કે જે કલા જીવનને સૌંદર્યદૃષ્ટિ આપીને સરસતાનો ઉર્ધ્વ માર્ગ બતાવે તે આદર્શકલા. ચિત્રકાર સોમાલાલ શાહે તો ઘણાં ચિત્રો સર્જ્યાં છે. પણ અહીં આ ખાદીધારી ચિત્રકારે શ્રમિકોનાં જે ચિત્રો કર્યાં છે. તેની વાત કરીએ તો સૌ પ્રથમ ધ્યાન ખેચેં તેવું તેમનું ચિત્ર એટલે ‘સૌરાષ્ટ્રનું માલધારી કુટુંબ’ સૌરાષ્ટ્ર તરફથી માલધારીઓ જ્યારે ઉનાળામાં ગુજરાત તરફ આવતાં હોય તેવાં દૃશ્યો આજેય આપણને જોવા મળે છે. તેમના ચિત્રમાં બે ઊંટ, ઘેટાં બકરાં, ગધેડાં અને માલધારી કુટુંબનાં સ્ત્રી પુરૂષો ખૂબજ સરસ રીતે ચિત્રમાં સંયોજિત થયાં છે. ઊંટ ઉપર બેઠેલા વૃદ્ધ પુરુષની સાથે નાનો પૌત્ર, બીજા ઊંટ પર નાનાભાઈને ખોળામાં લઈને બેઠેલી બહેન અને ઘરનો સામાન ગાદલાં-ગોદડાં, ખાટલી વગેરેને ખૂબજ સરસ રીતે ચિતર્યાં છે. આખાયે ચિત્રનો પરિવેશ ખૂબજ આકર્ષક થયો છે. દરેક પાત્રોના ભાવ અને શરીર રચના ઉપરાંત વસ્ત્રવિન્યાસ પણ આબેહૂબ છે. | |||
તેમનું બીજું સુખ્યાત ચિત્ર તે ‘છૈયો’. સૌરાષ્ટ્રના લોકજીવન અને કૌટુંબિક જીવનનું તો એમણે પોતાનાં આવાં અનેક ચિત્રો દ્વારા દર્શન કરાવ્યું છે. એજ રીતે તાદૃશ કર્યાં છે એમણે ગ્રામજીવનની સુંદરતા માધુર્ય અને પ્રાકૃતિક સૌંદર્યને. એમનાં સર્જનોમાં સૌરાષ્ટ્રની ભોમકા, ત્યાંના માલધારીઓ, વણઝારા અને આહીરો, ત્યાંનાં પશુપક્ષીઓ અને સરળ સંતોષમય લોકજીવનને એમણે પ્રકટ કર્યાં છે. અહીં માતા પોતાના વહાલસોયાને પોતાના ખોળામાં લઈને બેઠી છે. અને તેનો પતિ તેની બાજુમાં બેઠો છે. તેના પતિની માત્ર એકજ આંખ ચિત્રમાં દેખાય છે. પરંતુ તેના ભાવમાંથી ટપકતા સ્નેહની સરવાણી આપણે જોઈ શકીએ છીએ. રંગોના સ્વામી સોમાલાલ આ ચિત્રમાં રંગોની પણ કમાલ સર્જે છે. | |||
આમ ગાંધીયુગના પ્રભાવ હેઠળ કલાકારો એ જીવનનાં મુખ્ય વિષય શ્રમને અને શ્રમિકોને ચિત્રકળાનો વિષય બનાવ્યો તેની ખૂબજ ટૂંકમાં ઝલક કરાવી છે. આ કળાકારો જીવન સાથે જીવનના લયને પકડી ચિત્રકળામાં સર્જન કરતા હતા. આજે સમકાલીન કળા વિશે કહેવું હોય તો આ પ્રમાણે કહી શકાયઃ | |||
કલાની પ્રવૃત્તિમાં આધુનિક જમાનાને એક અવ્યવસ્થાનો યુગ કહી શકાય. જમાનામાં બે વિશ્વ યુદ્ધો થયાં તેને પરિણામે માનવજીવનનાં મૂલ્યોમાં ઘણીજ અવ્યવસ્થા આવી ગઈ છે. કલાના ક્ષેત્રમાં પણ અરાજકતા પ્રવર્તે છે. આજનો કલાકાર પ્રણાલીના ભારથી મુક્ત થયો છે અને કલામાં નવા ઉદ્દેશો અને નવી પદ્ધતિઓ અને પરિભાષાની શોધ થઈ રહી છે. આમ કલામાં બુદ્ધિ અને પૃથક્કરણ વૃત્તિએ પ્રવેશ કર્યો છે એટલે અનેક પ્રકારના ‘વાદો’ કલામાં પ્રચલિત થયા છે. પરંતુ એમાં પ્રાણ નથી, જીવનનો ધબકાર નથી. કલાકારને થતું પ્રેરણા પ્રેરિત દર્શન નથી. | |||
કેટલાક લોકો એવી દલીલ કરે છે કે આજની કલામાં જીવન પ્રગટ થાય છે. તો આપણે એમને પૂછીએ કે કેવા પ્રકારનું જીવન તે પ્રગટ કરે છે? પ્રાથમિક પાશવી વાસનાઓનું, નાડીયંત્રની ઉશ્કેરણીવાળું, આવેગોવાળું, પશુથી બહુ દૂર નહિ એવું, જીવન જ તે આપણને આપે છે. | |||
એ વાત સાચી છે કે સ્વતંત્રતાનો સદ્ઉપયોગ કરવામાં આવે તો એને પરિણામે કલાકારનું વ્યક્તિત્વ પૃષ્ટ થાય છે અને સંવાદિતા સાધે છે. પરંતુ આપણા અંતરના કોઈ પણ ભાગની સંયમ વગરની અભિવ્યક્તિ કલા બની શકતી નથી. વળી ‘નવીનતા’ કાંઈ હંમેશાં પ્રતિભાનું કે સાચી સર્જકતાનું પરિણામ હોય છે એવું નથી. નવીનતા આવે એનો અર્થ પ્રગતિ થાય છે એમ પણ નથી. શ્રી નંદલાલ બોઝે સાચું જ કહ્યું છે કે : “વ્યક્તિતાના ઉપર બહુ ભાર દેવાથી વિચિત્રતા પ્રગટ થવાનો સંભવ છે.” આપણે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે સમાજમાં ફેશનો આવે છે-પવન વાય છે, તેમ કલામાં પણ થાય છે. | |||
આ રીતે ગાંધીયુગના અને ગાંધી વિચારો પ્રેરિત કલાકારોએ કળામાં શ્રમિકોને વિષય તરીકે લઈને પોતાની અભિવ્યક્તિને ઉજાગર કરી હતી. | |||
{{Poem2Close}} |