સંચયન-૬૨: Difference between revisions

()
()
Line 836: Line 836:

રમેનબાબુ શાંતિનિકેતનમાં મુખી શ્રેણીના વિદ્યાર્થી હતા તે વખતે કનુભાઈ પણ ત્યાં હતાં. એટલે તેમણે તેનું સ્મરણ આપ્યું. અમારા ઉભયના મિત્રશ્રી વનવિહારી ઘોષ અમદાવાદમાં છે તેનું પણ એમણે સ્મરણ કર્યું અને તરત પરિચયનો પુલ સંધાઈ ગયો. રમેનબાબુુની નિખાલસતા અને સરળતા બહુ લાક્ષણિક છે. શાંતિનિકેતનમાં પણ તેમણે માન કાઢ્યું હતું. ‘કુમાર’ના ૯૧માં અંકમાં તેમના હાથનું કમળ, તળાવડીમાં હોડી હંકારતાં બાળકોનું એક રંગચિત્ર પ્રકટ થઈ ગયું છે. ‘મોર્ડન રિવ્યુ’માં પણ તેમનાં ઘણાં ચિત્રો બહાર આવેલાં. કલકત્તા આર્ટ સ્કૂલના હેડમાસ્તરની જગ્યા ખાલી પડતાં તેની કમિટી તરફથી માગવામાં આવેલી ઉમેદવારોની પચાસેક અરજીઓમાંથી રમેનબાબુની પસંદગી થઈ એ જ તેમના સંસ્કાર અને શક્તિનું માપ બતાવે છે. કંઈક વિશાળ અનુભવ અને શિક્ષણ માટે બેચાર વર્ષ પહેલાં તે ઈંગ્લેંડ અને ફ્રાન્સની શાળાઓનો પરિચય પામવા તેમજ યુરોપની કળાસંપત્તિ નીરખવા ગએલા. તે વખતે ત્યાં તેમણે પોતાનાં વુડકટ, લીનોકટ, ઇચિંગ, એકવાટિન્ટ, લીથોગ્રાફ અને હિંદી શૈલીનાં ચિત્રોનાં પ્રદર્શનો ભરેલાં અને તેની એકએક દેશમાં ભારોભાર પ્રશંસા થએલી.

<center>
[[Sanchayan 06-2024 Image 15.jpg|200px]]
[[File:Sanchayan 06-2024 Image 16.jpg|193px]]
</center>
તેમનાં ચિત્રો માત્ર પ્રાચીન વિષયોમાં જ બંધાઈ નથી ગયાં. પણ સામાન્ય રોજિંદા પ્રસંગો અને ચિત્રોમાં પણ તે લાગણીની તીવ્રતા દર્શાવી શકે છે. એક થોકબંધ ચિત્રમાળા માત્ર પેન્સિલથી જ કરેલી તેમણે મને બતાવી ત્યારે પ્રામાણિક ને વિશુદ્ધ દૃશ્યાલેખનમાં તેમની જોડીમાં મુકાય એવો કોઈ કલાકાર મુંબાઈ કે ગુજરાતમાં નહિ હોય એમ લાગ્યું. આપણા પ્રાંતમાં ઇચિંગ, લીથોગ્રાફ કે ઍક્વાટિન્ટ હજુ રડ્યાખડ્યા નમૂના કે વાતો જ છે, ત્યારે આ તરૂણ કલાકારે તેમાં યુરોપી નિષ્ણાતોની ભારે પ્રસંશા મેળવી છે. ઑક્સફર્ડના પ્રમાણભૂત કલાકાર સર મૂરહેડ બોન જેવાને તો કહેવું પડ્યું કે અંગ્રેજ કલાકારો પૈકી થોડાક જ તેમના જેટલી સૌંદર્યભાવના પકડી શક્યા છે. ઇંગ્લેંડ રૉયલ ઍકૅડમીના પ્રમુખ સર વિલયમ લેવેલીને તેમને માનાર્ધ્ય આપ્યો કે તેમણે પોતાની કૃતિઓમાં આધુનિકજીવનની આલોચના કરી છે છતાં તે લાક્ષણિકતામાં તો હિંદી જ છે.

પણ આ તો બહારની તારીફો છે. ખુદ કલકત્તાની ચિત્રશાળાના સ્ટાફમાં તે એક સવિશેષ કલગીરૂપ છે. શોક તો એ જ થાય છે કે આવા શક્તિવંત કલાકારો હિંદમાં હોવા છતાં હિંદના રાજા મહારાજાઓનાં કામો પરદેશોને જ સમૃદ્ધ બનાવે છે. રમેનબાબુએ હિંદી આલેખના જેવી જ સિદ્ધિ યુરોપીય ઇચિંગ અને લીથોગ્રાફમાં બતાવી છે. આવા કલાકારોનાં પ્રવાસી પ્રદર્શનો ગામે-ગામ ગોઠવ્યાં હોય તો પ્રજાના સંસ્કાર અને આત્મવિશ્વાસને બહુ જ ઉત્તેજના આપી શકે.