સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/ઔચિત્યવિચાર: Difference between revisions

no edit summary
(+૧)
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{center|<big>'''ઔચિત્યવિચાર'''</big>}}
{{center|<big>'''ઔચિત્યવિચાર'''</big>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કાવ્યપરીક્ષા માટે એક વિશેષ ધોરણ આનંદવર્ધને આપણી સમક્ષ મૂક્યું છે. એ છે ઔચિત્યનું ધોરણ. આનંદવર્ધન કહે છે કે અનૌચિત્ય સિવાય બીજું કોઈ રસભંગનું કારણ નથી, પ્રસિદ્ધ ઔચિત્યનું નિયોજન એ જ રસની પરમ રહસ્યવિદ્યા છે.  આનંદવર્ધન રસવિષયક અને બીજાં ઘણાં ઔચિત્યોની અવારનવાર ચર્ચા કરે છે એ અવશ્ય માર્ગદર્શક બને એવી છે. ક્ષેમેન્દ્રે ઘણાં વિશેષ કાવ્યાંગોના ઔચિત્યની ચર્ચા કરી છે એયે લક્ષમાં લેવા જેવી છે. (જો કે એમાંનું ઘણું તો ધ્વનિના સામાન્ય સિદ્ધાંતમાં સમાઈ જાય છે.)

પણ ઔચિત્યનો નિર્ણય શું સરળ છે? આનંદવર્ધનની ચર્ચા જોતાં એવું લાગતું નથી. ઔચિત્ય કેટલીબધી બાબતો પર આધાર રાખે છે? કાવ્યનો પ્રકાર કયો છે, એનું વસ્તુ કયા પ્રકારનું છે, એનાં પાત્રો કેવાં છે, પ્રસંગ કઈ જાતનો છે, રસ કયો આલેખાઈ રહ્યો છે – એ બધું લક્ષમાં લેવાનું હોય છે. દેશકાળ પ્રમાણે પણ ઔચિત્યના ખ્યાલો બદલાય. આનંદવર્ધનના દેશકાળમાં જે વસ્તુ અનુચિત મનાતી હોય તે આજે એવી ન પણ મનાતી હોય. અને છેવટે, આનંદવર્ધને એક મહત્ત્વની વાત કહી છે કે, કવિપ્રતિભા પણ નિર્ણાયક બનતી હોય છે, સામાન્ય રીતે જે વસ્તુ અનુચિત ગણાય તે પ્રતિભાશાળી કવિના આલેખનમાં એવી ભાસતી નથી, કવિપ્રતિભા અનૌચિત્યને ઢાંકી દે છે – નિવારે છે (૩.૬ વૃત્તિ). ઉત્તમ દેવતાઓ પરત્વે લૌકિક કે ગ્રામ્ય – સ્થૂળ સંભોગશૃંગારનું આલેખન આમ તો અનુચિત ગણાય, પણ આનંદવર્ધન બતાવે છે કે કાલિદાસે ‘કુમારસંભવ’માં પાર્વતીના સંભોગશૃંગારનું એ પ્રકારનું આલેખન કર્યું છે તે એવી કુશળતાથી કર્યું છે કે એનું અનૌચિત્ય નજરે ચડતું નથી, એ અવરોધક બનતું નથી. આ જ વસ્તુ પ્રતિભાહીન કવિના આલેખનમાં વિરસતા જન્માવે.

17,546

edits