17,602
edits
(Corrected Inverted Comas) |
No edit summary |
||
Line 8: | Line 8: | ||
પ્રા. ઝાલા સાહિત્ય-સંશોધનની અનેક સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. મુંબઈની ફાર્બસ ગુજરાતી સભા, એશિયાટિક સોસાયટી અને ભાંડારકર ઓરિયેન્ટલ રિચર્સ ઈન્સ્ટિટયૂટ (પૂના)ના તેઓ જીવનસભ્ય છે. પી. ઈ. એન. ના સામાન્ય સભ્ય છે. વડોદરાની ઓરિયેન્ટલ ઇન્સ્ટિટયૂટ તરફથી રામાયણના સંપાદન માટે નિમાયેલી સમિતિના પણ સભ્ય છે. વડોદરા, મુંબઈ તેમ જ કર્વે યુનિવર્સિટીની વિવિધ અભ્યાસસમિતિઓને પણ તેમની સેવાનો લાભ મળે છે. | પ્રા. ઝાલા સાહિત્ય-સંશોધનની અનેક સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. મુંબઈની ફાર્બસ ગુજરાતી સભા, એશિયાટિક સોસાયટી અને ભાંડારકર ઓરિયેન્ટલ રિચર્સ ઈન્સ્ટિટયૂટ (પૂના)ના તેઓ જીવનસભ્ય છે. પી. ઈ. એન. ના સામાન્ય સભ્ય છે. વડોદરાની ઓરિયેન્ટલ ઇન્સ્ટિટયૂટ તરફથી રામાયણના સંપાદન માટે નિમાયેલી સમિતિના પણ સભ્ય છે. વડોદરા, મુંબઈ તેમ જ કર્વે યુનિવર્સિટીની વિવિધ અભ્યાસસમિતિઓને પણ તેમની સેવાનો લાભ મળે છે. | ||
સંસ્કૃતના આ આરૂઢ વિદ્વાન અધ્યાપનના ક્ષેત્રમાં એક આદર્શ અધ્યાપકનું જવલંત દૃષ્ટાંત પૂરું પાડે છે. અધ્યયન અને અધ્યાપન સિવાય બીજી આળપંપાળમાં એ રસ લેતા નથી. અધ્યાપનકાર્ય કરતાં કરતાં એમણે અંગ્રેજી, સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં અનેકાનેક સંશોધન અને વિવેચનના લેખો લખ્યા છે. અંગ્રેજીમાં લખાયેલું એમનું ‘કાલિદાસ' પરનું અધ્યયન અને ‘ભામિનીવિલાસ' તેમ જ ‘રઘુવંશ'ના ૬-૧૦ સર્ગોનાં સંપાદનો અને સ્વાધ્યાયના ઉત્તમ ફળરૂપ એમના સંશોધનલેખો કોઈ પણ અધ્યાપક માટે એ ક્ષેત્રમાં દીવાદાંડીરૂપ છે. સંસ્કૃતમાં ‘સુષમા' નામે એમનો કાવ્યસંગ્રહ પણ પ્રગટ થયો છે. ‘સંસ્કૃતિ'માં પ્રકાશિત થયેલ કવિ ‘કાન્ત’- વિરચિત ‘વસન્તવિજય' કાવ્યનો સંસ્કૃતમાં એમણે કરેલો સમશ્લોકી અનુવાદ અને ‘કાલિદાસની ઉપમા' તેમ જ ‘બાણ' પરના એમના સંસ્કૃતમાં લખાયેલા લેખો તો અતિ પરિચિત છે. | સંસ્કૃતના આ આરૂઢ વિદ્વાન અધ્યાપનના ક્ષેત્રમાં એક આદર્શ અધ્યાપકનું જવલંત દૃષ્ટાંત પૂરું પાડે છે. અધ્યયન અને અધ્યાપન સિવાય બીજી આળપંપાળમાં એ રસ લેતા નથી. અધ્યાપનકાર્ય કરતાં કરતાં એમણે અંગ્રેજી, સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં અનેકાનેક સંશોધન અને વિવેચનના લેખો લખ્યા છે. અંગ્રેજીમાં લખાયેલું એમનું ‘કાલિદાસ' પરનું અધ્યયન અને ‘ભામિનીવિલાસ' તેમ જ ‘રઘુવંશ'ના ૬-૧૦ સર્ગોનાં સંપાદનો અને સ્વાધ્યાયના ઉત્તમ ફળરૂપ એમના સંશોધનલેખો કોઈ પણ અધ્યાપક માટે એ ક્ષેત્રમાં દીવાદાંડીરૂપ છે. સંસ્કૃતમાં ‘સુષમા' નામે એમનો કાવ્યસંગ્રહ પણ પ્રગટ થયો છે. ‘સંસ્કૃતિ'માં પ્રકાશિત થયેલ કવિ ‘કાન્ત’- વિરચિત ‘વસન્તવિજય' કાવ્યનો સંસ્કૃતમાં એમણે કરેલો સમશ્લોકી અનુવાદ અને ‘કાલિદાસની ઉપમા' તેમ જ ‘બાણ' પરના એમના સંસ્કૃતમાં લખાયેલા લેખો તો અતિ પરિચિત છે. | ||
ગુજરાતીમાં એમનો સર્વપ્રથમ લેખ ઈ. ૧૯૩૨માં શ્રી બટુભાઈ ઉમરવાડિયાની નાટ્યકૃતિ ‘મત્સ્યમઘા અને ગાંગેય’ પર, ‘કૌમુદી'માં પ્રગટ થયો હતો. એ પછી ‘ચક્રવાકમિથુન', ‘વસન્તોત્સવ'માં અસંભવ દોષ, ગાંધીજીની આત્મકથા, ‘સુન્દરમ્'નું મૃચ્છકટિક, કલાનું સ્વરૂપ એમ લગભગ બેએક સંગ્રહો થાય એટલા એમના અભ્યાસલેખો જુદાં જુદાં સામયિકમાં પ્રસિદ્ધ થયા છે. ૧૯૪૪ના ગ્રન્થસ્થ ગુજરાતી | ગુજરાતીમાં એમનો સર્વપ્રથમ લેખ ઈ. ૧૯૩૨માં શ્રી બટુભાઈ ઉમરવાડિયાની નાટ્યકૃતિ ‘મત્સ્યમઘા અને ગાંગેય’ પર, ‘કૌમુદી'માં પ્રગટ થયો હતો. એ પછી ‘ચક્રવાકમિથુન', ‘વસન્તોત્સવ'માં અસંભવ દોષ, ગાંધીજીની આત્મકથા, ‘સુન્દરમ્'નું મૃચ્છકટિક, કલાનું સ્વરૂપ એમ લગભગ બેએક સંગ્રહો થાય એટલા એમના અભ્યાસલેખો જુદાં જુદાં સામયિકમાં પ્રસિદ્ધ થયા છે. ૧૯૪૪ના ગ્રન્થસ્થ ગુજરાતી વાઙ્મયની એમની સમીક્ષા પણ પ્રગટ થયેલી છે. | ||
પ્રા. ઝાલાનાં લખાણોમાં મર્મને પકડી કૃતિનાં સૌન્દર્યસ્થાને પ્રગટ કરી આપતી એમની સૂક્ષ્મ સાહિત્યસૂઝનાં દર્શન થાય છે. સંસ્કૃતના આ સન્નિષ્ટ વિદ્વાન, ગીતાને કાવ્ય તરીકે મૂલવતા હોય કે ‘આનંદમીમાંસા'ની સમાલોચના કરતા હોય, ‘શર્વિલક'નું રસલક્ષી વિવેચન કરતા હોય કે ‘સંસ્કૃત સાહિત્યમાં હાસ્યરસ' વિશે પોતાનો દૃષ્ટિકોણ રજૂ કરતા હોય- સર્વમાં, એમની સમતોલ સ્વસ્થ અને વિદ્વત્તાપૂર્ણ વેધક દૃષ્ટિનો પરિચય થાય છે. સંસ્કૃતના આપણા ઘણા અધ્યાપક વિદ્વાનોએ ગુજરાતી વિવેચનને પણ સમૃદ્ધ કર્યું છે. પ્રા. ઝાલા, વર્તમાન યુગમાં એ પરંપરાને સુપેરે આગળ વિસ્તારે છે. ‘સરસ્વતીચન્દ્ર'માંની ‘સુન્દરગિરિના સાધુઓની જીવન- ભાવના', ‘આનંદશંકર અને મણિલાલની વિચારધારા' અને ‘છેલ્લાં પચાસ વર્ષની કવિતા: જીવનદર્શન' જેવા એમના લેખો, ગુજરાતી સાહિત્યના કેવા કેવા વિષયો એમણે સ્વાધ્યાય અર્થે લઈને એમની પર્યેષણા કરી છે એનો ખ્યાલ આપે છે. એમનું પ્રસન્નગંભીર ગદ્ય અને નિરૂપણની આકર્ષકતા ગમી જાય એવાં છે. સેન્ટ ઝેવિયર્સ કૉલેજના ગુજરાતી સાહિત્યમંડળના આશ્રયે પ્રગટ થતા રહેતા વાર્ષિક 'રશ્મિ'ના તેઓ મુખ્ય સંપાદક છે, અને એમાં અત્યાર સુધીમાં કેટલાય સત્ત્વગર્ભ લેખો પ્રગટ થયા છે. | પ્રા. ઝાલાનાં લખાણોમાં મર્મને પકડી કૃતિનાં સૌન્દર્યસ્થાને પ્રગટ કરી આપતી એમની સૂક્ષ્મ સાહિત્યસૂઝનાં દર્શન થાય છે. સંસ્કૃતના આ સન્નિષ્ટ વિદ્વાન, ગીતાને કાવ્ય તરીકે મૂલવતા હોય કે ‘આનંદમીમાંસા'ની સમાલોચના કરતા હોય, ‘શર્વિલક'નું રસલક્ષી વિવેચન કરતા હોય કે ‘સંસ્કૃત સાહિત્યમાં હાસ્યરસ' વિશે પોતાનો દૃષ્ટિકોણ રજૂ કરતા હોય- સર્વમાં, એમની સમતોલ સ્વસ્થ અને વિદ્વત્તાપૂર્ણ વેધક દૃષ્ટિનો પરિચય થાય છે. સંસ્કૃતના આપણા ઘણા અધ્યાપક વિદ્વાનોએ ગુજરાતી વિવેચનને પણ સમૃદ્ધ કર્યું છે. પ્રા. ઝાલા, વર્તમાન યુગમાં એ પરંપરાને સુપેરે આગળ વિસ્તારે છે. ‘સરસ્વતીચન્દ્ર'માંની ‘સુન્દરગિરિના સાધુઓની જીવન- ભાવના', ‘આનંદશંકર અને મણિલાલની વિચારધારા' અને ‘છેલ્લાં પચાસ વર્ષની કવિતા: જીવનદર્શન' જેવા એમના લેખો, ગુજરાતી સાહિત્યના કેવા કેવા વિષયો એમણે સ્વાધ્યાય અર્થે લઈને એમની પર્યેષણા કરી છે એનો ખ્યાલ આપે છે. એમનું પ્રસન્નગંભીર ગદ્ય અને નિરૂપણની આકર્ષકતા ગમી જાય એવાં છે. સેન્ટ ઝેવિયર્સ કૉલેજના ગુજરાતી સાહિત્યમંડળના આશ્રયે પ્રગટ થતા રહેતા વાર્ષિક 'રશ્મિ'ના તેઓ મુખ્ય સંપાદક છે, અને એમાં અત્યાર સુધીમાં કેટલાય સત્ત્વગર્ભ લેખો પ્રગટ થયા છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits